૨૮ વર્ષે ફરી ભારત ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યું.અત્યાર સુધીમાં બે વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ,બે ભારત,એક પાકિસ્તાન,એક શ્રી લંકા અને ચાર ઓસ્ટ્રેલીયા જીત્યું છે.ઓસ્ટ્રેલીયા અકસ્માતે હારી જાય છે,અને ભારત અકસ્માતે જીતે છે.વર્લ્ડ કપનો મેનીયા ખુબ ચાલ્યો.આમેય એવરેજ ભારતીય ફીમેલ બ્રેઈન વડે વિચારે છે.તર્ક અને ગણિત એના બસની વાત જ નથી.હંમેશા ઉન્માદ,ભાવનાઓ,લાગણીઓ,કલ્પનાઓમાં રાચતો ભારતીય સારાસારનો વિવેક ખોઈ બેસે છે.એક સ્કીજોફ્રેનીક મનોદશામાં સાવ વેવલું ગાંડપણ ક્રિકેટની પાછળ ચાલ્યું.ક્રિકેટર્સ એમના લાભ,શોખ અને પૈસા માટે રમે છે.વર્લ્ડ કપ જીતવાથી દેશનો વિકાસ થઇ જતો નથી,ગરીબી ઓછી થઇ જતી નથી,આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું માન વધી જવાનું નથી.
ભારતીય સંસ્કૃતિના રક્ષકોએ જાણી લેવું જોઈએ કે ક્રિકેટ ભારતની રમત નથી.વેલેન્ટાઇન ડે જેવા પરદેશી તહેવારોની ઉજવણી વિરુદ્ધમાં સ્ત્રીઓને મારનારા સંસ્કૃતિના રક્ષકોને શું ખબર નથીકે આ શ્રીમંત અંગ્રેજોની ટાઈમ પાસ રમત છે?રમતને રમતની રીતે જોવી જોઈએ.ઘણા લોકોએ તો ક્રિકેટ નામના ધર્મની કલ્પના પણ માંણી લીધી.હું કોઈ ક્રિકેટને એક રમત તરીકે વખોડતો જરાપણ નથી.પણ એની પાછળના ગાંડપણને જરૂર વખોડું છું.હું કોઈ ક્રિકેટર્સને જરાપણ વખોડતો નથી.એમની પાછળ પ્રજા પાગલ બને છે તે પાગલપનને ધિક્કારું છું.
હવે ક્રિકેટર્સ ઉપર ઇનામોની ધોધમાર વર્ષા થશે.કોના બાપની દિવાળી?BCCI એક એક કરોડ આપશે.દિલ્હીના શીલા દીક્ષિતે કેપ્ટન માટે બે કરોડ જાહેર કર્યા.પ્રજાના પૈસા છે.ટેક્સ ભરે છે પ્રજા.શીલાદીક્ષીતે એના ખીસામાંથી બે કરોડ આપવા જોઈએ.પ્રજાના પૈસા પ્રજાના હિતમાં વાપરવા જોઈએ કે નહિ?પણ જ્યાં પ્રજા જ ગાંડી બનતી હોય ત્યાં સોચે કોણ?કોઈ પણ ગવર્નમેન્ટને પ્રજાના પૈસા આવી રીતે કોઈ એક પાછળ વેડફવાનો હક કોણે આપ્યો?ગુજરાત સરકારે એકલવ્ય એવોર્ડ જાહેર કર્યો ગુજરાતના ક્રિકેટર્સ માટે,બહુ સારું કર્યું.ગુજરાતનું નામ રોશન કર્યું છે,આપવો જોઈએ.પણ એક લાખ આપ્યા તો મૂરખ પ્રજાને એમાં ખેલાડીઓનું અપમાન દેખાયું.કારણ બીજાની સરખામણીએ નીચાજોણું દેખાય છે.

ડાહ્યા કટાર લેખકોને પણ એમાં અપમાન દેખાણું.ફટાફટ લેખ લખાઈ ગયા.એકતાની વાતો થવા લાગી.ક્રિકેટમાં ધર્મ દેખાવા માંડ્યો.’રાજકારણ તોડે,ક્રિકેટ જોડે’ એવા સ્લોગન રચાઈ ગયા.અલ્યા કેટલા દિવસ ક્રિકેટ જોડવાનું છે?જ્યાં સુધી માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી એક ઉન્માદની જેમ ચાર દિવસ જોડવાની ડાહી ડાહી વાતો થવાની પછી હતા તેના તે.પત્રકારોને યુસુફ પઠાણ સચિનને તેડીને ફર્યો એમાં સેક્યુલારિઝમ દેખાવા માંડ્યું.ફુલાઈને ફાળકો થઇ ગયા.અલ્યા પેલા અફજલ અને કસાબને ફાંસી તો આપી જુઓ?રમતવીરો તો સેક્યુલર જ છે.બધા એક થઈને જ રમે છે.નહીતો જીત્યા ના હોત.જે ભેદ છે તે આપણી માનસિકતામાં છે.માટે કોઈ મુનાફ સચિનને તેડીને ફરે ત્યારે જ સેક્યુલારિઝમ દેખાય છે,તે પહેલા દેખાતું નથી.જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે જે ઉન્માદ છવાય છે તે શું છે?શેનો ઉન્માદ છે?કે ભારત પાક વચ્ચે જે યુદ્ધ થઇ શકતું નથી તેની પ્રતિક્રિયા છે?જે વોર કરી નથી શકતા,તે ખેલના મેદાનમાં ખેલાય છે.એક મહાયુદ્ધ,એક મહાસંગ્રામ એવા શબ્દો કેમ વપરાય છે?વર્લ્ડ કપ ના જીતાય તો કઈ નહિ પણ પાકિસ્તાન સામેની મેચ જરૂર જીતવી પડે.કેમ આવું બોલાય છે?
એકલવ્ય એવોર્ડનું ધારાધોરણ લાખ રૂપિયાનું હોય તો લાખ જ આપાય ને?કરોડ થોડા અપાય?નહીતો પછી બીજી રમતના કે કબ્બડીના ખેલાડીને પણ કરોડ આપવા પડે.એકલવ્ય એવોર્ડ વિજેતા ક્રિકેટરને કરોડ અને એકલવ્ય વિજેતા કબ્બડીના ખેલાડીને એક લાખ એવો ભેદભાવ કરાય ખરો? આ ક્રિકેટર્સ એમના હિત અને રૂપિયા માટે રમે છે.આ લોકો ખૂબ પૈસા ઉતારે છે.એમની પાછળ પ્રજાના પૈસા કોઈ ગવર્નમેન્ટને ભેટ આપી દેવાનો હક કોણે આપ્યો?પ્રજા ટેક્સ ભરે છે અને આ કરોડપતિઓને ઉપરથી પ્રજાને પૂછ્યા વગર કરોડ ગીફ્ટ કરવાના?લાખો ગરીબ બાળકોને ભણવાનું નસીબ નથી.બાળ મજૂરોથી ભારત ઉભરાય છે.ટેક્સના નાણા એવા કામોમાં વાપરો.સચીન દસ ફરારીના ટેક્સ ભરી શકે તેવો છે એને માફી??ક્રિકેટ સિવાય ભારતમાં કરવા જેવા અનેક કામ છે.ક્રિકેટર્સના ફોટા મુકાય,દીવા થાય,યજ્ઞો પૂજા થાય,ક્રિકેટનો કોઈ ઉન્માદ,કોઈ પાગલપન ઉભું થાય.સાલું આ પ્રજામાં કોઈ બુદ્ધિ છે કે નહિ?ક્રિકેટને રમત તરીકે જ સમજવી જોઈએ.સારી રમત છે.મેં પણ ભારતની જીતનો આનંદ માન્યો છે.મેં પણ ધોનીના વખાણ કર્યા છે.૨૮ વર્ષે માંડ માંડ કપ જીત્યા તેનો આનંદ મેં પણ લીધો છે.

અક્ષરધામ ગાંધીનગરમાં ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા.ત્યારે કમાન્ડો સુઝાન સિંહ ઘવાયો હતો,લગભગ દસ વર્ષ કોમમાં રહ્યો.હમણા થોડા વખત પહેલા ભાનમાં આવ્યા વગર મૃત્યુ પામ્યો.કોઈએ એની કે એના કુટુંબીઓની નોંધ લીધી?એ લોકો શું ખાય છે ક્યાંથી પૈસા લાવે છે કોઈએ …જાણ્યું?કમાનારો દસ વર્ષ બેભાન રહ્યો.હવે આ વાત કરીશું તો લોકો કહેશે એતો એની જોબ હતી.તો આ ક્રિકેટર્સ અને ફિલ્મી ટટુઓ કઈ જોબ કરે છે?એમના હિત માટેતો રમે છે.આ દેશના હીરો સોલ્જર્સ નથી.આ ઉન્માદ ભરેલી પ્રજાને ક્રિકેટર્સમાં ભગવાન દેખાય છે.કોઈ પોલીસવાળો ત્રાસવાદીની ગોળી ખાઈ મરે તો એની જોબ છે.સચિન કે બચ્ચનને તાવ આવે તો અડધું ભારત બીમાર પડી જાય.યજ્ઞો,હવન,મંદિરોમાં પ્રાર્થના થાય.કમાન્ડો સુઝાનસિંહને કયો એવોર્ડ આપ્યો?કેટલા રૂપિયા આપ્યા?કોઈએ અવાજ ઉઠાવ્યો કે આને ઇનામ કેમ ના આપ્યું?
૧૯૭૧ ના યુદ્ધના ભારતીય અફસરો હજુ પાક જેલમાં છે.કેટલા હજુ જીવતા હશે ભગવાન જાણે.એમના કુટુંબીઓએ ૪૦ વર્ષ લાંબી લડાઈ લડી પણ કોઈ ફાયદો નહિ.આપણે ૯૩૦૦૦ પાક સૈનિકો પાછા આપી દીધા.જીનીવા ટ્રીટીનો છેડચોક અનાદર પાકિસ્તાને કર્યો.આ બહાદુર અફસરો પાક જેલમાં હતા તેના પુરાવા પણ હતા.એમના કુટુંબીઓ ઉપર શું વીતતી હશે?ફિલ્મી લોકો અને ક્રિકેટર્સ પાછળ પાગલ પ્રજાએ કોઈ અવાજ ઉઠાવ્યો??
હવે ૧૫ ખેલાડીઓ આજીવન બાલબચ્ચા સાથે ટ્રેનમાં અને પ્લેનમાં મફત મુસાફરી કરશે.અને પેલા ત્રાસવાદીઓની ગોળીઓ ખાઈ મરેલા પોલીસવાળા અને સૈનિકોની વિધવાઓ પેન્શન માટે ધક્કા ખાશે,હરખ તું હિન્દુસ્તાન.