અખાથી ઓશો સુધી,નસ્તરની પીડા.

Osho HDPlayer

Image by niyam bhushan via Flickr

 અખાથી ઓશો સુધી,નસ્તરની પીડા.
     અખાથી ઓશો સુધી ઘણા બધા એ ધાર્મિક ભ્રષ્ટાચાર અને પાખંડની ખૂબ ભર્ત્સના કરી છે. ધાર્મિક પાખંડ વિરુદ્ધ બોલ્યા તો ખલાસ. જાતજાતના બહાના એને રોકવાના થવાના. કે બૌદ્ધિક લોકોને કોઈ વિષય જડતો નથી, કે નેગેટિવ જ બધું દેખાય છે, કે પોજીટીવ અને સારું છે ધર્મોમાં તે દેખાતું નથી, કે લોકોને વારંવાર આવી હીન વસ્તુઓ બતાવી બતાવી વધારે હીન બનાવો છો, કે હીનતાની ગ્રંથી કાયમ બંધાઈ જાય, વગેરે વગેરે.
   આ દેશમાં બીમારને બીમાર ના  કહેવાય, બીમારી વધી જાય. એક પહેલાવાનજી હતા. પગમાં કશું વાગ્યું હશે, ધ્યાન નહિ આપ્યું હોય, ગેન્ગ્રીન થઈ ગયેલું. કોઈએ કહ્યું કે આ પાકેલું મટતું નથી જરા કોઈ ડૉક્ટરને બતાવો.તો કહે તમને નેગેટિવ જ સૂજે છે. જુઓ મારા બાઈસેપ્સ કેટલા મજબૂત છે. કોઈ મિત્રે કહ્યું કે તમે મજબૂત છો પણ શક્ય હોય કે વારસાગત મધુપ્રમેહ થયો હોઈ શકે કે પાકેલું મટતું નથી.જરા તપાસ કરવો. તો કહે જરા પોજીટીવ વિચારો મારું હાર્ટ જુઓ કેટલું મજબૂત છે કોઈ કોલેસ્ટેરોલ જરા પણ નથી. ચેસ્ટ જુઓ, સોલ્ડર જુઓ, જે ખરાબ છે તે જ તમને દેખાય છે. સારું કેમ દેખાતું નથી? છેવટે કાયમ પોજીટીવ અને સારી વસ્તુઓ જોવાવાળા પહેલાવાનજી એમની બીમારી જોઈ શક્યા નહિ, બીમારીને બીમારી માની શક્યા નહિ અને ગેન્ગ્રીન વધી ગયું, પગ કપાવવો પડ્યો અને લંગડા થઈ ગયા.
     ભારતને એની બીમારીઓ બતાવવાની કોશિશ ઘણા બધાએ કરી પણ એને અવગણીને ભારત લંગડું બની ગયું. દેશ આઠસો,નવસો વર્ષ ગુલામ રહ્યો, પણ હજુએ આંખો ખૂલતી નથી, કે બીમારીનું કારણ જડતું નથી, કે બીમારીને બીમારી સમજતા નથી, કે બીમારીને જોવા માટે દ્રષ્ટિ નથી, કે સમજ્યા છતાં શાહમૃગ વૃત્તિ કેળવી છે? આજ માનસિકતાએ હમણાં સુધી કોઈ બીમાર માણસને ડોક્ટર્સ એનો ગંભીર રોગ હોય તો કહેતા નહિ,સગા સંબંધીઓ પણ કહેતા નહિ. દર્દીના કોઈ સગાને જરા ‘બાહર આઇએ કુછ  બાત કરની હૈ’ એવા સંવાદો અને દ્રશ્યો આજે પણ ફિલ્મો અને ટીવી સીરીયલ્સમાં  દેખાય છે.બીમારને ખબર હોવી જોઈએ કે શું રોગ એને થયો છે.ક્યાં સુધી સત્યથી આંખમિચોલી ખેલવાની?
       અખાએ પાખંડની ખૂબ ઝાટકણી કાઢેલી. દયાનંદ સરસ્વતીએ અનેક સંપ્રદાયો સાથે  સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયોના પાખંડ ખુલ્લા પાડેલા, એમાં એમનો જીવ ગયો. ઓશો જરાપણ શરમ કે શેહ રાખ્યા વગર કોઈને છોડતા નહિ. શું આ બધા હીનતાની ગ્રંથી વધારવાનું કામ કરતા હતા? કાયમ સારપની વાતો કરી કરીને લોકો સારા બની જાય છે? એવી વાતો અને ઉપદેશ તો કાયમ સંતો સાધુઓ, કથાકારો કાયમ કરતા જ આવ્યા છે ને? શું ભારત સદાચારી બની ગયું છે? સૌથી ભ્રષ્ટ પ્રજાનો ઓસ્કાર એવૉર્ડ કેમ મળી ગયો? સાધુ સંતોની અઢળક મહેનત છતાં? મજબૂત છું,મજબૂત છું એવું વિચારવા માત્રથી શું મજબૂત બની જવાય ખરું? કે ડમ્બેલ્સ હાથમાં લેવા પડે કે નહિ? તમે સિંહ છો, સિંહ છો એવું કહેવા માત્રથી શું સિંહ બની જવાય? સિંહ જેવા હોત તો ભારતની વસ્તી આટલી બધી હોત ખરી? સિંહોનાં ટોળા હોય ખરા? પણ આપણે ઘેટાં છીએ તેવું કબૂલવા મન થતું નથી.
     ઓશોને મેં ખૂબ વાંચ્યા અને સાંભળ્યા છે, પણ તેઓ આત્મા,પરમાત્મા અને પુનર્જન્મ વેગેરેમાં માનતા હતા, હું માની શકતો નથી. સમયે સમયે પાખંડ અને ધાર્મિક ભ્રષ્ટાચારને વખોડતા જ રહેવું પડતું હોય છે. એમાં રિપીટેશન પણ થયા કરતું હોય છે. નવા લોકો દર વર્ષે જન્મતા હોય છે મોટા થતા જતા હોય છે. બીમારીઓ જણાવતા રહેવું પડતું હોય છે. અખો, દયાનંદ, ઓશો, સચ્ચિદાનંદ જેવા સંતો, સુબોધ શાહ, રમણ પાઠક, વલ્લભ ઈટાલીયા, રશ્મીકાંત દેસાઈ, મુરજી ગડા, દિનેશ પંચાલ, દીપક ધોળકિયા જેવા અનેક નામી અનામી મહાનુભાવ  સમયાન્તરે પાખંડને વખોડતા રહેતા જ હોય છે. બીમારીઓ પ્રત્યે દ્રષ્ટિ સૂચન કરતા જ રહેતા હોય છે. આ બધા કોઈ ભગવા કપડાધારી નથી હોતા. જોકે ભગવા કપડા પહેરીને કહેવામાં ભારતીય માનસિકતા મુજબ અસર વધુ પડે, પણ તેવી કાયમ જરૂર હોય નહિ. અને બધા કોઈ મહાન ડિગ્રીધારી હોય તેવું પણ જરૂરી નથી. તેમ બધા નાસ્તિક હોય તેવું પણ જરૂરી નથી. જરૂર છે નવા દ્રષ્ટિકોણની. ઓશો ફિલોસોફીના પ્રોફેસર હતા, પણ મનોવિજ્ઞાન વિશેનું એમનું જ્ઞાન અદ્ભુત હતું. આજના ન્યુરોલોજીસ્ટ અને સાયકોલોજીસ્ટ માટે પ્રિય એવા બુદ્ધ કઈ કૉલેજમાં ભણવા ગયેલા? બીલ ગેટ્સ, ફેસબુકના ઝુકેન્બર્ગ કૉલેજ અધુરી છોડી દીધેલા જીનીયસ છે. એપલ, આઈપોડ, આઈફોન, આઈપેડ નામ કોણે નહિ સાંભળ્યા હોય? એપલ કંપનીના માલિક ૫૬ વર્ષના વિઝનરી જીનીયસ સ્ટીવ જોબ,પેન્ક્રિયાટીક કેન્સરના કારણે મૃત્યુ પામ્યા તેઓ પણ કૉલેજ અધુરી છોડી દેનારા મહાનુભાવ હતા. જ્ઞાનની ભૂખ  કોઈ કૉલેજની ડિગ્રીમાં સીમિત બંધાઈને રહેતી નથી હોતી.
    મૂળ વાત એ છે કે ગૂમડા  ઉપર નસ્તર મૂકવાથી પીડા થાય છે. બીજી વાત એ છે કે આપણી બીમારીઓ લોકો જાણી જાય અને નીચું પડી જાય છે. જાતજાતની મહાનતાના ગૂમડા આપણે પાળીને મોટા કરી રાખ્યા છે તે એક ગૂમડું છે તેવું માનવા મન કબૂલ કરતું નથી. હમણાં એક મિત્રે દશેરા નિમિત્તે આવું મહાનતાનું બણગું ફૂંક્યું કે આ એક જ દેશ એવો છે કે જે શસ્ત્રોની પૂજા કરે છે. અને પોતાના સ્વાર્થ ખાતર બીજા કોઈ ઉપર એનો ઉપયોગ કર્યો નથી. લોકોએ વાહ વાહ કરી નાખી. વિચારશીલ મિત્રોએ પણ વાહ વાહ કરી. આપણે ફક્ત એક સ્ટેપ આગળ વિચારતા નથી, સીધી વાહ વાહ? મેં પ્રતિભાવ આપ્યો કે શસ્ત્રોની પૂજા કરનારો દેશ ૯૦૦ વર્ષ ગુલામ કેમ રહ્યો? સ્વબચાવ એ પણ પોતાનો સ્વાર્થ થયો માટે શસ્ત્રો નહિ વાપર્યા હોય કે શું?
           આ ગૂમડાઓને રોગ સમજવાની પ્રમાણિકતા આપણે ગુમાવી ચૂક્યા છીએ.
About these ads

30 thoughts on “અખાથી ઓશો સુધી,નસ્તરની પીડા.

  1. આ ગૂમડાઓને રોગ સમજવાની પ્રમાણિકતા આપણે ગુમાવી ચૂક્યા છીએ. – મુળ વાત.

  2. અદભૂત…!! ખુબ જામ્યુ…

    શસ્ત્રો માત્ર ની પુજા કર્યે થોડો વિજય પ્રાપ્ત થાય છે. હશે કદાચ ભારત એક માત્ર દેશ કે જે શસ્ત્રો ની ફ઼ક્ત પૂજા જ કરે છે. ઉપયોગ તો……… ખી ખી ખી…..

    સ્ટીવ જોબ્સ ની વિદાય ખરેખર દુખદ છે…

    સરસ લેખ…
    અભિનંદન ,..

  3. શ્રી.સ્ટિવ જોબ્સને અંતઃકરણની શ્રદ્ધાંજલી.
    ” I have looked in the mirror every morning and asked myself: “If today were the last day of my life, would I want to do what I am about to do today?” And whenever the answer has been “No” for too many days in a row, I know I need to change something. …

    Your time is limited, so don’t waste it living someone else’s life. Don’t be trapped by dogma — which is living with the results of other people’s thinking. Don’t let the noise of others’ opinions drown out your own inner voice. And most important, have the courage to follow your heart and intuition. They somehow already know what you truly want to become. Everything else is secondary.

    Stay Hungry. Stay Foolish.” — Steve Jobs. ( http://wp.me/pKKId-S )

    સાવ સાચી વાત કરી બાપુ, અને પહેલવાનનો પ્રસંગ તો એકદમ ફીટ બેસે છે. દરેક વખતે ’પોજિટીવ’નો આગ્રહ યોગ્ય નથી, ખાસ કરીને HIV ટેસ્ટની વાત હોય ત્યારે ! અને ન તો દરેક વખતે ’નેગેટીવ’નો ! ખાસ કરીને કોઈનું ફોટો આલ્બમ જોવાનું હોય ત્યારે !

    અખો, દયાનંદ, ઓશો, સચ્ચિદાનંદ જેવા સંતો સાથે ભાગ્યે જ કોઈ માણસ સંપૂર્ણતાથી સહમત થઈ શક્યો હશે ! મારા અંદાજ પ્રમાણે તેઓ મધ્યમ માર્ગી રહ્યા છે. અખાના કોઈ કોઈ છપ્પા સાથે એક માણસ સહમત હશે તેને વળી તેમની ’અખેગીતા’ કે ’બ્રહ્મલીલા’ સાથે સહમત થવું મુશ્કેલ લાગશે. દયાનંદે પંથો અને સંપ્રદાયોનાં છોતરાં કાઢી નાખ્યા તેને યોગ્ય માનનાર કોઈ વળી તેમના દ્વારા થતી વેદ-વેદાંગની પ્રતિષ્ઠા સાથે સહમત ના એ હોય. ઓશો, સચ્ચિદાનંદ વગેરેના પ્રગતીશીલ વિચારો સાથે સહમત થનાર તેમનાં આધ્યાત્મિક વિચારો સાથે સહમત ના પણ બને. આથી ઊલ્ટું પણ એટલું જ સાચું. તેઓના બે વિચાર પણ ક્યારેક એકબીજાથી સામસામા જણાશે. કારણ તેઓ મધ્યમાં રહ્યા છે, અને આપણે મોટાભાગે એક છેડો પકડીએ છીએ, નેગેટીવ કે પોજિટીવ.

    હવે, ના કોઈ તત્વચિંતક, ના ધર્મઊપદેશક, એક સીધાસાદા સંશોધક કે કહો વેપારી માણસ એવા સ્ટિવ જોબ્સના પ્રવચનનો ઉપર લખેલો ફકરો ફરી વાંચો ! અને અંડરલાઈન કરો આ વાક્ય ’Don’t be trapped by dogma —’ માત્ર નેગેટીવ જોનારો કે પોજિટીવ જોનારો કોઈ એક છેડે ફસાઈ પડે છે, અને માટે જ મધ્યે રહેલા અખો, દયાનંદ, ઓશો, ….. કોઈને સંપૂર્ણતાથી (totality) સમજી શકાતા નથી. આજ રીતે ભારતવર્ષને પણ સંપૂર્ણતાથી સમજવું મુશ્કેલ છે ! આપે સાચું કહ્યું, અહીં ’બીમારને બીમાર ના કહેવાય,’ આંધળાને આંધળો ના કહેવાય (સૂરદાસ કહેવાય) અને ભજનની તોલે આવતું પણ આ એક તૂચ્છ ફિલ્મીગીત કહેવાય !

    ’થોડી હમમેં હુંશિયારી હૈ, થોડી હૈ નાદાની,
    થોડી હમમેં સચ્ચાઈ હૈ, થોડી બેઈમાની. — ફિર ભી દિલ હૈ ????’ YES !!! That`s the point !

  4. .
    .
    એક વાર એક જલપરી દરીયામાંથી બહાર કિનારે આવી, તેના માટે કિનારાની સ્રૂષ્ટી સાવ અજાણી હતી, તે કિનારે ફરતી હતી ત્યાં એક દારૂની દુકાન હતી અને ઘણા દારૂડીયા ત્યા દારૂ પી રહ્યા હતા, આ જલપરી ત્યાં જય ચડી, તેને જોય આ દારૂડીયાઓ તેમની ઠઠ્ઠા મશ્કરી કરી અને તેમની ઉપર થુકવાં લગ્યા. જલપરી માટે આ થૂંક સાવ નવીન હતું.. તે સાફ કરી દરિયામા ચલી ગઇ……….

    જ્યારે જ્યારે અખા થી લઇને ઓશો સુધીનાં આવા મહાન વ્યક્તિઓ આવ્યા ત્યારે આપણે થુંકવા સિવાય કાઇ કર્યું નથી.
    .
    .

  5. તમે સિંહ છો, સિંહ છો એવું કહેવા માત્રથી શું સિંહ બની જવાય? સિંહ જેવા હોત તો ભારતની વસ્તી આટલી બધી હોત ખરી? સિંહોનાં ટોળા હોય ખરા? પણ આપણે ઘેટાં છીએ તેવું કબૂલવા મન થતું નથી.

    મેં પ્રતિભાવ આપ્યો કે શસ્ત્રોની પૂજા કરનારો દેશ ૯૦૦ વર્ષ ગુલામ કેમ રહ્યો?

    જોરદાર તાળી ના પાડે તેમને તેમની સાસુ ના સોગંદ

    • શ્રી.તન્નાજી, આ તો માળું ધર્મસંકટ થયું !
      અરે ભ‘ઈ, જોરદાર તાળીઓ પાડવા જશે તો કાંડુ ખડી પડશે ! કાંડાઓમાં એટલુંએ કૌવત હોય તો તો પછી શસ્ત્રોને માત્ર પૂજવાને બદલે ઉપાડી જ ના લઈએ !! ૯૦૦ વર્ષ ગુલામ શાના રહ્યા હોત ?!

      • ભાઈ જે દેશો શસ્ત્રોની પૂજા કરતા નથી સીધો ઇસ્તેમાલ કરે છે, જુઓ પાકિસ્તાનમાં જઈને લાદેનને સ્વધામ પહોચાડી દીધોને?

  6. રાઓલ બાપુ, સરસ અને સાચું કીધું ખરાબ કોઈ ને ના દેખાય. મોર કળા કરે ત્યારે પાછળ થી નાગો દેખાય. આપડે સાચી હકીકત કહી ને સબુતો ને ફેક્ટ જણાવી ત્યારે આવા પાખંડી લોકો ;- તમને કઈ ખબર ના પડે, એ અઘરું છે , તારો ટપો ના પડે આમ , તમને ગમતમ ના પડે વગરે નું શાબ્દિક યુદ્ કરી ને નીચો ઉતારે અથવા તો ભાગી પણ જાય. પહેલવાન ની જેમ ફાંકા માં રહે ને પછી કાપવો જ પડે ને એમનો પગ!! “ જ્ઞાનની ભૂખ કોઈ કૉલેજની ડિગ્રીમાં સીમિત બંધાઈને રહેતી નથી હોતી.” :- ગમ્યું ઘણું ગમ્યું. ઓશો એ જે કઈ કર્યું એનો બવ અભ્યાસ નથી મારો પણ એની રીતે એ સાચા હતા એવું મારું માનવું છે. Jay ભાઈ એ ૮ મહિના પેલા લખ્યું હતું ને એ પાછુ લખવાનું મન થયું કે analysed criticsm ને biased criticsm વચ્ચે ફેર હોય છે. ને એ વાત અહિયા લાગુ પડે છે. ટેગ કરવા બદલ અભાર

  7. dear brother,
    Your time is limited, so don’t waste it living someone else’s life. Don’t be trapped by dogma — which is living with the results of other people’s thinking. Don’t let the noise of others’ opinions drown out your own inner voice. And most important, have the courage to follow your heart and intuition. – steve jobs.
    Very well said. Majority of Indian people are blind followers. A wise man must take out the cream out of the milk, honey out of the flower. and above all listen to his inner voice. but the tragedy is “the inner voice is blinded by dogmas and customs dished out at them by millions of “babas.” Therefore your non sugar coated tablets do taste bitter but they are good for the health of the society.
    thank you.

  8. છેવટે કાયમ પોજીટીવ અને સારી વસ્તુઓ જોવાવાળા પહેલાવાનજી એમની બીમારી જોઈ શક્યા નહિ, બીમારીને બીમારી માની શક્યા નહિ અને ગેન્ગ્રીન વધી ગયું, પગ કપાવવો પડ્યો અને લંગડા થઈ ગયા.

    આ જ હાલત આખા દેશની છે. ગેન્ગ્રીન આખા શરીરમાં ફેલાઈ ગયું છે.

  9. Dear Bhupendrasinhji,
    Again a most spledid article, very well written and argued, but all these sheeps around us would like to pay any attention or care? They are all deep into their own world of blindfaith without independent thinking process and following their ‘bapus’, ‘maharajs’ and so called ‘gurus’ in the hope of attaining an all elusive ‘Moksha’. From Mahavir swami and Lord Buddha till Akho, Swami Dayanand and modern day Osho and people like you and others have been telling for them to wake up and do some independent thinking without following somebody blindly, but all this falls on the deaf ears. In my experience I have noticed that the so called ‘educated’ and rich people believe in these humbugs more devoutly and forcefully, that is why all these bapus and maharaj and mullas and preachers are thriving all over the world.
    Anyhow a timely thoughtful article and many accolades for that to you.
    Dineshbhai

  10. ભુપેન્દ્ર્સિંહજી અજ્ઞાન ના અંધકાર ને દુર કરતો “અખાથી ઓશો સુધી,નસ્તરની પીડા” સરસ લેખ છે.

    ૮૦૦ – ૯૦૦ વર્ષો ની ગુલામી ના તો અનેક કારણો આપ ના અગાઉ ના અનેક લેખો માં આપે રજુ કરેલા છે.

    ૬૦+ વર્ષો ની આઝાદી માં ભારતે અનેક ક્ષેત્રો માં પ્રગતી પણ કરેલ છે. ખાસ તો આર્થિક ક્ષેત્રે.

    મારા અનુમાને આર્થિક પ્રગતી અજ્ઞાન ના અંધકાર ને મોટા પ્રમાણે દુર પણ કરે છે.

    • ભાઈ આર્થિક પ્રગતિ ચોક્કસ થઇ છે,પણ સાથે સાથે અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ અને ગુરુઓના અંધ અનુકરણ કરવામાં પણ ખૂબ પ્રગતિ થતી જાય છે તે દુખદ છે.

  11. ભાઈ ,એ ગુલામી વખતે આપણે હતા ? અને પહેલા સન્યાસી ની માફક આપ ઉતારીજ નથી શક્યા …હવે નુ વિચારો ને ..અમેરિકા ને ઉલ્લુ બનાવી ને બાંગ્લાદેશ સર્જનાર ને ભૂલી જસો…અણું ધડાકો કર્યો તે પ્રસંગ વાંચજો કે અમેરિકા ને કેવી રીતે અંધારામાં રાખ્યું……….બાપુ માત્ર તમે વિચારો છો એટલું જ જગત નથી……..

    • જાડેજાભાઈ
      બગલબચ્ચા જેવા પાકિસ્તાન ને હરાવ્યુ એમાં શું મોટી ધાડ મારી ? અણું ધડાકો શું છે ? એક તલવાર । ઓલ્યો કસાબડો દેશના માંથા પર નાચે છે અને હજી તલવારનો કાટ નથી ઉખડતો. ભુતકાળમા તલવારો નો ઉપયોગ ખાલી અંદરો અંદર કાપા કાપી માટે જ થયેલો. મુસ્લિમો અને અંગ્રેજો સામે કાંઈ નથી ચાલ્યુ. અભિમાન નવું કાંઈ કરવા ના દે ઈતિહાસ ની હકિકત નો સ્વિકાર જ નવુ કરવાની પ્રેરણા આપે.

  12. beautiful thoughts and writing Sir,but don’t concentrate on casteism like rajput or prajapati or chaudhary which is in your profile ,it is evil in society and if you do that it will set truly bad example for readers..

    Sorry if my compliment heart you….

  13. ઑશો(?), જેવો ઢોંગી, દંભી અને ડરપોક બાવો જવલ્લે જ જોવા મળે.

    સૌ પ્રથમ આ ભાઈ પોતાને આચાર્ય રજનીશ તરીકે ઓળખાવતા હતા. પછી એમને સ્ફુર્યું કે વચને કીંમ દરીદ્રતા. ઍતલે પોતાને ભગવાન તરીકે આરોપ્યા.

    પણ ભગવાન તો જુદા જુદા વેશમાં આવે. આ ભાઈ બહુશ્રુત તો હતા નહીં. પણ કશું નબળું પસંદ કરે તો કેમ ચાલે! એટલે પોતાને બુદ્ધિવાન બુદ્ધ ઠોકી બેસાડવા માટે ઑશો (બુદ્ધ) નામ રાખ્યું. પોતે પોતાનું નામ રાખ્યું … ગધેડાનું … (આગળ લખવા જેવું નથી.)

    હવે તમે કહેશો “ડરપોક” કેવી રીતે? અમેરિકન સરકાર તેમને જેલમાં પૂરે તે પહેલાં આ ભાઈએ અમેરિકામાંથી ગડગડતી મૂકેલી. જે મોઢે આ ભાઈએ અમેરિકાના બેફામ વખાણ કરેલા તે અમેરિકામાંથી હિજરત કર્યા પછી તેવા આ ભાઈએ અમેરિકાને ભરપેટ ગાળો દીધેલી. શિયાળ માટે દ્રાક્ષ ખાટી હતી.

    અને જો ગુરુ પોતે જ ડરપોક હોય તો તેમના ચમચાઓ પણ ડરપોક જ હોય. તેમના ચમચાઓમાં કોઈ એવો માઈનો પૂત નથી કે અમેરિકા તેમના ગુરુજીને શું સમજ્યા કે જેથી તેમના ગુરુજીએ ગડગડતી મૂકી, એ વિષે ફોડ પાડી શકે.

    દયાનંદ સરસ્વતીના પેંગડામાં આ રજનીશભાઈ અતિ નાના પડે. દયાનંદ સરસ્વતી સાથે આ ભાઈની સરખામણી એટલે વલ્લભભાઈ સાથે રાહલ ગાંધીની સરખામણી. કહેતાભી દિવાના ઔર સૂનતા ભી દિવાના.

  14. શ્રી ભુપેન્દ્રસિહભાઈ નમસ્કાર
    આપણે જાણીએ છીએ કે સિસ્ટિમ માણસને ઇન્સાન નહી પણ માનવ પ્રાણી તરિકે જ જુએ છે. નીતિ નિયમો એટલા માટે બનાવવામા આવ્યા કે આ ઢોર કંઇક સમજે અને ઇન્સાન જેમ વર્તે. રાજાઓએ નિયમોના પ્રચાર માટે જે માણસો રાખેલા એ પછી મૂનિઓ બની ગયા. પોતે પૂજનિય બની ગયા અને રાજાઓને પણ પૂજનિય બનાવી આપ્યા.
    હવે, ઢોર જેવી પ્રજાના મગજ મા સતત આ બધી વસ્તુઓ ઠસાવ્યા કરો તો પ્રજાને તો માનવુ રહ્યુ. અને એ વખતે ક્યાં લોકશાહી હતી કે કોઇ સામું થાય. બસ, માનસિક ગુલામી ચાલુ થઈ ગઈ. ભારતમા જ નહી પોત પોતાની રીતે આખી દુનિયામાં. નવા નવા ધર્મો, નવા નવા ભગવાનો, મહાત્માઓ. માણસનુ મગજ તો ઠીક એના આત્મા અને શરીર ના ડીએનએ મા પણ આ બધી વસ્તુ ઉતારી દિધા.
    છેલ્લા ૨૦૦ વરસ થી જ જનતા પાસે ખરૂ જ્ઞાન અવ્યું છે. જુના સહુ થી સારા અને સહુથીય પૂજનિય મુનિ કરતા આજના માણસમા વધુ અને સાચુ જ્ઞાન છે. એમના લખેલા ગ્રન્થો કરતા આજે વધુ સારા ગ્રન્થો લખી શકાય. પણ આ ગ્રન્થોને, જૂનૂ એટલુ સોનુ અને ઉપરથી પવિત્રતાનુ લેબલ આદમીના ડીએનએ માં જે ફીડ કરી દેવામા આવ્યા છે.
    પૂર્વજો એ આ બધુ કર્યુ એમની પાસે કોઇ વિકલ્પ નહોતો. ઢોર ને ઇન્સાન જેમ રહેવા માટે પરાણે આ રીતે કન્ટ્રોલ કર્યા જેથી ધરતી થોડી જીવવા લાયક બની. જનતા ને ખબર જ ન પડી કે એમને કંટ્રોલ કરવા માટે જ બધુ ભ્રામક જાળુ છળ પકટ થી એમની આજુબાજુ બનાવી દીધુ છે.
    પણ આ હકિકતો જાણવા વાળા, માનવા વાળા કેટલા ? બહુ ઓછા. જે જાણી ગયા છે એ છુપ છે. કેમ કે મેજોરિટી હજી ઢોર જેવા માણ્સોની જ છે.અને આવા તૂત હજી થોડા વરસો ચલાવવા પડે એમ છે. ધર્મિકતા નુ આવરણ જો અત્યરે ઉઠાવી લેવામા આવે તો સ્પ્રિન્ગ ની જેમ અમાનવતા ઉછળી જાય. પહેલા તો આને વિકલ્પ ગોતવો પડે. રાજકિય અને ન્યાય પ્રણાલી મજબૂત બનાવવી પડે.બધી જ પ્રજા ને શિક્ષિત કરવી પડે. પ્રજા પોતે જ અનુશાસનમા રહે એ રીતે કેળવી પડે.

    ભુપેન્દ્રસિહભાઈ , નીચે જે લિન્ક આપી છે ત્યાં હું હિન્દી મા લખું છું. તમારો લેખ મને સારો લાગ્યો છે. મારે હિન્દી માટે એ જોઈ એ છે એટલા માટે તમારી પરમીશન જોઇએ છે. તમારો જુસ્સો તમારો ગુસ્સો તમારા આપેલા દ્રશ્ટાંત, આ ભધુ હુ હિન્દી માં રુપાંતરણ કરવા માંગું છું.

    http://bharodiya.jagranjunction.com/

  15. ઓશો,દયાનંદ,સચ્ચીદાનંદ, વગેરે ને સમજવા માટે સમજણ શક્તિ જોઇએ જે આપણે વર્ષો પહેલા જ ગુમાવી ચૂક્યા છીએ.!

    કોઈપણ વિષય પ્રત્યે જડતાભરી માન્યતા રાખવાથી બુધ્ધીનો વિકાસ રુધાંય છે.

  16. Shri Raolsaab: Very nice and eye opening article, thank you for the same. Since you have asked to be active member of Kurukshetra, I most humbly submit my immature Ideas. Please forgive if they are not suitable. Your opinion matters most.

    વાત તો સાચી છે કે આપણો દેશ 800 વર્ષની ગુલામી ભોગવી ચુક્યો છે, અને એ જગ્યાએ પહોંચી ચુક્યો છે જ્યાં આઝાદી નું મહત્વ જ ભૂલી ગયો છે. 100 વર્ષ ઉપરની આઝાદી માટેની લડાઈમાં પણ દેશવાસીઓ પોતાને જોડી શક્યા નથી. જાણે કે આઝાદી અને ગુલામી ની સરખામણી કરવાની વિચારશક્તિ ગુમાવી ચુક્યા છે. પરંપરાગત શસ્ત્ર પૂજા કે વાહન પૂજા કરતા હશે પણ શસ્ત્ર અને વાહન નું મહત્વ વાતો સિવાય નથી રહ્યું. અખા ભગતે કહ્યું એમ કથા સુણી સુણી ફૂટ્યા કાન તો એ ન આવ્યું બ્રહ્મજ્ઞાન, આ પંક્તિઓ એકદમ લાગુ પડે છે. ધર્મ કથાઓમાં તો ઘણું કહેલું છે તેનો ઉદ્દેશ્ય ન જોતા પોતાની રીતે કરેલા, માનેલા અર્થો પ્રમાણે નું વર્તન એની સાક્ષી પૂરે છે. દા.ત. વિધવા વિવાહ– કહે છે કે ધર્મ માં વિધવા વિવાહ નો પ્રતિબંધ છે, અને શ્રીકૃષ્ણે મહાભારત ના યુદ્ધ પછી 16000 સ્ત્રીઓ જેના પતિ યુદ્ધમાં ખપી ગયા હતા એવી નારીઓ સાથે લગ્ન કર્યાં હતા, તો શું ભગવાન શ્રીકૃષ્ણ નું કાર્ય ધર્મ થી વિરુદ્ધ હતું? એક પ્રશ્ન છે છતાં એવો કોઈ વિચાર કરતુ નથી અને કરવા માંગતું નથી. પરંતુ એ જ વિધવાને સતી તરીકે પતિ સાથ ચિતા પર ચઢી જવા ઉશ્કેરે છે એટલું જ નહિ ચઢાવી દે છે,અને એ માટે રાની પદ્મિની નો દાખલો આપવામાં આવે છે. રાની પદ્મિનીએ એક યુદ્ધના ભાગ રૂપે અને સામાવાળાને જીતનો કોઈ ફાયદો ન થાય એ સ્થિતિ પેદા કરવા જાતે શહીદી વહોરી લીધી હતી એનો વિચાર કોઈ તૈયાર નથી.

    વિચાર કરવાની અશક્તિ તો એ હદે પહોચી છે કે આજના જમાનામાં પણ જયારે દેશ એક economic powerhouse બનવા જઈ રહ્યો છે ત્યારે પણ અક્કલ ચલાવ્યા વગર જ અનુકરણ દરેક ક્ષેત્રે થઇ રહ્યું છે અને સ્થાપિત પરંપરા ને વિચાર વગર તોડવામાં આવે છે। દાખલા આવા બેસીએ તો કેટલું કહો? દરેક ક્ષેત્રમાં /બાબતમાં અનુકરણ તે પણ આંધળું અનુકરણ એ પણ વિચાર શૂન્યતા નું પ્રતિક છે.

    આપના લેખમાં જે આપે બતાવ્યું છે તે ઉપરાંત આ વાત પણ ઉમેરવા જેવી લાગે તો ઉપયોગ માં લેવા વિનંતી છે.

  17. શ્રી રાઓલ બાપુ,

    ૧૦૦% સહમત , મને હજુ સુધી એ સમજાયુ નહી કે રજનીશ નુ નામ સાંભળતાજ લોકો વિરોધ કેમ કરે છે. એમના વિચારો થી ખુબજ પ્રભાવીત છુ અને એમનો શિષ્ય પણ સ્વીકારુ છુ. ખુબજ સુંદર લેખ. વિનંતી સાથે આપ ઓશો અને દયાનંદ ઉપર હજુ થૉડુ લખો . આપનો ખુબ ખુબ આભાર .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s