પ્રેમના પુષ્પો એક રસાયણિક સંયોજન. (Hard Truths About Human Nature ).

પ્રેમની જૈવિક પરિભાષા જોઈશું?
પ્રેમ સ્પષ્ટ રૂપે સેક્સ સાથે જોડાયેલો હોય છે, હેપીનેસ સાથે પણ જોડાયેલો હોય છે. સાથે સાથે પ્રેમ સ્ટૅટ્સ સાથે પણ જોડાયેલો હોય છે, આ માનવામાં આવે નહિ, અને કોઈનો એવો હેતુ પણ દેખીતી રીતે હોતો નથી. કિન્તુ પરંતુ ટિપિકલી જે વ્યક્તિ સ્ટૅટ્સ વધારવામાં મદદકર્તા હોય તેના પ્રેમમાં લોકો પડતા હોય છે. સ્ટૅટ્સ વિષે અગાઉના લેખોમાં ઘણું બધું કહેવાયું છે અહી પુનરાવર્તન કરતો નથી. હાઈ-સ્ટૅટ્સ ધરાવતી વ્યક્તિ કોઈ લો સ્ટૅટ્સ ધરાવતી વ્યક્તિના પ્રેમમાં પડે ત્યારે આ રૉમૅન્સ તેના ફેમિલીના આધિપત્ય સામે બળવો કરીને પોતાનું આગવું સ્ટૅટ્સ અને આધિપત્ય ઉભું કરતો હોય છે.પ્રેમ એક મોટો હૅપી કેમિકલ્સનો ડૉસ માત્ર છે. એક મોટો ન્યુરો કેમિકલ્સનો ફુવારો છે જે જિનેટિક સર્વાઈવલનાં હેતુ માટે મૅમલ બ્રેને આપેલો રિસ્પૉન્સ છે. જિનેટિક સર્વાવલનાં હેતુ માટે જે વ્યક્તિ મદદકર્તા લાગે, અર્થપૂર્ણ લાગે તેના પ્રેમમાં પડી જવું સહજ છે. આમ ન્યુરો કેમિકલ્સ દ્વારા બ્રેન બહુ મોટું મૂડી રોકાણ કરતુ હોય છે જે જિનેટિકલી સર્વાઇવ થવામાં મદદ કરે.પ્રેમ એ કોઈ એક હૅપી કેમિકલ નથી, અનેક હેપી કેમિકલ્સનું કૉકટેલ છે. પ્રેમ એ બ્રેનની સમૃદ્ધ બક્ષિશ છે, એના માટે જે પણ કઈ કરો તે રીપ્રૉડક્ટિવ સફળતા તરફ દોરી જાય છે. Sex is the small part of the story. પ્રેમ એક સાથી શોધવા માટે તમને પ્રેરણા આપે છે જે તમારો વારસદાર મૂકી જવામાં મદદ કરે. વારસા માટે તમે જે વિચારતા હોવ તેના પ્રત્યે મૅમલ બ્રેન ધ્યાન કેન્દ્રિત કરતુ હોય છે, અને તે રીતે અનુકુળ સાથી શોધવાની તૈયારી કરતુ હોય છે. અને જયારે કોઈ સ્પેશલ દેખાઈ જાય તો મૅમલ બ્રેનને એમાં એક્સ્ટ્રા લાર્જ boost વારસદાર માટે દેખાય છે અને એક એક્સ્ટ્રા લાર્જ હૅપી કેમિકલ્સનો ડોસ આપતું હોય છે. Love is an extra-large link between status and happiness.
પ્રેમ ક્યાંક છે સિરોટોનિન આધિપત્ય. તો વળી ક્યાંક છે મંજિલ પામવા જોઈતો વધારાની શક્તિનો ડોપમીન સ્ત્રોત. એમાં ભળે છે અટલ વિશ્વાસનું ઑક્સિટોસિન. તો વળી એમાં સામેલ થાય છે ઇસ્ટ્રોજન આમંત્રણ, કેસરિયા !!! કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ રે !! અને એમાં ભળે છે ઍસ્ટ્રોજન આલાપ,
આજ જાને કી જીદ ના કરો,
યુ હી પહેલું મેં બૈઠે રહો,
આજ જાને કી જીદ ના કરો.
હાય મર જાયેંગે,
હમ તો લુટ જાયેંગે ઐસી બાતે કિયાના કરો,
આજ જાને કી જીદ ના કરો.
અંતે બની જાય છે પોતાનું સત્વ રોપવાની ટૅસ્ટાસ્ટરોન મથામણ. પરિણામ સ્વરૂપ ગોદમાં રમે છે સુંદર સંતાનો, પ્રેમની નૌકામાં સહજીવનની મધુર યાત્રા શરુ થઇ ચૂકી છે.