જિંદગીના તાણાવાણા અને બ્લ્યું રંગ નું બ્લડ..

Red knot

 

horseshoe

 

જિંદગીના તાણાવાણા અને બ્લ્યું રંગ નું બ્લડ..  

જુઓ અહી કેવા ગુંથાયા છે તાણાવાણા જિંદગીના,
કોઈ આપેછે જિંદગી અને બને છે કોઈ ની જિંદગી,
કોઈ લે છે જિંદગી અને બનાવે છે પોતાની જિંદગી.
      હાજી!!આ પ્લાનેટ ઉપર ધબકતું જીવન એટલે એક મોટી કાપડ ની ચાદર છે.એમાં ગૂંથાયેલા તાર એ અહી વસતો દરેક સજીવ છે.દરેક સજીવ ની જિંદગી છે.આ બધા તાર એક બીજા સાથે ગૂંથાયેલા છે.આ તાર એટલે માનવ,પશુ,પક્ષી,સરીસુર્પ,જીવ જંતુ અને વનસ્પતિ છે.બધા ની જિંદગી એકબીજા સાથે ગૂંથાયેલી છે.
      ૩૫૦ મિલિયન વર્ષ થી ચંદ્રમાં નાં હરેક સંકેત નો ઉત્તર આપતો છીછરાં અને હુંફાળા સમુદ્ર કિનારે અને સમુદ્રી ખાડીઓ માં વસતો જીવ એટલે હોર્સશું ક્રેબ.કાચબા ની જેમ મજબુત કવચ ધરાવતો એક કરચલો.આપણું આયુષ્ય તો માંડ ૨.૫ મિલિયન વર્ષ નું છે.એક મિલિયન એટલે દસ લાખ ગણી લેવાના.કોઈ પણ ધર્મ,જ્ઞાતિ જાતિ અને કહેવાતી પવિત્ર લગ્ન વ્યવસ્થા વગર આટલા બધા પુરા ૩૫૦ મિલિયન વર્ષો થી પોતાનું અસ્તિત્વ ટકાવી રહેલો એક સામાન્ય ગણાતો આ કરચલો આજે સુપર બ્રેઈન પાવર ધરાવતા માનવ ને કારણે ભય માં આવી પડ્યો છે.કુદરતે ગોઠવેલા બેલેન્સ ચક્ર ને પ્રાણીઓ કે બીજા સજીવો ક્યારેય તોડતા નથી.તોડે છે ફક્ત માનવી.કેમ કે કુદરતે એને બ્રેઈન આપવાની ભૂલ કરી લાગે છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.
   આપણાં અને મોટાભાગ ના સજીવો ના લોહી માં આયર્ન હોય છે,હિમોગ્લોબીન હોય છે અને લોહી નો રંગ લાલ હોય છે.જયારે કરોળિયા અને વીંછી ની નજીક ની જાતનો  આ ભાઈ કોપર વાપરે છે,અને એના લોહીનો રંગ બ્લ્યું છે.કુદરતી એન્ટી બાયોટીક્સ નું કામ આપતું આ બ્લ્યું બ્લડ દવાઓ બનાવતી કંપનીઓ માટે અમુલ્ય છે.લાલ રંગ હિંસા,ક્રોધ,આક્રમકતા અને યુદ્ધ નો રંગ ગણાય છે.લાલ લોહી જોઈ ને ઘણા ને ચક્કર આવી જાય છે.હોર્સ શું ક્રેબ ની માદા કદ માં  નર કરતા મોટી હોય છે.આ માદા એક સમયે લગભગ ૮૦,૦૦૦ થી લાખ ઈંડા મુકે છે.એમાંથી ભાગ્યેજ દસ વિરલા જીવતા હશે.બીજા ઈંડા નાં પોષક તત્વો કોઈની જિંદગી બનાવે છે.એ કોઈ છે રેડનોટ નામનું ઉત્તર ધ્રુવ નું નાનકડું નાજુક નહિ પણ ખુબ મજબુત પક્ષી.આમ તો આ પક્ષી ની વિવિધ પ્રજાતિઓ છે.ઉત્તર ધ્રુવ ના કાતિલ શિયાળા થી બચવા આ પક્ષી છેક ઓસ્ટ્રેલીયા,સાઉથ આફ્રિકા અને ભારત માં પણ લાંબી મજલ ઉડીને આવે છે.પણ એની એક પ્રજાતિ દક્ષીણ અમેરિકા ના દેશો માં ખાસ ચીલી માં મુકામ કરે છે.
      રેડનોટ ની આ  પ્રજાતિ હોર્સશું ક્રેબ સાથે કનેક્ટેડ છે.ફેબ્રુઆરી માં શિયાળા ની કાતિલ ધાર ઓછી થવા લાગે એટલે આ પક્ષી એની પહેલી ઉડાન બેક ટુ હોમ ની ચાલુ કરે છે.સાઉથ બ્રાઝીલ માં પહેલો મુકામ થાય ત્યાં સુધી સતત ઉડતા રહેવાનું.છેલ્લા સાત વર્ષ માં એની વસ્તી ૭૦% ઘટી ગયેલી જીવ વિજ્ઞાનીઓ ના ધ્યાન  માં આવી.થોડા ખોરાક પાણી લઇ બ્રાઝીલ થી પાછી ઉડાન શરુ.સાઉથ  કેરોલીના થી ડેલાવર સુધી ઠેક ઠેકાણે જ્યાં હોર્સશું ક્રેબ વસતા હોય ત્યાં મુકામ શરુ થાય ત્યાં સુધી સતત ઉડતા રહેવાનું.કારણ ઉત્તર ધ્રુવ સુધી પુરા ૧૦,૦૦૦ માઈલ  ની લાંબી મજલ કાપવાની હોય છે.ખુબ એનર્જી વપરાઈ જાય.વજન પણ ઓછું થઇ જાય.હજુ ઉત્તર ધ્રુવ પહોંચવાનું છે.થોડી બોડી અને મસલ્સ પણ બનાવવા પડે.હોર્સશું ક્રેબ નાં ઈંડા એમનો આહાર છે.ભરપુર પ્રોટીન અને પચવામાં હલકા એવા ઈંડા બે ચાર અઠવાડિયા ખાઈ ને તાજા માજા થઇ ને પછી ઉડવાનું શરુ કે  આવે હવે ઉત્તર ધ્રુવ ઢુંકડું.જીવ વિજ્ઞાનીઓ ની ટીમો રાતદિવસ મહેનત કરી ને અભ્યાસ કરે છે.ઉત્તર ધ્રુવ થી પાછા ઉત્તર ધ્રુવ ની રાઉન્ડ ટ્રીપ ગણો તો ૨૦,૦૦૦ માઈલ આ પક્ષી એક વર્ષ  માં ઉડે છે.કુલ્લે ૬ દેશો પસાર કરે છે.ઉત્તર ધ્રુવ પહોચ્યા પછી એમની મેટિંગ સીજન શરુ થાય.માળાં બંધાય,ઈંડા મુકાય.મોનોગોમસ એવું આ પક્ષી જયારે ઉત્તર ધ્રુવ માં એના સમયે ખાસ દેખાતું નથી ત્યારે સ્ત્રી જીવ વૈજ્ઞાનિક ની આંખ માંથી આશુંઓ ટપકી પડે છે.વાત કરતા કરતા હૈયું ભરાઈ જાય છે એનું….
       હોર્સશું ક્રેબ ની વસ્તી ૭૫% ઓછી થઇ ગઈ છે.સાઉથ કેરોલીના ની સ્ટેટ ગવર્નમેન્ટે ૧૫ વર્ષ હોર્સશું ક્રેબ ને પકડવા માટે મનાઈ ફરમાવી દીધી છે.આ ક્રેબ ની વસ્તી ઘટે એટલે રેડ નોટ ની વસ્તી પણ ઘટે.દેખાવે ભલે વિચિત્ર લાગતો આ હોર્સશું ક્રેબ પકડો તો જરાય ઈજા ના પહોચાડે.એના પગ બીક લાગે તેવા હોય પણ સાવ નાજુક હોય.આ ક્રેબ ને પકડવા માટે ખાસ લોકો ને લાયસન્સ અપાયા છે.એ લોકો મેડીકલ કંપનીઓ ને ક્રેબ પુરા પાડે,એનું વાદળી રંગ નું અમુલ્ય લોહી કાઢયા પછી પાછા એમના સ્થાને છોડી દેવાય છે.પણ એમાંથી થોડા માર્યા જાય છે.જોકે હવે આ ક્રેબ ની વસ્તી સાવ ઘટી નાં જાય માટે એની ખેતી પણ કરવામાં આવે છે.મતલબ એની વસ્તી વધારવા નાં પ્રયત્નો કરવામાં આવે છે.પણ હાલ તો ક્રેબ અને રેડ નોટ પક્ષી ની સંખ્યા એકદમ ઘટી ગઈ છે એને મૂળ લેવલે પહોચતા કેટલો સમય લાગશે તે ખબર નથી.દરિયા કિનારા નો વિકાસ વધે તે ક્રેબ નાં વિકાસ અને વસ્તી ને નુકશાન કારક બનતો જાય છે.ચાર દિવસ માં ૪૦૦૦ માઈલ કાપી નાખતું આ પક્ષી અને ૩૫૦ મિલિયન વર્ષો થી અસ્તિત્વ ટકાવી રહેલા શાર્ક સિવાય કોઈ ને નાં ગાંઠતા  હોર્સશું ક્રેબ ઈવોલ્યુશન નાં ક્રમ નાં અદ્ભુત ઉદાહરણો છે.   

ભયાવહ(Fight or Flight)!!!!!

Dante and Virgil in Hell
Image via Wikipedia
Great fire London

ભયાવહ(Fight  or Flight)!!!!!

મિત્રો ભયની લાગણી એ સામાન્ય લાગણી છે.ભયની લાગણી આપણા જીન્સમાં હોય છે.ભયની લાગણી સર્વાઈવ થવા માટેની જરૂરી મજબુત લાગણી છે.સર્વાઈવલ ઇન્સ્ટીકટ છે.ભયની લાગણી નાં હોત તો માનવ જાત આજે પૃથ્વી પર ફરતી નાં હોત.ભય લાગે છે માટે બચવા માટે ભાગીયે છીએ,અથવા પ્રતિકાર કરીને લડીને બચીએ છીએ.સૌથી મોટો ભય એ મૃત્યુ નો ભય  છે.ચાલો થોડા પ્રાથમિક અને આદીમ ભય વિષે જાણીએ.આ તમામ ભય આપણને વારસામાં જીન્સમાં આપણા પૂર્વજો આદી માનવો પાસેથી મળેલા છે.ભલે તમે આજે  ભયનાં આ પ્રકારના અનુભવ ના કરતા હોવ પણ આ ભયોની ભૂતાવળ તમારા અચેતન મનમાં સમાયેલી છે.
૧) Eat alive –આપણે કોઈ જંગલી પ્રાણીને જોઇને ભાગીયે છીએ.કેમ?જીવતા ખવાઈ જવાનો ભય છે.આપણા પૂર્વજો જંગલો માં રહેતા હતા.મેન ઈટર પ્રાણીઓ ચારેકોર વસતા હતા.ખાસ તો આજના સિંહ કે વાઘ કરતા બમણું મોટું કેટ વર્ગનું એક પ્રાણી હતું જે માનવ ભક્ષી હતું.હાલ તો એ સમાપ્ત થઇ ગયું છે.આ ભય તમને નિર્ણય લેવામાં મદદ કરે છે કે હવે ઉભા રહેવું કે ભાગવું?ભય તમારા લોહીને વધારે પગ તરફ ધકેલે છે.જેથી તમે ભાગી શકો.
૨) Snake –સર્પનો ભય પણ આદીમ ભય છે.માનવ જંગલો અને ગુફાઓમાં રહેતો હતો.સર્પ પણ લગભગ દરેક જગ્યાએ હોય છે.દક્ષીણ ધ્રુવ સિવાય સર્પ દરેક જગ્યાએ હોય છે.બીજા પ્રાણીઓ વચ્ચે ટકી રહેવા સર્પે એક મહા ભયાનક કેમિકલ ટેકનીક વિકસાવી છે.ઝેર!!કાતિલ ઝેર એનું શસ્ત્ર છે.જો કે બધા સર્પ ઝેરી હોતા નથી.આદી માનવો અવારનવાર સર્પ દંશથી મરી જતા હશે.માટે સર્પનો ભય આપણા અચેતન મનમાં સમાયેલો છે.પણ આજ ભય સર્પ સાથે દોસ્તી કરવા માટે પણ પ્રેરણા આપે છે.અને એ દોસ્તી ઘણીવાર જીવલેણ પણ નીવડી છે.
૩)Burried  alive —જીવતા દટાઈ જવાનો ભય.આ પણ એક આદીમ ભય છે.ગુફામાં રહેતા આદી માનવો જીવતા દટાઈ જતા હશે.જમીન ધસી જવાથી કે ભૂકંપ અને એવી કુદરતી ઘટનાઓમાં જીવતા દટાઈ જવાતું હોય છે.આજે પણ ગુજરાતમાં માટી ખોદવા જતા ઘણા લોકો જીવતા દટાઈ ગયાના સમાચાર આપણે વાંચીએ છીએ.જે દેશોમાં મૃત્યુ પામેલા લોકોને ભૂમીગત નિકાલ કરવામાં આવતા હોય છે ત્યાં આ ભય ખાસ હોય છે.ઘણી વાર કોમામાં પડેલા જીવતા માણસને કોફીનમાં મૂકી ને દાટી દેવાતો હતો.એના પુરાવા પણ મળ્યા છે.જોકે ભાનમાં આવીને ભાઈ પાછા મૃત્યુ ને શરણ જ થવાના હોય.પણ બહાર નીકળવા પ્રયત્ન તો કરેલા હોય એના પુરાવા મળ્યા પછી ખાસ પ્રકારના કોફીન બનાવવામાં આવતા હતા.મૃતકના પગના અંગુઠે દોરી બાંધવામાં આવતી જે બહાર એક ઘંટ સાથે બાંધેલી રહેતી.અને કોફીનમાં પ્રાણવાયું જઈ શકે તેવી એક પાતળી પાઈપ રાખવામાં આવતી.જેથી કોઈ જીવતું થાય અને બચવા માટે પગ હલાવે તો બહાર ઘંટ સંભળાય.એટલે જીવતા દટાઈ જવાનો ભય પણ એક પ્રાથમિક ભય છે.
૪) Hell –નર્કનો ભય.મર્યાં પછી નર્કનો ભય એ શીખવેલો ભય ગણાય.જનતા ઉપર કંટ્રોલ રાખવા આ પ્રકારનો ભય મંદિરો અને ચર્ચ અને ધર્મો દ્વારા ઉભો કરવામાં આવેલો.દરેક ધર્મનાં નર્ક અલગ અલગ હોય છે.એમાં મળતી સજાઓ ના પ્રકાર થોડા જુદા જુદા પણ ભયાનક હોવાના જ.ભગવાનનો ડર રાખો ભાઈ એવું આપણે ઘણા મુખે સાંભળીયે છીએ.એટલે લોકો થોડા સખણા રહે અને નર્કનાં ભયના કારણે સીધા ચાલે એવો આશય હતો.પણ પછી એ ભય બતાવી બતાવીને લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.બીજું આ એક બદલાની ભાવના છે કે સારું નથી કર્યું હેરાન કર્યા છે તો નર્કમાં જવાના અને બદલો મળી જશે.આ એક કાલ્પનિક ભય છે જે શીખવેલો છે.
૫)Monsters —દૈત્ય અને રાક્ષસનો ભય.આ પણ એક કાલ્પનિક શીખવેલો ભય છે.આને આપણે બકાસુર ભય પણ કહી શકીએ.આમાં જાત જાતનાં કાલ્પનિક પાત્રોની કલ્પના કરવામાં આવેલી છે.આપણા મહાભારતમાં બકાસુર નું પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે.આવા મોન્સ્ટર ને માથે શીંગડા હોય,માથાની જગ્યા એ સાપ હોય,અર્ધું અંગ સિંહનું અને અર્ધું માણસનું હોય.આમ પશુ અને માણસનું કોમ્બીનેશન હોય છે.વળી આવા મોન્સ્ટરને મારીને કોઈ વીરલો હીરો બની જતો હોય.આમાં એક બહાદુરીની ભાવના પણ હોય છે.જેમ કે બકાસુરને મારી ને ભીમ હીરો કહેવાતો.દરેક દેશોમાં અને પ્રાચીન સંસ્કૃતિમાં આવી વાતો હોય છે.અત્યારે વેમ્પાયરના મુવી બહુ ચાલે છે.લોહી ચુસતા ડ્રેકુલા અને વેમ્પાયર અને વરુ બધા આવી જાતના ભય છે.આમાં ભય સાચો પણ કલ્પના ખોટી હોય છે.ભૂત પ્રેત,ચુડેલ,ડાકણ,જંડ વિગેરેનો ભય એ આવો કાલ્પનિક ભય જ છે.એક દંતકથા મુજબ મહુડી નાં ઘંટાકર્ણ વીર એક શિકારી કોમનાં હતા.હાલ પણ એમની મૂર્તિ જુઓ કાનમાં ઘંટનાં આકારનાં કર્ણ ફૂલ અને હાથમાં તીર અને કામઠું છે.અને મર્યાં પછી આવા મોન્સ્ટર બની ત્યાના જંગલો ને ધ્રુજાવતા હતા.એમને જૈન મુની બુદ્ધિસાગર મહારાજે સાધના કરી સાધી ને ત્યાં બેસાડી દીધા.હવે લોકો એમને સુખડી ધરાવે છે.અને એ લોકોના કામ કરી આપે છે.લોકો સુખડીની બધા રાખે છે.જે સુખડી મહુડી ગામ બહાર લઇ ના જવાય તેવી માન્યતા છે.ભયમાંથી ભગવાન પેદા થાય.ભય વિના પ્રીત નહિ.ભયના લીધે ભગવાન પેદા થાય અને ભગવાનનાં ભયને લીધે લોકો વધારે ભયભીત થાય.આમ દુષ્ચક્ર ચાલે જ જાય છે.
૬)Drowning —પાણીમાં ડૂબીને મરવાનો ભય.આપણા પૂર્વજો નદી નાળાં,સમુદ્ર અને પાણીનાં પુરમાં ડૂબી ને મર્યાં હશેજ.આજે પણ લોકો આવી ઘટનાઓમાં મરે છે.આ એક બેઝીક કુદરતી કંડીશનિંગ ભય છે.નેચરલ ડીઝાસ્ટર ને કારણે ડૂબી ને મરી જવાનું સામાન્ય હતું.સુનામીમાં કેટલા બધા લોકો મરી ગયેલા?આ એક બહુ પ્રાચીન અને પ્રાથમિક ભય છે.પ્રલયનો ભય મૂળ તો ડૂબી જવાનો ભય જ છે.હિમયુગો પુરા થયા હશે ત્યારે ગ્રેટ ફલડમાં મોટાભાગની માનવ જાત ખતમ થઇ ગઈ હશે.આ ભય પાણી નો પાવર પણ બતાવે છે.
૭)Burned alive —-જીવતા સળગી મરવાનો ભય.આ પણ ઉપર મુજબનો જ ભય છે.જ્વાળામુખી,જંગલોમાં લગતા દવ આ ભયનાં કારણ રૂપ છે.સપ્ટેમ્બર ૨,૧૬૬૬માં ગ્રેટ ફાયર લંડનમાં લાગેલી.પાંચ દિવસ ચાલેલી એક જ  મહાજ્યોત આગમાં પુરા દસ હજાર ઘર સળગી રહ્યા હતા.એક બેકરીમાંથી શરુ થયેલી આગ માં કુલ ૧૩૨૦૦ ઘર અને ૮૭ ચર્ચ નો સફાયો બોલી ગયેલો.૮૦,૦૦૦ લોકો નિરાધાર થઇ ગયેલા.
૮)Terrorism —-આદી માનવોમાં પણ એક બીજાનાં સમૂહ એક બીજા ઉપર ટેરર ફેલાવતા.રાત્રે ઓચિંતા હુમલા કરી એક બીજા પર ત્રાસવાદ ફેલાવવામાં આવતો.એટલે આ ભય પણ પ્રાથમિક જ છે.પણ ટેરર  શબ્દ ફ્રાંસથી આવ્યો છે.ફ્રેંચ રીવોલ્યુશન વખતે પેરીસમાં હજારો લોકો ને Guillotine વડે કતલ કરી નાખવામાં આવેલા.વિકટીમને બાંધી ને સુવડાવી દેવામાં આવતો એક ચોકઠા પર અને ઉપર થી મોટી લોખંડ ની બ્લેડ છોડવામાં આવતી એક ઝાટકે માથું જુદું.અજાણ્યા ભય ઓળખવાની અદ્ભુત શક્તિ માનવમાં હોય છે.ભારત તો વર્ષો થી ટેરરીઝમનાં ભય થી પીડાય છે.૯-૧૧ પછી ટેરરીઝમનાં એક નવા યુગ માં પ્રવેશ્યા છીએ.
૯)Rat —ફીયર ઓફ રેટ,, ઉંદર ભાઈ વર્ષોથી આદીમ યુગ વખતથી માનવ જાત પર  ટેરર ફેલાવતા આવ્યા છે.ગુફાઓમાં માનવ રાત્રે સુતો હશે ત્યારે પગ અને હાથ મો પર કરડી ને ટેરર ફેલાવતા ઉંદરનો ભય પણ પ્રાથમિક છે.ભાઈ મગર કરતા વધારે મજબુત ઝડબા ધરાવે છે.૭૦૦૦ પાઉન્ડ પ્રેશર પર સ્ક્વેર ઇંચ પર કરી શકતા આ ભાઈનાં હાથમાંથી કોઈ પણ વસ્તુનું છટકવું મુશ્કેલ છે.આજ સુધી પ્લેગ ફેલાવી ને લાખો લોકો નેમારી ચુક્યા છે.એક સમયે યુરોપમાં થી ત્રીજા ભાગના પોપ્યુલેશનને પ્લેગ વડે નદારદ કરી દીધેલું.
                    નુકશાનમાંથી બચવા માટે ઘણા બધા ફીયર શીખવેલા હોય છે,અને ઘણા બધા કંડીશનિંગ થી મેળવેલા હોય છે.ભય થી શું થાય?
૧)હાર્ટ રેટ વધી જાય.હૃદય ઝડપથી ધબકતું થાય.જેથી જેતે અંગોને લોહીની જરૂર વધારે હોય તેને પુરવઠો મળી રહે.
૨)બ્લડ પ્રેશર ઊંચું જાય.
૩)મસલ્સ ટાઈટ થાય.જેથી વધારે મજબૂતાઈથી કામ કરી શકે.
૪)જ્ઞાનેન્દ્રિયો તેજ થાય.જેથી સેન્સની સમજ આવે.શું કરવું તે સમજ આવે.
૫) આંખની કીકીઓ મોટી થાય જેથી વધારે પ્રકાશ અંદર પ્રેવશી શકે.
૬) શરીર નાં તાપમાન ને જાળવવા પરસેવો થાય.
       બીજા જાતજાતનાં ભય હોય છે.એ વિષે ફરી ક્યારેક જણાવીશું.ભય એ કોઈ ખરાબ લાગણી નથી.હીણપત ભરી લાગણી નથી.સર્વાઈવલ થવા માટેની મજબુત લાગણી માત્ર છે.

ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!

  ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!  
    ગઈકાલે ફોન પર વાત દ્વારા જાણવા મળ્યું કે ગુજરાત માં જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે દરેક સોમવારે સ્કૂલો બે પીરીયડ જવા દઈ ને વહેલી છોડવામાં આવે છે.આવો કોઈ ગુજરાત નાં શિક્ષણ ખાતાએ સર્ક્યુલર બહાર પાડ્યો છે કે નહિ તે તો મને ખબર નથી.પણ સ્વેચ્છાએ દરેક સ્કૂલો આવો નિયમ પાળે છે.લગભગ સવાર ની પાળી ની સ્કૂલો તો ખાસ.થોડી નવી અંગ્રેજી મીડીયમ ની સ્કૂલો આવું કરતી નથી.એનો મતલબ સરકાર તરફ થી આવો કોઈ રૂલ્સ હોય નહિ.સોમવારે સ્કુલ નાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો શંકર ના મંદિરે જઈ ભક્તિ કરી શકે માટે શું આવો સ્વયંભુ નિયમ પળાતો હશે?બે પીરીયડ વહેલા છૂટી ને કેટલા વિદ્યાર્થીઓ મંદિરે જતા હશે? અને શિક્ષકો પણ મંદિરે જતા હશે ખરા?બે પીરીયડ અભ્યાસ બગાડી ને મંદિરે જવું યોગ્ય છે ખરું?કે પછી મોરારીબાપુ નો ચીપ સસ્તો સંદેશો,વન લાઈનર ચબરાકિયું જે આપકી આદાલત માં એમના પવિત્ર મુખે કહેવાયેલું કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” એની અસર હશે?મહાપુરુષો ની વાતો માનવી પડે?
   કેટલાક  વર્ષો થી આ ધારો સોમવારે સ્કુલો વહેલી છોડી દેવાનો ચાલે છે.દાંતા(અંબાજી) હાઈસ્કુલ નાં પ્રિન્સીપાલ સાહેબ ને આ યોગ્ય નાં લાગ્યું.એમને થયું કે કોઈ ભક્તિ કરવા જવાના નથી,નાં વિદ્યાર્થીઓ કે નાં શિક્ષકો.બધા બે પીરીયડ વહેલી રજા ધર્મ નાં બહાને ખોટી રીતે પાડે છે.એમણે ત્યાં આ ધારો બંધ કરાવ્યો.નાનું ગામ એટલે કોઈ ખાસ ઉહાપોહ થયો નહિ.એમને થયું કે ચાલો એક સ્તુત્ય પ્રયાસ સફળ થયો.હવે આ પ્રિન્સીપાલ અમદાવાદ ની મણીનગર ની જીવકોરબા હાઈસ્કુલનાં ગુજરાતી મીડીયમ ના પ્રિન્સીપાલ બન્યા.એમને થયું કે આ ખોટું છે કે સોમવારે બે પીરીયડ વહેલા છોડી દેવાનું.સ્કુલ માં આ ધારો બંધ કરવાનું નક્કી કર્યું.શિક્ષકોએ અનિચ્છાએ સંમતિ આપી હશે.અંગ્રેજી મીડીયમ નાં પ્રિન્સીપાલ તો છટકી ગયા.એમણે તો ધારો ચાલુ રાખ્યો.ગુજરાતી મીડીયમ ની સવાર ની પાળી એક સોમવાર વહેલી બે પીરીયડ છૂટી નહિ.વાલીઓ,વિધાર્થીઓ માં ઉહાપોહ થઇ ગયો.આતો ખોટું થયું ધર્મ નો નાશ થઇ રહ્યો છે.હિંદુ વિરોધી પગલા લેવાઈ રહ્યા છે.પ્રિન્સીપાલ હિંદુ ધર્મ વિરોધી લાગે છે.આ પ્રિન્સીપાલ  હિંદુ જ છે.એમના ઘર માં રોજ ધ્યાન,મેડીટેશન પૂજા બધું નિયમિત થાય જ છે.
    શિક્ષકોએ પ્રિન્સીપાલ ને સમજાવ્યા કે આપનો વિચાર ઉત્તમ છે,પણ લોકો માં વિવાદ ઉભો થઇ ગયો છે.આમેય શિક્ષકો પણ આ પગલા થી નારાજ હતા જ.એમને પણ બે પીરીયડ વહેલું  છૂટવા  મળતું હતું તે બંધ થાય તો કોને ગમે?અને એમાય આજ સ્કુલ નાં અંગ્રેજી માધ્યમ નાં પ્રિન્સીપાલ તો સાથ આપવા તૈયાર નથી.પ્રિન્સીપાલે દુખ સાથે કે મારા શિક્ષકો જ મને સાથ આપવા તૈયાર નથી,આ નિર્ણય પાછો ખેચી લીધો.
      મેં ફોન ઉપર કહ્યું કે તમે આ નિર્ણય પાછો નાં ખેંચ્યો હોત તો થોડા દિવસ માં છાપાઓ અને ટીવી માં આવી જાત કે તમે હિંદુ વિરોધી છો.વિશ્વ હિંદુ પરિષદ નાં ડો.પ્રવીણ તોગડીયા કે અશોક સિંઘલ નો સંદેશો આવી જાત કે ચર્ચ નાં ઈશારે તમે કામ કરી રહ્યા છો.કોઈ વિધર્મી તત્વો નાં હાથે તમે ખેલી રહ્યા છો.કોઈ મુલ્લાજી સરકાર માં રજૂઆત કરત કે હવે દર શુક્રવારે સ્કૂલો વહેલી છોડી દો.તમારા ઘર આગળ કોઈ ઉપવાસ પર ઉતરી જાત.તમારા વિરદ્ધ સરઘસ નીકળત કે હટાવો આ પ્રિન્સીપાલ.અને કોઈ તમારા ઉપર હુમલો પણ કરી શકે.જેવો NRI પંકજ ત્રિવેદી ઉપર થયેલો અને મોત ને ઘાટ ઉતારી દેવાયા હતા. અમદાવાદ બંધ નું એલાન પણ અપાઈ  જાત.સારું થયું કે નિર્ણય પાછો ખેંચ્યો.બચી ગયા.
   આ માનસિકતા છે લોકોની ત્યાં સુધી પ્રગતિ ક્યાંથી થવાની?આશારામ નાં પ્રકરણ વખતે અશોક સિંઘલ એવું કહેતા હતા કે ગુજરાત  સરકાર ચર્ચ નાં ઈશારે કામ કરી રહી છે.હવે ફરી મહાન બાપુ સ્ટીંગ ઓપરેશન દ્વારા ચર્ચા માં ચગ્યા છે.મુખ્ય મંત્રી એમના પગે માથું ટેકવે છે.આશ્રમ ગુનેગારો નાં રક્ષણ માટે તો નથી બનાવ્યો ને?ઘણા બધા મૂરખ અને પ્રજાને મૂરખ બનાવતા બાવાઓ છાપાઓ માં ચગ્યા છે.પણ ભક્તો કહેશે આતો એમને નીચા પડવાનું કાવતરું છે.વિદેશી અને વિધર્મીઓ નો આમાં હાથ છે.ચાલો આશારામ ખરાબ છે પણ મગન મહારાજ તો સારા છે,એમના શરણે જઈએ.પાછું વળી મગન મહારાજ નું પોલ પકડાયું તો કહેશે ચાલો મગન મહારાજ ખરાબ છે પણ છગન મહારાજ મહાન છે એમના શરણે જઈએ.કોઈ ને  કોઈનું શરણું તો જોઈએ જ જીવવા માટે.
    શ્રાવણ આવે એટલે ભક્તિ ભાવ નાં પુર આવે.અરે અહી તો બારે માસ કોઈ ને કોઈ પુર ચાલુ જ હોય.સંતોષીમા નું પુર હમણાં ઓસર્યું છે.તો દશામાં નું ચાલુ છે.વડોદરામાં અપ્સરા સિનેમા માં જય સંતોષી માં મુવી આવેલું.એણે થીયેટર નાં પ્રાંગણ માં જ મંદિર બનાવી દીધેલું.વળી કોઈએ મજાક માં વૈભવ લક્ષ્મી ની બનાવટી વાર્તા લખી નાખેલી તે એના પુરા ચાલ્યા.એની નાની પુસ્તિકાનું જબરદસ્ત વેચાણ ચાલતું.દરેક નાં ઘર માં એ નાની પુસ્તિકા હોય જ.ભાદરવો શરુ થાય એટલે ગણપતિ નું પુર આવે.લોકો પાછા ભક્તિ ના માહોલ માં ડૂબી જાય.મૂર્તિ નો ઝેરી કલર ખાઈ ને છો માછલાં મરી જતા અને નદીઓ ને તળાવો ગંધાઈ ઉઠતા. જૈનો પર્યુષણ નાં પુર માં ડુબકીયાં ખાય.’મિચ્છામી દુક્કડમ’.ડુંગળી કે લસણ ખાતા કે આદું ખાતા પાપ લાગે પણ વેપાર માં કોઈ નું ગળું કાપતા પાપ નાં લાગે.આર્થિક કૌભાંડો કરી ગરીબ લોકો ને રાતે પાણીએ રોતા કરતા પાપ નાં લાગે.દેશની ઈકોનોમી બગાડતા પાપ નાં લાગે.કોઈ એક ની વાત નથી.બધાની વાત છે.અંબાજી ચાલતા જવાના પુર હવે ચાલુ થવાના.અલ્યા આટલી બધી બસો છે,વાહન વ્યવહાર નાં સાધનો છે? પણ મુરખો ચાલતા જઈને સ્વર્ગ ની ટીકીટો બુક કરાવી લેવાના.જો સાહસ કરવા કોઈ હિલ પર ટ્રેકિંગ કરવા જવાનું કહીએ તો થોડાજ શોખીનો તૈયાર થવાના.હા ડુંગર પર કોઈ ધજા ફરફરતી હોય તો જુદી વાત છે. ભાદરવી પૂનમે લાખો મુરખો અંબાજી માં પ્રવેશ પણ પામી શકતા નથી.દુર થી મંદિર ની ધજા ના દર્શન કરી પાછા વળી જાય છે.હમણાં સાઈબાબા નું પુર બહુ જોર માં છે.અહી ઇઝલીન માં એક ફોટો મૂકી ને મંદિર ચાલુ થયેલું.હવે ખુબ લાઈનો લાગે છે.બરોડા માં ગુરુવારે જલારામ મંદિર અને જ્યાં સાઈબાબા નાં મંદિરો હોય ત્યાં ટ્રાફિક જામ.જલાબાપા કે સાઈબાબા કોઈએ આવું વિચાર્યું નહિ હોય.
     પછી નવરાત્રી ની વાત જ નાં થાય.નવ દિવસ જલસા.નવરાત્રી પછી ડોક્ટર્સ ને જલસા એવી કહેવત પડી ગઈ છે.દિવાળી ની વાત થાય?પછી આવે ભૂતિયો કારતક મહિનો.પૂર્વજો  જમાડો,શ્રાદ્ધ કરો.પૂર્વજો ને જીવતે તો નર્ક દેખાડી દીધું હોય પણ મર્યા પછી? પછી આવે ઉતરાણ,શિવરાત્રી,બમ બમ ભોલે,હોળી ધૂળેટી,રામનવમી,હનુમાન જયંતી,લગ્નગાળો,રથયાત્રા બસ એક પછી એક ચાલુ જ હોય.અમદાવાદ કે બરોડા ની પોળ માં રહેતા હોય તેને ખબર પડે કે સતત બારે માસ આવા પુર નાં લીધે વાગતા માઈક નાં અવાજો બીમાર અને વિદ્યાર્થીઓ માટે કેટલા નુકશાન કારક છે.આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ.રીસર્ચ પ્રિય,અભ્યાસ પ્રિય,ક્રિકેટ સિવાય બીજી રમત પ્રિય,સાહસ પ્રિય ક્યારે બનીશું?????   

પાપ તારું પરકાશ જાડેજા!!!

પાપ તારું પરકાશ જાડેજા!!!
એક ભજન સાંભળી ને મને કાયમ નવાઈ લાગે છે અને હસવું પણ ખુબ આવે છે.’પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે,તારી બેડલી ને ડૂબવા નહિ દઉં’…લગભગ બધાએ આ ભજન સાંભળ્યું હશે.ખુબ લોકપ્રિય છે.આ જેસલ જાડેજો એક લુંટારો હતો.ભજન માં એણે કહ્યા પ્રમાણે,ચાર લાખ હરણ એણે માર્યા છે,વન ના મોરલા માર્યા છે,સરોવર ની પાળો તોડી ને ગાયો નાં ધણ તરસે માર્યા છે,સાત વિસુ એટલે ૭૨૦ અથવા સાત ગુણ્યા ૨૦ ગણો તો ૧૪૦ મોડ્બંધા એટલે વરરાજા એણે જાનો લુંટી ને મારી નાખ્યા છે.માથાના વાળ જેટલા વકરમ ખરાબ કર્મો કર્યા છે.કોઈ ત્રાસવાદી લાગે છે કેમ?જો કે એનું ક્યાંક કચ્છ માં મંદિર હશે.હશે શું!! છે જ.
     સીધો સાદો કર્મ નો નિયમ સમજીએ તો જે તમે કર્મ કરો તેનું ફળ મળે.સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે.હવે આ જાડેજા નાં કર્મો પ્રમાણે એને ફાંસી થી ઓછી સજા થવી નાં જોઈએ.પણ આ બધા અતિશય  ખરાબ કુકર્મો માંથી છૂટવું હોય તો શું કરવાનું?કોઈ તોરી કે તોળી કે તોરલ રાણી ને મળો.બસ એ ભગવાન સમકક્ષ ભક્તાણી આગળ રડી પડો,બધા ખરાબ કર્મો એને કહી દો એ તમારી બેડલી કે નાવડી ડૂબવા નહિ દે.કેટલું સહેલું?બસ પછી ભક્ત બની જાવ અને પીર ની જેમ પૂજાઓ.તો પેલા હરણો,મોરલા અને વરરાજા મારેલાં એ બધા ની કોઈ સજા નાં મળી?શું કર્મ નો નિયમ આટલો બધો સસ્તો અને લાગવગવાળો છે?જ્યાં કોઈ એજન્ટ ની લાગવગ ચાલી જાય અને એ ભોગવવા માંથી મુક્ત થઇ જવાય?તો પછી આ હત્યાઓ અને ખરાબ કર્મો કદાચ ખરાબ ગણાતા નહિ હોય.હું તો મારી શંકાઓ રજુ કરું છું,મિત્રો કોઈ મને સમજાવશો?એક જ હત્યા કરો અને કોર્ટ તમને ફાંસી આપી દે.એવો કાયદો છે પણ ભારત માં ચાલી જાય છે પુરાવા ના મળે તો.બધે ચાલી જાય એકલા ભારત ની વાત નથી.પણ અહી તો દેખીતા વિડીયો રેકોર્ડીંગ પુરાવા હોય છતાં અને કોર્ટે ફાંસી આપી દીધી હોય છતાં ચાલી જાય છે,ગુનેગારો લહેર કરતા હોય છે,કારણ આ ભારત છે.સંતો,સ્વામીઓ ની પુણ્ય પાવનકારી ભૂમિ છે.અન્ગુલીમાલ,વાલ્મીકી,જોબન પગી અને જેસલ જાડેજો બધાને સુધારો,છો એ લોકોએ હજારો લોકો ને મારી નાખ્યા.માણસો છે એ લોકો,જે માર્યા ગયા એ લોકો તો તુચ્છ આત્માઓ હતા.સોહરાબુ્દ્દિન,અફજલ અને કસાબ જેવા માણસો છે.સોહરાબુ્દ્દિન ને મારનારા પોલીસ અધિકારીઓ ને સજા થવી જોઈએ કે નહિ?ડી.સી.પી વણઝારા એ તોળી રાણી બનવાનું હતું.”પાપ તારું પરકાશ,સોહરાબુ્દ્દિન તારી બેડલી ને ડૂબવા નહિ દઉં.”તો ચોક્કસ વણઝારા સાહેબ ની વાહ વાહ બોલી ગઈ હોત.બંને જણાં ભવિષ્ય માં પીર બની ને પૂજાત.પણ તુચ્છ આત્મા હવે સજા થવાની.કારણ ઉપર તોળી રાણી નું શાસન ચાલે છે.ગમે તેટલા પાપ કરો ભારત માં કોઈ ચિંતા નહિ.કોઈ સારો એજન્ટ પકડી લો.ગમે તેટલા મર્ડર કરો કોઈ ચિંતા નહિ.કોઈ પંથ,કોઈ ગુરુ પકડી લો અને બચી ગયા.આશ્રમ બનાવવા,મંદિર એટલે દુકાન બનાવવા રૂપિયા આપી દો નો પ્રોબ્લેમો.
        આ કર્મ નો નિયમ મને સમજાતો નથી.જ્યાં સમજવા જાઉં છું ત્યાં કોઈ આવી તોરી રાણી કે નરસિંહ મહેતા જેવો ભંકસ મારે છે.કર્મ ની જરૂર જ ક્યા છે?બસ પરમાત્મા નું ભજન કર્યા કરો,બધી જવાબદારી એની. નરસિંહ મહેતા,ગુજરાત ના પ્રથમ કવિ(૧૪૧૪-૧૪૮૧),ભક્ત,સંત,આદી કવિ,ગુજરાતી સાહિત્ય ના પ્રથમ કવિ.કોઈ આધારભૂત માહિતી એમના જીવન વિષે ની મળતી નથી.એમની કવિતાઓ,પદો અને પ્રભાતિયા વિગેરે માંથી માહિતી  મેળવવામાં આવી છે.નરસિંહ મહેતા એ જે તે સમય ની મૂળ ગુજરાતી ભાષા માં રચેલું સાહિત્ય આજે મળતું જ નથી.બધું મૌખિક રીતે સચવાયેલું બદલાઈ ચૂકેલું છે.કે.કા.શાસ્ત્રીજી ને જે કાઈ પુરાવો મળેલો તે પણ નરસિંહ મહેતાના સિધાવ્યા પછી સન ૧૬૦૦નો  એટલે ૨૦૦ વર્ષ પછી નો મળેલો છે.બધું નરસિંહ મહેતાનું હશે કે કેમ?એના પહેલાનું કોઈ ગુજરાતી કવિતા વિશેનું સાહિત્ય મળતું નથી,માટે એમને આદી કવિ કહેવામાં આવે છે. આ ભક્તો આળસુઓ ના પીર કેમ હોતા હશે?બસ આખો દિવસ ભજનીયા ગાવાના,નાં કોઈ કામધંધો,ના કોઈ ઉદ્યમ.કુદરત તમને જન્મ આપે પછી તમારી પોતાની જવાબદારી છે એ જીવન ને આગળ ધપાવવાની.હાથપગ તો જાતે હલાવવા જ પડે.પણ ભારત માં  બધું કુદરત ના માથે નાખી દેવાનું?બાળકો પેદા કરતા તો ભગવાન ને પુછવા જતા નથી કે  હે ભગવાન હવે મેં તો પેદા કરી દીધા હવે બધી જવાબદારી તમારા માથે.સંસારી હોવા છતાં સંસાર થી અલિપ્ત હતા એટલે આપણે તો અહોભાવ માં તણાઈ જવાના.બહુ મહાન કહેવાય.બે બાળકો પેદા કર્યા તો અલિપ્ત કઈ રીતે થઇ ગયા?પત્ની અને કામરસ થી અલિપ્ત નહિ રહેવાનું.કે પછી કમાવા કોણ જાય?મહેનત કોણ કરે?વર્ક થી અલિપ્ત.એમના ભજનો સાંભળી ભગવાન સાક્ષાત દર્શન દેતા.શું ભગવાન કોઈ વ્યક્તિ છે?કુદરત નવરી છે કે માનવ રૂપે દર્શન આપે?કે પછી ભ્રમણા?કે ઈલ્યુંજન?તો તો ભક્ત ગધેડા ને ભગવાન મોટા ગદર્ભરાજ  સ્વરૂપે ચોક્કસ દર્શન આપતા હશે.એમના દીકરાનો  વિવાહ હોય તો કુદરત ને ભગવાન ને દોડવું પડે,એમની દીકરી નું મામેરું હોય તો ભગવાન ને દોડવું પડે.ભારત ની પ્રજા કાયમ આવા સંદેશા મહાકવિઓ,મહાપુરુષો,ભક્તો,સંતો,ગુરુઓ  પાસે થી મેળવતી રહે પછી આશરે ૯૦૦ વર્ષ ગુલામ  ના રહે તો શું થાય?મહાન ફીલોસીફી,ઉચ્ચ આદર્શો ની વાતો,કવિતાઓ,આખ્યાનો,કથાઓ ના કલ્ચરે ભારત ને મહાન આળસુ બનાવી દીધું.બસ ભજન કરો બેસી રહો સમય નો વ્યય કરો અને ભગવાન બધું સાંભળી લેશે.ભગવાન સ્વયં વિઘ્નો દુર કરવા આવશે.થયું એવું હશે કોઈ વાણીયા શેઠ ને દયા આવી હશે ને  બધા કામ પુરા પાડ્યા હશે.હવે એ શેઠ તો ભગવાન જ કહેવાય ને?એનામાં પણ ભગવાન તો છે જ ને?એમણે રચેલી કવિતાઓ વિષે ગુજરાત અને દરેક ગુજરાતી આજે પણ ગર્વ અનુભવે છે.ગુજરાતી સાહિત્ય જગત માં એમનું સ્થાન બહુ ઊંચું છે.ભારત સરકારે નરસિંહ મહેતા નાં માનમાં  એક ટપાલ ટીકીટ બહાર પડેલી હતી.જે આપણાં માટે ગર્વ ની બાબત છે.પણ આ કર્મ નો નિયમ કાંતો ખોટો છે,કાંતો મને સમજાતો નહિ હોય.કે પછી કુદરત નાં સામ્રાજ્ય માં કર્મ નો કોઈ નિયમ જ નથી કે શું???????
    “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈ ને પુણ્ય શાળી બને છે.” પહેલા પાપ કરો પછી કરો પસ્તાવો અને બનો પુણ્યશાળી.વેરી સિમ્પલ!!!!હા!હા!હા!હા!હાઆઆઆ!
            
    

આપણાં પૂર્વજો(લુસી અને ટર્કાના બોય)???

આપણાં પૂર્વજો(લુસી અને ટર્કાના બોય)???
પૂર્વ આફ્રિકા ખંડ માં આવેલા કેન્યા અને ઈથિયોપિયા ને આવરી લેતી ગ્રેટ રીફ્ટ વેલી એ માનવ નું જન્મસ્થળ મનાય છે.૧૦ મિલિયન વર્ષ પહેલાના નાં ગળા માં ત્યાં  ચિમ્પાન્ઝી જેવા અનેક એપ્સ ની બોલબાલા હતી.ગીચ વર્ષા વનો થી ઉભરતો આ પ્રદેશ,જ્વાલામુખીઓ ફાટતાં ઉજ્જડ બનવા લાગ્યો.પાછા વર્ષા વનો ઉભા થઇ જતા,અને પાછું બધું ઉજ્જડ.આવું હજાર વર્ષ ના ગાળે વારંવાર બનતું.એમાં પછી એક દિવસ સાવ ઉજ્જડ જ થઇ ગયું.બસ કલાયમેટ ચેન્જ માનવ જન્મ માટે કારણભૂત બન્યું તેવું વૈજ્ઞાનિકો નું માનવું છે.એપ્સ મૂળભૂત રીતે વૃક્ષો ઉપર જ વસવાટ કરતા હોય છે.વાનરો સહીત બધા પ્રાણીઓ ચાર પગે ચાલે છે,જયારે એપ્સ આગળ નાં બે પગ અથવા હાથ ગણો તો નકલ ટેકવી ને ચાલે છે.પંજો ઉન્ધો ટેકવી ને ચાલે.ચાલે તો ચાર પગે જ ગણાય.ખાલી માનવ જ એવો છે જે બે પગે ચાલે છે.હવે જયારે આ પ્રદેશ ઉજ્જડ થઇ ને પહેલા ઘાસિયા મેદાનો માં પરિવર્તિત પામ્યો ત્યારે આ એપ્સ ને ચાલવાનું વધી ગયું કારણ હવે વૃક્ષો ખાસ બચ્યા નહોતા.બધાજ પ્રાણીઓ માં એપ્સ નું બ્રેઈન વધારે મોટું છે.એટલે બુદ્ધિશાળી તો ખરું જ.ચાર પગે ચાલવામાં ચાર ઘણી  એનર્જી વધારે વપરાય છે.એનર્જી બચાવો!!!
      ઈથિયોપિયા માંથી વૈજ્ઞાનિકો ને એક પ્રાણી નું પૂરેપૂરું  ફોસિલ મળ્યું,જે ને નામ અપાયું લુસી.૩.૩ મિલિયન વર્ષ જુનું આ ફોસિલ એપ્સ અને માનવ ની વચ્ચેનું હતું.૩.૮ ઈચ ઊંચું અને ચીમ્પ જેવડું બ્રેઈન ધરાવતું આ નૃસિંહ અવતાર હતું.નાં પૂરું માનવ નાં પૂરું ચીમ્પ.બે પગે ચાલતું હતું,અને વૃક્ષ ઉપર પણ રહેતું.છતાં વૈજ્ઞાનિકો ને એક કડી ખૂટતી હતી.વૈજ્ઞાનિક મિશેલ ને થયું જરા બીજે શોધખોળ કરીએ.એ ગયા જરા પશ્ચિમ બાજુ ૬૦૦ માઈલ.સન ૨૦૦૧ માં સહારા પ્રદેશ માં થી એક બીજું ૬ મિલિયન વર્ષ જુનું ફોસિલ મળ્યું.એક મિલિયન એટલે દસ લાખ ગણવાના.આ હતું પૂરેપૂરું એપ્સ પણ બે પગે ચાલનારું એપ્સ.એનર્જી બચાવો અંદોલન નો પ્રથમ પ્રણેતા.ત્રણ વર્ષ ની ઉંમરે ચીમ્પ નું બ્રેઈન ૯૦% વિકસિત હોય છે.આ ‘સલામ’ નું બ્રેઈન ૭૫% વિકસિત હતું.ચીમ્પ નાં બ્રેઈન કરતા શરીર નાં પ્રમાણ માં માનવ નું બ્રેઈન ત્રણ ઘણું મોટું હોય છે.માનવ બ્રેઈન ને પુખ્ત થતા લગભગ બે દાયકા વીતી જાય છે.જયારે બાળ ચીમ્પ ને પુખ્ત થતા ૭ વર્ષ જ લાગે.બ્રેઈન ના વિકાસ માટે લાંબુ બાળપણ આવશ્યક છે.એપ્સ પછી બે પગે ચાલતું એપ્સ,પછી લુસી નહિ પૂરું એપ્સ નહિ પૂરું માનવ પણ બે પગે ચાલનારું અને હવે માનવજાત.૧.૬ થી ૨.૫ જુના હોમો હેબીલસ નાં ફોસિલ મળ્યા છે.આશરે ૨ મિલિયન વર્ષ પહેલા આવ્યા હોમો ઈરેક્ટસ જે આપણાં પૂર્વજ ગણાય.આપણે હોમો સેપિયન કહેવાઈએ.ઉત્તર કેન્યા માંથી એક ભાઈ મળ્યો ફોસિલ રૂપે સચવાયેલો નામ આપ્યું છે ટર્કાનાં બોય કેટલી ઉંમર છે?ખબર છે એની?પુરા દોઢ મિલિયન વર્ષ,૧૫ લાખ વર્ષ.આ હતો હોમો ઈરેક્ટસ બાળ ૮ વર્ષ ની ઉંમરે મૃત્યુ પામેલો પણ ઉંચાઈ  હતી ૫.૩ ઇંચ.માનવ કરતા થોડું નાનું બ્રેઈન અને એપ્સ કરતા ઘણું મોટું.પહેલા બે પગે ઉભા થયા પછી પગ લાંબા અને હાથ પાતળા થયા,પછી બ્રેઈન મોટું થયું અને માનવ નો જન્મ થઇ ચુક્યો હતો.
     પણ બ્રેઈન ૨૫% એનર્જી ખાઈ જાય છે એમાં પાછું મોટું બ્રેઈન.હવે ચીલાચાલુ ખોરાક ચાલે નહિ.પથ્થરો ના બનાવ્યા ઓજારો અને સમૂહ  માં શિકાર કરવાનું ચાલુ થયું.કુદરતી રીતે લાગતાં દવ એટલે જંગલો માં લગતી આગ માં શેકાયેલા પશુ કે પક્ષી ખાઈ ને માંસ શેકી ને ખાવાનું શીખ્યા.મોટા ભાગે શિકારી પ્રાણીઓ રાત્રે શિકાર શોધતા હોય છે.એમનાથી બચવા અગ્નિ પ્રગટાવવાનું શીખી અને એની આસપાસ બેસતા ધીમે ધીમે સામાજિક બનતા ચાલ્યા.અને શિકાર માટે સમૂહ નો ઉપયોગ કરતા થયા.પશુઓ બપોરે ગરમી થી બચવા અને એનર્જી બચાવવા આરામ કરતા હોય છે.ત્યારે આ લોકો નો શિકાર નો સમય થાય.સતત દોડવાની ક્ષમતા મેળવી અને પશુઓ ને દોડાવી દોડાવી થકવી નાખી ને શિકાર કરવાનું શીખ્યા.આજે પણ કલ્હારી ના બુશ લોકો ચાર કલાક દોડી શકે છે શિકાર પાછળ.હોમો ઈરેક્ટસ તરત જ આફ્રિકા છોડવા મંડેલા.જ્યોર્જીયા કોકેસસ માંથી પણ ફોસિલ મળ્યા છે જે ૧.૮ મિલિયન વર્ષ જુના છે.ફક્ત ત્રણ ફૂટ ઊંચા પણ પૂર્ણ વિકસિત એવા માનવ ફોસિલ ઇન્ડોનેશિયા માંથી પણ મળ્યા છે.
   માનવ બ્રેઈન એક યુંનીક્નેસ અર્પે  છે માનવ જાત ને.બીજાના મનમાં શું ચાલે છે તેનો વિચાર કરવો,ઈમેજીનેશન કરવું,સહકાર એટલે કોઓપરેશન,ઈમોશન્સ  અને ખાસ લેન્ગવેજ આ બધી બાબતો એ માનવ બ્રેઈન ની વિશિષ્ટતાઓ છે.એક નાની ૬ મહિનાની બેબી છે.એની સાથે  વૈજ્ઞાનિકો બેઠા છે.સામે એક બોર્ડ ઉપર એક લાલ રંગ નો લાકડાનો ટુકડો છે.હવે એક બીજો પીળા રંગ નો ટુકડો પેલા લાલ રંગ નાં ટુકડા  ને ધક્કા મારે નીચે તરફ પાડતો હોય છે જયારે બીજો વાદળી રંગ નો ટુકડો એને સહારો આપી ને ઉપર ચડાવતો હોય છે.બેચાર વાર આવું કરી ને બંધ કરવામાં આવે છે.પછી વાદળી અને પીળા રંગ નાં ટુકડા ને પેલી છ મહિના ની બેબી પાસે લાવવામાં આવે છે.પેલી જટ દઈ ને વાદળી રંગ નો ટુકડો પકડી લે છે. બીજા પપેટ લાવી ને જુદા જુદા પ્રયોગો પણ કરવામાં આવે છે.બાળકો પણ બદલાતા જતા હોય છે.જે પપેટ બીજા  પપેટ ને સહકાર આપતું હોય તેને આ બાળકો પસંદ કરી લેતા હોય છે,અને સહકાર નાં આપતું હોય તેને ઇગ્નોર કરવામાં આવતું હોય છે છે ને માનવ બ્રેઈન ની કમાલ? માટે એક ગાંધીજી,નેલ્શન માંડેલા,માર્ટીન લ્યુથર કિંગ જેવા આજે પણ લોકો ને પ્રિય હોય છે હિટલર નહિ.
      જ્યોર્જ વોશીન્ગ્ટન યુની,કોલમ્બિયા યુની,હાવર્ડ યુની,ઓરેગન યુની,સ્મિથ સોનિયાન યુની અને એમ.આઈ ટી જેવી બીજી યુનીવર્સીટી ઓ નાં પ્રોફેસરો નાં વાર્તાલાપો માંથી આ લેખ તૈયાર કર્યો છે. 

અમેરિકા,અમેરિકા,અમેરિકા!!???

U.S.A.

અમેરિકા,અમેરિકા,અમેરિકા!!!!!!
અમેરિકા શબ્દ સાંભળીયે એટલે મનમાં પહેલી આકૃતિ યુ.એસ.એ ની જ ઉભી થવાની.ઘણાને  ખબર હોય અને ના પણ હોય, કે અમેરિકા બે ભાગ માં વહેચાયેલો એક ખુબ મોટો ખંડ છે,અને એમાં કેટલાય સ્વતંત્ર દેશો છે.યુ.એસ.એ.પણ એમાંનો જ એક દેશ છે.પણ નાં અમેરિકા શબ્દ સાંભળી ને પહેલો વિચાર યુ.એસ.એ. નો જ આવે છે,કેમ કે આ એક દુનિયાનો સૌથી મોટો પાવરફુલ દેશ છે.ઉત્તર અમેરિકા ખંડ માં કેનેડા.યુ.એસ.એ. એમ બે મહત્વ નાં દેશો છે.એમાજ નીચે મેક્સિકો નામનો દેશ છે.જેને સેન્ટ્રલ અમેરિકામાં ગણવામાં આવે છે.દક્ષીણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ ને વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે.આ નાની પટ્ટી માં હોન્ડુરાસ,નિકારાગુઆ,અલ સાલ્વાડોર,ગ્વાટેમાલા,કોસ્ટારિકા,પનામા જેવા દેશો આવેલા છે.જયારે નીચે દક્ષીણ અમેરિકા ખંડ માં વેનેઝુએલા,ગુયાના,સુરીનામ,કોલમ્બિયા,ઇક્વાડોર,પેરુ,બ્રાઝીલ,બોલિવિયા,પેરુગ્વે,ઉરુગ્વે,ચીલી,આર્જેન્ટીના વિગેરે સ્વતંત્ર દેશો છે.વચ્ચે નાના નાના ટાપુઓ રૂપ ઘણા બધા દેશો છે જેવા ક્યુબા,ડોમોનીકન રિપબ્લિક.આ બધા માં બ્રાઝીલ અને આર્જેન્ટીના ખૂબ મોટા દેશો છે.જ્યારે પણ ગ્લોબલ ઈકોનોમી વિષે ચર્ચા ચાલે ત્યારે ભારત,ચીન ની સાથે આ બ્રાઝીલ ની પણ ચર્ચા અવશ્ય કરવી પડે છે.
    આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડ માં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહી વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris).આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રેકોર્ડ મળે છે.આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી.ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાંત હતી. એઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan ,જે પુરાણું મેક્સિકો હતું.ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે.તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાન માં માહિર હતા.૧૪૯૨ માં કોલંબસ ની સફર પછી યુરોપિયન લોકો નાં ધાડા આવવાનું અહી ચાલુ થયું.એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઇ ને આવ્યા.અને સાથે  સાથે જાત જાત નાં મૂળ અહીના લોકો માટે નવા એવા રોગો લઇ ને આવ્યા.એમાં અહીની સ્થાનિક પ્રજા મરવા માંડી,બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા.રીતસર નું જેનોસાઈડ શરુ થયું અને અહીની પ્રાચીન સંસ્કૃતિઓ નાશ પામી.માયા અને ઇનકા સંસ્કૃતિઓ ખુબ વિકસેલી હતી.માયા લોકો માં માનવ બલી ની પ્રથા પણ હતી.ભગવાન ને રીઝવવા માનવ બલી?
   ધાર્મિક સ્વતંત્રતા અને આર્થિક હિતો માટે યુરોપ નાં જુદા જુદા દેશો માંથી લોકો અહી આવવા લાગ્યા.સ્પેનીશ,બ્રિટીશ,આઈરીશ,ઇટાલિયન,પોર્ટુગીઝ,જર્મન,ડચ અને સ્કેન્ડીવિયન લોકો અહી વસવા લાગ્યા.સાથે મજુરી કરવા આફ્રિકન લોકો ને લાવવામાં આવ્યા.દક્ષીણ અમેરિકા ખંડ નાં દેશો માં સ્પેનીશ લોકો એ અડ્ડો જમાવ્યો.બ્રાઝીલમાં પોર્ટુગીઝ લોકોએ કબજો કર્યો.કેટલા નાના નાના યુરોપ નાં આ દેશો એ કેટલા મોટા સાહસો કર્યા.અને મોટા મોટા દેશો બથાવ્યા.આપણે તો એક ઋષીએ બકવાસ કર્યો કે દરિયો નાં ઓળંગાય બસ પતી ગયું.થોડા સાહસિક કચ્છ નાં ભાટિયા લોકો વહાણવટુ કરતા,આફ્રિકા જતા.એમાંના જ કોઈએ વાસ્કોડીગામાં ને ભારત નો રસ્તો બતાવેલો.
  હાલ નાં યુ.એસ.એ. માં નાની નાની કોલોનીયો હતી.પણ રાજ્યવ્યવસ્થા બ્રિટન થી ચાલતી હતી.નાં કોઈ પ્રતિનિધિત્વ હતું.ટેક્સ ખુબ ઊંચા અને બ્રિટીશ લશ્કર ગમેતેના ઘર માં રાતવાસો કરતુ.બસ અહી વિરોધ શરુ થયો.જ્યોર્જ વોશીન્ગ્ટન આગેવાન બન્યો.થોમસ જેફરસન,બેન્જામીન ફ્રેન્કલીન અને જોન એડમ્સ જેવા આગેવાનો મળ્યા અને લડાઈ સ્વતંત્રતા ની શરુ થઇ.અંગ્રેજો એ ઘણી લડાઈઓ પછી હાર માની.૪ જુલાઈ ૧૭૭૬ નાં રોજ સ્વતંત્રતા નું ઘોષણા પત્ર લખાયું.અને વંચાયું કે ગ્રેટ બ્રિટન થી  હવે સ્વતંત્ર છીએ.આ બધું ખાલી યુ.એસ.એ માટે છે.શરૂમાં બંધારણ ૧૭૮૭ માં લખાયું.અને ફક્ત ૧૩ રાજ્યો એમાં જોડાયેલા.માટે આજે પણ તેર ઓરીજોનલ રાજ્યો ના માનમાં રાષ્ટ્રધ્વજ  માં તેર પટ્ટા છે.ધીમે ધીમે બીજા રાજ્યો જોડવા લાગ્યા એમ કુલ ૫૦ રાજ્યો થયા માટે અહીના રાષ્ટ્રધ્વજ માં ૫૦ તારાઓ ના ચિન્હો છે.અહી કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તેની પણ છૂટ છે.અહીની ઈકોનોમી કેપીટાલીસ્ટ અને મુક્ત બઝાર ની કહેવાય.
   રાજ્યવ્યવસ્થા માં કોંગ્રેસ અને હાઉસ મુખ્ય છે.કોંગ્રેસ માં દરેક રાજ્ય દીઠ બે સેનેટ નાં સભ્યો ચૂંટાય.અને હાઉસ માં રાજ્ય ની વસ્તી નાં પ્રમાણ માં સભ્યો ચૂંટાય.બધાના ઉપરી રાષ્ટ્રપતિ ચાર વર્ષ માટે ચૂંટાય.બે વાર ચૂંટાઈ શકે ત્રીજી વાર નહિ.પ્રથમ રાષ્ટ્રપતિ અહીના રાષ્ટ્રપિતા ગણાતા જ્યોર્જ વોશીન્ગ્ટન જ બન્યાં.જે ખાસ મહત્વ નું બન્યું હતું.આપણે ભૂલ કરી મહાન બનવાના ચક્કર માં,અને પોતાને રાજ્ય કરવાની કે હોદ્દો ભોગવવાની કોઈ ઈચ્છા નથી તેવું બતાવવાના ચક્કર માં ગાંધીજી વડાપ્રધાન ના બન્યા.જે મહાન ભૂલ મારે હિસાબે હતી.અને સત્તા પર નાં હોવાથી એમનું પાછળ થી કોઈ સાંભળતું ના હતું.અહીના જેટલા ફાઉન્ડર ફાધર હતા તે બધા વારાફરતી રાષ્ટ્રપતિ બનેલા.એમણે યુદ્ધો લડેલા બલિદાનો આપેલા અને એક મહાન દેશ રચવાનું સ્વપ્ન સેવેલું જે પૂરું કર્યું.અહી ભારત માં સ્વતંત્રતા નાં લડવૈયા ધીમે ધીમે બાજુ પર ધકેલાઈ ગયા.નહેરુ ઊંચા આદર્શવાદી હશે કદાચ પણ દીર્ઘ દ્રષ્ટા નહિ હોય.આદર્શો થી અહંકાર સંતોષાય,રોટલા નાં નીકળે.અહી ધર્મો પાળવાની છૂટ છે,ધર્મો ને રાજકારણ માં ડખલ કરવાની છૂટ નથી.સેનેટર ૬ વર્ષ માટે,હાઉસ નાં ધારાસભ્ય ૨ વર્ષ માટે અને રાષ્ટ્રપતિ ૪ વર્ષ માટે ચૂંટાય છે.હાઉસ માં ૪૩૫ સભ્યો હોય.સેનેટ માં ૧૦૦ સેનેટર હોય.રાષ્ટ્રપતિ માટે વોટીંગ નવેમબર માં જ થાય.હાલ નાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ૪૪ માં પ્રમુખ છે,પ્રથમ આફ્રિકન અમેરિકન,મીલીટરી નાં કમાન્ડર ઇન ચીફ,૪ ઓગસ્ટ ૧૯૬૧ માં Hawaiiમાં જન્મેલા,કોલમ્બિયા યુની નાં સ્નાતક,હાવર્ડ નાં કાયદા નાં સ્નાતક અને વર્ષો થી ઈલીનોઈ નાં સેનેટર તરીકે સેવા આપતા હિસ્ટ્રી મેકર પ્રેસિડેન્ટ કહેવાય,એમના પત્ની મિશેલ “the first lady “કહેવાય.અહીના વાઈસ પ્રેસિડેન્ટ Biden ૪૭ માં ઉપરાષ્ટ્રપતિ,૨૦ નવેમ્બર ૧૯૪૨ માં જન્મેલા,યુ.એસ સેનેટ નાં પ્રેસિડેન્ટ અને રાષ્ટ્રપતિ નાં ઉચ્ચ સલાહકાર કહેવાય.બંને ડેમોક્રેટિક પાર્ટી ના છે.
      ૧૮ મી સદી માં અહી ઉત્તર અને દક્ષીણ નાં રાજ્યો વચ્ચે સિવિલ વોર થયા.તે વખતે અબ્રાહમ લિંકન પ્રમુખ હતા.દક્ષીણ નાં રાજ્યો ખેતી પ્રધાન હતા એમણે ગુલામો ની જરૂર હતી.જયારે ઉત્તર નાં રાજ્યો ઔદ્યોગિક હતા.ગુલામી નાબુદી એક મહત્વની જરૂરિયાત હતી જે દક્ષીણ નાં રાજ્યો ને મંજુર નાં હતી.પણ છેવટે એમણે હાર માની.લીન્કને ગુલામી પ્રથા નાબુદ કરી અને પોતાના જીવ નું બલિદાન પણ આપ્યું,ફોર્ડ થીયેટર માં જોહન બુથ નામના માણસે એમની હત્યા કરી.અત્યાર સુધી માં યુ.એસ.એ.ના  મોટા યુદ્ધો ગણો તો

1)War of 1812
2)Mexican-American War
3)Civil War
4)Spanish-American War
5)World War-1
6)World War-2
7)Korean War
8)Vietnam War
9)(Persian) Gulf War
      પહેલા વિશ્વયુદ્ધ વખતે વુડ્રોવીલસન અને બીજા વિશ્વયુદ્ધ વખતે ફ્રેન્કલીન રુઝવેલ્ટ પ્રમુખ હતા.બીજા વિશ્વયુદ્ધ વખત નાં લશ્કર નાં વડા આઇઝનહુવર પછી પ્રમુખ પણ બનેલા.માર્ટીન લ્યુથર કિંગે જાતિભેદ,રંગભેદ અને લોકોના હકો માટે ની ચળવળ ચલાવી,સફળ થયા,નોબેલ પ્રાઈઝ જીત્યા અને ૪ એપ્રિલ ૧૯૬૮ નાં રોજ હત્યા થવાથી જીવ ગુમાવ્યો.
   ૫૦ રાજ્યો સીવાય યુ.એસ.ટેરીટરી તરીકે પોર્ટુ રિકો,યુ.એસ.વર્જિન આઈ લેન્ડ ,અમેરિકન સમોઆ,નોર્ધર્ન મરીન આઈ લેન્ડ,અને ગુઆમ છે.અહી માન્યતા પ્રાપ્ત કેટલી આદિવાસી જાતિઓ છે જેવી કે ચેરોકી,નવાહો,ચીપેવા,પુએબ્લો,ક્રિક,બ્લેક ફીટ,અપાચે,સેમીનોલે,મોહેગન,લાકોટા,ક્રો,,ટેતોન અને હોપી જેવી બીજી પણ છે.અહી ફક્ત દસ નેશનલ હોલીડે છે.”સ્ટાર સ્પેંગલ્ડ બેનર” અહી નું રાષ્ટ્રગીત  છે.આ બધું ફક્ત યુ.એસ.એ માટે નું છે,બીજા અમેરિકા ખંડ માં આવેલા દેશો માટે નહીં.અમેરિકા એટલે ફક્ત યુ.એસ.એ નહીં.