એક મિત્રે કોફી બ્રેક માં પુછ્યુ કે ગણપતિ વિષે શુ માનો છો?
નરી કલ્પના અથવા કોઈ ટ્રાઈબલ ગ્રુપ કે ગણના વડા હોઈ શકે અથવા તેવી કલ્પના. કોઇ પ્રતીક રુપે કોઇએ વાર્તા બનાવી કાઢી હશે. આપણે પુરાણો લખ્યા છે, ઇતિહાસ નહી. પુરાણો પરથી ઇતિહાસના સંદર્ભ શોધીયે છીયે. પુરાણોમા કવિતાઓ જ છે. કવિઓની કલ્પનાના ઘોડાને કોઇ લગામ હોતી નથી. એ પ્રતિકો આજે વાસ્તવીક બનીને દેશને ખર્ચના ખાડામા ઉતારી રહ્યા છે. દેશની જનતાની મહેનતના રુપિયા આડેધડ વપરાય છે. જનતા પણ મુર્ખ બનીને એમા જોડાય છે. પાર્વતી સ્નાન કરવા બેઠા અને નાના દીકરાને કહી ને બેઠા કે ધ્યાન રાખજે. કોઇ આવીના જાય. પિતાને ખબર ના હોય કે મારે એક દીકરો છે તે અસગંત લાગે છે. નાનુ બાળક રોકે તો એમા ગુસ્સો શેનો આવી જાય? વહાલ કરવાનુ મન થાય તેવા બાળકનુ માથુ ઉડાવી દો તેવો ગુસ્સો? કોઇ ક્રેઝી છો કે શુ? ઉપરથી ખુશ થવુ જોઇએ કે બાલક એની ફરજ સારી રીતે બજાવી રહ્યુ છે.
ખેર માથુ તો ગયુ. હવે કોઇ ડોક્ટરને પુછી લઇ યે કે એક નાના બાળકની ગરદનની સાઇઝ શુ હોય? એના ઉપર હાથીની ગરદનની સાઇઝ ફિટ થાય ખરી? નાનાંમાં નાનાં મદનીયાની ગરદન પણ ફીટ ના થાય. અને મેડિકલ સાયન્સ રીતે જોઇન્ટ થાય ખરી? હવે આ વાર્તાનો મોરલ સંદેશો શુ હશે? કે બાળકે પિતાની આજ્ઞાનુ પાલન કરવુ જ. પણ ખબર જ નહોતી કે આ મારો બાપ છે તો? માથુ ગયુ. આમા શીખવા જેવુ છે શુ? આવી જ વાર્તા દક્ષ રાજાની છે. શકંર ભગવાનના સસરા થાય. શંકરજી કાયમ માથા વાઢી નાખવા માટે જાણીતા છે. દક્ષનું માથુ પણ ગયેલુ પછી કોઇ સર્જનની જેમ બકરાનુ માથુ લગાવી દીધું. પશુઓના અંગ ખાસ તો માથુ લગાવી શકાય તે અશક્ય છે. હા એમના અદંરના કોઈક જ પાર્ટ્સ વપરાય છે. પણ પશુઓના હાથ, પગ, નાક કે બીજા બાહ્ય અંગો વાપરી શકો તે હાલ તો અશક્ય જ છે. વળી પહેલા ક્યા આટલુ બધુ મેડીકલ સાયન્સ આગળ વધેલુ હતુ? અને એવુ માનીયે તો આપણો દંભ જ છે. ચરક ફીજીશિયન હતા, અને શુશ્રુત સર્જન હતા. આ લોકો ભારતના કે દુનિયાનાં પણ પહેલા ડોક્ટર્સ કહેવાય. પણ આ લોકો એ પણ કોઇ પ્રાણીનુ માથુ માનવના ધડ ઉપર લગાવ્યુ હોય તેવુ ક્યાય નથી.
મુલ વાર્તા જ કાલ્પનીક છે. આપણે જે બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યાસ્ત્ર કે બીજા શસ્ત્રોની વાતો કરીએ છે તે નરી સાયન્સ ફિક્શન જેવી કલ્પનાઓ જ હતી, જે દુર ભવિષ્યમાં સાચી પડે. જે આજે સાચી પડી છે જેતે સમયે નહિ. હવે આજે તમે જે કોઈ નવું સાયન્સ ફિક્શન રચો છો તે આજે કલ્પના છે ભવિષ્યમાં સાચી પાડી શકાય. જેમ વિકાસ થાય તેમ સાચું પડે તરત ના પડે. જો એ વખતે સાયન્સ એટલું બધું આગળ હતું તો ક્યા ગયું? એ વખતે પશુઓના માથા માનવ ધડ ઉપર લગાવી શકતા હતા તો એ વિદ્યા ગઈ ક્યા? આજે વિદ્યા કોઈ ભૂલી જતું નથી ઉલટાનું નવું સંશોધન થઇ ને આગળ વધતી જાય છે. પુષ્પક વિમાનની કલ્પના કરી હતી તો વર્ષો પછી પછી વિમાન શોધ્યા. હવામાં કોઈ વાહન દ્વારા ઉડી શકાય તેવી કલ્પનાજ ના આવી હોત તો એવા સાધન કે વાહન શોધવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. પહેલા કલ્પના આવે છે પછી શક્ય બનતી હોય છે.
ગણપતિ એટલે ગણ એટલે લોકોના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે. એક લીડરના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના મહાસાગરે રચેલું હોવું જોઈએ. મોટું માથું બુદ્ધિશાળી, નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ, મોટું પેટ બધું પેટમાં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા, હાથમાં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ. લાંબુ નાક, આવનાર ભયને અગાઉથી સુંઘીને જાણી લેવાની આવડત. હાથીની સુંઘવાની શક્તિ ગજબની છે. પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે. માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે. કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે. બસ એક પ્રજાનો લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.
પહેલા ગણપતિ સારા નહોતા. વિઘ્નકર્તા હતા. આ ટ્રાઈબ નેતા આર્યોને હેરાન કરતો હોવો જોઈએ. પછી પ્રથમ તારી પૂજા કરવામાં આવશે તને પ્રસાદ-ભાગ બધું મળશે કહી શાંત પાડ્યા હોવા જોઈએ. પછી ગણપતિ વિઘ્નહર્તા બન્યા. મૂળે શંકર દ્રવિડીયન ભગવાન હતા તેમને સ્વીકારતા પહેલા ભૂતડાના ભગવાન કહીને ખૂબ મજાક કરાઈ છે. ના છુટકે અપનાવી લેવાયા હશે. એમના ચિરંજીવીને પણ આમ અપનાવી લીધા હશે. માતાપિતાને સર્વસ્વ સમજનારા ગણપતિની પૂજા કરનારા માબાપને અનાથ આશ્રમમાં ધકેલી દેતા હોય છે. મૂળ ગણેશોત્સવ લોકમાન્ય તિલકે શરુ કરેલો. ત્યાર પહેલા આવા ધૂમધડાકાભેર ગણેશોત્સવ યોજાતા નહોતા. લોકો એમના ઘરોમાં સ્થાપના કરતા અને પધરાવી આવતા. મને યાદ છે વડોદરા સિવાય બાકીના ગુજરાતમાં ગણેશોત્સવનો આવો ક્રેઝ હતો જ નહિ. વડોદરામાં મરાઠી ભાઈ લોગન ખૂબ માટે ત્યાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાતો. હવે દેખાદેખી બધે આ પાગલપન છવાઈ ગયું છે. બાકી ગણપતિ ચોથ આવે અને જતી રહે ખબર પણ નહોતી પડતી. એક અંગત ઉત્સવને મૂળ રાજકીય હેતુ માટે ઉભો કરાયેલો મહાઉત્સવ કહી શકાય. ઉત્સવો ઉજવવા સારી વાત છે. પણ એનાથી નાહક બીજા લોકોને અડચણ થવી ના જોઈએ.
આપણ મુરખોને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગનાં ગણેશોત્સવમાં ચડાવો છો તે કોના ગજવા ભરે છે? એટલા રૂપિયા કોઈ સમાજ સેવામાં વપરાયા હોય તો લેખે લાગે અને ગણની સેવા થાય તો ગણપતિ રાજી થાય. આપણી શ્રદ્ધા એ આપણું પાગલપન છે એમાં બુદ્ધિનું કોઈ તત્વ નથી.