![images[1]](https://raolji.com/wp-content/uploads/2010/05/images1.jpg?w=474)
ब्रह्माध्ययन संयुक्तो ब्रह्मचर्यरत: सदा॥सर्व ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते॥५१
શ્લોકાર્થ: બ્રહ્મઅધ્યયન થી યુક્ત, સર્વદા બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ને સર્વ બ્રહ્મ છે એમ જે જાણે છે તે બ્રહ્મચારી કહેવાય છે.
આદ્ય જગદગુરુ શંકરાચાર્ય,એક મહા બ્રાહ્મણ.હિંદુ ધર્મ માંથી સડો નાબુદ કરવા ખુબ મહેનત કરી.ખુબ નાની ઉમરે દેવ થયા.ભારત એટલે એ સમયે જગત.જગત ના,ભારત ના તમામ પંડિતોને હરાવ્યા.છેલ્લે વધ્યા મહા પંડિત મંડન મિશ્ર.એમને પણ હરાવ્યા.પણ એમના ધર્મપત્ની મહા વિદુષી એમણે સવાલ ઉઠાવ્યો,હું એમનું અર્ધું અંગ છું.મને હરાવો તોજ એમની હાર ગણાય.બાલબ્રહ્મચારી ને કામ શાસ્ત્ર વિષે સવાલો પૂછ્યા.થોડી મુદત માંગી ને એમાં પણ જ્ઞાતા થયા.કઈ રીતે એમાં પ્રવીણતા મેળવી એ વાર્તા બહુ રહસ્યમય છે,માનવામાં નાં આવે તેવી છે.ફરી કોઈવાર જણાવીશું.પણ પછી પંડિત પત્નીને પણ હરાવ્યા.અને બન્યા જગદગુરુ.
ઘણા ટીકાકારો બ્રહ્મ અધ્યયન ની જગ્યાએ વેદ અધ્યયન પણ લખે છે.વેદો બ્રહ્મ છે એવું માનતા હોઈ શકે.પણ શંકરાચાર્ય વેદોના જ્ઞાતા હતાજ.એમણે વેદ અધ્યયન શબ્દ કેમ નહિ વાપર્યો હોય?બીજું આમાં શંકરાચાર્યે ક્યાય સ્ત્રી શબ્દ નો પણ ઉલ્લેખ નથી કર્યો.કે ભાઈ સ્ત્રી સંગ થી દુર રહે તેને બ્રહ્મચારી કહેવાય.પણ ટીકાકારો એમની બ્રહ્મચર્ય વિશેની માન્યતાઓ થોપતા હોઈ શકે.
સદાચાર કોને કહેવાય?સારું આચરણ એવો સીધો સાદો અર્થ થાય.કોઈ ને તકલીફ ના થાય તેવું આચરણ.એક તો મહાપુરુષોના આચરણ જોઈ ને તમે એમ કરવા પ્રેરાઓ અને તેવું આચરણ કરવા જ માંડો.આ એક રસ્તો છે.બીજો રસ્તો એ છે કે તમે અંદર થી જાગૃત થઇ જાવ.સર્વ બ્રહ્મ છે તેમ અનુભૂતિ કરવા લાગો કે પછી તમને જ્ઞાન થાય,કૈવલ્ય જ્ઞાન થાય કે એન્લાઈટનમેંટ થઇ જાય.પછી ઓટોમેટીક તમારું આચરણ બદલાઈ જાય.
સદાચાર કોને કહેવાય?સારું આચરણ એવો સીધો સાદો અર્થ થાય.કોઈ ને તકલીફ ના થાય તેવું આચરણ.એક તો મહાપુરુષોના આચરણ જોઈ ને તમે એમ કરવા પ્રેરાઓ અને તેવું આચરણ કરવા જ માંડો.આ એક રસ્તો છે.બીજો રસ્તો એ છે કે તમે અંદર થી જાગૃત થઇ જાવ.સર્વ બ્રહ્મ છે તેમ અનુભૂતિ કરવા લાગો કે પછી તમને જ્ઞાન થાય,કૈવલ્ય જ્ઞાન થાય કે એન્લાઈટનમેંટ થઇ જાય.પછી ઓટોમેટીક તમારું આચરણ બદલાઈ જાય.
મહા પુરુષોના આચરણ ની નકલ એક ઉપાય છે,બીજો અંદર ની જાગૃતિ થી સદ આચરણ આવે તે છે.ગમે તેટલા શ્લોકો વાચો નકલ કરો,પઠન કરો કોઈ ફેર ના પડે.એવું થાય કે તમે ખંડિત વ્યક્તિત્વ ધરાવતા થઇ જાવ.ચાલો એક ઉદાહરણ જોઈએ.ભગવાન મહાવીર એક કીડી જોઇને કુદી ગયા ને એને બચાવી લીધી.કારણ સર્વ બ્રહ્મ છે તે એમણે જાણ્યું છે અને અનુભવ્યું પણ છે.કીડી તો શું કોઈને પણ મહાવીર પીડા ના આપી શકે.હવે જૈનો શું કરશે?કીડી જોઇને કુદી જશે,કીડીયારા પુરશે,પણ કોઈનું ખીસું કાપવું હોય વેપાર માં તો અવશ્ય કાપી લેશે.એમાં બ્રહ્મ નહિ દેખાય,જીવ નહિ દેખાય.પાંજરાપોળ ખોલશે.એમાં દાન આપશે.સારી વાત છે.ઘરડા થયેલા પશુઓને રક્ષણ મળે.પણ બેંકો માંથી કૌભાંડ કરી કરોડો ગરીબોના પૈસા રોળી લેતા એમનો જીવ નહિ કોચવાય.એકલા જૈનો ની વાત નથી દરેક ની છે.બાહ્ય સદાચાર ની વાતો કરનાર દરેક ની છે.
બીજી એક નકલ ની વાત કરીએ.ભગવાન મહાવીર ૧૨ વર્ષ તાપ માં સાધના માં રહ્યા ત્યારે બધામાં એક નાની કીડીમાં પણ બ્રહ્મ ની અનુભૂતિ થઇ છે.એમજ નથી થયું બધું.હવે મહાવીરે ૧૨ વર્ષ માં ટોટલ એમના જમવાના કે ભોજન ના દિવસો ગણીએ તો એક વર્ષ જ ભોજન લીધું છે.એ નક્કી કરતા કે આવી આવી પરિસ્થિતિ બનશે તો જ ભિક્ષા લઈશ.દા.ત આજે ભિક્ષા લેવા જાઉં તો લાલ કપડું પહેરેલી સ્ત્રી હોય,એના હાથ માં નાનું બાળક હોય,બાજુમાં એક ગાય હોય તે પણ સફેદ રંગ ની અને ભિક્ષા આપે તોજ લઈશ નહીતો પાછા.હવે આવી બધી શક્યતાઓ ક્યારે ભેગી થાય?સ્ત્રી હોય તો લાલ કપડું ના હોય.લાલ કપડું હોય તો હાથ માં બાળક ના હોય.બધું હોય તો ગાય કળા કલર ની હોય.મહાવીર પાછા આવતા.આવી રીતે મહાવીરે પાછા આવી આવીને ઉપવાસ કરેલા છે.અને આવી શક્યતાઓ ૧૨ વર્ષ માં ફક્ત એક જ વર્ષ ના દિવસો જેટલી મતલબ એમણે ૧૨વર્ષમાં ફક્ત ૩૬૫ દિવસ જ ભોજન મળ્યું છે.હવે આજના મહારાજ સાહેબ શું કરશે?આવો નિયમ તો લઇ લેશે,પછી ભક્તોને કાનમાં કહેશે.ભક્તો અગાઉથી જઈને બધી શક્યતાઓ ની ગોઠવણ કરી નાખશે.લાલ કપડું,બાળક,સફેદ ગાય બધું રેડી.મહારાજસાહેબ આવીને જોશે ચાલો પ્રતિજ્ઞા પૂરી લાવો ભિક્ષા.હવે આતો નર્યો દંભ કહેવાય ને?તમે આચરણ ની નકલ કરો પણ એનો શું અર્થ?
મહાવીર ની અહિંસા અંતર ની જાગૃતિના કારણે હતી,જૈનોની ના હોય.ભગવાન બુદ્ધ ની કરુણા અંદર ની જાગૃતિના કારણે હતી.આપણી ના હોય.મહાપુરુષો કહેશે ક્રોધ ના કરો.ચાલો તમે ક્રોધ કરવાનું બંધ કર્યું.હવે શું થશે?ક્રોધ અંદર ભેગો થશે.નાની વાતો ની નિરાશા ક્રોધ રૂપે ભેગી થશે.નાની નાની અવગણના ક્રોધ રૂપે ભેગી થશે.બહાર થી શાંત અંદર જ્વાળામુખી એની એનર્જી તમામ તાકાત થી ભેગો કરતો જશે.અને એક દિવસ બહાનું મળી ગયું વાલ્કેનો ફાટી નીકળશે.એક મિત્ર છે અમારા એકદમ શાંત,કાયમ હસતા,બધાને હેલ્પ કરતા.બહાર થી બહુ સારા લાગે.પણ રોજ જોબ ઉપર પણ રાતે બે વાગે છાનામાના એક પેગ સંતાડી રાખેલો મારી લે પછી,અંદર કચરો ભરેલો હોય તે બે ના બ્રેક માં નીકળવા લાગે.બધા જોડે ઝગડે.ખુબ ઉગ્ર બની જાય.ત્રણ વાગે અંદર ઓફીસ માં જઈને ઊંઘી જાય.ચાર વાગે જાગીને આવે તો એકદમ સરળ હોય શાંત હોય.ક્વોલીટી કંટ્રોલ નું કામ છે એમનું.રાતે બીજો કોઈ ઓફીસ સ્ટાફ ના હોય,ને રાતની શિફ્ટ ના બધા કર્મચારીઓ ગુજરાતી હોવાથી કોઈ ફરિયાદ ના કરે બાકી નોકરી જતી રહે.એમની નોકરી જાય તે માટે કોઈ ગુજરાતી નિમિત્ત બનવા નથી માંગતા માટે ટકી રહ્યા છે.
ચાલો તમે દુર્ગુણો થી બચવા જંગલ માં ભાગી ગયા.ત્યાં કોઈ છે જ નહિ કે કોઈ ચાન્સ આપે તેવું નથી કે ક્રોધ આવે.અહી ભીડ માં આવોને કોઈનો પગ તમારા પગ પર પડી જાય ત્યારે અચાનક ગુસ્સે થઇ જવાય ત્યારે બધી વર્ષો ની સાધના એળે જાય.એક ગુરુ ને ચેલો જતા હતા.રસ્તામાં નદી આવી.ત્યાં એક સ્ત્રી પણ ઉભેલી સામે પાર જવા.પણ તરતા ના આવડે.એટલે કોઈ પાર કરવી દે તેની રાહ જોતી હતી.આ ગુરુ તો આજના બાવાઓ જેવા બ્રહ્મચારી હતા.સ્ત્રીને જોવાય નહિ તો અડાય કેમ?એનો હાથ કેમ પકડાય? ગુરુએ તો ના પાડી દીધી,પણ ચેલા ને દયા આવી.નદી પાર થવા લાગી પણ પાણી જરા વધારે ઊંડું હશે તો ચેલાએ તો પેલી સ્ત્રીને ખભે ઉઠાવી લીધી ને નદી તો પાર થઇ ગઈ.ગુરુ ચેલો આગળ વધ્યાં,પણ ગુરુને ચેન ના પડે.ચેલાએ ખોટું કર્યું,સ્ત્રીને અડકી તો ઠીક ખભે જ ઉઠાવી ને ચાલ્યો,મહાપાપ થઇ ગયું.બ્રહ્મચર્ય નો ભંગ થઇ ગયો.છેક આશ્રમે પહોચી ચેલાને ઠપકો આપ્યો કે તારે ખભે નહોતી ઉઠાવવાની.ચેલાએ જવાબ આપ્યો કે હે!ગુરુજી મેં નદી પાર થઇ કે એ સ્ત્રીને તરત જ નીચે ઉતારી દીધી,પણ આપ તો હજુ ઉઠાવીને ફરો છો.આ છે બાહ્ય આચરણ.
આપણે ભારતીયો સદાચાર ના સ્ત્રોત્રો ને શ્લોકોમાં જ ખોવાઈ ગયા છીએ.હમેશા બ્રહ્મચર્ય ની વાતો કરીએ છીએ,સ્ત્રીઓના દુશ્મન હોય તેમ વર્તીએ છીએ.શું સ્ત્રીઓમાં બ્રહ્મ નથી?અને અંદર સેક્સ સપ્રેસ્ડ થતો જાય છે.સહેજ ચાન્સ મળ્યો ને સેક્સ બહાર.બસ માં સ્ત્રી બાજુમાં બેઠી ને અડપલા ચાલુ.ખાલી સ્પર્શ અરે સ્પર્શ ઠીક જરા કપડું સ્ત્રીનું અડે તો પણ વિહવળ થઇ જતા ભારતીયો ની સદાચાર ની વાતો સાંભળી હસવું આવે છે.ખુબ બ્રહ્મચર્ય પાળશે ને કોઈ સ્ત્રી ભક્ત ના પ્રેમ માં ફસાઈ જશે.જેમ નિત્યાનંદ ફસાઈ ગયા.કોઈએ બિપાશા બસુ ના સ્તન પર હાથ ભીડ નો લાભ લઇ ફેરવી લીધેલો.આ છે બ્રહ્મચર્ય ના ફાયદા.
ઉપર ના શ્લોક માં શંકરાચાર્યે ક્યાય સ્ત્રીનું નામ જ નથી લીધું.બ્રહ્મ માં ચર્યા એટલે બ્રહ્મચર્ય.સદાય બ્રહ્મ માં રત રહેવાવાળો,રમમાણ રહેવાવાળો.અને સર્વ બ્રહ્મ છે એમ જાણવાવાળો બ્રહ્મચારી કહેવાય.શું સ્ત્રીમાં બ્રહ્મ નથી?શું એક નાની બાળકી માં બ્રહ્મ નથી?શું એક વર્ષ ની નાની બાળકીને બ્રહ્મ ની હાજરી છે એમ માની ના શકાય?પણ વિહવળ થઇ જવાય છે.કેમ કે અંદર થી સર્વ જીવો માં કે નિર્જીવ માં શંકરાચાર્ય ની જેમ બ્રહ્મ નથી દેખાતા.જે લોકો સેક્સ ને દબાવે છે એ લોકો જ તો નાની બાળકીઓ પર પણ રેપ કરે છે.એ લોકોને નાની બાળકીમાં બાળકી નથી દેખાતી,એ લોકોને નાની બાળકીમાં પણ મોટી સ્ત્રી દેખાય છે ત્યારે તો બળાત્કાર કરી શકે છે.અરે મારી પણ નાખે છે.જે સાધુઓ નાની બાળકી ની હાજરી માત્ર સહન નથી કરી શકતા એમની સામે બાળકીઓ લઈને પણ ના જશો.દુર રાખો તમારી નાની ફૂલ જેવી દીકરીઓ.નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરનારા ક્રિમિનલ્સ અને આ સાધુઓમાં તાત્વિક રીતે,માનસિક રીતે કોઈ ફર્ક નથી.બંને સેક્સ ને દબાવીને બેઠા છે.ભલે આ લોકો પંથ ના હિત માં કે આબરૂ નાજાય માટે બળાત્કાર નહિ કરતા હોય પણ એમની ભૂંડી નજરો થી બચાવો તમારી બાળકીઓને.
પટરાણીઓ,રાણીઓ,૧૬૦૦૦ રાણીઓ ને ઘણી બધી પ્રેમિકાઓ ધરાવનારા શ્રી કૃષ્ણ ને મુક્ત મહાપુરુષોએ બ્રહ્મચારી કહ્યા છે.શું આ બધા અજ્ઞાની હતા?આજના સાધુઓ ને બાવાઓ કહે તે સાચું કે મુક્ત મહાપુરુષો કહે તે સાચું? કે શંકરાચાર્ય કહે તે સાચું?
પહેલા અંદર થી જાગૃત બનો.સર્વ વસ્તુ માત્ર,જીવ માત્ર માં બ્રહ્મ ને જાણો.તો કોઈ સદાચાર ની નકલ કરવી નહિ પડે.સદાચાર અંદર થી જ આવશે.તમે કોઈનું ખીસું કાપીજ નહિ શકો.તમે કીડીને પણ મારી નહિ શકો.કૂદવું નહિ પડે કીડી જોઇને કુદાઈ જશે.કોઈ કાન માં ખીલા ઠોકી જશે તો પણ અવાજ નહિ કરો.જરા કોઈ જૈન ને ખીલી અડકાડી જુઓ તો?કોઈ ટેક્સ ની ચોરી નહિ કરી શકો.કોઈ ભાવ વધારે લઇ નહિ શકો.કોઈને ઓછી વસ્તુ તોલ માં આપી નહિ શકો.કોઈ ની હત્યા નહિ કરી શકો,ના કોઈની ઉપર બળાત્કાર કરી શકો.કોઈ ની હાજરી તમને હલાવી નહિ શકે.બધામાં જ્યાં બ્રહ્મ જ દેખાય તો કોને છેતરી શકશો?કોને દુખ જરા જેટલું પણ આપી શકશો?શંકરાચાર્યે બધા શ્લોકો બ્રહ્મ ને જાણ્યા પછી લખ્યા છે.
તો શું કરવું?સદાચાર નું આચરણ ના કરવું?કરવું જરૂર કરવું.એકદમ કોઈને તકલીફ શું કામ આપવી?પણ સાથે સાથે ધ્યાન પણ કરવું પડે.મેડીટેશન એક માત્ર ઉપાય છે.કોઈ સદાચાર ના આચરણ માત્ર થી નકલ કરવા માત્ર થી બ્રહ્મ ને ના પામી શકે.અંદર ની જાગૃતિ માટે મેડીટેશન કરો.કોઈ વ્રત ઉપવાસ જપ તપ ની જરૂર નથી.જરૂર છે ફક્ત ધ્યાન ની.ધીરે ધીરે અંદર થી શાંત બનતા જશો ને બહાર સદાચાર આવતો જશે.ખબર સુદ્ધાં નહિ પડે.ધીરે ધીરે અવેયરનેસ આવતી જશે ને બહાર સદાચાર નું આચરણ વધતું જશે.જે.કૃષ્ણમૂર્તિ જેને ચોઈસ લેસ અવેયરનેસ કહેતા હતા.એક સાક્ષીભાવ જાગશે,એક અનાસક્ત યોગ પેદા થશે.અંદર થી શાંત બનતા જશો ને કામ(સેક્સ)માં રસ ઓછો થતો જશે.એટલે બુદ્ધિહીન બાવાઓએ પકડી લીધું કે કામ(સેક્સ) થી દુર રહેવું.આ બાવાઓ તો કામ(સેક્સ)અને કામ(વર્ક)બંને થી દુર રહેવા લાગ્યા છે.અંદર થી શાંત બનતા જશો ને ક્રોધ કરતા ઓછા થઇ જશો.જયારે બધા બ્રહ્મ જ છે એવી પ્રતીતિ થવા લાગશે એટલે પ્રેમ વધતો જશે,કરુણા વધતી જશે.ગાંધીજીએ કામ ને જીતવા ખુબ પ્રયત્નો કરેલા પણ ધ્યાન ના કર્યું,મેડીટેશન ના કર્યું.ડોસા કામ ને જિત્યા વગર જ ચાલ્યા ગયા.બાહ્ય સદઆચરણ થી તમે પાખંડી બની જશો,જો સાથે સાથે ધ્યાન નહિ કરોતો.