આપણી તો સારી હોટ લાઈન ચાલુ થઇ ગઈ છે. રાઓલ મેસેન્જર ચાલુ કર્યું નથી ને ભગવાન શ્રી કૃષ્ણ હાજર. મિત્રો તમે પણ વિચારવાની બારીઓ ખોલી નાખો, તમારું એ કનેક્શન ચાલુ થઇ જશે પ્રભુ પાસે. પણ પછી મંદિરોનો અને ગુરુઓ તથા કહેવાતા સંપ્રદાયોનો બિજનેસ બંધ થઇ જશે. મેં પૂછ્યું,
‘ભગવાન! આ રાધાજીની સ્ટોરી શું છે ?’
‘અરે! તમારા કવિઓ ને શું કહેવું?’
‘કેમ ભગવાન આમાં કવિઓ ક્યાં વચ્ચે આવ્યા?’
‘વત્સ! ૧૨મી સદીમાં જયદેવ નામના કવીએ ગીત ગોવિંદ રચ્યું ને રાધા મેનીયા શરુ
થયો, એ પહેલા કોઈ ખાસ ગાંડપણ હતું નહિ.’
‘ભગવાન! થોડું ટૂંકમાં રાધાજી વિષે કહો ને.’
‘વત્સ! રાધા તો એક ગોપની વાઈફ હતી. હું તો સાવ બાળક હતો. આશરે ૧૧ વર્ષે તો મેં ગોકુલ જ છોડી દીધેલું. પછી કદી ત્યાં ગયેલો જ નહિ. તમેજ વિચારો કે આમાં રાધા અને મારી વચ્ચે શું હોય? કેવો પ્રેમ હોય? એક વાત્સલ્ય ભાવ માત્ર હતો. હું જરા તોફાની એટલે બધાને બહુ વહાલો લાગુ એટલુજ માત્ર હતું.’
‘પણ પ્રભુ, આપ ગોપીઓના વસ્ત્રો લઇ ને ઝાડ ઉપર ચડી ગયેલા, આપની દાનત સારી ના કહેવાય.’
‘વત્સ! આ પણ તમારા કવિઓનો સપ્રેસ્ડ કામરસ જ છે.’
‘એવું કેમ સમજ ના પડી.’
‘વત્સ! કામને દબાવો એટલે બધી જગ્યાએથી વહેવા માંડે. જીભમાંથી, આખોમાંથી, શબ્દોમાંથી, કાનમાંથી. હું તો સાવ બાળક હતો, મેડીકલ સાયન્સ ની રીતે વિચારો એક નાના બાળકનું ટેસ્ટાટોરીન(પુરુષ હાર્મોન) લેવલ કેટલું નીચું હોય અને સ્ત્રીઓને નગ્ન જોવાની ઈચ્છા એનામાં કેટલી હોય? આતો કવિઓને સ્ત્રીઓ પ્રત્યે વધારે ખેચાણ હોય માટે એમની અતૃપ્ત ઈચ્છાઓ મારા નામે ચડાવી દીધી છે.’
‘પણ ભગવાન આપ એટલાથી અટકેલા નહિ, ગોપીઓ ગુપ્ત ભાગે હાથ ઢાંકી ને બહાર આવતી હતી ત્યારે આપે કહેલું કે હાથ માથે મુકીને બહાર આવો તો જ વસ્ત્રો આપું.’
‘વત્સ! કવિઓએ અને લેભાગુ ગુરુઓએ કેવું કેવું મારા નામે ચડાવી દીધું છે, એમના રોટલા, ઓટલા ને ગાદલાં શેકવા? તમેજ કહો આજની નવી પેઢીની વાત છોડો. તમને જ નાના હતા ત્યારે આવી બધી સમજ હતી ખરી?
‘નાં ભગવાન, અમારી પેઢીમાં નાના હતા ત્યારે સાંધા ની એ સમજ નહોતી. પણ આ ગાદલાં કેમ કહ્યું?’
‘અરે વત્સ! એમની ગુપ્ત ભાગો જોવાની વિકૃતિ એટલે માથે હાથ મુકાવી દીધો ગોપીઓના, અને એમને સ્ત્રીઓ ને ભોગવવાની બેલગામ વાસનાએ બધી રાસલીલાઓ મારા નામે ચડાવી દીધી, હવે હું કરતો હતો એમ જણાવી બધા જલસા કરે છે.’
‘તો પછી રાધા મેનીયા?’
‘હશે થોડા ઘણા સાચા ભક્તો, પણ પરણેલી સ્ત્રીઓ સાથે સબંધો રાખવાની એમની ઈચ્છાઓ પૂરી કરતા હશે. અરે! ઘણા સ્ત્રી સ્વભાવના પુરુષો ૧૯/૨૦ જેવા તો સ્ત્રીઓના કપડામાં સજ્જ થઇ મારી મૂર્તિઓ સાથે સુઈ પણ જાય છે. આવો પણ એક મેનીયા ભારતમાં છે. બસ પછી તો ભારતમાં તો વાઈરલ ઇન્ફેકશન જેવું છે રોગ ફેલાઈ જતા વાર જ ના લાગે તેમ રાધા મેનીયા ફેલાઈ ગયો છે.’
‘ભગવાન, આ મીરાં મેનીયા ઓછો થયો આપને?’
‘અરે વત્સ! આ મીરાં મેવાડથી વ્રજ થઇ ને ગુજરાત(દ્વારિકા) આવી ગઈ છે, હવે એની દાનત બગડી છે, એને હવે ડિસ્ટન્સ લવ નથી કરવો, પાસે રહેવું છે.’
‘ભગવાન બુરા ફસાયા, હા ! હ ! હ ! ! ‘
‘હસો ના હવે, મેં સુભદ્રાજીની સલાહ લીધી, તો ઉલટાનો ઠપકો મળ્યો.’
‘કેમ ભગવન? બહેન છે તમારા.’
‘વત્સ! એ તો બગડ્યા મારા ઉપર, આ કાનજીના મન કેમ છે અધીર? રાધા મળે તો મીરાં શોધે અને મીરાં મળે તો રાધા શોધે, જે છે એમાં શાંતિ થી જીવ.’
‘ઓહ! આવું બોલ્યા? મતલબ પુરુષ જાતની સાયકોલોજી એક વાક્યમાં કહી દીધી.’
‘વત્સ આ સાયકોલોજી ઈવોલ્યુશન ક્રમમાં લાખો વર્ષથી જીન્સમાં મળેલી છે, એમાં આપણે શું કરીએ? એ તો રુકમણીના પડખે ભરાયા.’
‘ભગવાન, એ તો ચાલ્યા કરે.’
‘પણ વત્સ અમે તો સુભદ્રાજીને જણાવી દીધુકે અમે કદી રાધા કે મીરાં ને શોધવા ગયા નથી, એ ચપલાઓ અમારી પાછળ પડે તો અમારો શું વાંક? અમને ના વાગોવશો.’
આટલું બોલતા તો ભગવાન સાથેનું નેટ કનેક્શન કટ થઇ ગયું. નેટ પ્રોબ્લેમ બધે જ સરખો છે.
નોંધ:-મિત્રો બ્લોગચાર્યના વાદે અને “અસર” હેઠળ અમે નવા પ્રયોગો કરવાનો ટ્રાય કરીએ છીએ, ના ગમે તો કેહેજો, અને ગમે તો પણ કહેજો.
![images[3] (3)](https://raolji.com/wp-content/uploads/2010/06/images3-3.jpg?w=474)