વફા જિનસે કી બેવફા હો ગયે!! Hard Truths About Human Nature?
Extramarital
એક સર્વે મુજબ યુ.એસમાં ૨૦ થી ૪૦% પુરુષો અને ૨૦ થી ૨૫% સ્ત્રીઓ લગ્નેતર સંબંધો ધરાવે છે. ૪૨ બીજા એવા સમાજોમાં સર્વે કરતા આવા સંબંધો સામાન્ય જણાયા હતા. અરે! જ્યાં લગ્ન બહારના સંબંધો ને કારણે પથ્થર મારી મોતની સજા ફટકારવામાં આવે છે ત્યાં પણ લગ્ન સિવાયના સંબંધો મોતની પરવા કર્યા વગર સ્ત્રીઓ પણ બાંધે છે. આવા સમાજોમાં પુરુષોને છૂટ હોય છે. મનોગમસ ગણાતા પક્ષીઓ પણ વંશવેલા માટે ખાનગીમાં એક્સ્ટ્રા પેર બનાવતા હોય છે. લગભગ મોટાભાગના સ્તનધારી પ્રાણીઓ પોલીગમસ છે. Sexual betrayal is wide spread in nature. માટે હવે મનોગમી એક સામાજિક વ્યવસ્થા ગણવામાં આવે છે.
એન્થ્રોપોલોજીકલ અને અર્કીયોલોજીકલ પુરાવા બતાવે છે કે ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં માનવજાત પોલીગમસ રહી છે. હવા, પાણી અને ખોરાકની જેમ વંશ આગળ વધારવો તે કુદરતે જિન્સમાં મૂકેલી વૃત્તિ છે. કઈ રીતે વધારવો તે માટે માનવ જાતને લાખો વર્ષના વિકાસના ક્રમમાં પોલીગમી મળી છે. પોલીગમીમાં બહુપત્ની, અને બહુપતિ બંને આવી જાય તે ભૂલતા નહિ. તિબેટ, લડાખ, નેપાળ, ભારતના અમુક વિસ્તારની ખાસ જાતિઓ, આફ્રિકાના મસાઈ વગેરેમાં બહુ પતિત્વ ચાલે છે. એક સ્ત્રી અનેક પતિ. ત્યાં તેવી બહુપતિ ધરાવતી સ્ત્રીઓને કોઈ વૈશ્યા સમજતું નથી. દ્રૌપદીને પાંચ પતિ હોવા છતાં સતી કહેવામાં આવે છે. ભારતમાં મોટાભાગે પોલીગમી સમાજ હતા. હમણાં ૧૦૦ કે ૫૦ વર્ષોથી મનોગમી પ્રચલિત થઈ છે. એકને પાલવવાનાં ફાંફાં હોય ત્યાં બેને કઈ રીતે પાલવવાની? મુખ્ય કારણ આ છે અને બીજું કારણ કાયદા. લગ્ન, ડિવોર્સ, પુનર્લગ્ન એ રીતે પોલીગમી ચાલુ જ છે. એક્સ્ટ્રા મેરીટલ પણ એકજાતની પોલીગમી જ થઈ.
વંશવેલો આગળ વધારવો, પણ મજબૂત વધારવો તે કુદરત ઇચ્છતી હોય છે. અને વંશ પેદા કર્યા પછી તેને જીવતો રાખવો પડે તો જ હેતુ સફળ થાય. માટે આખાયે પ્રાણી અથવા સજીવ જગતમાં બે નર એક માદા માટે હરીફાઈ કરતા હોય છે જે જીતે તે ભોગવે. માદા પણ જીતનારની રાહ જોતી હોય છે. જેની ઈમ્યુન(રોગ પ્રતિકાર શક્તિ) સીસ્ટમ સારી હોય તેના દ્વારા આગળ વધેલો વંશ સારો હોય તે સ્વાભાવિક છે. ઈમ્યુન સીસ્ટમનાં જિન્સનું જૂથ દરેકમાં યુનિક હોય છે. તેવી રીતે તેની ગંધ પણ યુનિક હોય છે. જેમ ફિંગર પ્રિન્ટ લગભગ બધાની સરખી દેખાય છે પણ હોતી નથી. નિષ્ણાત તેને પકડી પાડે છે. અરે એક જ માનવીના બે અંગૂઠાની છાપ પણ સરખી હોતી નથી. કુદરતે દરેક માનવીને યુનિક બનાવ્યો છે. તેવી રીતે દરેક માનવની ગંધ સરખી લાગતી હોય, પણ સરખી હોતી નથી. સરખાપણું હોય સરખી ના હોય. જેટલી વિરુદ્ધ પ્રકારની ગંધ હોય, જેટલી ગંધ ડીફરન્ટ હોય તેટલી ઈમ્યુન સીસ્ટમ પણ ડીફરન્ટ હોય. બે ડીફરન્ટ ઈમ્યુન સીસ્ટમ ભેગી થઈને મેટિંગ કરીને વંશ પેદા કરે તેટલો ચાન્સ વંશને બચવાનો વધારે. નવા વંશ પાસે પણ જોરદાર ઈમ્યુન સીસ્ટમ ઊભી થવાની. નવી ગંધ પેદા થવાની. ગંધ એટલે ગંધ,ના સુગંધ ના દુર્ગંધ. આમ ચક્ર ચાલુ રહે તેવું કુદરત ઈચ્છતી હોય છે. બસ વિરુદ્ધ પ્રકારની ડીફરન્ટ ગંધ ક્યાંક સંપર્કમાં મળી જાય ઇવોલ્યુશનરી ફોર્સમાં ખેંચાઈ જાઓ અને હાલની લગ્ન વ્યવસ્થા દ્વારા મનોગમી અસ્તિત્વમાં છે માટે કહેવાય બેવફાઈ. તે થયો લગ્નેતર સંબંધ. જે સ્ત્રીઓ પહેલા ટેવાયેલી હતી પોલીગમીથી તેમને એમના પતિ બેવફા લગતા નહોતા. બહુપતિત્વ ધરાવતા સમાજોમાં પતિદેવોને એમની પત્નીઓ બેવફા લાગતી નથી.
સ્ત્રીઓની પહેલી પસંદગી હાઈ સ્ટેટસ અને પુષ્કળ રીસોર્સીસ હોય છે, કારણ વંશને સારી રીતે ઉછેરી શકાય. સાથે સાથે સ્ટ્રોંગ જિન્સ પણ એટલાજ જરૂરી છે. એક બીજો ટીશર્ટ સર્વે પણ એવો છે કે કેટલાક પુરુષોને એકના એક ટીશર્ટ ત્રણ દિવસ પહેરી રાખવાનું જણાવેલું. પછી જુદી જુદી સ્ત્રીઓને આ બધા ટીશર્ટ સૂંઘીને મેટિંગ માટે કયો પુરુષ યોગ્ય છે તે જણાવવાનું સૂચવેલું. કોઈ સ્ત્રી એકબીજાને જાણતી નહોતી કે પુરુષોને પણ જાણતી નહોતી. છતાં દરેક સ્ત્રીએ હાઈ લેવલ ટેસ્ટોટેરોન મેલ હાર્મોન્સ ધરાવતા પુરુષને પસંદગી આપેલી. એટલે જ્યારે કોઈ સ્ત્રીને આવી હાઈ લેવલ ટેસ્ટોટેરોન ધરાવતા પુરુષની ગંધ આવી જાય અને ઈવોલ્યુશનરી ફોર્સ આગળ લાચાર બની જાય તો થયો હાલનો કહેવાતો લગ્નેતર સંબંધ. તો આ થયું ગંધ સુગંધનું મહત્વ એક્સ્ટ્રા મેરીટલ સંબંધોમાં. પથ્થર મારી મારીને મોત મળવાનું છે તેવું જાણતી હોવા છતાં સ્ત્રીઓ ઇવોલ્યુશનરી ફોર્સ આગળ લાચાર બની જતી હોય છે.
બીજા કારણોમાં અસલામતી અનુભવવી, અવહેલના, એડીક્સન, વાસ્તવિકતાથી દૂર ભાગવું અને સમાજથી ગૃપથી વિખુટા પડી જવું એવા અનેક માનસિક કારણો લગ્નેતર સંબંધો તરફ દોરી જતા હોય છે. મૈ તુલસી તેરે આંગનકી પણ એક પ્રકારનો એક્સ્ટ્રા મેરીટલ સંબંધ જ કહેવાય. બીજો એક વરવો પ્રકાર પણ જોવા મળતો હોય છે, સમાજમાં બદનામ થઇ જવાનો ડર હોય ત્યારે લોકો ધર્મના ભાઈ બહેન બની એક્સ્ટ્રા મેરીટલ સંબંધો ચલાવતા હોય છે તેવું પણ જોયું છે, બધા આવું ના કરતા હોય તે પણ સાચું છે.
એક મહત્વનું કારણ બરોડા હાઈસ્કૂલ અલકાપુરીનાં એક શિક્ષક મિત્રે એમના સ્ટાફ રૂમમાં થયેલી ચર્ચા મુજબ જણાવેલું. કે પુરુષ એની જાતીયતાનો આવેગ સહન કરી શકતો નથી. અને એમની પત્નીઓને આ ખબર હોય છે. એટલે સ્ત્રીઓ એમના પતિદેવોને કોઈ કારણવશ સજા આપવી હોય તો રૂટિન સંસર્ગ એક યા બીજા બહાને કરવા દેતી નથી. સ્ત્રી પુરુષને મારી શકતી નથી, કે ઊઠબેસ કરાવી શકતી નથી. માટે એની પાસે આ મોટું શસ્ત્ર છે, સજા કરવાનું. સંસર્ગ કરવા દેવો નહિ, ક્યાં જવાના હતા? એમના કહેવા મુજબ આ યુનિવર્સલ રોગ છે. બહુ ખાનગી છે, નિતંબ દાઝ્યો કોને કહે? હવે ભૂખ્યો માણસ ઘેર ડબા ફંફોસે પણ કશું ના મળે તો બહાર ભજિયા ખાઈ આવે તેવું થયું. હા!હા!હા!હા!હાઆઆઆઆઆઅ!!
બુભુક્ષીતમ કીમ ન કરોતિ પાપમ ?
ઘણીવાર કુદરતી ફોર્સ સામાજિક વ્યવસ્થામાં બાધા રૂપ બનતા હોય છે.માટે હું એની વૈજ્ઞાનિક સમજ વિષે લખું છું કે એના સમાજ માટે ઉપસ્થતિ થતા માઠા પરિણામો થી બચી શકાય.ઘણીવાર રોગનું નિદાન થઇ જાય તો રોગમાંથી મુક્ત થઇ જવાય,દવાની જરૂર ના પડે.ઘણાને દૂધ પીવાથી ડાયેરિયા થઇ જાય છે,હવે સમજ આવી કે દૂધ પીવાથી આવું થાય છે પછી દવાની જરૂર નથી,દૂધ પીવાનું બંધ કરો વાર્તા પૂરી.ઇવોલ્યુશનરી બાયોલોજી,સાયકોલોજી સમજવા માટે છે.બધું ઈચ્છવાયોગ્ય ના પણ હોય.પણ એને માટે એની સમજણજરૂરી છે.
સારૂ વૈઞ્જાનિક વિશ્લેષણ. આમ છતાં બધા સ્તનધારી જીવોમાં મનુષ્યનું મગજ વિકસેલું છે, પરિણામે, ઘણી સામાજિક પ્રથાઓ વિકસી છે. જોવા એ મળ્યું છે કે પોલીગૅમી હોય કે મૉનોગૅમી – સ્ત્રીનું શોષણ થાય છે. પક્ષીઓમાં નર સુંદર હોય છે કારણ કે એણે માદા દ્વારા પસંદ થવાનું છે. આપણા સમાજમાં સ્ત્રીએ સાજ સિંગાર કરવાના છે કારણ કે એણે પુરુષ દ્વારા પસંદ થવાનું છે. પુરુષ સુંદર ન હોય તો ચાલે પણ સ્ત્રીએ તો સુંદર બનવું જ પડે. બીજી બાજુ ઢેલ તો સુંદર ન જ હોય; મોર માટે સુંદર બનવાનું જરૂરી છે અને કુદરતે જ એ વ્યવસ્થા કરી છે. સિંહણ કરતાં સિંહ વધુ સુંદર હોય છે એ સમાજમાં બળાત્કાર નથી.
હિન્દીના જાણીતા લેખક યશપાલે દેશના ભાગલા વિશેના ’મૅગ્નમ ઓપસ’ મનાતા પુસ્તક ’જૂઠા સચ’માં આ વિશે એક વિધાન કર્યું છે: “પુરૂષ પ્રેમ કરે કે નફરત, સ્ત્રી પર એ એક જ રીતે વ્યક્ત થાય છે”. આખી લગ્નપ્રથાને પણ આ સંદર્ભમાં મૂલવી શકાય એમ છે. યશપાલની એક નાની નવલકથા ’ક્યોં ફંસેં?’ પણ લગ્નવ્યવસ્થાના સારતત્વ સુધી લઈ જાય છે.
પોલીગૅમી અને મૉનોગૅમીનું વિશ્લેષણ સ્ત્રીની દૃષ્ટિએ કરવાનું જરૂરી છે, કારણ કે આપણો સમાજ પિરિષપ્રધાન સમાજ છે. આ સ્થિતિ જેનેટિક તો નથી જ, કારણ કે જીન વ્યક્તિગત સ્તરે હોવા છતાં એકંદરે એનો દ્દેશ સમગ્ર જાતિના સંવર્ધનનો હોય છે. એક પુરુષ કે સ્ત્રી મરી જાય એમાં જીનને બહુ વાંધો નથી હોતો, માનવજાતનું જતન થાય એ જ એ જોવા માગે છે.
I am not so sure about whether rapes exists or not in animal world but I think female crocodiles are killed by males at times for refusing to mate. Bhupedrabhai or someone else may like to throw some light on existence violent behaviour towards females in animal world.
કરોળીયાની એક જાતમાં આવું જ છે,પણ થોડો ફેર છે, એમાં માદા બહુ મોટી હોય છે અને નર નાનો.હવે સંસર્ગ પુરો થાય કે તરત માદા નર ને ખાઈ જાય છે.કારણ એને તત્ક્ષણ પ્રોટીન જોઈએ છે.
ચાર દિવસ પહેલાં જુનાગઢનાં પાદરમાં જ એક દિપડાએ નનૈયો ભણનાર દિપડીને મારી નાંખી. હમણાં મેટિંગ ઋતુ ચાલતી હોય, વન્યપ્રાણીઓમાં ઈનફાઇટ અને ક્યારેક નિરાશાને કારણે માદા પર જીવલેણ હુમલાઓના સમાચાર, એકાંતરે મળ્યા કરે છે. જો કે આ લોકોમાં ! જીવસટોસટની બાજીઓ ગોઠવાય છે પરંતુ, આપણે જેને બળાત્કાર કહીએ તેવી, બળજબરીથી સંસર્ગ થવાનું જાણમાં આવેલું નથી. (અર્થાત Do or Die જેવી મનોવૃત્તિ ખરી ! માટે જ તો તે જંગલીપ્રાણી કહેવાય છે !)
માનવજાત પણ ઓછી જંગલી નથી.જરા યુટ્યુબ પર પથ્થર મારી છોકરીઓ કે સ્ત્રીઓને મારી નાખતી જોઈ લેજો.
મોર વિષે એક સુંદર રહસ્ય બતાવું.જે મોરના પીંછામાં રંગીન મન મોહક ચાંદલા ઓછા હોય તે મોરભાઈને ઢેલ બાઈ અડવા પણ ના દે.પીંછા લાંબા અને ચાંદલા વધુ હોય તે જ ફાવે.માટે મોર કળા કરે કે બાઈ મારી લે ચાંદલા ગણી લે.
શ્રી દિપકભાઇ, સ_રસ લેખ પર સ_રસ પ્રતિભાવ.
આ લેખ અને વિવિધ પ્રતિભાવો પર વિચારતાં પાનાઓ ભરાય તેટલું કહેવાનું થાય ! પરંતુ એક પ્રખ્યાત વિચાર દ્વારા આ પોલી અને મૉનો વાળી વાત ટુંકમાં સમજવાનો પ્રયત્ન કરૂં. કહેવાય છે કે; ’ સ્ત્રી એક પુરુષ પાસેથી બધી વસ્તુઓ ઇચ્છે છે, અને પુરુષ દરેક સ્ત્રી પાસેથી માત્ર એક જ વસ્તુ ઇચ્છે છે !’ “Woman want everything from one man, Men just want one thing from all woman” (આ માત્ર એક કારણ, અન્યની શોધ આગળ ક્યારેક !)
dear brother.
slowly and slowly you will become the master of ”science of smell”. Good article.
I agree with Dipakbhai. No scientific analysis can justify treating women, particularly wives, as material properties and not as human beings.
ભૂપેન્દ્રસિંહજી સરસ માહિતીલેખ.
સદીઓની સદીઓ પહેલાંથી પુરુષોનું કામ પોતાના કુટુંબકબીલાના ભરણપોષણનું અને તેમની રક્ષા કરવાનું હતું. જાતિઓ, પ્રદેશો, પ્રાંત, રાજ્ય, દેશ વગેરેની રક્ષા માટે લડાઇઓ થતી. પુરુષોની કતલો થતી ત્યારે સ્ત્રીઓ વિધવા થતી. પરિણામે સ્ત્રીઓની સરખામણીએ પુરુષોની સંખ્યા ઓછી રહેતી. સમાજવ્યવસ્થા જળવાઇ રહે તે માટે બહુપત્નીત્વની પ્રથા અમલમાં આવેલી. અને ઉપરાંત કુટુંબમાં પુત્ર જન્મનો ઉત્સવ અને હર્ષનું કારણ એને કુટુંબકબીલાને, જાતિ, દેશના રક્ષક તરીકે માનવામાં આવતો. નહીં કે વારસા કે પોતાનું નામ સાચવવા માટે. અને સ્ત્રીઓને કુટુંબની સારસંભાળ અને ઘર સાચવવાનું કામ રહેતું અને યુદ્ધમાં કે ભરણપોષણની શોધ માટે ગયેલા પુરુષોની રાહ જોવાનું. હવે તે પરિસ્થિતિ રહી નહીં. બધું બદલાઇ ગયું છે. પરંતુ ઘણાં પુરુષોની માનસિકતા બદલાઇ નથી એક કરતાં વધુ સ્ત્રી સાથે સંબંધ રાખે તેમાં ખોટું નથી સમજતાં પરંતુ તેને પુરુષોનો હક્ક ગણે છે. અને પરિસ્થિતિ બદલાતાં સ્ત્રીઓ પણ ઘર છોડીને બહાર કમાવા નીકળે છે. એટલે ક્યારેક થોડેઘણે અંશે સ્ત્રીઓ પણ લગ્નેતર સંબંધો બાંધે છે અને તેમાં ખઅકાટ નથી અનુભવતી.
બદલાતા સમયની સાથે દરેક સમાજમાં પણ પરિવર્તન આવે છે. અને તેની અસર માનસિકતા પર પણ થાય છે જ. હવે જે રીતે બાળકીઓના જન્મનો દર ઘટી રહ્યો છે તે જોતાં કદાચ બની શકે થોડા વર્ષો પછી સમાજવ્યવસ્થા ટકાવી રાખવા બહુપતિત્વની સ્થિતિ ઉદભવી શકે.
અને જેમ અંગૂઠાની છાપ એક સરખી નથી હોતી તે રીતે કોઇના કાર્ડિયોગ્રામ પણ એકસરખાં નથી હોતાં. એ પણ અજોડ છે.
* ધ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો એક વાંચવા જેવો, નાનકડો લેખ (સાથે ઢગલો એક લાંબી લાંબી કોમેન્ટ્સ પણ !!) : http://goo.gl/XTFjW (Extra-marital affairs are good for marriage!)
(ટા.ઓ.ઇ.ના આ લેખને મારી સંપૂર્ણ સહમતી છે તેવું ન માનતા સ્વયંની વિવેકબુદ્ધિ વાપરવી !)
* “લફરાંઓ” આ વિષયે વિકિ પરનો જ્ઞાનવર્ધક લેખ : http://en.wikipedia.org/wiki/Affair
* કેટલાક આંકડાઓ (સર્વે) : http://goo.gl/yoHZs
* અને આ લેખ પણ જરૂર વાંચો : http://www.womensinfidelity.com/ (જ્યાં સ્ત્રીઓ શા માટે લગ્નજીવનમાં (કે મૈત્રીસંબંધોમાં) છેતરપીંડી કરે છે તેની વિસ્તૃત જાણકારી આપી છે)
હજુ ઢગલો એક વાંચનસામગ્રી છે, પણ આપણે અહીં અટકીએ.
બાપુ આપે આપેલા સર્વેનાં આંકડાઓને એમ પણ રજુ કરી શકાય કે ૮૦ થી ૬૦ % પુરુષો અને ૮૦ થી ૭૫ % સ્ત્રીઓ વફાદારીપૂર્વક પોતાના લગ્નજીવનને વળગી રહે છે (યુ.એસ.માં પણ !!)
જો કે મને આ સર્વે પર બહુ વિશ્વાસ બેસતો નથી ! મારા આધારભુત સ્ત્રોત એમ કહે છે કે ૪૯ % સ્ત્રીઓ અને ૪૯ % પુરુષો લગ્નબાહ્ય લફરૂં (કે પ્રયત્ન) જરૂર કરે છે (એ યાદ અપાવું કે સંબંધ માટે દરેક પુરુષને એક સ્ત્રી કે સ્ત્રીને એક પુરુષ જરૂર મળવો જોઇએ ! એક હાથે તાલી પડતી નથી !!) બાકી રહ્યા ૧-૧ %, તો તેમને જોઇતી તક મળતી નથી !!! (આ વાત બહુ ગંભીરતાથી ન લેવી, પરંતુ વિચાર કરશો તો સાવ હસી કાઢવા જેવી પણ નહીં લાગે !)
અને અંતે એક વિચારકણિકા ! બેવફાઇ જ એ પુરવાર કરે છે કે ક્યારેક વફાદારી પણ હતી !!
ભુપેન્દ્રસિન્હજિ,
લગ્નબાહ્ય સંબંધનો ઉદ્ભવ લગ્નસંસ્થાની રચના પછી થયો ગણાય, એ પહેલા લગ્નોજ ન હતા, એટલે લગ્નબાહ્ય જેવુ પણ ન હતુ, કુદરતિ રીતેજ મનુષ્ય ને વિવિધતા ગમતી હોય છે, પણ આમાં જે બળિયો હોય તે ફાવે, અને બીજા રહી જાય, આના નિવારણ માટે લગ્ન, નિતિ નિયમો, નૈતિકતા ના ધોરનો ની રચના કરવામાં આવી, તેના ઉપર ધર્મનુ પેપેરવૈટ મુકવામાં આવ્યુ જેથી કરી ને દરેક સ્ત્રિ ને એક પુરુષ અને દરેક પુરુષને એક સ્ત્રિ મળી રહે.સમાજ ને વ્યવસ્થિત ચલાવવા માટે એકપતિવ્રત, એકપત્નિવ્રત, સતિત્વ,જેવા આચારો ઘડી કાઢવામાં આવ્યા,સમાજ વચ્ચે રહેવા માટે આ નિયમો પાલવા જ પડે, બાકી આમાં ધર્મ ને પાપપુણ્ય ને કશુજ લેવાદેવા નથી હોતુ. જેમ કોઈ રાજ્યમા6 રહેવુ હોય તો તેના કરવેરા ભરવા પડે એમજ સમાજમા6 રહેવા માતે સમાજે નક્કિ કરેલા નિયમો પાળવા પડે, જેમ કર ન ભરનાર નર્કમાંજતો નથી તેમજ લગ્નેતર સંબંધ રાખનાર પણ નરકમાં જતો નથી, માત્ર સ્થાપિત કાયદાનો ભંગ એમાં થતો હોય છે,એટલુજ., એની શિક્ષા જેતે સમાજ કે સરકાર આપતા હોય છે, ઇશ્વર કે ભગવાન એની શિક્ષા આપવામાં પડતા નથી.
અલગ અલગ સરકારોના કાયદા અલગ હોય છે, તેજ રીતે અલગ અલગ સમાજોના નિતિનિયમો પણ અલગ હોય છે, આપણા સમાજમાંજાહેરમાં ચુંબન કરવુ એ અપરાધ ગણાય છે તો યુરોપ અમેરિકામાં એ સ્વાભાવિક ગણાય છે, આપણો આવકવેરો સ્વિટ્ઝરલેંડમાં લાગુ થતો નથી, પણ તેનાથી સ્વર્ગ કે નર્કગમન ને કોઈ લેવા દેવા નથી.એવુજ લગ્નબાહ્ય સંબંધોની બાબતમાં પણ હોય છે,એમાં કોઈ પાપ છે કે સતિત્વ કે એકપત્નિવ્રત એ પુન્ય નુ કામ છે એવુ કાંઈ હોતુ નથી,હા, એ એક સામાજિક નિયમ છે, એટલે વ્યવસ્થા જાળવવા એ નિયમો પાળવા જોઈએ, ધર્મ કે ઇશ્વર ને એમાં કોઈ દિલચસ્પિ નથી હોતી. કુદરતલગ્નબંધન ને કુદરતિ ગણતી નથી,જો કુદરતજ એક સ્થાયિ જોદી ઇચ્છતી હોત તોઅન્ય અથવા લગ્નબાહ્ય જોડી વચ્ચે સંસર્ગજ ન થવા દેત…!જૈનો ના પ્રથમ તિર્થંકર ઋષભદેવ ના સમયમાં સગા ભાઈ બહેન વચ્ચેજ લગ્ન અથવા કહો કે જાતિય સંબંધ બાંધી શકાતા,અન્ય સંબંધો વર્જ્ય હતા, ઋષભ દેવે આ સમાજ રચના બદલી, ત્યારથી ભાઈ બહેન વચ્ચે નો સંબંધ ત્યજાયો,અને આજે આપણે આ સંબંધ ની કલ્પના પણ કરી શકતા નથી, એવો સંબંધ આજે incest’માં ખપે છે.એટલે જાતિય સંબંધોને પાપ કે પુન્ય, પવિત્ર કે અપવિત્ર ગણવુ એ જેતે સમાજ ના જેતે સમયે રચાયેલા નિયમોને આધિનજ હોય છે.અને નિયમો હમ્મેશા વ્યવસ્થા માટે બનાવવામાં આવે છે, આજે ટિકિટબારી પર લાઈનમાં ઉભારહેવુ એ વ્યવસ્થા જાળવવામાટે નો એક નિયમ છે , એમ ન કરવાથી કોઈ પાપ થતુ નથી, એજ રીતે લગ્નેતર સંબંધો ન રાખવા એ એક સામાજિક વ્યવસ્થા માટે નો નિયમ છે, પાપ કે પવિત્રતા ને લગતો નિયમ નથી.
શ્રી સુરેશભાઇએ મનનપૂર્વક લગ્નબાહ્ય સંબંધોનું વિશ્લેષણ કર્યું છે. લગ્ન સંબંધ માત્ર વ્યવસ્થા છે એ સમજાય છે. પરંતુ, એ પુરુષોએ અંદરોઅંદર મળીને ગોઠવેલી વ્યવસ્થા છે કે સ્ત્રીઓ અને પુરુષોએ નક્કી કરેલી વ્યવસ્થા છે? કારણ કે જો એમ હોત તો બન્નેનો દરજ્જો એક સમાન હોત.
પરંતુ અશોક્ભાઇએ બહુ સારી વાત પહેલાં કરી દીધી છે કે સ્ત્રી એક જ પુરુષ પાસેથી બધું માગે છે, પુરુષ બધી સ્ત્રીઓ પાસેથી એક જ માગે છે. આ સંયોગોમાં એમ ન માની શકાય કે સ્ત્રીની સંમતિ મેળવીને સમાજે લગ્નવ્યવસ્થા વિકસાવી છે.