“ના વાઘ હિંસક છે ના સિંહ,હિંસક છે ફક્ત માનવી”

        * મિત્રો ના તો વાઘ હિંસક છે ના સિંહ.હાથી પણ અહિંસક નથી.એને ડર લાગે કે તમે નુકશાન પહોચાડશો તો,તત્ક્ષણ સૂંઢ માં લપેટી પછાડી નાખશે.એક જાપાનીઝ ફોટોગ્રાફર ને આફ્રિકાના હાથી ના એક્સક્લુસિવ ફોટા લેવા હતા,વધારે ને વધારે નજીક જતો ગયો.હાથી ફુંફાડા મારી ચેતવે છે.છતાં ના માન્યો કે સમજ ના પડી હાથીએ તરતજ પૂરો કરી નાખેલો.સિંહ ધરએલો હોય તો ભાગ્યેજ હુમલો કરે.કહેવાતા હિંસક પ્રાણીઓ ફક્ત પેટ ભરવા પુરતા જ કોઈને મારી ને ખાય છે.બાકી એમના કોઈ શોખ પોષવા હિંસા કરતા નથી.

*આપણી સુંદર સવાર અબોલ પ્રાણીઓ ની હિંસા સાથે સારું થાય છે.દરેક ની મારી,તમારી,જૈનો ની ને સાધુબાવાઓની પણ.જે લોકો સવારે ઉઠીને દાતણ કરતા હોય તેમની એક પગથીયા પછી શરુ થાય છે.સૌથી પહેલા આપણે ટૂથબ્રશ કરીએ છીએ.ટુથપેસ્ટ માં કેલ્સિયમ ના ભૂકા ભરેલા હોય છે જે નો મેળવવાનો સસ્તો ને સહેલો ઉપાય હાડકા છે.પછી આપણે સફેદ ખાંડ નાખી ચા પીએ છીએ.ખાંડ ને સફેદ બનાવવા માટે હાડકાનો ભૂકો પાવડર વપરાય છે.બ્રાઉન ખાંડ પણ વાપરી શકાય.પણ આપણાં શોખ માટે પ્રાણીઓની હત્યા માં નિમિત બનીએ છીએ.જૈનોએ ને ગૌહત્યા ના વિરોધ માં આંદોલનો કરનારે પહેલા સફેદ ખાંડ ખાવાની બંધ કરવી જોઈએ.આ દમ્ભીઓ ખાંડ ખાવાનું બંધ કરતા નથી.પછી આપણે સ્નાન કરવા જઈએ છીએ.કુદરતી તેલ એટલું મોંઘુ છે કે સાબુ ની બનાવટોમાં ભાગ્યેજ વપરાય.એમાં કતલખાના માંથી મેળવાયેલી ચરબીજ વપરાય છે.બોડી લોશનો માં પણ ચરબીજ વપરાય છે.

     *ડર્ટી જોબ નામનો એક પ્રોગ્રામ જોએલો.કેલીફોર્નીયા માં એક ફેક્ટરી છે.ત્યાં મરેલી ને સડેલી,કીડા પડી ગયેલી ગાયો લાવવામાં આવે છે.પછી એનું ચામડું ઉતારી આખી ને આખી મશીન માં ભરડી નાખવામાં આવે છે.એમાંથી નીકળેલી ચરબી કોસ્મેટીક કંપનીઓ ને વેચવામાં આવે છે,જે કોસ્મેટીક્સ માં વપરાય છે,એવું તે ભાઈલો બોલતો હતો.વધેલો ભૂકો મરઘા ફાર્મ માં ખોરાક તરીકે વપરાય છે.વાઘ સિંહ ને બોડી લોશન ની જરૂર નથી.વાપરે છે ફક્ત માનવ.તલ નું તેલ પણ વાપરી શકાય.આવી અનેક બિન જરૂરી હિંસા માનવજાત કરે છે.વાઘ ચા પીતો નથી ને આખો દિવસ સફેદ ખાંડ ખાતો નથી.ગાય ની ચરબી માંથી બનાવેલા નકલી ઘી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે.એમાં હિંસા નડતી નથી.આવી નકલી ઘી ની ફેકટરીઓ ખાનગી માં ધમધમતી હોય છે.                   

          *માંસાહારીઓ ને દેવનાર ના કતલખાના જોવા જવાનું કહેનારા સફેદ ખાંડ ખાવાનું કેમ બધ કરતા નથી?મોટા ભાગના કતલખાના અહીન્સકો ની જરૂરિયાતો પણ પૂરી કરવામાં ભાગ ભજવે છે.ફક્ત પેટ ભરવા પુરતી માનવ હિંસા કરે ને માંસ ખાય તે માફ કરી શકાય.પણ પોતાના શોખ પોષવા નિર્દોષ પ્રાણીઓ ની હત્યા કરે તે કેમ કરીને માફ કરાય?ફર વાળા કોટ ને પર્સ માટે આપણે એટલા બધા વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ નો નાશ કરીએ છીએ કે લગભગ એ પ્રાણીઓ અદ્રશ્ય થવા લાગ્યા છે.આ વાઘ ના શરીર ના તમામ ભાગો ખાવામાં ઔષધ રૂપે વપરાય છે.બોલો કોણ હિંસક વાઘ કે માનવી?વિયેતનામ માં એક બાઈ ફૂટપાથ પર બેઠી છે.તમે જાવ ને ભાવ તાલ કરો પછી એની થેલી માંથી ખાસ પ્રકાર ના પાતળા સાપ કાઢશે.નીચે દેશી બનાવટ નો દારૂ નો ગ્લાસ મુકશે.પછી એની મજબુત ચપટી માં સાપ ને પૂંછડી થી દબાવતી દબાવતી નીચે આવશે.સાપ ના મોઢામાંથી લોહીની ધાર થશે દારૂના ગ્લાસ માં.એ દારૂ પીને બળવાન બની ગયેલો મનુષ્ય ચાલતી પકડશે.કિંગ કોબ્રા ને બરોબર છંછેડી ગુસ્સે કરવામાં આવે જેથી ગુસ્સા માં પેદા થયેલા રસાયણો એના લોહીમાં ભળે.પછી એની જીવતે જ ચામડી ઉતેરાય.એના લોહીને રેસ્ટોરાં માં બેઠેલો બુચીઓ પીવે.ને એના માંસ ની વાનગી ખાઈ શક્તિ મેળવી એની ગર્લફ્રેન્ડ પર શુરાતન બતાવી એને ખુશ કરશે.આ બુચિયા એટલે કે નાના નાક વળી પીળી પ્રજા ભયાનક માંસાહારી છે.કોઈ જીવડું ખાવા માંથી બાકાત રાખતા નથી.એટલા ક્રૂર તો અમેરીકનો પણ નથી.જે ભાઈઓ હમેશા માંસાહાર બાબતે હમેશા અમેરિકાને જ ગાળો દે છે એ લોકોને ચીનાઓ,જાપાનીઓ,કોરીયનો કેમ યાદ આવતા નથી?

         *કોરિયા સીઓલ માં ઓલોમ્પિક રમાંએલું એ તો યાદ હશે.હવે ત્યાં રમતો જોવા દુનિયાભર માંથી લોકો જવાના.અમેરિકાનો ને યુરોપીયનો પણ જવાના.અમેરિકાના પ્રમુખે ને બ્રિટીશ વડાપ્રધાને કોરિયન સરકાર ને ખાસ વિનંતી કરી કે જ્યાં સુધી ઓલોમ્પિક રમાય ત્યાં સુધી ઓલોમ્પિક વિલેજ ની આસપાસ ના બજારોમાં કુતરા ના લટકાવે. કારણ અમારી પ્રજા કુતરાને બહુ પ્રેમ કરે છે ને ખાવા માટે વેચવાને લટકાવેલા કુતરા જોઈ નહિ શકે. હા અમેરિકાને ભાંડવાવાળા ને કહું કે કોરીયનો કુતરા ખાય છે રોજ ના આહારમાં.અને હા ભૈલા પંચમહાલ ના આદિવાસીઓ જયારે બીજું કશું ના મળે ખાવા માટે તો વાંદરા ને કુતરા પણ ખાય છે.જો તમે ખરા અહિંસક હોવ તો ચામડાના પટ્ટા કેમ પહેરો છો?વાલેટ કેમ રાખો છો ખિસ્સામાં?કોસ્મેટીક્સ કેમ વાપરો છો?ખાંડ કેમ ખાવ છો?દાતણ કરો ને ભાઈ.

             *શ્રી કુમારપાળ દેસાઈ ને બીજા મિત્રો દાખલા આપે છે કે એક કિલો માંસ માટે સેંકડો કિલો વનસ્પતિ ને પાણી વપરાય જાય છે.માટે માંસ ના ખાવું. તો એ વનસ્પતિ ને પાણી બચાવવા માટે એ પશુ ને ખાઈ જવું શું ખોટું?તમે એ પશુ ને ખાઈ નહિ જાવ તો એ પુષ્કળ વનસ્પતિ ખાઈ ને લીલા જંગલો નો નાશ કરશેજ.આવી વાહિયાત દલીલો શ્રી કુમારપાળ દેસાઈ જેવા પ્રતિષ્ઠિત લેખકો કરે છે.પ્રાણીઓ જે વનસ્પતિ ખાય છે એમાંથી ફક્ત ૨૦% જ એમના શરીર ના પોષણ માટે વપરાય છે.બાકીની વનસ્પતિ વેસ્ટ જાય છે.હાથી ૧૦૦ કિલો વનસ્પતિ ખાય છે એમાંથી ૨૦ કીલોજ એના શરીર માં વપરાય છે,બાકીનું ૮૦ કિલો નું છાણ બને છે.આ વનસ્પતિ જગત નો નાશ ઘસાહારી પ્રાણીઓ ના કરી નાખે માટે કુદરતે,ભગવાને માંસાહારી પ્રાણીઓ પેદા કર્યાં છે.જંગલો બચાવવા હોય તો શાકાહારી પ્રાણીઓ ઓછા હોય તેમ સારું.જંગલો બચશે તો બીજી જીવસૃષ્ટિ બચશે.કારણ વાઘ સિંહ બધી જીવસૃષ્ટિ નો નાશ કરતા નથી.શ્રી કુમારપાળ દેસાઈ જેવા જૈન જગત ના પ્રતિષ્ઠિત લેખકો ગુજરાત ની ભોળી પ્રજાને એમના વાહિયાત દાખલા દલીલો થી ભરમાવે છે,છેતરે છે.પ્રોબ્લેમ એ છે કે પ્રજાની વિચારવાની વિન્ડોજ-૭ આ લોકોએ બંધ કરી દીધી છે.અને આ લોકો એટલા બધા પૂજ્ય હોય કે લોકો અંધ બની એમની વાતો માની લે જરાપણ વિચારે નહિ.

              *માનવીએ માનવીની હિંસા ને હત્યા કરવાના જાતજાતના બહાના શોધી કાઢ્યા છે.ધર્મ,દેશ,ભાષા આ બધા બહાના છે.ફક્ત અમે આર્યન જ શુદ્ધ છીએ ને તમે યહુદીઓ અશુદ્ધ છો એવું બહાનું કાઢી હિટલરે ૬ મીલીઓન એટલે સાઈઠ લાખ યહુદીઓ ને જીવતા ભૂંજી નાખ્યા હતા. 

               *તો મિત્રો પ્રાણીજગત માં કોઈ હિંસક નથી.બધા એમના જઠર પ્રમાણે ખાય છે.હિંસક છે ફક્ત માનવી.જે વિના કારણ હિંસા કરે છે.એના શોખ પોષવા નિર્દોષ પશુઓને મારે છે.અરે બાળકોના બલી પણ ચડાવી દે છે.ફક્ત પેટ ભરવા માંસાહાર કરતો માનવી માફીને લાયક છે પણ ચામડાના પટ્ટા પહેરતો,પર્સ રાખતો,ફર ના કોટ પહેરતો,ટુથપેસ્ટ વપરાતો,સફેદ ખાંડ ખાતો માનવી માફીને લાયક જરાપણ નથી.પછી ભલે તે કતલખાના બંધ કરવા નારા લગાવતો હોય.

“માંસાહાર અને શાકાહાર”

માંસાહાર અને શાકાહાર.
*મિત્રો પ્રથમ તો આ લેખ વાચી કોઈ એમ સમજી ના લે કે હું માંસાહાર ની તરફેણ કરું છું. શાકાહાર સારો છે. હું ફક્ત કુદરતના, વિજ્ઞાનના ઇવોલ્યુશન અને ઇકોલોજીના નિયમોને ધ્યાનમાં લઈને વાત  કરવા માંગું છું. સત્ય જરા કડવું છે. અને આપણે દંભી બની ચુક્યા છીએ. પૂર્વગ્રહથી ભરાઈને આ લેખ વાચવાની તસ્દી નહિ લો તો ચાલશે. તટસ્થ મન રાખીને વાંચશો  તો મજા આવશે. માંસાહારીને ગાળ દેશો તો પ્રથમ ગાળ શ્રી રામને પડશે. સીતાજી સાથે ચૌદ વર્ષ જંગલમાં કોઈ ખેતી કર્યાનું જાણ્યું નથી. એકલો ફળાહાર પણ નથી કર્યો.  હરણના શિકાર કરીને જ ખાધું છે ને હરણાંના  ચામડાના વસ્ત્રો પહેર્યા છે. આને માટે વાલ્મીકિનું અસલ રામાયણ વાંચી લેવું. જે બાવાઓ ફળાહાર કરે છે, ને એના ગુણગાન ગાય છે એ પુષ્કળ દૂધ પી ને પરોક્ષ રીતે માંસાહાર કરી લે છે. ફક્ત ફળ ખાઈને પ્રયોગ કરી લેવો, દૂધ જરાપણ નહિ અનાજ કે કઠોળ પણ નહિ પછી લંકા જીતવા જવા વિનંતી છે.
*ઘણા મિત્રો કહે છે અમેરિકાની સંસ્કૃતિના વાદે ભારતમાં લોકો માંસ ખાય છે. અમેરિકામાં માણસને ગયે ૧૫૦૦૦ વર્ષથી વધારે થયા નથી. અને યુરોપમાં માણસને ગયે ૪૪૦૦૦ વર્ષ થી વધારે થયા નથી. આફ્રિકાથી માનવી મિડલ ઈસ્ટ થઇ પહેલો ભારતમાં આવ્યો છે. પહેલી સંસ્કૃતિ અહી વિકસી છે. શ્રી રામજીને અમેરિકનોએ માંસ ખાતા શીખવેલું?  ભારત તો પહેલાથી માંસ ખાતું આવ્યું છે. કે પછી દુનિયાને આપણે શીખવાડ્યું? ભારતમાં ખાલી ગુજરાતમાં જ માંસાહારનો વિરોધ છે. ગુજરાત સિવાય આખા ભારતમાં માંસાહાર આરામ થી કરાય છે. ગુજરાતમાં પણ ક્યાં નથી ખવાતું?  આમાં મુસલમાનોને ગણતરીમાં લીધા નથી.
*મિત્રો જીવ તો વનસ્પતિમાં પણ છે જ. તમે વનસ્પતિને પાણી પાવા જાવ તો એ પણ ખુશ થાય છે ને હાથમાં હથિયાર લઇ કાપવા જાવ તો એ પણ ફફડી ઉઠે છે. પણ એ જોવાની દ્રષ્ટી ક્યાંથી લાવવી? જગદીશ ચંદ્ર બોઝ ક્યાં ગયા?
*ભગવાને કે કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે. વનસ્પતિ પુષ્કળ  ઊગ્યા કરે તો પૃથ્વી એનાથી છવાઈ જાય. માટે વનસ્પતિ ખાવાવાળા જીવ બનાવ્યા. પછી એના કંટ્રોલ માટે એ વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓ ને ખાવાવાળા જીવો બનાવ્યા. વનસ્પતિમાં બધાજ પોષક તત્વો છે જ. એટલે ગાય, ભેંસ, હાથીભાઈ, ગેન્ડાભાઈ બધા વનસ્પતિ ખાઈ ને શરીરનું પોષણ કરે ને તાકાત મેળવે. આ વનસ્પતિમાંથી મેળવેલા તત્વોમાંથી એમના શરીરનું માંસ બને. હવે આ લોકો પણ અતિશય વસ્તી વધારો કરે તે ના પોષાય, માટે કુદરતે કેટ ફેમીલીના વાઘ, સિંહ, ચિત્તા, દીપડાને બીજા વરુ જેવા પ્રાણીઓ બનાવ્યા. કે ભાઈ તમારે હવે ઘાસ ખાવાની જરૂર નથી. ઘાસ ખાઈને જે પ્રાણીઓએ એમના શરીર પર માંસ ચડાવ્યું છે એનેજ સીધુ જ  ખાઈ લો ને પોષણ મેળવી લો. પક્ષીઓમાં પણ આ પ્રમાણે સમજવું. હવે કેટલાક પ્રાણીઓ એવા બન્યા કે બંને ખાઈ શકે ઉભયઆહારી. વાંદરા, એપ્સ જેવા કે ચિમ્પાન્ઝી વગેરે ફળો પણ ખાય ને નાના જીવડા ખાઈ ને પ્રોટીન મેળવી લે. એક જીવ બીજા જીવને ખાય ને વસ્તી આ રીતે કંટ્રોલમાં રહે ને પોષણ પણ મેળવાય. આમ કાર્નીવોરસ, હર્બીવોરસ અને ઓમ્નીવોરસ એમ ત્રણ પ્રકાર થયા. કાર્નીવોરસ ફક્ત માંસ જ ખાય, હર્બીવોરસ ફક્ત ઘાસ ખાય અને ઓમ્નીવોરસ માંસ, સલાડ અને ફળો ખાય. ઓમ્નીવોરસ પણ ઘાસ પચાવી શકે નહિ તે યાદ રાખવું.
*કુદરતના રાજમાં ના તો હિંસા છે ના તો અહિંસા. બધા જીવવા માટે ખાય છે. કોઈ હિંસા કરતુ નથી. હવે ઘાસ ખાનારા પ્રાણીઓ પાસે અલગ પ્રકારનું પાચન તંત્ર છે. ગાય ને ભેંસ જેવા ઘાસાહારી પ્રાણીઓ પાસે ચાર જઠર હોય છે. અથવા ચાર ભાગ વાળું જઠર પણ કહી શકાય. આપણી પાસે ફક્ત એક જ છે. એક વાર ઘાસ ખાઈ લેવાનું એ એક જઠરમાં જાય, પછી જઠરમાંથી પાછું કાઢી  નિરાતે બેસીને વાગોળવાનું એ બીજા જઠરમાં જાય.  ઘાસ પચાવવા માટે ખાસ પ્રકારના બેક્ટેરિયા એમના જઠરમાં હોય જે ઘાસ ને ખાઈને  તોડી નાખે. એટલા માટે કઠોળ વર્ગનું રજકા જેવું ઘાસ વધારે ખવાઈ જાય ત્યારે બેક્ટેરિયાના લીધે ગાયના પેટમાં આથો આવી જાય ત્યારે પુષ્કળ ગેસ પેદા થાય છે ગાય ફૂલી ને ઢમ ઢોલ થઇ જાય છે. ખેડૂતો એને આફરો ચડ્યો એવું કહે છે. અને ગાય મરી પણ જાય માટે ગાયના પેટમાં જઠરમાં બહાર થી કાણું પડી ગેસ કાઢવાની વિધિ વેટરનરી ડોક્ટર કરે છે. તમારા પેટમાં આવી રીતે બહારથી કાણું ના પડાય મરી જવાય. આપણી પાસે ઘાસ ખાનારા પ્રાણીઓની જેમ ચાર જઠર ને જરૂરી બેક્ટેરિયા નથી. આપણે ફળો ખાઈ શકીએ, રાંધીને શાકભાજી ખાઈ શકીએ, રાંધીને ઘઉં ખાઈ શકીએ. કાચા ઘઉં ખાઈએ  તો  ઝાડા થઇ જાય. ઘાસ ખાઈ એ તો ઝાડા થઇ જાય. વાઘ ને સિંહ પાસે ચાર જઠર નથી ને જઠરમાં જરૂરી બેક્ટેરિયા પણ નથી, જલદ પાચક રસો છે, એસીડ જેવા જે માંસને ઓગળી નાખી ને સીધું પોષણ મેળવી આપે છે. એમના આંતરડા પણ ટૂંકા છે. જરૂર નથી વધારે લંબાઈની. આપણે એપ્સમાંથી પેદા થયા છીએ માટે ફળો ની સાથે માંસ પણ ખાઈએ છીએ માટે આંતરડાની લંબાઈ વાઘ સિંહ   કરતા વધારે છે. છતાં ચાર જઠર ના હોવાના કારણે ઘાસ ખાઈ શકતા નથી. માંસ ખાઈ શકીએ છીએ કારણ જલદ પાચક રસો આપણી પાસે છે. માનવ કાચું માંસ પચાવી શકે પણ ઘાસ ના પચાવી શકે. જે મિત્રો હાથી ભાઈ ને ગેંડા ભાઈના ઉદાહરણો આપે છે એ મિત્રો એ ઘાસ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ, પણ એમના જેવા જઠર ક્યાંથી લાવશો?
*ચિમ્પાન્ઝી જેવા એપ્સ આપણાં પૂર્વજો છે. એમના ટોળાંની ખાસ હદ જંગલમાં  હોય છે, એ  હદમાં બીજા ટોળાંના ચિમ્પાન્ઝી ચોરી છુપીથી ઘુસી જાય ત્યારે એ લોકો પર હુમલો કરી હાથે ચડેલા ચિમ્પાન્ઝી ને બીજા ચિમ્પાન્ઝી ખાઈ જઈને એક્ષ્ટ્રા પ્રોટીન મેળવી લે છે. માદા ચીમ્પને બચ્ચું જન્મવાનું હોય ત્યારે પ્રથમ પાચ કે દસ મિનીટ એની માએ તાજા જન્મેલા બચ્ચાને સાચવવું પડે, નહીતો એની ટોળીના બીજા ચિમ્પાન્ઝી ઝૂંટવી ને ખાઈ જાય છે. એનાથી એક્સ્ટ્રા પ્રોટીન મળે ને વસ્તી કંટ્રોલમાં રહે. દસ મિનીટ વીતી જાય પછી એજ ટોળું એ બચી ગયેલા  બચ્ચાને આખી જિંદગી જીવ ની જેમ સાચવે, જે ઘડી પહેલા એનું ભક્ષણ કરવાની રાહ જોતું હતું.
*કોઈ પણ ખોરાક પોતાનામાં ખરાબ નથી. ખરાબી છે તેનો તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો તેમાં. કોઈ ખોરાક સાત્વિક છે અને કોઈ તામસિક એવું કશું હોતું નથી. ખોરાકમાં હોય છે ફક્ત ન્યુટ્રીસંસ, પોષક તત્વો, વિટામિન્સ, ખનીજ, ફેટ, કારબોહાઈડરેટ્સ, સુગર અને પ્રોટીન્સ અને બીજા અનેક તત્વો પછી એમાં વનસ્પતિજન્ય હોય કે માંસાહાર હોય બધામાં પોષક તત્વો જ હોય છે. માંસાહાર ને માંસાહારી  પ્રત્યે એટલો દ્વેષ રાખવાની જરૂર નથી. શાકાહાર સારો છે, ઉત્તમ છે. માંસાહારથી થતા રોગોમાંથી બચી જવાય છે. અતિશય વજન વધતું નથી. વધારે વજનથી થતા રોગોમાંથી પણ બચી જવાય. કહેવાતા શાકાહારીઓના જેમના વજન વધારે છે એ લોકો ઘી, દૂધને ચીઝ  જેવા પ્રાણીજન્ય આહાર કરે છે. પરોક્ષ રૂપે માંસાહાર જ કહેવાય.  દરેક ખોરાક એના પ્રમાણ સર લેવાનો હોય એમાં ખોરાકનો શું વાંક?
ભાજીમુલા પણ વધારે ખાય જઈએ તો હાની કરે. જે ઘી દૂધ ને તમે સાત્વિક ગણો છો એમાં ગાય કે ભેસની ચરબી જ ભરેલી છે. ઘી તો શુદ્ધ ચરબી જ છે.  એના શરીરમાં રહેલી ચરબી એના બચ્ચાના પોષણ માટે દૂધમાં બીજા તત્વો સાથે ભળે છે. અને એપણ જેતે પ્રાણીના બચ્ચા માટે કુદરતે બનાવેલ છે નહિ કે માણસ માટે. આપણાં શરીરનું બંધારણ એના માટે યોગ્ય નથી. આપણાં માટે આપણી માનું દૂધ જ યોગ્ય છે. આપણે માનું દૂધ હવેના બાળકો માટે જુજ રહેવા દીધું છે, ફિગર બગડી ના જાય માટે અને ગાય ભેસના દૂધ એમના બચ્ચાઓના મોમાંથી છીનવી આપણાં બાળકોના શરીરના કામના નથી છતાં આપીએ છીએ, રે હિંદુ તારી અહિંસા. દરેક પ્રાણીના બચ્ચા ચોક્કસ માર્યાદિત સમય પુરતા જ દૂધ પીવે છે. આપણે મુર્ખાઓ માનું દૂધ પુંરતું પીતા નથી અને પ્રાણીઓના દુધ હમેશા મરતા લાગી પીએ છીએ. સાત્વિકનું લેબલ જો લાગ્યું છે. આખી જીંદગી દૂધ પીતા રહેવાની શી જરૂર છે સંતો? આતો સરાસર હિંસા છે. કોઈ પ્રાણી જેવા કે વાઘ સિંહ કે ગાય ભેસ આવે અને માણસ જાતની સ્ત્રીનું બચ્ચું ધાવતું હોય તેને બળપૂર્વક ખસેડી લે અને તે સ્ત્રીનું દૂધ ધાવી જાય તો? સંતો કલ્પના કરો આને શું કહેવાય? ઘીમાં હાનીકારક કોલેસ્ટ્રોલ સિવાય છે શું? એને તમે સાત્વિક કહો છો. આજની પેઢીના લોકો ને ખબર પણ નથી કે માનવી સ્ત્રી પણ ત્રણ ચાર વર્ષ લાગી દૂધ આપી શકે છે. જુના જમાનાના કોઈને પૂછી જો જો. બહારથી રમીને દોડતા આવીને માંને કહે  “માં બેસી જા મારે ધાવવું છે”. અત્યારની  મોર્ડન પેઢી કમનસીબ છે એ બાબતે.
આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણીથી વિશેષ કશું નથી. ઘણા મિત્રો માને છે કે માંસાહારથી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામાને બુદ્ધી  વગરના કહીશું?  માંસાહારી દલાઈ લામાને દંભી જૈનો પાલીતાણા બોલાવી સન્માન કરે છે.  જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે એ લોકો ભયંકર માંસાહારી છે. દુનિયાના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ  ખાવા માટે બાકી નહિ રાખતા હોય. એટલા ભયંકર  માંસાહારી તો યુરોપ અમેરિકાના લોકો પણ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે  રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી એ વારતા ખુબ ચગેલી છે પણ એ પતરાળીઓમાં બ્રાહ્મણોએ હરણનું માંસ ખાધેલું હતું, આ સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે. શ્રી બક્ષીબાબુએ આનો ઉલ્લેખ “વાતાયન” માં કરેલો, બક્ષીબાબુ સાચા ને બડકમદાર એટલે કોણ બોલે?  આ બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે? સ્વામી સચ્ચિદાનંદ લખે છે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે, પુરા ઓનેસ્ટ. અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે. માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું.  માછ્લામાં ઉત્તમ એવું ઓમેગા ૩ હોય છે. ગરીબ માછીમારો મોંઘીદાટ  બદામો ખાઈ શકવાના નથી. એમને માંછલામાંથી મફતમાં મળતો ઓમેગા-૩નો પુરવઠો ધર્મના નામે બંધ કરાવનાર ગુરુઓ બુદ્ધિહીન છે. મિત્રો શાકાહાર  કરતા હોવ તો શાકાહાર જ કરતા રહો. સારી વાત છે. સીધી હિંસામાંથી બચી જવાય. પણ કોઈ માંસાહાર કરનાર ને એવા ભાવથી ના જોશો કે એ નર્કમાં જવાનો છે. જશે તો શ્રી રામ ને ટાગોરશ્રીની કંપની એને મળવાની જ છે. હું કોઈ માંસાહારની તરફેણ કરતો નથી.એટલું જ કહું છું કે જે ખાવું હોય તે ખાઈએ પણ બીજા પ્રત્યે દ્વેષ ના રાખીએ
*કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્સ શાકાહારમાં છે જ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ. એના માટે તમારે દૂધ પીને પૂર્તિ કરવી પડે, અથવા એના અભાવમાં જીવવું પડે. વાઘને સિંહ  હિંસક નથી. ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર જ નથી આપ્યું. શું કરે બિચારા. ભૂખ વગર એ કોઈને ફાડી ખાતા નથી. અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ? આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી? માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમની. ના તો  માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે. માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં. કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવથી વખોડ્યા કરવી એ પણ હિંસા, સુક્ષ્મ હિંસા જ કહેવાય. સાયંસ કહે છે, ૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર, પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો, ૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે, ૨૫ લાખ વર્ષથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે અને ગાય ભેસ લાખો વર્ષોથી ઘાસ જ ખાય છે, અને વાઘ સિંહ માંસ. સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે. માંસ ખોટું જ હોત તો આદિમાનવ પુછવા ના જાત કે હું શું ખાઉં? એ કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત.

ઉર્જા,,કામઉર્જા..

               *ઉર્જા એનર્જી ને આપણે શક્તિ કહીએ છીએ.જીવન ઉર્જા,પ્રાણ ઉર્જા ગમેતે નામ આપો.ઉર્જા એકજ છે.પરંતુ જેતે ઇન્દ્રિય દ્વારા વપરાય તેવું કામ આપે છે.મૂળ ઉર્જા એકજ છે પણ એના કામ જુદા જુદા છે.વૈજ્ઞાનિક પરિભાષા માં વિદ્યુત ઉર્જા પણ કહેવાય.દરેક વ્યક્તિ ની અંદર વિદ્યુત ઉર્જા હોય છે.પણ માત્રા ઓછી હોવાથી અડનાર ને  કરંટ લાગતો નથી.તમે સાગર માં તરતા હોવ તો તમારા હાથપગ ના સાંધાઓમાં થી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે,અનુભવાય છે.અને એ તમારો શિકાર કરવા દોડી આવે છે.તમે ચાલો ત્યારે ઈલેક્ટ્રીસીટી પેદા થાય છે.માટે જનરલ ઇલેક્ટ્રિક કંપની માં તમે જોવા જાવ તો તમારે ખાસ પ્રકાર ના કપડા પહેરવા પડે,જેથી તમારા શરીર માંથી પેદા થયેલી ઈલેક્ટ્રી સીટી ના કારણે એમના નાજુક યંત્રો ને નુકશાન ના પહોચે.આ ઉર્જા આંખો  દ્વારા વપરાય તો જોવાનું કામ કરે છે,કાન દ્વારા સાંભળવાનું,નાક દ્વારા સુન્ઘવાનું.આજ ઉર્જા બાળક પર પ્રેમ વરસાવે છે,ને દુશ્મન પર ઘૃણા.
        *માણસ ના શરીર માં ઉર્જા નું મૂળ ઉદભવ સ્થાન સેક્સ સેન્ટર છે. આ સેન્ટર ને યોગીઓ મૂલાધાર ચક્ર કહે છે.ત્યાં કુંડલીની શક્તિ સાપ ની જેમ આંટા મારીને સુતેલી છે.આ ઉર્જા ને જગાડીને ઉર્ધ્વગામી કરીને સહસ્ત્રાધાર ચક્ર સુધી પહોચાડી સમાધિનું સુખ  મેળવવા યોગીઓ રાતદિવસ મહેનત કરતા હોય છે.સ્ત્રી એ માયનસ એટલે કે ઋણ ઉર્જા છે ને પુરુષ એ પ્લસ (ઘન)ઉર્જા છે.બંને એકબીજા થી વિરુદ્ધ ના ધ્રુવો છે.એટલેજ બંને વચ્ચે જબરદસ્ત આકર્ષણ છે.બંને ભેગા થઇ ને સર્કીટ પૂરી કરવા માંગે છે.ત્યારે જ બલ્બ સળગે છે,પ્રકાશ પેદા થાય છે, આનંદ પેદા થાય છે.અને આ બંનેની ઉર્જા ભેગી થાય ત્યારે એક બાળક જન્મે છે.મૂળ ઉર્જા એકજ છે.જે ઉર્જા કામવાસના બને છે એજ ઉર્જા પ્રેમ બને છે.જે ઉર્જા ક્રોધ બને છે એજ ઉર્જા કરુણા બને છે.જ્યાં કામ વાસના જ ના હોય ત્યાં પ્રેમ પણ કઈ રીતે શક્ય બને?એટલા માટે શાસ્ત્રો માં બ્રહમાનંદ અને વિષયાનંદ ને સહોદર એટલે કે ભાઈ ગણ્યા છે.કામવાસના ની પૂર્તિ વખત નું સુખ એ સમાધિનું ક્ષણ માટેનું સુખ છે.જયારે સમાધિનું સુખ એ લાંબા ગાળાનું કામસુખ છે.ક્ષણ માટેના સમાધિ નું સુખ મેળવવા માણસ વારંવાર કામવાસના માં ઉતરે છે.એનુંજ તો આકર્ષણ છે.લાંબો સમય કામસુખ મેળવવા યોગીઓ સમાધિમાં ઉતરી જાય છે.
          *કામવાસના દબાવી દેવાથી કોઈ શક્તિશાળી બની જતું નથી.એ તો નિત્ય પેદા થનારી ઉર્જા છે.જો કામસુખ થી શક્તિ નો નાશ થઇ જતો હોય તો પરણેલો પુરુષ એની લાંબી જીંદગીમાં કેટલી બધી વાર આ સુખ ભોગવતો હશે.તો મરી કેમ નથી જતો.૭૦ કે ૮૦ વર્ષ સુધી આરામ થી કેમ જીવી જાય છે?જો તમે ધ્યાન ના કરતા હોવ તો કદી બ્રહ્મચર્ય  ના વ્રત લેશો નહિ.સ્વાભાવિક રૂપે બહાર નીકળતી ઉર્જા ખોટા વ્રત લેવાથી,વિવિધ રૂપે બહાર નીકળશે.એ રોકવાની નથી.કોઈ ઉપાય જ નથી.આંખો માંથી નીકળશે તો તમે સ્ત્રી નું  મોઢું પણ નહિ જોઈ શકો.ફરી તમારે સ્ત્રીનું મોઢું નહિ જોવાનું વ્રત લેવું પડશે.અને પાછા તમે એમાં ઊંડા ને ઊંડા ઉતરતા  જાસો.પછી તમારા થી કોઈ  સ્કેન્ડલ થઇ જશે ને કોઈ તમારી સીડી ઉતારી લેશે.કાંતો તમે પોર્નોગ્રાફી જોવાનું ચાલુ કરી દેશો.
         *ઉર્જા સતત ગતિ કરતી હોય છે.એ ઉર્જાનો ગુણધર્મ છે. એના ગતિ ના બીજા કોઈ રસ્તા નહિ શોધ્યા હોય તો હજાર રસ્તા એ શોધી કાઢશે.જે સમાજ ને મંજુર ના હોય.બીજા નંબરે ઉર્જા વધારે રિલીજ થાય છે આંખો દ્વારા.દિવસે સૌથી વધારે ઉપયોગ આપણે આંખો નો કરીએ છીએ.રાતે પણ સ્વપ્ન જોતા આંખો ફર્યા કરતી હોય છે.જેને રેપીડ આઈ મુવમેન્ટ (રેમ)કહે છે.એટલે જેની આંખો ગઈ છે,સુરદાસ છે એલોકો ની ઉર્જા આંખો તરફથી કાન તરફ ગતિ કરી જાય છે.આ લોકો ની શ્રવણ  શક્તિ ખુબજ ઉત્તમ થઇ જાય છે.સારા સંગીતકારો હોય છે.ખાલી પગલાના અવાજ(પદધ્વની) થી પણ કોણ આવી રહ્યું છે એનું નામ બોલી જાય છે.યોગ માં આ ઉર્જા ને  બાહ્ય અંગો માંથી નીકળતી રોકી એને અંદર તરફ વાળવાના પ્રયત્નો કરવામાં આવે છે.અને એ રીતે સુક્ષ્મ કેન્દ્રો ખોલવાની વાત છે.કારણ ઉર્જા સતત ગતિશીલ છે.રોકી રોકવાની નથી,માટે અંદર ના સુક્ષ્મ કેન્દ્રો તરફ વહી ને એ કેન્દ્રો ખોલી નાખશે.આંખની ઉર્જા રોકી ને,આંખ  ને સ્થિર રાખીને આજ્ઞાચક્ર ત્રીજુનેત્ર ખોલવાની વાત છે.એવી રીતે કાન ની ઉર્જા ને અંદર તરફ વાળી ને નાદ્બ્ર્હમ કે અનાહત નાદ ની સાધના કરે છે.એટલે મૌન નું મહત્વ છે.આખો દિવસ વ્યર્થ બોલી ને શું ઉર્જાનો વ્યય કરવો?
     આખું જગત ઉર્જા નો વ્યાપ છે.આને જ આપણે શક્તિ કે માતાનું નામ આપ્યું છે.નવરાત્રી એ શક્તિ નો તહેવાર છે.આ જ ઉર્જા ને પરમાત્મા તરીકે અંબા કે દુર્ગા  નું નામ આપેલું છે.તાંત્રિકો સ્ત્રીમાં રહેલી માયનસ વિદ્યુત શક્તિ નો ઉપયોગ કરવામાં ચીલો ચાતરી ગયા ને અવળા  માર્ગે ચડી ગયા હતા.એકલા ઉજ્જૈન નગરીના  ભોજ રાજાએ હજારો તાંત્રિકો  લટકાવી દીધા હતા.જરૂરી હતું.ન્યુક્લિયર એનર્જી થી બોમ્બ બનાવી ને સર્વનાશ પણ કરી શકાય ને એનો ઉપયોગ કરીને માનવજાત ની સેવા પણ કરી શકાય.સતત ગતિ કરતી ઉર્જા ને એના કુદરતી માર્ગે વહેવા દો,નહીતો તમારું સત્યાનાશ કરી મુકશે.ઉર્જા ને રોકવાની જરૂર જ નથી.ખાલી  ધ્યાન કરતા રહો એની જાતે ઉર્ધ્વગામી થઇ ને તમારું કલ્યાણ કરશે.ઉર્જા નો નાશ કરવાનો તો જરાપણ પ્રયત્ન કરતા નહિ.નહીતો નપુંસક થઇ જશો.જે કામી નથી તે પ્રેમી નહિ બની શકે.જે ક્રોધી નથી તે કરુણા પણ નહિ કરી શકે.જે ભોગી નથી તે ત્યાગી પણ કઈ રીતે બનશે?નાં ફળ ની ચિંતા ફક્ત ધ્યાન.”ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”એ સ્વામી વિવેકાનંદ નું વાક્ય ખુબજ પ્રચલિત છે.પણ આ મહાન સન્યાસી નો  અતિ મહત્વ નો સંદેશો લોકો ભૂલી ગયા છે.પેલું વાક્ય તો સામાન્ય જન માટે નો,આળસુ ભારતીયો માટેનો સંદેશો હતો.સ્વામીજીએ કહેલું “ટ્રાન્સફર યોર સેકસુઅલ એનર્જી ઇન ટુ સ્પિરિચ્યુઅલ એનર્જી”.તમારી  કામ ઉર્જા નું અધ્યાત્મિક ઉર્જામાં પરિવર્તન કરો.પણ સેક્સ ને  ગાળો દેવાવાળા ભારત માં આ મહાન સન્યાસી નો  મહત્વ નો સંદેશો ભુલાઈ ગયો. 

નાની ઉંમરે સન્યાસ અકુદરતી.

નાની ઉંમરે સન્યાસ  અકુદરતી.
પ્રાચીન હિંદુ ધર્મે કુદરતના નિયમોને ખાસ ધ્યાનમાં રાખેલા. શરીરના નિયમોને ધ્યાનમાં રાખેલા. પોતાની એક કોપી પાછળ મુકતા જવું એ કુદરતનો નિયમ છે. જોકે એમાં મજબૂત જિન્સ પાસ થાય તે માટે કુદરત પ્રાણીઓમાં એવી વર્તણુંક મૂકતી હોય છે. દરેક પ્રાણી કે વનસ્પતિ જગત કે જંતુ જગતમાં આ નિયમ છે જ. એના માટે કામનું નિર્માણ થયું છે. એને વાસના ગણી એનું અપમાન ના કરવું જોઈએ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મમાંમાં સદા રત રહેવું. આ બ્રાહ્મની વ્યાખ્યા કરવી મૂશ્કેલ છે. કોઈ એને ભગવાન કહે કોઈ એનો દૂરુપયોગ કરીને પ્રગટ બ્રહ્મ પણ બની જતા હોય છે. બધા ઋષીઓ પરણેલા હતા. કૃષ્ણને બાળ બ્રહ્મચારી ગણવામાં આવતા, કહેવાતી ૧૬૦૦૦ રાણીઓ હોવા છતાં. કોઈ નપુંસક મહારાજશ્રીએ બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું ઘુસાડ્યું લાગે છે.
      *ચાર આશ્રમ એ કુદરતી  જીવન જીવવાના આદેશો હતા. ગૃહસ્થાશ્રમને વાનપ્રસ્થાશ્રમ એ બંનેમાં લગભગ ૫૦ વર્ષ સુધી તો પત્નીનું સાહચર્ય માણી શકવાની વ્યવસ્થા હતી. એટલું પુરતું હતું. પાછળ એક કોપી મુકતા જવાનો કુદરતી નિયમ પણ પૂર્ણ થઇ જતો. પછી કામની(સેક્સ) જરૂર રહે પણ નહિ ને એટલી ઉત્તેજના પણ ના હોય, ત્યારે સન્યાસ ધારણ કરવાનો. આ એક કુદરતી સાયકલ હતી. બુદ્ધ પણ પરણેલા હતા,  સંસાર અસર લાગ્યો હશે તે પત્નીને  છોડીને ભાગ્યાં. જ્ઞાન થયું, નિર્વાણને પામ્યા એટલે થયું લાવ પત્નીને પણ અસર સંસારમાંથી મુક્તિ અપાવીએ. આવ્યા મળવા પત્નીને. બહુ પ્રસિદ્ધી મેળવી ચુક્યા હતા. પત્નીએ પહેલો સવાલ કર્યો કે જે પ્રાપ્ત થયું છે, એ શું અહી મારી પાસે રહ્યા હોતને પ્રયત્ન કર્યો હોત તો પ્રાપ્ત ના થાત? જવાબ આપ્યો કે થાત પણ એ વખતે લાગતું હતું કે ના થાત એટલે જતો રહ્યો. પછી તો પત્ની પણ એમના શિષ્ય બન્યા. મૂળ વાત એ છે કે સંસારથી ભગવાને બદલે જાગવાની જરૂર છે.
    *ખાલી બુદ્ધ અને જૈન ધર્મમાં નાની ઉંમરે સન્યાસ આપવાનું ચલણ હતું. હિંદુ ધર્મમાં નહિ. પણ જૈનધર્મ માર્યાદિત હતો. એનાથી હિંદુ ધર્મને ખાસ કોઈ ભય ના હતો. ભય ઉભો થયો બુદ્ધ ધર્મ થી. ઝડપથી ફેલાવા લાગેલો. એવામાં આવ્યા શંકરાચાર્ય આઠ વર્ષની ઉંમરે સન્યાસ લીધેલો.  આમારા હિંદુ ધર્મમાં પણ બૌદ્ધ ધર્મ જેવા નિયમો છે એવું દર્શાવવા હિંદુ ધર્મમાં પણ નાની ઉંમરે સન્યાસ આપવાનું શરુ થઇ ચુક્યું હતું. નહિ તો લોકો બૌદ્ધ ધર્મમાં જવા લાગે. તો ભાઈ અહીજ રહો અમે પણ સન્યાસ આપી દઈશું. વાદ ચાલુ થઇ ચુક્યા હતા. સરાસર હિંદુ ધર્મના નિયમ વિરુદ્ધનું કૃત્ય હતું .પણ શું થાય લોકોને બૌદ્ધ બનતા અટકાવવા હતા. લોકો પણ હિંદુ ધર્મના બગડી ચુકેલા રીવાજો અતિશય કર્મ કાંડ થકી વાજ  આવી ચુક્યા હતા. શ્રી  શંકરાચાર્યે સુધારા ચાલુ કર્યા. બૌદ્ધ ધર્મના નિયમોને હિંદુ ધર્મનું રૂપ આપી ને લોકોને ત્યાં જતા અટકાવવાનું શરુ થયું. બસ ને નાની ઉંમરે સન્યાસ આપવાનું શરુ થયું. જે શરીર અને કુદરતના નિયમોની વિરુદ્ધ હતું. અરે! હિંદુ ધર્મની મૂળ વિચારધારાને અવગણતું વિરોધી કૃત્ય હતું. બાવાઓની જમાત ઉભી થવા લાગી. સાંસારીરિક જવાબદારીઓમાંથી છટકવા માંગતા લોકો સાધુ બની આરામથી જીવવા લાગ્યા.
         *શંકરાચાર્યને “પ્રછન્ન બૌદ્ધ” કહેવામાં આવતા હતા. મહેનત કરી કમાતા લોકોની કમાણી પર નભતા લાખો સાધુઓ ભારતનું કલંક છે. એનાથી ઈકોનોમી પર અસર થાય  છે. લોકોની કમાણી બિન ઉત્પાદક લોકો ખાઈ જાય છે, દેશ ઉંચો આવતો નથી. લાખો સાધુઓને કમાવાની કોઈ જવાબદારી નથી. એમને ખવડાવવાની જવાબદારી બીજા લોકોની છે. એના લીધે એ લોકો એમનું પૂરું કરી શકતા નથી. બ્રેન વોશિંગના લીધે સૌથી પહેલા આપણે આ બેકાર લોકોની વ્યવસ્થા કરીએ છીએ, પછી આપણી.  જેની છઠ્ઠી કે સાતમી પેઢીના વારસદારો હજુ છે એવા કહેવાતા ભગવાનને ખબર પણ નહિ હોય કે એમના ચેલાઓ સ્ત્રીઓના મોઢાં પણ જોતા નથી. અને નાના છોકરાઓને સન્યાસ આપીને કુદરતના કાનુનનો ભંગ કરી રહ્યા છે. શરીરમાં ઉંમર થતા કામગ્રંથીઓ તો એનું કામ કરવા જ લાગે છે. શરીરનો ધર્મ કોઈને છોડતો નથી.પછી શરુ થાય છે કૌભાંડો ની હારમાળા, ને વિકૃતિની પરાકાષ્ટા.નાના બાલ સાધુઓનો દુર ઉપયોગ શરુ થાય છે.
         *સંત જ્ઞાનેશ્વરના બહેન મુક્તાબાઈ સ્નાન કરતા હતા તળાવમાં ને યોગીરાજ ચાંગદેવ મળવા આવેલા. મુક્તાબાઈને સ્નાન કરતા  જોઈ અવળા ફરી ગયા. મુક્તાબાઈ એ કહ્યું યોગીરાજ ભલે વાઘ પર સવારી કરો છો પણ હજુ કાચા છો. લોકવાયકા છે યોગી ચાંગદેવ વાઘ પર સવારી કરતા હતા. આ સંસાર ભગવાને બનાવ્યો છે એ સંસાર થી ભાગવાથી ભગવાનને કઈ રીતે જાણી શકાય? સંસારને રચ્યો છે ભગવાને. આ સંસારને તમે ઠુકરાવસો તો અપમાન તો એના રચનાર નું થશે. સંસારની જવાબદારીઓ પણ એક તપ સમાન છે. એ આ સાધુઓ ને શું ખબર?   છોકરા મોટા કરવા , કમાવું, સબંધો સાચવવા, આ કોઈ ઓછું તપ નથી. એટલે તો આ તપ માફક નથી આવતું માટે ભાગી ગયા ને દીક્ષા લઇ લીધી. વડતાલના ગદાધરાનંદ સ્વામી ૧૬ તોલા સોનાનો હાર પહેરતા હતા એવું વાંચેલું,ને પછી એમનું મર્ડર થયું, ને મર્ડર કરનારા સ્વામીઓ મુંબઈથી જીન્સ પેન્ટ પહેરેલા પકડાયા.
             *કંટકી સ્ટેટ  વાળા દીપકભાઈને સ્ત્રીઓના મોઢા ના જોતા સ્વામીઓની પધરામણી કરવાના પાપનું ફળ મળી ચુક્યું છે. આ દીપકભાઈએ એમની મોટેલમાં સ્વામીનારાયણના સંતોની પધરામણી કરી. આ સંતો સ્ત્રીઓના મોઢા જોતા નથી. માટે દીપકભાઈએ એમની ક્લાર્ક એવી અમેરિકન બાઈને જતા રહેવા જણાવ્યું. પેલી બાઈ એ અપમાન થયાનો કેસ ઠોકી દીધો ને દીપકભાઈને ૫૫૦૦૦ ડોલરનો દંડ થયો. શ્રી અરવિંદભાઈના બ્લોગમાં આવાત વાચી. મને દીપકભાઈ માટે જરાપણ સહાનુભુતિ થતી નથી. ભૂલ એમની જ છે. એ આ લાગના જ છે. હજુ વધારે દંડ થયો હોત તો મને આનંદ થાત. સ્ત્રીઓના અપમાનમાં એપણ ભાગીદાર છે. જેને પણ દીપકભાઈને થયેલા દંડ માટે એમના પ્રત્યે સહાનુભુતિ થાય એ બધા સ્ત્રીઓના અપમાનમાં ભાગીદાર છે. એમને હશે કે સ્વામીઓને પધરાવવાથી એમની મોટેલનો ધંધો વધી જશે. એટલે તો એમણે અમેરિકન સ્ત્રીનું અપમાન કર્યું. આપણા તો પુરુષોજ એમની પોતાની સ્ત્રીઓનું આપમાન કરાવે છે.
           *નાની ઉંમરમાં સન્યાસ આપતા સંપ્રદાયો પર પ્રતિબધ મૂકી દેવો જોઈએ કે નહિ??એવા કાયદા ઘડવા જોઈએ કે નહિ?
નોધ:–આ લેખ ને અહી મુક્યા પછી શ્રી અશોકભાઈ એ પ્રતિભાવમાં ફક્ત આભાર લખીને એક લીંક મુકેલી.આ લીંક http://ow.ly/17hhk પર કલીક કરીને એ સમાચાર વાચવા વિનંતી છે.

ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા,,

શ્રી રામકૃષ્ણ પરમહંસ ને ભોજન માં બહુ રસ.લાલચુ કહી શકાય એટલી બધી હદ સુધી ભોજન માં પ્રીતિ.શિષ્યો બેઠા હોય વચ્ચે તેઓશ્રી બેઠા હોય,બ્રહ્મ જ્ઞાન ની ચર્ચા ચાલતી હોય ને એકદમ ઉભા થઇ જાય.દોડે રસોડા તરફ ને માં શારદામણી દેવી ને ભોજન વિષે પૂછ્યા કરે.કેટલી વાર છે?શું બનાવ્યું છે?માં શારદા મણી ને પણ નવાઈ લાગે.આટલા બધા બ્રહ્મ જ્ઞાની ને ભોજન માં આટલી બધી તૃષ્ણા કેમ?આતો કાયમ  નો પ્રશ્ન.એક દિવસ ના રહેવાયું.માએ પૂછી લીધું કે આપ આટલા મોટા તત્વ જ્ઞાની ને ભોજન પ્રત્યે પ્રીતિ હોય પણ આટલી હદ સુધી કેમ?
      *શ્રી રામકૃષ્ણે  જવાબ આપ્યો કે કોઈ પણ તૃષ્ણા,ઈચ્છા બાકી ના રહે તો જીવન નો શું અર્થ.તૃષ્ણા ને ઈચ્છાઓ થી બંધાએલા  રહીને બધા જીવતા હોય છે.ઈચ્છાઓ પૂરી કરવી એ જીવન નો હેતુ હોય છે.જયારે તમામ ઈચ્છાઓ નો નાશ થઇ જાય કે રહેજ નહિ તો જીવન નો શું અર્થ?મારી તમામ તૃષ્ણાઓ ને ઈચ્છાઓ સમાપ્ત થઇ ગઈ છે,પણ એક ભોજન પ્રત્યે ની હાથે કરીને સાચવી રાખેલી તૃષ્ણા ને લીધે આ જીવન ચાલી રહ્યું છે.જે દિવસે હું ભોજન વિષે પુછવા ના આવું કે રસ ના બતાવું એના ત્રીજા દિવસે આ દેહ ની જરૂર નહિ રહે.માં શારદા તો ભૂલી ગયા આ વાત.શ્રી રામકૃષ્ણ ને કેન્સર હતું.ઠીક મ્રત્યુ ના ત્રણ દિવસ પહેલા માં શારદા ભોજન ની થાળી લઈને આવ્યા તો શ્રી રામકૃષ્ણ અવળા ફરી ગયા.માં શારદા ને અચાનક પેલી વાત યાદ આવી ગઈ,ધ્રાસકો પડી ગયો.હાથ માંથી થાળી પડી ગઈ.રડવા લાગ્યા.શ્રી રામકૃષ્ણે સમજાવ્યા આ દેહ હવે જર્જરિત થઇ ગયો છે,એટલે છોડી રહ્યો છું. હું મરવાનો નથી.કદી વિધવાની જેમ જીવીશ નહિ.ઠીક ત્રણ દિવસ પછી શ્રી રામકૃષ્ણ મૃત્યુ પામ્યા.માં શારદામણી દેવી એમના કહ્યા પ્રમાણે જીવ્યા,ને હમેશા સમયસર શ્રી રામકૃષ્ણ  ના ભોજન સ્થળે ભોજન ની થાળી મુકતા.
      *બધી તૃષ્ણાઓ  ને ઈચ્છાઓ ની વાત તો ઠીક ઈશ્વર પ્રાપ્તિ ની ઇચ્છા પણ મોક્ષ,જ્ઞાન,નિર્વાણ,કૈવલ્ય કે એનલાઈટનમેંટ ની આડે આવે છે.બધાને થશે આતો જ્ઞાની થઇ ગયા.નાં આ હું નથી કહેતો.આપણું એવું ગજું નથી.આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય કહે છે ઈશ્વર પ્રાપ્તિ ની ઈચ્છા પણ મોક્ષ માર્ગે બાધા રૂપ છે.
    *અદ્વૈતવાદી યોગીરાજ તોતાપૂરી સ્વામી એ શ્રી રામકૃષ્ણ ના છેલ્લા ગુરુ.શ્રી રામકૃષ્ણ ને અદ્વૈત ની સાધના કરાવે.પણ કશો મેળ ના પડે.આ તો મહાકાલી ના ભક્ત.રોજ માતાજી આગળ વાતો કરે.માં કાલી આડા આવે.ગુરુતોતાપુરી કંટાળ્યા.હવે હું જતો રહીશ.ફરી પાછો નહિ આવું,અધુરો રહી જઈશ.શ્રી રામકૃષ્ણ કહે પણ શું કરું?માતાજી આવી જાય છે ધ્યાન માં.ગુરુ કહે કાઢ તારી માતા ને.પણ કઈ રીતે?ગુરુ કહે જે રીતે ઉભી કરી છે તે રીતે.કાલે ધ્યાન સમયે ઠીક તારા કપાળ માં હું  કાચ થી ચીરો મુકીશ તત્ક્ષણ તું તારી માતાનો નાશ કરી દેજે.છેલ્લો પ્રયત્ન  છે.તેજ ઉભી કરી છે,નાશ પણ તારે જ કરવો પડશે.બીજે દિવસે ગુરુના કહ્યા મુજબ થયું.મહાકાલી ના ભક્તે મહાકાળીનો નાશ કર્યો ને અદ્વૈત ને પામ્યા.પૂર્ણ થયા.
       *ક્યાં ગયા નાથા ભગત?સબ જલ જાવે,ભક્ત ભી જલ જાવે,ભગવાન ભી જલ જાવે તબ કહી મોક્ષ પાવે.I love this Natha Bhagat.         

ગુલામી માફક આવી ગઈ છે.

 

       એકવાર બ્લોગ જગતમાં લટાર મારતા મારતાથાનકી સાહેબ ના બ્લોગ  માં ઘુસી ગયો.ત્યાં કોઈ વિદેશી લેખક નું વાક્ય વાચ્યું.
એ પરદેશી લેખક મહાશય ને દરેક લેખ પહેલી વાર લખતા હોય તેમ લાગતું હતું.થાનકી સાહેબ પણ એનાથી પ્રેરણા લેતા હતા. હમણા ગુણવંત શાહ સાહેબ જો વાંચે તો તરત જ કહીદે ગુલામી  માનસ(કોલોનિયલ માઈન્ડ).કેમ કોઈ ભારત નો લેખક ના મળ્યો?પ્રેરણા માટે? એમના માનવા પ્રમાણે પહેલીવાર  લોકો ખુબજ કાળજીપૂર્વક લખે એવું  હશે.મારે ઊંધું થાય છે.મને હમેશા થાય છે આ છેલ્લી વાર નો લેખ છે.હવે આના પછી કશું લખવા માટે બચ્યું નથી.કોઈ વિષય હવે આવતો નથી મનમાં. જોકે યશવંત ભાઈ કહેતા હતા કે આ જગત માં નકલ કર ચોટાડ(કોપી પેસ્ટ) નો ચેપી રોગ ચાલુ થયો છે.જોકે સજ્જન માણસો કોની નકલ કરીને ચોટાડ કામ કર્યું છે,એમનું શુભ નામ લખે છે.ઘણા ના પણ લખે તો શું કરી લેવાના?બધાને કાઈ કવિતા કે ગઝલ લખવાનું થોડું આવડી જાય?.
           *થાનકી બાબુ   ગેંડીદડા(હોકી)  ની વાત કરતા હતા.હોકી ની રમત માં ભારત પાછળ પડી ગયું છે.આ આપણાં દેશ ની રમત છે.શ્રી કૃષ્ણ એ શરુ કરેલી હશે કદાચ.એ રમતા હતા.એમાંથી જ કદાચ ધોળિયા લોકોએ પ્રેરણા  લઇ ને ધોકાદડા(ક્રિકેટ)ની રમત ચાલુ કરી હશે.પણ આપણું ગુલામી માનસ આપણી પોતાની રમત ભૂલી ગયા છીએ.ને ધોળીયાઓની રમત પાછળ પડ્યા છીએ.બર્લિન માં એકવાર ઓલોમ્પિક રમાએલી .ત્યારે આપણાં હોકી ટીમ ના કેપ્ટન હતા મેજર ધ્યાનચંદ.અતિહિંસક હિટલર સાહેબ જર્મન દેશ ના વડા હતા.એ રમત જોવા બેઠેલા.ભારત સુવર્ણ ચંદ્રક જીતી ગયું.હિટલર સાહેબે ધ્યાનચંદ ને બોલાવ્યા ને હોકી માગી,હોકી પર હાથ ફેરવ્યો ને પૂછ્યું.ભાઈલા તે આ હોકી ને  બાવળનો કે ખેરનો ગુંદર તો નથી લગાવ્યોને?આ દડો તારી હોકી જોડે ચોટેલોજ રહે છે.કઈ જાદુ છે કે શું તારી હોકીમાં?પછી પૂછેલું શું કરો છો ભારતમાં?ધ્યાનચંદ એ વખતે સામાન્ય સૈનિક હતા.ઉત્તર સાંભળી હિટલરે કહેલું મારા લશ્કર માં આવા ખેલાડી હોય  તો બહુ ઉંચી જગ્યાએ બેસાડું.
           *ગુલામી માનસ એટલે ખાલી એમાં અંગ્રેજી ને અંગ્રેજો ની ગુલામી જ આવી જાય એવું બધાનું માનવું છે.પછી તમે સાધુઓની,ગુરુઓની,બાપુઓની,નેતાઓની ગુલામી કરોતો ગુલામી ના કહેવાય.એતો પવિત્ર કાર્ય કહેવાય.એતો સમર્પણ કહેવાય,ભક્તિ કહેવાય.સમર્પણ કરો,ભક્તિ કરો તો મુક્તિ મળે.તમારા ધન,બેંક બેલેન્સ માંથી મુક્તિ મળે.સ્ત્રીઓને એમના સાચવેલા શીલ માંથી મુક્તિ મળે.અંગ્રેજોના અચાર વિચાર નું અંધ  અનુકરણ કરીએ તેને ગુલામી માનસ કહેવાય.ના કરવું જોઈએ.ગુલામી તો ગુલામી જ છે.કોઈનું પણ અંધ અનુકરણ કરો એ ગુલામી માનસ જ કહેવાય.બધા આ ચકરાવે ચડેલા છે.અંગ્રેજી ભાષાની ગુલામી ના વિરોધ માં જે યાત્રા નીકળી છે એના પ્રમુખ હર્તાકર્તા લોકો પોતે બાપુઓની ગુલામી માં સપડાએલા છે.ખેર પણ  અંગ્રેજી ભાષાની ગુલામી વિરુદ્ધ લોકોમાં જાગૃતિ તો વધશે.એરીતે સારું છે.ગુલામી પાછી વસ્તુઓ ની પણ હોય છે.ઘણા ને બીડી,સિગારેટ,પાન,તંબાકુ,ટીવી,ઈન્ટરનેટ એવા તો ઘણા બધા ની ગુલામી હોય છે.આપણ ને બ્લોગ ની ગુલામી માફક આવી ગઈ છે.
            *સવાલ છે ગુલામી માનસિકતા બદલવાનો.આપણે ચિંતા કરીએ છીએ ફક્ત અંગ્રેજો ની પશ્ચિમ ની સંસ્કૃતિ ની.અંગ્રેજો તો ગયા.હવે અહીના નેતાઓ ની ગુલામી શરુ થઇ.અંગ્રેજો તો ગયા,પણ એમના આચાર વિચાર ને ભાષા ની ગુલામી શરુ થઇ.ભલે અંગ્રેજો ગયા આપણું માનસ તો એનું એજ છે ને? અંગ્રેજો પણ પાછળ થી આવેલા.એ પહેલા પણ કોઈની ને કોઈની ગુલામી તો કરતા જ હતા.અંગ્રેજો નો વાંક જ નથી વાંક છે આપણી કદી  ના બદલાતી માનસિકતા નો.પણ આપણે અંગ્રેજો ને ગાળો દઈ ને આપણી ભૂલો કબુલતા નથી.તમે તૈયાર ના હોવ તો કોઈ તમને ગુલામ  બનાવી શકનાર નથી.અને તમે તૈયાર હસો તો માણસ તો શું એક નિર્જીવ ગણાતી બીડી કે તમાકુ,ચા,કોફી,ભજન,કથા વાર્તા,મંદિર કોઈ  પણ તમને ગુલામ બનાવી દેશે.વ્યસન ખાલી ચા બીડી નું હોય એવું નથી.આમારા એક સબંધીને છાસવારે સત્ય નારાયણ ની કથાનું વ્યસન છે.રોજ તો બ્રાહ્મણ બોલાવાય નહિ,એટલે તેઓ ટેપરેકોર્ડર માં ઓડિયો કેસેટ કથાની મૂકી દે છે.એમાં કોઈ છગનલાલ મહારાજ ની લાંબી થાકી જવાય તેવી આરતી છે.હવે એમાં દાસ છગન એવું ગાય છે કે પ્રસાદ નો અનાદર કર્યો પુત્રો મરી ગયા.કેવી ભયાનક સજા કહેવાય?હવે પ્રસાદ નીચે પડી ને ગંદો થઇ ચુક્યો હોય પણ પોતાના પુત્રો નું બલિદાન કોણ આપે?આ સબંધીના ઘર ના નાના છોકરાને મેં ભોય પર પડેલો પ્રસાદ નહિ ખાઈ ને ફેકી દેવાની સુચના આપી તો એના દાદી એ જાણે કોઈ પ્રલય થઇ જવાનો હોય તેમ પેલા નાના છોકરાને પાપ  લાગે તેવું કહી પ્રસાદ ખવડાવી દીધો.આ અમેરિકાની વાત છે.આ ગુલામી ની જંજીરો ને તમે જંજીર માનસો તો કોઈ દિવસ છુટવાનો પ્રયત્ન કરશો.પણ આ જંજીર ને દાગીનો,શણગાર કે ઘરેણું માનસો,તો કદી એમાંથી છુટવાનો પ્રયત્ન પણ નહિ કરો.બીડી કદાચ છૂટી જશે પણ ચા નહિ છૂટે.દારૂ છૂટી જશે પણ મૂરખ બનાવતી કથા નહિ છૂટે.       
                         *સંમોહન શક્તિ ના પ્રયોગ કરનારા પણ મક્કમ મનોબળ વાળા ને સંમોહિત નથી કરી શકતા.હિપ્નોટાઈજ નથી કરી શકતા.નબળા ને આજ્ઞાંકિત મનસ ધરાવનાર જે હિપ્નોટાઈજ કરી શકાય.         

संशयात्मा विनश्यति । ….. Most Misused.

images';lसंशयात्मा विनश्यति । Most Misused

વેદવ્યાસ દ્વારા સંશયાત્મા વિનશ્યતિ એવું શ્રીકૃષ્ણનાં મુખે ગીતામાં મુકાયું છે. શ્રી કૃષ્ણ આજે ઉપરથી કદાચ જોઈ રહ્યા હશે તો પસ્તાતા હશે. મેં કયા સંદર્ભમાં કહેલું ને આપણે ભારતીયો મનફાવતાં અર્થો કરી લેવાના નિષ્ણાત, કયો અર્થ કરી બેઠા છે? દુનિયામાં સૌથી વધારે દુર ઉપયોગ જેનો થયો હોય તેવું આ વાક્ય છે. જો આજે કૃષ્ણ આવે તો પહેલું કામ આ વાક્ય ને ગીતામાંથી ડીલીટ કરવાનું કરે. સાદો અર્થ એ છે કે શંકા કરીશ નહિ, શંકા કરનારનો નાશ થાય. શંકા કર્યા વગર વિજ્ઞાનનો જન્મ થાય ખરો? એટલે ભારતમાં વિજ્ઞાન જન્મવાનું ભૂલી ગયું. જે વિજ્ઞાન જન્મ્યું હશે તે કદાચ કૃષ્ણ પહેલા કે કોઈ આ વાક્યમાં ના માનનાર બળવાખોરે થોડું ઘણું કદાચ પેદા કર્યું હોય…વિજ્ઞાનનો મુખ્ય આધાર જ શંકા છે.

અર્જુન ક્ષત્રિય હતો. લડવું એનો ધર્મ એટલે સ્વભાવ હતો. લડાયક વૃત્તિને લીડરશીપ એ ક્ષત્રિયનો  સ્વભાવ કહેવાય. સ્વ ધર્મે નિધનમ શ્રેય, એટલે હિંદુ, મુસ્લિમ, શીખ કે જૈન, બુદ્ધ, સ્વામીનારાયણ કે વૈષ્ણવ નહિ. તમારા સ્વભાવ પ્રમાણે કામ કરો. અર્જુન આખી જિંદગી લડ્યા કરતો હતો. ઘણા બધા રાજાઓને હરાવી યુધીષ્ઠીરની આણ નીચે એણે અને ભીમે લાવી દીધેલા. પાંચ પાંડવોમાં આ બે ભાઈઓ મહાન લડવૈયા હતા. બાકી બીજા ઠીક હતા. કૌરવો સિવાય લગભગ તમામ રાજાઓ આ લોકોની આણ નીચે હતા. જો  કે બંને કૌરવો અને  પાંડવો પિત્રાઈ ભાઈઓ હતા, એટલે બંનેના સગાઓ એક જ હોય તે પણ સ્વાભાવિક જ હતું.

બંને સેનાઓ વચ્ચે રથ ઉભો રહ્યો ને અર્જુનને સામે સગાઓ જોઇને પસીનો વળી ગયો. યુદ્ધમાંથી છટકવાના બહાના શોધવાનું ચાલુ થયું ને એમાંથી ગીતાનો ઉદભવ થયો. સામે સગાઓ ના હોત તો? ક્યારનો કૃષ્ણને પૂછ્યા વગર લડવા માંડ્યો હોત. બે સેનાઓ વચ્ચે રથને લઇ જવાનું પણ ના કહેત. એ વખતે અહિંસાની વાતો ના કરત. બસ લડવા જ માંડ્યો હોત, ને આખી જીંદગી એજ કામ તો કરેલું. સ્મશાન વૈરાગ્ય આવી ગયેલો. પણ જરા જ્ઞાની, પંડિત  એટલે કૃષ્ણ ને પણ વાર લાગી સમજાવતા. અઢાર અધ્યાય સુધી લાંબા થવું પડ્યું. કોઈ અજ્ઞાનીને સમજાવવો સહેલો પણ પંડિતને અઘરો.

કૃષ્ણને વાંધો આજ હતો કે સગાઓ સામે ના હોત તો પુછવા પણ ના રહેત. પોકળ અહિંસા હતી. દુવિધામાં પડી ગયેલો. નિર્ણય લેવામાં અટકી ગયેલો. દ્વિધામાં સપડાઈ ગયો. જેઓ દ્વિધામાં સપડાય ને નિર્ણય ના લઇ શકે એનો નાશ અવશ્ય થાય. એ સંશયમાં પડી ગયો કે શું નિર્ણય લેવો. એક બાજુ સર્વાઈવ થવા લડવું જરૂરી હતું. કારણ કૌરવો નાશ કરવા તૈયાર જ હતા. અને સામે સગાઓ જોઇને પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. બસ આ દ્વિધા દુર કરવામાં ગીતા રચાઈ. શંકા કુશંકા કર્યા વગર લડવાનું શરુ કર ભાઈ આજ કૃષ્ણનું સમજાવવાનું હતું. કારણ મૂળ સ્વભાવ તો લડવાનો જ હતો. તો તારા સ્વધર્મ નું પાલન કર ને લડવા માંડ નહીં તો કોઈ જીવવા નહિ દે.

બસ જૈનો એ કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી દીધા. અર્જુન તો ના પાડતો હતો, અહિંસાનો પુંજારી બની ચુક્યો હતો. અને કૃષ્ણે ખોટું શીખવાડી યુદ્ધમાં દોર્યો ને હિંસા કરાવી, જાઓ સાતમાં નર્કમાં. જે માણસ અહિંસક બનવા રાજી હોય તેને યુદ્ધ માં કઈ રીતે ધકેલી દેવાય? અને જો તમે સ્વધર્મનો અર્થ હિંદુ ધર્મ કરતા હોવ, તો કૃષ્ણના સમયમાં સનાતન હિંદુ અને જૈન સિવાય બીજા કોઈ ધર્મો હતા નહિ. કોઈ સંપ્રદાયો હતા નહિ. તો મૂળ સનાતન હિંદુ ધર્મ ને માનો. આટલા બધા ધર્મો ને કેમ માનો છો? આ હજાર વાડાઓ તો કૃષ્ણ પછી ઉભા કર્યા છે ને કયા મોઢે સ્વધર્મની વાતો કરો છો? રોજ નવા વાડાઓ ઉભા કરો ને સ્વધર્મની વાતો કરો એવું તો કૃષ્ણ શીખવાડી નથી ગયા.

ચાલો શ્રી કૃષ્ણ એ કહ્યું હશે કે મારામાં શંકા ના કરીશ. તો એટલા માટે કે હવે અર્જુન મોહ માયાના ચક્કરમા ફસાઈને લડવાનો ધર્મ ભૂલી રહ્યો છે. બીજું કૃષ્ણ એના ખાસ  મિત્ર પણ છે. અને જીવનની ઘણી બધી મહત્વની પળોમાં સાથે રહ્યા છે. અર્જુનનો મૂળભૂત સ્વભાવ ધર્મ એમના સિવાય બીજો કોણ સારી રીતે જાણી શકે? પોતાની બહેન સુભદ્રા પણ મોટાભાઈની નામરજી હોવા છતાં પરણાવી છે એ પરમ મિત્ર જોડે. એટલે કહ્યું હશે કે હવે મારામાં શંકા ના કરીશ, હું કહું તેમ કર, મારી શરણમાં આવ. કારણ હવે જયારે તું નિર્ણય લેવા અક્ષમ જ બન્યો છે, અને સૌથી વધારે હું તને જાણું છું તો મારામાં વિશ્વાસ રાખ ને મારું કહ્યું કર. ઘણી વાર સંતાનો નિર્ણય લેવામાં દ્વિધા અનુભવતા હોય ત્યારે માબાપે એમને એમનું કહ્યું કરવા મજબુર કરવા પડતા હોય છે. આખી ગીતા અર્જુનને યુદ્ધમાં ભાગ લેવા સમજાવવા માટે રચાઈ છે. છેવટે જયારે નથી માનતો ત્યારે કહેવું પડે છે કે હવે તું શંકા ના કરીશ ને મારી શરણમાં આવ મતલબ મારું કહ્યું કર. કાવ્યાત્મક ભાષા છે. સંતાન ખાડામાં પડવા જતું હોય ત્યારે માબાપે ઘણીવાર દબાણ પૂર્વક ફરજ પાડવી પડતી હોય છે. આખી ગીતા કાવ્યાત્મક ભાષામાં રચાઈ છે, કવિતાઓના ધારો તેટલા અર્થ કાઢી શકો એટલા ગદ્ય ના કાઢી શકો જયારે એકાદ વાક્ય ને પકડી ને મહાત્માઓ ભોળા લોકો ને છેતરતા હોય ત્યારે હું કેમ એક વાક્ય ઉપર મારા મંતવ્યો રજુ ના કરી શકું? અને આપણે ક્યાં જ્ઞાન નો દાવો કરવો છે?

બસ ગુરુઓએ, મહાત્માઓએ શરુ કરી દીધું શંકા ના કરશો અમારામાં. અમે જે કહીએ તે બોલ્યા ચાલ્યા વગર માની લો. ગીતામાં કૃષ્ણ કહી ગયા છે. ભારતીય ધર્મ ગુરુઓના મોઢે સૌથી વધારે વપરાતું વાક્ય બનવાનું માન આ વાક્ય લઇ જાય છે. એનો મૂળ હેતુ ભુલાઈ ગયો. અર્જુન તો નિર્ણય લેવામાં સફળ થઇ ગયો. પણ આપણે ભારતીયો હજુ આજે પણ નિર્ણય લઇ શકતા નથી. અને દ્વિધામાં  સપડાએલા  રહે એમાં ગુરુઓને ફાયદો છે. ગુરુઓએ ધન ભેગું કરવા, મંદિરો બનાવવા, ભક્તો વધારવા, ભક્તોની સ્ત્રીઓ ભોગવવા ને બીજી  ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવા આ વાક્યનો દુરુપયોગ કરવાનું ચાલુ કરી દીધું. લગભગ બ્રેન જ વોશ કરી દીધું. બસ અમે જે કહીએ તે સાચું, જરા પણ શંકા ના કરતા નહીં તો તમારો નાશ થશે. બસ આ નાશ ના થઇ જાય માટે આપણે ભારતીયો તમામ અઘટિત વાતો માની લેવા માંડ્યા. એના માટે લોહી પણ વહાવવું પડે તો ચાલે. આ ચક્કરમાં તો બધા જ પડેલા છે, ભણેલા, ગણેલા, પૈસાપાત્ર, ગરીબ, નોકરિયાત, ઉદ્યોગપતિ બધા જ. આ મહા ઠગોએ વિચારવાની બારીઓ બંધ કરી દીધી છે. કશું વિચારવાનું નહિ, શંકા ના કરવાની. જો કોઈ જરા પણ આડો ફાટે તો આ વાક્ય કહી દેવાનું, ભગવાન કહી ગયા છે.

ભારત સિવાય કોઈ બીજા દેશોમાં ગીતા વાંચતું નથી. છતાં આ લોકો પ્રગતિ કરતા જ હોય છે. આ લોકોનો નાશ પણ થયો નથી. આ લોકો આપણાં કરતા પણ વધારે મજબુત છે. ચીનમાં કોણ ગીતા વાંચે છે? ચીનાઓ આપણાં કરતા વધારે મજબુત છે. ચીનાઓને આપણે ના હરાવી શકીએ જો યુદ્ધ થાય તો. પાકિસ્તાન પાસે આપણાં કરતા વધારે બોમ્બ છે. ઘણા બધા દેશો આપણાં કરતા પછાત ને કમજોર પણ છે. પણ એ લોકો ગીતા વાચતા નથી માટે નહિ. આપણે સદાય ગીતા પાઠ કરનારા કેટલા સુખી છીએ તે તો આપણે જ જાણીએ છીએ.

ગીતા યુદ્ધના મેદાનમાં રચાએલું  મહાન પુસ્તક છે તેવું પહેલા માનતો હતો, પણ શક્ય લાગતું નથી. એની મહાન ફોલોસોફીને આપણે કદી માની નથી કે સર્વાઈવ થવા,  જીવવા લડવું પડે. અને કોઈ પણ હિસાબે જીવવું એ આપણો ધર્મ છે. એને માટે આતતાયીની હત્યા કરો પાપ નહિ લાગે. પોકળ અહિંસા ને ત્યજી દેવાની કૃષ્ણની સલાહને આપણે માનતા નથી. દ્વિધા ત્યજીને યુદ્ધ કરવાની સલાહ આપણે માનતા નથી. કોર્ટોમાં ન્યાયાધીશો નિર્ણય લેતા નથી. મારા પિતાશ્રી વકીલ હતા પંદર પંદર વર્ષો લગી એકના એક અસીલો ને મારા ઘરે આવતા જોયા છે. નેતાઓ નિર્ણય લેતા નથી. અને લે છે તો પોકળ અહિંસા ને શાંતિપ્રિય છીએ તેવું બતાવવામાં  આર્મીએ જીતેલા યુદ્ધને ટેબલ પર હારી જવામાં ગૌરવ અનુભવે છે. સૈનિકોએ આપેલા બલિદાનો વ્યર્થ જાય છે. બહાદુર પોલીસ અફસરોએ આપેલા જાનની કોઈ કીમત રહેતી નથી. સવારે ઉઠ્યા ગીતા ખોલી બેચાર શ્લોકો વાંચી લીધા. ખલાસ પતી ગયું. હવે રાહ જુવો કૃષ્ણ આવશે ને બધું સારું થઇ જશે. ગીતાનું અપમાન આપણે ભારતીયો કરતા હશે એટલું કોઈ કરતુ નહિ. કોર્ટમાં તોડવા માટે ગીતા પર હાથ મૂકી સોગંધ લેવાય છે. ગીતા પર હાથ મૂકી પછી તત્ક્ષણ જુઠું બોલતા ના શરમાતા ભારતીયોથી વધારે કોણ ગીતાનું આપમાન કરી શકે?

વગર ગીતા વાંચે ચીનાઓ કૃષ્ણની સલાહ માને છે. તમે બળવાન નહિ હોય તો કોઈ પૂછવાનું નથી. ચીન હવે અમેરિકાને પણ દબાવશે. ગીતાને રોજ વાંચવાની જરૂર જ નથી. એના ઉપદેશોને અમલમાં મુકવાની જરૂર છે. નેતાઓ કહેશે અમે જે કરીએ તેમાં શંકા કરશો નહિ, સાધુઓ કહેશે અમે જે કહીએ તે કરો, શંકા કરશો નહિ. સાક્ષરો કહેશે અમે જે લખીએ તે માનો, શંકા કરશો નહિ. બસ આ શંકા ના કરશો એ વાક્યે ભારતનું નુકશાન કર્યું છે એટલું બીજા કોઈ વાક્યે નહિ કર્યું હોય.

વાંચીને હસતા રહેજો.

   *સવાર પડી ગઈ છે ૧૦ વાગી ચુક્યા છે,પણ તાપમાન -૪ છે.બરફવર્ષા ચાલુજ છે.ઘણી જગ્યાએ ૧૮ ઇંચ જેવો બરફ પડી ચુક્યો છે.મને જરા વહેલી ઉઠી જવાની આદત છે.શ્રીમતી ને મોડા ઉઠવાની આદત છે.સમતોલન(બેલેન્સ) જાળવવું પડે ને.એક તો નોકરી પરથી રાતે મોડા સાડા બાર એકે આવે ને વધારાનો સમય નોકરી માં હોય તો બે કે ત્રણ પણ વાગી જાય.પાછું આવી ને માહિતી ભંડાર(કોમ્પ્યુટર)ચાલુ કરીને ,સાત ફેરે,છોટી બહુ અને બનું મૈ તેરી દુલ્હન જોયા વગર ઊંઘ નાં આવે.હવે સાત ફેરા ફર્યે અમારે  ૨૮ વર્ષ થઇ ગયા,છોટી બહુઓ હવે ઘર માં આવશે છતાં દુલ્હન બનવાના અભરખા પુરા થતા નથી.આમારા લગ્ન ને પ્રેમલગ્ન કહેવા કે ગોઠવણીયા લગ્ન સમજ પડતી નથી.જોકે બંને કહી શકાય.મારા શ્રીમતી નાના હતા, બાળ હતા ત્યારથી મારા ઘરે એમના ફોઈ ની આંગળી પકડીને આવતા.એમના ફોઈ મારા મોટા ભાભીશ્રી થાય.ત્યારથી જ મારી દાનત પેલા કહેવત ના ટોપરા(નાલીએર) જેવી  થઇ ચુકી હતી.બાલા આપ સુંદર નારીમાં પરિવર્તિત થાવ પછી તમારી વાત છે.જોકે એમને એ વખતે ખબર ના હતી કે મેં એમને બોટી લીધા છે.પછી એ પૂર્ણ નારી માં પરિવર્તિત થાય એ પહેલાજ થોડા પ્રયત્ને કામ પતી ગયું હું પતિ બની ગયો. હા એ ફક્ત ૧૫ વર્ષ અને ૧૦ મહિના ના હતા ને મારી સાથે લગ્ન થઇ ગયા હતા,એટલે પછી પૂર્ણ નારી માં પરિવર્તિત મારા ત્યાં આવી ને થયા.
       *સામે જ મારા શ્વસુર નું ઘર છે.રસોડા ની બારી માંથી જોયું તો ૭૦ વરસ ના શ્વસુર બરફ કઈ રીતે ઉસેડવો એના વિચારોમાં મગ્ન દેખાયા.પછી વિચારતા હશે કે આ બરફ શબ્દ સંસ્કૃત માં થી પાલી ને પ્રાકૃત ની કઈ ગલીઓ માંથી ફરી ફરીને અહી ગુજરાતી  માં ભૂલો પડ્યો હશે?એમને સંસ્કૃત બહુ પ્રિય.બેચાર મહેમાન કે મિત્રો ભેગા થાય ત્યારે કદી ના સાંભળ્યા હોય તેવા બેચાર શ્લોકો બોલી શોટ્ટો પાડી દે.અને દરેક શબ્દ ના મૂળ સંસ્કૃત માં ખોળવામાં સદાય રત રહે.મોટેરાઓએ  ઘી ની ટોયલી શબ્દ તો સાંભળ્યો જ હશે.નવી પેઢીએ નહિ સાંભળ્યો હોય.એમના કહેવા મુજબ તોય એટલે પાણી.પત્રમ પુષ્પમ ફલમ તોયમ એવા કોઈ શબ્દો સંસ્કૃત માં છે.એટલે તોય માંથી ટોય થઇ પાણી ભરવાની ટોયલી થઇ ગઈ.હવે લોકો ઘી ભરે.જોકે નવા જમાના માં ઘી પણ ભરતા નથી.સદાય આવાજ અર્થો ખોળવાની ગંભીર બીમારી લાગી ગઈ છે.મેં પણ એકવાર મજાક માં કહ્યું કે આ જીસસ ક્રાઈસ્ટ શબ્દ પણ જયશ્રી કૃષ્ણ નું  અપભ્રંસ જ છે.અને મોહન મદન(મદનમોહન,કૃષ્ણ) પરથી જ મોહમ્મદ શબ્દ આવ્યો લાગે છે.એમને મેં કહ્યું તમને ઘણું બધું જ્ઞાન છે તો બ્લોગ લખવાનું ચાલુ કરો.તો કહે ના હમણા નહિ.હવે ૭૦ ના તો થયા છે પછી ક્યારે ૮૦ ના થશે ત્યારે શરુ કરશે?એમણે દીકરાની,એની વહુ ની  ગાડીઓ પરથી બરફ ની ચાદર હટાવી લીધી,દીકરો વહુ અંદર બેઠા બેઠા મૂરખ પેટી (ટીવી)જોતા હશે.મારા દીકરાઓ હાજર હોય તો પાછા એમની મદદ માં લાગી જાય,એ પણ અમારા ઘર આગળ બરફ હટાવા મદદ માં આવી જાય પાછા જોઈ ના રહે .દીકરાઓ ની ગેરહાજરી નો લાભ લઇ અમે બંને હુતોહુતીએ બરફ તો હટાવી નાખ્યો.
         *આ નસીરુદ્દીન શાહ કહે છે બચ્ચન સાબ પ્રખ્યાત નહોતા થયા ત્યારે સારો અભિનય કરેલો.એવુજ દિલીપકુમાર અને દેવાનંદ સાહેબ નું પણ કહેવાય.એકવાર કોઈ લોન્ઠ્કા પત્રકારે જયા બચ્ચન ને પૂછેલું કે અભિનય ની દ્રષ્ટીએ કયો અભિનેતા તમારી દ્રષ્ટીએ સારો કહેવાય?અમિતજી બાજુમાં જ ઉભા હતા.અગાઉથીજ ફૂલણશી  કાગડાની જેમ ખુશ થઇ ને ઉભા હતા કે જયા મારુજ નામ દેવાની છે.જયાસતી એ મારી રેખાજી  નાં ઓટલે છાનામાના જઈ આવવાની   ભૂલો માફ જ કરેલીને.એટલે ભારતીય નારી ની જેમ મારુજ નામ દેશે,એવી અમિતજી ની માન્યતા નો છેદ ઉડાડી જયાજીએ કહ્યું સંજીવકુમાર સાહેબ ની આજુબાજુ માઈલો સુધી કોઈ આવી નાં શકે.અમિતજી ભોંઠા પડ્યા પણ શું કરે.નમ્ર માણસ સાભળ્યું નાં હોય તેમ વર્તન કરી નાખ્યું.જુવાનીયાઓ માંથી કોઈએ સંજીવ કુમાર અને જયાજી નું કોશિશ નામનું ચિત્રપટ(ફિલ્મ)નાં જોઈ હોય તો જોઈ લેજો.બોલીવુડ નાં તમામ જુના નવા કલાકારોની કારીગરી ભુલાઈ જશે.મને અહી હિલેરીબેન ને જોઇને જયાજી યાદ આવી જાય છે.આ બંને બાઈઓને એમના ભાયડાઓએ છેતરેલી.પણ ખાનદાન બાયું કે પછી મજબૂરી જે ગણો તે એમના નંગો  ને માફ કરેલા..
           *ઘણા દિવસે બરફ હટાવ્યો પરિણામે કટીશુલ(બેકપેઈન)ઉત્પન્ન થયું લાગે છે.તો હું જરા આરામ કરી લઉં ને તમે બધા વાંચીને હસતા રહેજો.   

હસતા હસતા દુઃખ વેઠીએ,,,

                *આજે ભારે બરફવર્ષાનું વાવાઝોડું થોડી વારમાં શરુ થવાનું છે. આમારા ન્યુ જર્સીમાં ઘણી જગ્યાએ તો ૨૪ ઇંચ વર્ષા થવાની છે. નીચે દક્ષીણ ભાગમાં આવેલા કેરોલીના અને વર્જીનીયા, મેરીલેન્ડ અને ઓબામાંના ગામમાં તો શરુ પણ થઇ ચુક્યું છે. આજે આખી રાત અને કાલે શનિવાર સાંજ સુધી ભગવાન શ્રી ઉપરથી ઠંડા રૂના પૂમડા જથ્થાબંધના હિસાબે ફેંક્યા કરશે. યુદ્ધના ધોરણે આ વાવાઝોડાનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. મોટા ખટારા(ટ્રકો) ભરીને મીઠું રસ્તાઓ પર છંટાઈ ચુક્યું છે. બે દિવસ ઘરમાં પુરાઈ રહેવાનું ને શનિ રવિ સપ્તાહઅંતના દિવસો એટલે લોકો હટાયણું(શોપિંગ) કરવા તૂટી પડ્યા છે. દુરદર્શન યંત્ર પરની સમાચાર સેવાઓ સતત સમાચાર આપતી રહેવાની. શ્યામા ચૌધરી ભારે બરફવર્ષા માથા પર ઝેલતા આંખો દેખ્યા અહેવાલો આપતા જોઈ શકાશે. આટલી બરફ વર્ષામાં પણ ઘણા ધોળિયા માથા પર કશું પહેર્યા વગર રૂ પીન્જવાના કારખાનામાંથી બહાર આવ્યા હોય તેમ માથે રૂના ઢગલો પૂમડા સાથે ફરતા  હોય તેવા નજર આવશે. નાના મોટા ખટારાઓની આગળ મોટા પાવડા લાગી ચુક્યા છે. શનિવારે સાંજે બરફવર્ષા બંધ થતા થોડી વારમાં મહત્વના  રોડ રસ્તા પરથી બરફ ગાયબ કરી દેતા વાર નહિ લાગે.
          *વૈશ્વિક ઉષ્ણતા(ગ્લોબલ વોર્મિંગ) વધી રહી છે તેવા અહેવાલોના પરપોટા ફૂટી રહ્યા છે.પણ છતાં ઘણા દમ્ભીઓ  એવું કહે છે એના લીધેજ આવું અનિયમિત ઋતુ પરિવર્તન થઇ રહ્યું છે. મારા શ્રીમતી નોકરી પર ગયા છે, રાતે ૧૨ વાગે છુટશે. ત્યાં સુધીમાં ખાસો બરફ રસ્તા પર પડી ચુક્યો  હશે. પાછા ચારચક્રી લઈને ગયા છે. જોકે એમની પાસે વાહન ચાલન વિષે  ખજાના જેટલું જ્ઞાન છે. જોકે આટલા બરફ માં પહેલી વાર ચલાવશે. આજે એમના જ્ઞાન રૂપી ખજાનાની પરિક્ષા થઇ જશે. આમ તો હું ૨૦ વર્ષો થી ભારતમાં અને અહી બધાજ પ્રકારના વાહનો ચલાવી ચુક્યો છું એક પણ અકસ્માત વગર પણ મારા કરતા એ વધારે જાણે. અહી ભલે એમની ખેંચતો હોઉં પણ અંદર થી ચિંતા થાય છે.
         *મને હમણા કંધશુળ(સોલ્ડર પેઈન) નો પ્રશ્ન ઉભો થયો છે.એટલે સાંધાશુળ નિવારણ કેન્દ્ર માં અઠવાડીએ ત્રણ વાર જવું પડે છે. એટલે શારીરિક કસરતો કરાવતા નિષ્ણાત દાકતર ની સેવા લેવી પડે છે. આમ તો વરસ થી આ શુળ હેરાન કરે છે. અસ્થીભંગ નિષ્ણાત વૈધરાજ મોહનીશ રામાણી સાહેબે મારા ડાબા ખભામાં પોલી સોય વડે બે વાર દવા ઉતારેલી. અને કસરતો પણ મેં નિયમિત કરેલી પણ પાછું ફરી શરુ થયું. આ વખતે તો રામાણી સાહેબે બોલ્યા વગર જ પોલી સોય દ્વારા દવા ઉતારી દીધી, આ ખભાને પણ દવાનો નશો કરવાની આદત પડી હોય તેમ લાગે છે. સાંધાશુલ નિવારણ કેન્દ્રના સંચાલક  છે બેન પૂર્વી પીઠવા. એક સુંદર ત્રાસવાદી. બચપણમાં કોઈ દુશ્મન મિત્રે  ઝગડો થતા આવા હાથ નહિ મચેડ્યા હોય. કદી પ્રયત્ન પણ ના કર્યો હોય તેવી દિશાઓમાં હાથને લઇ જઈને એવો મરોડી નાખે કે બાપા બોલાવી દે. છઠ્ઠી ણું ધાવણ યાદ કરાવી દે. મારા તો માતુશ્રી જીવતા છે પણ મૃત હોય તોયે એમના નામના પોકારો કરી ઉઠીએ. હે માં આ ત્રાસ માંથી છોડાવ. પાછા બહુ સરસ બહુ સરસ કહીને એકાદ વાર વધારે મચડી નાખે. પણ પછી મટી જાય એટલે બધા આશીર્વાદ ભારતીય પરમ્પરા મુજબ આપે. ત્રાસ આપવાના પૈસા લે પાછા. બોલો!!આશીર્વાદ મેળવતા ત્રાસવાદીઓ પણ હોય છે આ દુનિયામાં. કોઈ ત્રાસવાદી એના ગુના કબુલ નાં કરતો હોય તો અહી લાવવા જેવો. ઘડીના છઠ્ઠા ભાગમાં બધા ગુના કબુલી લે. એક ભાઈને કમર શુળ થયું છે. એક યંત્ર પર એમને સુવડાવી ઉપર ખભાના ભાગ થી ચામડાના પટ્ટા વડે બાંધવાના ને નીચે પાછા કમરના ભાગે પટ્ટા બાંધવાના. યંત્ર ચાલુ થાય એટલે પેલા ડાકુઓના ચિત્રપટમાં મુખ્ય નાયક ને  ઘોડા પાછળ બાંધી ડાકુ ઘોડા પર બેસી  દોડતો હોય ને પાછળ પેલો બાંધેલો ઘસડાતો હોય એવું દ્રશ્ય લાગે. પેલા નાયક અભિનેતાનુ કમર શુળ ચોક્કસ મટી જતું હશે. આવા કોઈ અભિનેતાએ ફિલ્મોમાં કામ મળવાનું બંધ થતા અનુભવના આધારે  આવું  કોઈ કમર શુળ નિવારણ કેન્દ્ર શરુ કર્યું હશે. એમાંથી આ ઉપાય શરુ થયો હશે. તો અહી ન્યુ જર્સી માં રહેતા હોય તેવા બ્લોગ જગતના મિત્રોએ આવા કોઈ પણ જાતના શુળ નિવારણ માટે સુંદર ત્રાસવાદીના  સુંદર ત્રાસવાદનો લાભ લેવા જેવો ખરો. આ સાંધાશુલ નિવારણ કેન્દ્ર(હિલીંગ જોઈન્ટસ) ઓક ટ્રી રોડ પર આવેલું છે. કારણ આવા બે ફીજીકલ થેરાપીસ્ટ બદલ્યા પછી આ હાથમાં આવ્યા છે.

હસો અને હળવા થાવ,,,

       *મારા રોજનીશી જગત ના મિત્રોમાં ના એક અતુલભાઈ નું કહેવું છે કે આ તત્વ ચિંતકો ક્યારે હાસ્ય લેખક બની જાય ને હાસ્ય લેખક તત્વ ચિંતક બની જાય કહેવાય નહિ.સાચી વાત છે.પણ હું તો યાર કોઈ તત્વ ચિંતક નથી.પણ મેં ડાયરા ઘણા બધા ગઢવીઓના સાંભળ્યા છે.અને શાબુદ્દીન રાઠોડ ના ડાયરા પણ સાંભળ્યા છે.આ બધા ખબર નહિ હાસ્ય રસ પીરસતા ને ટુચકાઓ કહેતા કહેતા ફિલોસોફી ના રવાડે ચડી જતા જોયા છે.માલીપા,,,માલીપા એમ વારેઘડીએ બોલતા હસવાની વાતો ને એકદમ ગંભીર બનાવી પોતે મહાન તત્વ ચિંતકો છે એવું દર્શાવતા હોય  છે.અરે આ બધા મોટા  તો ઠીક પેલો કાલ અતારનો છોકરડો એવો સાઈરામ પણ એના જુવાન મોઢા ને ના શોભે એવી ગંભીર તત્વજ્ઞાન ની વાચેલી વાતો ઉઠાંતરી કરીને કહેતો હોય છે.આમેય એમની એવી તત્વ ચિંતન ની વાતો કોઈ સાંભળતું  ના હોય,એટલે ડાયરા માં ચાન્સ મળ્યો છે કે મળશે એવું વિચારી એમની જે મફત માં સલાહ આપવાની ટેવ ની ખંજવાળ હોય છે ,એ અહી ડાયરામાં પૂરી કરતા હોય છે.ચાલ્યા કરે આપણ ને કોઈ લખવા માટે આમંત્રણ નથી આપતું એટલે અહી લખીને ખણ પૂરી કરીએ છીએ.

      *અમારા એક સબંધી ને પણ આવી ના માગી હોય તો પણ સલાહ આપવાની ગંભીર બીમારી છે.મારે શું સબંધ છે એ જણાવવા માં જોખમ પેલા લીલા પાનાનું(ગ્રીનકાર્ડ) છે.એમને પોતે સર્વજ્ઞ સર્વ વિષયોના જ્ઞાતા નો વહેમ ભરાઈ ગયો છે.કેટલીય  વાર અકસ્માત કરી ચુક્યા છે,છતાં વાહન ચલવવા વિષે કબાટ ભરાય તેટલા પુસ્તકો લખી શકે.મારા શ્રીમતી ને પણ વાહન ચાલક પ્રમાણપત્ર(લાયસન્સ)ના હોતું મળ્યું ત્યાર થી વાહન કઈ રીતે ચલાવવું એના વિષે ઉચ્ચવિદ્યાવિશારદ(પી.એચ.ડી) જેટલું જ્ઞાન. વાહન ઉપરથી યાદ આવ્યું કે પહેલા વાહન વ્યવહાર માં ઘોડા વાપરતા.એની યાદગીરીમાં અમારા રાજપૂતોમાં લગ્ન વખતે વરઘોડો નીકળે.વરરાજા ઘોડા પર બેસીને ગામમાં આંટો મારી આવે વાજતે ગાજતે,ને ગામ લોકોને,ખાસ તો યુવતીઓને  ખબર પડી જાય કે આતો કોઈએ બોટી લીધો,હાથ થી ગયો.મારા લગ્ન વખતે એવું થયેલું કે બધા ભાઈઓ દુર ને પિતાશ્રી રોજ છચક્રીવાહન(બસ) માં રોજ આવન જાવન કરે વિજાપુર વકીલાત અર્થે.એટલે બધી વ્યવસ્થા મારે જાતે કરવી પડેલી, એમાં પુરતી ઊંઘ નહિ મળેલી.વરઘોડો અમારા ગામ માં લગભગ દોઢ કલાક ચાલે તે મને ઘોડા પર ખુબ આરામ લાગેલો.એમાં હું ઘોડા પર હાથ માં તલવાર ને ઊંઘી ગયેલો.જોકે સ્વભાવ થી કડક એટલે ઊંઘ માં પણ કડક જ રહેલો. કોઈને ખબર ના પડી બેન્ડવાજા ના અવાજ ભર્યા ગીતો માં લોકો  મશગુલ. હું ઊંઘી ગયો છું એવો ખ્યાલ મારા પિત્રાઈ ભાઈ શ્રી વિજય સિંહ ને આવ્યો,એ મારી બાજુ પર મારી સેવા માં ચાલતા હતા. એમણે મને ચૂંટલી  ભરી મેં એમની સામે જાગીને જોયું તો કોઈ ના સાંભળે તેમ કહે ઊંઘો છો જાગતા રહો.આમ કેટલીય વાર ઝોલા ખાઈ ગયેલો ને દરેક વખતે વિજયસિંહ ના ભારે હાથ ની ચૂંટલી સહન કરવી પડેલી.
            *શરુ માં અહી આવીને નોકરી માટે દોડધામ ખાસી કરવી પડે. એક ખાનગી રોજગાર અપાવ સંગઠન(પ્લેસમેન્ટ એજન્સી)માં મારા સાળી લઇ ગયેલા.આ નાના સાળીએ મને ખુબ મદદ આ બાબતે કરેલી.આપણે રસ્તાના અજાણ્યા એટલે તેઓ એમની ગાડી માં લઇ જાય.બીજું અંગ્રેજી પણ એટલું શક્તિશાળી કે સામેવાળા ને જલ્દી સમજાય નહિ,અને એનું આપણ ને ના સમજાય એટલે સાલીસહેબા ને દુભાષિયા ની જવાબદારી પણ સંભાળવી  પડે.અહી એક પત્રક(ફોર્મ) ભરવાનું હોય આપણી સામાન્ય માહિતીનું,એમાં કોઈ જગ્યાએ વાયોલેશન વિષે નો સવાલ હતો,એમાં મેં હા(યસ) લખેલું.તો અંદર બોલાવીને એક ધોળી બાઇ મારી માહિતી કઢાવવાનો ગંભીર પ્રયાસ કરી રહી હતી એણે એ વાચ્યું ને મને કહે તે કોઈ મર્ડર કરેલું મેં કહ્યું ના.તો હસીને કહે અહી હા કેમ લખ્યું છે.ત્યારે મને ખબર પડી કે વાયોલેસન એટલે સજા થાય તેવો ગુનો.આવું આપણુ મજબુત ઈંગ્લીશ હતું.આ ધોળીએ એક પત્ર આપ્યો ને એક દવાઓને લગતા ઉદ્યોગ ગૃહ માં અમને મોકલ્યા.જ્યાં મોટા ભાગે ભારતીય બાઈઓ કામ કરતી હતી.મુકરદમ(સુપરવાઈઝર)બહેન પણ ભારતીય મોટા ભાગે ગુજરાતી અને તે પણ પટેલ જ હતા.અહી ભારતીય એટલે ધોળિયા કાલીયા બધા પટેલ જ સમજે.મારી અટક સામુ જોયા વગર પટેલ જ લખી નાખે,તો કાયમ યાદ રાખીને સુધરાવવું પડે.તો મારા સાળી એ પેલા મુકરદમ બહેન ને પેલો પત્ર આપ્યો તો મારા સામુ જાણે હું કોઈ પરગ્રહ વાસી વિચિત્ર પ્રાણી હોઉં તેમ જોયું ને મારા સાળી ને  એકદમ ચીસ જેવા આવાજ માં પૂછ્યું,ધીસ ગાય? તો મેં પણ એકદમ જવાબ આપી દીધો આઈ એમ નોટ ગાય,આઈ એમ બુલ.મને થયું આ બાઈ મને ગાય કહે છે.મારા સાળી કહે જીજાજી એવું નહિ ગાય એટલે કાઉ નહિ માણસ ની વાત છે.પેલા બહેન સમજી ગયા ને કહે મજાક કરોછો? તેઓ ગુજરાતીમાં પ્રવેશી ગયા.મેં કહ્યું ખોટું ના લગાડતા હું જરા મજાકિયો  છું.મને થયું કે ભરડાઈ ગયું હવે વાત વળી લો.એ દવા ના કારખાના માં મોટા ભાગે ગુજરાતી ગાયો કામ કરતી હતી.એમાં બેચાર ભાઈઓ કામ કરતા હતા પણ સંગદોષ ના લીધે બોલચાલ અને વાણી વર્તન માં  આખલા માંથી ગાયોમાં પરિવર્તિત થઇ ચુક્યા  હતા.આમેય આમારા દરબારો ની છાપ ખરાબ એ બાબતે ભુરાંટા આખલા જેવા.ગામ આખાની ગાયુ ની પાછળ દોટો મુક્યા કરે.એટલે મને નોકરી ના મળી.   
        *મારા હાસ્ય લેખો રોજનીશી જગત ના મિત્રો ધડાધડ વાચી ને અભિપ્રાય આપવા માંડ્યા છે.અને મારી ટપાલો(પોસ્ટ)ને લોકપ્રિયતાના  અંકમાં ઉપર લાવવામાં ફાળો આપવા માંડ્યા છે,કે દરબાર પાછો ગંભીર ક્રોધરસ થી ભરપુર લખાણો ના રવાડે ના ચડી જાય.એટલે સારા સારા અભિપ્રાયો આપવા માંડજો નહીતો ખેર નથી.     

હસો ભાઈ હસો,હસો બહેનો હસો!!!!

       
બુશ તો જુઓ!!
*આ દિલીપકુમાર સાહેબ કરુણરસ ની ભૂમિકા ભજવવાના નિષ્ણાંત ખેલાડી હતા.એમના ચિત્રપટ  એના કારણે પ્રખ્યાત અને સફળ થતા.પણ પ્રશ્ન એ થયો કે સતત આવી કરુણ અને ઉદાસ ભૂમિકાઓ ભજવી ભજવી ને સદાય કરુણ રસ ના તરણકુંડ માં નહાવા લાગ્યા.સતત ઉદાસ પ્રકારની ભૂમિકાઓ ભજવવાથી એમના મન ઉપર અસર પડી ને કારણ વગર ઉદાસ રહેવા લાગ્યા.ઘર માં ચા  લાવતા જરા વાર લાગે તો પણ રડી પડતા.”મુજ ગરીબ પર  ઐસા જુલમ કયું  ઢાં રહે હો” કહી વાતે વાતે રડી પડતા.દિગ્દર્શકો   ને નિર્માતાઓ  ને તકલીફ માં મૂકી દીધા.એટલે કોઈને થયું કે આ નાટકીયા મિયાં ભાઈ આમ સીધા નહિ થાય.એટલે બધા લઇ ગયા માનસિક રુગ્ણઆલય માં.માનસિક દર્દો ના વૈધરાજ પણ એમની ઉદાસ આંખો માં જોઇને રડી પડ્યા.તો દીલીપસાબે એમને પણ પૂછી લીધું કે આપ રો કર મુજ ગરીબ પર કયું જુલમ ઢા રહે હો?માંડ માંડ માનસિક રોગ નિષ્ણાત દીલીપસાબ ના સંમોહન માંથી બહાર આવ્યા.પછી એમણે ઉપાય સૂચવ્યો.કે હવે આમને ઉદાસ કરુણરસ તરબોળ ભૂમિકાઓ સોપવાનું બધ કરો,નહિ તો આ માણસ વગર કારણે દુખી થઇ ને ફર્યા કરશે,અને બધાને દુખી કર્યા કરશે ખાસ તો સાયરાજીને,અને ખાનગીમાં અસ્માજીને.હવે આમને હળવી હાસ્યરસ થી ભરેલી ભૂમિકાઓ સોપો.તો આ સીધા થઇ જશે.બીમારી જતી રહેશે.
          *ત્યાર પછી નિર્માતાઓ એ એમને સાજા કરવા રામ ઔર શ્યામ બનાવ્યું.પાછું કોઈ દારૂડિયા ને એકદમ દારૂ છોડાવી દઈએ તો મુશ્કેલી થાય,એમ કોઈ નશાકારક દવા લેવા વાળાને એકદમ વ્યસન ના છોડાવાય,એ દવા નું પ્રમાણ થોડું થોડું ઘટાડવાનું.એમ રામ ઔર શ્યામ માં બે જાત ની ભૂમિકા રાખી.દિલીપસાબ શ્યામ તરીકે  હળવી મજાકિયા ભૂમિકા ભજવે ને રામ તરીકે પાછો જુનો કરુણરસ ખોરાક લે.ત્યાર પછી ગોપી વિગેરે ચિત્રપટ આવ્યા.પછી કોઈ જાસુસે માહિતી આપી કે આ દિલીપસાબ પેલા વિનોદખન્ના ના વાદે ને સાથે  એક વાર ઓશોના આશ્રમ પુના પહોચી ગયેલા.અને નાટકીયા અંદાઝ  માં પૂછી બેઠેલા કે મેરે લિયે કોઈ આજ્ઞા હૈ,કોઈ સુચન જો મેરે જીવન કો આગે લે જાએ?ત્યારે બહુ મોટા ખેલાડી અને અભિનયના મહારાજા એવા ઓશોએ સલાહ આપેલી કે “અભિનય મેં જીવન ડાલ દો,ઔર જીવન મેં અભિનય”.ઓશો ગમે તેવા મહાન માણસ કે અવતાર ની પણ ખેંચ લેવા ના નિષ્ણાત હતા.ભલભલા ના પતંગ કાપી નાખતા.અને એવી ગુપ્ત કાચ પાએલી(સુતેલી) દોરી વાપરે કે સામેવાળાની કપાઈ જાય.દિલીપસાબ ને ખબર પણ ના પડી.છેવટે બહુ ખેંચી ખેંચી ને થાકી ગયા તો એમનોજ પતંગ કપાઈ ગયો.પણ જબરો ભડ માણસ.આખી દુનિયા ના મહારથીઓ ને પુના  ભેગા કરી દીધેલા.૧૦૦ રોલ્સ રોયસ ચાર ચક્રી વાહનો ભેંગા કરેલા.અને મોંઘીદાટ કાંડા ઘડિયાળો એમનો શોખ હતો.મોરારજીભાઈ એકવાર એમને કહે યોગ શીખવાડો,તો ઓશો કહે પહેલા રાજકારણ છોડી દો.ત્યાર થી મોરારજીભાઈ ને એમની દુશ્મની ચાલુ થઇ.જોકે એમની વાત સાચી હતી.યોગ અને રાજકારણ ને સાથે મેળ કઈ રીતે પડે?પણ ઓશો જબરા ભારાડી,નફફટ પણ એટલાજ.કહે હું તો આ પૃથ્વી નામના ગ્રહ પર મુલાકાતે આવેલો.એમના પાળિયા ઉપર એવું લખેલું પણ છે,જન્મ તારીખ અને પતંગ કપાઈ ગયા તારીખ(મૃત્યુતીથી) વચ્ચે પૃથ્વી નામના ગ્રહ ની મુલાકાતે આવેલા.
               *મારે પણ દીલીપસાહેબ જેવું થવા માંડેલું.ઉગ્ર પ્રકાર ના લેખો લખી ને માનસિક અસર થવા માંડેલી.નેતાઓ ને બનાવટી સાધુઓ ઉપર ના શાબ્દીક પ્રહારોવાળા લેખો લખીને  આ મારી કુરુક્ષેત્ર નામની રોજનીશી(ડાયરી)માં મુકીને હું પણ ક્રોધાન્વીત રહેવા લાગ્યો.વાતે વાતે ગરમ થઇ જવા લાગ્યો.એકવાર મારા ધર્મપત્ની સવાર  સવાર માં વાયુ સગડી પર ચા મૂકી મને ઉભરાઈ ના જાય જો જો જરા એવી આજ્ઞા કરી ને શૌચક્રિયા કક્ષ  માં ગયા.અને હું મારી આ રોજનીશી ખોલી ને મિત્રોના અભિપ્રાય વાંચવામાં ને ઉત્તરો આપવામાં મશગુલ ચા ઉભરાઈ ગઈ.પત્ની બહાર આવ્યા ને રસોઈઘર માં જઈને ઉગ્ર થઇ ગયા ને કહે આ શું કર્યું?હું તો મારી રોજનીશીમાં(બ્લોગ) મગ્ન.એકદમ ઉગ્રાતીઉગ્ર બની ગયો ને બરાડી ઉઠ્યો એમ સીતાજીને કાઢીને ના મુકાય.મારા પત્ની મારો જન્મજાત  ઉગ્ર સ્વભાવ જાણે.મને કહે અહી ચા ઉભરાઈ ગઈ છે એમાં સીતાજી ક્યાંથી વચ્ચે આવ્યા?મેં કહ્યું વાલ્મીકીએ  લોકસભામાં આ પ્રશ્ન કેમ ના મુક્યો?મને ભાન જ રહ્યું કે અહી કલિયુગ માં છું.ત્રેતાયુગ માં નથી.કલીયુગ ને ત્રેતાયુગ બંને ભેગા થઇ ગયા.મારા શ્રીમતી હસવા લાગ્યા.કહે હવે રોજનીશી જગત માંથી બહાર આવો.ફરી ચા મુકવી પડશે.આવું વારે વારે બનવા લાગ્યું.મેં જગત જોડાણ જાળ(ઈન્ટરનેટ) નું જે વેપારગૃહ(કંપની)હતું તે બદલેલું.એમાં પ્રશ્ન ઉભો થયેલો.મારા માહિતી ભંડાર યંત્ર(કોમ્પ્યુટર)સાથે બરોબર જોડાણ થતું ના હતું.બેત્રણ વાર દુરવાર્તા યંત્ર(ફોન)પરથી પ્રયત્ન કર્યો પણ જરૂરી પ્રત્યુત્તર ના મળવાથી અહી પણ બુમો પાડવા લાગ્યો.પેલો ગભરાઈ ગયો ને બીજા દિવસે યાંત્રિક મુશ્કેલી ઠીક કરનાર માણસ આવ્યો.પાછું તારવિહીન(વાયરલેસ) જોડાણ થતું ના હતું.પણ સારા નસીબે મારા સુપુત્રે  દુરવાર્તા યંત્ર થી કામ પતાવી દીધું.
              *મારા નાના સુપુત્ર પાછા મનોવિજ્ઞાન ભણે છે.એટલે અમારે બહાર જવું ના પડ્યું.ઘર માંજ મફત માં નિદાન સાથે સલાહ મળી ગઈ.મારા દીકરા હરપાલસિંહ કહે હવે બાપુ આપ આવા ક્રોધ ભરેલા લેખો ના લખશો.એના બદલે હળવા હાસ્યરસ થી ભરેલા લેખો લખો,ને રોજનીશીમાં મુકો.આમેય લોકો દુખ દર્દ થી પીડાતા હોય જ છે.એમાં આપ વધારો કરો છો.જૂની વાતો યાદ કરીને પોતે દુખી થાવ છો ને વાંચનાર ને પણ દુખી કરો છો.મને કહે સીતાજી ની પણ ભૂલ તો ખરીને.રામ ને એવું ના કહી દેવાય કે બોલ્યાએ બોલ્યા,વન માં જવું હોય તો તમે જાવ.કાંતો મહેલ માં ને મિલકત માં  અડધો ભાગ આપી દો.કચેરીમાં જઈને છુટાછેડા ને ભરણપોષણ નો દાવો કરી અમેરિકન નારી ની જેમ પગડંડી(ફૂટપાથ)પર લાવી દઈશ.ઓલા ધોબી ને જેલમાં પુરાવી દઈશ  ને કચેરીમાં બદનક્ષી નો દાવો ઠોકી દઈશ.મને ખાનગીમાં કહે જરા મારા માતુશ્રી ને લડી જુવો તો લીલું પાનું (ગ્રીનકાર્ડ)પડાવી લેશે ને ભારત ભેગા કરી દેશે.
              *સમજ્યા હવે? મેં કેમ હાસ્યરસ ભરેલા લેખ લખવાનું શરુ કર્યું છે?આ તો અંદર ની વાત છે કોઈને કહેતા નહિ.મારા મોટા અને નાના બંને દીકરા મને પપ્પા કહીને બોલાવે પણ વચલા દીકરા યુવરાજસિંહ ગુજરાતી બચાવો આંદોલન શરુ પણ થયું ના હતું ત્યાર થી બાપુ કહીને જ બોલાવે છે.મારા આત્મા ને પણ એવું સાંભળી આનંદ સાથે રાહત થાય છે.એમનો સાદ(કોલ) આવ્યો દુરવાત યંત્ર પર.મને કહે બાપુ તમારા માટે કંઠ લંગોટ લીધા છે.હું તો ચમકી ગયો.અલ્યા લંગોટ તો નીચે પહેરાય.તો હસવા લાગ્યો કહે કેવા ફસાયા!!તમે તો નિસરણી આપી છે.એને લાગ્યું કે બાપુ ચકરાઇ જશે એટલે કહે ટાઈ લીધી છે.
           
         
        નોધ-:-દિલીપસાબ ની વાતો થોડી ઉપજાવી કાઢેલી છે.પણ એમણે મનોવૈજ્ઞાનિક ની સલાહ થી હળવી ભૂમિકાઓ કરવા માંડેલી એવું ક્યાંક વાચેલું.ઓશો કદી દિલીપસાબ ને મળ્યા હોય તેવું જાણ્યું નથી.એ ઉપદેશ વિનોદખન્ના ને મળેલો.મોરારજી વાળી વાત સાચી છે.અને ઓશો ની સમાધિ ઉપર પૃથ્વી ગ્રહ ની મુલાકાતે આવેલા તેવું લખેલું છે,આ વાત સાચી છે.          
           
           

હસીને વાંચજો ને વાંચીને હસજો.

હિલેરી હસી પડી
*હમણા સાડા પાંચ કરોડની ગુજરાતમાં ગુજરાતી બચાવો અંદોલન ચાલી રહ્યું છે. એટલે મેં નક્કી કર્યું કે ઘરમાં શુદ્ધ ગુજરાતી બોલવાનું, કોઈએ અંગ્રેજી શબ્દ બોલવાનો નહિ. ગુજરાતી આપણી માતૃભાષા છે. એને બચાવવી એ આપણો ધર્મ છે. મારા ધર્મપત્ની કહે આતો સજા સારા માણસને હાથે કરીને  માંદો પાડી, પછી એને બચાવવા દવાખાને દાખલ કરો અને એની ખબર કાઢવા જાવ એવી વાત છે. મેં કહ્યું સાચી વાત છે, પણ રોફ પાડવા જઈએ તો આવું થાય જ.
        *એટલે સવારમાં શ્રીમતી પથારીમાંથી જાગ્યા ને કહે આ સમય સૂચક યંત્ર બગડ્યું લાગે છે. એની પોષણ લાકડી અંદરથી બદલી નાખજો. પહેલા તો હું ચમકી ગયો. સમય સૂચક યંત્ર તો સમજાય ગયું. પણ પોષણ લાકડી? તો કહે બુદ્ધુજ છો અંદરનો સેલ બદલો વરસ થઇ ગયું એટલે એની શક્તિ(ડીસ્ચાર્જ) પૂરી થઇ લાગે છે. મેં કહ્યું  ઓ.કે. ..તો કહે ઓ.કે નહિ બરાબર બોલવાનું. આતો સપડાયા. એકદમ સાલું ભાષાંતર યાદ પણ ના આવે. આતો સારું છે ભાઈ શૈલેષના દેવડા ગામની મુલાકાત લઇ આવેલો. એટલે વળી થોડું યાદ આવી જાય.
    એટલામાં બુમ પડી કે દાંતે ઘસવાની લુગદી ખલાસ થઇ ગઈ છે. મેં કહ્યું અંદર સ્નાનકક્ષ માં રહેલી લાકડાની પેટીમાં વધારાની છે. થોડી વધારાની દાંત સાફ કરવાની પીછીઓ પણ છે. સસ્તી મુકેલી તો જથ્થા બંધ લઇ આવેલો. અહી ન્યુ જર્સીમાં અત્યારે ફેબ્રુઆરીમાં પણ બરફવર્ષા થાય છે. આ શનિવારે તો વાવાઝોડા સાથે ચારેક ઇંચ બરફવર્ષા થવાની છે. દિવસે પણ તાપમાન શૂન્ય કે ઓછા બે  કે ત્રણ અને રાત્રે તો ઓછા દસ સુધી ઘણીવાર પહોચી જાય છે. એટલે તો અહી દરેકના ઘરમાં ઘરને ઉષ્ણ રાખવા માટેના યંત્રો હોય છે, ને જળ નળમાં સીધું ઉષ્ણ થઈને આવે તેવા લાયબંબા પણ હોય છે.  એટલે શિયાળામાં અમે બધું જથ્થાબંધ ભરી લઈએ. અહી કોસ્કો નામની મોટી દુકાન  છે. ત્યાં થી અમે વાળ ધોવાનો  પ્રવાહી સાબુ, શરીર ધોવાનો સાબુ, નાની મોટી પોષણ લાકડીઓ, થીજવેલા શાકભાજી, ફળો, દૂધ વિગેરે લઇ આવીએ. અહી જોકે ભારતીય દુકાનોનું મોટું બજાર છે. ત્યાં પણ પટેલ ભાઈઓ(પટેલ બ્રધર્સ), પટેલ રોકડા આપો ને ઉચકી જાવ(પટેલ કેશ એન્ડ કેરી) નામની મોટી દુકાનો છે. ત્યાં થી તમને તૈયાર રાંધેલા પણ થીજવેલા(ફ્રોજન) ખોરાકના પડીકા મળે. જાતજાતના પરોઠા, સમોશા, કચોરી, ભજીયા, પાતરા, રોટલીઓ, થેપલા, ઢેબરા, સરસ રીતે કાપેલા શાકભાજી બધું થીજવેલું મળે. આ બધું લાવીને વીજળીથી ચાલતી  ખોરાક ઠંડો રાખવાની મોટી લાંબી પેટીમાં ભરી દેવાનું( ખોરાક પ્રદુષણ અટકાવ યંત્ર).
        *મારા સુપુત્ર યુવરાજસિંહને ભારત જવાનું હતું. એમણે અમને અમેરિકામાં પ્રવેશ અને રહેણાંકનો  સંમતિસૂચક પત્ર(વિસા)મળ્યો એ દિવસે જ, વડોદરામાં અંગ્રેજી વરસના છેલ્લો દિવસ હતો ત્યારે રાત્રે અકસ્માત કરેલો ને પગના નળાનો દ્વીભાગમાં અસ્થિભંગ કરેલો. એ જરા દ્રાક્ષાસવ વધારે લેવાઈ ગયો હશે ને દ્વિચક્રી વાહન ઉપર હતા ને સામે ચારચક્રી વાહન જોડે સંગમ કરી બેઠા. એટલે હાડકાના વૈધરાજે અંદર કાટ ના આવે તેવા લોખંડનો સળીયો નાખેલો. એ બહાર કઢાવવા જવાનું હતું ભારતમાં. અમે ભારતમાંથી પાછા આવે ત્યારે લાવવાની વસ્તુઓની યાદી તૈયાર કરેલી. એમાં મારા માટે ખમીશ(શર્ટ) પાયજામાં(પેન્ટ), અન્ગુછા, અંતરવસ્ત્રો, મારા ધર્મ પત્નીને પૂજા માટે ગાયત્રી માતાની તસ્વીર, ભાખરવડી ને ચવાણાના પડીકાઓ, ચરણપાદુકાઓ,  વિગેરેની યાદી હતી. અહીંથી પણ ભારતમાં સ્નેહીઓ માટે મોકલવાની વસ્તુઓ હતી. એમાં ખાસ તો અહીની અત્તરની શીશીઓ, દાઢી કરવાની  ભારે દબાણ પૂર્વક ભરેલા તૈયાર ફીણની બાટલીઓ, આધુનિક અસ્ત્રા(રેજર)અને કાંડા ઘડિયાળો વિગેરે હતું.
          *એટલે જલ્દી તૈયાર થવા માટે હું ગયો સ્નાનઘરમાં ને અહી શ્રીમતી ઘુસ્યા રસોઈ ઘરમાં. વાયુ સગડી પર ચા ને અલ્પાહાર તૈયાર કરવા.  ત્યાં સુધીમાં સુપુત્રે  દ્રશ્ય શ્રાવ્ય યંત્ર માં હવામાન જોઈ લીધું. હવાઈ જહાજ સમયસર હતું એ પણ જોઈ લીધું. બધો સમાન લઈને  વીજળીરથ(ઇલેક્ટ્રિક ટ્રેન)માં તો જવાય નહિ. એટલે અમારા ચાર ચક્રી વાહનમાં જ જવાનું હતું. પાછા ફરતા મારે વાહન ચાલક ની જવાબદારી નિભાવવાની હતી માટે પથદર્શક યંત્ર(નેવિગેશન) પણ લઇ લીધું હતું. બસ થોડીવારમાં તૈયાર થઇ અમે નીકળી  પડ્યા ન્યુયોર્કના હવાઈ જહાજ ઉડાન મથક પર જવા માટે.
નોધ:-દેવડા ગામના ઓટલાની મુલાકાત એ આ લેખ લખવાની પ્રેરણા બની છે. માતૃભાષા પ્રત્યેના પ્રેમ સાથે હાસ્યરસ પીરસવાની ભાવના જ માત્ર છે.

હસવાનું નહિ….હસના મના હૈ.

Laughing Budhdha.

 

હસવાનું નહિ….હસના મના હૈ. 

   *સાચો પ્રેમ ઓશિકા જેવો છે.જયારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે એને વળગી ને હળવા થઇ શકો છો,પીડા માં હોવ ત્યારે એના પર માથું મૂકી રડી શકો છો,અને ખુશ હોવ ત્યારે?
     તો ૫૦ રૂપિયા હળવા કરો એક ઓશીકું ખરીદી લાવો .
   *લગ્નો સ્વર્ગ માં ગોઠવાય છે એવું કહેવાય છે,અને લગ્ન પછી નર્ક નું નિર્માણ થાય છે.
   *આ વરરાજા લગ્ન સમયે ઘોડા પર કેમ બેસતા હશે?
     છેલ્લો ચાન્સ છે ભાગી છુટવાનો માટે.
     *પ્રેમ સિગાર જેવો છે.આગ સાથે શરુ થાય,ધુમાડા સાથે આગળ વધે ને રાખ સાથે સમાપ્ત થાય.
    કોઈ વાંધો નહિ હું તો ચેઈન સ્મોકર છું.
   *તારા હાસ્ય ને ફૂલો સાથે સરખાવી શકાય,
    તારા અવાજ ને કોયલ ની કુક સાથે સરખાવી શકાય,તારી નિર્દોષતા બાળક જેવી છે,તારી મૂર્ખાઈ  ની સરખામણી તો કોઈ ની સાથે ના થાય.તું સર્વશ્રેષ્ઠ છે.
   *મિત્ર મેં માગ્યા ફૂલ ને તે  દઈ દીધો ગુલદસ્તો,
    મેં એક નાનો પત્થર નો  ટુકડો માંગ્યો ને તે આખી પ્રતિમા આપી દીધી,
    મેં એક પીંછું માગ્યું  ને તે તો આખો મોર જ દઈ દીધો,
    મિત્ર શું આપ બહેરા તો નથી ને?
   *મેં પાણી સાથે વોડકા લીધો ને ચડી ગઈ,
    મેં પાણી સાથે વ્હીસ્કી લીધી ને પછી ચડી ગઈ,
   વળી મેં પાણી સાથે રમ લીધો   ને ચડી ગઈ,ચાલો હવે સોગંધ ખાઉં છું કદી પાણી નહિ લઉં.

*હાસ્ય-પ્રેમ ની ભષા છે.
હાસ્ય-હૃદય જીતવાની કળા છે.
હાસ્ય-તમારી પ્રતિભા માં વધારો કરે છે.
તો હવે આજથી બ્રશ કરવાનું ચાલુ કરી દો. 
  
નોધ:–શ્રી અનંતસિંહ પરમારે મોકલેલી ઈ-મેલ નું ગુજરાતી ભાષાંતર છે.

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..
       *આપણે દંભી  લોકો હમેશા એવું બતાવવા માંગીએ છીએ કે અમે બહુ ઉદાર દીલના અને માનવતાવાદી અને પાકિસ્તાનીઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ વગરના છીએ, અને એવું બતાવવામાં હદ પણ વટાવી જઈએ છીએ. અમે બહુ નીતીવાદી છીએ. આ તો બે દેશોની સરકારોના ઝઘડા છે, પ્રજા તો એક બીજાને ચાહે છે. લેખકો પણ અવારનવાર એવુ જ સાબિત કરવા માંગતા હોય છે. પાકિસ્તાનના કલાકારોને આપણે માથા ઉપર બેસાડીયે છીએ. સારી વાત છે. એમાં કશું ખોટું નથી. હું પણ મહેદી હસન, ગુલામઅલી, નુસરત ફતેહઅલી અને રાહતઅલીનો ફેન છું. જગજીતસિંહ મારા પ્રિય ગઝલ ગાયક છે. મહેંદી હસન બીમાર પડે છે ત્યારે એમની  દવા કે સારવાર કરવાના પૈસા નથી, ત્યારે આ જગજીતસિંહ અહી ભારતથી લાખો રૂપિયા  મોકલી આપે છે. સારી વાત છે. પણ જગજીતસિંહ ને ૫૪ યુદ્ધ કેદીઓમાંના કોઈ પંજાબીને ઘેર જવાનો કે એમના તકલીફ ભોગવી રહેલા કુટુંબીઓની ખબર કાઢવાનો સમય નથી. આ બધા કોઈ રીચ, પૈસાપાત્ર નથી. જયારે એમનો મુખ્ય કમાનાર પાકિસ્તાનની જેલમાં સબડતો હોય ત્યારે એમના નાના બાળકોને મોટા કરતા કેટલી તકલીફ પડી હશે? કોઈ વરસ, કોઈ બે વરસ, કોઈ વળી ત્રણ મહિનાના એવા નાના નાના બાળકો હતા ને યુદ્ધમાં ગયેલા એમના વહાલસોયા પિતાઓ  ફરી કદી પાછા ના ફર્યા. મહેંદી હસનની ચિંતા કરનારા જગજીતસિંહે કદી આ લોકોની ચિંતા કરી છે ખરી?
     *શફાકતઅલી સારા ગાયક છે, એમને રેડીઓ પર સાંભળી શંકર મહાદેવન ગાંડા થઇ જાય છે. અને તાત્કાલિક ભારત બોલાવી ફિલ્મમાં ગવડાવે છે, અને અહોભાવથી જાણે બે દેશો વચ્ચેની દીવાલો તો આ ગાયકો હમણા મિટાવી દેશે એવા દંભી ખયાલોમાં અડધા અડધા થઇ જાય છે. પછી ક્યાંથી એ દેશ સામે લડેલા ભારતીય સૈનિકો યાદ આવે? એ તો પાકિસ્તાનના દુશ્મનો હતા. અમે તો પાકિસ્તાનના પ્રેમી છીએ. અમે તો કલાકારો, કલાને રાજકારણમાં વચ્ચે ના લવાય. આ સૈનિકોની  સ્ત્રીઓએ સ્વેચ્છાએ વિધવા જેવી જિંદગી વિતાવી છે. અને એમના બાળકોને આજે મોટા કરી લીધા છે કોઈની મદદ વગર. દિલીપકુમારનો પાક પ્રેમ વિખ્યાત છે. આપણાં નેતાઓને પાકિસ્તાન જઈને મેડલો લઇ આવતા જરાય શરમ આવી નથી. જે દેશે માનવાધિકારની ધરાર અવગણના કરી આપણા સૈનિકોને ત્યાં રાખી ત્રાસ આપ્યો છે, એ દેશના રત્નોના ખિતાબો? શરમ કરો શરમ. પાકિસ્તાન અને ત્યાંના મુસલમાનોની સહાનુભુતિ જીતવાના હમેશા પ્રયત્નો આ કાયર કલાકારો ને નેતાઓ તથા લેખકો કર્યા કરતા હોય છે. એમાં આપણાં દેશના સાચા સેક્યુલર મુસલમાનોની અવગણના કરવા સુધી પહોચી જાય છે.
             *૧૯૭૧નું યુદ્ધ જીત્યાંના નશામાં ઈન્દિરાજી અને એમના ચમચાઓ ભૂલી ગયા કે પાકની દાનત ખોરી છે. બધા ૯૩૦૦૦ યુદ્ધ કેદીઓને સોપી દીધા, સોપવાજ પડે એની ના નહિ પણ તપાસ તો કરો ત્યાં આપણાં કેટલા રહી ગયા છે? આપણાં પુરા સૈનિકો પાછા સોપાય તોજ એમના પુરા  સૈનિકો સોપાય. ના કોઈ તપાસ ના કોઈ છાનબીન. પાકનો રેડીઓ બોલે કે પાંચ પાયલોટો પકડાયા છે, છતાં અહી કીલ્ડ ઇન એક્શન લખાઈ જાય. કેટલી બેદરકારી? કે પછી માણસની કોઈ કીમત નહિ? પાકને હરાવ્યું, બંગલા દેશનું સર્જન કર્યું અને અમરિકાને પારકી રશિયાની મદદનો કરાર કરી નીચાજોણું કરી આપ્યું. બસ છકી ગયા, ને ૫૪ બહાદુરોની જીંદગી રોળી બેઠા. સાથે સાથે એમના કુટુંબોને બરબાદીની ગર્તામાં ફેકી દીધા. રે ભારત તારી પોકળ મહાનતા.
            *આના વિષે બે ફિલ્મો બની ચુકી છે સત્ય થી સદંતર દુર. બચ્ચન સાહેબ  અને અક્ષય ખન્નાને લઈને દીવાર ફિલ્મ બનેલી. અશક્ય ને શક્ય દર્શાવી કાયરો સપનામાં વિજય મેળવી લે છે. પાકિસ્તાનમાં એમજ ઘુસવા થોડું  મળે છે? દમયંતી તાંબે ને પૂછી જુવો કે પાછા ફરેલા કેદીઓને પૂછી જુવો. મીસીસ તાંબે પાકની જેલોમાં ગયા હતા ત્યારે ભારતીય માછીમારો ને બીજા કેદીઓને પીલરો સાથે લોખંડની સાંકળો વડે  બાંધેલા જોયા હતા. એમજ સહેલું હોત તો ૫૪ વિરલા ક્યારના પાછા આવી ગયા હોત. આ તો અક્ષય ખન્ના વગર વિસા એ ગયો. જઇ તો જુવો? ખાલી પ્રયત્ન તો કરી જુવો. અને બચ્ચન સાહેબ અક્ષયની મદદ લઇ  બધાને છોડાવી લાવ્યા. શું મુરખો જેવી વાતો કરો છો?  એટલું સહેલું હોત ૪૦ વરસની લાંબી લડાઈ એમના કુટુંબીઓએ લડવી ના પડી હોત, અને છતાય પરિણામ શૂન્ય છે. પણ લોકો મુવી જોઈ ખુશ થઇ ગયા. અને ભૂલી ગયા કે હજુ આ વીરો ત્યાં સડે છે. જુઠા સપનાઓ જોવાની ભારતને આદત પડી ગયી છે. બીજી મનોજ બાજપેઈ ને લઈને બનેલી ફિલ્મ હતી ૧૯૭૧. એમાં આ વીરોએ પ્રયત્ન કર્યો પણ પાછા આવી ના શક્યા. એવું બતાવ્યું છે. આ વીરો પ્રયત્ન પણ કરી શક્યાં નથી. જોકે બધા કહેશે ફિલ્મોમાં તો એવુજ હોય, સાચી વાત છે. પણ ખોટી  ફિલ્મો જોઇને સત્ય વિસરાઈ જાય છે. પ્રજા જુવે તેનેજ સાચું માનતી હોય છે. ઈતિહાસ ભણ્યા હોવા છતાં કે પીંડારી લુટારા હતા, છતાં વીર ફિલ્મનો રીવ્યુ લખનારા  પીંડારી વિષે બહાદુર આઝાદીના લડવૈયા એવું લખતા અચકાતા નથી.
                   *હવે મારી વાત ધ્યાનથી વાંચજો. આ પ્રકારની માનસિકતામાંથી ભારતમાં નેતાગીરી અને પ્રજામાં પણ એક વર્ગ એવો ઉભો થયો છે જે પોતાને ખુબજ સેક્યુલર દર્શાવી હમેશા મુસલમાનોને ખુશ કરવા મથી રહ્યો છે. એમની સહાનુભુતિ જીતવા પ્રયત્ન કરી રહ્યો છે. એમાં હિન્દુઓને નારાજ કરવાની હદ સુધી પહોચી જાય છે. આમાં કોંગ્રેસ, મુલાયમ, અમરસિંહ જેવા સમાજવાદીઓ આવી જાય. અને સ્વાભાવિક છે હિન્દુઓની અવગણના થાય એટલે હિંદુ નારાજ થવાના. એટલે એની પ્રતિક્રિયામાં બીજો એવો વર્ગ નેતાગીરી અને પ્રજામાં ઉભો થયો છે, જે પોતાને અમે એવા દંભી સેક્યુલર નથી એવું દર્શાવી હિન્દુઓની લાગણીઓનું શોષણ કરી એમની સહાનુભુતિ જીતી લેવા માંગે છે. આમાં ભાજપ, આર.એસ.એસ, વિશ્વહિન્દુ પરિષદ વિગેરે આવી જાય. આ લોકો પ્રજામાં જે ડરપોકપણું છે એનો સરસ ઉપયોગ કરે છે. અમને વોટ આપો નહી તો આ મુસલમાનો તમને મારી નાખશે, જીવવા નહી દે, અને જુવો કોંગ્રેસ તો આ લોકો સાથે છે, તમારું અમારા  સિવાય કોઈ નથી. એમાં મોદી અને બાળ ઠાકરે  જેવા આવી જાય, અને ફાવી પણ જાય. સ્વાભાવિક છે. ગુજરાતમાં કેમ વધારે ફાવે છે? અહીની પ્રજા બીજા રાજ્યો કરતા વધારે ડરપોક છે અને અહી કોમી રમખાણો પણ વધારે થાય છે. એટલે આમ પ્રજાને શાંતિ જોઈએ. રોજ રોજના રમખાણો ના ફાવે. અને કોંગ્રેસના સહકારે અહીના ગુજરાતના રમખાણપ્રિય મુસલમાનો પણ ફાટીને ધુમાડે થઇ ગયા હતા. રોજ કોમી રમખાણો કરી હિંદુઓને ડરાવતા હતા. બધાં મુસલમાનોને રમખાણ કરવામાં રસ્ ના હોય તે સમજી લેવાનું. આઝાદી પહેલાથી અહી પોપાબાઈનું રાજ આ રમખાણપ્રિય મુસલમાનો ભાળી ગયા હતા. આઝાદી પહેલાથી અમદાવાદમાં કોમી તોફાનો થતા હતા.  ગોધરાકાંડ થયા પછી જે તોફાનો થયા એમાં પહેલી વાર ગુજરાતના આ રમખાણપ્રિય મુસલમાનોમાં ડર પેઠો છે. એટલે મોદી ફાવી ગયા છે. આમાં સાચા સેક્યુલર હિંદુઓ અને મુસલમાનો ખોવાઈ જવાના. મારી સાચી વાત ના તો હિન્દુઓને ગમશે ના તો મુસલમાનોને. સૌથી સલામત મુસલમાન હોય તો એ ભારતનો મુસલમાન છે. એટલો તો પાકિસ્તાનમાં પણ નથી. કઈ રીતે તમે ભારત ક્રિકેટમાં હારે અને પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડી શકો? કઈ રીતે તમે પાકનો ઝંડો ફરકાવી શકો? તમો ભારતમાં રહો છો ને ફટાકડા ભારતની હારમાં ફોડો છો. પછી કહો છો હિંદુ નારાજ થાય છે, ના થાય તો શું કરે? તમે રહો છો અહી ને તમારા મુખ પાક તરફ છે. જરા પાક માં જઇ તો જુવો? જે બિહારમાથી ભાગલા વખતે ત્યાં ગયા છે એ લોકો ને પૂછી જુઓ. મુહાજીર છે એ લોકો પાક મુસલમાન નથી, મારે છે પંજાબી મુસલમાનો એ લોકોને. એમના નેતાને ઇંગ્લેન્ડથી મુહાજીર  કોમી મુવમેન્ટ  ચલાવવી પડે છે. તમે વારંવાર તોફાનો કરી હદ વટાવી દીધી એટલે ગુજરાતીઓ કંટાળ્યા હતા. હવે તો કોઈ પણ સરકાર આવશે ગુજરાતી ડરશે નહિ. અને હું  પણ સાચી વાત લખતા ડરવાનો નથી જ. હિંદુ નારાજ થાય તોયે ને મુસલમાન નારાજ થાય તોપણ.
                       *ખેર બ્લોગ જગતના  ખુબ બધા મિત્રોએ મારી આ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તનની જેલોમાં ભારત સરકારની અક્ષમ્ય ભૂલના કારણે રહી ગયેલા બહાદુર અફસરોની અને એમને ત્યાંથી છોડાવી લાવવામાં માટેના એમના કુટુંબીઓએ કરેલા વ્યર્થ પ્રયત્નોની  સ્ટોરી હૃદય પૂર્વક વાચી છે. ઘણા બધાએ અભિપ્રાય આપ્યા છે. બધાનો ખુબ જ આભાર. ઘણા બધા મિત્રો આ હૃદયદ્રાવક વાતો વાચી હતપ્રભ થઇ ગયા હશે, એમને અભિપ્રાયમાં શું લખવું? શબ્દો જ જડ્યા નહિ હોય. વડીલ  શ્રી અરવિંદ અડલજાના શબ્દોમાં કહીએ તો હૃદય હચમચાવી મુકે તેવી વાત છે. સ્તબ્ધ થઇ ગયા હશે બ્લોગ જગતના મિત્રો. દેશના વિરુદ્ધનું કામ કોઈ કરે તો આપણે એને દેશદ્રોહી કહીએ છીએ. પણ આને શું કહીશું? આ તો દેશે પોતે એના નાગરિકોનો દ્રોહ કર્યો છે. કોઈ શબ્દોના કારીગર કે ખેરખાંને આના માટે કોઈ શબ્દ સુજે તો જણાવશો.

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.The Forgotten Heroes.,5

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.
    *જાન્યુઆરી  ૬,૧૯૭૨ માં લાહોર રેડીઓ પરથી પંજાબી દરબાર પ્રોગ્રામ માં અશોક સૂરી નું નામ બોલાયું.
   *અશોક સૂરી નો પત્ર તેમના પિતા ને મળ્યો તેના પર દિલ્હી નો પોસ્ટ નો સિક્કો હતો અને અંદર બીજો પત્ર હતો,સાહેબ વલૈકુમ સલામ  હું આપને રૂબરૂ મળી ના શકું,તમારો સન જીવતો છે અને પાક ની જેલમાં છે,હું ખાલી એની ચિઠ્ઠી તમને મોકલી  રહ્યો છું.કાલે પાછો પાકિસ્તાન જઈશ.સહી છે એમ.અબ્દુલ હમીદ.આના પછી બીજા પત્રો મળે છે એની વાત અગાઉ લખી ચુક્યો છું.બધા પત્રો ને ડીફેન્સ વિભાગ માં ચકાસવામાં આવે છે.અશોક સુરીના જ અક્ષરો છે,એ સાબિત થતા ડીફેન્સ વિભાગ કીલ્ડ ઇન એક્શન એવો શેરો બદલીને મિસિંગ ઇન એક્શન કરે છે.બસ.
   *સંડે ઓબ્જર્વર ડિસે ૫, ૧૯૭૧ માં પાંચ ભારતીય પાયલોટો પકડાયા ના સમાચાર છે,એમાં તાંબે નું પણ નામ છે.ફરી પાછું આજ પેપર જુલાઇ ૫,૧૯૭૧ માં વી.વી.તાંબે નું નામ છાપે છે.
   * દલજીત્સીંગ માર્ચ ૪,૧૯૮૮ માં પાછા આવે છે.એમણે ફેબ્રુ ૧૯૮૮ માં શ્રી તાંબે ને લાહોર ઇન્ટેરોગેશન સેન્ટર માં જોએલા.
   *ફ્લાઈંગ ઓફિસર સુધીર ત્યાગી નું પ્લેન ડિસે ૪,૧૯૭૧ માં પેશાવર માં  તોડી પડાયું.બીજા દિવસે એ પકડાયા છે એવું રેડીઓમાં જાહેર થાય છે.
    *નાથારામ માર્ચ ૨૪,૧૯૮૮ માં પાછા આવે છે.રાવલપીંડી ઇન્ટેરોગેશન સેન્ટર માં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ને નવે,૧૯૮૩મા  જોયેલા આવું કહે છે.
   *કેપ્ટન રવિન્દર કૌરા નો ફોટો પાક જેલમાંથી  સ્મગલ્ડ થઇ ને ૧૯૭૨ માં અંબાલા ના ન્યુજ પેપર માં છપાય છે.છેક ડિસે ૭,૧૯૯૧ માં લાહોર રેડીઓ પર એમનું નામ બોલાય છે.એમને પણ પાછા આવેલા મુખત્યાર સિંગે મુલતાન જેલ માં જોએલા.
          *આ આખીય જાંબાંજો  ની ટીમ માં હા એક ગુજરાતી સપુત પણ એમનું બલિદાન આપી ચુક્યા છે.આમતો ગુજરાતી ખાસ મિલિટરીમાં જતા નથી.એટલે તો ગુજરાત ની કોઈ રેજીમેન્ટ નથી.નાના મણીપુર કે આસામ ની પણ રેજીમેન્ટ છે.હા એ ગુજરાતી  હતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર.વતન છે એમનું ચાંદરણી,જે સાબરકાંઠા જીલ્લામાં આવેલું હિંમતનગર તાલુકાનું ગામ  છે.એમના પૂર્વજો સૈકાઓ પહેલા રાજસ્થાન ના જોધપુર થી આવેલા.એમના મોટાભાઈ શ્રી દિલીપસિંહજી રાઠોર  એમના કુટુંબ સાથે હજુય ત્યાં વસે છે.
         *ધર્મ ના નામે વાતે વાતે આંદોલનો  કરી મુકતી પ્રજા પોતે આવી વાતો ને ધ્યાન માં લેતી નથી.ના તો કોઈ પ્રજાકીય અંદોલન કે પ્રોટેસ્ટ ભારતની પ્રજાએ કર્યા નથી.આવું કોઈ બીજા દેશ માં બન્યું હોત તો પ્રજા પોતે સરકારો પર તૂટી પડત.આ લોકોના કુટુંબો જાતે જાતે એકલા એકલા એમની લડાઈ ૩૯ વરસ થી લડી રહ્યા છે.ગુજરાત ના કોઈ સંસદ સભ્યે કે ધારાસભ્યે કેપ્ટન કલ્યાણસિંહ માટે લોકસભામાં કે ધારાસભા માં અવાજ ઉઠાવ્યો નથી.ભારત ની પ્રજા જ આ લોકો સાથે નથી તો પછી સરકાર શું કરવા એનાથી થયેલી ભૂલ કબુલ કરે?વર્ષો પહેલા સફારીમાં હર્ષલ પુષ્કરના એ આ સ્ટોરી છાપી હતી.પછી એકવાર સંદેશ માં આવેલી,બસ. મીડિયા ને પણ નેતાઓ,ધાર્મિક વડાઓની અને ફિલ્મી લોકોની ખુશામત કરવા માંથી નવરાશ મળતી નથી.કોઈ લેખકોને પણ આવી વાત માં કશું લખવાનો વિષય મળતો નથી.બાપુઓની ચાપલુસી માં મહાન લેખકો ને સાક્ષરો પણ તૂટી પડે છે.ચંબલ ની જેલોમાં ડાકુઓની મુલાકાતો લેવા સમય મળે,છેક પંજાબ જઈ ને જગતસિંગ ડાકુ ને જેલમાં અને છૂટ્યા પછી એના ઘેર જઈને મહાન લેખકો એના વિષે નોવેલો લખી રૂપિયા બનાવે.પણ આજ લેખકોને કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ના ગુજરાત માં નજીક આવેલા ગામ માં જવાનો સમય ના મલે,કે યાદ પણ ના આવે.હા હું ગુજરાતી લેખકો ની વાત કરું છું.મેં આ બધા ને વાંચ્યા છે.માટે મને આ દિગ્ગજો વિષે ખબર છે.જે બાપુઓ ભણવાની જરૂર નથી ભજન કરો એવા જાહેરમાં ટીવી માં મુરખ પ્રજા ને સંદેશા આપે છે, એવા બાપુઓની ભાટાઈ આ સાક્ષરો કરી રહ્યા છે.આ કેપ્ટનો બલિદાન આપે છે ત્યારે આપણે અહી નિરાતે સુઈ શકીએ છીએ.
         *હવે તો આ  બહાદુરો ને પાકે જીવતા રાખ્યા હશે કે નહિ?કોને ખબર?પણ હે સૈનિક હવે તું ફરી જનમ લેવાનો હોય અને પાછા સૈનિક જ બનવું હોય તો ભારતમાં તો જનમ નાજ લેતો,અને ભારત ના લોકોની રક્ષા માટે ફરી અહી સૈનિક બનવાની હિમંત ના કરતો.એ કદી તારા થવાના નથી.તારે સૈનિક તરીકે ફરી અવતરવું હોય તો ઇઝરાયેલ  માં જન્મ લેજે. ત્યાં તારી કિંમત થશે.તારા એકના બદલામાં ત્યાની સરકાર સામેવાળાના બીજા ૧૦૦ સૈનિકોને મારી પડશે.અરે યુદ્ધ જ જાહેર કરી મુકશે.
      *તો આ બહાદુર પણ સમગ્ર ભારત વડે તરછોડાએલા આવા ભારતીય સૈન્ય ના સિપાઈ ઓ ના નામ પણ જાણી લઈએ. 
 
  Indian Air Force POWs: Wing Commander HS Gill, Squadron Leader Devaprashad Chatterjee, Squadron Leader Mohinder Kumar Jain, Squadron Leader Jal Maniksha Mistry, Squadron Leader Jatinder Das Kumar, Flight Lieutenant Tanmaya Singh Dandass, Flight Lieutenant Ramesh Gulabrao Kadam, Flight Lieutenant Babul Guha, Flight Lieutenant Gurdev Singh Rai, Flight Lieutenant Ashok Balwani Dhavale, Flight Lieutenant Srikant Chandrakant Mahajan, Flight Lieutenant Sudhir Kumar Goswami, Flight Lieutenant Harvinder Singh, Flight Lieutenant Vijay Vasant Tambay, Flight Lieutenant lyoo Moses Sasoon, Flight Lieutenant Ram Metharam Advani, Flight Lieutenant Nagaswami Shankar, Flight Lieutenant Suresh Chandra Sandal, Flight Lieutenant Kushalpal Singh Nanda, Flight Lieutenant Manohar Purohit, Flight Officer Tyagi, Flight Officer Kishan Lakhimal Malkani, Flight Officer Kottiezath Puthiyavettil Murlidharan and Flight Officer Tejinder Singh Sethi.

Indian Army POWs: Major SPS Warraich, Major Kanwaljit Sandhu, Major Jaskiran Singh Malik, Major SC Guleri, Major AK Ghosh, Major Ashok Suri, Captain Ravinder Kaura, Captain Kalyan Singh Rathod, Captain Giri Raj Singh, Captain OP Dalal, Captain Kamal Bakshi, Captain Vashisht Nath, 2nd Lieutenant Sudhir Mohan Sabharwal, 2nd Lieutenant Paras Ram Shama, 2nd Lieutenant Vijay Kumar Azad, Corporal Pal Singh, Subedar Kali Das, Subedar Assa Singh, L/Hav Krishan Lal Sharma, L/Naik Hazoora Singh, L/Naik Balbir Singh, Sepoy S Chauhan, Sepoy Dilar Singh, Sepoy Jagir Singh, Sepoy Jagdish Lal, Gnr Madan Mohan, Gnr Sujan Singh, Gnr Gyan Chand and Gnr Shyam Singh.

Lt Cdr Ashok Roy from Indian Navy and other possible POWs are Flight Lieutenant Sudhesh Kumar Chibber and Captain Dalgir Singh Jamwal.