![jellyfish_1247566c[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/jellyfish_1247566c1.jpg?w=150&h=93)
![images[1]](https://raolji.com/wp-content/uploads/2010/03/images1.jpg?w=474)
![images[7]](https://raolji.com/wp-content/uploads/2010/03/images7.jpg?w=474)
અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…
* અમર પરશુરામ ભગવાન રામજી વખતે અને એમના પહેલાથી હતા. મહાભારત કાલમાં પણ હતા. ભીષ્મ જોડે યુદ્ધ પણ કરેલું. તો પછી મહમદ ગજની એ સોમનાથ ભાગ્યું ત્યારે બહાર કેમ ના આવ્યા? અને હનુમાનજી પણ શ્રી રામના સમયથી મહાભારત કાલ સુધીની વાતોમાં અમર હતા. અને હાલ પણ બોગસ કથાકારો માને છે કે જ્યાં રામ કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર રહે છે ગુપ્ત વેશે. હવે ભારત જેવા અતીધાર્મિક દેશમાં એક સમયે ઘણા બધા સ્થળોએ રામકથા ચાલતી હોય છે. માટે અમરત્વની સાથે સાથે બહુશરીરી વિદ્યા પણ હોવી જોઈએ.જેથી એકી સાથે અનેક સ્થળોએ રામકથામાં હાજરી આપી શકાય. તો પછી રામ જન્મ ભૂમિ પર બાબરે મંદિર તોડી મસ્જીદ બનાવી તો હનુમાનજી ક્યાં હતા? આ બંને પાછા મહાન યોદ્ધાઓ હતા. ખેર આ બંને યોદ્ધાઓ આ બંને પ્રસંગોએ હાજર નહોતા. હાજર હોત તો એમની હાજરી છતી થઇ ગઈ હોત. મૂળ એમના અમરત્વની વાતો ખોટી છે.
*હાઈડ્રોઝોઅન પ્રકારની જેલીફિશ એવી વિદ્યા જાણે છે, જે એને અમરત્વ બક્ષે છે. મૂળ કેરેબિયન સમુદ્રની રહેવાસી પણ દરેક સમુદ્રમાં મળતી આ જેલીફિશ યુનિક એબિલીટી ધરાવે છે. એવું સ્મિથ સોનીયન ટ્રોપિકલ મરીન ઇન્સ્ટીટ્યુટના Dr Mariya Miglietta કહે છે. આ તરકીબ છે પાછા જુવાન બની જવાની. એક પતંગીયાની જીવનયાત્રા જોઈએ તો ઈંડામાંથી ઈયળ નીકળે, પછી એ ઈયળનો કોશેટો બને, અને એમાંથી પછી પતંગીયું બહાર નીકળે. પણ પતંગીયું પાછું કોશેટો ના બની શકે.
*ટ્રાન્સડીફરંશીએશન(Trasdifferentiation)પધ્ધતિ વડે એક જાતના સેલ(કોશ)ને બીજી જાતના સેલમાં બદલી શકવાની આ જેલીફિશમાં ક્ષમતા છે. બીજા પ્રાણીઓમાં આ ક્ષમતા ઓછી અથવા લીમીટેડ હોય છે. આવી રીતે શરીરના દરેક અંગો ને રીજનરેટ કરી શકે છે. અને આમ આખું શરીર રીજનરેટ કરી ને પાછું યંગ બનાવી શકે છે. ઘણા જીવોમાં એમનું ખોવાએલું કે કપાઈ ગયેલું અંગ ફરી થી ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. આપણ ને કોઈ જગ્યા એ વાગે કે છોલાય તો એ નાશ પામેલા કોશો ની જગ્યાએ બીજા નવા કોશો શરીર બનાવી ને ઘા રુજાવી દે છેપણ મસલ્સના કોશોને નર્વના કોશોમાં બદલી શકીએ નહિ.
*આ જેલીફિશ કોઈ પણ જાતના કોશ ને બીજા કોઈ પણ જાતના કોશમાં બદલી શકે છે. મસલ્સના કોશો ને નર્વ કે સ્પર્મ કે એગના કોષોમાં પણ બદલી શકે છે. બધી જેલીફિશ આવી નથી. લગભગ મોટા ભાગની જેલીફિશ એમની જાત પ્રમાણે થોડા કલાકો થી થોડા મહિના જ જીવે છે. બાયોલોજીકલ ઈમ્મોર્ટલ એવી આ જેલીફિશ મોટા ભાગે બીજા જીવોનો ખોરાક બની જાય છે.
*તો મિત્રો કીડીબાઈ પાંચ કરોડ વર્ષથી ફૂગની ખેતી કરીને સાથે સાથે બીજા બેક્ટેરિયાથી રક્ષણ મેળવવા એન્ટી બાયોટીક્સ પણ વાપરે છે. આ જેલીફિશ અમરત્વની વિદ્યા જાણે છે, ભલે બીજા જીવો એને ખાઈ જતાં. તો ફરીથી આપની મૂછો નીચી કરો. આપણે શ્રી પરશુરામ, અશ્વસ્થામા અને હનુમાનજીની અમરત્વ વિષે ની ખોટી ડંફાસો મારવાની બંધ કરીએ.