ક્ષુધાતુર, દરિદ્રાણામ્ પ્રિયહ્ પીનપયોધરા
એમાં કોઈ નવાઈ નથી કે ઘણાં પુરુષોને પુષ્ટ ભરાવદાર(buxom) સ્ત્રી ગમતી હોય છે જ્યારે અમુક પુરુષોની પહેલી પસંદ પાતળી પરમાર હોય છે. પાતળી પરમાર માટે હાલ ઝીરો ફિગર શબ્દ વપરાય છે. એક બહુ જુનું લોકગીત છે. ”માડી હું તો બાર બાર વરસે આવીયો, ક્યાં ગઈ મારી પાતળી પરમાર ?” બહુ ઇમોશનલ ગીત છે. પિયરના ગામની દિશા બાજુ ખાટલામાં ઓશિકુ ના મૂકવા દે તેવી સાસુના જમાનાનું ગીત છે. ખેર બહુ જૂનો સવાલ છે કે અમુક પુરુષોને હુષ્ટ્પુષ્ટ મોટાં ભરાવદાર ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે જ્યારે અમુકને પાતળી માપસરનાં ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે. જોકે આવી પસંદ નાપસંદીમાં અનેક કારણો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે છતાં તાજેતરમાં થયેલાં બે અભ્યાસ આના ઉપર સારો એવો પ્રકાશ પાડે છે.
એવા કયાં પરિબળ પુરુષને આવી મનોવૃત્તિ ધરાવવા માટે ખેંચતાં હશે? માનવ સ્ત્રી માટે સ્તનનું માપ ચરબી સંગ્રહ સૂચક(signal of fat reserves) ગણાતું હોય છે. પુરુષો માટે “resource security” અને “resource insecurity” ની ભાવના નાનાં-મોટાં સ્તન ગમવા માટે ભાગ ભજવતી હશે ખરી ? મતલબ જે લોકો સંપત્તિવાન છે અથવા ઓછી સંપદા ધરાવે છે તેનો આ પસંદગી બાબતે પ્રભાવ પડે ખરો ? Viren Swami અને Martin Tovée નામના બે મનોવૈજ્ઞાનિકોએ આના ઉપર રસપ્રદ અભ્યાસ કર્યો છે.
પહેલાં અભ્યાસમાં ફાઈનૅન્શલ સિક્યુરિટી સ્તન સાઇઝ પસંદગી બાબતે સંબંધ ધરાવે કે નહી તે ચકાસવામાં આવેલું. આર્થિક રીતે ગરીબ, મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોને આમાં સામેલ કરવામાં આવેલાં. ભાગ લેનારાઓને પાંચ જુદી જુદી સાઇઝ્નાં સ્તન ધરાવતી સ્ત્રીઓના ફોટા બતાવી કંઈ સ્ત્રી આકર્ષક લાગે છે તે જણાવી ક્રમાંક આપવાનો હતો. બહુ સાદો પ્રયોગ હતો. આર્થિક રીતે નિમ્ન સ્તર ધરાવનારાઓએ મોટાં સ્તનને પહેલો ક્રમાંક આપ્યો હતો. સાદું તારણ એવું નીકળ્યું કે ગરીબ લોકોને મોટાં સ્તન ગમતાં હોય છે.
બીજા પ્રયોગમાં “food security” ધ્યાનમાં લેવામાં આવી હતી. આમાં ફક્ત શ્વેત બ્રિટીશ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવેલા, કારણ ethnicity પણ બહુ મોટો ભાગ સ્તન સાઇઝ પસંદ બાબતે ભાગ ભજવતી હોય છે. આફ્રિકન પ્રજાને નાના સ્તન ક્યારેય ગમે નહી. ભાગ લેનારા અમુક ભૂખ્યા હતાં અને અમુક ભૂખ વગરના તૃપ્ત હતા. પ્રયોગાત્મક અભ્યાસનો સમય પણ સાંજનો ૬ થી ૭ રાખેલો કે ત્યારે ભૂખ પણ બરોબર લાગી હોય. સ્ત્રીઓના ફોટા પણ પહેલા અભ્યાસમાં રાખેલા તે જ રાખેલાં. સાદું તારણ એ નીકળ્યું કે ભૂખ્યાજનો એ ભૂખ વગરના તૃપ્ત લોકોની સરખામણીએ મોટાં સ્તન પસંદ કરેલાં.
ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો મોટાં સ્તન તાજાં જન્મેલાં બાળક માટે વિપુલ ખોરાકની સંભાવના ધરાવતાં હોય છે. મોટાં સ્તન ફલદ્રુપતા સાથે સંબંધ ધરાવતાં estradiol હૉર્મોન લેવલ સૂચક પણ છે. Christopher Burris અને Armand Munteanu નામના સંશોધકો માને છે કે જે પુરુષોને પિતા બનવાની ખાસ ઇચ્છા ના હોય તેને મોટાં સ્તન ખાસ અપીલિંગ લાગતાં નથી. આ હાઇપૉથિસિસ ચકાસવા કેટલાક કૉલિજ યુવાનો સાથે ઑન-લાઇન અભ્યાસ કરવામાં આવેલો. પહેલાં એમની પિતા બનવાની ઇચ્છા ક્રમાંક આપીને ચકાસી લેવાઈ હતી. પછી એમને સ્ત્રીઓના ચિત્રો આપવામાં આવેલાં જેની સ્તન સાઇઝ ઇચ્છા મુજબ ફેરવી શકતા હતાં. સાદું તારણ એવું નીકળ્યું કે જેઓ બાળકોથી મુક્ત રહેવા ઇચ્છતાં હતા તેઓએ નાનાં સ્તન પસંદ કરેલાં.
સ્તન સાઇઝ પસંદગી બાબતે કોઈ ચોક્કસ ધારણા બાંધી લેવી જરૂરી નથી. અનેક પરિબળ આમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ ભજવતાં હોઈ શકે. કોઈને વિધ્યા બાલન ગમે કોઈને દીપિકા પડુકોણ. દક્ષિણ ભારતની ફિલ્મોમાં દૂબળી અભિનેત્રી ચાલતી નહી. Ethnicity પણ બહુ મોટો ભાગ ભજવતી હોય છે. ઍવરિજ દક્ષિણ ભારતીયને ભૂખ્યો હોય, તૃપ્ત હોય, દરિદ્ર હોય કે ધનવાન મોટાં સ્તન જ ગમવાનાં તે હકીકત છે. છતાં ઉપરના પ્રયોગો અને તેનાં તારણ કેવો ઉરજવૈભવ પસંદ છે તે બાબતે આપણાં મનના ઊંડા અતલમાં જરૂર થોડો પ્રકાશ તો ફેંકે જ છે તે પણ હકીકત છે.


