ચરમસીમા..Elusive Female Orgasm

સ્ત્રીઓની અવ્યાખ્યેય ચરમસીમા..Elusive Orgasm અને તાંત્રિક સેક્સ

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો. હવે વૈજ્ઞાનિકો આ ટૉપિક પર ડિબેટ કરી કરીને થાકી પણ ગયા છે. માસ્ટર એન્ડ જોહ્નસન વર્સસ ફ્રૉઇડ,110826-108696 ક્લિટોરલ વર્સસ વજાઇનલ (clitoral versus vaginal) ડિબેટ ચાલ્યા જ કરતી. ફ્રૉઈડ માનતો કે ફીમેલ ઑર્ગેઝમના ખાસ કારણો રીપ્રૉડક્ટિવ ફંક્શન સાથે જોડાયેલા છે માટે આ ઑર્ગેઝમ vaginal penetration વડે વધુ મળતું હોય નહિ કે ફક્ત  clitoral સ્ટિમ્યૂલેશન..

મતલબ એવો થાય કે સંભોગ સમયે સ્ત્રીઓને ચરમસીમા સમયે જે પરમાનંદ મળતો હોય છે તેના સાંધા ક્યાંક ને ક્યાંક સ્ત્રીને ગર્ભવતી બનવામાં જોડાયેલા છે. માટે આ ચરસીમાંનો આનંદ પુરુષ લિંગના યોનિમાર્ગ પ્રવેશ સાથે જોડાયેલો છે નહિ કે ફક્ત  ક્લિટરિસને- clitoris સહેલાવીને ઉત્તેજિત કરવામાં. અમુક વૈજ્ઞાનિકો માનતા હોય છે કે સ્ત્રીની યોનિના અંદર ઊંડે  ‘G’ સ્પોટ હોય છે તે ચરમસીમાનો આનંદ આપતો હોય છે. સેક્સ થેરપી લૉબી માટે ડિબેટ નૉર્મલ ઑર્ગેઝમ વર્સસ ઓર્ગેઝ્મિક ડીસફંક્શન માત્ર છે. તેમનો ઇરાદો ચરમસીમા વધારે અને બહેતર બને તેટલાં પૂરતો છે ભલે ને ગમે ત્યાંથી આવે? રોટલાથી કામ છે કે ટપ ટપથી?? સંભોગમાં સ્ત્રીને ચરમસીમા પ્રાપ્ત થવી જોઈએ  ક્લિટરિસ-clitoris-ભગ્નશિશ્નને સહેલાવીને ઉત્તેજિત કરવાથી પ્રાપ્ત થાય કે પછી લિંગના યોની પ્રવેશ વડે પ્રાપ્ત થાય બહેતર હોવી જોઈએ બસ..

અનુકૂલનશાસ્ત્રી Desmond Morris જેવા કહેતા હોય છે કે ફીમેલ  ઑર્ગેઝમ ઈવૉલ્વ-ઉત્ક્રાંતિ પામ્યું છે કેમકે સંભોગ પછી તેના લીધે સ્ત્રી આરામથી પડી રહેતી હોય છે અને તે પુરુષના સ્પર્મ-શુક્રાણુઓની સ્ત્રીના અંડ તરફની દોડમાં પૂરતી ઝડપ આપવા માટે મદદરૂપ છે. મોરીસે ક્યાંકથી ફિલ્મ મેળવેલી છે કે ચરમસીમા વખતે સ્ત્રીને જે આફ્ટરશૉક આવતા હોય છે તે સમયે ગર્ભાશય વંકાઈને શુક્રાણુઓને ઉપર ફંગોળે છે. જો કે ઘણા વૈજ્ઞાનિકો આ વાતને માનતા નથી. તેઓનું કહેવું છે કે સ્પર્મ-શુક્રાણુ સાલમન માછલી જેવા  ભારે તરવૈયા છે જે સામા પ્રવાહે તરીને કૂદીને પોતાના ગંતવ્ય સ્થાને પહોચી જતી હોય છે.

ઘણા વૈજ્ઞાનિકો માનતા હોય છે કે પુરુષ કે સ્ત્રીને પ્રાપ્ત થતી ચરમસીમા કશું નથી ફક્ત સેક્સ્યુઅલ ઍક્ટિવિટિમાં મળતો એક રિવૉર્ડ માત્ર છે. Donald Symonsin The Evolution of Sex (1979) માનતા કે ફીમેલ ઑર્ગેઝમ ઇવલૂશનરી અકસ્માત માત્ર છે. જે સ્ત્રીઓને આ ચરમસીમા પ્રાપ્ત નથી તે પણ બાળકો પેદા કરતી જ હોય છે. ઉત્ક્રાંતિ ફક્ત એટલું જ ઇચ્છતી હોય છે કે સ્ત્રી અને પુરુષ સમાગમ કરવા પ્રેરાય.  Female mammals in estrus want to mate. જે સમાજોમાં ઑર્ગેઝમ ભાગ્યેજ જોવામાં આવે છે ત્યાં વળી બર્થ રેટ ઘણો હાઈ છે.

અમુક સમાજોમાં તો સ્ત્રીઓના ક્લિટરિસ બચપણમાં કાપી નાખવામાં આવે છે. ત્યાં સ્ત્રીઓને ચરમસીમા શું કહેવાય ખબર હશે કે કેમ?? બાળકો પેદા કરવામાં ચરમસીમાની જરૂર ના હોય તો પછી તે આવી કેમ? એની જરૂર શું? એવું બને કે ચરમસીમાની લાલચમાં સ્ત્રી પુરુષ વારંવાર સંભોગ કરવા પ્રેરાય અને પોતાની એક કૉપિ પાછળ મૂકતા જવાનો ઉત્ક્રાંતિનો હેતુ પાર પડે. કે બીજું કાઈ હશે?

ફીમેલ ઑર્ગેઝમ વિષે Stephen J. Gould (“Freudian Slip” in Natural History, 1987) કહે છે- the female orgasm is like the male nipples. What are male nipples for? Answer, nothing. પુરુષને છાતીમાં નિપલની શું જરૂર છે? એને ક્યાં બાળકોને દૂધ પાવાનું છે? છતાં છે તે હકીકત છે. મેલ નિપલ એ સેક્સ ક્રોમસોમ સજીવનું સેક્સ્યુઅલ ભવિષ્ય નક્કી કરે તે પહેલા જન્મ સાથે મળેલુ પૅકિજ છે. પૅકિજ એટલે પૅકિજ એમાં અમુક વસ્તુઓ ફ્રીમાં મળતી હોય છે.

કોઈ સ્ત્રી સંપૂર્ણ સ્ત્રી નથી તેમ કોઈ પુરુષ સંપૂર્ણ પુરુષ નથી હોતો. ફરક ખાલી ટકાવારીનો  હોય છે. અર્ધનારીશ્વર નટેશ્વર કૉન્સેપ્ટ આનું પ્રતીક હતું.. સ્ત્રીમાં પુરુષ અને પુરુષમાં સ્ત્રી સમાયેલ હોય છે. આમ પુરુષને સંપૂર્ણ સ્તન હોય નહિ પણ એના અવશેષ મળેલા છે જે કશા કામના નથી, છતાં એને મર્દન કરવાથી હળવો આનંદ મળી શકતો હોય છે. બસ એવી જ રીતે સ્ત્રીઓના ક્લિટરિસનું સમજવું. સ્ત્રીના ક્લિટરિસને વૈજ્ઞાનિકો પુરુષના લિંગ સાથે સરખાવતા હોય છે. જેમ પુરુષને નિપલ મળેલી છે તેમ લિંગના અવશેષ તરીકે સ્ત્રીને ક્લિટરિસ-ભગ્નશિશ્ન(ફ્રી પૅકિજ) મળેલું છે, જેથી તેને ઉત્તેજિત કરતા સ્ત્રી પણ આનંદ મેળવી શકે છે.

સંભોગમાં ચરમસીમા પ્રાપ્ત થતી હોય અવર્ણનીય આનંદ મળતો હોય તેનું રીપ્રૉડક્ટિવ ફંક્શનમાં કશું કામ ના હોય તેવું માનવું અનુકૂલન શાસ્ત્રના પંડિતો માટે મુશ્કેલ હોય છે. Melvin images-1Konner (Why the Reckless Survive, 1990) આ ડિબેટમાં ઝંપલાવી માને છે કે પુરુષની નજર તેના સ્પર્મ જેટલા ફેલાય તેટલાં સારા ઉપર હોય છે.  Males look to spread their sperm and so a “quick fix” orgasm suits them: get one; go for more.

પુરુષને ચરમસીમા જલદી પ્રાપ્ત થઈ જતી હોય છે. સ્ત્રીને ખૂબ વાર લાગતી હોય છે. સ્ત્રી પાસે લિમિટેડ અંડનો જથ્થો હોય છે. એટલે તેના માટે ક્વૉલિટીનો સવાલ છે. એને નબળા જેનિસ ઉછેરવામાં રસ નથી. તે પાર્ટનર પસંદ કરવામાં ચુસ્ત નિયમોનું પાલન કરવામાં માનતી હોય છે. તે એવો પાર્ટનર પસંદ કરતી હોય જેને લાંબા સમય સુધી તેનામાં રસ હોય, કો-ઑપરેટિવ હોય, lover with the slow hand હોય, એને સંભોગમાં પણ લાંબું ખેંચીને પરાકાષ્ઠાએ પહોચાડે. ઘણા માનતા હોય છે કે અમુક સ્ત્રીઓને એક સંભોગમાં અનેકવાર પરાકાષ્ઠાનો અનુભવ થતો હોય છે.

આપણે જોયું કે  Don Symons માનતા હતા કે સ્ત્રીઓને મળતો પરાકાષ્ઠાનો આનંદ અકસ્માત છે. જ્યારે Steven Gould and Mel Konner માને છે કે ઑર્ગેઝમ કોઈ અકસ્માત નથી એના ઍડપ્ટેશનલ ફાયદા છે. સ્ત્રીને લાંબો સમય એકવાર નહિ પણ અનેકવાર ઑર્ગેઝમનો અનુભવ કરાવે તેવા ધૈર્યવાન સાથીની તલાશી આના વડે પૂરી થાય તો ઇવલૂશનનો હેતુ સરે. ક્લિટરિસ પુરુષની નિપલ સમાન હોય છે. પુરુષની નિપલને હળવું મર્દન કરવાથી આનંદ મળતો હોય છે. હોમસેક્સ્યુઅલ આવા આનંદની ફસલ લણતાં હોય છે. પણ આ આનંદ પુખ્ત સ્ત્રીના સ્તન મર્દન કે નિપલ મર્દન જેટલો ધોધમાર કહી શકાય નહિ. અમુક સ્ત્રીઓ તો ખાલી નિપલ મર્દન વડે પણ પરાકાષ્ઠાએ પહોચી જતી હોય છે.

પુરુષને એની નિપલ દ્વારા મળતા આનંદને pre-pubescent girl (તરુણાવસ્થા તરફ ડગ માંડી રહેલી) નિપલ સ્ટીમ્યુલેશન સાથે સરખાવી શકાય. ક્લિટરિસ આપણે જાણીએ છીએ કે પુરુષના શિશ્ન સ્વરૂપ છે માટે એને ભગ્નશિશ્ન કહે છે, બરોબર તરુણાવસ્થા તરફ ડગ માંડી રહેલા છોકરાના શિશ્ન જેવું..કે જ્યાંથી સ્ખલન થતું નથી. પુખ્ત સ્ત્રીમાં વજાઇનલ સ્ત્રાવ થતા હોય છે પણ તે ક્લિટરિસ તરફથી થતા નથી.  The pleasure an adult female gets from stimulation of her non-ejaculating clitoris is functionally the same as the pleasure a pre-pubescent boy gets from the stimulation of his non-ejaculating penis.

તાંત્રિક સંભોગમાં સ્ખલન રોકીને કલાકો સુધી જોડા સંભોગાવસ્થામાં રહેતા હોય છે. એના માટે સ્ત્રી પુરુષ બંનેએ ધીરજ રાખવી પડે છે. અકારણ ઉત્તેજના રોકવી પડે છે. વધુ પડતી ઉત્તેજના સ્ખલનમાં પરિણમે છે. સ્ખલન વગર પરાકાષ્ઠાએ પહોચવાની કળા એનું નામ તાંત્રિક સંભોગ..અને જો તમે સ્ખલન રોકી શકો તો સ્ત્રીને વારંવાર અનેકવાર ચરમસીમાએ પહોચાડી શકો છો. By postponing ejaculation can have many orgasms without ejaculating; and that  the blissful state described is precisely the condition of of pre-pubescent masturbatory pleasure in boys, where the lack of ejaculation means that if the “blissful vertiginous state” can be achieved, it can be maintained (if not for hours on end) at least for a long time. સ્ખલન થાય એટલે થાકનો અનુભવ થાય છે. સ્ખલન થયા પછી બીજી વાર સંભોગમાં ઊતરવા માટે અમુક સમય જોઈએ. પણ સ્ખલન જ થયું ના હોય તો તમે વારંવાર સંભોગમાં ઊતરી શકો છો. રટગર યુનિના Robin Fox, Ph.D., D.Sc.  સ્ખલન વગરના તાંત્રિક સંભોગને એક તરુણ અવસ્થા તરફ ડગ માંડતા છોકરાની  સ્ખલન વગરની એના લિંગ સાથેની રમતના આનંદ સાથે સરખાવે છે, આ છોકરામાં હજુ  seminal fluid પેદા કરતી પુરુષ ગ્રંથિઓ વિકસી નથી. પણ પુખ્ત વયના પૂરતા testosterone ધરાવતા તાંત્રિક બૌદ્ધ સાધુઓને આ ઝડપી સ્ખલન વડે મળતા પરાકાષ્ઠા અનુભવને રોકવાની પ્રેકટીશ માટે ગમે ત્યાં સ્ત્રી પાર્ટનર માટે મોકલવામાં આવતા. નૉર્મલ સંભોગ પછી થાક અને શક્તિ ગુમાવાય છે તેવી ગેરમાન્યતાને  લીધેલી નિરાશા પેદા થતી હોય છે તેવું તાંત્રિક સંભોગમાં થતું નથી. સંભોગ તંદુરસ્ત જીવન માટે જરૂરી છે તેવી જ રીતે સ્ત્રીને પણ સંભોગમાં પરાકાષ્ઠા પ્રાપ્ત થાય તે જરૂરી છે. પરાકાષ્ઠા વગર સ્ત્રીને અધૂરું અધૂરું લાગશે કંઈક ખૂટી રહ્યું છે તેવું લાગે તેમાં કોઈ શંકા નથી..

110826-108697

નકલી ચરમસીમા (Fake Orgasm)

સંભોગમાં સ્ત્રીઓને પ્રાપ્ય થતી ચરમસીમા બહુ મોટો પૉપ્યુલર ટૉપિક ગણાતો હતો, આજે પણ ગણાય છે. અમુક આફ્રિકન સમાજોમાં તો બચપણ થી જ સ્ત્રીઓના ક્લિટરિસ કાપી નાખવામાં આવે છે જેથી સંસર્ગનો આનંદ મેળવી શકે નહિ અને તે આનંદ કદી જાણ્યો જ નાં હોય તો ભવિષ્યમાં તે આનંદ વધુને વધુ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે જ નહિ. એટલે એના પતિદેવને એક જાતની સલામતી કે એની સ્ત્રીને આનંદ આપવાની જવાબદારીમાંથી મુક્તિ. તો સામે એના વફાદાર રહેવાના ચાન્સ પણ વધી જાય.

સ્ત્રીઓની કામુકતા (ફીમેલ સેકસ્યુએલિટી) કે સ્ત્રીઓની કામુક પ્રવૃત્તિનાં સ્વીકાર બાબતે પશ્ચિમના સમાજ તો ખૂબ પ્રગતિશીલ છે. છતાં ત્યાં પણ નકલી ચરમસીમા હજુ પણ કૉમન છે તો બીજા રૂઢિચુસ્ત દેશોની તો શું વાત કરવી? હાજી પશ્ચિમના સમાજમાં પણ મોટાભાગની આશરે ૭૦ ટકા સ્ત્રીઓને સંભોગ દરમ્યાન ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો સામે ૯૦ ટકા પુરુષોને તે સહજ મળે છે. એમાંય યુવાન સ્ત્રીઓ પાછી વધુ કમનસીબ હોય છે. કારણ સ્ત્રીને ઉત્તેજિત કરવાની મેજિક ફૉર્મ્યુલા શોધતાં એના પાર્ટનરને થોડીવાર લાગતી હોય છે સમય માંગી લે તેવું કામ છે. જ્યારે મોટા લોકો એમાં અનુભવ મેળવું ચૂક્યા હોય છે. આમ તો જે તે સંસર્ગ દરમ્યાન તો બરોબર પણ એક જ સમયે બંનેને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તો સારું એવું મનાતું હોય છે. અને એમાંય સ્ત્રી વહેલી અંત લાવી દે કે વહેલી તૃપ્ત થઈ જાય પુરુષ કરતા તો ભયો ભયો, આનંદ આનંદ. જરૂરી ફોરપ્લેનાં અભાવે કે કોઈ પણ કારણ હોય સ્ત્રીને ઑર્ગેઝમ પર પહોંચતાં વાર લાગતી હોય છે. અથવા તો પશ્ચિમના સમાજના આંકડા મુજબ આશરે ૭૦ ટકાને ચરમસીમા પ્રાપ્ત થતી નથી તો શું કરશે? ઑર્ગેઝમ પર પહોંચી ગઈ છે તેવો ઢોંગ કરશે. ચરમસીમા પ્રાપ્ત થતા ભૂતકાળમાં જે વર્તન થઈ ગયું હશે તેની નકલ કરશે.

અમુક લોકોનું માનવું એવું પણ છે કે પુરુષ તો સ્ત્રીને ઉત્તેજિત કરવા જે જે રમત રમતો હોય એમાં માનસિક રીતે સ્ત્રી જોડાય નહિ, એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે નહિ (lack of emotional commitment) તો પછી ઑર્ગેઝમ પર પહોચવું મુશ્કેલ. ઘણા એવું માને છે કે ચાલો સ્ત્રી-પુરુષ બંને ચરમસીમાએ પહોંચી ગયા તો પુરુષ માટે તો નૉર્મલ છે પણ સ્ત્રી માટે બોનસ કહેવાય. પણ જરૂરી નથી કે સેક્સ દરમ્યાન સ્ત્રી સંતોષ દર વખતે મેળવી જ લે. મહત્વની વાત હવે આવે છે. આ પશ્ચિમના સમાજની વાત છે, કે સ્ત્રીને સંભોગ દરમ્યાન સ્ત્રીના પોતાના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય એના બદલે પુરુષના પ્રયત્ને ઑર્ગેઝમ પ્રાપ્ત થાય તે વધુ લાભદાયી ગણાય છે. કારણ આમાં પુરુષનો અહં સંતોષાય છે કે મારા પ્રયત્નો વડે મારી પાર્ટનર ચરમસીમા ઉપર પહોંચી. અને એનો પોતાનો આનંદ બેવડાય છે. આવા સમયે જો સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત નો થાય તો પુરુષનો અહં ઘવાય છે. એને એવું થાય કે પોતે પોતાની સ્ત્રીને સંતોષ આપી શકવા સમર્થ નથી. તો સ્ત્રી પોતાના આનંદની ચિંતા કર્યા વગર પોતાના પુરુષના અહંને સંતોષવા ચરમસીમા મળી ગઈ છે તેવું બતાવવા ઢોંગ કરશે. પોતાના પ્રિયતમને અપસેટ કરવા ઇચ્છતી હોતી નથી. સ્ત્રી પોતાનો પાર્ટનર ફેઇલ ગયો છે તેવું તેને જણાવવા માંગતી હોતી નથી. ટૂંકમાં ઑર્ગેઝમ પ્રાપ્ત થઈ ગયું છે તેવી નકલ કરવામાં પણ સ્ત્રીનો હેતુ ઉમદા હોય છે તેના પુરુષનો અહંકાર સંતોષવાનો અને એમ કરીને એને ખુશ રાખવાનો. સિંગમડ ફ્રોઈડ કહેતો ‘ woman’s basic fear is that she will lose love.’ એટલે સ્ત્રી પોતાના સંતોષ કરતા પોતાના પાર્ટનરનાં સંતોષની વધુ ફિકર કરતી હોય છે. જો કે પશ્ચિમના પુરુષો પોતે જ સ્ત્રીના ઑર્ગેઝમ બાબતે વધુ ચિંતિત હોય છે તે જાણી સ્ત્રીઓ ખુશ થતી હોય છે.

રૂઢિવાદી, ચુસ્ત, સ્ત્રીઓની જ્યાં બહુ કદર નાં હોય તેવા દેશોના સમાજોમાં ચિત્ર ઊલટું હોઈ શકે, ભારત પણ એમાં આવી જાય. અહીં સ્ત્રીને ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ આનંદના અતિરેકમાં તેને વ્યક્ત કરવું અસભ્ય ગણાતું હોઈ શકે. ઊલટાનું ઑર્ગેઝમ પ્રાપ્ત થતું હોય ત્યારે પણ એને શારીરિક રીતે બતાવ્યા વગર ચુપચાપ પડી રહેવું ખાનદાની ગણાતી હોઈ શકે. એવું લાગવું નાં જોઈએ કે સેક્સમાં ખૂબ મજા છે. નહિ તો સાલી વંઠેલ છે તેવું પતિદેવ સમજી લે તો પછી હમેશાં પતિદેવની શંકાશીલ નજરનો સામનો કરવો પડે. સેક્સ એક પાપ છે તમારે જે કરવું હોય તે કરો, હું તો આ ચુપચાપ પડી.. સેક્સમાં જરા રસ લેવો કે આજે સેક્સની ઇચ્છા થઈ છે તેવું બતાવવું પણ ચારિત્ર્ય હીનતા ગણાય જાય. અહીં તો અસલી મળેલું ઑર્ગેઝમ પણ છુપાવવું પડે તેવી હાલત છે, તે પણ દુનિયાને સૌથી પહેલું ‘કામસૂત્ર’ આપનારા દેશમાં. છે ને કરુણતા?

 

7 thoughts on “ચરમસીમા..Elusive Female Orgasm

 1. i have a specific point here…even SPARSH of man gamata purush no pan tarat orgasm dai shake chhe j chhe….tantrik ke urdhv retas sthiti achary rajnish jee na shabdo yaad rahe parantu parakashta pachhi jo THAAAAK lage to te parakashta nathi…
  SEX IS AN ART BUT PEOPLE WHO TAKES IT AS ACT ALWAYS FACES THAAK…

  IN FACT TAN…MAN MAGAJ BANNE SVASTH HOY TO J AA sex aRT NI MOJ CHHE….
  MARI JINDAGI MA COLLEGE TIME MA NCC COMPULSORY HA TI TE KARVI PADE TETALI J KARELI CHHE
  BAAKI I ALWAYS SAY DO NOT DO ANY EXERCISE…ADD S BEFORE EXERCISE =SEXRCISE IS REALLY BEST…
  THIS I SAY AT 66 YRS OF AGE AND STILL VITALLY CAPABLE…..
  su va ja ta pahela good night sexrcise karo and savare parabhatiyu gai ne j palang chhodo…tamari patni tamane kyarey nahi chhode…..
  ON OTHER HANDS BRAHMCHARI O LAMBU JIVATA RAHETA NATHI….!!!!MOTA MOTA YOGI YOGA VALA NA J DAKHALA LO…MOJ MA RAHO…MAST RAHO….SMOOTH THOUGHTS AND SMOOTH SEXRCISE WILL TAKE YOU TO 100 YRS…BAAKI VIDHATA NI LAKHELI PANCHAM NI CHHATH KOI NI YE THAATI NATHI…astu

  Like

 2. છોકરી માં એવું શું હોય છે કે છોકરા ને એ જ છોકરી પસંદ આવી જાય છે અને એ છોકરી પસંદ આવ્યા પછી બીજી કોઈ છોકરી પસંદ નથી આવતી ? પછી ભલે કેટરીના આવી ને પ્રપોસ કરે ??

  જ્યાર થી એ છોકરી ને પસંદ કરું છુ ત્યાર થી અનો જવાબ શોધું છુ ?? (નોંધ : sax is not important for that relationship )

  પ્રશ્ન કરતા : મારો એક ખાસ મિત્ર (હાર્દિક )
  અપનો અભિપ્રાય જાણવા માંગે છે

  Like

  1. લવ એટ ફર્સ્ટ સાઈટ કરતા લવ એટ ફર્સ્ટ સ્મેલ વધુ યોગ્ય છે. એકવાર સ્મેલ પસંદ આવી જાય પછી બીજી સ્મેલ ધરાવતી છોકરી ભલે કેટરીના હોય પણ મનમાં વસે નહિ.. સ્મેલ માટે ઈમ્યુન સિસ્ટમનાં જિન્સનું બંડલ કારણભૂત છે.

   Like

 3. ચરમસીમા અને પરમસીમા વચ્ચેનો ભેદ ઓળખવો ય જરૂરી છે. વળી વાસના, સેક્સ ફક્ત બે પગ વચ્ચે વસતો નથી.

  સ્ત્રીની ચરમસીમા પર પુરૂષ એને પહોચાડે, એ કરતા એણે ખુદ એ સંભોગ દરમ્યાન પ્રાપ્ત કે શારિરિક સુખ( હસ્ત મૈથુન, કે અન્ય મૈથુન ) દરમ્યાન મેળવવા, અનુભવવા માનસિક તૈયારી ય રાખવી જરૂરી છે અને યત્ન પણ હોવો જોઈએ..

  વળી એક સર્વેક્ષણમાં એવું જોવા મળ્યું છે કે લૅસ્બિયન સ્ત્રી જલ્દી, ઉત્કટ ચરમસીમાનો આનંદ માણી શકે છે.

  ઉપરાંત સ્ત્રી અંગમાં ‘જી’ સ્પોટની હોય છે એવી એક માન્યતા છે. જે ક્લિટૉરીસથી અલગ હોય છે. ક્લિટોરિસનુ અન્ય નામ છે શિશ્નિકા.. એટલે જેમ શિશ્નનો અગ્રભાગ સંવેદનશીલ હોય એમ, એના કરતા ય વધું સંવેદન શિશ્નિકામાં હોય છે. એટલે એનું મહત્વ ય જરૂરી તો છે જ.

  એક સર્વેક્ષણ એવું ય કહે છે કે જે સ્ત્રી હસ્ત મૈથુન કરે એ ચરમસીમાનો આનંદ સરળતાથી પ્રાપ્ત કરી શકે.

  Like

 4. dear raol,
  congratulation for writing such a deep and scientific article..and enlightening from all angles of nipple play of young boy and clitoris play and g-spot- and all depth covered of organism- 360 degree..
  and covered tantrik sanbhog also..and opposite where clitoris are cut..
  and social taboo in west and inland also nicely covered..in a country where kamasutra originated, and also many shilpa illustrate in temples…
  you also talked about lesbian and masturbation also..
  ..only subject of sex toys used in west..can be covered later scientifically..
  ..and recently in gujarat samachar sunday purti– there was nice artical on virtual sex–and robots — that can be coveredsome time by your Kalam…
  actually i am senior citizen and friend of pravinkant shastri..and in todays mail reading his:

  શૃંગારશતક (૩)- સંભોગવર્ણન
  from there link brought me:
  વાંચનયાત્રા
  where i found your 6 year old comment:
  આપની વાત તદ્દન સાચી છે.હોર્મોન ખીલવાની વાત એકદમ વૈજ્ઞાનિક છે.માટે તો મેં આર્ટીકલ લખ્યો છે.Sex is the heart of evolution.
  and followed your page..
  and i liked your article fully..
  thx keep writing in same spirit..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s