અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો).

અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો).  ૧૯૬૨મા ભારત ચીન વચ્ચેના યુદ્ધ સમયે સરકારે અપીલ કરી યુવાનોને સૈન્યમાં જોડાવા અને અણ્ણા હઝારે ૧૯૬૩મા સૈન્યમાં જોડાઈ ગયા.બસ ત્યારથી આજસુધી આ આજીવન યોદ્ધો બસ લડતો જ રહ્યો છે,પહેલા સૈન્યમાં દેશના દુશ્મનો સામે બંદુક લઇ અને પછી દેશના અંદરના ભ્રષ્ટાચારી દુશ્મનો સામે ગાંધી ચિંધ્યા માર્ગે.લગ્ન કરી કુટુંબ વસાવી રોટી કમાવાની ચિંતામાં આ દુશ્મનો સામે લડવામાં ઉણાં ઊતરવાનું પાલવે નહિ તો લગ્ન જ ના કર્યા.૧૫ વર્ષ સૈન્યમાં રહ્યા.સિક્કિમ.ભૂતાન,જમ્મુ કાશ્મીર,મિઝોરમ,લેહ અને લડાખ પડકારજનક હવામાનમાં ફરજ નિભાવતા રહ્યા.   માનવજીવનને નડતા પાયાના પ્રશ્નોને લઈને એક સમય એવો આવ્યો કે કોઈ ઉપાય જડતો નહોતો તો આત્મહત્યા કરી નાખવી…

Rate this: