કુરુક્ષેત્ર

Start Thinking

ક્રિમિનલ માઈન્ડ (સ્ત્રીઓ ઓછી પુરુષો વધારે).(Hard Truths About Human Nature)

c. 1570

Image via Wikipedia

ક્રિમિનલ માઈન્ડ (સ્ત્રીઓ ઓછી પુરુષો વધારે).(Hard Truths About Human Nature)
મર્ડર,રેપ,લૂંટ,ચોરી, સખત માર મારવો,કીડનેપીંગ  આવા ઘણા બધા ગુનાઓ વિષે આપણે રોજ છાપાંમાં,ટીવીમાં જોઈએ છીએ,વાંચીએ છીએ.પણ આ બધામાં મોટાભાગે પુરુષો વધારે ભાગ ભજવતા માલૂમ પડે છે,સ્ત્રીઓ નહિ.મતલબ ગુનેગાર મનવાળા પુરુષો વધુ હોય છે,સ્ત્રીઓ બહુ ઓછી.મતલબ ક્રાઇમ પુરુષો વધુ કરતા હોય છે સ્ત્રીઓ નહિ.વિશ્વના કોઈ પણ દેશમાં જુઓ સ્ત્રી ગુનેગારો ઓછા જોવા મળશે.ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું વિચારે છે તે જોઈએ.
    જીવવા માટે હવા, પાણી  અને ખોરાક આપણી મૂળભૂત જરૂરિયાત છે.એવી રીતે આપણી પાછળ એક કોપી મૂકતા જવું તે આપણાં જિન્સમાં સમાયેલું છે.જો આવું કુદરત જિન્સમાં મૂકે નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ.એક તો કુદરતી મોત આવે નહિ ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં જીવતા રહેવું તે પણ જિન્સમાં સમાયેલું છે.આપણી પ્રતિકૃતિ,એક કોપી ઓછામાં ઓછી પાછળ મૂકતા જવું તે પણ મર્યા પછી જીવતા રહેવાનો એક ઉપાય માત્ર છે.આપણાં સંતાનો દ્વારા આપણે જીવતા હોઈએ છીએ.આપણાં Y અને X આવી રીતે જીવતા હોય છે.એ હિસાબે આપણે અમર કહેવાઈએ.અને આની માટે કુદરતે સેક્સની રચના કરી. બસ આ કોપી પાછળ મૂકતા જવામાં જે કઈ ઉપાય કરવા પડે તે કરવા તે ઉત્ક્રાંતિનો ક્રમ છે.અહી કોઈ મોરાલીટી આડે આવે નહિ.કુદરતના કાનૂનમાં કોઈ મોરાલીટી છે નહિ.
      સ્ત્રીનો સ્વભાવ છે કે પુષ્કળ રીસોર્સીસ હોય તેવા પુરુષને પસંદ કરવો.લગ્નવ્યવસ્થા હમણાં આવી છે,માટે એને થોડીવાર માટે ભૂલી જાઓ.લાખો વર્ષ માનવ ઉત્ક્રાંતિ લગ્ન વ્યવસ્થા વગર ચાલે જ રાખી છે.સ્ત્રી એક તો મજબૂત જિન્સ ધરાવતો પુરુષ પસંદ કરે,અને બીજું વિપુલ સંપદા જેની પાસે હોય તેને પસંદ કરે જેથી સંતાનોમાં ટ્રાન્સ્ફર કરેલા જિન્સને જિવાડવામાં કોઈ તકલીફ ના પડે.મતલબ સંતાનો જીવતા રહેવા જોઈએ નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ.એના માટે એની પહેલી પસંદ જે પુરુષ પાસે પુષ્કળ રીસોર્સીસ હોય તે હોય છે.મોટા ભાગે જે મજબૂત હોય તેની પાસે વિપુલ સંપદા હોય તે સ્વાભાવિક હોય છે.પણ કોઈવાર એવું ના પણ હોય.મજબૂત પુરુષ પણ ઉંમર વધતા નબળો પડતો જાય છે.ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં માનવ સમૂહો કે સમાજો બહુસ્ત્રીગામી હતા.એક કરતા વધુ સ્ત્રીઓ રાખતા.મનોગમી એક પત્નીત્વ બહુ જૂની વાત નથી.એટલે જેની પાસે વિપુલ સંપદા હોય તે બહુ સ્ત્રીઓ રાખતા.એમાં મોટાભાગના પુરુષો સ્ત્રીઓ વગર રહી જતા.ધારોકે સ્ત્રી અને પુરુષની સંખ્યા સરખી છે,ચાર પુરુષ છે અને ચાર સ્ત્રીઓ છે,તો એક પુરુષ પાસે ચાર સ્ત્રીઓ હોય તો બીજા ત્રણ જણને સ્ત્રી ઉપલબ્ધ થાય નહિ.ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં આશરે ત્રણ ભાગના પુરુષો એમના જિન્સ ટ્રાન્સ્ફર કરી શક્યા નથી એવું કહેવાય છે.હવે મનોગમી આવી છે,લગ્ન વ્યવસ્થા આવી છે ત્યારે શક્ય બન્યું છે કે હાલી,મવાલી,બીમાર,રોગિષ્ઠ,નબળા,સબળા,મજબૂત,કમજોર,પાગલ,મંદબુદ્ધિ,ગરીબ ,અમીર અને બટકા બધા પોતાના જિન્સ ટ્રાન્સ્ફર કરી શકે છે,સંતાનો પેદા કરી શકે છે.હાજી!સ્ત્રીઓની પહેલી પસંદ ઊંચા પુરુષો હોય છે.પહેલા આવું નહોતું.હા!તો મિત્રો એક પત્નીત્વથી પુરુષોને ફાયદો છે કે બધાને સ્ત્રી હવે લગ્ન વ્યવસ્થાને  કારણે ઉપલબ્ધ થવા લાગી છે.જોકે એનાથી ફક્ત મજબૂત જિન્સ ટ્રાન્સ્ફર નવી પેઢીમાં થવા જોઈએ તેવો ઉત્ક્રાંતિનો હેતુ માર્યો જાય તે અલગ વાત છે.
      બસ તો જે પુરુષો સ્ત્રી વગર અને જિન્સ ટ્રાન્સ્ફર કર્યા વગર રહી જતા તે કોઈ પણ ઉપાય અજમાવવા તૈયાર રહેતા.તો એક તો વિપુલ સંપદા વગર સ્ત્રી હાથ મૂકવા ના દે તો સહેલો ઉપાય ચોરી કરો સંપત્તિ વધારો,અથવા લૂંટ કરો.અથવા જે પુરુષ પાસે સ્ત્રીઓ વધુ હોય તેનું મર્ડર કરો.બેરહમીથી માર મારો.પોતાની એક કોપી પાછળ મૂકતા જવાની પ્રબળ ભાવના પુરુષને રિસ્ક ટેકર બનાવી મૂકતી.આમ પુરુષો રિસ્ક ટેકર બન્યા.આમ જેની પાસે સ્ત્રીઓ વધુ હોય તેવા પુરુષો પણ રિસ્ક ટેકર બન્યા.જેથી પોતાની સ્ત્રીઓનું રક્ષણ કરી શકે,સંપત્તિનું રક્ષણ કરી શકે.સ્ત્રીનું અપહરણ કરવું અને રેપ કરવો તે એકદમ સહેલો ઉપાય જિન્સ ટ્રાન્સ્ફર કરવાનો.કોઈ સંપત્તિની જરૂર નહિ.બળજબરીથી બીજ રોપી દેવું.બસ આમ પુરુષો ક્રીમીનલ્સ બન્યા.બીજું જિન્સ ફક્ત એક જ સ્ત્રીમાં મૂકવા તે મોટા થાય તે શક્યતા ઓછી હોય છે.માટે જુદી જુદી સ્ત્રીઓમાં બીજ રોપવું તે પોલીગમી બહુસ્ત્રીગમન પણ આપણાં જિન્સમાં સમાયેલું છે.પણ સ્ત્રીઓ કેમ ઓછી ક્રીમીનલ્સ હોય છે?
     અગાઉના લેખમાં જણાવ્યું છે તે જ કારણો સ્ત્રીને ઓછી ક્રાઇમ કરતી બનાવે છે.સ્ત્રી પોતાના સંતાનને મોટા કરવા માટે રિસ્ક લઈ શકે નહિ.જીવનું જોખમ ખેડી શકે નહિ.જીવ જાય તો સંતાનો મોટા કેમ કરી શકાય?અને પછી ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ.માટે  સ્ત્રી રિસ્ક ટેકર બની શકે નહિ.અને ક્રાઇમ કરવામાં જીવનું જોખમ હોય છે.છતાં જે સ્ત્રીઓ ક્રાઇમ કરતી હોય છે તે નજીવો અને ફક્ત જરૂરિયાત પૂરતો કરતી હોય છે.ચોરી કરે તો જરૂર પૂરતી,સંતાનો માટે જરૂર પૂરતી જ ચોરી કરે.છતાં અપવાદ દરેકમાં હોય છે.પણ મોટાભાગે સ્ત્રી ગુનેગાર ઓછી હોય છે.

2 comments on “ક્રિમિનલ માઈન્ડ (સ્ત્રીઓ ઓછી પુરુષો વધારે).(Hard Truths About Human Nature)

  1. nkd2
    મે 5, 2011

    sir…..done a wonderful job..love your articals

  2. alplimadiwala
    June 6, 2011

    ભુપેન્દ્રભાઇ સ્ત્રી ઓ મા ક્રાઈમ રેટ ઓછો હોવાનુ કારણ મને એમ લાગે છે કે ૧)અત્યાર સુધી નિ આપણિ વ્યવસ્થા એવી હતી કે અર્થ ઉપાર્જન ની મોટાભાગની જવબદારી પુરુશ પર હતી આથી જ પુરુશ જ્યારે કાનુનન કમાઈ ન શક્તો હોય ત્યારે તે ક્રાઇમ કરવા પ્રેરાય.રહી જાતીય ગુનાઓ ની વાત તો એમા તો કાયદો એમ માને છે કે રેપ ફક્ત પુરુષ જ સ્ત્રી ઉપર કરી શકે એટલે આમા પણ પુરુષ નુ નામ આવવાનુ. રહી વાત સ્ત્રી દ્વારા પુરુષ પર રેપ ની વાત તો મને લાગે છે કે એ માટે એમણે (સ્ત્રી) ઓ એ શારીરીક રિતે તાકતવર હોવાની જરુર પણ નથી લાગતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Information

This entry was posted on April 30, 2011 by in વિચારવા વિનંતી, Evolutionary Psycology.
%d bloggers like this: