હમણા સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો.અને એનો અહેવાલ રીડ ગુજરાતી ઉપર વાચ્યો.મોરારીબાપુએ સારું કામ કર્યું છે.પણ આવા પર્વો કેમ યોજવા પડે છે?ફારુખ શેખ બહુ સરસ બોલ્યા,હૃદય થી બોલ્યા.એમને દુખ હતું એ વાતનું કે ૬૦ વર્ષ થયા છતાં આવા સદભાવના પર્વો યોજવા પડે છે,એનો ઉલ્લેખ વારંવાર કરતા હતા. બાપુ ને ખબર છે કે સદભાવના રહી નથી કે રહેવા દીધી નથી માટે આવા પર્વો યોજવા પડે છે. બાપુ ને વિચારવા વિનતી કે આપણાં સમાજ પર ધર્મો ની ખુબ અસર હોય છે.ધર્મો એટલે ખાસ તો સંપ્રદાયો ની.એક જયસ્વામીનારાયણ બોલે તો સામે બીજા કોઈને માનવાવાળો હોય તો તેમ બોલવા રાજી નથી.એક જય શ્રી કૃષ્ણ બોલે તો બીજો બીજા ને માનતો હોય તો એવું બોલતા એની જીભ ઝલાઈ જાય છે.ભારત માં ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે.આપણે આ વાડાઓના ઘેટા માત્ર છીએ.આ વાડાઓના ભરવાડોએ એમના ઘેટા બીજો કોઈ ભરવાડ તાણી નાં જાય તેની પૂરી વ્યવસ્થા કરેલી હોય છે.ભારત ક્યારે એક થવાનું?ક્યાંથી સદભાવના પ્રગટ થવાની?વિદ્વાન વક્તાઓ એ સારા ભાષણો આપ્યા.વાતો કરવામાં આપણે ખુબ કુશળ છીએ.કોઈએ શિક્ષણ ને દોષ આપ્યો કોઈએ મૂડીવાદ ને.મૂળ વાત તો બધાજ ભૂલી ગયા કે ૨૫૦૦૦ કરતા પણ વધારે સંપ્રદાયોમાં વહેચાએલો હિંદુ એકબીજા માટે સદભાવના ક્યાંથી કેળવી શકે?હમણા એક યુવાન મિત્રે મને કહ્યું કે એમની ગર્લફ્રેન્ડ ના સગા કોઈ એક સંપ્રદાય માં માનતા હશે.એમનું કહેવું છે એમના સંપ્રદાય ના મંદિર માજ જવાનું બીજાના નહિ.સત્સંગીઓ જોડે જ ફરવાનું.એજ સંપ્રદાય ની કંઠી તમે બંધો એટલે એક એમનો સંત ઘેર આવી ને ઘરના મંદિર માંથી બધા દેવલા અને ફોટા જે પણ હોય તે તમામ લઇ જશે.અને એમના સંપ્રદાય ના ફોટા ને દેવ મૂકી જશે.હવે રામ,કૃષ્ણ,દુર્ગા,શંકર,અંબા બધા ભૂત પ્રેત ફક્ત એમના પ્રગટ બ્રહ્મ ને જ માનો.ક્યાંથી સદભાવના આવશે?દેખાશે સદભાવના તે પણ દંભી.એક નહિ દરેક સંપ્રદાય આવુજ કરે છે.માટે ભારતીય કે ભારત એક નથી.એક મરે તો બીજા ની આંખ માં આંશુ એટલે આવતા નથી.જ્યાં સુધી આટલા બધા વાડાઓ,એમના પાખંડી ભરવાડો છે ત્યાં સુધી આપણે ભારતીયો ઘેટા જ રહેવાના,એક કદી નાં થવાના,ના સદભાવના પ્રગટ થવાની.અને આ લોકો થવા પણ નહિ દે આવું કેમ કે એમનો બિજનેસ ભાંગી પડે.
બાપુએ કહ્યું કે આત્મશ્લાઘા લાગશે પણ ઓરિસા ના નેત્ર યજ્ઞ વખતે એક કપડા વગર ની સ્ત્રીને કામળી આપી દીધી,સાચે જ બાપુએ કબુલ્યું તેમ આત્મશ્લાઘા જ છે.ફક્ત આ કામ તો ડીયર ગાંધી જ કરી શકે આપ નહિ.ગાંધી ની આપે તો નકલ જ કરી.કારણ સમજાવું.ગાંધીજીએ પણ એક આવી સ્ત્રીને એમના કપડા આપ્યા પછી વિચારેલું કે ભારત ની સ્ત્રીઓ ને પુરતા કપડા નથી પહેરવા ને હું આટલા બધા કપડા પહેરું?બસ ત્યાર પછી ગાંધીએ એક ટૂંકી પોતડી જ પહેરી છે.ગોળમેજી પરિષદ માં ગયા ત્યારે અને બ્રિટન નો શહેનશાહ મળ્યો હોય ત્યારે પણ.અને માર્યા ત્યાં સુધી પણ.ગાંધી હૃદય થી જીવતા હતા.આપ કુંભ ના મેલા માં ૧૫ લાખ ના સિંહાસન માને વ્યાસપીઠ બિરાજો છો અને એક લાખ ના તંબુ માં વાસ કરો છો ત્યારે આ ગરીબ નગ્ન રહેતી સ્ત્રીઓ યાદ આવતી નથી.ગાંધી આવું ક્યારેય ના કરી શકે.ગાંધી હોય તો એમ કહે કે ભાઈ આ ટોટલ ૧૬ લાખ મને આપી દો હું ઉભો ઉભો તડકા માં કથા કરીશ.ઓટલા ઉપર સુઈ રહીશ મને આવા તંબુ નાં જોઈએ.અને તરત ૧૬ લાખ લઈને ઓરિસા પહોચી ગયા હોય.પેલી ગરીબ નગ્ન સ્ત્રીઓના તન ઢાંકવા.ગાંધીજી કરાચી જવાના હતા.માટે પાક સરકરે જાસૂસો મારફતે રીપોર્ટ તૈયાર કરાવ્યો કે ગાંધી ને કોઈ માથા ફરેલ મારે નહિ.પણ રીપોર્ટ એ આવ્યો કે ગાંધી ને કોઈ મારે તેની ચિંતા કરવા જેવું નથી,પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે. એટલે પાકિસ્તાન માં ચિંતા થતી હતી કે ગાંધી પર કોઈ હુમલાઓ કરશે તેની નહિ પણ લોકો એમની જ વાતો સંભાળવા બેસી જશે તેની…ગાંધી નું આચરણ પણ હૃદય થી હતું.જ્યાં ને ત્યાં ફક્ત ગાંધી ને વટાવી ખવાય છે.આપે વિમાન ,જહાજ અને કૈલાશ પર અને એ.સી. હોલોમાં કથાઓ કરી ને જે પૈસા ની બગાડ કર્યો છે એટલા પૈસા માંથી તો ભારત ની હજારો લાખો સ્ત્રીઓ અને બાળકોને ઢાંકી શકયા હોત.
ગાંધીજી ની તોલે નાં તો કોઈ નેતા આવી શકે નાં તો કોઈ હાલનો ધર્મ ગુરુ કે જાણીતો કથાકાર.ગાંધી હંમેશા ટ્રેન માં થર્ડ ક્લાસ માં મુસાફરી કરતા હતા.જાતે કાંતી ને વણેલી ટૂંકી પોતડી જ પહેરતા હતા.સાદો આહાર કરતા,આહાર માં કડવા લીમડાની ચટણી અવશ્ય હોય.પ્રજા ના પૈસા નું એમને ખુબ મહત્વ હતું.એક નાનો ટુકડો પેન્સિલ નો ખોવાયો હોય તો પણ શોધીને જંપતા.ત્યારે આઈનસટૈન જેવો વૈજ્ઞાનિક એવું કહે કે આવો હાડ ચામ નો માણસ આ પ્લાનેટ પર હતો એવું લોકો માની નહિ શકે.ભલે એમની દરેક વાતો માં આપને સંમત ના થઈએ પણ ગાંધી પ્રત્યે જો મનમાં આદર ભાવ ના હોય કે પેદા ના થાય તો સમજવું કે વિચારવાની બારીઓ બંધ છે.પ્રામાણીકતા થી જીવેલો એક માણસ ગાંધી હવે બચ્યો છે કે કહી શકીએ કે મેરા ભારત મહાન.
આજે 4th જુલાઈ છે અમેરિકા માં,અહી નો સ્વતંત્રતા નો દિવસ છે.થોમસ જેફર્શન,જોહન એડમ્સ,બેન્જામીન ફ્રેન્કલીન,જ્યોર્જ વોશીન્ગ્ટન આ બધા રાષ્ટ્રપિતાઓ ને યાદ કરવામાં આવી રહ્યા છે.આ લોકો એ નક્કી કરેલું કે અમેરિકાની ભલું ચાહતા હોઈએ તો અમેરીકાના રાજકારણ માં ધર્મો ની દખલ ના જોઈએ.અહી સોલ્જરો ને હીરો માનવામાં આવી રહ્યા છે.અહી ટીવી માં ચાલતી ચર્ચાઓમાં એક ગાંધીજી ને યાદ કરવામાં આવે છે અને એમના બોલેલા વાક્યોને પ્રમાણભૂત ગણવામાં આવે છે ત્યારે ગર્વ સાથે આંખોના ખૂણા ભીના થાય છે કે એક આ માણસ ના લીધે કહી શકીએ કે “મેરા ભારત મહાન.”બાકી તો નર્યો દંભ,સદભાવના પર્વો યોજો કે ના યોજો કોઈ ફર્ક નથી પડવાનો.મૂળ વાતો ભુલાઈ જાય છે.કારણ એના આયોજકો ધર્મ ના ઠેકેદારો છે.