મારા વિષે થોડું વધારે.

                                                                હવે લાગે છે મારા વિષે થોડું વધારે જણાવું.પિતા શ્રીરતનસિંહજી વકીલ હતા, મુંબઈ મેટ્રિક સુધી ભણેલા. એડવોકેટની પરિક્ષા પાસ કરીને વકીલ બનેલા. દાદા શ્રીમોતીસિંહજી  જુના કડાણા સ્ટેટના દીવાનસાહેબ હતા. મૂળ અમે ગુજરાતના પ્રથમ વ્યવસ્થિત રાજા વનરાજ ચાવડાના સીધા જ વંશજો. અમારું માણસા ગામ ત્રીજા વર્ગનું રાજ્ય. ત્રણસો વર્ષ પહેલા વડવાઓ રોયલ વંશમાંથી, મોટાને ગાદી મળે બીજા બાજુ પર નવી કેડી કંડારે એ રીવાજે બાજુ પર ખસી ગયેલા. ૧૮૫૭ની આસપાસ ખંડેરાવ ગાયકવાડના લશ્કરે માણસા ઉપર  હુમલો કરેલો પણ માણસાના રજપૂતોએ બહાદુરીથી લડીને એની આણ સ્વીકારેલી નહિ. પિતા વિજાપુરમાં વકીલાત કરતા, વિજાપુરની લાયબ્રેરીના પ્રમુખ પણ હતા. એટલે નાનપણથી વાંચવાનો શોખ વારસામાં મળેલો. પિતા થીઓસોફીસ્ટ અને ખુબ વાચે. મને પણ લગની લાગેલી વાચવાની. ૧૯૫૭ની પહેલી જાન્યુઆરીએ જન્મ(ન્યુ ઈઅર બેબી)વિજાપુરમાં, દસ ધોરણ સુધી વિજાપુરમાં જ ભણ્યો. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કોઈની વાર્તા કે લેખ ભણવા માટે મુકેલો હોય એની ઉપર લેખકનો પરિચય અને બીજા એમણે લખેલા પુસ્તકોનો પણ ટૂંકમાં પરિચય હોય, બસ લાયબ્રેરીમાં જવાનું અને એ લેખકના તમામ શક્ય પુસ્તકો વાચી નાખવાના. ધૂમકેતુ,મુનશી,પન્નાલાલ,પેટલીકર,ર.વ.દેસાઈ,મેઘાણી અને બીજા અનેક લેખકોને વાંચી નાખેલા. કવિતાઓ વાચવાની ઓછી ફાવે. પાંચ થી દસ ધોરણ સુધીમાં જેટલું વાંચ્યું હશે એટલું ફરી નહિ વાંચ્યું હોય.. ક. મા. મુનશી અનેધૂમકેતુ પ્રિય લેખકો. પછી કોમર્સમાં ભણ્યો મહારાજા સયાજીરાવ યુની, બરોડામાં. બરોડા પ્રિય સીટી. હંસા મહેતા લાયબ્રેરીમાં જાઉં ને કોઈ સારી ગુજરાતી નોવેલ હાથમાં આવી જાય  તો કોમર્સ જાય બાજુ પર એકી બેઠકે નોવેલ પૂરી. ૧૯૮૨માં લગ્ન, ત્રણ દીકરા, માણસામાં થોડી ખેતી કરી અને પાછો વડોદરે સ્થાયી થયો. શ્વસુરે મુકેલી ફાઈલ પર ૨૦૦૫માં આવ્યો અમેરિકા.. અમે ચાર ભાઈઓ અને એક બહેન. ચાર ભાઈઓના કુટુંબમાં મારા સિવાય, બે વૈજ્ઞાનિક, બે એમ.બી.એ., ત્રણ પી.એચ.ડી., ત્રણ એન્જીનીયર, એક સ્કુલના પ્રીસીપાલ, બે પ્રોફેસર……..વધારે શું લખું? મારા વિષે મારા કરતા મારા લખાણો વધારે કહેશે.

114 thoughts on “મારા વિષે થોડું વધારે.”

  1. રાઉઅલજી, તમે વિશેષ જણાવ્યું તેથી આનંદ થયો. બાકી અમને તો ખ્યાલ આવી જ ગયો હતો કે તમારા લખાણો પાછળ વાચન,અભ્યાસ,અનુભવ અને વિચારશક્તિ રહેલાં છે. આનંદ ભયો.

    Liked by 1 person

    1. યશવંત ભાઈ ખુબ આભાર.તમારો અભિપ્રાય વાંચીને મને મારા વિષે થોડું વધારે લખવાનું મન થએલું.મારા વિચારો જરા જુદા પડી જાય છે.એકદમ કોઈને ના ગમે.કારણ આપણે ભારતીયો માની લીધેલા પૂર્વગ્રહો થી બહારનું વિચારી જ શકતા નથી,એનેજ તો કુવામાંના દેડકા કહેવાય ને!અને કોઈ વિચારે મારા જેવો તો એને વાંચે પણ નહિ.પાપ લાગે.ઘણાને તો હું નાસ્તિક લાગતો હોઈશ.પણ એવું નથી ગીતાજી મારું પ્રિય પુસ્તક છે,કેમ?કેમ કે એ સર્વઇવલ ના યુદ્ધ માં રણ મેદાન માં રચાયું છે.નહિ કે કોઈ આશ્રમ કે કે કુટીર કે દીવાનખંડ,કે સ્ટડી રૂમ માં.હું ભગવાન કોઈ વ્યક્તિ છે એવું માની નથી શકતો,અવતારો બધા મહાપુરુષો છે.કોઈ ભગવાન નહિ.અને છતાય ભગવાન દરેક માં છે.કેમ કે એકજ એનર્જી માંથી બધા પેદા થાય છે.મને લેભાગુ બ્રેન વોશ કરતા સાધુઓ,ધર્મગુરુઓ,નેતાઓ થી નફરત છે.પછી ભલે ને બહુ મોટો સેલીબ્રીટી હોય.તથ્યો આધારિત અને વૈજ્ઞાનિક વસ્તુ માં જ રસ પડે.હું હમેશા ડીસ્કવરી,નેશનલ જીયોગ્રાફી ધ્યાન થી જોવું છું.અભ્યાસ કરું ને પછી લખું છું.નવી પોસ્ટ મૂકી છે,સિંહોના ટોળા ના હોય.રસ પડશે જ.અને તમારા અભિપ્રાયો થી મને પ્રેરણા મળે છે.કડવી વાતો કોને ગમે?

      Liked by 1 person

      1. ભુપેન્દ્રસિંહ રાઓલજી, આપના વિચારો મારા વિચારો સાથે ઘણા મેળ ખાય છે. હું પણ આપની જેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં માનું છું.
        જલારામ બાપા, બાપા સીતારામ, કે અન્ય બધા આપના જેવાજ માનવી જ હતા પરંતુ તેમને એવા કર્યો કાર્ય કે જેથી તેમને આપણે આજે ભગવાન તરીકે પૂજીએ છીએ.

        http://margesh92.wordpress.com/

        Like

        1. બધા બાપાઓ માનવો હતા.માનવો ની જેમ પુજવા સારા.એમને ભગવાન માનવા ની ભૂલો હજુ ભોગવીએ છીએ.એના લીધે આજે પણ બાપુઓ ભગવાન બની જાય છે.આજે પણ ભારત માં લગભગ ચાર આકડાઓ માં જીવતા ભગવાનો છે.

          Like

      2. i am 88 yrs. i read many gujarati monthly on line, as well weekly jn guj. & English i love reading uptill now in print now on line.
        i am sorry i could not have patience in typying in guj. so reply in english . till 70 years inindia, petlad, gujarat now ny long island.
        i love your views,
        i was while reading OPINION came accross and loved to read and to know more, i came accross and try to reply. my english is not so good and sorry DUE TO type facility on line induce me to use english, i am trying on my lapetop and learning to use by self, as here no body has time to insruct elders.
        congratulation in advance for your offer to send me via e.mail i will enjoy and share with my senior clubs members. meanwhile thanking you and thanking again for your noble views i appreciate. God save the contry from all leaders politicle or religious,i appreciate your views re..DHARMA-GoD.and so many BHAGWANS

        Liked by 1 person

        1. I am same thinking like you, I am 76 yrs old. SHRI, RAULJI THINKING IS SO ADVANCED , HIS ARTICLES THAT’S WHY SO AGGRESSIVE TO UNDERSTAND AT PRESENT SITIUATION OF INDIA & WORLD. MAHAVIR. RAM.KRISHNA,ISHU. PAYGMBER ALL ARE MEN, DUE TO THEIR KARMA THEY ARE GOD,

          Like

      3. dear sir
        icant write gujarati properly but read many novels in hansa mehta liabrary during my study in civil engineering in 1963-1969.i fully agree with your views.bu todays rajputs live in past and not in presnt and lagging behind with changing society.who will remove their false pride?

        Like

    2. રાઓલજી આપશ્રીએ માણસાનું ગૌરવ વધાર્યુ છે ………….

      Like

  2. રાઉલજી, મોટાભાગે વાચકો એકતરફી અભિગમ રાખતા હોય છે. દા.ત. કોઈ નેતા કે અભિનેતા બાબત સામાન્ય ગમ્મતની વાતો લખી હોય તો પણ એ માણવાને બદલે આપણને એમના શત્રુ અથવા તો ચમચા ગણનારા પણ હોય છે.
    ધર્મ કે ભક્તિની વાતોમાં તો મોટાભાગે એકતરફી પ્રવાહ છે. પોતાની માન્યતાથી અલગ સાંભળવાનું તેઓ પસંદ કરતાં નથી. તમારા વિચારો પાછલ અભ્યાસ અને અનુભવ છે. કેટલાક આસ્તિકો ખરેખર તો શ્રદ્ધા વગરના હોય છે. દુ:ખ આવ્યું નથી કે ઠાકોરજીને પડતા મૂકીને ભૂવાને પકડ્યા નથી!! વળી બહાનું એવું કાઢે કે ડૂબતો માણસ તરણું પકડે!!!
    હાલમાં ધોરાજીમાં જે બન્યું એ પછી કેટલીક પંક્તિઓ લખવાનું મન થયું.
    કોણ? http://ggujarati.ning.com/profiles/blogs/4698888:BlogPost:333

    Like

    1. Gohilbhai tame je a lekho laho chho tena parathi falit thay chhe ke satyathi bahuj dur rahine tame a lekho lakhi rahya chho, mate tamne mari vinanti chhe ke atla badha dveshathi dharmone jovane badle reality para avo to ghanu saru malshe ane tame avi rite Sampradayoni, Mahapurushoni ninda karo chho tenathi, kashuj fal malvanu nathi hu pan manu chhu ke Sampradayoma sado pan hoy chhe, pan tame je rite a marga lidho chhe tenethi tamnej loss thay chhe karan ke ava lekho thi samajma kashuj change avvanu nathi mate dharmama rahel satya ane asatya bannene olakhava ane asatyano tyag kari satyane swikarva prayatna karasho to asatyathi bachi jasho ane satyano benifit melvi shaksho. ane hu pan atyare Letin Americama Bhagwan Swaminarayan, sadacharmaya dharmik jivanni olkhan Spanish bhashi lokone karavi rahyo chhu ane tamare a babate mari sathe vat karvi hoy to 1809 237 5669 phone upar vat kari shakasho. ane rubaru malvu hoy to 30 July 2010 na divase hu New Jursey ma stay karine India javano chhu ap marisathe rubaru vat kari shako chho.
      Jay Swaminarayan

      Like

  3. JAY MATAJI
    HU AAM TO UMMAR ANE ANUBHAV MA TAMARATHI GHANO NANO CHU PAN AAP NA AMUK LEKHO MANE GHANAJ SARAS LAGYA………………

    Like

    1. શ્રી ઓમદેવસિંહ,
      ખુબ આભાર.ચાલો અમુક લેખ તો ગમ્યા.મતલબ અમુક ના ગમ્યા.જે ના ગમ્યા હોય તે જણાવશો તો મારો પોઈન્ટ ઓફ વ્યુ સમજાવી શકું.મારા બધા વિચારો સાથે સંમત થવું જરૂરી નથી.અને ઉંમર તો જસ્ટ નંબર છે.હું હેલ્ધી ડિસ્કશન માં માનું છું.ફરી એકવાર ખુબજ આભાર.

      Like

  4. ભુપેન્દ્ર્સિંહજી, તમારો પરીચય અધૂરો છે. હું યશવંતભાઈની વાત સાથે સહમત છું. આપણે જયારે કોઈ વ્યકિત વિશે કે સંપ્રદાય કે ધર્મ વિશે લખીએ છીએ ત્યારે તેમાં ઘણાં ને ગમતું નથી. પરંતુ તમારા વિચારો ક્રાંતિકારી છે અને મારા વિચારો સાથે મેચ થાય છે.

    Like

    1. શ્રી પ્રવીણભાઈ,
      આપ મારા બ્લોગ પર આવ્યા અમુલ્ય અભિપ્રાય આપ્યો ખુબખુબ આભાર.આપ તો વકીલ છો ખુબજ પ્રવૃત્તિમય રહી ચુકેલા છો.મારા પિતાશ્રી વિજાપુર માં વકીલાત કરતા અને ત્યાના બાર એસોશિયેશન ના પ્રમુખ પણ હતા.આપના જેવી સિધ્ધિઓ મેં મેળવી નથી,એટલે પરિચય માં વધારે શું લખું?થોડા પ્રતિભાવો મેં દિવ્યભાસ્કર માં મોકલેલ જેતે લેખ ની નીચે છપાયા છે.થોડા સીટીઝન જર્નાલીઝમ માં છપેલા.સ્થાપિત લેખકોને ભીડ માં ન્યુઝ પેપર્સ કે મેન્ગેઝીન્સ માં આમારા જેવાનો કોણ ભાવ પૂછે?ખેર તમારા દિશા સૂચક અભિપ્રાયો નો લાભ અપાતા રહેસો.આભાર.

      Like

  5. Sri Bhupendrabhai

    Tamaro lekh vanchvani sharuat kari, aek pachhi bijo lekh,
    thayun print-out kadhi laun to vachi ne vichri shakay.

    Badha lekh nirante vanchi, mane aavela vicharo jarur
    lakhish. Vanchva layko chhe.

    Rgds. Patel P.

    Like

  6. ભૂપેન્દ્રભાઈ,તમે જે આત્મપરિચયમાં લખ્યું તેના પ્રતિભાવ રુપે..આત્માનો તો શું પરીચય હોય..હા આપણે જે વ્યક્ત કરીએ તે પર થી સમજનો દીપક પ્રગટી શકે અને અણસમજના અંધારમાં અજવાળું થઈ શકે…આપનો પરિચય વાંચ્યો..વનરાજ ચાવડાના આપ વંશજ છો..તે ગર્વની વાત છે. અભ્યાસ જ્ઞાન બુદ્ધી આ બહુ મહત્વના પાસા છે..ગીતામાં કહ્યું જ છે, ન હિ જ્ઞાનેન સદ્રુશમ પવિત્ર ઇહ વિદ્ધ્યતે..આ જગતમાં જ્ઞાન જેટ્લું બીજું કશું પવિત્ર નથી..લોકોને મૂર્ખ બનાવવા હો તો જ પ્રથમ વિશ્વાસ ભાવનાયુક્ત ભજન કરાવી, ભોજન કરાવી, પોતાનો બનાવી મૂરખ બનાવે છે અને અજ્ઞાનમાં રાખી ગેરમાર્ગે દોરે છે..સાચુ કહ્યા પછી લોકોને ,સન્તોને, શુ લાગે તે પણ નહિ જોવાનું..સત્યનું દર્શન થવુ તે ભાગ્યની વાત અને તેનાથીય વિષેષ કહી દેવું અને તેનાથીય વિષેષ ધારણ કરી રાખવું અને પાલન કર્યે જવું..જે કૃષ્ણ મૂર્તિ કહેતા હતા ને કે સત્ય મહાનતમ છે તતેને કહેનાર મહાપુરુષોથી પણ મહાન !! ઇશ્વર પ્રત્યે બૌદ્ધિક પ્રેમ હોવો ઘટે…આપ ખુબ વિચાર્શીલ અને તત્વદર્શી છો સત્ય કહેતા રહેવું તે પણ પ્રભુકીર્તન છે…સંતો કઈ ક્રાન્તિકારી નથી તે પણ મૂઢ લુચ્ચા લફંગા હોઇ શકે..્તેમનું મહત્વ અનુયાયીની સંખ્યાથી જે આંકે તે ખોટું છે. ધર્મ માત્ર માન્યતાની વાત નથી માન્યતાની કક્ષા બહુ ઉચ્ચ ન હોઇ શકે..જે માન્યુ તે મહાન લાગે પણ સમજ વિચાર વાણી ને વર્તનની એકરુપતા જ સત્ય.
    ધરમને નામે જગે અધર્મ જ્યા ફેલાય છે
    કોઈપણ વિચારશીલને દુઃખ ભારે થાય છે-dilip

    Like

  7. i read ur comment on vimesh pandya’s blog and then i read ur piece on ramkrishna paramahans. my impression was different for gujarati blogs and bloggers due to heavy dose of cliche , but after reading many blogs here i am forced to change my view for it.

    wish u very happy blogging….

    Like

    1. પીન્કીબેન,
      હમણા ગુજરાત માં ગુજરાતી બચાવો અંદોલન ચાલે છે.એટલે ગુજરાતીમાં લખવું તો ગુજરાતી ભાષા ની સેવા થશે.આપનો ખુબ આભાર.બ્લોગ પર પધારવા બદલ.મુલાકત લેતા રહેશો ને અમુલ્ય પ્રતિભાવો આપતા રહેસો.

      Like

  8. આજે પહેલી જ વખત તમારા બ્લોગની મુલાકાત લીધી. વનરાજ ચાવડાનું નામ વાંચી લોહી ગરમ થઈ ગયું! શાળાકાળમાં ભણેલો ઈતીહાસ તાજો થઈ ગયો. તમારો ગદ્ય પ્રેમ ગમ્યો. ક.મા.મુ. મારા પણ પ્રીય લેખક.

    Like

  9. અભ્યાસુ અને સાહિત્યિક જીવ સાથે એક અનોખી પોતાની સૂઝ

    દૃષ્ટિ આપના બ્લોગથકી માણી.આપણા વતનની શાખ જેવા

    આપની કથા થી આનંદ થયો.જૂની પેઢીની જવામર્દીવાળા

    કુટુમ્બનો નાતો તમારી જેમ અમને પણ માણવા મળ્યો છે

    અને તેથી સવિશેષ આનંદ થયો.

    રમેશ પટેલ(આકાશદીપ)

    મારી ભાષા તું ગુજરાતી…રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/
    With regards
    Ramesh Patel

    Like

  10. વનરાજ ચાવડા ના વંશજ છો જાણી આનંદ થયો. શું સધરા જયસંગ ના વંશજ શ્રી. દિવેટીયા આપનામાંના જ ગણાય? I always feel delighted to know about our historical royals and descendants.

    Rahul Brahmbhatt

    Like

    1. સધરા જેસંગ એટલે સિદ્ધરાજ જયસિંહ.આ સોલંકી રાજા હતો.સોલંકી એ ચાવડા ના ભાણેજ હતા.છેલ્લા ચાવડા રાજા સામંતસિંહ ને મારી ને એમનો ભાણેજ મુલરાજ સોલંકી ગાદી પર આવેલો.ચાવાડાઓ પછી કચ્છ બાજુ જતા રહેલા.સિદ્ધરાજ ગુજરાત ના રાજપૂત રાજાઓમાં સર્વ શ્રેષ્ઠ રાજા હતો.એના કાલ માં ગુજરાત નો સુવર્ણકાળ હતો.એણે સર્વ પ્રથમ માલવા એટલે કે ઉજ્જૈની ના રાજા ને હરાવેલો.આખું ગુજરાત એણે સર કરેલું.સૌરાષ્ટ્ર ઉઅપર ચડાઈ કરતા લોકસાહિત્ય કારો એવા ભાટ ચારણોએ એને ખોટો વગોવી નાખેલો.એવીજ રીતે પાવાગઢ ના પતાઈ રાજા ને વગોવી નાખેલો.શ્રી દિવેટિયા ની વાત માં એવું છે કે મારા માનવા પ્રમાણે દિવેટિયા અટક બ્રાહ્મણ માં આવે.રાજપૂતોમાં ના આવે.

      Like

      1. i enjoy your writing thoroughly…. love your writing style without being spiteful you narrate your message very simply… I believe you have immense level of knowledge… being royal, i never felt any arrogence in your writing or attitude. I see my good luck or karma to be able to read your articles., and wish you to be able to serve us more and more with such a valuable writings. I’m sure your name is also going to be in history of literature for sure and future generation is likely to follow your guidence and thinking.

        Yours sincerely
        Sushma jariwala

        Like

      2. Shree Raolji………please remember the Genetic Basics in here……Khashtriyas were fighters and so the Heads were Rajas/Ranas – of the said acquired lands.
        Diwans [as Advisers] were the ones who were not of Khashatriya origin – & were mostly from learned tectical group of intelectuals – that included the Brahmins in those days of local glories of the Land/States.
        Your background is certainly impressive & your distinct way of penning – stories are
        worth reading by gujaratis as well as others………
        In short – I like them too !
        An Incognito – Well Wisher

        Like

  11. વનરાજ ચાવડાનું નામ વાંચતા નજર સમક્ષ ઇતિહાસના અનેક પ્રસંગો જીવંત બની ઉઠયા..
    આભાર..અભિનંદન અને શુભેચ્છાઓ સાથે..

    http://paramujas.wordpress.com

    Like

  12. I didn’t know that you have started writing blogs. I liked your blogs. It shows the depth and indeed come from deep thinker. Good that one is poet and another is writer. 🙂

    Like

    1. ઘણી ખમ્મા બાપુ,આપ જેવા વાચતા રહો.અમે પણ વાચી વાચી ને જ લખવાનું શીખ્યા છે.બાપુઓ સાહિત્યકારો ઓછા હતા.”કલાપી” એમાં આવી જાય,અમે તો ખાલી વાચક છીએ,કોઈ વાર બ્લોગ માં લખીને ચળ પૂરી કરીએ છીએ.આભાર આપનો.મુલાકાત લેતા રહેશો.અને આપના અમૂલ્ય પ્રતિભાવો લખતા રહેશો.

      Like

  13. .એટલે નાનપણ થી વાંચવાનો શોખ વારસા માં મળેલો.પિતા થીઓસોફીસ્ટ અને ખુબ વાચે.મને પણ લગની લાગેલી વાચવાની.૧૯૫૭ ની પહેલી જાન્યુઆરીએ જન્મ(ન્યુ ઈઅર બેબી)
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    This is my 2nd visit to your Blog !
    With your “Mara Vishe thodu Vadhu” now i know you more. so you are in New Jersey !
    Your Posts reveal your “deep vanchan”…& your passion is to fight the “untruth”..That’s nice ! Keep fighting !
    Your desire to give “quick response” to any Comment sometimes “hurt” me….Read all comments, but do not response to “all counter-points”.
    For example, by publishing this Post you had shown the path to others that the”old beliefs can not be the Gospel truth”…One have to think rationally all the time !…I know that this is your “goal” !
    All the Best Always !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    We met on “Abhivyakti”…nice to read your Post !

    Like

  14. Ghani Khamma bhupendrasinh!

    Aap ni FB per ni request thi, ahiya aavi ne aapna vishe”THODU” janyu! 🙂
    jani ne aanad thayo! Aapni ane mari vichardhara mote bhage malti aave che! Etle aa kahya vager nathi rahi sakti ke”Aav bhai harkha, aapde bev sarkha”! :-))))))))))

    Jay Mataji
    Rupaba Jadeja
    London-UK.

    Like

  15. ભુપેન્દ્રભાઇ સરસ બ્લોગ બનાવ્યો છે..મારુ સાસરુ ઇલોલ ગામ છે હિમંતનગર તાલુકો!અમે વિજાપુરથી માય્ગ્રેટ થૈ ઇલોલ આવેલા તેથી વિજાપુરા કહેવાઇયે..તમારા પ્રતિભાવ માટે આભાર પિતૃ દેવો ભવ પોસ્ટ મને મળિ નહી..એતલે અહી આભાર લખ્યુ.
    સપના

    Like

  16. સિંહોના ટોળા ના હોય

    Very beautifull expression. My father use to tell the same and more.
    DEV LOKO NA JUTIYA MA BESAVA KARTA NARAK LOK NA RAJA THAVA MA TAMARU RESPECT JARAVAI RAHE CHHE KEM KE JYARE TAME DEV LOK PAHOCHO CHOO TYARE NARK LOK ANA RAAJA NI KHURASHI RESERVED HOY CHHE…

    SANTOSH BHATT

    Like

    1. આભાર ભાઈ,
      બીજી પણ એક એવી કહેવત છે કે મરદના મસાણે જવું સારું,પણ હિજડાની જાનમાં જવું ખોટું.

      Like

  17. I appreciate of thinking as well as writing style-piercing!
    May I ask you to investigate: In Vejapur, there is this ‘Omkarshwer’ temple, of Shiv.
    They also call it ‘masai mahadev.’ Story is, if you take a ‘maanta’ of jaggery,salt & black pepper, in a month’s time, your warts/blemishes/spots/lumps would diappear!
    I would be grateful if I get a response frm your end!

    Like

    1. ખૂબ આભાર આપનો.વિજાપુરમાં દસમાં ધોરણ સુધી હું ભણેલો.વિજાપુર થી દુર આ મહાદેવનું મંદિર છે.શિવરાત્રી અને જન્માષ્ટમી ના દિવસે ત્યાં મેલો ભરાય છે.મહેશ્વર મહાદેવ ને લોકો મશ્યા મહાદેવ કહેતા હોય છે.અમે પણ ચાલતા જતા હતા.આ મીઠા મરી અને ગોળ ની માનતા ની વાત મને ખબર છે.આપે જે લખ્યા છે એક વાયરસ કે ફન્ગાઈ ટાઈપ ના રોગ હોય છે જે ઈમ્યુન સીસ્ટમ રીકવર થતા મટી જતા હોય છે.ડોક્ટર પણ મટાડી શકે.હું પોતે એવી કોઈ બાધા આખડીમાં માનતો નથી.વિજાપુરની આસપાસના લોકો આવી માનતા માને છે.હવે વડોદરા બાજુ પણ આવા રોગ થતા હોય તો લોકો ક્યા જતા હશે?વડોદરાવાસીને ને ખબર પણ નથી hoti કે aavu કોઈ mashiya મહાદેવ મંદિર છે.

      Like

      1. I am responding to this equation ‘caus – I have practiced some 40 + years of Dermatology/Tropical Diseases/Sexually Transmitted Diseases in seven different Countries.- [Please except my Two ‘Sense’ Worth ! }
        As there used to be & still is – a lack of appropriate Physicians regarding a related Speciality in Medicine- in the olden days – the Mass depended on ‘Shradhhaa’ for acheving Cure of an ailment & so were such Mandirs. – a Classic example being “BaliaMatta’/BaliaDev’s’ Mandirs in most of the villages in our Desh -as there is one delapadeted one in my Home Town of Dharmaj, as well -which has lost its appeal as the Ailment ‘Smallpox’ is – no more-&wiped out !
        S*

        Like

  18. કહ્યું છે કે
    क्षणे क्षणे यन्नवतामुपैति तदैव रूपं रमणीयता: |
    જે ક્ષણે ક્ષણે નવીન જણાય તે સુંદરતાનું સ્વરૂપ છે.

    આપના બ્લોગ માટે કહી શકાય કે
    दिने दिने यन्नवतामुपैति तदैव रूपं रमणीयता:
    જે રોજ રોજ નવું દેખાય છે તે ‘કુરૂક્ષેત્ર”નું સ્વરૂપ છે.

    Like

    1. આ થીમ જરા સારી લાગી અને નવીન છે,માટે મૂકી દીધી છે.રોજ એકનું એક જોઈને કંટાળો આવે મને અને વાચક મિત્રોને પણ.ખૂબ આભાર.

      Like

  19. દીઠે કરડે કૂતરો , પીઠે કરડે વાઘ , વિસવાશે કરડે વાણિયો , દબાયો કરડે નાગ.
    નીચ દ્રસ્ટી તે નવ કરે, જે મોટો કહેવાય , શત લાંઘણ જો સિંહ કરે , તોયે તૃણ નવ ખાય .
    વાહ મારા સિંહ.

    Like

    1. ShreeMaan PradipKumarJee
      Your Quote in here – tell/reminds me – You, also have tremandous Knowledge
      Kindly write more ! – as parting knowledge is Power – that we all know & appriciate as well !
      Thank You
      S*

      Like

      1. I still remember the ones at Kothi naa dhaar paase – the two sign Boards – of a Haad Vaid [showing, broken bones set & mended & the other – Daant no Vaid [Jadboo] !!………near ‘Sherdi na ras nu kohlu’…..
        S*

        Like

  20. Respected Bhuendrasinhji,
    I read your articles, but one article પૃથ્વીરાજ-સંયુક્તા,,અમર પ્રેમ કહાની,વિલાસિતા કે પછી વ્યભિચાર? had hurt my feelings,

    after it the non sense persons are putting vulgar comments on it,
    as a Rajput i cant read this rubbish and not only me, whoever Rajput will read it each will get hurt … you are also Rajput so you should not use these type of wordings …
    and one else also..you wrote about poets that they had strategy to make a quarrel between two Rajput Kings .. but sir there is a big mistake from your side , because they were CHARAN-GADHVIs ..and they were unique part of that time’s states,
    you should not blame them as trappers,
    your article hurts not only Rajputs but also Charans and Gadhvis …
    From-Harshvardhansinh Parmar
    Moscow-Russia
    I would like to get your response ,

    Phone : 007-904-010-8212

    Like

    1. એક રાજપૂત તરીકે મારો જીવ બળે છે માટે આ લેખ લખ્યો છે.ટાયટલ ફરી વાંચો,પાછળ પ્રશ્ન ચિહ્ન મુકેલું છે.એનો અર્થ આપ સમજી શકો છો.લેખના અંતે લખ્યું છે કે હું ખોટો પણ હોઈ શકું.હવે ગોત્ર ભલે જુદા હોય કાકા અને ભત્રીજીના પ્રેમ સબંધ આપને માન્ય હોય તેવું હું માનતો નથી.ભલે સગા કાકા ના હોય પણ માસીઅઈ ભાઈ હિસાબે કાકા તો હતાજ.મેં એક મહાન રાજાની જે અવહેલના થઇ તેનું સત્ય ઉજાગર કરવા ટ્રાય કર્યો છે.ખાલી ચારણ કુળમાં જન્મ લેવાથી કોઈ મહાન કે પવિત્ર ના બની શકે.આપણે સત્યો સ્વીકારી શકતા નથી.મહાન વીર ચૌહાણની કબર ઉપર રોજ પગ મુકાયા તેવી વ્યવસ્થા થયેલી છે ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે,પણ આપણે અંધ બની સપના જોઈએ છીએ કે ચૌહાણે ઘોરીને મારી નાખ્યો.સૌરાષ્ટ્રમાં ચરણોએ પોતાને દેવી પુતર કહી કહી જાતે જ વખાણ કરી રાખ્યા.કવિતા એમની જીભમાં હતી.આપણે સપનામાં જીતતી,જીવતી પ્રજા છીએ.ચાલો મારી ફર્ગોટન હિરોસ વાળી પાંચ ભાગની સ્ટોરી વાચી લેશો.૧૯૭૧ ના યુદ્ધ માં જે બહાદુર વીર અફસરો પાકિસ્તાનની જેલમાં રહી ગયેલા એક પણ પાછો આવ્યો નથી.અને આપણે દીવાર મુવી બનાવી સપનામાં બધાને પાછા લાવી મૂળ વાત ઉપર પડદો પાડી લીધો.બસ એવી રીતે પૃથ્વીરાજની વાર્તા બનાવી કાઢી કે ઘોરીને બાણ મારી મારી નાખ્યો.ઘોરી મુરખ નહોતો કે એના હાથમાં બાણ આપે.ફરી એકવાર શાંતિથી લેખ વાચસો.મેં કોઈ અપશબ્દ વાપર્યો હોય તેવું દેખાયું નહિ.બીજા મિત્રોએ કોમેન્ટ્સ આપી હોય તેમાં હું સંમત હોઉં તેવું માની લેવું નહિ.આપનો ખૂબ આભાર.આપના પ્રતિભાવો આવકાર્ય છે.કોઈ ભૂલચૂક જણાવો તે પણ સ્વીકાર્ય,મારો વ્યુ પોઈન્ટ સમજાવવા પ્રયત્ન કરવો મારી ફરજ છે.બીજા અસંખ્ય આશરે ૧૮૦ કરતા પણ વધારે લેખો આપના પ્રતિભાવોની રાહ જોઈ રહ્યા છે.

      Like

      1. જ્યાં સુધી મેં ઈતિહાસ વાંચેલો છે તેમાં તો એ જ ઉલ્લેખ છે કે પૃથ્વીરાજે શબ્દભેદી બાણ વડે ઘોરી ને માર્યો હતો,
        એ પણ હકીકત છે કે ઈતિહાસ હંમેશા વિજેતા દ્વારા જ લખાય છે માટે ક્ષતિ હોઈ શકે પણ અહીંયા તો વિજેતા ઘોરી જ હતો માટે ઈતિહાસમાં ક્ષતિ માટે કોઈ શંકા રહેતી નથી,
        પૃથ્વીરાજની કબર પર પગ મુકાય છે એ વાત થી હું તદ્દન અજાણ હતો, પણ એ વસ્તુ અટકાવવા માટે તો ભારતની ગવર્મેન્ટ પણ સક્ષમ નથી કારણ કે સરકારમાં બધા નમાલા જ ભર્યા છે એ લોકોને ઈતિહાસના જતનની કાઇં પડી ન હોય એ સ્વાભાવિક છે, અને બાકી અફઘાનિસ્તાનની લોકલ પબ્લિક ને ચૌહાણ કરતા પોતાના પ્રાંતનો ઘોરી પ્રત્યે વધારે માન હોય એ વાત સમજી શકાય એવી છે,
        બાકી આપની ‘૭૧નાં યુદ્ધકેદીઓ અને દીવાર મુવી વિશેની વાત થી હું બિલકુલ સહમત છું, આવીજ ચેષ્ટા જોધા-અકબર મુવીમાં પણ થઇ ચુકી છે,

        કાકા અને ભત્રીજી ના સંબંધ ને આપણે એક અપવાદ તરીકે લઈએ તો પણ કવિઓની આપની વાત સાથે હું સહમત નથી કારણકે સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ(ઝાલાવાડ, ગોહિલવાડ, હાલાર, સોરઠ)નો મોટા ભાગ નો ઈતિહાસ ચારણ-ગઢવી કોમને આભારી છે, અનેક દાખલાઓ એ વાતના સાક્ષી છે કે જેમાં કવિ-ગઢવીએ નિર્બળ અથવા ફરજથી વેગળા રહેનારા લોકોને પણ પાનો ચઢાવ્યો હોય(અહીંયા “પાનો” નો અર્થ મસ્ક્યુલર પોટેન્શિયલ નહિ પણ મોરલાઈઝ લેવો ) અને પછીથી એ યોદ્ધાએ અપ્રતિમ સાહસ અને પરાક્રમ દાખવીને દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા હોય… એટલે કવિઓની ફરજ પરસ્તી વિશે કોઈ શંકા મને તો નહિ પણ આખા સૌરાષ્ટ્રમાં કોઈને ન હોઈ શકે(પણ એના માટે ઈતિહાસની જાણકારી હોવી પ્રાથમિકતા છે),
        હા ઈતિહાસમાં એવા દાખલા છે કે એક રાજ્યનો કવિ બીજા રાજ્યમાં જઈને કોઈક માંગણી કરીને હરીફ રાજાને નીચાજોણું કરાવે, એ કાર્ય પણ એની રાજવફાદારીનો જ એક હિસ્સો રહેતું (મારી વાતનું એવું અર્થઘટન બિલકુલ ન કરવું કે ચારણકુળ માં જન્મ લેવાથી કોઈ મહાન કે પવિત્ર બની શકે )..
        ઈતિહાસમાં માથા વિનાનાં ધડ લડ્યાનાં પણ દાખલા છે તો આજનાં જમાનામાં અધકચરો ઈતિહાસ ભણેલાને તો એ વાત હાસ્યાસ્પદ જ લાગે… હું પોતે તબીબી શાખામાં અભ્યાસ કરું છું છતાં આ વાત મને હાસ્યાસ્પદ નથી લાગતી… આખરે એ પોતાનાં પોઈન્ટ ઓફ વ્યુ પર આધારિત છે ,
        ..જય માતાજી ..

        Like

  21. આજે અચાનક દિલીપ ગજજરનો બ્લોગ વાચતા વાચતા, પ્રતિભાવોમા આપનો પ્રતિભાવ
    ઘણો ગમ્યો અને આપનાબ્લોગ પર ક્લીક કર્યુ. “મારાવિષે થોડુ વધારે” માથી આપનો જે
    પરિચય મળ્યો.આપના વિચારો ખૂબજ તટસ્થ હોય એમ સમજાયુ . માત્ર એકજ લેખ વાચ્યો છે.,
    બિજાલેખો જરુર વાચવાપ્રેરણા થૈ છે અને હવેથી નિયમિત વાચીશ. આપની સચોટ અસરકારક-
    ભાષા અને એમાથી પ્રતિત થતો સત્યનો ટંકાર એ આપના જિવનનો રણકાર લાગેછે. હુ કોઇ
    કવિ કે સાહિત્યકાર નથી કે નથી મારો કોઇ બ્લોગ, હુ તો માત્ર સહિત્યરસિક અને માત્ર ભાવકજ
    છુ.ગુજરાતી વિષય સાથે એમ. એ. બી. એડ. થૈ 27 વર્ષ સુધી ધો. 11.–12 મા ગુજરાતી અને
    સંસ્ક્રુત ભણાવ્યુ છે.સાહિત્ય સમારોહોમા અનેક સાહિત્યકારો સાથે મળવાનુ અને સાહિત્યરસ
    માણવાનુ મળ્યુ છે.ચાર વર્ષથી અમેરિકા આવ્યા પછી એ લાભ નથી મળતો. અહી આવ્યા પછી
    થોડુ કોમ્પ્યુ. શીખી અને હવે એનો લાભ પ્રાપ્ત થયો એટલે હવે આપના જેવા નવા અને
    સમર્થ સાહિત્યકારોનો પરિચય થશે એ અમારુ સદ્ભાગ્ય લેખાશે. આપને ખૂબ ખૂબ અભિનન્દન.

    Like

  22. આપના વિષે થોડું વધારે જાણીને પરિચય થયો, તટસ્થતા ગમી , એ વાંચનનો પ્રભાવ હોઇ શકે.થોડિક વિચારોની સામ્યતા પણ ખરી, જન્મે આદિવાસી, શિક્ષક મા-બાપનું પ્રથમ સંતાન. વાંચતા શિખ્યો ત્યારથી 9માં ધોરણ સુધી મહાભારત, ધુમકેતુ, ક.મા. મુનસી, ગાંધીજી, અને અખંડાઅનંદ, તથા ચિત્રલેખા તથા ગુજ્રાતમિત્રનો નિયમિત વાચક, અંગ્રેજીનો “ઢ “, કોમ્પ્યુટરનો અભણ –, ગામડિયાની જેમ બોલતા શિખ્યો પણ લખતા ન આવડે. 28/08/58 નો જન્મ. મુળે જંગલી એટલે ખેતીવાડીમાં સ્નાતક થૈને રેંજરની નોકરી સ્વીકારી, જંગલમાં ફરવા મળે એટલે પ્રમોશન ન લીધું , આક્રોશ જન્મે ત્યારે થોડુંક લખી નાખું.
    કોઇ કહે જય માતાજી, કોઇ કહે જય શ્રી ક્રુષ્ણ, કોઇ કહે જય સ્વામી નારાયણ, કોઇ કહે જય ભીમ. કોઇ કહે જય જીનેન્દ્ર, આ બધાના વાદે લાગીને હવે જય આદિવાસી કહેનારા પણ પેદા થયા છે, કોઇને ભારતીય હોવાનો ગર્વ નથી સિવાય તમને, આપણે ક્યારે જાપાનીઓની જેમ પોતાના દેશ અને પોતાની ભાષા માટે ગર્વ લેતા શિખીશું. ??
    આપની માહિતિ સભર સીધી દિલની વાતો વાંચવી ગમી, અભિનંદન,

    Like

    1. કોમ્પ્યુટરમાં તો હું પણ સાવ ઢ છું,આતો જરૂર પૂરતું શીખ્યો છું.આપનો ખૂબ ખૂબ આભાર.

      Like

    2. અરુણભાઈ,

      આપની comment ગમી. ઘણા ઓછા લોકો એટલી નિખાલસ અને વ્યાજબી વાતો કરે છે. આપની comment વાંચી ને તમારા વિશે વધારે જાણવાની ઈચ્છા થઇ. એટલે અહી લખ્યું. હું ભુપેન્દ્રકાકાના (હા એ મારા કાકા થાય) લેખો વાંચું છું પણ comments બહુ ઓછી લખું અને આજે અહી લખું છું એટલે મને ખીજાશે ઘણા. પણ હું મારી ઈચ્છા દબાવી ના શક્યો.

      તમારા કહેવા પ્રમાણે ભલે તમે જંગલી કે કમ્પ્યુટરમાં અને અંગ્રેજીમાં “ઢ”, પણ તમારા વિચારો આજ કાલ ના સભ્ય અને ભણેલા સમાજ થી સારા. કાકા પણ મારી વાત થી સહેમત થશે. તમારા જેવા લોકો ને લીધેજ લોકો ને બુદ્ધિ આવશે કે જ્ઞાન અને બુદ્ધિ ક્યારે પણ જાત કે ધર્મ જોઇને નહિ કર્મથી આવે છે. મગજ બધાને મળે છે પણ વાપરવા વાળા બહુ ઓછા છે. જે વાપરે છે તે આગળ વધે છે. ભલે પછી એ સંપત્તિ માં હોઈ કે પછી અધ્યાત્મિક રીતે. તકલીફ ત્યાં છે કે માણસ ચંદ્ર પર પહોચી ગયો પણ હજુયે ભગવાન, જાત, ધરમ, જીલ્લા, રાજ્યો, કે દેશ ના આધારે ભાગલા પાડવા વાળા ઓછા થયા નથી. લોકોને સમાજ માં પોતાની પહેચાન બનાવવી છે પણ દેશની કે ભાષાની પહેચાન ની કોઈ વાત કરતુ નથી.

      કાકા, હું લખું બહુ ઓછું. ફક્ત office માં કામ પુરતું. બહુ practice નહિ. એટલે કોઈ ખોટું લખ્યું હોઈ તો કહેજો.

      વિરેન્દ્ર.

      Like

      1. ધન્યવાદ,કશું ખોટું લખ્યું નથી.સરસ આવું લખતા રહેશો અને પ્રેક્ટિસ વધારતા રહેશો.શ્રી અરુણભાઈની પ્રમાણિકતા માન ઉપજાવે તેવી છે.શ્રી રામકૃષ્ણ પરમહંસ સાવ અભણ હતા યાદ હશે.

        Like

  23. વેલ.તમારી વાત વાચીને અહોભાવ થયો.સાચ્ચે જ નિખાલસ અને ધારદાર વ્યક્તિત્વ

    Like

  24. Respected Raolji
    It is nice to know more, but I am reading your articles and it gives me more pleasures and knowledge. i appreciate your views-very bold, as i could not type in gujarati, i could not express well so refrain from giving comments, but I enjoy..keep reading, hearty thanks..Praful Shah

    Like

  25. શ્રી ભુપેન્દ્રભાઈ,

    હું થોડા સમયથી જ તમારો બ્લોગ વાંચું છુ.પણ મને ગમ્યો આપની કેહવાની ઢબ ગમી..મને પણ વાંચન નો ઘણો શોખ છે ..એકવાર વર્ણવ્યવસ્થા નો topic વાંચતા તમારો બ્લોગ નજરે પડ્યો અને ગમ્યો પણ …ખોટું ના લગાડતા પણ હમેશા મને એક વાત નથી સમજાતી કે તમે ભારત ના રાજપૂત છો તો શું તમને ભારત છોડીને અમેરિકા રેહવું કેમ પસંદ પડ્યું ? જો આપને આપની ભૂમિ ને એટલો જ પ્રેમ કરતા હોય તો મારા મન મુજબ બીજે શું કરવા જવું ?..

    ભારત મહાન દેશ નથી ..પણ ભારત માં એટલી શક્તિ છે કે મહાન બની શકે ,,,કદાચ ભારતમાં રહીને તમે આવા લેખ લખી સકત જ ને …આ મારા વિચારો છે ..ખોટું ના લગાડતા .પણ શું અમેરિકામાં રહીને તમને ભારતની મુક્ત માટીની મહેક આવે છે ?…

    અંતિમ માં આપના વિચારો ઘણા સારા છે અને હજી પણ સારું લખશો તેવી શુભકામના છે ….

    Like

  26. રાજપૂતી ખમીર તમારી કલમમાં પણ ટપકે છે.અહીં આજે તમારો વધુ પરિચય વાંચી આનંદ થયો. વનરાજ ચાવડા વિષે વડિલોને વાંચી સંભળાવવાનો પ્રસંગ નાનપણમાં ઘણીવાર બન્યો છે. ધન્યવાદ!

    Like

  27. ભૂપેન્દ્રસિંહજી,….ચાવડા …માંથી રાઓલ …કેવીરીતે તે જણાવશો તો આનંદ થશે બીજું થીઓસોફિષ્ટ એટલે શું ?તે અર્થ જણાવવા વિનંત…અંગ્રેજી મા કાચો છું માટે ,અંગ્રેજી કાચું ના હોય શકે (માત્ર વિનોદ )………
    ઘણાને તો હું નાસ્તિક લાગતો હોઈશ.પણ એવું નથી ગીતાજી મારું પ્રિય પુસ્તક છે,કેમ?કેમ કે એ સર્વઇવલ ના યુદ્ધ માં રણ મેદાન માં રચાયું છે.નહિ કે કોઈ આશ્રમ કે કે કુટીર કે દીવાનખંડ,કે સ્ટડી રૂમ માં.
    મે એક જગ્યા એ આપને લખ્યું છે કે આપ આધ્યાત્મિક છો. મારી પાસે હમણાં ગીતાજી ના આધ્યાત્મિક અર્થો સાથે ની સુંદર ઓડિયો કેસેટ આવી છે પણ હું કોમ્પ્યુટર મા આપણા જેવો છું.છતાં પ્રયત્ન કરીશ.

    Like

    1. પહેલા હું માનતો હતો કે ગીતાજી રણમેદાનમાં રચાયેલું છે,પણ હવે વાસ્તવિકતા જુદી લાગે છે.વ્યાસજીએ એમની ફિલોસોફી કૃષ્ણના નામે ચડાવી દીધી છે.ખાસ તો મને આધ્યાત્મિકતાનો આફરો હજુ ચડ્યો નથી.

      Like

      1. ” પહેલા હું માનતો હતો કે ગીતાજી રણમેદાનમાં રચાયેલું છે,પણ હવે વાસ્તવિકતા જુદી લાગે છે.વ્યાસજીએ એમની ફિલોસોફી કૃષ્ણના નામે ચડાવી દીધી છે”

        Like

  28. Since , I came accross via aksharnaad.com, i had enjoyed at length your valued thoughts and we are birds of the same, feathers flying to-gether in views and anger, but as told era this, due to old age i could not type easily in Gujarati and in English not well to express being in Gujarat, Gujarati and pass my matriculation with 27 marks in 1942, Could not join Baroda college due to Family reasons. how ever during my life after study and during I am trying till date to read and write and develope thinking and helping and doing many activities in my town-PETLAD.
    First 25 yrs for study, next Gruh -sansar and third for community, and now 4th as SANYASI, but just as duty to help my only Daughters family. in usa after 1990, Son one with his family happy there, satisfied to stay in INDIA_ANAND>

    I might have written before this about me, NOW will feel a great to talk in person on phone, if time and your will permit … any time ,as now in home on un-Employment after serving 11 yrs in dept. of environment conservation, on long island NY state office now terminated as NO WORK for 24/20 Hours per wk , evan,and enjoying,so can talk on my T.nos.Area code 632 (1)471-7799 (2) 648 -8758And (3-Cell) 861-7997, will be happy to hear, with warm respect praful shah

    Like

  29. THANKS FOR THE REPLY SORRY DUE TO HURICAN, OUR LINES MAY BE DISTURBED, TO-DAY COULD NOT MAKE OUT PHON ALSO. SORRY; IF YOU CAN E.MAIL YOUR PHONE NO. AND SUITABLE TIME, I WILL TRY, MEANWHILE THANKING YOU AND EAGER TO TALK FOR PLEASUR,
    WITH RESPECT,…….
    PRAFUL SHAH

    Like

  30. આજે જ જાણ્યું કે તમે તો કોમર્સના માણસ. આટઆટલા વિષયોમાં જવાનું કારણ તમારું નાનપણનું વાચન, ભલેને નવલકથાઓ, પણ એણે જ આટલાં ક્ષેત્રો ખોલી આપ્યો હશે.

    ખાસ કરીને કડવું લાગતું એવું વાસ્તવિક પણ આપણને સાચું લાગે તો લખવું એ વાત ગળે ઊતરે જ છે. ઓપિનિયનમાં પણ તમને વાંચીને ખૂબ આનંદ–સંતોષ થયો.

    વિષયોમાંનું વૈવિધ્ય અને ઉંડાણ એ તમારા બ્લોગલખાણોની વિશેષતા રહી છે. ગુજરાતી બ્લોગજગતમાં તમારી સેવાનું એક ચોક્કસ સ્થાન ઊભું થઈ ગયું છે.

    ધન્યવાદ અને આભાર સાથે…

    Like

    1. શ્રી જુગલભાઈ,
      આપની વાત તદ્દન સાચી છે,શરૂમાં નવલકથાઓ વાંચવાનો ગજબનો શોખ ધીમે ધીમે અન્ય વાંચન પ્રત્યે દોરાયો.કોમર્સ તો હું બધું ભૂલી જ ગયો છું.મારા સ્વભાવ પ્રમાણે કોમર્સ મારી લાઈન નહોતી.આપનો ખૂબ આભાર.

      Like

      1. મારેય થોડુંક તો તમારા જેવું છે ! હું સ્નાતક તો ખેતીનો છું, ને તેય તે પ્રથમવર્ગ સાથેનો ! જોકે આજે પણ સાહિત્ય ને ભાષાક્ષેત્રે ખેતી જ કરું છું !!

        Like

        1. મેં પણ કોમર્સ ભણીને ખેતી શરુ કરેલી.કૃષિ ગોવિધ્યા મંગાવતો,પહેલી વાર બે ટકાનું યુરિયાનું દ્રાવણ બનાવી ઘઉં ઉપર છાંટવાનું શરુ કર્યું ત્યારે આજુબાજુના પટેલ ખેડૂતો કહેતા કે આ બાપુ ગાંડા થયા છે કે બધા ઘઉં બળી જવાના છે.એચ.એફ ગાયને જોઈને કહી દેતો કે એનામાં કેટલા ટકા આશરે પરદેશી લોહી છે.પણ અમારે માણસાના દરબારો પાસે જમીન ઓછી કારણ રજવાડા સમયે વાંટા મળેલા હતા.ગામેગામ વરસે ટેક્ષ રૂપે અનાજ પાણી લઇ આવવાનું અને મસ્તીથી આખું વરસ ખાવાનું.રજવાડા ગયા ને વાંટા ગયા,આમ જમીન ઓછી હોવાથી મે ખેતી છોડીને વડોદરા પાછો જતો રહેલો.આપે લોકવન ઘઉં વિષે પૂછેલું તે ઘઉં પહેલીવાર માણસામાં વાવવાનું મેં જ શરુ કરેલું,અને મહીકોનો બાજરો પણ મેં જ વાવવાનો શરુ કરેલો.કારણ કોઈ નવો પ્રયોગ કરવાનું જોખમ લેતા નહિ.

          Like

          1. ==

            આપે લોકવન ઘઉં વિષે પૂછેલું તે ઘઉં પહેલીવાર માણસામાં વાવવાનું મેં જ શરુ કરેલું, અને મહીકોનો બાજરો પણ મેં જ વાવવાનો શરુ કરેલો.

            બાપુ આ બ્લોગ ઉપર વાવેતર ચાલુ રાખજો……..

            Like

            1. વોરા સાહેબ,

              વાવેતર શું, એમના ખેતર – “ક્ષેત્ર” (કુરુક્ષેત્ર) પર તો હવે મોલાતું લહેરે છે ! એમના આ બ્લોગ પર તો મબલક પાક હિલોળા લ્યે છે ને સૌને સારો એવો પૌષ્ટિક માલ પૂરો પાડે છે !

              Like

  31. hi Sir i m Ankur Solanki From Limbasi in Dist-Kheda ; Ta- Mater.
    Koi Vaar Sidhraj Jaysinh Vishe Vigat Vaar Lakho.
    Have a Good Day Sir.

    Like

  32. બહુધા કલમનું કામ તલવાર કરી શકતી નથી પરંતુ કલમ પાસેથી તલવારનું કામ કરાવવાનું કામ કોઈ તમારી પાસે શીખે.જુઓને લોહી તલવારનું વહે કેવું કલમમાં!!! વાહરે! તમારી કલમની કમાલ … કદી બુઠ્ઠી ના હો એની ધાર.
    તમ તમારે લખ્યે રહો અમે તો ફક્ત વાચતા રહીશું..

    Like

    1. ઠાકોરભાઈ ખૂબ ખૂબ આભાર. આપ જેવાની શુભેચ્છાઓ વડે તો લખી શકીએ છીએ. શાહીનો રંગ લાલ બતાવી શકીએ છીએ.

      Like

    2. બાપુ, લખે રાખો…આપની તલવારની ધારને કાંઈ નહીં થાય…

      Like

  33. ખમ્મા ઘણી બાપૂને!

    રેશનાલિઝમના વિચારો ફળદ્રૂપ કેવી રીતે થયા તેના વિશે થોડુક(વધારે કહો તોપણ ચાલશે જ)
    તેનુ મુખ્ય કારણ તમારા ફેસબુક પર અને બ્લોગ પર વિવેકબુધ્ધિવાદ અંગેના લખાણોથી હું પ્રભાવિત છું.

    Like

  34. .શ્વસુરે મુકેલી ફાઈલ પર ૨૦૦૫માં આવ્યો અમેરિકા.

    🙂 🙂

    Like

  35. હું આ તમારી દુનિયા નવો પણ તમારી આ વાક્યો ની રચના અને આ શબ્દો ની માયા જાળ માં કોઈ પણ સરળતા થી પડે…..પણ વાંચન કરતા ક્યાય આવું નથી લાગતું કે ભૂલ થી પણ વશીકરણ છે . છતાં પણ એક વાત મહત્વની કે આ દુનિયા તો દુર સુધી માયા ની ઊંડાણ માં જતી રહી છે . તેમને માટે તો આ બધું સમય નો બગાડ લાગે…..કદાચ આ દુનિયા નો લોકો એટલી સરતાથી સમજી જતા હોતે……. બાકી તો બાકી કઈ છે જ નહિ …

    Like

    1. સરળતાથી કોઈ સમજે એવું છે નહિ. વર્ષોથી જો બ્રેઈન વોશ થઇ ગયા હોય. મારો ઉદ્દેશ વશીકરણમાંથી બહાર કાઢવાનો છે. આભાર ભાઈ.

      Like

  36. 2 દિવસથિ તમારૉ બ્લૉગ વાચવા નૉ શરુ કર્યૉ, મજા આવિ. હુ ઈસલિન મા રહુ છુ ઍતલૅ ક્યારેક મલવાનુ થશૅ.
    Rakesh Patel

    Like

  37. બિન્દાસ લખો છો…..જે અનુભવો છો તે લખો છો…..કોઇની સાડબાર રાખ્યા વગર…..મોટાભાગના લોકો બીજાને શુંગમશે એ વિચારી લખે છે……તમે અલગ પડો છો….keep it up….i read many of your posts…some i miss too..anyways ..this is why i like FB…i get to know many good thoughts n people like you….nice to be your friend….:)

    Like

  38. yr article on bramhchary… EXCELLENT… we hv rationalist group here in rajkot, trying to remove superstition , +awareness abt. science

    Like

  39. બાપુ આપણી વચ્ચે અભ્યાસની અસમાનતા પરંતુ વિચારોની સમાનતા જરૂર છે હહાહાહાહા

    Like

  40. આપના બ્લોગ અર્થાત વૈજ્ઞાનિક સત્યો અને તથ્યોની ખાણમાંથી ઘણું જાણવા મળશે.

    Like

  41. hi sir…I m ur gr8 fan…loves the way..u thinking…simply superb……..harkishan mehta +kanti bhatt =raol ji……..as per my thinking……..:).

    Like

  42. bhupedra bhai , tamari pase thi mane janvu che ke .apani je asharam vyavastha vise. 1-25 bramcharya 25-50 gruhtha 50-75 vanprasth 75-100 sanyas. UMAR MUJAB KAM NI FALVANI

    Like

  43. અરે વાહ રાઓલ જી……ઘણા સમય થી આપની સાથે ફેસ બૂક ના માધ્યમ થી સંપર્ક માં હતો, પણ આજે આપના બ્લોગ ને ખોલવાની ઈચ્છા થઇ એટલે ઘૂસ પેઠ કરીજ લીધી…….તમારા ઘણા લખાણો મેં વાંચ્યા છે….અને એ પૈકી આપના એવા કોઈ વિચાર સાથે અસહમત પણ છુ અને સહમત પણ છુ…પરંતુ સહમત ના માર્ક્સ વધી જાય છે……..

    આપને યાદ હોય તો બ્રહ્માકુમારીના ટોપિક ઉપર એક મોટી ડીબેટ ચાલી હતી…….ત્યાર થીજ મેં આપના વિચારો ને સલામ ભરી દીધી હતી……

    આજ ના આપના સંજય લીલા ભાસાલી ના ટોપિક પર મારી કૈંક આવી પ્રતિક્રિયા છે……

    કોઈ વ્યક્તિ સુખી કે દુઃખી થતો હોય તો તેના અનેક કારણોમાં મહત્વનું કારણ એનો સ્વભાવ છે. અને જો પ્રજા સુખી કે દુઃખી થાય તેનું કારણ છે, રાજકીય સ્થિતિ…….પ્રજાને મારી નાંખવી હોય તો એના મગજને મારી નાંખો, મહત્વ કાંક્ષાને મારી નાખો. એક ટાઈમમાં જર્મની, જાપાન, વિયેતનામ બરબાદ થઇ ગયા હતા, પરંતુ પાછા હતા એના કરતાં વધારે સમૃદ્ધ થઇ ગયા. પણ જેનું મગજ ધર્મ દ્વારા, હાઇલી ફિલોસોફી દ્વારા મરી ગયું હોય તેને સાજુ કરવું બહુંજ કઠીન કામ છે……(વિષય વસ્તુ ની બહાર જવાનો પ્રયત્ન નથી, પરંતુ પાયાના મૂળ માં તો આજ કારણ છે…….-રાજકીય સ્થિતિ……

    .

    Like

  44. કાપડીયા રજનીકાન્‍ત જે. આચાયર્ દહેગામ તાલુકા શાળા says:

    તમારા જેવા મકકમ મનોબળ વાળા માનવો જ સમાજમા
    જાગૃતિ લાવી શકે છે. ફરીથી મળીશું

    Like

  45. ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહજી,

    અનાયાસે જ આપના બ્લોગ પર આવી ચડ્યો. પણ ખુબજ ગમી ગયો. મારા વિષે, તથા મારા વિષે થોડું વધારે, વિભાગો વાંચ્યા. ફેસ-બુક પર ગયો. પેજ તો મળી ગયું,પણ હાઉસ ફૂલ નું પાટિયું લાગેલું મળ્યું.

    આપણા વચ્ચે સારી એવી સિમિલારિટી લાગી. જો કે વય મારી વધારેછે. મેં સાત દાયકાની જીવન સફર પૂરી કરી લીધી છે. છતાં પણ પ્રવ્રુત્તિઓ ચાલુ જ છે.

    શક્ય હોય તો આપની મંડળીમાં શામેલ કરવા મહેરબાની કરશો.

    હરીશ ધાધલ. (રાજકોટ-ગુજરાત)

    Like

  46. સર, આપનો પરિચય વાંચી અનહદ આનંદ થયો. આપની જન્મભૂમી માણસા હાલ મારી કર્મભૂમિ છે. ઘણા સમયથી એક મંથન ચાલતું હતું કે આપણા ધર્મ વિષે આપણે જે જાણીએ છીએ એ કેટલું સાચું છે. તમારા લેખો વાંચ્યા પછી ઘણાં ભ્રમ દુર થયા અને મારા વિચારો ને પૃષ્ટિ પણ મળી. એક કોમર્સ સ્નાતક હોવા છતાં જે વૈજ્ઞાનિક ઢબથી તમે છણાવટ કરો છો તે કાબીલેદાદ છે. બસ સર આવું જ સરસ લખતા રહો અને અમારા જેવાનું જ્ઞાન વધારતા રહો.

    Like

  47. મધ્ય ગુજરાતના રાઉલજી વિષે ખોખાંખોળા કરતાં માણસાના રાઓલજી સુધી પહોચી ગયો ને રાજકીય અને સામાજિક ઘટનાઓ પ્રત્યે ક્ષત્રિયની ઓળખ સમાન તટસ્થ ચિંતનશીલ થોડાક લેખ વાંચવાનો લ્હાવો મળ્યો. ફરી સમય મળ્યે બાકીના લેખ વાંચવા જરૂર આવીશ.
    આભાર ચાપોત્કટ રાજ….

    Like

Leave a reply to Bhupendrasinh Raol Cancel reply

Start Thinking