પૃથ્વીરાજ-સંયુક્તા…અમર પ્રેમ કહાની, વિલાસિતા કે પછી વ્યભિચાર?

પૃથ્વીરાજ-સંયુક્તા—–અમર પ્રેમ કહાની, વિલાસિતા કે પછી વ્યભિચાર? *ઈતિહાસના આયનામાં પુછવા જેવા કેટલાક સવાલો છે. ભારતના ઈતિહાસમાંની ઘણીબધી  પ્રેમકથાઓ વચ્ચે પૃથીરાજ ચૌહાણ અને સંયુક્તા ની પ્રેમકથા મહત્વનું સ્થાન ધરાવે છે. મારો આ મહાન છેલ્લા દિલ્હીના સ્વતંત્ર હિંદુ રાજાની અવહેલના કરવાનો જરાપણ ઈરાદો નથી. આ એક એવો મહાન વીર રાજા હતો, જેણે ફક્ત ૨૦ વર્ષની ઉંમરમાં દિલ્હીની ગાદી મેળવી ને બહુ ઝડપથી. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પોતાની આણ સ્થાપિત કરી દીધી. પૃથ્વીરાજનો સમય કાલ ઈ.સ.૧૧૬૬ થી ૧૧૯૨ નો છે. *દિલ્હીના અને ગૌડ એટલે બંગાળના સંયુક્ત રાજા બલ્લાલ સેનને બે દીકરીઓ હતી. ઘણા અનંગપાલસેન પણ કહે છે. બે દીકરીઓમાંની રૂપસુંદરી કનોજના રાજા વિજયપાલ સાથે પરણાવેલી, એનો દીકરો થયો રાજા જયચંદ. બીજી કમલાદેવી પરણાવી અજમેરના…

Rate this: