![images[3]](https://raolji.com/wp-content/uploads/2010/03/images3.jpg?w=474)
![images[9]](https://raolji.com/wp-content/uploads/2010/03/images9.jpg?w=474)
“વિના સહકાર નહિ ઉદ્ધાર”કીડીબાઈ કરે ખેતી.!!*આપણે પહેલા જોઈ ગયા કે જીવો જીવસ્ય ભોજનમ એ થઇ હિંસા.અને આ હિંસા પણ ઈવોલ્યુશન એટલે કે વિકાસ ના ક્રમ નું એક મહત્વ નું પરિબળ છે.એમ વિના સહકાર નહિ ઉદ્ધાર એ થઇ અહિંસા .આ પણ વિકાસ ના ક્રમ નું મહત્વ નું પરિબળ છે.બધા જીવો એક બીજા ના સહકાર,કો ઓપરેશન વડે આ જીવન ચક્ર માં જોડાએલા છે.વનસ્પતિ પણ પક્ષીઓ અને મધ માંખી જેવા જંતુઓ ની મદદ લે છે,એમની વસ્તી વધારવા.પરાગનયન વિષે આપણે સહુ ભણી ચુક્યા છીએ.
*એમેઝોન ના વરસાદી જંગલો માં લગભગ દરેક વનસ્પતિ ના પાન માં ટોક્સિક હોય છે.પ્રાણીઓ અને જીવ જંતુઓ આ વનસ્પતિ ખાય તો ઝેર ચડે.વનસ્પતિ પોતે એના રક્ષણ માટે આવી સગવડ વિકસાવે છે.આપણે ખેતી કરતા આશરે ચાર પાંચ હજાર વર્ષ પહેલા શીખ્યા હોઈશું.પણ એમેઝોન ના જંગલ માં રહેતા કીડીબાઈ ૫૦ મીલીઓન એટલે કે પાંચ કરોડ વર્ષ થી ખેતી કરે છે.હવે આપણી મૂછો નીચી કરો.આ કીડીઓ લીફ કટર કીડીઓ છે.વનસ્પતિ ના પાન ને કાપીને એના ટુકડા એમના દર માં લઇ જવામાં આવે છે.આ પત્તા ઝેરી હોય છે.એકદમ સીધા ખવાય નહિ.આ કીડીઓ ના દર જમીન માં ખુબ ઊંડે સુધી હોય છે.આ કીડીઓ પાના દર લઇ જઈ ને લેબર કીડીઓ ને આપે છે.પછી આ કીડીઓ એ પાના પર એમની લાળ લગાવે છે.આ પાના પર ફૂગ ની ખેતી કરવામાં આવે છે.ફૂગ (ફંગસ) નો ખોરાક છે વનસ્પતિ.આ ફૂગ એ કીડીઓ નો ખોરાક છે.કીડીઓ ને ફૂગ ની જરૂર છે,અને ફૂગ ને કીડીઓ વગર ના ચાલે.વૈજ્ઞાનિકોએ આ કીડીઓ નો ખૂબ અભ્યાસ કર્યો ને એ પણ જાણવા મળ્યું કે જમીન માં ઊંડે કામ કરતી આ કીડીઓ ઉપર એક સફેદ મીણ જેવો ચીકણો પદાર્થ ચોટેલો હોય છે.તપાસ કરતા જાણવા મળ્યું કે આ તો એન્ટી બાયોટીક્સ છે.જે એની બાયોટીક્સ આપણે આજે વાપરીએ છીએ એજ વર્ગ ના એન્ટી બાયોટીક્સ કીડીઓ ૫૦ મીલીઓન વર્ષ થી વાપરે છે,બેક્ટેરિયા સામે રક્ષણ મેળવવા.આપણે એન્ટી બાયોટીક્સ શોધ્યા ફક્ત ૬૦ વર્ષ પહેલા.ફરી મૂછો નીચી કરો.આ છે લીફ કટર કીડીઓ અને ફંગસ વચ્ચેનું સ્થિતિ સ્થાપક જોડાણ.
*આપણ ને એલર્જીક શરદી થાય છે.નાક અને આંખ માંથી પાણી અચાનક વહેવાનું શરુ થઇ જાય છે.ઘણા બાળકો ને દમ એટલે કે અસ્થમા થઇ જાય છે.આનું કારણ છે ઘરમાં ,કાર્પેટ માં રહેલા ડસ્ટ માઈસ્ટ અને બીજા એલરજંસ .જર્મની ના એક બાળકોના મહિલા ડોકટરે આશરે ૮૦૦ બાળકોનો એલર્જીક વિષયક અભ્યાસ કર્યો.કાર્પેટ,પથારી અને ઘર માં રહેલા નાના માઈક્રોબ્સ ના નમુના એકઠા કર્યા. તારણ એ આવ્યું કે શહેર માં રહેતા બાળકોને સ્વચ્છતા ના અભાવે આ બધા રોગો થાય છે,પણ જે બાળકો ના ઘરે લાઈવ સ્ટોક મતલબ ઢોર ઢાંખર પાળવામાં આવેલા હોય છે,એ બાળકો ને આવા રોગ માંથી મુક્તિ મળે છે.એલર્જી એ શરીર ની ઓવર રીએક્ટ ક્રિયા છે.શરીર જરા વધારે પડતી રોગો સામે લડવાની ક્રિયા કરે એને એલર્જી કહીએ છીએ.તો જે બાળકોના ઘરે પશુપાલન થતું ત્યાં એ પશુઓ ઉપર ઉછરતા માઈક્રોબ્સ શરીર ને શીખવે છે કેટલી પ્રતિક્રિયા કરવી.મતલબ અતિશય શુદ્ધ વાતાવરણ શરીર ને નબળું બનાવી દે છે રોગો સામે લડવાથી. એક બાળક જન્મે છે ત્યારે એના શરીર માં રોગો સામે લડી શકે તેવા એન્ટી બોડીસ હોતા નથી.માનું પહેલું ધાવણ એન્ટી બોડીસ થી ભરપુર હોય છે. નાના બાળક ના શરીર માં એન્ટીબોડીસ એની માના ધાવણ દ્વારા મળે છે.પણ મોટા ભાગ ના એન્ટી બોડીસ એને થતા રોગ માંથી શરીર લડે છે પછી તૈયાર થાય છે.
* મારા એક આર્ટીકલ ના પ્રતિભાવ માં એક ભાઈ એ લખેલ કે માનવીની સ્ત્રી એકાદ વર્ષ થી વધારે દૂધ ના આપી શકે માટે પશુ ઓ નું દૂધ પીવું પડે છે.આજના યુવાનો ને ખબર પણ નથી કે માનવી ની સ્ત્રી પણ ચાર પાંચ વર્ષ સુધી દૂધ આપી શકે છે.વળી એ જમાના માં આજની જેમ ફોટા પાડી સાબિતી રાખવાનો રીવાજ પણ ના હતો.આમારી પેઢી ખતમ થઇ જશે પછી લોકો માનશે પણ નહિ કે સ્ત્રીઓ ચાર પાંચ વર્ષ સુધી એમના બાળકો ને ધવડાવતી હતી.કોઈ માણસ ને આશરે ત્રણ વર્ષ નો થયો હોય તે પહેલાની સ્મૃતિ હોતી નથી.આજની સ્ત્રીઓ પણ ભૂલી જવાની કે ક્યાં સુધી એ લોકો એમના બાળકો ને ધવડાવી શકે છે.માં એના બાળકને ફક્ત દૂધ નથી પીવડાવતી,દૂધ ની સાથે પ્રેમ પણ પીવડાવતી હોય છે.આજની સ્ત્રી છ મહિના થી વધારે ધવડાવતી નથી.પછી ફરિયાદ કરે છે કે સંતાનો એમની ઉપેક્ષા કરે છે.જે આત્મીય અને માનસિક જોડાણ બાળક સાથે એને ધવડાવતા થતું હોય છે.એ જ થયું ના હોય પછી બાળકો શું કરે?
*વિકાસ ના ક્રમ માં જીવો એક બીજા ના સહકાર વડે જીવે છે.પોષણ મેળવે છે,અને આમજ વિકાસ થતો જાય છે,ઈવોલ્યુશન થતું જાય છે.ના તો હિંસા ખરાબ છે ,નાતો અહિંસા.ના હિંસા સારી છે,ના અહિંસા.અતિ હિંસા થી જેમ વિકાસ નો ક્રમ ખોરવાઈ જવાનો ભય છે,તેમ અતિ અહિંસા થી પણ તેવુંજ સમજવું.અમેરીકા માં યુરોપિયન લોકો આવ્યા તે પહેલા પેસેન્જર પિજિયન નામના કબૂતરો પુષ્કળ હતા.એક વાદળ આકાશ માંથી માંથી આવતું હોય તેમ લાખો આવા કબૂતરો એક સાથે ઉડતા , ને જ્યાં પડે ત્યાં સફાચટ કરી નાખતા.કારણ અહી ખાસ માનવ વસ્તી ના હતી.એમને મારનાર કોઈ ના હતું.યુરોપીયનો અહી વસ્યા ખેતી કરવા લાગ્યા.પાક બચાવવા રીતસર નું અભિયાન ચાલુ થયું આ કબૂતરો ને મારવાનું.પણ પછી અટક્યાજ નહિ.આજે એક પણ પેસેન્જર પિજિયન બચ્યું નથી.હાલ જે કબૂતરો છે એ જુદી જાત ના છે,પેલા તો ઈતિહાસ બની ગયા.
*તો મિત્રો કીડીબાઈ માટે હવે એવું ના ગાતા કે “કીડી બિચારી કીડલી”આ કીડી શું કરવાની?કીડી એના કદ કરતા ૫૦૦ ઘણું વધારે વજન ઉચકી શકે છે.