ભારત થી એક સબંધી એન્જીનીઅર આવેલા.તેમની સાથે બ્રીજવોટર માં આવેલ બાલાજી મંદિર જઈ ને પાછા ફરતા કાર માં ચર્ચા ચાલી.તેઓ કહે મહાભારત ના યુદ્ધ પછી કુરુક્ષેત્ર ના મેદાન માં મરેલા હાથી ઓ પડેલા.એટલા બધા હાથીઓના મૃતદેહો નો નિકાલ ક્યાં કરવો એવી સમસ્યા ઉભી થઇ.તો ભીમે બધા હાથીઓને સુંઢ પકડી આકાશ માં ફેકી દીધા તે હજુ પાછા પૃથ્વી પર આવ્યા નથી.પહેલા કદાચ માનવામાં નહતું આવતું પણ હવે વિજ્ઞાન કહેછે કે સ્પેસ માં ગુરુત્વ આકર્ષણ ના હોય તો સ્પેસ માં થી હાથીઓ ક્યાંથી પાછા આવે?મેં કહ્યું સ્પેસ માં ગુરુત્વાકર્ષણ ના હોય તેથી કોઈ વસ્તુ પછી પૃથ્વી પર ના આવે ત વાત સાચી,પણ તમે વિચારો કે પૃથ્વી ના ગુરુત્વા કર્ષણ માં થી સ્પેસ માં જવા માટે કેટલો ફોર્સ જોઈએ?કેટલી સ્પીડ જોઈએ?એક રોકેટ ને કેટલું બધું બળતણ જોઈએ?ત્યારે પૃથ્વી ના ગુરત્વાકર્ષણ માં થી છટકી ને સ્પેસ માં જવાય.એક ગમે તેટલા બળવાન માણસ થી એક હાથી ને ઉચકી સ્પેસ સુધી પહોચી જાય એ રીતે ફેકવાનું શક્ય નથી.થોડું પણ ફીઝીક્સ નું જ્ઞાન હોય તો વિચારો,એટલી બધી સ્પીડ માણસ કઈ રીતે મેળવી શકે?અને તે પણ હાથી જેવા ભારે પ્રાણી ઉચકી ને?ઈમ્પોસીબલ છે.મેં વર્લ્ડ ના સ્ટ્રોંગઇસ્ટ માણસો ની સ્પર્ધા જોઈ છે ટીવી માં.એ લોકો ટ્રક ,નાનકડું પ્લેન પણ ખેચી જાય છે.કદાચ હાથી ને ધક્કો મારી પડી દે કે પછી પાટિયું મૂકી છાતી પર હાથી ને ચલાવે પણ ખરા પણ હાથી તો શું એક નાનકડો પથ્થર પણ સ્પેસ માં ના ફેકી શકે.મેં પોતે પણ નાનપણ માં આવાત સાંભળેલી.અને હજુ પણ લોકો સાચી માને છે આવી બકવાસ વાતોને.આપણે ચમત્કારો ની વાતો ને સાંભળી અભિભૂત થઇ જઈએ છીએ,પણ હકીકત માં આવું શક્ય નથી આવું વિચારતા પણ નથી. ધાર્મિક મહા પુરુષોએ અમે કહીએ તેજ સાચું અમારામાં શંકા કરાવી નહિ,અને શંકા કરોતો પાપ લાગે.લોકો ના બ્રેન વોશ કરી દીધા.કે હજુ પણ એક એન્જીનીઅર એવી વાતો માં માને કે માથું કપાય છતાં ધડ લડે ને ભીમ ના હાથી ની વાત સાંભળી હસવું કે રડવું?પાછી ચર્ચા ચાલી કે અમારા સૌરાષ્ટ્રમાં એક રાજપૂત નું માથું કપાઈ ગયેલું છતાં ધડ ૧૨ ગાઉ ચાલતું લડેલું. કોઈ યુદ્ધ માં રાજપૂત યોદ્ધા નું માથું કપાયા પછી પણ ધડ લડતું રહ્યું એવી વાતો સાભળી કોઈ પણ રાજપૂત બચ્ચો પોરસાઈ જાય એ સ્વાભાવિક છે.પણ જરા વિચારો માથું કપાયા પછી લોહી એટલું બધું વહી જતું હોય છે કે બાકીનું શરીર એક ડગલું પણ ચાલવા અસમર્થ બને.બીજું આખા શરીર નો કંટ્રોલ બ્રેન કરતુ હોય છે.એટલે જયારે માથું કપાય ને દુર પડ્યું હોય ત્યારે બ્રેન ના મેસેજ મળ્યા વગર બાકીનું શરીર કઈ રીતે ચાલે?કોઈ કહે ગુસ્સો મનમાં હોય એટલે આવું થાય પણ ગુસ્સો તો બ્રેન માં હોય એ તો દુર પડ્યું હોય.બ્રેન માં સેરેબ્રલ નામનો વિભાગ છે એને જરા પણ તકલીફ થાય તો બ્રેન બાકીના શરીર ને કંટ્રોલ કરી શકાતું નથી.એક પેઈન કીલર ગોળી ખાવ તો માથું દુખતું હોવા છતાં તમને દુખાવાની અસર થતી નથી કેમ કે પેલી ગોળીએ બ્રેન ને મળતા મેસેજ રોકી દીધા.આવી મોમાંથા વગર ની વાતો લોકોએ કરીને રજપૂતો ને તમે વધારે બહાદુર છો,એવું ભરાવીને એમના રોટલા શેકી ખાધા.દરેક રાજપૂત ના કુળ માં ,વંશ માં આવી કથાઓ ગોઠવેલી છે.આમ તો હવે આવું બધું થવાનું નથી પણ એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ માટે આ ચર્ચા કરી છે.
નાસાના વૈજ્ઞાનિકોને અવકાશમાં સાપ જેવું કશું દેખાયું. તેના આધારે આપણા ‘શ્રદ્ધાળુઓ’ કહે છે કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી હોવાની ઋષિમુનિઓની વાત સાચી છે. અવકાશમાં ક્યાંક સૂંઢ જેવું કશુક દેખાય છે? ફરી બરાબર જુઓને!
LikeLike
ભાઈ પાંચ આંકડા ભણી ગયા અને એપણ વિદેશી ભાષા મા એટલે આ વાતો તેમને ગપ લાગે આપર કહોછો કે એન્જિનિયરીંગ નું ભણતર શું આજનો એન્જિનિયરીંગ નો અભ્યાસ એ જમાના ના અભ્યાસ સાથે મુકાબલો કરી શકે ખરો??જો હા તો આજના એન્જિનિયરીંગ ના બાધકામ ની આયુષ કેટલું ?ઈજમાના મા બંધાયેલા બાંધકામો પાસે તમે વામણા લાગો છો
LikeLike