રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા. ( Hard Truths About Human Nature)

રાસાયણિક તત્વજ્ઞાન-૬, સુખની જૈવિક પરિભાષા ( Hard Truths About Human Nature)

સુખની જૈવિક પરિભાષા

આપણા મેમલિઅન પૂર્વજોનાં જીવનમૃત્યુ વિશેના ભયાનક અનુભવો થકી આપણું બ્રેન સુખદુઃખ અર્પતા રસાયણો મુક્ત કરે છે અને તેના વડે સુખની, આનંદની કે દુઃખની અનુભૂતિ થાય છે તે હકીકત છે. આ હકીકત માનવીય લાગણીઓ માટે ધ્રુજાવે તેવું સત્ય છે. સુખ અર્પતા દરેક કેમિકલનો હેતુ સર્વાઇવલ માટેનો હોય છે. બ્રેન જ્યારે કોઈ ખાસ ફરજ બજાવવાની હોય ત્યારે જ હૅપી કેમિકલનો એક નાનો ડૉસ રિલીસ  કરતું હોય છે. આમ આપણને તો સદા સુખનો અનુભવ કરવો હોય છે, પણ તે શક્ય બનતું નથી. જો આ કેમિકલ્સ વિષે સામાન્ય સમાજ આવી જાય તો કોઈ ફિલૉસફી ના કરી શકે તે કામ આ સમજ કરી શકે તેમ છે.

બીજા પ્રત્યે શુભ ભાવના પેદા થવી તે માટે મૅમલ બ્રેન ઈવૉલ્વ થયેલું છે. આપણાં સરીસર્પ પૂર્વજો બીજા માટે સારું ફિલ કરતા નથી. સર્વાઇવલ માટે કામ લાગે તે માટે થઈને મૅમલ બ્રેને  હકારાત્મક ન્યુરો કેમિસ્ટ્રી વિકસાવેલી છે. છતાં કાયમ માટે બીજા મૅમલ ભાઈઓ માટે સદા હૂંફાળી અને પ્રેમાળ લાગણી પેદા થાય નહિ તે પણ હકીકત છે. આમ સર્વાઇવલ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતું  હોવાથી મૅમલ બ્રેન કાયમ નિર્ણય લેવા ટેવાયેલું હોય છે કે એના માટે સારું કોણ છે કે જેના વડે સર્વાઇવલ માટે સહાય બને.

નાનું બ્રેન ધરાવતા મૅમલ ખોરાક, સાથીદાર (Mates), અને પ્રિડેટર એટલે કે હુમલાખોર વિષે ત્વરિત નિર્ણય લઈ લેતા હોય છે. પ્રાણીઓ ખોરાકની શોધમાં નીકળે તો હુમલાખોરની શક્યતા પણ વધી જાય. છતાં ખોરાકની શોધમાં નીકળવું તો પડે જ. હવે કયું અગત્યનું તે નિર્ણય લેવાનું કામ બ્રેને કરવું પડે. જેમ બ્રેન વધુ મોટું તેમ સામાજિક જોડાણ વધતું જાય છે. સામાજિક જોડાણ સંભવિત પ્રિડેટર થી બચાવે છે, અને સાથે સાથે ખોરાક અને સાથીદાર માટે હરીફાઈ પણ વધારે છે. આમ બ્રેન દરેક ખૂણો તપાસીને નિર્ણય લેતું હોય છે. બ્રેન નિર્ણય કઈ રીતે લેતું હશે ?

આપણે ઘરમાં જરૂર પડે લાઈટ ઑન ઑવ કરીએ છીએ તેમ ન્યુરો કેમિકલ્સનો સ્ત્રાવ ઑન ઑવ કરીને બ્રેન નિર્ણય લેવા ટેવાયેલું હોય છે. હૅપી કેમિકલ્સ એક રસ્તો છે શરીર માટે જણાવવાનો કે આ વસ્તુ સારી છે હજુ વધુ મેળવો. આપણે જન્મ લઈએ ત્યારથી ન્યુરૉન્સ વિદ્યુત સંદેશા મોકલવાનું શીખી ગયા હોય છે. જેના વડે હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવ થતા હોય છે. આમ એક ન્યુઅરલ સર્કિટ તૈયાર થતી હોય છે જે ભવિષ્યમાં ફરજ બજાવવા તૈયાર હોય છે.

માનવોની સુખની પરિભાષા બીજા મૅમલ પ્રાણીઓ કરતા અલગ હોય છે. માનવીની સુખ પામવાની રીત પણ બીજા પ્રાણીઓ કરતા અલગ હોય છે. પ્રાણીઓ એમના ભૂતકાળના  અનુભવ પ્રમાણે પુનરાવર્તન કરતા હોય છે. જ્યારે મનુષ્ય નવા નવા રસ્તા શોધી કાઢવા ટેવાયેલો હોય છે. ભૂતકાળના અનુભવોમાં માનસિક રીતે તડજોડ કરીને મનુષ્ય નવા રસ્તા શોધી કાઢતો હોય છે. આમ ટૂંક સમયના સુખના બદલે લાંબા સમયનું સુખ મેળવવાની એની ખેવના વધતી જાય છે. કારણ એની પાસે બીજા પ્રાણીઓ કરતા વધુ મોટું બ્રેન અને વધુ ન્યુરૉન્સ છે.

પ્રાણીઓ સુખની કોઈ વ્યાખ્યા કરતા નથી. તેઓ સુખી નાં હોય તો વિચારતા નથી કે શું ખોટું થયું છે ? કે આ દુનિયાને શું થયું છે ? તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. પણ મનુષ્ય પાસે ભૂતકાળના  અનુભવ, વર્તમાન સ્થિતિ અને કાલ્પનિક ભવિષ્ય સાથે ટકરાઈ જવા માટે પુષ્કળ ન્યુરૉન્સ છે. જેથી મનુષ્ય નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. આમ સુખની માત્રા ઓછી થઈ જાય ત્યારે કુદરતી એની રાહ જોવાને બદલે આપણે કશું કરવા માંગતા હોય છીએ. થોભો અને રાહ જુઓ, ગીતાકારે આને જ અનાસક્ત યોગ કહ્યો લાગે છે શું માનવું છે મિત્રો ?

હ્યુમન બ્રેન એક પૅટર્ન શોધી કાઢતું હોય છે. આ પૅટર્ન પ્રમાણે સુખનાં ફુવારા મેળવવાની કાયમ ઇચ્છા રાખતું હોય છે. ઘણીવાર આ પ્રમાણે બનતું પણ હોય છે, પણ ઘણીવાર આપણે ખોટા પડતા હોઈએ છીએ અને એનો અંત દુઃખ સાથે પરિણમતો હોય છે. નીકળીએ છીએ સુખની શોધમાં અને મળે છે દુઃખ. આપણું કૉર્ટેક્સ હૅપી કેમિકલ્સ ઉપર કોઈ પણ જાતનો કાબુ ધરાવતું નથી. તે ખાલી સંકેતો મેળવી શકે છે. આ પૅટર્ન ક્યારેક ગૂંચવાડા વાળી હોય છે, કારણ તે એક જુદી દુનિયામાં ઉત્ક્રાંતિ પામેલી હોય છે.

આપણાં ન્યુરો કેમિકલ્સનાં સુર તાલ આપણાં DNA માટે શું સારું છે તેની સાથે જોડાયેલ હોય છે.   આપણાં પોતાના ઊંચા ખયાલ સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે સુખની શોધ દુઃખમાં પરિણમતી હોય છે. મૅમલ બ્રેન એવા નિર્ણય લેતું હોય છે જે કૉર્ટેક્સને ગલત લાગતા હોય છે, પણ લાંબા અંતરે જોઈએ તો DNA માટે સારા પણ હોઈ શકે. કોઈ સારા ઘરની દીકરી કોઈ મવાલી સાથે ભાગી જાય ત્યારે કૉર્ટેક્સને બહુ તકલીફ થતી હોય છે. પણ મોટાભાગે મૅમલ બ્રેઈન જીતી જતું હોય છે કેમકે તે હૅપી કેમિકલ્સ ઉપર કંટ્રોલ ધરાવતું હોય છે.

હા ! તો મિત્રો કેવી લાગી આ રાસાયણીક ગીતા ?

 

બાબા બનાવે બાબલા.

બાબા બનાવે બાબલા.
  આમતો બાબાનો અર્થ સાધુ સંત કે ગુરુ થતો હોય છે, પણ ગુજરાતી  લેક્સિકોન ડિક્ષનરી મુજબ એનો એક અર્થ લૂંટારો થાય છે. લગભગ બાબાઓ લૂંટવાનું જ કામ કરતા હોય છે માટે આવો અર્થ ભાષા શાસ્ત્રીઓ ગણતા હશે. બાબો શબ્દ વળી નાના બાળક જે છોકરો હોય તેના માટે વપરાય છે. ગામમાં ઘણા દિવસે જઈએ તો મિત્રો, સગા સંબંધીઓ પૂછે પણ ખરા કે તમારા બાબલા શું કરે છે? શું ભણે છે? આપણાં દીકરાઓ વિષે પૂછતાં હોય છે. દીકરી હોય તો પૂછે  બેબલી શું કરે છે? આમ બાબાઓને મોટા નાના ભણેલા કે અભણ સૌ બાબલા બની રહે તેમાં જ એમનું ભલું દેખાતું હોય છે.
    મળથી છલોછલ ભરેલો નિર્મળ બાબુડીઓ પણ જબરો જાદુગર. એ ય તમારે બેઠો હોય મોટા કીમતી સિંહાસન ઉપર, બાબલાઓ અને બેબલીઓ વારાફરતી હાથમાં માઇક લઈને બોલતા હોય, એકાદ પ્રણામથી ચાલે નહિ, કોટી કોટી પ્રણામ, બાબા તમારી કૃપાથી નોકરી મળી, એડમીશન મળી ગયું, પગ સારો થઈ ગયો, બંગલો મળી ગયો, સમાગમમાં આવવા માટે પૈસાની કે ટીકીટની વ્યવસ્થા થઈ ગઈ. બાબુડીઓ સમાગમ કરે છે, સમાગમનો અર્થ સહવાસ, એકઠા થવું, સહયોગ, મેળાપ, મિલન, પરિચય, પાસે આવવું વગેરે વગેરે થતા હોવાથી કોઈએ એના પ્રચલિત અર્થમાં અનર્થ કરવો નહિ. જેમકે બાબાનો અર્થ લુટારો પણ થાય છે છતાં પહેલો અર્થ મનમાં તો સાધુ સંત જ આવવાનો.
     બાબા રામદેવ જેવી સેઈમ મોડસ ઓપરેન્ડી. બાબા પગના તળિયે કે ઘૂંટણમાં દર્દ હતું પણ કપાલભાતિ કરવાથી મટી ગયું. બાબા આર્થરાઈટીસ હતો પણ ભસ્ત્રિકા કરવાથી મટી ગયો. એજ માઇક અને એજ પ્રલાપ. ખેર પ્રાણાયામ બ્રીધિંગ ટેક્નિક તરીકે સારી વાત છે અને આયુર્વેદ પણ અમુક સામાન્ય દર્દોમાં ઘણો સારું કામ આપે છે. હર્બલ મેડીસીન તરીકે વિખ્યાત છે, ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ સાથે ક્રોનિક દર્દોમાં ઘણું સારું પરિણામ આપે છે. મને સૂકી ખાંસી થાય તો કફ સિરપ કરતા સિતોપલાદિ ચૂર્ણ વધુ માફક આવે છે. મારું માઇગ્રેન અને સૂર્યાવર્ત કોઈ પેઇન કીલરથી મટતું નહોતું, આયુર્વેદે મટાડી દીધેલું. પણ કેન્સર કે હાર્ટ ઍટેક કે બીજા કોઈ ગંભીર રોગોમાં કામ ના પણ લાગે. જોકે અહી નિર્મળ બાબુડીઓ તો કોઈ દવા વગર અને હાથ પણ લગાડ્યા વગર જ બધું મટાડી દે તો નકામાં કડવા ચૂરણ શું કામ ફાંકવા??બાબા રામદેવ ચેતો??
       બાબુને  ગ્લોરીફાય કરતો બકવાસ બંધ થાય એટલે બાબુ કહેશે ચાલો કાળા કલરના પર્સ, વોલેટ બહાર કાઢો અને ખોલીને સામે ધરી રાખો, બાબો હાથ હલાવે, પર્સ ધરીને બેઠેલી બબૂચક જનતાના મુખ પરના ભાવ જોવાની  મજા આવે, લાલચુઓ વગર મહેનતે પર્સ પૈસાથી ભરી દેવાની ખેવના રાખતા જાણે હાલ પર્સ અને ઘરની તિજોરીઓ ભરાઈ જવાની. કોઈ બબૂચકને પ્રશ્ન મનમાં ઉદ્ભવે નહી કે બાબો એના ઘરની તિજોરીને કાળા રંગે રંગીને હાથ હલાવીને કેમ નથ ભરી દે તો? શા માટે સમાગમમાં હાજરી આપવાની તગડી ૨૦૦૦ રૂપિયા ઍડ્વાન્સમાં ફીસ વસુલે છે? એના બેંક એકાઉન્ટ નંબરમાં પૈસા ભરી દેવાના પછી SMS આવે, અને તે માટે મોબાઈલ નાં હોય તો પહેલા મોબાઈલ ખરીદો. સમાગમ વખતે બૅન્કમાં પૈસા ભર્યાનું ચલન રાખવાનું સાથે એક વેલીડ આઈડી પણ રાખવાનું. બાકી નો એન્ટ્રી. આટલાં બધા મહાન બાબા હોય તે દેશ આજે ગરીબ અને લાખો લોકો પાસે નાં ઘર છે નાં પૂરું ખાવાનું.
   વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે વિજાપુરમાં રહેતા હતા. તે સમયે ખેરાલુ બાપુનું વાવાઝોડું ટૂંક સમય માટે આવેલું. બાપુ પાણીમાં ફૂંક મારીને પીવા આપતા અને લોકોના અસાધ્ય રોગ મટી જતા. કદાચ બાપુના પવિત્ર મુખમાં રહેલા બેક્ટેરિયા રોગ મટાડવાનું દુર્લભ કામ કરતા હશે. ઘેલા ગુજરાતમાં વળી પૂછે કોણ? ધંધો એટલો બધો ચાલ્યો કે વ્યક્તિગત પાણીના શીશામાં ફૂંક મારીને બેક્ટેરિયા ફેલાવવાનો સમય ઓછો પાડવા લાગ્યો. તો બાપુએ મેદાનમાં લોકોને એકઠા કરીને માઇલો સુધી પહોચે તેવી ફૂંક મારવાનું શરુ કરેલું. અમારી પડોશમાં એક પી.ડબ્લ્યુ.ડી. ખાતામાં નોકરી કરતા સિવિલ એન્જીનીયર રહેતા હતા, તે વળી આખી જીપ ભરીને પાણીના બાટલા લઈને ત્યાં પહોચી ગયેલા. બાપુએ બે માઈલ  દૂરથી ફૂંક મારીને પાણી પવિત્ર કરી નાખેલું. જાણે ઇડરિયો ગઢ જીતીને આવ્યા હોય અને પરોપકાર કરતા હોય તેમ આખા દેવાણી વાસમાં આ પાણીની બોટલો ફ્રીમાં આપેલી. મારા ઘેર પણ એક બોટલ ભેટ આવેલી. મને ત્યારે પણ હસવું આવતું  હતું અને આજે પણ આવે છે.
     એક મિત્રે આખી જીંદગી ગુરુજી સેવા કરેલી. લાખ રૂપિયાનો ધંધો બગડતો હોય તો બગડવા દે, પણ ગુરુજીનો ફોન આવે તો તરત અમદાવાદ દોટ મુકે. પાર્ટનરે ૧૨ લાખનો ચૂનો ચોપડ્યો તો ગુરુજીએ હાથ ઊંચા કરી દીધા કે કરમ તો ભોગવવા પડે, દેવું ઓછું થયું વહેલું વૈકુંઠ મળશે.
   બાબાઓ પ્લસીબો Placebo ઈફેક્ટનાં જાણકાર હોય છે. irritable bowel syndrome પીડાતા કેટલાક દર્દીઓ ઉપર એક રીસર્ચ કરવામાં આવેલું. આ લોકોને જણાવેલું કે એક્ટીવ ઇન્ગ્રેડીએન્ટસ વગરની આ ટેબ્લેટ રોજ સવાર સાંજ બે વાર લેવાની છે. ૫૯ ટકા લોકોને ત્રણ અઠવાડિયા પછી રાહત થઈ ગયેલી. પ્લસીબો ઈફેક્ટનું એક્જેટ મીકેનીઝમ શું છે તે ક્લિયર નથી. પણ એની અસર થાય છે ખરી. માઈન્ડ કંડીશનિંગ પણ ભાગ ભજવે છે. શરીર શીખતું હોય છે કે એક કેપ્સ્યુલ ખાધી કે તરત રાહત થવાની ચાલુ. અરે પેલાં દર્દીઓને વૈજ્ઞાનિકો કહેલું પણ ખરું કે ગોળીઓ નકલી છે અને પ્લસીબો ઈફેક્ટમાં વિશ્વાસ રાખશો નહિ, છતાં કેટલાંને રાહત થઈ ગયેલી. Ted Kaptchuk નામના રીસર્ચરે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં આ પ્રયોગ કરેલો.
   તમે કાર ચલાવતા હોવ અને આઇફોનમાં ઈમેલ કે ટેક્ટ મેસેજનો રણકાર સાંભળો તરત તમે પેલાં પાવલોવના કૂતરાની જેમ લાળ ટપકવાનું ચાલુ. પાવલોવ રશિયન વૈજ્ઞાનિક હતો. ચોક્કસ સમયે કૂતરાને ખાવાનું આપે ત્યારે ઘંટડી વગાડતો. પછી ખાવાનું આપ્યા વગર પણ ઘંટડી વગાડે કૂતરાની લાળ ટપકવાની ચાલુ. ઈમેલ કે મેસેજનો રણકાર સાંભળી બ્રેઈન “dopamine squirt ” રિલીજ કરતું હોય છે, જે આપણને ઉત્તેજિત કરતું હોય છે. જયારે તમે દવા સમજીને સુગર પીલ ખાઓ ત્યારે સારું લાગતું હોય છે, દર્દમાં રાહત લાગે. રાહતની લાગણી કરતા કૈક વધુ બની રહ્યું છે, ખરેખર તમારું શરીર એન્ડોર્ફીન્સ રિલીજ કરતું હોય છે, ભલે નકલી ગોળી લીધી હોય. Every mental process is represented in the brain . બ્રેઈનમાં કશી હલચલ નાં થાય તો placebo પણ કઈ કામ ના કરે.
  ન્યુરોસાયન્સ શું છે? બ્રેઇનમા શું ચાલે છે તેનો અભ્યાસ છે. પણ મોટાભાગે આપણે જાણતા નથી કે dopamine અને સેરોટોનીન વચ્ચે શું તફાવત છે? કે હિપોકેમ્પસ અને amygdala શું છે? બસ કશું મગજમાં થયું, શું થયું? ભગવાન જાણે?  કાર ચલાવતા ચલાવતા પણ આઇફોનમાં મેઇલ ચેક કર્યા વગર રહી શકતા નથી, ભલે એક્સીડેન્ટ થઈ જાય. આમ પ્લસીબો ઇફેક્ટ ઘણું કામ કરી જાય છે. પ્લસીબો ટેબ્લેટ એક નાં બદલે બે વધુ કામ આપે છે, નાની કેપ્સ્યુલ કરતા મોટી  કેપ્સ્યુલ વધારે કામ આપે છે, પિલ્સ કરતા ઇન્જેક્શન વધુ રાહત આપે છે, જેમ દર્દ વધુ તેમ પ્લસીબો ઇફેક્ટ પણ વધુ, એક રોગ માટે સાચી દવા લીધી હોય તેજ દવા બીજા રોગમાટે નકલી પ્લસીબો તરીકે વાપરો તો વધુ ફાયદો આપે છે.  એન્ડોર્ફીન્સ પ્લસીબો ઇફેક્ટ માટે જવાબદાર હોય છે.
   બસ આ બાબાઓ જાણે  અજાણે પ્લસીબો ઈફેક્ટનો ઉપયોગ કરતા હોય છે. ડૉક્ટર ખાલી એની ફીસ વસૂલ કરતા હોય છે પણ આ બાબુડીયા તો તન, મન અને ધન સુધ્ધા હરી લેતા હોય છે. આમેય આપણે એડમીશન કે નોકરી માટે પ્રયત્નો કરતા જ હોઈએ છીએ. સફળ થઈએ તો બાબા કહેશે મારા લીધે થયું, નહિ થઈએ તો ફરી એની પાસે જવાના નથી, પણ ૨૦૦૦ રૂપિયા તો ગયાને? બાબુડિયાનાં ગતકડાં જુઓ. એક ભાઈ ૨૦૦૦ રૂપિયા ભરીને ગયા. બાબો પૂછે કે સવારે દૂધવાળો આવે તો દૂધ લેવા કોણ જાય છે? ભાઈ કહે કોઈ વાર હું જાઉં કે છાપું વાંચતો હોઉં તો ઘરમાંથી બીજું કોઈ જાય. બાબો કહેશે બસ દૂધ લેવા જાતે જતા નથી ત્યાંથી કૃપા આવે છે તે અટકી જાય છે. પેલાના ૨૦૦૦ રૂપિયા તો પડી ગયા. બીજાને કહેશે ફલાણા મંદિરે જાઓ છો?  મંદિર નજીકમાં હોય તેના વિષે કહેશે. જો તમે કહો ના તો કહેવાનો મંદિરે જતા નથી માટે કૃપા અટકી ગઈ છે. અને કહેશો હા જાઉં છું તો પૂછવાનો વચમાં શું આવે છે? તમે કહેશો વચમાં કોઈ નાનું દેરું આવે છે, બસ ત્યાં નળિયેર વધેરતા નથી માટે કૃપા અટકી ગઈ છે. તમને પૂછીને બહાનું શોધતા વાર કેટલી??સાવ બકવાસ બાલીશ ગતકડાં કાઢતો નિર્મળબાબા આજે મોટો સેલીબ્રીટી બની ચૂક્યો છે.
ખેરાલુ બાપુ પછી જેલમાં ગયેલા.
ધર્મ એક લાયસન્સ છે લોકોને ડફોળ બનાવી લૂંટવાનું. પેલો પ્રખ્યાત અશોક જાડેજા એકના ડબલ કરી આપતો હતો તેને જેલમાં પણ નાખેલો, અને આ બાબુડીઓ જેલમાં નહિ જાય કેમકે એની પાસે ધર્મનું લાઈસન્સ  છે. ટીવી ચેનલો બીજી જાહેરાતોની જેમ કેમ કહેતી નથી કે આ પેડ પ્રોગ્રામ છે?  pseudo spiritualism એક જુનો રોગ છે ભારતમાં. બધા આમાં સંડોવાયેલા છે, કિરીટભાઈજી, રમેશ ઓઝા, મોરારીબાપુ, સ્વર્ગસ્થ પાંડુરંગ દાદા અને હવે દીદી, આશારામ, રામદેવબાબા થી આજના નિર્મલબાબા સુધી. કેટલાના નામ લખીશું??

સ્વપ્નસરિતા-૨ (Hard Truths About Human Nature)

Sir Edward Tylor was responsible for forming t...
Image via Wikipedia

સ્વપ્ન સરિતા-૨ (Hard Truths About Human Nature)

 રોજ રાત્રે આપણે ઊંઘી જઈએ પછી સ્વપ્ન સરિતામાં ડૂબકાં ખાવા પહોચી જતા હોઈએ છીએ. હા! એનો  સમય દરેક વ્યક્તિએ અને સંજોગો પ્રમાણે ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. રેમ પહેલાનો તબક્કો ઊંડી ઊંઘનો હોય છે. માનવ બ્રેઈન વિષે ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. સાધુ સંતો, મહાત્માઓની જેમ હવામાં ગોળીબાર કરવાનું વિજ્ઞાનની તાસીરમાં હોય નહિ. છતાં REM બાયોલોજિક રહસ્ય છે તેવું વિજ્ઞાન કબૂલ કરે જ છે. MRI અને FMRI વડે બ્રેઈન વિશેના રહસ્ય ઉકેલવાનાં પ્રયત્નો ચાલુ જ છે. રેમના સાદા અર્થમાં ઊંઘની એવી અવસ્થા જેમાં vivid સપના જોઈ શકીએ છીએ. સ્વપ્નમાં લીમ્બીક સિસ્ટમમાં રહેલા amygdala ખાસ સક્રિય હોય છે. સપનામાં બ્રેઈનના  બીજા સક્રિય ભાગો anterior cingulate gyrus, the parahippocampal gyrus and ventromedial or orbitofrontal cortex હોય છે. The dorsolateral prefrontal cortex is de-activated in REM. Neurochemically, REM sleep demonstrates high activation levels in forebrain dopaminergic and cholinergic circuits as well as cessation of activation in the noradrenergic locus ceruleus and the serotoninergic raphe nucleus. Note that this pattern of activation and deactivation strikingly replicates the pattern associated with impulsive aggression in the waking state.
    સ્વપ્નમાં આમ aggression ખૂબ હોય છે. આમ ૬૦% પુરુષોના અને ૫૧% સ્ત્રીઓના સપનાઓમાં આક્રમકતા ક્યાંક ને ક્યાંક સંકળાયેલી નોંધાયેલી છે. સપના જોનારા વ્યક્તિઓમાં ૪૦% પુરુષો અને ૩૦% સ્ત્રીઓ પોતે જ આક્રમણ કરતા નોંધાયેલા છે. સપનામાં જોવાતી વ્યક્તિઓમાં પુરુષોમાં ત્રણ અને સ્ત્રીઓમાં ચાર સાથે કોઈ પણ પ્રકારની આક્રમકતા જોડાયેલી હોય છે. સપનાઓમાં જોવાતી ૮૦% વ્યક્તિઓ અજાણી હોય છે. આ અજાણી વ્યક્તિઓ મોટા ભાગે પુરુષો હોય છે અને તે સ્ત્રીઓ કરતા પુરુષોના સપનાઓમાં વધારે આવતી હોય છે. આમ અજાણી વ્યક્તિ સપનામાં આવે તો તે સપનામાં ફીજીકલ aggression ઉત્પન્ન થતું હોય છે. REM Behavior Disorder (RBD) વડે પીડાતી વ્યક્તિઓ માટે સપના હકીકત બની જતા હોય છે અને ઊંઘમાં ચીસો પાડવી, મુક્કા મારવા લાતો મારવી, પથારીમાંથી કૂદી પડવું, લડવું ઝઘડવું વગેરે વગેરે કરતા હોય છે. આમ રેમ આક્રમકતા સાથે જોડેલી ઊંઘની સ્થિતિ વધુ હોય છે. એવું પણ નથી કે કાયમ સપનામાં લડતા જ હોઈએ.
      Ref —International Review of Neurobiology, 92, 69-86.; McNamara, P. (2008). Nightmares: The science and solution of those frightening visions during sleep. Westport, CT: Praeger Perspectives.McNamara, P. (2004). An evolutionary psychology of sleep and dreams. Westport, CT: Praeger/Greenwood Press. Barrett, D., & McNamara, P. (Eds.). (forthcoming, 2012). Encyclopedia of sleep and dreams (3 volumes). Westford, CT: ABC-CLIO. McNamara, P., Nunn, C. L., & Barton, R. A.
      એક એકલવાયી ૩૦ વર્ષની પત્ની એક પુરુષ સાથે સપનામાં સંસર્ગ કરતી હોય છે, કે તે પુરુષ તેનો પતિ નથી. એક ૨૦ વર્ષનો  યુવાન સપનામાં અજાણ્યા વ્યક્તિઓ ઉપર મશીનગન ચલાવતો હોય છે, એક વ્યક્તિ વળી સ્વપ્નમાં દુશ્મન પર હથોડા વડે હુમલો કરે છે. જાગતા હોઈએ ત્યારે આવું કદાપિ આપણે હકીકતમાં કરી શકીએ નહિ. આમ સપનામાં કોઈને જીવલેણ માર્યું હોય પણ તે વ્યક્તિને કોઈ જેલમાં પૂરું દેતું નથી. યશવંતભાઈ લખતા હતા ને કે સપનામાં પણ સપનું. સપનામાં પણ ખબર હોય છે પેલી પત્નીને કે જે પુરુષ સાથે સંસર્ગ કરે છે તે એનો પતિ નથી, આવું પુરુષોનું પણ સમજવું. છતાં તે સપનામાં આવું વર્તન કરે છે, અને સુખ, ઇચ્છા, તૃપ્તિ સાથે શરમ પણ અનુભવે જ છે. આમ સપના આપણી નકારાત્મક લાગણીઓ ખાસ ઉજાગર કરતા હોય છે. ખાસ તો નફરત, ભય, ગુસ્સો, આક્રમકતા વગેરે વગેરે લાગણીઓનું નિષ્કાસન સપનામાં થઈ જતું હોય છે. સપના આમ એક માનસિક ઔષધની ગરજ સારતા હોય છે.
   શું પ્રાણીઓ પણ સપના જોતા હશે ખરા? પ્રાણીઓની ભાષા બોડી લૅન્ગ્વેજ હોય છે. એક બિલાડી ઉંદરને જુએ એટલે એની પૂંછ ટટ્ટાર થઈને જુદી રીતે  હાલવા લાગે. ટૂંકમાં શિકાર કે ખોરાક જોઇને એનું શરીર ખાસ પ્રકારની સ્થિતિમાં આવી જાય. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે તે મુજબ આવી જ બોડી લૅન્ગ્વેજ બિલાડીમાં ઊંઘતી વખતે રેમ અવસ્થામાં જોવા મળેલી છે. એક અનુમાન છે કે બિલાડી પણ ઊંઘમાં આપણી જેમ ઉંદરના સપના જોતી હોવી જોઈએ.  મેમલ્સમાં રેમ સ્લિપ જોવા મળે છે. પાણીમાં રહેતા મેમલ્સમાં રેમ ક્લિયર નોંધાયું નથી. પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ રેમ અવસ્થામાં ઊંઘ લેતા જોવા મળે છે. સરીસર્પ રેમ અને નોનરેમ બંનેના કમ્બાઈન લક્ષણો નોંધાયેલા છે. આમ સરીસર્પની રેમ અવસ્થા વિષે વૈજ્ઞાનિકો બહુ જાણતા નથી.
    સપનાંમાંથી ઘણીવાર જાગી જઈને ફરી સપનામાં સરી જતા હોઈએ છીએ. અથવા તો લાગે કે આપણે સપનું જોઈ રહ્યા છીએ અને થોડીવાર પછી જાગૃત થતા હોઈએ છીએ. અથવા ઘણીવાર લાગે કે જાગી ગયા છીએ પણ ખરેખર જાગેલા હોતા નથી. અર્ધજાગૃત અવસ્થા જેવું  કહી શકાય. આવી અવસ્થામાં અજબ, શંકાશીલ અનુભવ થતું હોય છે. એક ચાઇનીઝ ફીલોસોફરને સપનું આવ્યું કે પોતે પતંગિયું બનીને ઊડી રહ્યો છે, પણ અર્ધજાગૃત અવસ્થામાં લાગ્યું કે પોતે માનવ છે. હવે એને અજબ અનુભવ થયો કે ખરેખર હું માનવ છું? હું માનવ સપનામાં પતંગિયું બનીને ઊડી રહ્યો છું કે પતંગિયું સપનું જોઈ રહ્યું છે કે માનવ બની ગયું છે? False awakenings, જાગીને જોયું તો જગત દીસે નહિ.
    ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે. યુરોપીયંસ પહેલીવાર અમેરિકા આવ્યા  ત્યારથી માર્ક કરતા કે નેટિવ અમેરિકન્સ એમના સપનાઓને ખૂબ મહત્વ સતત આપતા હતા. જાગૃત જીવન તો મુશ્કેલીઓ  અને હાડમારીઓથી ભરેલું હતું, જ્યારે સપના એમને શક્તિ અર્પતા હતા. અતીન્દ્રિય શક્તિઓ સપના જોનાર વ્યક્તિ સાથે વાતો કરતી હતી, એને તકલીફ પહોચાડી શકતી હતી, આદેશ આપતી હતી. આમ સ્પીરીટ અને  soul નો આઈડીયા આવ્યો. જે વ્યક્તિઓ મૃત્યુ પામી હોય છે તે પણ સપનામાં દેખાતી હોય છે. આમ મૃત્યુ પછીના જીવનનો આઈડીયા આવ્યો. અને આ મૃત વ્યક્તિઓ એમના જીવન વિષે વાતો કરતી હોય છે, સપનામાં ચેતવતી પણ હોય છે, આમ આત્મા અમર છે તેનો ખ્યાલ આવ્યો. આત્માની અમરતાની ધાર્મિક વાતો સપનાની પેદાશ છે, બાય પ્રોડક્ટ કહેવાય. મૃત પૂર્વજો એટલી બધીવાર સપનામાં આવતા કે પછી એમની ભક્તિ કરવાનું મન નાં થાય તો નવાઈ. પશુઓ પણ સપનામાં ખૂબ આવતા, આમ કેટલાક પશુઓની પણ પૂજા શરુ થઈ ગઈ. એક આત્મા બીજા શરીરમાં ઘૂસી જાય તેવો વિચાર પણ સપના દ્વારા ફેલાયો કહીએ તો ખોટું નથી. કારણ લોકો સપના જોતા હોય છે કે વ્યક્તિઓ અને સ્પીરીટ ક્યારેક એનિમલ બની જતા હોય છે અને એનિમલ વ્યક્તિઓ. જોકે રીલીજીયસ આઈડીયા પેદા થવાના બીજા અનેક કારણો હશે, ગ્રેટ ડીબેટનો વિષય છે, છતાં આ એક કારણ પણ હોવું જોઈએ.
  સપના મસાલેદાર ખીચડી જેવા હોય છે. દાખલા તરીકે થોડા મહિના કે દિવસો પહેલા તમે કોઈ ભાલા ફેંકની સ્પર્ધા ટીવી પર જોઈ હોય, પછી કોઈ ફિલ્મમાં ઘોડાની રેસ જોઈ હોય અને દિવસે ભદ્ર આગળ લાલ દરવાજે કશું ખરીદવા ગયા હોય અને રાત્રે સપનું આવે તો હાથમાં ભાલો લઈને ભદ્ર આગળથી તમે ગાંધીરોડ પર ઘોડા બેસીને જઈ રહ્યા છો અને આગળથી લાલબસ પસાર થઈ જાય છે તેવું પણ જોઈ શકો. તમારું બચપણ જ્યાં પસાર કર્યું હશે તેના સપના હજુ વૃદ્ધ થયા હશો તો પણ આવશે. મારે મારા પિતાશ્રી સાથે લાગણીઓનું જોડાણ ખૂબ હતું. આજે પણ તેઓ સાથે હું સપનામાં નાનો બાળક હોઉં તેમ ફરતો હોઉં છું. અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અને દિવસોમાં એમનું સપનું આવે જ છે. મેં જાતે માર્ક કર્યું કે કોઈ તકલીફ હોય કે બીમારી હોય કે કોઈ મૂંઝવણ ભરી સ્થિતિ કે દિવસો હોય ત્યારે એમનું સપનું ખાસ આવે છે. બચપણ અને યુવાનીમાં કાયમ એમનું માર્ગદર્શન મેળવ્યું હોય, સહારો, સાથ અને હૂંફ મેળવી હોય તેની માંગ આજે પણ સપના દ્વારા વ્યક્ત થાય છે તેવું મારું તારણ છે. સપનાની ખીચડી થઈ જતી હોય છે અને માટે તે ઢંગધડા વગરના લાગતા હોય છે. પણ તમે યાદ રાખીને વિશ્લેષણ કરો તો ક્યાંક એનો તાળો મળી પણ જાય, અને નાં મળે તો બહુ દુખી થવા જેવું નથી. સ્વપ્ન સરિતાના ઊંડાણ અતલ હોય છે. બસ ડૂબકાં મારો, રીલેક્સ થઈ જાવ અને સવારે તાજામાજા થઈને કામ કરવા નીકળી પડો.

2011 in review, સરવૈયું.

શ્રી દીપકભાઈ પ્રતિભાવ આપવામાં પ્રથમ રહ્યા, શ્રી અશોકભાઈ, શ્રી રશ્મીકાંત દેસાઈ અને ભાઈશ્રી દર્ષિત સૌથી વધુ કોમેન્ટ્સ આપનારા મિત્રો. તમામનો ખૂબ ખૂબ આભાર. બીજા  અનેક મિત્રોએ એમના બહુમૂલ્ય પ્રતિભાવો આપીને ખૂબ આભારી કર્યો છે. ફેસબુક્માથી વાંચકોનો અવિરત પ્રવાહ વહ્યે જાય છે. તમામ બ્લોગર તથા ફેસબુક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મારા વિચારો અને લખાણો પ્રત્યે સહમતી અને અસહમતી દર્શાવનારા મિત્રોનો પરમ સ્નેહ એમના પ્રતિભાવોમાં છલકાય છે તે હું જોઈ શકું છું. મિત્રોનો સ્નેહ એજ મારી મૂડી છે.એ બદલ તમામ મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર.  Madison Square Garden before NY Ranger game on...
Image via Wikipedia

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

Madison Square Garden can seat 20,000 people for a concert. This blog was viewed about 66,000 times in 2011. If it were a concert at Madison Square Garden, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

સ્વપ્ન સરિતા-૧ ( Hard Truths About Human Nature)

Rapid Eye Movement (album)
Image via Wikipedia

સ્વપ્ન સરિતા-૧ ( Hard Truths About Human Nature)

     વર્ષો પહેલા એક સંબંધી મારા ઘેર આવેલા. સવારે જાગીને કહે,
‘મારું હાળું કઈ ચરીતર જેવું રાતે થયેલું. જાણે કોઈ છાતી પર ચડી બેસેલું. હાલવા જ ના દે.’
‘ અમારા ઘરમાં તો આવું કશું થવું નાં જોઈએ, અહીં તો રોજ ગાયત્રી મંત્રના જાપ થાય છે, કોઈ  ખરાબ સપનું આવ્યું હશે.’  માતુશ્રીએ જવાબ આપેલો.
  પિતાશ્રી રોજ ગાયત્રી મંત્ર સવારે જાગીને કરતા. પેલાં સંબંધીનાં મનમાં કોઈ ભૂત જેવું હશે ઘરમાં. માટે મધરે ખુલાસો કર્યોકે અમને તો કોઈ દિવસ આવો અનુભવ થતો નથી.
     ઘણીવાર એવું બનતું હોય છે કે અચાનક ઊંડી ઊંઘમાંથી જાગી જઈએ, પણ હલન ચલન કરી ના શકીએ, બોલી પણ ના શકીએ. જોઈએ શકીએ, ખ્યાલ પણ આવે કે રૂમમાં શું થાય છે, પણ હલનચલન બંધ થઈ જાય. એટલે એવું થાય કે કોઈ ભૂત છાતી ઉપર ચડી બેઠું છે. ઘણા મિત્રોને આવો અનુભવ કદાચ થયો પણ હશે. મને પણ કોઈવાર બીમાર હોઉં કે થાક લાગ્યો હોય ત્યારે આવો અનુભવ થયેલ છે. હું કોઈ અભ્યાસ કે સમજણ  વગર મન મનાવતો કે મારું બ્રેઈન જલદી જાગી ગયું છે પણ શરીર હજુ જાગ્યું નહિ હોય. તે સમયે આવી થિયરી મનોમન ઘડી કાઢતો. પણ ભૂતની કલ્પના કદી મને આવતી નહિ.  જોકે આવું ભાગ્યેજ બનતું.
   આવી ભયજનક ડરામણી સ્થિતિને  isolated sleep paralysis (ISP) કહેવામાં આવે છે. આને એવું કહી શકાય કે જાગી ગયા પછી હાલી શકાતું નથી કે બોલી શકાતું અને રૂમમાં કોઈની હાજરી છે ખાસ તો છાતી ઉપર કોઈ ચડી બેઠું છે. આ અનુભવ ડરામણો  હોય છે. ૫૮% લોકોને જિંદગીમાં એકવાર આવો અનુભવ થતો હોય છે. બાકીના લોકોમાં અનેક વાર આવો અનુભવ થતો હોય છે. જે લોકો narcolepsy વડે પીડાતા હોય તેમને આવો અનુભવ સહજ વારંવાર થતો હોય છે. ઊંઘના  ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે ઉપર મુજબનો અનુભવ થતો હોય છે. Emotional trauma અને psychiatric હિસ્ટ્રી ધરાવતા લોકોમાં આ ભયજનક અનુભવ સામાન્ય હોય છે.  ખેમમાં આપણે સપના જોતા હોઈએ છીએ. રાત્રે ઘણીવાર ભયજનક ડરામણા સપના પણ આવતા હોય છે. જે લોકોને આવા ડરામણા ભયાનક સપના વારંવાર આવતા હોય તેઓ  ISP ની  ફરિયાદ કરતા હોય છે. જોકે એમને આવી ખબર હોતી નથી, તે લોકો તો ભૂતની કલ્પના જ કરી લેતા હોય છે.

    એક સ્ટડી પ્રમાણે જાપાનમાં ૯૦,૦૦૦ પુરુષો ISP થી પીડાતા નોંધાયા છે. સ્લિપ પેરાલીસીસ  પ્રાચીન સમયમાં સુપર નેચરલ ફોર્સ જેવા કે દૈત્ય કે ભૂતના નામે સમજાયેલા છે. સન ૧૬૬૪મા ડચ ફિજીશીયને (Isbrand Van Diemerbroeck ) આવા ISP

થી પીડાતા કેસ ભેગાં કરીને પબ્લીશ કરેલા. આમાં ઊંઘતા વ્યક્તિને કોઈ અજાણ્યા  વ્યક્તિની હાજરી રૂમમાં હોય તેવું લાગતું હોય છે. મોટા ભાગે તે પુરુષ હોય છે, અથવા કોઈ એવું ક્રિયેચર જેની કોઈ જાતી હોય નહિ. લગભગ ગુજરાતીમાં કહીએ તો ભૂત, ચુડેલ કે પલિત. એને હટાવવા ખૂબ સ્ટ્રગલ કરતા હોય છે, ક્યારેક જીત મેળવી લેતા હોય છે. ઘણા એવું પણ માનતા હોય છે કે એમના શરીરનો કબજો કોઈ એલિયન એટલે પરગ્રહવાસીએ લઈ લીધો છે.

    ISP નું મૂળ કારણ સાદી ભાષામાં કહીએ તો REM નું અકાળે અવસાન. પણ એમાં કોઈની હાજરી કે ભૂત ચડી બેઠું છે એવો ભાસ કેમ થતો હશે? મધર નેચરે ઓટોમેટીક પ્રીડેટર ડીટેકટર આપણી અંદર મૂકેલું છે. ઊંઘમાં કે ઘેનમાં આપણે અસહાય હોઈએ છીએ, તેવા સમયે કોઈ પ્રીડેટર હુમલો કરી શકે છે.  ISP અર્ધજાગ્રત અવસ્થામાં હુમલાખોરથી એક ચેતવણી સમાન રિસ્પોન્સનું પ્રતિબિંબ છે.  એટલે હુમલો કરનાર કોઈ બીજું જોઈએ તો ખરુંને? એટલે આપણે ધારી લઈએ છીએ કે કોઈ છે. ઊંઘની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ દરમ્યાન ઓચિંતો ચેતવણી એલાર્મ વાગી જાય ત્યારે ISP અનુભવ થતો હોય છે. આપણે ઓચિંતાં એલાર્મ વડે જાગી જઈએ છીએ પણ શરીરને જાગતા થોડી વાર લગતી હોય છે. એટલે ગભરાયા વગર થોડી રાહ જોવા સિવાય બાજુ શું કરી શકો?
   અમારા એક સંબંધી રજાના દિવસે  બપોરની સુંદર મજાની ઊંઘ ખેંચીને કશું ખરીદવા કાર લઈને નીકળ્યા અને રસ્તામાં ફરી થોડીવાર માટે ઊંઘી ગયા. પરિણામમાં વિદ્યુત સ્તંભ જોડે મિલન થઈ ગયું. તેવામાં ડેનવર, મેડિકલ કૉલેજમાં ન્યુરોસાયન્સ વિભાગમાં પ્રોફેસર અને એપીલેપ્સી પર રિસર્ચ કરતા મારા ભત્રીજા આવેલા, તેઓ સાથે આ સ્તંભ મિલન વિષે ચર્ચા કરતા નાર્કોલેપ્સી શબ્દ પહેલી વાર મેં સંભાળ્યો હતો. એમણે શંકા વ્યક્ત કરેલી કે સરસ ઊંઘ ખેંચ્યા પછી કાર ચલાવતા ઊંઘી જવાય તો નાર્કોલેપ્સીના દર્દી હોઈ શકે, કોઈ સારા ડાક્ટરની સલાહ લેવા જેવી. નાર્કોલેપ્સીના દર્દીઓ સીધા REM  પ્રવેશ કરી લેતા હોય છે. આવા દર્દીઓએ કાર ચલાવવી બને ત્યાં સુધી ટાળવી જોઈએ. રેમ અવસ્થામાં આપણાં સ્નાયુઓ સાવ શીથીલ થઈ જતા હોય છે. બાકી આમ તો ઉજાગરો હોય તો ઘણા બધા કાર ચલાવતા એક ક્ષણ માટે ઝોકું ખાઈ લેતા હોય છે. મને એકવાર બાઈક ઉપર આવો અનુભવ થયેલ. એક લગ્નમાં જંબુસર ગયેલો, આખી રાતનો ઉજાગરો હતો ને સવારે બરોડા આવવા નીકળી પડેલો. પાછળ એક સંબંધી બેઠેલા હતા. રસ્તામાં મને ફિલ થયુકે ક્ષણ માટે ઊંઘી ગયો લાગુ છું. એક ટી સ્ટૉલ આગળ બાઈક ઊભી રાખી કડક કોફી પીધી અને બાઈક પેલાં ભાઈને ચલાવવા આપી દીધી હતી. બસ પછી બરોડા આવતા સુધી એમની પાછળ ઝોકા ખાધે રાખેલા.