પ્યારા મિત્રો.
પાંચ ડિસેમ્બરે ગુજરાતી બ્લોગ જગતમાં બે વર્ષ પુરા થયા. યાત્રા સુખદ રહી.વાચકોની સંખ્યા ગયા વર્ષ કરતા જેટ સ્પીડે વધી અને પ્રતિભાવોની સંખ્યા બરોબર રહી. ખાસ તો ફેસબુકનો એમાં મહત્વનો ફાળો રહ્યો. ફેસબુક મિત્રો ત્યાં જ પ્રતિભાવ આપી દેતા હોય છે. આ વર્ષે નવા વિષય ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે વધુ લખ્યું. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જાણવાનું, વાંચવાનું, એનો અભ્યાસ કરવાનું, મનન કરવાનું, ભારતીય સંસ્કૃતિ સાથે ભારતીય સમાજ વ્યવસ્થા સાથે એનો તાલ મીલાવવાનો અને પછી લખવાનું તે પણ સરળ શબ્દોમાં ખૂબ અઘરું પડતું હતું. ઘણીવાર તો એક જ વિષય ઉપર જુદા જુદા મનોવૈજ્ઞાનિક લેખકોના પંદર વીસ કે પચીસ લેખો વાંચીને એકાદ લેખ મૂક્યો હશે.
“દિવસે નિંદ્રા રાત્રે કામ,
ક્યારે ભજવા બ્લોગ રામ.”
આજની સાથે ૨૭૦ પોસ્ટ અને લાખ કરતા વધુ હીટ(મુલાકાતી) મેળવીને સેરેટોનીન અને ડોપામાઈન જેવા હેપી કેમિકલ્સનો સારો એવો ડોઝ મળી ચૂક્યો છે, સાથે બ્લોગર મિત્રો, ફેસબુક મિત્રો તથા જાણ્યા અજાણ્યા અનેક વાચક મિત્રોનો સહકાર અને મારામાં મુકેલા વિશ્વાસે ઓકસીટોસીન જેવા હેપી રસાયણનો ખૂબ મોટો ડોઝ પણ મેળવી ચૂક્યો છું.
જાણે અજાણ્યે કોઈની લાગણી દુભવી હોય તો ક્ષમા આપશો. સર્વે વાચક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
