‘રાધાકૃષ્ણ’ મેનીયા..

આપણી તો સારી હોટ લાઈન ચાલુ થઇ ગઈ છે. રાઓલ મેસેન્જર ચાલુ કર્યું નથી ને ભગવાન શ્રી કૃષ્ણ હાજર. મિત્રો તમે પણ વિચારવાની બારીઓ ખોલી નાખો, તમારું એ કનેક્શન ચાલુ થઇ જશે પ્રભુ પાસે. પણ પછી મંદિરોનો અને ગુરુઓ તથા કહેવાતા સંપ્રદાયોનો બિજનેસ બંધ થઇ જશે. મેં પૂછ્યું, ‘ભગવાન! આ રાધાજીની સ્ટોરી શું છે ?’ ‘અરે! તમારા કવિઓ ને શું કહેવું?’ ‘કેમ ભગવાન આમાં કવિઓ ક્યાં વચ્ચે આવ્યા?’ ‘વત્સ! ૧૨મી સદીમાં જયદેવ નામના કવીએ ગીત ગોવિંદ રચ્યું ને રાધા મેનીયા શરુ થયો, એ પહેલા કોઈ ખાસ ગાંડપણ હતું નહિ.’ ‘ભગવાન! થોડું ટૂંકમાં રાધાજી વિષે કહો ને.’ ‘વત્સ! રાધા તો એક ગોપની વાઈફ હતી. હું તો સાવ બાળક હતો. આશરે ૧૧ વર્ષે તો મેં ગોકુલ જ છોડી દીધેલું. પછી કદી ત્યાં ગયેલો જ નહિ. તમેજ વિચારો કે આમાં રાધા અને મારી વચ્ચે…

Rate this:

કૃષ્ણને માથે મોરપંખ?

કૃષ્ણ ને માથે મોરપંખ? મારે હવે ભગવાન શ્રીકૃષ્ણ સાથે હોટ લાઈન થઇ ગઈ છે. જયારે કોઈ સવાલો ઉઠે ત્યારે ખબર નહિ રાત્રે ભગવાન સાથે મુલાકાત થઇ જાય છે. કોઈ વિનાતાર(વાયર લેસ) જોડાણ લાગી ગયું છે. ભગવાનને પણ કુરુક્ષેત્રમાં ફરવાનો મોહ લાગેલો છે, કેમ કે મહાભારતનું યુદ્ધ ત્યાં થયેલું. પણ એનો દોષ ઘણા શ્રીકૃષ્ણ માથે પણ નાખે છે. એ રોકી શક્યા હોત એમ માને છે.  હવે જે લોકો ખરા કારણભૂત હતા તેમને કોઈ દોષ  ના દે અને જે રોકી ના શક્યા તેને દોષ દેવો કેટલો ઉચિત? એટલે ભગવાન પણ હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની મુલાકાતે આવીને જૂની યાદો વાગોળતા હોય છે. અમારી તો દુનિયા જ થઇ ગયું છે કુરુક્ષેત્ર. મેં પૂછ્યું, ‘ભગવાન! આ આપને માથે મોરપિચ્છ…

Rate this:

पितृ देवो भव:

 पितृ देवो भव: ફાધર ડે આવીને ગયો.પિતાશ્રીના ગુણગાન ગવાયા.થયું બધા ગાઈ લે પછી કશું લખીએ.એક ભક્તિ ભાવમાંથી બહાર આવી જાય તો સરખું વાચી શકે નહીતો ભક્તિભાવની અસર પડે વાંચવામાં પણ.માતાને તો ભગવાનની જગ્યા આપી દીધી છે,મેલ ડોમિનેન્ટ સમાજ આવ્યા પછી ભગવાનની જગ્યાએ  પિતાને બેસાડવાનું ચાલુ થયું છે.       એક દીકરી જન્મે છે તો પિતા તરફ…

Rate this:

ધર્મો અને નીતિમત્તા…

ધર્મો અને નીતિમત્તા… જન માનસનું માનવું છે કે ધર્મો વગર ચાલે જ નહિ. ધર્મો નહિ હોય તો કોઈ નીતિમતા જ નહિ રહે. ધર્મો નહિ હોય તો દુનિયામાં કોઈ શિસ્ત કે વ્યવસ્થા જ નહિ રહે.  દુનિયા રસાતાળ જશે. ધર્મો છે તો દુનિયા ટકી રહી છે, નહિ તો બધા એકબીજાને મારી નાખશે. હજારો વર્ષોથી ધર્મો છે આ દુનિયા ઉપર. કોઈ શાંતિ દેખાય છે ખરી ? કોઈ નીતિમત્તા દેખાય છે ખરી ?  માનવ સંહાર બંધ થયો છે ખરો ? …

Rate this:

ધાર્મિક ક્રીમીનલ્સ,મર્ડરર,સીરીયલ કીલર્સ,,,,,

   ધાર્મિક ક્રીમીનલ્સ,મર્ડરર,સીરીયલ કીલર્સ,,,,, કોઈ નાસ્તીકે જેટલા મર્ડર કે ક્રાઈમ નહિ કર્યા હોય તેટલા બલકે અનેક ગણા ધાર્મિક લોકોએ કર્યાં હશે. જે ભગવાન જોયો નથી એનામાં એમને વિશ્વાસ છે. પણ જે માનવ જાત એમની બંધુ  છે એનામાં  એમને  વિશ્વાસ નથી. જેને જોયો નથી એના માટે થઇ પોતાના જ ભાઈઓને કાપતા વિચારતો નથી. કેવી રુગ્ણતા? શા માટે આપણે ભગવાનને માનીએ છીએ? મારો જ ભગવાન સાચો ને તારો ખોટો, કાપો સાલાઓને. શું પરમાત્માને આ બધી ખબર છે?ગોધરામાં ડબો સળગાવ્યો તે લોકો પણ ધાર્મિક હતા અને પછી જે થયું તેમાં પણ ધાર્મિક લોકો હતા. એક નાની બાળકી કબાટ માં ભૂંજાઈ જાય છે જીવતી ને જીવતી એનો કોઈ ધર્મ હોતો નથી. એને તો હજુ કુરાન શું છે કે ગીતા શું…

Rate this:

પ્રેમ કહાની મેં,,,

આ પથ્થર ઉપર પાણી કોણ  છાંટી ગયું?  હેત ભરેલું હૈયું અહીં કોણ ઠાલવી ગયું? દિવસે તો અશ્રુ  વહી શકતા નથી અહીં, પણ રાતે નીંદરમાં મને કોણ રડાવી ગયું? રણમાં વસેલા આ સુકા તરુવર પર, હેતની હેલી જાણે  કોણ વરસાવી ગયું? પાનખરના બદલાતા રંગોની ભીડ મહી, વળી અહીં કેસુડાંના રંગ કોણ છાંટી ગયું? જીવનસાગરમાં પડ્યા એકલા અટુલા, હૈયાનાં…

Rate this:

I love you….કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા…

            મને એક દિવસ ચાલુ જોબ પર મજાક કરવાનું મન થયું. એક મિત્રે ઘેર ફોન જોડ્યો હતો, કશું પૂછવું હશે. હું મજાકનાં  મૂડમાં હતો. મિત્ર હતા પ્રદીપ પટેલ, ઉંમર ૪૬ વર્ષ, બરોડાની બાજુના કોઈ ગામના હતા, અને ઘડીયાળી પોલ વડોદરામાં રહેતા હતા. ‘ઘેર ફોન કરો છો, વાઈફ ને?’ ‘હા!’ ‘તો I …

Rate this:

રાણાજીએ વિષના પ્યાલા મોકલ્યા…..મીરાં…

            રાણાજીએ વિષના પ્યાલા મોકલ્યા…..મીરાં…         મીરાં વિષે લખ્યા પછી એક પરમ મિત્રનો ગંભીર સવાલ કે    “વિરહ ની અસીમ વેદના વેઠતી એવી મહાન મીરાંબાઇઓ પ્રત્યે તો જગત આખું માન ધરાવે છે પરંતુ કોઇ વાંકગુના વિનાના તેના રાણાજીઓનું શું ??”           થોડો ઈતિહાસ તપાસી લઈએ. મીરાંનાં પતિ દેવ રાણા ભોજ એમની ભરયુવાન વયે મીરાં સાથે લગ્નના થોડા દિવસોમાં જ બાબર સાથેના યુદ્ધમાં માર્યા ગયા  હતા. એ…

Rate this:

મીરાં જેવી સ્ત્રીઓ આજે હોય ખરી?’શ્રી કૃષ્ણ ની નજરે,,,,

                             આપણે દિવસે જેના બહુ વિચારો કરતા હોઈએ તેના રાતે સ્વપ્નો આવે.મારે પણ એવું થયું.સંભવામિ યુગે યુગે લેખ લખ્યા પછી મને પણ એક દિવસ રાતે શ્રો કૃષ્ણજી ભટકાઈ ગયા. ‘અરે!આ શું ભગવાન,આ શું શરીરે વીંટાળ્યું છે? ‘વત્સ! વસ્ત્ર છે.’ ‘પણ અમે તો આપને રેશમના પીળા પીતાંબર ને જરિયન જામા માં જોયા છે મંદિરોમાં,અને ટીવી કે…

Rate this:

પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ

પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ  દીકરીઓ વિષે સહુ કોઈ લખે છે. ભલે મારે દીકરી નાં હોય, પણ હું કેમ નાં લખું દીકરીઓ વિષે?મારી કેટલી બધી ભત્રીજીઓ મને કહે છે કે કાકા અમે તમારી દીકરીઓ જ છીએ ને ? મોટાભાઈના દીકરી ભાગ્યે જ બોલે. નાનપણથી જ ખાસ ના બોલે. મને ઘણી વાર એવું થાય કે આ દીકરી ને જિહ્વા નથી કે શું?આજોલ પાસે સંસ્કાર તીર્થમાં ભણવા મુકેલા. મને થાય કે  આ દીકરી કદી કોઈ ની સામે બોલતી નથી ને સહ વિદ્યાર્થીનીઓ હેરાન કરશે. કોઈ વિચિત્ર શિક્ષક કે શિક્ષિકા તકલીફ આપશે, તો પણ કદી નહિ બોલે. કદી કોઈ ની આગળ ફરિયાદ નહિ કરે. ઘણી વાર ભાઈ ઉપર ગુસ્સો આવે આવો નિર્ણય શું કામ લીધો હશે? સત્ર શરુ થાય એટલે માણસા મૂકી ને જતા રહે. આગળ…

Rate this: