ગંગા તેરા પાની અમૃત???

શું આ ગંગા છે??

12 thoughts on “ગંગા તેરા પાની અમૃત???

 1. થોડો ગંગ વ્યંગ…!

  ભગીરથ ને પસ્તાવો તો જરૃર થતો હશે… કે કામ ભગીરથ કર્યું છે કે નહિ તે ખબર નથી પણ ભૂલ ભગીરથ જરૂર કરી છે!

  ગંગાજી એ કૈક તો પાપ કર્યા હોવા જ જોઈએ ! નહીતો આંમ કઈ અમસ્તાજ નર્ક માં વાસ ના થાય અને નર્ક જેવી યાતના નો ભોગવવી પડે ! (I love my India !)

  ગંગાજીએ જો ભગીરથ પર કેસ ( મને અહીં શા માટે લાવ્યો ? ) કર્યો હશે તો, હજુ નીવેડો આવ્યો નથી લાગતો ઉપર પણ નીચે ની જેમ અંધેર જ લાગે છે!

  આ બાબાઓ, બાપુઓ, ગુરુજીઓ, કર્મકાંડ પંડિતો સ્વર્ગ (ગંગાજી જ્યાંથી આવે છે ત્યાં ! )માં જતા નથી લગતા બીજે કસે જતા લાગે છે ! નહીતો ગંગાજીએ તે લોકો ને કન્સલ્ટ કરી ને ક્યારની આ પાપિયાઓ થી મુક્તિ મેળવી લીધી હોત !

  ગંગાજી એ જ્યોતિષવિજ્ઞાનીકો (?) ને મળવું જોઈએ… ગંગાજી ની જન્મ કુંડળી માં સાડા સાતી જેવી કોઈ અનંત કાલીન પનોતી કે અનંત કાલ(સર્પ ) જેવો દુર્યોગ છે કે નહિ ? ગંદકી અને અસ્વચ્છતા કેમ રહ્યા કરે છે ?? તેનો ઉપાય શું છે? જપ, યંત્ર-મંત્ર, નંગ વિષે પૂછવું જોયે ! (શું? જ્યોતિષીઓ પાસે પ્રયોગો , સાબિતી, પુરાવા માગો છો? તબિયત તો સારી છે ને ? ). નિર્મળ દરબાર માંથી કૃપા વરસતી હોય અને ગંગાજી સ્વચ્છ થતા હોઈ તો ગંગા ને બદલે હું દસ ગણી ફી આપવા તૈયાર છું! ( શું કહ્યું ? ગંગોત્રી થી મુખત્રિકોણ સુધીના બધા જ ઘાટ કાળા રંગે રંગવા પડશે ? )

  ગંગાજીને વાસ્તુશાસ્ત્ર નું મહાત્મય ખબર નથી લાગતી ! નહીતો વાસ્તુશાસ્ત્રી કહેત ….માતે! આપ હિમાલય ની ગોદ માંથી નીકળી ને ભારત ની દક્ષીણે (પુર્વ-દક્ષીણે) આપનો પ્રવાહ વહાવો છો તે દિશા આશુભ છે તેથી નકારાત્મક શક્તિ ઉત્પન્ન થાય છે. અગ્નિકોણ માં જળપ્રવાહ સારો ના ગણાય ! તેને બદલે આપ જો હિમાલય થી પૂર્વ માં કે ઉત્તર માં પ્રવાહ વહેવડાવો તો આપ ની પવિત્રતા ને સ્વચ્છતા જળવાય રહેશે! (કદાચ સાચાય પડે ! આપણા કરતા તે લોકો વધુ સાચવે ! (ગંગાજી , ચીના ને શાસ્ત્રી ત્રણેય ખુશ !)

  આ ચીના પણ ખરા છે હો બાકી ! આપણો ચહેરો ખરડાયેલો છે તે આપણને ખબર જ છે પણ આમ આરીશા માં મોઢું દેખાડે અને ફોટા પાડીને ગામ ને દેખાડે પછીતો આપણે લાજવાને બદલે ગાજીએ જને ? એમાં ખોટું શું છે ? (સદર્ભ ‘ચીના નાક માં સળી કરે છે’ ….દિવ્યભાસ્કર નો લેખ).

  અંતમાં “કુપુત્રો જાયતે ક્વચિદપી કુમાતા ન ભવતી” તે વાત પર આ લોકમાતાને ખુબજ દુઃખ સાથે અનંત કોટી પ્રણામ ! ગંગા બચાવો ! ( કરોડો હિન્દુસ્તાન વાસીઓ + બંગલાદેશ વાસીઓ + કરોડો અબોલ જીવો નું જીવન આ લોકમાતા પર નિર્ભર છે ! ).

  ચાલો ગંગા શુદ્ધિ માટે દ્રઢ (ભગીરથ) સંકલ્પ કરીએ. શુરુવાત ‘સ્વ’ થી કરીએ…. ચોખા, ફળ, ફૂલ, શ્રીફળ, ચુંદડી સહીત કોઈ પણ ખાદ્ય- અખાધ વસ્તુ ગંગા અથવા કોઈપણ નાની મોટી નદી કે તળાવ માં ‘ના’ નાખીએ (પધારાવીયે).

  નોધ: આ લખનાર ને સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય, પવિત્રતા-અપવિત્રતા સાથે શારીરિક કે માનસીક કોઈજ સબંધ નથી!

  Like

 2. ગંગાજળ પવિત્ર ગણાતું હતું કારણ કે તે ભરી રાખ્યું હોય તો વરસો પછી પણ બગડતું નહોતું. આનું કારણ એ હતું કે તેના ઉદ્ભવ વિસ્તારના ખડકોમાં રેડિયોએક્ટીવીટી છે જેને લીધે જંતુઓ જીવી શકતા નહોતા. છેલ્લા થોડા દાયકાઓમાં આપણે ગંગામાં પ્રદુષણ એટલું બધું વધારી દીધું છે કે કુદરતી રેડિયોએક્ટીવીટી ઓછી પડે છે.

  Like

 3. ઓરડામા એક કચરો પડ્યો. એને કચરાના ડબ્બામા નાખ્યો. બે દિવસ પછી બીજો કચરો પડ્યો. એ પણ ડબ્બામા નાખ્યો. આમ અલગ અલગ દિવસે કચરો થોડો થોડો કચરો પડતો ગયો ડબ્બામા નાખતા ગયા. એક દિવસ આખો ડબ્બો ઉંધો વાળી દિધો. આખો ઓરડો કચરો કચરો. જ્યારે એક (થોડો)કચરો હતો ત્યારે ઓરડો એટલો ખરાબ નહોતો લાગતો. પણ એક સાથે બધો કચરો આવ્યો એટલે ઓરડો ગંદો લાગે છે. ફોટાનુ પણ આવુજ છે. અલગ અલગ દિવસે, અલગ અલગ મહિને પાડેલા ફોટા એક સાથે જોવા મળે તો આંચકો લાગે જ. એમાં ગંગા મેલી જ મેલી ના થઈ જાય.
  ભુપેંદ્રભાઈએ આ ફોટા ક્યાંથી મેળ્વ્યા એ જણાવ્યુ નથી. પણ એક ચાયનિજ રખડુએ એના બ્લોગમાં આનાથીયે ભયંકર અને મોટી સંખ્યામા ફોટાઓ લગાવ્યા છે. લગભગ ૨૦ વરસના સમયગાળા માં ખેંચેલા. એ જ્યારે ભારતમા રખડવા આવેલો ત્યારે ગાઈડની મદદ થી ખરીદેલા. અને દાવો પોતે પાડ્યા નો કરતો હતો.
  એની દાનત જ ખોરી હતી. મદ્રાસ બાજુથી રખડતો રખડતો તો ગંગાકિનારે ગયો હતો. રસ્તામા જે પણ શહેર આવ્યું એની ગંદકી નું વર્ણન કરતો હતો. મને તો ચીન નો ભંગીયો લાગ્યો.

  Like

  1. BharodiyaJi, Tamaro Angamo Vyajbi Chhe, Ane Te Angamo J Batave Chhe Ke Tame Ganga Nadi Ne Aavi Haalat Ma Svikaari Shakata Nathi. Have Upar na Pictures Raolji E Kyathi Melvya Ke Kone Paadya, Ke Alag alag Diwase Paadya Te Mahtva Nu Nathi, Mul Vastu – Ganga Meli Chhe, Meli Banavi Devama Aavi Chhe. Tame Chinies Man Ni Vaat Kari, Tene Aapni Sanskruti Nu Kharab Chitaravu Hase Pan Tenathi Hakikat Badalaai Jati Nathi. Ane Ganga J Shu Kaam? Biji Ghani Nadi Chhe Jeni Haalat Aanathi Pan Badtar Chhe. Kudarat Na Niyamo Thi Viruddh Chalishu To Dukhi J Thavanu Chhe. Kudart Nu Jatan Karishu To Kudarat aapnu Jatan Karshe. Ganga Nu Sthaan To Pavitra Nadi Ma Chhe, tene Aam A-Pavitra Thati Kem Chalaavi Levay? Loko Ni (Aapani) Vadhare Padati Aastha Ej Tene A-Pavitra Kari Chhe.

   Like

  2. ભાઇ શ્રી ભારોડીયા

   આપની વાત સાચી છે, ભુપેંદ્રભાઈ આ ફોટા ક્યાથી લાવ્યા તે લખ્યું નથી, પરતુ એ વાત પણ સાચી છે કે ગંગા ગંદી બની છે, જ્યારે પોતાની કોઇ દુખતી રગ પર હાથ મુકે તો દુખે તે સ્વાભાવીક છે, પણ જે છે તે છે જ,

   માત્ર અને માત્ર ભારતમાં જ નદી ને માતાનું સ્થાન આપેલ છે અન્ય કોઇ દેશ નદીને માતા કહેતી નથી, આમ છતાં માતા પર બળાત્કાર આપણે જ કરીયે છીએ જ્યારે ભારત બહારના દેશો મા નદીને ગંદી કરે તો તે સજાને પાત્ર બને છે. જ્યારે ભારતમાં માત્ર ગંગા જ નહી તમામ નદીઓ માં ગામનો ગંદવાડ ઠલવાય છે.

   Like

  3. Bharadia saheb apanavo desh ma ati dharmikta karmakand ane abhanta ( bhanela abhan ) Ghana chhe ane vali dharmaguruoe sikhyapramane duniyani uttam sanskruti Bharat ane duniya Bharat pase adhyatma sikhechhe vagere adambar mathi bahar nikaltaj nathi ane hamesha ati dharmik vyakti ne kahevata dharmani ke kahevati pavitratani bijibaju batavava ma ave chhe tyare duke Thai chhe parantu aa vastavik vaat chhe.

   Like

 4. ગંગા નદીની ગંદકી તો બધાને દેખાણી… પણ, અત્યાર સુધી સરકારના કરોડો નહીં અબજો રુપિયા “ગંદકી” સાફ “ન” કરવામાં ખવાઈ ગયા, એ “ગંદકી”ની તો કોઈ વાત કરતુંજ નથી….આ પણ ન દેખાતી ભયંકર ગંદકી ન કહેવાય …..?????… હવે તો .”નમો”ને પણ યાદ નહીં હોય…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s