અમે જીવીએ છીએ,The Forgotten Heroes.,4

Nirmal kaur

 

  અમે જીવીએ છીએ,       *જુન ૧,૨૦૦૭ ના રોજ પાક ના મુશર્રફે આ ૫૪ બહાદુઓના સગાઓમાં થી ૧૪ જણાં ને વિસા આપી જેલો માં જોવાની,ચેક કરવાની પરમીશન આપી.૧૦ દિવસ માટે આ લોકો ત્યાં ગયા.૧૪ માંથી ૭ સ્ત્રીઓ હતી.૧૯૮૩ માં પણ જીયા ઉલ હક ના શાશન વખતે આવી વિઝીટ થયેલી,તે વખતે ગયેલા માંથી ચાર જણાં આ વખતે પણ હતા.જે લોકોને વિસા નહોતા મળ્યા એ લોકોએ બીજા જનારા સદભાગીઓને પોતાના સગાઓની તસ્વીરો આપી રાખેલી.૫ મી શીખ રેજીમેન્ટ ના સુબેદાર અશાસિંગ ના પત્ની નિર્મલકૌર પણ પતિ મળશે એવી આશામાં ગયેલા.લાહોર ની કોટ લખપત અને કરાચી ની સેન્ટ્રલ જેલ તથા બીજી જેલો ફેદી વળ્યા પરિણામ કશું ના મળ્યું.ક્યાંથી મળે?સરકારો ગાંડી હશે તે એમજ એમની ભૂલો જાણી જોઇને કરેલી એ સાબિત થવા દે.૩૫ વરસ ના ઉર્દુમાં લખેલા રેકર્ડ બતાવ્યા.કોણ વાંચે?ત્યાં કોઈ કેદી ના મળે એની તકેદારી અગાઉથી રખાઈ ચુકી હોય,પરદેશોમાં  બદનામ ના થઇ જવાય?
        *આમતો બધા પહેલા શાંત થઇ ગયા હતા કે અમારા સગાઓ મરી ચુક્યા છે,પણ લોકસભામાં  ૪૦ નું લીસ્ટ મુકાયું ત્યારે બધાને આશા જાગી.અશોક સુરીના પિતા ડીફેન્સ વિભાગ માં ગયા ને બધા ગુમ થયેલાઓના સગાઓના સરનામાં શોધી કાઢ્યા,બધાને પત્રો લખ્યા ને ભેગા કર્યા.(એમ.ડી.પી આર. એ.)મિસિંગ ડીફેન્સ પર્સન રીલેટીવ એસોશિએશન ની સ્થાપના કરી બધાને એક નેજા નીચે ભેગા કર્યા.પાક થી પાછા ફર્યા પછી બધાના હૃદય ભાગી ગયા.૩૦ વરસની લાંબી લડાઈનું પરિણામ શૂન્ય માં આવ્યું.અશોક સૂરી ના ભાઈ ભરત સૂરી કહે છે તકેદારી પૂર્વક રેકર્ડમાં થી પુરાવા  દુર કરી દીધા હોય ને આ કેદીઓને ગુપ્ત જગ્યાએ સંતાડી પણ દીધા હોઈ શકે.દમયંતી તાંબે ને તો કોઈ સંતાન પણ નથી,એકજ વરસ થયેલું લગ્નને અને પતિ યુદ્ધમાં ગયેલા.મેરેજ ના સમય નો ફોટો હાથમાં રાખીને કહેછે લાંબી રફ અને ટફ જીંદગી  વિતાવી છે મેં.શમી વરાઈચ બે વરસ ના હતા ને એમના પિતા વોર માં ગયેલા.
          *સરબજીત ને જાસૂસીના આરોપમાં પાક માં મોત ની સજા મળેલી.એ કેસમાં હરપાલ નાગરા ની આગેવાની હેઠળ એક શીખ ડેલીગેશન પાક ની જેલમાં ગયેલું.ત્યાં એક વૃદ્ધ માણસ જોઇને સ્વાભાવિક આમાંથી કોઈ સહજ રીતે સલામ અલૈકુમ બોલેલું.ત્યારે પેલા વૃદ્ધ એકદમ પાછા ફરીને જવાબ આપેલો વાહે ગુરુજીકા ખાલસા વાહે ગુરુજીકી ફતેહ.એમના કહ્યા  મુજબ કોઈ બહારના જોડે કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી.અને આવાતો ૪૦૦ ભારતીય કેદીઓ હતા,બધા મીલીટરી કેદીઓ ના હતા.અને ઇસ્લામ સ્વીકારી લેવા બધાને ફોર્સ કરવામાં આવતો હતો.૧૯૮૩ માં ૬ જણા ને જેલોની મુલાકાત ની પરમીશન મળેલી.મુલતાન,સિયાલકોટ સાથે બધી જેલો ફેંદી વળેલા,જે કેદીઓ બતાવેલા તેઓ ની છૂટકારાની બધી વિધિ પૂર્ણ થઇ ચુકેલી હતા.ઘણા બધા કેદીઓ પાછા આવ્યા છે,પણ ૫૪ માંથી કોઈ સદભાગી  બન્યો નથી.
           *રૂપલાલ સહારીયા ૧૯૯૯મા પાછા આવેલા,એમણે ૧૯૮૮મા અશોક સુરીને કોટ લખપત જેલમાં જોએલા.મુખાત્યારસિંગ પાછા આવ્યા ત્યારે જાગીર સિંગ ના કુટુંબીઓને સમાચાર આપેલા કે તેઓ જીવે છે.અને કમલ બક્ષીને એમણે ૧૯૮૩મા મુલતાન જેલમાં જોઇએલ.૨૦૦૦ માં મનીષ જૈન,એમ.કે જૈન ના જમાઈ અમેરિકામાં કર્નલ આશીફ શફી પાકિસ્તાન ના ને મળે છે.ભુટો ના વિવાદાસ્પદ કેસ  આ કર્નલ પોતે ૭ વરસ પાક માં જેલમાં રહી ચુક્યા હતા.એમના કહ્યા અને જોયા  મુજબ ૧૯૭૮મા  શ્રી જૈન અને વિંગ કમાન્ડર ગીલ બંને અટોક જેલમાં એકજ સેલમાં રહેતા હતા.આ મનીષ જૈન અમેરિકન એરફોર્સ ના જનરલ ચક યેગર ને ૨૦૦૫ માં અમેરિકામાં મળેલા.આ અમેરિકન જનરલ કોઈ રશિયન પ્લેન ની તપાસ માં પાક ની જેલોમાં ગયેલા ને ૧૯૬૫ને ૧૯૭૧ ના યુદ્ધાના ૨૦ ભારતીય પાયલોટો ને મળીને તેમના ઈન્ટરવ્યું લીધેલા.આ વાત એમણે એમની આત્મકથામાં પણ નોધેલી છે.આ ૫૪ માંથી ૨૫ તો પાયલોટો જ હતા.૧૯૯૮ માં પાછા આવેલા બલવાન્સીંગ કહે છે ડીફેન્સ પર્સન અને બીજા કેદીઓને જુદા રાખવામાં આવે છે,આ લોકોને જુદી જુદી સાત જેલોમાં ફેરવવામાં આવે છે.
         ૨૦૦૫ માં રાંચીના મેન્ટલ એસાયલમ માંથી ૧૯૬૨ ના યુદ્ધમાં પકડેલા બે ચીની સૈનિકોને શોધીને ૪૨ વરસ,હા ૪૨ વરસ પછી ભરત સરકાર ચીનમાં પાછા મોકલે છે.તો આ લોકોને કેમ પાછા ના લાવી શકીએ?              

         

Ninadevi sister of Mj Guleri

 

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,The Forgotten Heroes.,3

Jasbirkaur & Jaspritkaur
Damyanti Tambey

દર્દનાક ચીસો પાડવા જેઓને છોડી દેવાયા,They lived for India,died defending India.

        *જસબીર કૌર ને હજુ એમના પતિ કંવલજીત સિંગ પાછા ફરશે એવી આશા છે.એમની દીકરી જસપ્રીત હવે યુવાન  થઇ ચુકી છે,એ ફક્ત ફોટા વડે પિતાને ઓળખે છે.પણ એને આશા છે કે એક દિવસ જરૂર પિતા રુબરુ માં મળશે.૨૦૦૭ માં જસબીર બીજા યુદ્ધ કેદીઓના ફેમીલી સાથે પાકિસ્તાન ગયેલી.આ મુદ્દો જાહેર થયા બાદ પાક સરકારે કેટલાક યુદ્ધ કેદીઓના સબંધીઓને જેલો ચેક કરવા ને એમના જેલ સ્થિત સબંધીઓ ને ઓળખવા આમંત્રણ  આપેલું.ત્યાં લાહોર ની જેલમાં એક માણસે જસબીર ને કહેલું કંવલજીત સિંગ જીવે છે.પણ કોઈના હાથ માં કશું ના આવ્યું.કેમ?જસબીર કહે છે સાંજ પડે પક્ષિયો પણ માળામાં પાછા આવે છે.છેલ્લે એમના પતિનો અવાજ તારીખ ૩ ડીસે,૧૯૭૧ ના રોજ ફોન કોલ હુસૈનીવાલ થી આવેલો ત્યારે સાંભળેલો.
        *કમલેશ જૈન,મોહિન્દર કુમાર જૈન ના પત્ની આજે પણ દરેક ભોજન નો પ્રથમ કોળીયો ભરતા હૃદય માં એક ચુભન સાથે  વિચારે છે કે એમના પતિએ આજે ખાધું હશે?પાક ની જેલમાં એમને આજે શું ખાવાનું મળ્યું હશે?શા માટે તેઓ વરસો થી દુ:ખ સહન કરી રહ્યા છે?કેમ કે તેઓ ભારત ના વફાદાર સૈનિક હતા માટે?એમની ત્રણ દીકરીઓ હવે પુખ્ત બની ચુકી છે,અને માતાના, પિતાશોધો ના અભિયાન માં લાગી ગઈ છે.એમની ફાઈલો ભરાઈ ગઈ છે,મીનીસ્ટ્રી ને,આર્મીને,માનવાધિકાર પંચ ને લખેલા પત્રો થી.એમના વહાલા જનોને છોડાવવાની એક લાંબી લડાઈ લડી રહ્યા છે.કોઈ મીનીસ્ટર ની ડોટર ને છોડાવવા ત્રાસવાદી ને છોડી દેવામાં આવે છે,જયારે એના સૈનિક ને છોડાવવા કોઈ પાસે સમય નથી આ છે શબ્દો કમલેશ જૈન ના.એમના પતિ નો છેલ્લે અવાજ એમણે પઠાનકોટ થી આવેલા ફોન દ્વારા સાંભળેલો તારીખ હતી ૯ ડીસે.૧૯૭૧.
           *મનોહર પુરોહિત નો દીકરો ફક્ત ત્રણ મહિના નો હતો.હવે એને પણ દીકરો છે.એમના માતા સુમન પુરોહિત આગ્રા કદી છોડવા તૈયાર નથી,કારણ એમના પતિ છેલ્લે ૯ ડીસે, ૧૯૭૧ ના રોજ એમની સાથે રહીને યુદ્ધમાં ગયેલા.એમને આશા છે કે જ્યાં થી છોડીને ગયા છે ત્યાજ પાછા મળશે.આગ્રા સમીટ વખતે મુશર્રફે આ કુટુંબો ને વચન આપેલું કે પોતે આ ઇસ્યુ  ના તળ સુધી પહોચશે.વિપુલ પુરોહિત મુશર્રફ અને બાજપેઈ ને વિનંતી કરતા હતા કે આ યુદ્ધ કેદીઓ ને સ્મગલર કહો,ગેરકાયદેસર પ્રવેશ કરનારા કહો,માછીમાર ગણાવો જે કહેવું હાય તે કહો પણ ફક્ત અમને ખાલી પાછા આપો.સુમન કહે છે તેઓ હરપળ મારી સાથે છે,સારા છે,જીવે છે અને પાછા આવશે.
            *અશોક સૂરી ના મોટા ભાઈ  બી.કે.સૂરી એ ભાઈ માટે નવા મકાન માં એક અલાયદો માળ જુદો રાખ્યો છે,ક્યારેક તો ભાઈ પાછો જરૂર આવશે.હજુ સવારે ભાઈ ના ફોટા ને પહેલું તિલક લગાવવામાં આવે છે.સરકાર ભલે કશું ના કરે ભગવાન જરૂર કરશે.એમના પિતા જીવ્યા ત્યાંસુધી આખો દિવસ એકજ કામ કરતા હતા કઈ રીતે દીકરા ને  છોડાવી શકાય.બીજા યુદ્ધ કેદીઓના સગાઓને   ભેગા કરવા,એમના સરનામાં શોધવા,લખાપટ્ટી કરવી.બી.કે સૂરી કહે છે મારા પિતા મર્યા ત્યારે દિલ માં એક અજંપો લઈને મર્યા કે મારો દીકરો મદદ ની ભીખ માંગી રહ્યો છે ને હું કશું કરી ના શક્યો.આ હાય જેને લાગવાની હશે તેને લાગશે પણ અત્યારે તો?
           *કમલેશ જામવાલ,કેપ્ટન દલગીર સિંગ ના પત્ની એમના પતિ સપનામાં આવી ને કહી ગયા છે કોઈનું માનીશ નહિ,હું જીવું છું મરી નથી ગયો.પતિ મરી ગયો છે એવું ભલે સરકાર કહે.પણ એમજ પત્ની કઈ રીતે માની લે?જેવું વિચારીએ તેવાજ સપના આવેને?
        *પૂનમ ગોસ્વામી,ફ્લાઈટ લેફ્ટેનેન્ટ સુધીરકુમાર ગોસ્વામીના પત્ની ૫ ડીસે,૧૯૭૧ ના રોજ એમના પતિ યુદ્ધમાં ગયા ત્યારે ફક્ત એક મહિનાની દુલ્હન હતા.કદી ના ડગે તેવા વિશ્વાસ અને અખોમાં આંસુ સાથે કહે છે,એમના પતિ જતા  જતા કહેતા ગયા હતા કે યાદ રાખ કોઈ સમાચાર સારા સમાચાર સૈનિકો માટે હોતા નથી.છતાં પાછા ફરશે તેવા સારા સમાચાર ની હમેશા રાહ જુવે છે.
          *વિનોદ કુમાર સાહની બી.એસ.એફ ના ઇન્ટેલીજેન્સ વિભાગ માં કામ કરતા હતા.૧૯૭૭ માં પાક રેન્જર હાથે ઝડપાઈ  ગયા.૧૦ વર્ષ પાક ની જેલો માં રહ્યા.ભારતના યુદ્ધ કેદીઓ ને એમના કહ્યા  મુજબ જયારે કોઈ માનવા અધિકાર પંચ ના સભ્યો કે બીજા કોઈ દેશોના ડેલીગેશન આવે ત્યારે આ અભાગીયાઓ ને નીચે ભોયરામાં છુપાવી દેવામાં આવતા.અથવા કોઈ બીજી ગુપ્ત જગ્યાએ લઇ જવામાં આવતા.પાકિસ્તાન ની જેલોના નકશા વિષે થોડી કોઈને માહિતી હોય?જેટલું બતાવે એટલું જ જોવાનુંને.ભારતમાંથી આ લોકોના સબન્ધીઓને ભલે બોલાવ્યા જોવા પણ બધું કઈ  રીતે તમે ચેક કરી શકો? અને એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર  કરતા વાર કેટલી? 
          *૧૯૭૭ માં ભુટ્ટો ને જેલમાં ધકેલી દેવાયા.૪ અપ્રિલ ૧૯૭૯ માં ભુટ્ટો ને ફાંસી લટકાવી દેવાયા.એ પહેલા ભુટ્ટો જુદી જુદી જેલ માં રહી ચુક્યા હતા.લાહોર ની કોટ લખપત જેલમાં ત્રણ મહિના  ભુટ્ટો રહેલા.રોજ રાત્રે એમની કોટડી ની દસ ફૂટ ઉંચી દીવાલ ની બીજી બાજુ થી ભયાનક ચીસો,બુમો ના અવાજો થી ભુટ્ટો સુઈ શકતા ના હતા.એ ત્રાસદાયક ચીસો અને રડવાના ત્રાસદાયક પીડા વ્યક્ત કરતા અવાજો થી ભુટ્ટો પરેશાન થઇ ગયા હતા.એમના  વકીલે આ બાબત ભુટ્ટો દ્વારા  જાણતા ગુપ્ત રીતે જેલના સ્ટાફ ને પૂછીને માહિતી મેળવી.એ બાજુ ની દીવાલ  ને પેલે પાર થી  આવતા અવાજો એ ભારતના ભુલાએલા,તરછોડાએલા,પાક અત્યાચારીઓ ના ત્રાસ વેઠવા છોડી દેવાયેલા અને પાક ના સૈનિકો ના શારીરિક  અત્યાચારો સહન કરી રહેલા એ અભાગિયા અફસરો ના હતા.આપણે ઘર માં પત્ની પર નો ગુસ્સો છોકરાઓ ઉપર કાઢીએ છીએ.એ માનસિકતાએ ભારત ના સૈન્ય  ના હાથે હારેલા,અવહેલના પામેલા,આબરૂ ગુમાવેલા,શરણે થયાનું આપમાન વેઠેલા એ પાક સૈન્ય ના સૈનિકોએ,મીલીટરી જેલના જેલરોએ આ અભાગિયા ઓ ઉપર કેટલા જુલમ વર્તાવ્યા હશે એનો કોઈ અંદાઝ આવે છે ખરો?આ એક ઓથેન્ટિક પ્રમાણ હતું કે આપણાં આ બહાદુરો,ભૂલાયેલા હીરોસ જીવતા હતાને પાક જેલોમાં અસીમ યાતનાઓ વેઠતા હતા,પારાવાર વેદનાઓ ભારતના સૈનિકો  હોવાના નાતે વેઠતા હતા.વિક્ટોરિયા સ્કોફીલ્ડે ૧૯૮૦ માં પુસ્તક લખેલું,ભુટ્ટો ટ્રાયલ એન્ડ એક્સીક્યુસન.એમાં આ વાત નોધેલી છે.
                *૨૫ હજાર કરતા પણ વધારે એમાંથી  કોઈ પણ ધાર્મિક સંગઠને આ પ્રીજનર ઓફ વોર ના કુટુંબીઓના એસોશિયેશન ને મદદ કરી છે ખરી? કેમ?કેમકે દેશ આખો અહિંસા ને વરેલો છે.માટે આપણાં મહાત્માએ શહીદ ભગતસિંહ ના છુટકારા  માટે એમનું નામ અંગ્રેજોને  આપવાનું મુનાસીબ નહોતું સમજ્યું.ભગતસિંહ નો માર્ગ હિંસા નો હતો.એ મહાત્માના દેશ માં આ અભાગી સૈનિકો માટે વળી કોઈ ધાર્મિક નેતા બોલે ખરો?એક મંદિર  ના બનાવી કાઢીએ.પુણ્ય નું કામ થાય.ભગતસિંહ ના ભાઈ કુલતારસિંગ આ સંગઠન સાથે જોડાએલા.આ અભાગીયાઓ ને મિલિટરીમાં જવાનું કોણે કહેલું?ભોગવો હવે.  
Major Ghosh on Time magazine

Letter of Ashok suri

        

 Ashok suri wrote in his letter “I am quite ok in pak,there are 20 officers here,contact the indian army”. His father got this letter in Faridabad.His father got three letters.

અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા.,The Forgotten Heroes.,2

Mrs.Damyanti Tambey
Suman & Manohar Purohit.

    અસીમ યાતનાઓ વેઠવા જેઓને છોડી દેવાયા., They lived for India,died defending India.The forgotten Heroes of 1971 war.          *સુમન પુરોહિત લગ્નના ફક્ત અઢાર જ મહિના વીત્યા છે,અને વહાલસોયો પુત્ર ફક્ત ત્રણ જ મહિનાનો થયો છે,એમના પતિ ભારતીય વાયુ સેનાના ફ્લાઈટ લેફ્ટેનેન્ટ મનોહર પુરોહિત ૯, ડીસેમ્બર ૧૯૭૧ ના રોજ રાજસ્થાન સેક્ટર થી પાકિસ્તાન તરફ ઉડાન ભરે છે.ફરી પાછા ક્યારેય આવતા નથી. જેઓને પાકિસ્તાન ની જેલોમાં અસીમ યાતનાઓ ઝેલવા છોડી દેવાયા ભારત સરકાર દ્વારા,એ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરોસ માના મનોહર પુરોહિત ના પત્ની સુમન પુરોહિત ત્યારે ફક્ત ૨૩ વર્ષ ના યુવાન હતા,અત્યારે ૬૨ વર્ષના થઇ ચુક્યા છે.આ તમામ ૫૪ જણાં ને મિસિંગ ઇન એક્શન તરીકે નોધી દીધા છે.ના તો ભારત સરકાર ના તો પાકિસ્તાન સરકાર કોઈએ યુદ્ધ કેદી તરીકે નોધ્યાજ નથી.

           *ઘણા માનતા હશે આ લોકો મૃત્યુ પામ્યા હશે,પણ ના એમના કુટુંબી જનોને જીવતા હોવાના પુરાવા મળ્યા છે.રાજેશ કૌરાં ના ભાઈ રવિન્દર કૌરાં પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા પકડાયા ત્યારે એમનો વાયરલેસ ઓપરેટર છટકીને ભાગી આવ્યો હતો.અને એમના કુટુંબી જનો ને સમાચાર આપેલા કે તેઓ જીવતા છે.ઘણા બધા મીલીટરી અને નોન મીલીટરી કેદીઓ એ જણાવેલ કે કેપ્ટન કૌરાં એમને પાક જેલોમાં મળેલા છે.બીજા કેદીઓ,રેડિયો,ન્યુઝ પેપર ના રીપોર્ટસ,જેલો બદલતા કેદીઓના પ્રસંગોપાત અકસ્માતે  લેવાએલા ફોટોગ્રાફસ અને ખુદ કેદીઓ એ લખેલા પત્રો આ બધા પુરાવા હોવા છતાં ભારત સરકારે કરેલી ભયાનક ભૂલ છતી ના થઇ જાય માટે,કોઈ સરકારે ગંભીર રૂપે પ્રયત્નો ના કર્યા.
          *અપ્રિલ ૧૯૭૯ માં પાક ની જેલો માં થી પાછા ફરેલા બીજા કેદીઓ ના એક ગ્રુપે ભારતીય ઇન્ટેલીજેન્સ સર્વિસ આગળ ૪૦ આવા યુદ્ધ કેદીઓ નું લીસ્ટ રજુ કરેલ.યોગ થેરાપીસ્ટ ડો.રામસ્વરૂપ સૂરી એ આ ૪૦ જણાં ના સગાઓને યેનકેન પ્રકારે સરનામાં શોધી પત્રો લખી ભેગા કર્યા.મિસિંગ ડીફેન્સ પર્સોનલ રીલેટીવ એસોશિયેશન સ્થાપી આ લોકોને શોધવા માટે,પાછા લાવવા માટે એક કેમ્પેન શરુ કર્યું.મી.ગીલ એમાં જોડાયા.એમના ભાઈ વિંગ કમાન્ડર  હરશરણસિંગ ગીલ ના સાથીદાર ના કહેવા મુજબ એમનું પ્લેન ગ્રાઉન્ડ ને ટચ થતા એ બહાર નીકળી ગયેલા.પાછા ફરેલા ઘણા કેદીઓ ને આ વિંગ કમાન્ડર મળેલા છે.
              *જવાહરલાલ નહેરુ યુની ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર મીસીસ દમયંતી તાંબે,એમના પતિ ફ્લાઈટ લેફ્ટેનેન્ટ વી વી તાંબે ને છોડાવવા ભારત તેમજ દરેક પાક સરકારો ને લખી ચુક્યા છે.એમણે મોકલેલ બધા પુરાવાઓ એક જગ્યા એથી બીજી જગ્યાએ અથડાઈને બીજા વધારે પુરાવા રજુ કરો ની ટીપ્પણી સાથે પાછા ફરેલા છે.શ્રીમતી તાંબે ને ફક્ત એકજ વરસ થયેલું એમના લગ્ન ને જયારે એમના પતિનું પ્લેન પાક માં તોડી પાડવામાં આવેલું.
           * હમેશા માનવ અધિકાર ના બહાને દોડી ને દેશદ્રોહીઓની સેવા કરવા જતા  કોઈ એન.જી.ઓ ને આ બહાદુર વીર અફસરો ના સગાઓના સંગઠન ને મદદ કરતા જોયું છે ખરું?આ કોઈ સામાન્ય સૈનિકો ના હતા.ઉચ્ચ  હોદ્દો ધરાવતા ભારતીય સેનાના અફસરો હતા.અને સામાન્ય સૈનિક હોય તો પણ શું થયું?એના થી સરકાર ની જવાબદારી ઓછી ના થઇ જવી જોઈએ.માતોશ્રી નામના સુરક્ષિત પાંજરામાં રહીને હમેશા ત્રાડો પાડતાં વાઘ ને કદી આ બાબતે ત્રાડ પાડીને સરકારો ને જગાવવાનો પ્રયત્ન  કરતા કદી જોયો છે ખરો?     
        

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,The Forgotten Heroes.,1

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,They lived for India,died defending India.The forgotten heroes of 1971 War. 
 
              *ડીસેમ્બર ૧૬,૧૯૭૧ લેફ્ટેનેન્ટ જનરલ આમીર અબ્દુલા નિયાઝી તેમના ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો સાથે ભારતના લેફ્ટેનેન્ટ જનરલ જગજીત સિંગ અરોરા સામે ઢાકા મુકામે  શરણે થયા.ઢાકા થી તમામ ને ભારત લવાવવામાં આવ્યા.આર્મી કેમ્પ માં રાખેલા આ યુદ્ધ કેદીઓને કરોડોના ખર્ચે સારામાં સારી ખાતર બરદાસ્ત કરવામાં આવી.
        *જુલાઈ ૨ , ૧૯૭૨ ના રોજ ઈન્દિરાજી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એ શિમલા કરાર માં મત્તું માર્યું.એક બીજા દેશોના યુદ્ધ કેદીઓ ને પરત કરવાના આ કરાર નું પાકિસ્તાન ધરાર અવગણના કરવાનું હતું.યુદ્ધ જીત્યાં ના કેફ માં ભારતના ઈતિહાસ માં એમના નામે  સુવર્ણ અક્ષરે લખાયેલા પાનાઓમાં,એક કાળું પાનું પણ લખાઈ જશે એનો આ લોખંડી મર્દ વડાપ્રધાન ઇન્દિરાજીને અંદાઝ ના આવ્યો.આપણે તો બધા યુદ્ધ કેદીઓ(૯૩૦૦૦) ને પ્રમાણિકતા થી પાછા  સોપી દીધા.પણ ભારતના ૨૨૩૮ સૈનિકો તથા ઉચ્ચ  અફસરો એમના મૃત્યુ ના કોઈ પુરાવા  વગર મિસિંગ હતા,ગુમ હતા.૬૧૭ સદભાગીઓ  ને પાકિસ્તાને પાછા મોકલ્યા.બાકીના ૧૬૨૧ બહાદુરો  કોઈ પણ પ્રમાણિક પુરાવા વગર ભારત સરકારે મૃત્યુ પામેલા સમજી એમની ફાઈલો બંધ કરી દીધી.ના કોઈ તપાસ ના કોઈ પાકિસ્તાન પાસે માંગણી કરવાની દરકાર.પોતાના અસલી હીરો ને ભૂલી જવાની કલંક કથા લખવાનું ભારત સરકારે શરુ કર્યું.એમની માની લીધેલી વિધવાઓને પેન્શન આપવાનું શરુ કરી દીધું.એમના વૃદ્ધ માબાપ ને ફેમીલી પેન્શન આપવાનું શરુ કરી દીધું.ભારત સરકાર ભૂલી ગઈ એના બહાદુર સૈનિકોને અને અફસરોને અને આ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરો ને પાક ની જેલોમાં અસીમ યાતનાઓ ભોગવવા માટે છોડી  દીધા.
         *પાંચમી આસામ રેજીમેન્ટ ના યંગ મેજર અશોક સૂરી કરાચી જેલ માં થી યેનકેન પ્રકારે ત્રણ પત્રો ભારત મોકલવા સફળ થયા.એક પત્ર તારીખ-૭ ડીસે,૧૯૭૪,બીજો ૨૬ ડીસે,૧૯૭૪ અને ત્રીજો ૧૬ જુન,૧૯૭૫ એમ ત્રણ પત્રો એમના પિતા શ્રી ડો.રામસ્વરૂપ સૂરી ને ફરીદાબાદ માં મળ્યા.એમના લખ્યા પ્રમાણે બીજા ૨૦ ભારતીય  અફસરો સાથે તેઓ કરાચી ની જેલ માં હતા.ડો.સૂરી સીમલા કરાર નો ભંગ કરી રાખેલા આ તમામ ને છોડાવવાની વિનંતી સાથે ઈન્દિરાજી ને મળ્યા.પરિણામ માં કશું નહિ.૧૯૭૪ થી ૧૯૯૭ સુધીમાં વૃદ્ધ સૂરી સાહેબ શ્રી નરસિંહરાવ,શ્રી દેવગોવડા,શ્રી આઈ.કે.ગુજરાલ,ગર્જનાઓ કરતા શ્રી અટલ બિહારી બાજપેઈ તમામ અહિંસા ને વરેલા નપુંસક વડાપ્રધાનોના પગથીયા ઘસીને ભુલાએલા  હીરોસ ને છોડાવવાની લડાઈ લડતા લડતા દેવલોક પામ્યા.
            *એવી જ રીતે,૯૫ વર્ષ ના વૃદ્ધ કાંગડા ના લાલારામ શર્મા,રીટાયર કર્નલ ધનદાસ,શ્રીમતી સુશીલ ત્યાગી,ફરીદાબાદ ના શ્રીમાન શ્રીમતી ઘોષ,નવી દિલ્હીના એલ ડી કૌરા અને સભરવાલ આ તમા એમના વહાલા દીકરાઓ ની રાહ જોતા હતા.અને એવી જ રીતે પૂનમ ગોસ્વામી,દમયંતી તાંબે,કમલેશ જૈન,નિર્મળ કૌર,કન્તાદેવી રાનોદેવી,સુમન પુરોહિત છેલ્લા ૩૯વરસ થી એમના પતિદેવો ની રાહ જોઈ રહી છે.
           *૨૦૦૪ માં મિસ્ટર એમ.કે.પૌલ માનવ અધિકાર પંચ ના આન્તર રાષ્ટ્રીય સંમેલન ફ્રાંસ ગયેલા ત્યારે ૩૫૦ ડેલીગેટો વચ્ચે આ પ્રશ્ન ઉઠાવેલો.ત્યારે તમામે કબુલ્યું કે પાકિસ્તાન દ્વારા આ માનવ અધિકારો સામેનો મોટામાં મોટો ગુનો છે.અને આજ પ્રશ્ન રેડ ક્રોસ  જીનીવામાં પણ એમણે રજુ કરેલો ત્યારે પૂછવામાં આવેલું કે તમે ભારતના પ્રતિનિધિ તરીકે બોલો છો?ત્યારે જવાબ માં એમણે કહેલું કે ના પણ હું ભારતના ૧૦૦ કરોડ લોકો અને અને આ ખોવાએલા સૈનિકોના  સગાઓ દ્વારા રચવામાં આવેલા એસોસીએશન ના પ્રતિનિધિ તરીકે બોલું છું.ત્યારે સામેથી અણીયાળો સવાલ પૂછવામાં આવેલો કે આ ગંભીર ઇસ્યુ બાબતે તમારા દેશે આન્તર રાષ્ટ્રીય સ્તરે કેટલો પ્રયત્ન કરેલો છે?મિસ્ટર પૌલ પાસે કોઈ જવાબ ના હતો.ભારતના કોઈ વડાપ્રધાને કે મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ કે ભારતીય માનવ અધિકાર પંચ કોઈએ ગંભીર રીતે પ્રયત્ન કર્યો નથી ૧૯૯૬ થી ૨૦૦૦ સુધી જુદા જુદા સભ્યોએ ૧૨ વખત સંસદ માં આ સવાલ ઉઠાવ્યો છે.પરિણામ શૂન્ય….    

સત્ય નો ઘાંટો શું કામ??થપ્પડ કેમ નહિ?

સત્ય નો ઘાંટો શું કામ?? થપ્પડ કેમ નહિ?
     *સત્યને પણ ઘાંટો પાડી  બોલવું પડે છે. ઘાંટા કોઈ સંભાળે છે ખરું? હવે સત્યની થપ્પડની જરૂર છે. ઘાંટાનો જમાનો ગયો. ઘાંટાથી લોકો ટેવાય ગયા છે. બ્રેઈનના કેટલાક નિયમો છે. કોઈ જગ્યાએ તમે જાવ ત્યારે કોઈ નવી સુગંધ કે દુર્ગંધ પહેલી વાર આવે છે, પછી ત્યાં તમે વધારે વાર ઉભા રહો એટલે બ્રેઈન એની નોધ લેવાનું બંધ કરી દે છે. પરફ્યુમ  કે ગટરની સ્મેલ તો હવામાં ફેલાવાનું ચાલુ જ છે પણ બ્રેઈન નોંધ લેતું નથી. એટલે તો ઝુપડ પટ્ટી ને ગટર ગંગાને કિનારે લોકો આરામથી રહી શકે છે. અવાજનું પણ એવુજ છે. હું હમેશા લખું છું કે પ્રજા કાયર બની ચુકી છે. ત્યાં ઘાંટા હવે સાંભળવાના નથી. એમના બ્રેઈન હવે નોંધ લેતાજ નથી. હવે દરેક વખતે થપ્પડની જરૂર છે. પછી આ કાયરો થપ્પડથી પણ ટેવાઈ જશે. મેં હમણાજ લખ્યું હતું કે જ્યાં પ્રજા કાયર હોય ત્યાં ગુંડાઓ પૂજાય છે, હીરો બની જાય છે. એટલે જયારે રાજ ઠાકરે કે બાળ ઠાકરે જેવા એમના અંગત રાજકીય સ્વાર્થ માટે આનો ઉપયોગ કરે છે ત્યારે આપણને એ લોકો સારા લાગે છે. એ પણ સ્વાભાવિક છે.
           *પરદેશમાં આપણું કોઈ બળ નથી.મતલબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણું કોઈ વજન પડતું નથી, ઉપજતું નથી. કેમ?બધા દેશોને ખબર છે ભારત કશું કરી શકવાનું નથી કે બોલી શકવાનું નથી. ઓસ્ટ્રેલીયામાં ભારતને બદલે કોઈ અમેરિકન વિદ્યાર્થીનું ખૂન થયું હોત તો? ઓબામાં લાલ આંખ  કરી તરત જ ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાનને ખખડાવી નાખત એવી શક્યતા છે. જેવા સાથે તેવા થવું પડે. હું એવું નથી કહેતો કે આપણે પણ મર્ડર કરવા જોઈએ, પણ આપણાં હાથમાં હોય તે તો કરી શકાય. પ્રેમ અને યુદ્ધમાં બધું સારું જ ગણાય. આપણે ઓસ્ટ્રેલીયાનો ક્રિકેટમાં બહીષ્કાર કરી શકીએ. કરવો જ જોઈએ. પાકિસ્તાનનો પણ ક્રિકેટમાં બહિષ્કાર કરવો જોઈએ. આઈ પી એલ જ શું કામ બધેજ વિરોધ કરવો જોઈએ.  આઈ.સી.સી. ભારતના બી.સી.સી.આઈ પર જ ચાલે છે. સૌથી વધારે રીચ બી.સી.સી.આઈ. છે. ખાલી ભારત ક્રિકેટ રમવાનું બંધ કરે તો આ લોકો કમાઈ રહ્યા. બીજા દેશોમાં તો ઠીક , અરે ખુદ ક્રિકેટના જન્મ દાતા ઇંગ્લેન્ડમાં ક્રિકેટ નું ખાસ મહત્વ  નથી. ત્યાં પણ ફૂટબોલ વધારે જોવાય છે. પણ પછી  આપણી કાયરતાનું શું થાય?
                *કાશ્મીરી પંડિતોનું તો આ દુનિયામાં કોઈ છે જ નહિ. આ પંડિતોના વારસદારો ભારત પર સૌથી વધારે સમય રાજ કરી ગયા(નહેરુ ફેમીલી). અરે ગર્જનાઓ કરતા હિંદુ ધર્મના રખેવાળો(ભાજપા) પણ રાજ કરી ગયા. છતાં કઈ થયું? અરે ૧૯૭૧ના યુદ્ધમાં બહાદુરીથી ભારત માટે લડેલા 54 મીલીટરી અફસરો પાકિસ્તાન  જેલમાં સબડી, યાતનાઓ ભોગવી મરી ગયા, કે જીવે છે, કોઈ ને ખબર નથી. એના પુરાવા પણ એમના સગાવહાલાઓએ આપેલા. ભારતના પકડાએલા માછીમારોએ નજરે જોએલાના પુરાવા  હતા પણ કોઈ સરકારોએ આ અફસરોને છોડાવવાના પગલા ના લીધા. આ સ્ટોરી સંદેશમાં છપાઈ ચુકી છે. એમાં ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના ચાંદરણી ગામના કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર પણ હતા. એ જીવતા હશે કે દેવલોક પામ્યા હશે, એ પણ એમના કુટુંબીજનોને ખબર નથી. એમના મોટાભાઈ  શ્રી દિલીપસિંહજીની નાનાભાઈની રાહ જોતી  આંખોમાં રહેલી અસીમ વેદના આપણી  આંખોમાં પાણી ના લાવી દે તો  આપણાં જેવો કોઈ નિષ્ઠુર બીજો હોઈ શકે? એના પરથી બચ્ચન સાહેબનું દીવાર નામનું મુવી બનાવી , બચ્ચન સાહેબને અક્ષય ખન્ના બધા અફસરોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવી લાવ્યા એવું બતાવી દંભી, જુઠો આનંદ મનાવી લીધો, ને રૂપિયા  પણ સાથે સાથે કમાઈ લઈને પેલા રાહ જોતા કુટુંબીજનો ની ભાવનાઓ સાથે રમત રમી લીધી. કાયરો બીજું શું કરી શકે? અમે જીતી ગયા એવી નાના બાળકોની રમત રમી લીધી. એક પણ અફસરને ભારત સરકાર છોડાવી શકી નથી. સાચી હકીકત રૂપ ૧૯૭૧ નામનું મુવી ફેલ ગયું ને ખોટો બધાને છોડાવ્યાનો અંત દર્શાવતું મુવી સફળ થયું. સમજાય છે કોઈને લોકોની કાયર માનસિકતા?  જુઠા સપનાઓમાં કાયરો વિજય મેળવી લે છે.
           *મેં ખાલી ભયાનક લુટારા પીંડારાઓને હીરો બનાવતા ‘વીર’ મુવી વિષે સાચી હકીકત  જણાવતો લેખ લખી દિવ્યભાસ્કરમાં અભિપ્રાય તરીકે આપ્યો છે તો એ લોકોએ છાપ્યો નથી. પીંઢારાઓના બધા નેતાઓ મુસલમાન પઠાણો હતા ને છુપાવેલા ધનની માહિતી કઢાવવા નાના બાળકોના તલવારથી બે ભાગ કરી નાખતા, આવા લુંટારાઓને સ્વતંત્રતાના લડવૈયા બતાવ્યા છે, તો સાચી વાત છાપવા દૈનિકો તૈયાર નથી, કેમ?સલમાનખાન નારાજ થઇ જાય તો?
           *એટલે જયારે કોઈ રાજ ઠાકરે ભલે એના સ્વાર્થ માટે કોઈને થપ્પડ મારે તો આપણને સારું લાગે છે, કેમ? આપણાંમાં એટલી હિંમત પણ નથી, થપ્પડ તો ઠીક પણ સાચું કહેવાની હિંમત પણ નથી. એટલે આપણી અંદર રહેલો ડર બે જાતની દિશાઓમાં વહેચાઈ જાય છે. એક તો રાજ ઠાકરે જેવા કરે એને વ્યાજબી માનવા લાગે છે, અને બીજા માનવ અધિકારની વાતો કરી સામો પક્ષ નારાજ ના થઇ જાય તેની ચિંતા કરે છે. પણ આખરે તો બંને એકજ નાવમાં સવાર છે.
            *માતૃભાષા ગુજરાતી બચાવવાનું અંદોલન સાડા પાંચ કરોડના ગુજરાતમાં કરવું પડે, એના જેવી બીજી કઈ કરુણતા હોઈ શકે? થોડા ઘણા હાઈ ફાઈ લોકોના સતત અંગ્રેજી  બોલવાથી ગુજરાતી ભાષા મરી જવાની નથી જ. એવા લોકો કેટલા? અને થોડાક જ બધા નહિ, એન.આર.આઈ.ગુજરાતી નહિ બોલે તો પણ ગુજરાતી નથી મરી જવાની. ગુજરાતી તો ગુજરાતના હજારો ગામડાઓ  થકી બચવાની જ છે. એટલું કરો કે આ લોકો શુદ્ધ બોલે ને લખે, તો પછી છોને કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો અંગ્રેજી ફાડતાં? અંદર ખુમારી ના હોય એવા લોકોજ આવા દંભ ને દેખાડો કરતા હોય છે. આપણી ભાષા બોલવામાં શરમ શેની? ભાઈ અમારા ન્યુ જર્સીના ડો.પંકજ પટેલ તો અમારી સાથે ગુજરાતી બોલવામાં જરાય નાનમ સમજતા નથી. કે નથી ગુજરાતી બોલવામાં નાનમ સમજતા ઓર્થોપેડિક  ડો.મોહનીશ રામાની. આમારા ફીઝીયો થેરાપીસ્ટ ડો.પૂર્વી પીઠવાના મોઢે તો વૃદ્ધ માજીને બા ચાલો, બા  હવે આ કસરત કરો, બા આવજો, બા જયશ્રી કૃષ્ણ એવું જ સાંભળવા મળે. આવું તો કદાચ ગુજરાતમાં પણ કોઈ નહિ બોલતું હોય. આપણી માનસિકતા બદલીશું તો રાજ ઠાકરેની જરૂર નહિ પડે.

શેતાનો ભારતમાં હીરો,,

          *ભારતમાં અસલમાં જે હીરો છે , એનો કોઈ ભાવ પૂછતું  નથી. અને જે શેતાનો છે એમને હીરો તરીકે બહુ માન મળે છે. એક સૈનિક દેશ માટે જીવ આપી દે છે પણ એને હીરો કોઈ માનતું જ નથી. ખાલી અમેરિકામાં સૈનિકોને હીરો તરીકે મીડિયાને પત્રકારો તથા અગ્રગણ્ય વ્યક્તિઓ વારંવાર મનાવતા હોય છે. ભારતમાં જે ખરેખર ગુનેગારો છે તેમને હીરો કહેવાનો ચાલ પડી ગયો છે. મીડિયા અને સારા ગણાતા લેખકો પણ આમાંથી બાકાત રહેતા નથી. આ બદમાશોની પ્રશસ્તિમાં બુક્સ  લખાય છે. કવિતાઓ કરાય છે, વાર્તાઓ અને નોવેલો લખાય છે અને પછી ફિલ્મો બને છે.
      *મેં પણ નાનપણમાં આવી ઘણી બધી બુક્સ વાચી છે. વાચ્યા પછી મને કદી આ ગુનેગારો પ્રત્યે નફરત થઇ નથી. કારણ વાર્તાકારની આવડત છે. એ લખેજ એવું કે એને થયેલા અન્યાયને લીધે એ ડાકુ બન્યો એમાં એનો શું વાંક? નાનામોટા અન્યાય દરેકને થતા હોય છે. અને બધા બદલો લઇ  શકતા નથી. માટે આવા લોકો બદલો લે છે ત્યારે લોકોને એમનામાં પોતાનું  પ્રતિબિંબ દેખાય છે. જે પોતે નથી કરી શક્યા, આ લોકોએ પૂરું કર્યું ને આમ એ ગુનેગારો લોકોની સહાનુભુતિ જીતી જાય છે. પ્રતિષ્ઠિત ગણાતા લેખકો પણ આવું બધું લખતા હોય છે. બીજું આ લેખકો એટલા બધા પૂજ્ય હોય છે કે લોકો અંધ થઇ ને એમની વાતો સ્વીકારી લે છે. કૃષ્ણ કહીને ગયા છે કે શંકા કરવી નહિ, પછી શું થાય?
        *મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગેંગસ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, ત્યારે  અખબારો દાઉદની બહાદુરીની વાતો છાપતા હતા. દાઉદને હીરો જ માનવા લાગેલા. જયારે બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણ થીજ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે  માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઉભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો હદ જ વટાવી દીધી.
          *મને અન્યાય થાય તો મારાથી કઈ બંદુક  લઈને નીકળી  ના પડાય નિર્દોષ લોકોને મારવા માટે. સોરઠી બહારવટિયા પણ ગુનેગારો જ હતા. કોઈ દુધે ધોયેલો ના હતો. એમને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડ્યા બંદુકો ખેચી ને મરો કોનો? ગરીબ ખેડૂતોનો. અને પૈસાદાર વાણીયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો  કવિતા કરે. આ બહારવટિયા પાછા ઢોંગી કેટલા એક હાથમાં માળા ફેરવેને બીજા હાથે બંદુક ચલાવે.  લોકો તો ગાંડા ગાંડા થઇ જાય. આતો ભગત કહેવાય. પુણ્ય શાળી  જીવ. મને પોતાને પણ નાનપણમાં આ સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. આજ તો લેખકોની કળા છે ને? ભૂપત બહારવટિયાએ નવ,  પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચા પડો  એટલે નિર્દોષ લોકોને મારોં એમાં કઈ બહાદુરી? મોટા ગજાના લેખકો પણ આવી ગુનેગારોની પ્રશસ્તિમાં રાચતાં હતા. ચિત્રલેખામાં જગ્ગા ડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એની બુક્સ બહાર પડેલી. ભાગલા પહેલા એ પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુ ગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નોવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે.
                *પીંઢારા અને ઠગ લોકોનો નાશ અંગ્રેજોએ કર્યો. આ ઠગ લોકો કોઈ વેપારી વેપાર કરવા જતો હોય કે એના કુટુંબ સાથે બીજે ગામ જતો હોય ત્યારે પેલા શેઠ જેવા બની એમની સાથે થઇ જતા, વૈભવ પણ એવો બતાવે કે પેલા ને ખબર ના પડે. ચોક્કસ સમયે બધા ઠગ રેશમી રૂમાલ લઇ પેલા લોકોને ખબર ના પડે તેમ ઉભા હોય ને સરદાર નો ઈશારો થતા દરેક ને ગળે રૂમાલ વીંટી મારી નાખતા. ક્રુરતા એવી કે નાનું બાળક પણ જીવતું ના રાખે. કોઈ પુરાવો ના જોઈએ. પણ વાર્તાકારની ખૂબી એવી કે આટલા ક્રૂર માણસો માટે પણ તમને ઘૃણા ના  થાય. વાચવી હોય તો “અમીર અલી ઠગ ના પીળા રૂમાલ ની ગાંઠ” વાચી લેજો.
           સોરઠી બહારવટિયાઓએ ખુબજ કાળા કામો કરેલા છે.સોરઠના રાજાઓ એટલા બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. આપણે ત્યાં સાધુઓ  જે શેતાન જેવા કામો કરે છે તે, અને શેતાનો બધાને હીરો બનાવી દેવાનો ખોટો રીવાજ પડેલો છે. રમત ગમતમાં ખાલી ક્રિકેટરો,  બીજો કોઈ યાદ ના આવે.અને ફિલ્મી લોકોતો આંખોના તારાઓ છે. આ લોકો પાછા હોશિયાર હોય છે, સારા સારા લેખકો અંકે કરી લેવાના. વાર્તા પૂરી. એમાં અસલ હીરો જે સૈનિકો છે, વૈજ્ઞાનિકો છે એ તો ભુલાઈજ  જાય છે. કોઈ ભાવ પણ પૂછતું નથી.
        *આ લોકશાહી થોડી વહેલી આવી હોત તો ચોક્કસ જોગીદાસ ખુમાણ ગુજરાતના મુખ્ય મંત્રી હોત,અને કાદુ મકરાણી અને  હયાતખાન પોલીસ ખાતાના વડા હોત. ભૂપત ગૃહખાતું સંભાળતો હોત. ખોટો ભૂપત પાકિસ્તાન ભાગી ગયો. અહી સારો ચાન્સ હતો. આમેય શાયરોએ એમને પ્રસિદ્ધી તો અપાવી જ દીધી હતી.ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. પાછું નામ  આગળ વીર લગાવી દેવાનું. હથિયાર વગરના ગરીબ ખેડૂતો ને મારનારા વીર પુરુષો. એકાદ બે સારા કરેલા કામો ગાઈ ગાઈ ને ઢોલ પીટવાના ને એની આડમાં હજાર ખોટા કામો છુપાવી દેવાના. આ બહારવટિયાઓ નેતાઓ હોત તો છાપા વાળા શું લખતા હોત? ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વીર જોગીદાસ ખુમાણ, શિક્ષણ ખાતાના પ્રધાન શ્રી વીર કાદુ મકરાણી સાહેબ. અનુભવ ૫૦૦ હત્યાઓ, ૧૦૦૦ લુંટ, ૨૦૦ગામ ભાગ્યાં, ૬૦૦ જાન લુંટી, ૨૦૦ વરરાજા માર્યા, નવવધુને હાથ પણ ના લગાવ્યો(ભગતડા), છેલશંકર દવેની  કુમક આવી જવાથી ૫૦૦ ગામ ભાગ્યાં વગર ભાગી ગયા. ૨૦૦૦ ખેતરોના પાક નો નાશ કર્યો.આતો સારો અનુભવ કહેવાય ચાલો જલ્દી જલ્દી શપથ લેવડાવી લો આવો મુખ્ય મંત્રી ફરી નહિ મળે.
                         *હમણા એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના લેંઘાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરતજ છુટકારો થઇ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયાણાના નાડા અને ડીલીવરીને કોઈ સબંધ ખરો?  કોઈ વૈજ્ઞાનિકતા ખરી? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગા કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું.  મોટા ગજાના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે.
       *આ સૈનિકો બોર્ડર પર લડે છે ? કોના માટે ? એમના પોતાના માટે?એમને કોઈ વ્યક્તિગત દુશ્મની ખરી પાકિસ્તાન કે ચીનના સૈનિકો સાથે? ના એમને કોઈ દુશમની નથી. એ લોકો તમારું રક્ષણ કરવા જે એમના દુશ્મન નથી, એમની સામે લડે છે. કે પછી એમની જોબ છે. જયારે આ બહારવટિયાને ડાકુઓ શું તમારા માટે લડે છે? ના એમના વ્યક્તિગત લાભાલાભ માટે નિર્દોષો ને મારે છે. એ જ તમારા હીરો? કદી શેખર કપૂરે પેલા ૨૦ ફૂલન દેવીએ   મારેલા નિર્દોષોના ઘરની  મુલાકાત લીધી છે?એમના ઘરના હાલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે   કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પી ને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી  ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.
           *કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખક ને નોવેલ લખવાનું કદી સુજ્યું છે? ના, આ શેતાન દિમાગોના ઘરે, અને જેલમાં  વારવાર ઇન્ટરવ્યું લઈને મોટી મોટી કિતાબો લખી એમના રોટલા રળી ખાધા આપણાં મહાન લેખકોએ. સૈનિક તો હિંસક કહેવાય. આ અહિંસક દેશમાં એમની શી કીમત? અને આ ગુંડાઓ તો બહાદુર કહેવાય અન્યાય સામે લડનારા, ભલે નિર્દોષ લોકો મરતા.. આટલા યુદ્ધો થયા કદી કોઈ બહાદુર સૈનિકની રીયલ સ્ટોરી જ મળી નથી આપણાં લેખકોને લખવા માટે. ગુંડાઓના ઈન્ટરવ્યું લઇ એમની પ્રશસ્તિમાંથી ઊંચા આવેતો ને?  “કાયર અને કમજોર પ્રજા હોય ત્યાં ગુનેગારો હીરો તરીકે પુંજાય”…

પરિવાર અને લગ્ન વ્યવસ્થા,,,

                          *ભલે કુદરતે માનવજાત ને બ્રેન આપ્યું પણ બીજા પ્રાણીઓ ની સરખામણી એ માનવજાત શારીરિક રીતે કમજોર છે.છઠી ઇન્દ્રિય ની બાબત માં પણ કમજોર છે.શાર્ક ને મેગ્નેટિક વેવ્સ અનુભવાય છે,તમે તરતા હોવ તો તમારા સાંધાઓ માંથી ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે તે શાર્ક ને દેખાય છે.તમારા લોહીના નાના મા નાના ટીપા ની સ્મેલ એને માઈલો દુર આવે છે.પવન અનુકુળ હોય તો હાથી ને માણસ ની કે બીજા પ્રાણી ની સ્મેલ માઈલો થી આવે છે.વહેલ અને હાથી માઈલો દુર એમના ભાંડુઓ સાથે હાઈ ફ્રિકવન્સી અવાજ ના મોજા મોકલી વાતચીત કરે છે.
         *કુદરત પણ આગળ નો વંશ વધારવા માટે મજબુત જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય તેવું જ ઈચ્છતી હોય છે.એને માટે બે નર લડે છે,એક માદા માટે.માદા પણ રાહ જોતી હોય છે.એને પણ મજબુત જીન્સ ઉછેરવા ગમતા હોય છે.માનવ જાત માં પણ આવુજ હોય.આવી રીતે દરેક જાત નો વિકાસ થતો હોય છે.ધીરો પણ મક્કમ.બીજા પ્રાણીઓ ની સરખામણીએ અતિશય કમજોર માનવજાત ને કદાચ આ લાંબા પ્રોસીજર માં વિશ્વાસ નહિ આવ્યો હોય.કદાચ સમૂળગું માનવ જાત નું નિકંદન નીકળી જશે એવું લાગ્યું હશે.એટલે સર્વાઇવલ થવાનો સહેલો ઉપાય ખોળી નાખ્યો હશે.એક તો પરિવાર બનાવો,કુટુંબ બનાવો,સંપીને રહો,વસ્તી વધારો.એને માટે રોજ રોજ ના ઝગડા માદા માટેના ના પોસાય.એટલે આવ્યો વિવાહ,લગ્ન,મનુષ્યો વડે રચાએલી પ્રાચિનતમ સંસ્થા.આ કોઈ ઋગ્વેદ દ્વારા ઉપરથી ફેકાએલી પવિત્ર યોજના નથી.પવિત્રતા ના વાઘા પહેરાવી અત્યાર સુધી કમજોર લોકોએ ટકાવી રાખેલી સામાન્ય સંસ્થા જ છે.મજબુત ને બળવાન નર પાસે પ્રેમ થી જતી નારી હવે રીવાજ ની સાકળ થી બંધાઈ ને જવા લાગી.કમજોર પણ બુદ્ધીશાળી માનવ સમૂહો ની શોધ છે,લગ્ન વ્યવસ્થા.એટલે પરિવાર નો  જન્મ પ્રેમ રોકવાથી થયો.એટલે જુના તમામ સમાજો આગ્રહ રાખતા કે વિવાહ પહેલા થવો જોઈએ,પ્રેમ પાછળ થી આવશે.પ્રેમ ને છૂટ મળવા માંડી છે ત્યાં પરિવાર નો પાયો ડગમગવા લાગ્યો છે.અમેરિકા માં લગભગ પરિવાર અને લગ્ન વ્યવસ્થા તૂટી ચુકી છે.
             *બે વ્યક્તિઓ ને સાથે રહેવા મજબુર કરી દઈએ , તો તેઓના માં પણ એક જાતની પસંદ પેદા થાય છે.પરંતુ એ પસંદ કે ગમતી વાત પ્રેમ નથી.ગમવું અને પ્રેમ બંને માં તફાવત છે.એટલે પછી પરિણામ સ્વરૂપ પરિવાર કલહ થી ગ્રસ્ત બની જતા હોય છે.જે દિવસે પરિવાર માં કલહ ના હતો,ત્યારે નિયમો જુદા હતા.સ્ત્રીનો કોઈ આત્મ ના હતો.કોઈ સ્વંત્રતા નહતી.માલિક અને ગુલામ વચ્હે પૂરી વ્યવસ્થા હોય તો કોઈ કલહ નું કારણ નથી.પરંતુ જેમ માનવ ની સમજ વધી ને વિવેક આવ્યો કે સ્ત્રીઓને ભયંકર અન્યાય થઇ રહ્યો છે,અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવતી ગઈ,તેમ સમાન વ્યક્તિત્વ ધરાવતા વચ્હે જો પ્રેમ ના હોય તો ફક્ત વ્યવસ્થા કલહ રોકી શકતી નથી.જ્યાં સુધી સ્ત્રી વસ્તુ હતી,મનુષ્ય ના હતી ત્યાં સુધી ઉપદ્રવ ના હતો.એક અંતર હતું.અંતર વધારે હોય તો પ્રેમ અને કલહ બંને ની સંભાવના ઓછી થઇ જાય.અંતર નજીક તેમ બંને ની સંભાવના વધુ.બરોડાની મહારાણી હીરા નો  હાર પહેરી ને જાય તો પોળ ની કોઈ સ્ત્રીને ઈર્ષા ના થાય પણ પાડોશી ની સ્ત્રી પહેરીને જાય તો ?સ્ત્રી વસ્તુ હતી ત્યાં સુધી વ્યવસ્થા થી કામ ચાલી જતું હતું.ચીન માં પતિ પત્ની ની હત્યા કરે તો જુના જમાનામાં કોર્ટ કેસ થતો નહિ.હું જાતે મારી પોતાની ખુરશી તોડી નાખું તો કઈ અદાલત મને સજા કરે?
               *આપણાં દેશ માં પણ સ્ત્રી પાસે વ્યક્તિવ  ના હતું ત્યાં સુધી પરિવાર સુવ્યવસ્થિત ચાલતા હતા.સંત્રી બંદુકો લઇ ઉભા હોય તો જેલ માં પણ વ્યવસ્થા સારી દેખાય છે.સ્ત્રી પુરુષ સમાન હોય તો પ્રેમ પેદા થાય,પ્રેમ પહેલા થાય તો પરિવાર એટલો સુનિયોજિત  બની નથી શકતો,જેટલો વિવાહ વાળો મતલબ એરેન્જ મેરેજ વાળો.પ્રેમ લગ્નોના પોતાના ભય સ્થાનો છે,સંભાવનાઓ છે.વિવાહ લખું એટલે એરેન્જ મેરેજ સમજવા વિનંતી છે.વિવાહ જીવનભર ની વ્યવસ્થા છે.એટલે એને એકદમ સુરક્ષિત રાખવા હજાર જાતની અનૈતીક્તાઓ પેદા કરવી પડી.એક પુરુષ ને પ્રેમ વગર એક સ્ત્રી સાથે વિવાહ દ્વારા સાથે જીવવા મજબુર કરી દઈએ,તો યૌન સબંધ તો થઇ  શકે,પણ હૃદય નો સંબંધ શોધવા નવા રસ્તા શોધવાનો.અને આ ભઈલો પાડોશી ની પત્નીમાં પ્રેમ શોધવા નીકળે તો?પાડોશી પુરુષો ભયભીત થવાના.એટલે બધા પુરુષો ભેગા થઇ નક્કી કરવાના કે બધી સ્ત્રીઓ નહિ પણ કેટલીક સ્ત્રીઓ છોડી શકાય.જે સ્ત્રીઓ ની માલિકી  કોઈની નહિ,અને તેમની સાથે કોઈ પણ ગમેતેવો સંબંધ રાખી શકે.આ સ્પેશિયલ અલાયદી રાખેલી સ્ત્રીઓ એટલે વૈશ્યાઓ. લંકા વિજય પછી શ્રી રામ ની સેના નું સ્વાગત કરવા ભરતજી સામે ગયેલા.ત્યારે રામ ની સેનાનો થાક ઉતારવા ભરતજી વૈશ્યાઓને સાથે લઇ ગયેલા.
               *હિન્દુસ્તાન માં બુદ્ધ અને મહાવીર ના સમય માં દરેક ગામ માં નગરવધુ હતી.ગામ ની જે સુંદરતમ સ્ત્રી હોય એને નગરવધુ ગામના લોકો બનાવી દેતા.તેનો કોઈ એક પતિ ના હોય આખા ગામ ની પત્ની,વધૂ,વહુ.કારણ સુંદરતમ સ્ત્રી ને વરવા માટે પછી પુરુષો વચ્ચે  હરીફાઈ પેદા થાય.ઝંઝટ પેદા થાય.એટલે આખું ગામ જ પતિ બની જતું.આખું ગામ ઉપયોગ કરી શકે.વૈશ્યા શબ્દ કરતા નગરવધુ સુંદર શબ્દ છે.અને એમાં પાછું એને બહુ માન મળ્યું હોય નગરવધુ બનાવી એવું ઠસાવી દેવાનું.એ કોઈ એક માણસ ને પ્રેમ પણ ના કરી શકે દેશદ્રોહ કહેવાય.આમ્રપાલી અને અજાતશત્રુ ની કથા લોકો જાણે છે.મંદિરોમાં દેવદાસી ની પ્રથા આવી.પુજારીઓ શું કામ બાકી રહે?હિન્દુસ્થાન ની સાથે સાથે ગ્રીક મંદિરો ની આસપાસ પણ સ્ત્રીઓના સમૂહ ઉભાથયેલા.તે સ્ત્રીઓ ગામના પુરુષોને તૃપ્ત કરવા જરૂરી હતી જેઓ પોતાની સ્ત્રીઓને પ્રેમ કરવા અસમર્થ હતા.એટલે એવું થયું કે પ્રેમ કોઈને કરવો ને બાળકો બીજે પેદા કરવા એમાં સ્ત્રીઓ બાળકો  પેદા કરવાનું મશીન બની ગયી.હવે આજે વેસ્ટર્ન કન્ટ્રીઝ માં સ્ત્રીઓ સ્વતંત્ર થઇ છે એટલે પુરુષ વૈશ્યાઓ પેદા થયા છે,ગિગોલો.મુંબઈ માં અને કલકત્તા માં મજબુત બાંધાના યુવાનો ગિગોલો બનવા લાગ્યા છે.
                  માબાપ નું કલહ યુક્ત  લગ્ન જીવન જોઈએ ને સેકડો યુવક , યુવતીઓ વિવાહ કરવાથી ડરી રહ્યા છે.અમેરિકા માં તો ભાગ્યેજ કોઈ લગ્ન ની વિધિમાં થી પસાર થતું હશે.બહુ ઓછા.પાચ પાચ ફૂટ ના ચાર છોકરા સાથે એક કપલ મળેલું કહે હવે અમે લગ્ન કરવાના છીએ.મેં કહ્યું કે હવે વળી શું જરૂર છે?એટલે આપણાં પુરાણા જમાના ના ડાહ્યા લોકોએ બાળ  વિવાહ  ની શોધ કરેલી.ચોંકવાનો કે ડરવાનો સવાલ જ નહિ,ચોંકે કે ડરે ત્યારે પોતાને વિવાહિત જ પામે.બાલવિવાહ એટલે બે જણ ને એવા આધાર પર પતિ પત્ની બનાવી દીધા કે જેવી રીતે માં,બેટા કે ભાઈ બહેન નો સબંધ બને છે.હું મારી માં કે ભાઈ,બહેન,કાકા,કાકી મામા,મામી આ સબંધ બદલી ના શકું.જન્મ સાથેજ આ સબંધો મળી જાય છે.એમાં કોઈ ચોઈસ નથી.ગમે તેટલું મન દુખ થાય માં કે બહેન બદલી શકાય નહિ.એમજ પત્નીનો સબંધ પણ બાલવિવાહ સાથે જન્મ થીજ બાંધી દીધો.પંદર વર્ષે હોશ આવે ત્યારે ખબર પડે કે પત્ની પણ મળેલી જ છે,જેવી રીતે માં કે બહેન.ગમેતેટલું મન દુખ થાય જેમ માં ના બદલી શકાય તેમ પત્ની પણ.
                *પ્રેમ લગ્ન નો પ્રોબ્લેમ એ છે,કે પ્રેમ ખતરનાક છે.પ્રેમ એક આગ છે.પ્રેમ જરૂરી નથી આજે છે ને કાલે પણ રહેશે?મન ચંચલ છે.વિવાહ આજે છે ને કાલે પણ રહેશે.પ્રેમ નો મતલબ છે પલ પલ જીવવું.આજે હું તમને પ્રેમ કરું છું કાલ નો શો ભરોસો? એટલે પ્રેયસી ને પત્ની બનાવી કે આકર્ષણ ગયું.ડીમાંડ કરી શકાય છે.ના મળે તો ઝગડો કરી શકાય છે.અમેરિકા માં પ્રેમ વિવાહ તુટવા લાગ્યા છે ને અહી ભારત માં એરેન્જ વિવાહ તુટવા  લાગ્યા છે.જ્યાં સુધી આપણે સ્ત્રી અને પુરુષ ને સાથે સાથે સહજ રીતે સ્વીકાર ના કરી શકીએ ત્યાં સુધી એમના જીવન માં પ્રેમ નો સ્વર પેદા ના કરી શકીએ.જ્યાં છોકરા છોકરીઓ સાથે રમી રહ્યા હોય,દોડી રહ્યા હોય,તરી રહ્યા હોય,ગપસપ કરી રહ્યા હોય,એમાં ચિંતા નું કોઈ કારણ નથી.જયારે આપણે સ્ત્રી પુરુષ ના સબંધોને પૂર્ણ સ્વસ્થતા,સહજતા,નીસર્ગતા થી લઈશું ત્યારેજ એક નવો પરિવાર પેદા થશે.આપણી પુરાણી વિચારધારા માં ભય ના થોડા કારણો હતા.છોકરા છોકરીઓ ને જો સાથે વધારે છૂટ આપવામાં આવે તો અવિવાહિત હોય ને સંતાનોને જન્મ આપી દે.આ ડર માટે એકજ ઉપાય હતો કે બને એટલા દુર રાખો.હવે આજે અમેરિકા માં તો કુવારા બાળકોને જન્મ આપવામાં કોઈ છોછ નથી રહ્યો.છતાય એવા બનાવો પ્રાચીન ભારત માં પણ  બનતા હતા.માતા કુંતી એ કર્ણ ને એવી રીતે જ જન્મ આપેલો.છતાં એ સમાજ એટલો રૂઢીચુસ્ત નહિ હોય.એમને પરમ પુજ્નીય માતા નું સ્થાન આપેલું હશે.સ્ત્રી પુરુષ ના મિલન વગર છોકરા ના થાય.પાંચે પાંડવો અલગ અલગ પિતા થી થયેલા હતા.કોઈ જરૂરિયાત હશે.
              *મુલવાત એ છે કે છોકરા છોકરીઓને દુર રાખવા એ કોઈ સજ્જડ ઉપાય નથી.યુરોપ ના મ્યુઝીયમ માં કોઈ ગયું હશે તો ત્યાં એક અજબ ની વસ્તુ જોઈ હશે.ચેસ્ટીટી બેલ્ટ.યુરોપ નો પુરુષ વેપાર કે યુદ્ધ કે બીજા કોઈ કામે બહાર જાય તો પત્નીને કમર ઉપર એક બેલ્ટ બાંધી દે અને મારે તાળું.ચાવી જોડે લેતો જાય.જેથી બીજો કોઈ કામાનંદ માટે  એનો ઉપયોગ ના કરી શકે.જે સતીત્વ ની રક્ષા માટે તાળું મારવું પડે,એનું મુલ્ય કેટલું?આપણી આખીય નૈતિકતા તાળા ને ચાવીઓ ની છે.એ અલગ વાત છે કે આપણે અલગ અલગ ચેસ્ટીટી બેલ્ટ નું નિર્માણ કરીએ છીએ.ઋષિ મુનિયોએ કહેલું કે સ્ત્રીને પહેરા વગર રાખવી નહિ. છોકરી હોય તો બાપ,યુવાન થાય તો પતિ,ઘરડી થાય તો બેટો.જેટલી અસહજ વ્યવસ્થા એટલો આદમી પણ અસહજ .સીતાની અગ્નિપરિક્ષા લેવી પડી,એમાંથી પાસ થયા તો એક સાધારણ માણસ ના કહેવાથી ત્યાગ કરવો પડ્યો,અને એપણ ગર્ભવતી હતી પેટ માં પોતાના જોડિયા બાળકો  હતા, ત્યારે મર્યાદા પુરુષોત્તમે દૂધ માંથી માંખી ફેકી દે તેમ ફેકી દીધી.ચેસ્ટીટી બેલ્ટ નો જ મામલો.આ કેવી નૈતિકતા?આવી બીમાર નૈતિકતા ને લીધે આખો સમાજ સેક્સ ઓબ્સેસ્ડ થઇ ગયો.યૌન અને સેક્સ એના ચિંતન નો આધાર બની ગ્યો.ઉપરનો દેખાવ જુદો અંદર થી જુદો.પતિ પત્ની બંને એકબીજા થી ડરે.પતિ મોડો આવે હજાર સવાલ ક્યાં ગયા હતા?પતિનું પણ એવુજ .ભલે આપણે ધાર્મિક કહેવાતા હોઈએ,આપણાં લોકો જેટલા સેક્સ ઓબ્સેસ્ડ લોકો બીજા કોઈ નહિ હોય.
                     *પરિવાર નો પાયો પ્રેમ હોવો જોઈએ,સ્ત્રી પુરુષ વચ્હે સહજ સબંધો વિકસવા જોઈએ,બને એટલા બાલ્ય અવસ્થા થીજ છોકરા છોકરીઓને નજદીક સહજતાથી જીવવાનું શીખવવું જોઈએ.અલગ સ્કૂલો અલગ બેંચ બેસવું એવું ના હોવું જોઈએ,સેક્સ ને ખરાબ ગણીને ,માનીને,તેને વગોવ્યા વગર તેની સહજ અનીવાર્યતા માનવી જોઈએ.બાળકો ને પણ સેક્સ ખરાબ છે તેવું  શિક્ષણ ના આપવું જોઈએ,કે એવા કહેવાતા ધર્મગુરુઓનું ચિંતન કે ફિલોસોફી તેમના મનમાં ના ઉતારે તે માટે એવા લોકોથી તેમને દુર રાખવા જોઈએ.તો જ એક નવા પરિવાર નું નિર્માણ થશે.એ હશે સહજ પરિવાર.   
                     

“શું ધર્માંતરણ સહેલું છે?જૈન,બુદ્ધ,અને હિંદુ ધર્મ ના સંદર્ભ માં”…..

 
                 *ઈ.સુ.ના ૩૦૦૦ વર્ષ પહેલા હિંદુ ધર્મ નો કોન્સેપ્ટ આવ્યો.સમય ની બાબત માં કોઈ ચોક્કસ પ્રમાણ નથી.એટલે સૌથી જુના ધર્મ તરીકે હિંદુ ધર્મ માની શકાય.ધર્મો ની બાબત માં બે મુખ્ય વિચારધારાઓ છે.એક છે હિંદુ અને બીજી જુઇશ કે  યહૂદી.બધી વિચારધારાઓ આ મુખ્ય બે વિચારધારાઓ માંથી જ જુદી પડેલી છે.મુસલીમ,ક્રિશ્ચિયન અને યહૂદી લગભગ એકજ વિચારસરણી ધરાવતા હોય.એમ જૈન,બુદ્ધ અને બીજા ભારતીય ઉપખંડ ના ધર્મો ના મુખ્ય સાર તત્વો હિંદુ ધર્મ ના જ હોય એ સ્વાભાવિક છે.બુદ્ધ ધર્મ લગભગ ઈ.સુ ના ૫૦૦ વર્ષ પહેલા અસ્તિત્વ માં આવેલો છે.હાલનો જૈન ધર્મ લગભગ ભગવાન મહાવીર ની વિચારધારા મુજબ ચાલે છે.મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા.બંને બિહાર માં ફરતા હતા.પરંતુ ફક્ત એકજ વાર બંને એક જ ધર્મશાળા ના બે છેડે ના ઓરડાઓ માં રહેલા હતા.છતાં એક બીજાને મળેલા પણ નહિ.
                *જૈન ધર્મ ના પહેલા તીર્થંકર આદિનાથ એ ભગવાન ઋષભ દેવ હતા.એમનો ઋગ્વેદ માં ઉલ્લેખ છેજ.ઋષભદેવ ને હિંદુ ધર્મ માં પણ અવતાર માનવામાં આવતા હતા.એ સમયે રીવાજ મુજબ,ભાઈ બહેનો મોટા થઇ સંસાર માંડતા હતા.ઋષભ દેવે પણ મોટા થઇ એમની બહેન જોડે સંસાર માંડેલો.બીજી આવી કોઈ જુવાન જોડી પુરષ મરી જવાથી ખંડિત થયેલી.એ સ્ત્રી જોડે ઋષભ દેવે લગ્ન કરીને પહેલી વાર નવો રીવાજ ચાલુ કરેલો અને ભાઈ બહેન સંસાર માંડે એ રીવાજ દુર કરેલો.એટલે ઋષભ દેવ ને બે પત્નીઓ હતી.આ ઋષભ દેવે લોકોને પધ્ધતિસર ખેતી કરવાનું શીખવાડ્યું હતું.એ હિસાબે જૈન ધર્મ પણ હિંદુ ધર્મ જેટલો પ્રાચીન કહી શકાય.પણ હાલનો જૈન ધર્મ મહાવીર ના સ્થાપેલા રીતી રીવાજ ને પ્રણાંલિયો પર ચાલી રહ્યો છે.માટે એ પણ બુદ્ધ ધર્મ જેટલો જ જુનો કહેવો હોય તો કહી શકાય.તીર્થંકર પાર્શ્વનાથ ઈ.સુ ના પેલા નવમી સદી માં થઇ ગયા ને મહાવીર ઈ.સુ ના પહેલા છટ્ઠી સદી માં થયા હતા.
            *ભગવાન બુદ્ધ પણ ઈ.સુ ના પહેલા છટ્ઠી સદીમાં થયા હતા.એમનો  ઈતિહાસ બધાજ જાણતાં હોય એટલે એની ખાસ ચર્ચાની જરૂરત લાગતી નથી.મૂળ હિંદુ ધર્મ પણ હવે એના મૂળ રૂપ માં જળવાયો નથી.રોજ ફૂટી નીકળતા નવા સંપ્રદાયો ની ભીડ માં પ્રાચીન હિંદુ ધર્મ ક્યાય ખોવાઈ ગયો છે.એને પણ પરિવર્તન ના નિયમ મુજબ સ્વીકારે જ છૂટકો.પ્રાચીન હિંદુ ધર્મ માં કર્મકાંડો વધી ગયા હતા ને યજ્ઞો માં પશુઓના બલી અપાતા હતા.એ પણ હકીકત છે.ઘણા લોકો કહે છે ઋગ્વેદ ના ખોટા અર્થો કર્યાં છે.કોઈ કહેશે બધું પાછળ થી ઉમેરેલું છે.આ બધો આપણો દંભ જ છે.અતિશય કર્મકાંડ ને પશુઓના બલી વિગેરે માંથી મુક્તિ મેળવવા માંગતા લોકોમાં બુદ્ધ ધર્મ ઝડપ થી ફેલાઈ ગયો.આર્યો ની સંસ્કૃતિ માં યજ્ઞો હતા મંદિરો હતા નહિ.કુટીરો હતી મહેલો ના હતા.માંસાહાર સાવ સામાન્ય વાત હતી.મધ્ય એશિયા માંથી આવેલા આર્યો અહિંસક જરાય ના હતા.સુર  અસુર ના સંગ્રામોથી ભરેલો પૌરાણિક કાલ કઈ રીતે અહિંસક માની શકાય,આપણા દરેક અવતાર,ભગવાન અને માતાજીઓ સુદ્ધાના હાથમાં કાતિલ વેપન્સ છે.સ્ત્રીઓ પણ બહાદુર હતી.સર્વાઇવલ ના યુદ્ધ માં અહિંસા નો કોન્સેપ્ટ સાવ ગલત છે.ઠંડા પ્રદેશોમાં થી આવેલા આર્યો અગ્નિ પુજક હોય એ સ્વાભાવિક છે.ઠંડી થી બચવા માટે ચોક્કસ જગ્યાએ(યજ્ઞ કુંડ) લાકડા સળગાવી રાખવા એ યજ્ઞો જ હતા.અત્યારે પણ યુરોપ અને નોર્થ અમેરિકા કે બીજા કોઈ પણ અતિશય ઠંડા પ્રદેશો માં દરેક ના ઘર માં ફાયર પ્લેસ હોય છે.આર્યો કુટીરો માં રહેતા હોવાથી દરેક ના ઘર આગળ ફાયર પ્લેસ(યજ્ઞ કુંડ) હોય.ઘર માં રાખે તો  ઝુપડી સળગી ના જાય?આ ફાયર પ્લેસ(યજ્ઞ કુંડ) માં ફળફળાદી નાખી ને શેકી ને ખાવાના.અને માંસાહારી હોવાથી પશુ ઓ નાખીને શેકી ને ખાવાના.આજે પણ યુરોપ અને બીજા ઠંડા પ્રદેશો  માં રાતે કે વિક એન્ડ માં  બધા ભેગા થઇ ને બહાર લાકડા સળગાવી બાર્બેક્યુ કરી ને લોકો માંસાહાર કરતા જ હોય છે.આપણા પૂર્વજો એવા ચીમ્પ અને બીજા એપ્સ સંપૂર્ણ શાકાહારી નથી.એક્સ્ટ્રા પ્રોટીન માટે બધા માંસ ખાઈ લે છે.એટલે આર્યો પ્રત્યે ઘૃણા થી જોવાની કોઈએ જરૂર નથી.હવે ઠંડા પ્રદેશ માંથી ગરમ મધ્ય અને દક્ષીણ ભારતમાં આવ્યા પછી આર્યોને  યજ્ઞો  ની શી જરૂર છે.છતાં મુરખો આટલી ગરમીમાં પણ લાકડા સળગાવી પરસેવે રેબજેબ થઇ સ્વાહા સ્વાહા પોકારતા હોય છે.અને તે પણ ભર ઉનાળામાં.સ્વાહા અને હોમવું એ બંને શબ્દો માં જ હિંસા છે.જૈનો પણ સ્વાહા કરે છે. 
                  *જૈન અને બુદ્ધ ધર્મ સિવાય દરેક ધર્મ માં સેક્રીફાઈસ એટલે કે બલી આપવાની પ્રથા છેજ.એટલે કોઈ ધર્મ નિર્દોષ પશુઓના બલી ચડાવવાની છૂટ અપાતો નથી એવું કહેવું એ મહા દંભ છે.અહિંસા નો પહેલો કોન્સેપ્ટ જૈન ધર્મે આપેલો છે.નહિ કે બુદ્ધ ધર્મે.બુદ્ધ ધર્મે એનો પ્રચાર કરીને દુનિયામાં ફેલાઈ જવાનું કામ કર્યું છે.પણ મૂળ કોન્સેપ્ટ જૈન ધર્મ નો કહેવાય.છતાં જાણવું હોય તો જાણી લો બુદ્ધ ધર્મ ના સાધુઓ આરામ થી માંસાહાર કરે છે.એક ભિક્ષુ ભિક્ષા માગવા ગયેલો.એ ભિક્ષાપાત્ર  ફેલાવીને ઉભેલો ને ઉપરથી સમડી કે  બીજા કોઈ પક્ષી ના મોમાંથી માંસ  નો ટુકડો પડી ને ભિક્ષુ ના હાથમાં આવ્યો.ભિક્ષુ મુઝવાયો,ભિક્ષાનો અનાદર કઈ રીતે કરાય?ગયો બુદ્ધ પાસે.પૂછ્યું કે કોઈ ભિક્ષા માં માંસ આપે તો શું કરવું?ભવિષ્ય માં ભિક્ષુઓના મનમાં કોઈ ચોઈસ ઘુસી ના જાય માટે બુદ્ધે કહ્યું ભિક્ષામાં કોઈ આપે તો ખાઈ લેવું.ત્યાર થી બુદ્ધ સાધુઓ આરામથી માંસ ખાઈ લે છે.દલાઈ લામા પરદેશ માં માંસ ખાય છે,એમના રસોડામાં ના બને.એ દલાઈ લામાને જૈન દમ્ભીઓ પાલીતાણા બોલાવે છે.દલાઈ લામા સારા માણસ છે.ગાંધીજી ના અધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર જૈન હતા.માટે ગાંધીજી અહિંસા ના માર્ગે ચડ્યા હતા.
                *જૈન ધર્મ ની જટિલ ફિલોસોફી લોકોની સમજ ના આવે તેવી હતી.અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ લોકોને ગળે ઉતરે તેવા નથી.જૈનોને પણ કદાચ ખબર હોતી નથી.સત્ય ની શોધ જુદા જુદા પોઈન્ટ  ઓફ વ્યુ થી કરવી એ થયો અનેકાન્તવાદ.એક સત્ય જુદા જુદા સાત પ્રકારે કહી શકાય એ થયો સ્યાદ્વાદ.મતલબ સત્ય સાપેક્ષ છે.દરેક ના સત્યો જુદા જુદા હોય.ગુજરાત માં ૯ ડીગ્રી થાય તો લોકો બુમો પડે કે ખુબજ ઠંડી છે,ઘણા ફૂટપાથીયા  મરી પણ જાય.જયારે એજ ગુજરાતી અમેરિકા ની -૯ ડીગ્રી પણ સહન કરી જાય.સાયબેરીયા  માં -૬૦ માં જીવતા લોકો ને -૫૦ થાય તો કહેશે આજે વેધર સારું છે ચાલો બહાર આંટો માંરી આવીએ.
        *માનો મેં કોઈ કશું કામ કર્યું.હવે એ સારું કર્યું કે ખોટું?ચાલો સ્યાદ્વાદ ની રીતે જોઈએ.
(૧),,સ્યાદ અસ્તિ—-સારું કર્યું.
(૨),,સ્યાદ નાસ્તિ –સારું ના કર્યું.
(૩),,સ્યાદ અસ્તિ નાસ્તિ—સારું કર્યું,,સારું ના કર્યું.
(૪),,સ્યાદ અસ્તિ,અવ્યક્તવ્ય—સારું કર્યું અને વર્ણન ના કરી શકાય.
(૫),,સ્યાદ નાસ્તિ,અવ્યક્તવ્ય—સારું નથી કર્યું અને વર્ણન ના કરી શકાય.
(૬),,સ્યાદ અસ્તિ નાસ્તિ ,અવ્યક્તવ્ય —સારું કર્યું,ના કર્યું ને વર્ણન ના કરી શકાય.
(૭),,સ્યાદ અવ્યાખ્યેય ,,,,કોઈ વ્યાખ્યા ના કરી શકાય.વર્ણન ના કરી શકાય.
         હવે આમાં શું સમજવું?મને સમજાયું તે પ્રમાણે મેં લખ્યું છે.કોઈ જૈન ધર્મ ના વિદ્વાન ને આમાં કોઈ ભૂલ લાગે તો ધ્યાન  દોરવા વિનંતી છે.હું એમનો ચોક્કસ આભાર માની માંરી ભૂલ સુધારીશ.પણ મારા મતે સત્ય સાપેક્ષ હોય છે,રીલેટીવ હોય છે.આઈનસ્ટાઇન ભલે થીઅરી ઓફ રીલેટીવીટી શોધવાનું માન મેળવી જતો.પણ એનો મૂળ કોન્સેપ્ટ ભગવાન મહાવીર નો છે.
               *પણ જૈન ધર્મ જટિલ હોવાથી અને ધર્મપરિવર્તન માં ખાસ વિશ્વાસ ના હોવાથી બહુ ફેલાયો નથી.અતિ સર્વત્રે વર્જયેત ના ન્યાયે લોકો ને પરિવર્તન જોઈતું હતું.એમાં આવ્યા બુદ્ધ.કોઈ પણ નવો કોન્સેપ્ટ આવે એટલે એને કોણ સમજી શકે?સમાજ નો બુદ્ધિશાળી,ઇન્ટેલેજન્સીયા વર્ગ જ સમજી શકે.મહાવીર ના પ્રથમ દિક્ષિતો ૭૦૦ ગણધરો બ્રાહ્મણો જ હતા.બુદ્ધ ના પ્રથમ શિષ્યો પણ બ્રાહ્મણો જ હતા.તમારા સબ કોન્શીયાશ માં સમાયેલો ,તમારા અચેતન માઈન્ડ માં પેઢીઓ થી ઘૂસેલો ધર્મ બહાર કાઢી નવો ધર્મ કે કોન્સેપ્ટ ઘુસાડવો  અઘરો છે.એના માંટે પ્રબળ મનોબળ જોઈએ.એના માટે ભયંકર સમજ શક્તિ ને ઈચ્છા શક્તિ જોઈએ.જેવા તેવા નું કામ જ નહિ.એ પછી ના તો ઘરનો રહે ના ઘાટ નો.મહાવીર ક્ષત્રીય હતા,એમના શિષ્યો બ્રાહ્મણો હતા અને આજે પાળે છે કોણ?જૈન ધર્મ આખો હિંદુ ધર્મ પર આધારિત છે.ખેતી કરીએ તો હિંસા થાય.હિંદુ ખેતી કરી હિંસા નું પાપ માથે લે ને જૈનો અહિંસા નું પુણ્ય કમાય.કોઈ ને મરાય નહિ.બોર્ડર પર હિંદુ ને બીજા સૈનિકો હિંસા કરે બોર્ડર સાચવે  ને અહી જૈનો અહિંસા ના ભાષણો આપે.ખેડૂતો દવાઓ છાંટીને લાખો જીવ જંતુઓ માંરી શાકભાજી પકાવી ને નરક માં જવાના ને જૈનો એ શાકભાજી ખાઈ કતલખાના વિરુદ્ધ નારા લગાવે.હું એવું નથી કહેતો કે કતલખાના ચાલુ રાખો.
               *કોઈ ધર્મ સારી રીતે અપનાવતા બે ચાર પેઢી વીતી જાય.છતાં કોઈ ગેરંટી નહિ.કારણ તમારા અચેતન મન ના સંસ્કાર.જિન્નાહ ના દાદા ઓ લોહાણા હતા.વૈષ્ણવ હતા.જિન્નાહ ના દાદી ઘર માં છાનામાના શ્રીનાથજી ની પૂજા કરતા હતા.વટલાએલા કેટલાય કુટુંબો ને મેં લગ્ન માં હિંદુ તથા મુસ્લિમ બંને વિધિ કરતા જોયા છે.ગણેશ પણ બેસાડે ને નિકાહ પણ પઢે.નમાજ પણ પઢે ને નવરાત્રીમાં ગરબા પણ ગાય.ના ઘરના ના ઘાટ  ના.જૈન ધર્મ નો કર્મ નો  નિયમ બહુ ચુસ્ત છે.જે કર્મ ભોગવવાના જ હોય કોઈ કાલે એમાંથી છૂટવાના નજ હોવ તો આશીર્વાદ કે પ્રાર્થના ની શી જરૂર?માંટે ભગવાન મહાવીરે એમની આખી જીંદગી માં પ્રાર્થના કરી નથી.અને જૈનો રોજ પ્રાર્થના કરે છે.જૈન ધર્મ એ ભક્તિ કે સંગીત નો ધર્મ જ નથી.પ્રસાદ ચડાવવો,બાધાઓ રાખવી એ જૈન ધર્મ માં નહોય.કોઈ ધર્મ એના મૂળ રૂપ માં કદી સચવાતો નથી.એમાં પરિવર્તન આવતા જ હોય છે.મનોવૈજ્ઞાનિક રીતે અચેતન મન ની આંટી ઘુંટી સમજ નારા ધર્મો એ કે એને સ્થાપિત કરનારાઓએ ધર્મ પરિવર્તન માં ખાસ વિશ્વાસ રાખ્યો નથી.છતાં પરિવર્તન એ સંસાર નો નિયમ છે,એ માનવુંજ પડે.સમજણ પૂર્વક નું ધર્મ પરિવર્તન હોય તે જ સારું.બાકી કોઈ મતલબ રહેતો નથી.બાકી નવા અપનાવેલા ધર્મ માં તમારા પુરાણા ધર્મ ના દુષણો તમે પોતેજ ફેલાવવાના છો.તમે ગલત વ્યાખ્યા કરી જ નાખવાના છો.અહિંસા નો ફેલાવો કરના બુદ્ધ ધર્મ ના સાધુ ઓ માંસ કેમ ખાતા હશે?બુદ્ધ ના સંદેશ નો ગલત અર્થ માંસાહારી લોકોએ  કરી નાખ્યો.કારણ માંસ ખાવું એમના લોહીમાં હતું.સૌથી વધારે બુદ્ધ ધર્મ જે દેશોએ અપનાવ્યો છે એ દેશોની પ્રજા ભયાનક માંસાહારી છે.કોઈ નાનું જીવડું પણ ખાવામાં ચીના ઓ કે જાપાનીઓ બાકી રાખતા નથી.એટલા  ક્રૂર તો ગોરાઓ પણ નથી.સીઓલ (કોરિયા)માં ઓલોમ્પિક રમાયેલી.ત્યારે અમેરિકન અને બ્રિટીશ સરકારોએ કોરિયન  સરકાર ને  વિનંતી કરેલી.જ્યાં સુધી ઓલોમ્પિક રમાય ત્યાં સુધી સીઓલ માં બઝાર જ્યાં માંસ વેચાતું હોય છે ત્યાં વેપારીઓ  કુતરા ના લટકાવે .કારણ અમેરિકન અને બ્રિટીશ પ્રજા કુતરાઓને ખુબ પ્યાર કરે છે.અને ખાવા માંટે લટકાવેલા કુતરા જોઈ નહિ શકે.કોરિયન સરકારે વિનતી માન્ય રાખેલી.એકજ બુદ્ધ નો સંદેશ કે ભિક્ષામાં ચોઈસ ઘુસી નાજાય.ને લોકોએ મન ફાવતો  અર્થ કરી લીધો.
             *ધર્મ પરિવર્તન સહેલું નથી.ઉલટાનું તમે મૂળ ધર્મ ને બગાડવાનું કામ કરશો.એક જૈન ને મેં સાપ ઘરમાં નીકળ્યો હશે તો ભાથીજી મહારાજ ની બધા રાખતો જોએલો.તમારા અચેતન રૂપે જળવએલા સંસ્કાર નીકળશે નહિ ને નવા ધર્મ માં એનું અચેતન રૂપે નિરૂપણ કરી નાખવાના છો.ચલે મૂલ ધર્મ કી  ઓર એ ફક્ત માનવ ધર્મ હોવો જોઈએ.     
             *ધર્માન્તર જરૂર કરો જેવી રીતે ૭૦૦ બ્રાહ્મણોએ જૈન ધર્મ અપનાવીને મહાવીર ના પ્રથમ ગણધરો બનેલા.ધર્માન્તર જરૂર કરો જેવી રીતે સેકડો બ્રાહ્મણો બુદ્ધ ના પ્રથમ શિષ્યો બનેલા.કોઈ ઘેટા,બકરા ની જેમ વાડો બદલવાથી ઘેટું તો એનું એજ રહેવાનું છે,બકરું પણ એનુંએજ રહેવાનું છે.અને પાછી  નવા અપરિચિત ભરવાડ ની લાકડીઓ ફરી થી  ખાવાની.અને અત્યારે પાછા બુદ્ધ કે મહાવીર કે  શંકરાચાર્ય  જેવા ભરવાડો પણ  રહ્યા નથી કે  એમનો માર ખાવાની મજા આવે,એમની લાકડીઓ તમારો ઉદ્ધાર કરે.આ ભરવાડો તો ઘેટાઓની સંખ્યા કેટલી વધે અને એમનું લોહી કેટલું ચૂસવા મળે એનીજ ગણતરીઓ રાખતા હોય છે.તમે ઘેટા તરીકે જીવો એ બુદ્ધ કે મહાવીર ને  પસંદ ના હતું.અહી તો તમે ઘેટા તરીકે જીવો તોજ એમને બખ્ખમ  બખ્ખા છે.જો તમે બદલાવાના જ ના હોવ તો આ વાડો કે પેલો વાડો ખાલી માલિક   કે ભરવાડ બદલવાનો શું અર્થ?અને બદલાવાનું જ હોય તો પણ વાડો નહિ બદલો તોય શું?  
      

“કટૅસ્ટ્રફિ, તાંડવનૃત્ય, સર્જન વિસર્જન, શિવજી” Catastrophe.

હૈતીમાં ભૂકંપ  આવ્યો. આશરે ૨૦૦,૦૦૦ માણસો મરી ગયાની વકી છે. ૫૦,૦૦૦ મૃતદેહો મળ્યા. ૨,૫૦,૦૦૦ ઘવાયા છે. ૧૫,૦૦,૦૦૦ ઘર વગરના થઇ ગયા છે. અમેરિકાના ૨૦,૦૦૦ સૈનિકો મદદમાં દોડી ગયા છે.
બ્રિટન,ફ્રાંસ,જાપાન,ચીન,ભારત સાથે અમેરિકાએ બચાવ કામગીરીની આગેવાની લીધી છે.  અમેરિકાની આ આખીય બચાવ કામગીરીની આગેવાની  ઓબામાંની જાહેરાત મુજબ ભારતીય મૂળના રાજીવ શાહ સંભાળશે.
કટૅસ્ટ્રફિ માટે ગુજરાતીમાં મને કોઈ શબ્દ સુજ્યો નહિ. એકલો ડીઝાસ્ટર એવો અર્થ પણ ના નીકળે. એટલે મેં ઉપરનું ટાયટલ બનાવ્યું. સાડા ચાર બીલીઓન વર્ષ પહેલા પૃથ્વી સુર્યમાંથી ધગ ધગતા ઉકળતા લાવા રૂપે છૂટી પડી એને પહેલું કટૅસ્ટ્રફિ કહેવાય. ઉપરનું પડ ઠંડુ થાય એ પહેલા થીયા નામનો પૃથ્વીની બહેન જેવો ગ્રહ જોરથી ભટકાયો. અને બંને એક થઇ ગયા એના લીધે પૃથ્વીના લાવામાં વધારો થઇ ગયો.    આ અથડામણને લીધે પૃથ્વી ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ. સાથે સાથે ચંદ્રમાંની રચના થઇ. પૃથ્વીનો ઉકલતો લાવા વધારે ઘટ્ટ થવાથી, અને અંદર મોટાભાગે લોખંડ હોવાથી મેગ્નેટિક ફોર્સ રચાયો. ચન્દ્રની ઘનતા ઓછી હોવાથી એનો મેગ્નેટિક ફોર્સ ઓછો હોવાથી પૃથ્વીની આજુબાજુ ફરવાનું ચાલુ થયું. આ બધી કટૅસ્ટ્રફિ જ કહેવાય અને ભવિષ્યમાં પૃથ્વી પર પેદા થનારા જીવન માટે અબજો વર્ષ પહેલા ગોઠવાયેલી વ્યવસ્થા હતી. જો ચંદ્રની ઘનતા વધારે હોત તો એનો મેગ્નેટિક ફોર્સ વધારે હોય અને પૃથ્વીની આજુબાજુ ના ફરે તો પૃથ્વી પર જીવન અસંભવ. આમાંનું એકપણ પરિબળ દુર હોય તો જીવન અસંભવ.
               *જન્મના ૧૦ મીલીઓન વર્ષ પછી પડ ઠંડુ થવા માડ્યું, અને ઉપર એક લેયર રચાયું. વળી પાછું મોટું ડીઝાસ્ટર આવ્યું. અંદરથી લાખો જ્વાળામુખી ફાટ્યા. જાતજાતના ગેસ સાથે વરાળ ઉપર ફેકાઇ, હવે ગ્રહ ઠંડો થયો ને વાદળો રચાયાને હજારો નહિ બલકે કરોડો  વર્ષ લગી વરસાદ પડ્યો. અડધા સમુદ્રો જ ભરાયા, બાકીનું પાણી સ્પેસમાથી આવ્યું, બરફના ગોળા જેવા ધૂમકેતુ ઓ વાંરવાર અથડાઈને પૃથ્વી ઉપરના અધૂરા સમુદ્રોને ભરી ગયા. એમાં ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણનો મોટો  હાથ હતો. પૃથ્વી  કાર્બન ડાયોકસાઈડથી ભરેલી હતી. ઓક્સીજન હજુ હાઈડ્રોજન  અને  પાણીમાં છુપાએલો  હતો. જ્વાળામુખીઓની ગરમી, સતત થતી  વીજળીઓ, અલ્ટ્રા વાયોલેટ રેડીએશન આ બધા  પરિબળો વડે કેમિકલ રીએક્શન થવાથી ઓર્ગેનિક રગડો રચાયોને એમાં પહેલો સેલ રચાયો. લુકા સેલ બધા સેલોનો પૂર્વજ બન્યો. ડી.એન.એ અને આર.એન.એ રચાયા. એક કોશી જીવો બન્યા. હવામાનો અને પાણીમાનો  કાર્બન ડાયોકસાઈડ મેળવી સૂર્યની ગરમી વડે પોષણ મેળવી હવામાં ઓક્સીજન છોડવાનું શરુ કરનાર પહેલો સેલ સ્ટ્રોમાંટોલાઈટ્સ બન્યો. એના ફોસિલ મળે છે. હજુ આજે પણ સ્પેસમાંથી દેખી શકાતા સમુદ્રી લીલ વનસ્પતિ ફોટો સિન્થેસિસ વડે પૃથ્વી પર ૯૦%ઓક્સીજન પૂરો પાડી રહ્યા છે. ઓક્સીજન વડે ઓઝોનનું પડ રચવાનું શરુ થયું. પૃથ્વી પર વાતાવરણ રચવાનું તો શરુ થઇ  જ ચુક્યું હતું. એમાં ઓક્સીજન ભળતાને ઓઝોનનું પડ રચાતા અલ્ટ્રાવાયોલેટ રેડીએશનથી બચાવ શરુ થયો.
          જુઓ શિવજી, કટૅસ્ટ્રફિ કેવું કામ કરે છે. હવામાં અતિશય ઓક્સીજન વધી ગયો એ પેલા સેલ માટે ઝેરી બન્યો. મોટા ભાગનું જીવન ઝેરી ઓક્સીજનના લીધે નાશ પામ્યું પણ જે બચ્યા એ સેલ હવે ઓક્સીજન પચાવી એમાંથી જીવન મેળવવા કાબેલ બન્યા અને આ ઓક્સીજન કટૅસ્ટ્રફિ ડીઝાસ્ટરે બે ફાયદા કર્યા  શ્વાશોચ્છવાસની સીસ્ટમ વિકસાવી. એક એવા બેક્ટેરિયા રચાયા જે આથો લાવે ને પોષણ મેળવે. આઈસ એજ આવ્યો પૃથ્વી ઠરી ગઈ ને ઓક્સીજન ઘટ્ટ બન્યો. ઘટ્ટ ઓક્સીજન મીથેન જોડે ભળી ને મીથેન કરતા ઓછો નુકશાન કારક ગ્રીન હાઉસ ગેસ સીઓટુ વધ્યો. જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થઇ માઈટોકોનડ્રીયલ જીન્સ બન્યો. પૃથ્વી  ઘણી વાર બરફનો ગોળો બની ગઈ પણ દરેક વખતે જ્વાલામુખીઓ કામ લાગ્યાને પૃથ્વીને બચાવી.
                  *આશરે ૧૦૦૦ થી ૮૩૦ મીલીઓન વર્ષ પહેલા આખી પૃથ્વી એક જ રોડેનિઆ  ખંડ હતી. કેટલીય વાર પૃથ્વીના ઉપરના પડ તુટતા ખંડો છુટા પડતા ને જોઈન થતા. છેલ્લે ૨૫૦ મીલોન વર્ષ પહેલા પેન્જીયા નામનો એક ખંડ હતો. ચંદ્રના ગુરુત્વઅકર્ષણ ને લીધે સમુદ્રોમાં ગરમ પ્રવાહો શરુ થએલા. અને નીચે ઠંડા પ્રવાહો આમ એક કન્વેયર બેલ્ટ પ્રવાહોનો રચાયો. ૫૪૨ થી ૪૮૮ મીલીઓન વર્ષના ગાળામાં માછલીનો જન્મ થયો. અને એમાંથી વિકાસ થતા. ૭ મીટર થી મોટા હ્યુજ પ્રાણીઓ પેદા થયા. ઉલ્કાપાત, નેચરલ ડીઝાસ્ટર, ક્લાઈમેટ ચેન્જ અને જ્વાળામુખીઓના પ્રતાપે દરેક વખતે જીવન નાશ પામતું ને એમાંથી બચીને જુદા જુદા જીવનના ગ્રુપ ઉભા થયા. ૨૧૦ મોલીઓન વર્ષ પહેલા નાના નાના મેમલ્સ  સ્તનધારી પ્રાણીઓ પેદા થયા. સદાય ઠરેલા બરફ આચ્છાદિત ધ્રુવ પ્રદેશમાં ઉપરના ગરમ પ્રવાહ આવે એટલે ઠંડા થઇ નીચેના પ્રવાહ બની કન્વેયર બેલ્ટનું કામ કરતા સમુદ્રના જીવનનું મહત્વનું પરિબળ હતા. પણ એમાં એકવાર ગરબડ થઇ ને ૯૦ ટકા સમુદ્રી  જીવન નાશ પામ્યું. આ ડાયનોસોર પહેલાનું મોટું ડીઝાસ્ટાર હતું. કોઈ મોટી ઉલ્કા લાખો ટન અણુબોમ્બની તાકાત લઇ ને પડીને ડાયનો સોર નાશ પામ્યા પણ પૃથ્વીની  ઊંડે ઊંડે રહેતા નાના નાના સ્તનધારી બચી ગયા.  એમનો વિકાસ થયો નહીતો પેલા ડાયનોસોર જીવવા ના દે.
                 *બાલ્ટિક, સાયાબેરીયા અને ગોન્ડવાના નામના ખંડો રચાયા ને પાછા એકબીજા સાથે અથડાઈ ને ભેગા થયા. છેલ્લે એક જ પેન્જીયા ખંડમાંથી છુટા પડી આજના ખંડો રચાયા. જુદી જુદી જાતની જીવ સૃષ્ટી રચાઈ ચુકી હતી. ૮ થી ૧૦ મીલીઓન પહેલા એપ્સનો જમાનો હતો. ૬ મીલીઓન વર્ષ પહેલા એક પ્રાણી એવું બન્યું જેમાં એપ્સ અને માનવનું સમમિશ્રણ હતું એ બોનોબો અને ચીમ્પ ના પૂર્વજના ગુણો પણ ધરાવતું હતું. માણસ અને એપ્સની વચ્ચેની કડી રૂપ લુસી નામનું એક ફોસિલ રૂપે સચવાએલું આખું હાડપિંજર મળેલું છે. ૨૫ લાખ વર્ષ પહેલા આજના માનવીના પૂર્વજનો જન્મ થયો ઝાડ પર.  પાંચ લાખ વર્ષ ઝાડ પરજ વિતાવ્યા. ૨૦ લાખ  વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે. બે પગે ચાલવાથી બ્રેનનો ઝડપથી વિકાસ થયો. એમાંથી આશરે ૭,૯૦,૦૦૦ વર્ષ પહેલા હોમોઈરેક્ટસ માનવી પેદા થયો. માનવીની જુદી જુદી જતો એક સાથે પૃથ્વી પર જીવતી હતી. પણ ધીરે ધીરે નાશ પામી.  હોમો સેપિયન જાતે પૃથ્વી કબજે કરી. એમની સાથેજ જીવતા નીયેન્ડરથલ ને સર્વાઇવલના યુદ્ધમાં પછાડી હોમોસેપિયન એકલાજ બચ્યા. આશરે ૨૦૦,૦૦૦ વર્ષ પહેલા હોમોસેપિયન પેદા થયાનું મનાય છે. એમનું ૧,૬૦,૦૦૦ વર્ષ પહેલાનું ફોસિલ મળેલું છે. આપણે હોમોસેપિયન કહેવાઈએ.
                 *૮૫૦૦૦ થી ૭૦૦૦ બી.સી.ના ગાળામાં ખેતી શરુ થઇ. ત્યાં સુધી આપણે માંસ ઉપર ને ફળફળાદી ઉપર જીવતા હતા. લાખો વર્ષો થી માંસ ખાતો આવેલો માનવી એકદમ શાકાહારી કઈ રીતે થઇ જાય? ૪૦૦૦ થી ૩૦૦૦ બી.સી.દરમ્યાન મિડલ ઇસ્ટ, ચાઈના, ઈજીપ્ત, અને સીધું નદી ઉપર સંસ્કૃતિઓ વિકસી. ૩૦૦૦ બીસીમાં હિંદુ ધર્મનો કોન્સેપ્ટ આવ્યો એટલે હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ બન્યો.
           * પણ એનાથી હરખાવાની જરૂર નથી. કારણ એ જુનો હિદુ ધર્મ આજે ખાસ બચ્યો નથી.  દરેક કટૅસ્ટ્રફિ એ મોટું ડીઝાસ્ટર હતી. એનાથી મોટા ભાગનું જીવન નાશ પામ્યું છે ને એમાંથી બચીને નવું જીવન વધારે વિકસિત પેદા થયું છે. કેટલાય  વાર પૃથ્વી બરફનો ગોળો બની ગઈ છે ને જ્વાલામુખીઓ એ એને બચાવી છે. જે કાર્બન ડાયોકસાઈડ ને ઝેરી ગણીએ છીએ એણેજ પૃથ્વીને વાતાવરણ આપ્યું છે. અને પહેલા જીવનનો ખોરાક પણ બનેલો છે. કેટલીય વાર ગ્લોબલ વોર્મિંગ થયું છે ને હિમયુગ આવ્યા છે. જે ઓક્સીજનના લીધે પૃથ્વી પરનું જીવન  નાશ પામેલું, એનોજ ઉપયોગ કરીને જીવન આગળ ધપ્યું છે. તમે ગ્લોબલ વોર્મિંગ વધારશો તો પૃથ્વીને કોઈ નુકશાન નથી. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને ભયંકર નુકશાન પહોચાડસો એ વાત જ ખોટી છે. જે નુકશાન થશે એ તમને થશે. પૃથ્વી પોતે ગ્રેટ સર્વાઈવર છે. તમે જીવો કે મરો એની ચિંતા પૃથ્વી કરવાની નથી. તમે નાશ પામશો તો કોઈ નવું જીવન તમારાથી વધારે સુપર, જગ્યા લેશે. પૃથ્વીએ આજ સુધી એજ કર્યું છે.
         *મેડીટેરનિયન સમુદ્ર કેટલીય વાર આખો ને આખો સુકાઈ ગયો છે. સીસલીમાં એના અવશેષ રૂપ મીઠાની જબરદસ્ત ખાણો છે. આફ્રિકાથી હાથી અહી પણ આવેલા છે. આ સમુદ્ર સુકાઈ જાય ને ખોરાકની તકલીફ પડે એટલે હાથીઓ એ એમની જાત સંકોચેલી છે. અને પછી હ્યુજ પણ બનાવેલી છે. અહી બકરીની સાઈજના પુખ્ત હાથીઓના ફોસિલ મળે છે.  ભારત પણ આફ્રિકા ખંડ સાથે જોડેલું હતું. ત્યાંથી છુટું પાડી ને એશિયાને અથડાયું છે. અને હજુ અથડામણ ચાલુજ છે. એમાંથી હિમાલયની ગ્રેટ પર્વતમાળા રચાઈ છે. પહેલા અહી ટીથીસ નામનો સમુદ્ર હતો. હમણા પાકિસ્તાનમાં ધરતીકંપ થયો ત્યારે ત્યાની પર્વતમાળાની ઉચાઈ માં ૧૬ ઇંચ નો વધારો નોધાયો છે. ભલે લાખો વર્ષ  થયા હિમાલયની રચનાએ પણ એ મોર્ડન ગ્રેટ કટૅસ્ટ્રફિ હતું. એટલે હિંદુઓ એ શિવને કૈલાસ પર બેસાડ્યા છે. નાના નાના કટૅસ્ટ્રફિ તો થયા જ કરે છે. ભારતીય પ્લેટની અથડામણ એશિયન  પ્લેટ સાથે ચાલુ છે માટે હિમાલય ની ઊંચાઈમાં પણ વધારો થયા કરે છે. જીવન સમુદ્રમાં શરુ થયું, લાલન પાલન પણ ત્યાજ થયું એટલે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા છે. આ બધામાં સમય ભલે આપણ ને લાખો, કરોડો વર્ષનો લાગે પણ જીયોલોજીકલ સમય પ્રમાણે આંખનો એક પલકારો માત્ર છે. એટલે પ્રાચીન મનીષીઓએ કહ્યું કે બ્રહ્મા આંખનો એક પલકારો  મારે એટલે પૃથ્વી પર લાખો વર્ષ વીતી ગયા હોય. વિજ્ઞાન એ વાત આજે કરેજ છે.
      ભગવાન શિવ એ કોઈ વ્યક્તિ નથી. નથી એ હિમાલયમાં રહેતા. ભલે મોરારી બાપુ એમને ક્યાંક શિવ ભટકાય જાય એ આશામાં કૈલાશ ઉપર કથા કરવા જતા. પ્રાચીન હિંદુ ધર્મના ખેરખાંઓ આ કટૅસ્ટ્રફિ  જાણતા હતા. પણ એ વખતે અંગ્રેજી ભાષા ના હતી માટે એમણે ભગવાન શિવ, શંકર, સર્જન અને વિસર્જનના દેવ એવું નામ આપ્યું. ડીઝાસ્ટર રૂપી અનેક ઝેર એ પચાવી શકે છે. ને નવું બહેતર જીવન પેદા કરી શકે છે. તમે બનાવટી વાતો  જોડો એમાં શંકરનો શું વાંક? કે પ્રાચીન મનીષીઓનો શું વાંક? તો બોલો કટૅસ્ટ્રફિના દેવ કે ખુદ કટૅસ્ટ્રફિ  એવા ભગવાન શંકરની જય.

ગંગા કદી અશુદ્ધ ના થાય! શું વાત છે મારા ભાઈ??હહાહાહાહહાહાહાહા..હા..હા.

Ganga snan

*
ફેબ્રુ  ૪,૧૯૫૪ કુંભમેળામાં મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ સ્નાન કરી પાછા આવતા હતા, એમના સુંદર નગ્ન દેહો જોઇને સ્વર્ગમાં ટીકીટ બુક કરાવવાની લાલચમાં દોડાદોડી  થઇ અને ભીડમાં ૫૦૦ કરતા વધારે લોકો કચડાઈ ને તરત દાન મહાપુણ્યના ન્યાયે સ્વર્ગે સિધાવ્યા. ટીકીટ શું બુક કરાવવાની સીધુ જ સ્વર્ગ. સારું કહેવાય ને? ઈ.સ. ૧૭૬૦ કુંભ મેળામાં વૈરાગી સાધુઓ વચ્ચે ઝઘડો  થયો. મોટા ભાગે પહેલું કોણ સ્નાન કરે તે બાબત ઝગડા થતા હોય છે. સંસારીઓ તો ઝઘડે  માની શકાય પણ વૈરાગી સાધુઓ ઝઘડે? પતિપત્ની ઝઘડે, એ તો ઝઘડવા માટે જ ભેગા થયા હોય છે. હહાહાહા, કેટલા મરાયા? પુરા ૧૮૦૦૦ કરતા પણ વધારે. નો પ્રોબ્લેમો અબજ કરતા પણ વધારે થવાના છીએ. છતાં કુંભ મેળાનું મહત્વ ઓછું થયું નથી, શ્રી કાંતિ ભટ્ટ ઉવાચ.. આવા તો કાયમ મર્યા કરે છે. તો તો ધોરાજીમાં કચડાઈ મર્યા તે બાબત આ લેખક દાદાને જરાય દુખ નહિ થયું હોય. ક્યાંથી થાય મોહમાયાથી પર જો થઇ ચુક્યા હોય.

                *
શ્રી કાંતિ ભટ્ટ ઉવાચ ભારતમાં કેટલા સાધુઓ છે? જોઈ આવો જરા કુંભ મેળામાં, સવાલાખથી કદી ઓછા ના હોય. જોયું મારું ભારત કેટલું મહાન છે? અને કેટલું બધું ધાર્મિક છે? જેટલી સાધુઓની સંખ્યા વધારે તેટલું ભારતનું ગૌરવ. અને એટલે જ રૌરવ નરક ભોગવી રહ્યું છે. એ આ સાધુ બાવાઓની હમેશા ચમચાગીરી કરનાર લેખકશ્રીને ખબર નથી. લાખો અનપ્રોડકટીવ સાધુઓ, ના તો આત્મજ્ઞાનની પળોજણ  કરે છે, ના તો સમાજના કોઈ કલ્યાણનું કામ. ના તો કોઈ ઉત્પાદન કરે છે, ના તો કોઈ સેવા. સંસારની જવાબદારીઓમાંથી છટકેલા આ ભીખારીઓ લાખો ભારતીયોની મહેનતની કમાણી મફતમાં ખાઈ જાય છે. ના તો કોઈ ટેક્ષ ભરવાની ચિંતા, ના કમાવાની. એમના ગુરુઓ પ્રજાનું બ્રેન વોશ કરે રાખે ને લોકો એમના ભરણપોષણ કરે રાખે. સાધુ તો ચલતા ભલા, સાધુનું  કુળ ના પુછાય. બ્રેન વોશિંગના એટલા બધા ઉત્તમ નમુના તમને ભારતમાં જોવા મળશે કે વાત ના પૂછો. અગાઉથી  બધી જ પૂરી તૈયારી હોય. તમે એનો  ઈતિહાસ પૂછો જ નહિ. ના તો પોલીસ પણ તપાસ કરે. પાપ લાગે . કેટલાય ક્રિમિનલ્સ આનો લાભ લઇ ખાસ તો ગુજરાતમાં સાક્ષરશ્રીઓના પ્રણામ ઝીલતા  હશે? થોડા હિન્દી બોલનેકા, થોડી ચોપાઈ ગોખ લેને કી.
        *
કશું પણ કામ ના કરનારા આ સાધુઓનું પોષણ ભારતના  ગરીબ, તવંગર અને મધ્યમ વર્ગના માથે છે. જાણીતા કથાકાર મોરારીબાપુ  ૨૦ વર્ષ પહેલા કુંભ ગયેલા ત્યારે ગુજરાતીઓ ગાંડા થઇ, કુંભમાં સંખ્યા વધારવાનું પુણ્ય કમાવા દોડી ગયેલા. ૨૦ વર્ષ પહેલા ૧૫ લાખના ખર્ચે ભવ્ય વ્યાસપીઠ વાળો મંડપ બાંધેલો. ને એમને  ટાઢ, તડકા ને વરસાદની અસર ના થાય માટે એક લાખનો એમનો પર્સનલ તંબુ વોટરપ્રૂફ બાંધવામાં આવેલો. કોના પૈસા? જેણે આપ્યા હશે, ગરીબ, તવંગર કે કાળા બજારીયાયે, કમાવા મહેનત તો કરીજ હશે ને?
        *કાંતિ ભટ્ટ શ્રી ઉવાચ,,,,,હજારો લોકો પાણીમાં નહાય એટલે શ્રધ્ધાથી પાણી ઈલેકટ્રીફાય  થાય, એનર્જી વાળું થાય, મૌની અમાસના દિવસે સ્નાન કરવા વાળા કુંવારા કન્યા અને મુરતિયાને સારી કન્યા કે મુરતિયો મળે, અદાલતના ઝઘડા શાંત થાય, ક્યાં ગયું વિજ્ઞાન? ગમે તેટલા  ટોયલેટ ઉભા થાય, લોકો ખુલ્લામાં હાજત કરે છે, વાલ્મીકી જાતની હરીજન બાઈઓ આ નરકને સાફ કરે છે. ૨૦ વરસ પહેલા છત્તરપરની ગંગુબાઈ આ નરક સાફ કરતી, ગંગા સ્નાન કરતી , ઘેર પછી જતી ત્યારે ગામના લોકો ઢોલ નગારા થી સ્વાગત કરતા. તમારા નરક સાફ કરે તેનું સન્માન ના થાય તો શું થાય? આ બાઈને પાછા તમે તો અડકો પણ નહિ. પણ તમારા નરક સાફ કરી એણે ગંગા ને ચોખ્ખી રાખી છે. એ ચોક્કસ સ્વર્ગમાં જવાની અને તમે બધા ?
        
*ગંગા કદી પ્રદુષિત થવાની નથી, ભલે કરોડો લોકો સ્નાન કરે, ને હાજતે જાય. કાંતિ ભટ્ટ શ્રી ઉવાચ, ગંગાના પ્રદુષિત પાણીની વાત વારંવાર કરનારે કુંભ સ્નાન જોવા જવું, તેના પર્યાવરણના પ્રદુષિત જ્ઞાનની શુદ્ધિ થશે. બોલો બાકી રહ્યું કાઈ? પથ્થર પર પાણી.
        
નોધ:-ઉપરનો આર્ટીકલ “ગંગા કદી અશુદ્ધ ના થાય”  એવા શ્રી કાંતિ ભટ્ટના ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આવેલા આર્ટીકલની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

રૂપાળા શબ્દો ની માયાજાળ, “સીતા માનવતાની વિમલ વેદના”……

*આ સાક્ષરો ને કોઈ સબ્જેક્ટ ના મળે લખવા માટે તો રામાયણ તૈયાર જ હોય છે. શ્રી ગુણવંત શાહ સાહેબ હજાર વાર રામાયણ અને શ્રી રામ વિષે લખી ચુક્યા હશે. એક ગ્રંથ પણ લખી ચુક્યા છે. છતાં આજે ઓનલાઈન દિવ્યભાસ્કરમાં એમનો લેખ વાંચ્યો. હું પણ ઘણી વાર મારા વિચારો ધાર્મિક લોકોને ગળે ના ઉતરે એવા લખી ચુક્યો છું. છતાં જયારે આવા પ્રતિષ્ઠિત સાક્ષરો વારંવાર એકના એક વિષય પર લખી ને જનતાને બોર કરી જ રહ્યા છે, તો મારા વહાલા સુજ્ઞ વાચકો રીપીટેશન બદલ મને પણ માફ કરી દેશે. મારો આશય ફક્ત એટલો જ છે કે રૂપાળા શબ્દો પ્રયોજીને ભોળી જનતા ને કેટલી આસાનીથી ભોળવી શકાય છે, એ બતાવવાનો જ છે. બીજું આપણી હિન્દુસ્તાન ની પ્રજા મોટા લોકો જે કહે તે બ્રહ્મ વાક્ય માની જ લેવાનું એવી માનસિકતા ધરાવે છે. જરાય વાસ્તવિકતા ની ધરતી ઉપર  વિચાર કરતી જ નથી. આ લોકોના નામ એટલા મોટા અને પૂજ્ય હોય છે કે એમની ભૂલો કોઈને દેખાય જ નહિ, અને દેખાય તો માનવા મન ના કબુલ કરે. આજ્ઞાપાલન.
*થોડી મનોવૈજ્ઞાનિક ચર્ચા કરી લઈએ. એક બાળક જન્મે છે, ત્યારે એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે. એ જુએ છે,  સાભળે છે,ચાટે છે, સ્પર્શ કરે છે, નકલ કરે છે અને ધીરે ધીરે એની હાર્ડ ડિસ્ક ભરાયા છે, માહિતી બ્રેનમાં ભેગી થાય છે અને એ રીતે એનું ઘડતર થાય છે. એવી રીતે એક સમાજ નું ઘડતર થાય છે, મોટા મહામાનવોના અચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, આદેશો, ઉપદેશો થકી. અચેતન રૂપે બાળક જેમ વડીલો પાસેથી બધું શીખે છે તેમ સમાજના લોકોના અચેતન મનમાં મહાપુરુષોની અસર હોય છે. દેશના રાજા, મહાન નેતાઓ, મોટા સ્થાપિત ધર્મગુરુ ઓના અચાર વિચાર, વાણી, વર્તન, ઉપદેશો થી દેશનું, પ્રજાનું, સમાજનું ઘડતર થાય છે. યથા રાજા તથા પ્રજા, પ્રજા એમના પગલે ચાલવા આતુર હોય છે. એક નાનો માણસ ભૂલ કરે છે, ત્યારે એના ખરાબ પરિણામો એના ફેમીલી, અને ઘરના સભ્યોએ ભોગવવા પડે છે. જયારે મોટા માણસો ભૂલ કરે છે ત્યારે એના પરિણામો આખા સમાજ, આખા દેશ ને ભોગવવા પડે છે.
*બીજું શ્રી રામ ને ભગવાન માની ને આ બધું વાંચશો તો ગળે નહિ ઉતરે, એમને માનવ, એક રાજા, એક મહામાનવ, એક સેલીબ્રીટી માનસો તો જ મજા આવશે. જુના જમાનામાં રાજા ને ભગવાન માનવાનો પ્રાચીન સંસ્કૃતિઓ  ભારત અને ચીનમાં રીવાજ હતો.
*હવે શ્રી ગુણવંત શાહના રૂપાળા શબ્દો ની માયાજાળ જુઓ.
               
 (૧)..રામાયણ માનવતાનું મહાકાવ્ય……….. (૨) રામ માનવતાના વિવેક ચુડામણી..
 
શ્રી રામ ખુબજ આજ્ઞાપાલક હતા.ઘણી વાર આંધળું આજ્ઞાપાલન દુખદાઈ હોય છે. આજ્ઞા પાલકો કોઈ ક્રાંતિકારી વિચારો ધરાવતા હોતા નથી. ધરાવતા હોય તો આજ્ઞાપાલનની આદતમાં મૂકી શકતા નથી. જેણે સાંપ્રત સમાજની આજ્ઞા ઓ પાળી નથી, માની નથી એવા લોકોએ જ ક્રાંતિ કરી છે. શ્રી કૃષ્ણ આજ્ઞા પાલક હતા નહિ. મોટાભાઈ બલરામ ને ચતુરાઈ પૃવક સમજાવી એમની આજ્ઞાઓ પાળતા નહિ. પણ આજ્ઞા પાલન કોને ના ગમે? બધાને ગમે. સાચી ને સારી આજ્ઞાઓ પાળવામાં કોઈ જ વાંધો નથી. પણ ગેરવ્યાજબી આજ્ઞાઓ વડીલોની હોય તો પણ દુખ જ આપતી હોય છે. દરેક બાપ ઈચ્છતો હોય કે મારો દીકરો રામ જેવો આજ્ઞા પાલક હોય તો સારું. પછી અમે એને બનવું હોય ફોટોગ્રાફર ને મોકલી દઈએ એન્જીનીયરીંગ માં. મને ખુદ ને સાયંસ અને સાહિત્યમાં રસ પણ કોમર્સમાં ફક્ત ફી ભરી દીધી હતી માટે કોમર્સમાં જવું પડ્યું. ના તો હું સારું કોમર્સ ભણી શક્યો ના સાયંસ અને સાહિત્યની ખંજવાળ હવે (52) વર્ષે પૂરી કરી રહ્યો છું. નેતાઓ પણ રામના જ રથ કાઢશે. એમને પણ પ્રજા રામની જેમ આજ્ઞાપાલક જોઈએ છીએ. જેથી મરે તો પારકા છોકરા મરે ને એમના છોકરા પરદેશમાં ભણતા હોય કે લહેર કરતા હોય. ગુરુઓ પણ રામની કથા વધારે પસંદ કરશે. જેથી ભોળી પ્રજા આજ્ઞાપાલનના ચક્કરમાં એમના રોટલા શેકી આપે. શ્રી કૃષ્ણ ની ખાલી બાલ અવસ્થાની(ભાગવત) કથાઓ જ કહેવાતી હોય છે. મહાભારત ની કોઈ કથાઓ થતી નથી. પૂરું ના વંચાય નહી તો  નાશ થાય એવું પણ ગુરુઓએ ભરાવેલું  છે. આ તો બી.આર.ચોપરાએ સાહસ કર્યું,તે પણ રામાનંદ સાગર કમાઈ જાય ને હું કેમ રહી જાઉં?
 
ચુડામણી એટલે ચૂડલામાનો  મણી. વિવેક એટલે સાચા ખોટાની પરખ. રામ ને શુદ્રો પ્રત્યે માંન કે પ્રેમ  હતો  માટે એમણે શબરીના એંઠા બોર ખાધા. પણ એક શુદ્ર જયારે ભણવા(તપ) બેઠો તો ઋષીઓ એ ફરિયાદ કરી તો શુદ્ર ને સમજાવી ને તપ કરતો બધ કરી શક્યા હોત. રાજા હતા થોડી ધમકી આપી હોત તો પણ માંની જાત પણ બાણ મારી હણી નાખ્યો. ક્યા ગયો વિવેક ને માનવતા? ફક્ત આજ્ઞાપાલન. આગે સોચનેકા નહિ.ટૂંકમાં વાલી નો ઝાડ પાછળ છુપાઈને વધ, વાલી ની પત્ની સુગ્રીવના ભોગવિલાસ નું સાધન બને, રામ સહીત લક્ષ્મણ ને સુગ્રીવ ઉપર કોપાયમાન થવું પડે, અસહાય અંગદની નારાજગી, સીતાજીની અગ્નિપરિક્ષા(ચેસ્ટીટી બેલ્ટ), ધોબી ભાઈના મેણાંથી સીતાજીનો ત્યાગ, ધોબીભાઈ ને ફટકારી સમાજ ઉપર સ્ત્રીઓ પર વિનાકારણ શંકા નહિ કરવાનો દાખલો બેસાડવાનો ચાન્સ ગુમાવી ભવિષ્યમાં ભારતમાં જન્મ લેનારી સ્ત્રીઓને કાયમ અગ્નિપરિક્ષાઓ(ચેસ્ટીટી બેલ્ટ) માં ધકેલી દેવી. ક્યાં ગઈ માનવતા ને ક્યાં ગયો વિવેક?
હવે શ્રી ગુણવંત શાહ સાહેબ કહે છે (૩) સીતા માનવતાની વિમલ વેદના
સીતાજી ને થયેલા બધા અન્યાય ભુલાઈ જાય ને આવા મનમોહક શબ્દો થી. ભૂલી જાવ સીતાજીની પીડા એ તો માનવતાની વિમલ વેદના છે. એટલે શ્રી કાંતિ ભટ્ટ પણ કહેતા હતા કે રામ કથામાં સ્ત્રીઓ વધારે આવે છે. અને સીતાજીની વાર્તાની રાહ જોતી હોય છે. ને એવું પણ કહેતા હતા કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર થવું, પીડાવું, દુખી થવું ગમે છે. એના પર હું એક આર્ટીકલ લખી ચુક્યો છું. ધરતીમાં કોઈ બાળક પેદા થતા નથી. કોઈએ બાળ સીતાજી ને ત્યજી દીધા હશે જન્મ થતા જ. જનક રાજા જેવો કોઈ જ્ઞાની રાજા થયો નથી, એમણે પોતાની પુત્રી તરીકે મોટા કર્યાં. ફરી પાછા રૂપાળા શબ્દોની માયાજાળ પણ એ વાલ્મીકી ની. સીતાજી ધરતીમાં સમાઈ ગયા કે સુસાઈડ?
 સીતાજી ને પણ સ્વમાન હતું, એમણે રામ ને માફ નથી કર્યા, ફરી પાછા અયોધ્યા નથી ગયા. શ્રી શાહ સાહેબ પહેલા પ્રેમનું મહાકાવ્ય કહેતા હતા. સાચી વાત છે પણ અંતમાં શોકનું મહાકાવ્ય બની ગયેલું.,
*(૪)લક્ષમણ માનવતા નો પુણ્ય પ્રકોપ
(૫)ભરત માનવતાનો તપોનીધી
(૬)હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ
આ ત્રણે આજ્ઞાપાલનના મહારથીઓ, રામના સબમીસીવ  ભક્તો હતા. આ ત્રણેના ચરિત્રો મહાન હતા. આ લોકોના આપેલા બલિદાન મહાન હતા. શ્રી રામ અને સીતાજી નું ચરિત્ર પણ મહાન હતું. પણ રામે આજ્ઞાપાલનના ચક્કરમાં કરેલી  ભૂલો પણ મહાન હતી.
*રામ કથા જગ મંગલ કરની
જગનું ઠીક,ભારતનું પણ મંગલ થયું હોત તો આજે ભારત સુપર પાવર હોત. ભારત આજે બિચારું , ગરીબડું બની ચુક્યું છે. ભારતનું મંગલ થયું હોત તો ૧૦૦૦ વરસ ગુલામી ના વેઠી હોત. રામનું આજ્ઞા પાલન ભારતની રગેરગમાં ફેલાઈ ચુક્યું છે. આજ્ઞા પાલક પ્રજામાંથી ચૂંટાતા નેતાઓ પણ ભયંકર આજ્ઞા પાલક છે. અંગ્રેજોએ કીધું ભાગલા પાડો , નો પ્રોબ્લેમ , જી હુકુમ. જે અંગ્રેજ કદી ભારત આવેલો નહિ, ભારતની ભૂગોળ ખબર નહિ એણે નકશા પર ભાગલા પડ્યા, જી હુકુમ. અલ્યા  એટલું તો કહેવાય ને કે કોઈ જાણકાર ને મુકો આ કામ માટે. પેલા છગને એક જ ગામ વચ્ચે  પણ લીટી દોરેલી છે. હાલ નો ભારત નો જે નકશો જોઈએ છીએ તે ખોટો છે. ડાબી બાજુનું ઉપરનું ટોપચું પાકિસ્તાન પાસે છે. આપણી જ હદમાં વાડ કરવા ગયા ને ચીન નારાજ થયું ને આજ્ઞાપાલન તરત જ બંધ થઇ ગયા. વૃદ્ધ, શક્તિહીન, કામી રાજા ને જુવાન ખણખણતી પત્ની રામ જેવા સીધા પુત્ર ને કેવી ભયંકર આજ્ઞા કરી બેઠા ને આખી જીંદગી બગાડી નાખી. હજુ આજેય દશરથો એના એજ છે. પહેલી વાર અમીરખાન જાહેરમાં સંદેશો લઇ આવ્યો છે કે દશરથો સુધરો. આ મુવીમાં મને કોઈ ખરાબ મેસેજ દેખાયો નથી. પણ ના તો પછી આજ્ઞા પાલન નું શું થાય? પ્રજા બગડી જાય, નેતાઓ ની આજ્ઞા પાળે નહિ, એટલે એનો વિરોધ થયો ને પોસ્ટરો ફાડ્યા. “તારે જમીનપર” ને “થ્રી ઇડીએટ” બનાવીને આમીરે બહુ મોટી છલાંગ લગાવી દીધી છે.
* હા મંગલ થયું છે .બાપુઓનું. રામ કથાઓ  ગાવાની આવડત ના હોત તો કોઈ, મોદીની ભાષામાં  ક્લાર્કમાં પણ ના રાખે. રામનું નામ પવિત્ર તો ખરું જ. રામના નામે પથરા(ભીખારીઓ,અભણો,ક્રીમીનલ્સ) તરી ગયા. રામના રથ કાઢી નેતાઓ નું ભલું ચોક્કસ થયું છે.
*વધારામાં શ્રી ગુણવંત શાહ કહે છે બાપુની રામ કથા થી ભરતીય સંસ્કાર જળવાયા. સાચી વાત છે. સંસ્કારો ચોક્કસ જળવાયા છે, સાથે સાથે શંકા કરવાના
(ચેસ્ટીટી બેલ્ટ), બાળી મુકવાના, કાઢી મુકવાનાં પણ. બીજું એમનું કહેવું છે વ્યસનો અને માંસાહાર  ત્યજવાની પ્રેરણા મળી છે. સાચી વાત છે. પણ એ બાપુની પોતાની સલાહો હશે. રામની નહિ કારણ રામ તો હરણના શિકાર કરતા હતા ને એના ચર્મના વસ્ત્રો સીતાજી ને પ્રિય હતા. એના માંસનું ભોજન કરવું એ જમાનામાં સામાન્ય હતું. વાલ્મીકી રામાયણમાં આનો ઉલ્લેખ છે જ. શ્રી સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી એ પણ એમની કોલમ “વાતાયન” માં આનો ઉલ્લેખ પણ કરેલો. પ્રાચીનકાલના આર્યો તદ્દન માંસાહારી હતા. લોકો માને કે ના માને. અને એના લીધે અત્યારે માંસાહાર ની તરફેણ ના કરી શકાય. શું ખાવું એ પોતાની ચોઈસ છે.
*હવે શ્રી ગુણવંત શાહ  બાપુ ને રામાયણ યુનિવર્સીટીના કુલપતિ કહે છે. હવે બાપુ પોતે આપકી અદાલત નામના પ્રોગ્રામમાં રજત શર્મા ને એક ભણતર વિષેના સવાલના જવાબમાં ગર્વતા થી જવાબ આપે છે કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા”. લાખો  સાભળનારના અચેતન માઈન્ડમાં આ સંદેશો ઘુસી જવાનો કે ભણતર ની ખાસ જરૂર નથી, ભજન કરો. એક સત્ય ઘટના, ગોંડલ કોલેજની એક વિદ્યાર્થીની ચાલુ કલાસે સંતાડી રાખેલી માળા ફેરવીને રામ રામ ભજતી હોય છે, આ શ્રી કાંતિ ભટ્ટ જણાવે છે. સુજ્ઞ વાચકો વિચારે કે મહાન આત્માઓના વચનો લોકો કેટલા  સહેલાઇ થી અમલમાં મૂકી દેતા હોય છે. નક્કી આ છોકરી બાપુઓના રવાડે ચડી ને ભણતર ને મહત્વ આપતી નથી. જેને મન ભણતર નું મહત્વ ના હોય તેને કુલપતિ ની પદવી?
*બાપુના કોઈ ભક્ત કહેતા હતા કે ધનપતિઓ પાણી ગાળી ને પીવે છે પણ લોકો નું લોહી ગાળ્યાં વગર પી જાય છે. એ હવે વિચારવાનું વાચકો ઉપર. પણ મારું માનવું છે કે આ બાપુઓ તો લોકોનું બ્રેન જ ગાળ્યાં વગર પી જાય છે, એનું શું?
*વચમાં વાચેલું કે મોરારીબાપુ એ એક મંચ પર જુદા જુદા ધર્મોના વડા(નેતાઓ) ઓને ભેગા કરેલા. સારું કહેવાય. પણ એક જ મંચ પર ભેગા થઇ કોઈ નિર્ણય લીધો કે જુદા જુદા વાડાઓમાં વહેચાએલો હિંદુ ધર્મ એક ભગવાન  કે એક સનાતન હિંદુ ધર્મ ને માની પોતે એક થાય ને પ્રજા ને એક કરે?  ના..તો પછી? ખાધું પીધું ને છુટા પડ્યા.
* શ્રી શાહ સાહેબ પાઘડીનો વળ છેડે…એવું લખી કોઈ કવિતા જેવું કરતા હોય છે. આ તુલસીદાસ ને થયે ૫૦૦ વરસ થયા હશે. એ સમયે શ્રી રામની હાજરી હોય તેવી શક્યતા નથી. છતાં ભક્તિ ને અહોભાવના માર્યા લોકો ગાતા હોય કે તુલસીદાસના ભક્તો ગવડાવતા હોય છે કે “ચિત્રકૂટ(કે અયોધ્યા) કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.
વર્ષો પછી લોકો અહી પણ ગાવાના છે ચિત્રકૂટ(મહુવા)કે ઘાટ પર ભઈ સાક્ષરાન(અસ્મિતા પર્વ) કી ભીડ, મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર”
*આશરે ૫૦૦ વર્ષ પછી ઈ.સ. ૨૫૦૦ માં વળી કોઈ મારા જેવો બુદ્ધીસાગર(મૂરખ) વિચારશે કે આ રામ ને થયે ૫૦૦૦ કરતા વધારે વર્ષ  થયા ને આ બાપુ તો ઈ.સ.૨૦૦૦ ની આસપાસ થયા હતા, ને લોકો આવું કેમ ગાતા હશે? કે મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. શું રામ અને બાપુ સમકાલીન હશે? આવું બનવાની શક્યતા ૧૦૦% છે. જેવું તુલસીનું થયું એવું બાપુનું કેમ ના થાય? ભારત તો આખરે ભારત જ છે ને?
 *કોઈએ ખોટું લગાડવું નહિ, મેં પોતે શ્રી ગુણવંત શાહ અને શ્રી કાન્તીભટ્ટ ને વર્ષો સુધી વાંચ્યા છે. અને હજુ વાંચું છું. મહાત્માઓએ વિચારવાની બંધ કરેલી બારીઓ ખોલવાનો નમ્ર પ્રયાસ માત્ર છે.

નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી ગુણવંત શાહ ના ઓન લાઈન દિવ્યભાસ્કરમાં આવેલ “રામ કથા જગ મંગલ કરની”આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

“જુનું એટલું સોનું, ખરેખર? આધુનિક જીવન અને શિક્ષણ પધ્ધતિના સંદર્ભમાં.”

           *આપણે જૂની વસ્તુ થી ટેવાઈ અને પરિચિત થઇ ગયા હોઈએ છીએ. કોઈ પણ નવી વસ્તુ, પધ્ધતિ કે ચાલ શરુ થાય એટલે એના વિરુદ્ધ હોબાળો શરુ થઇ જાય છે. જુનું એટલું સોનું અને નવું નવ દહાડા એવી કહેવતો ઉચ્ચારનારના મનમાં નવી વસ્તુ પ્રત્યેનો એક ફોબિયા, ભય હોય છે. દરેકના મનમાં હોય છે પણ સાહસિક લોકો પ્રયોગો કરવા માટે તૈયાર હોય છે. દરેક વસ્તુના ફાયદા ને ગેરફાયદા હોય છે. ગેરફાયદા દુર કરીને સુધારા કરી એજ નવી વસ્તુનો વિકાસ કરી શકાય. આવી રીતેજ સંસાર ચાલ્યા કરતો હોય છે. દા:ત.કોમ્પ્યુટરમાં રોજ અપડેટ થતું હોય છે. વિન્ડોઝ એક્સ પી માંથી, સુધારા કરી વિસ્ટા આવ્યું. એમાં પણ સુધારા કરતા નવા વર્જન આવ્યા. અને હવે વિન્ડોઝ સેવન આવી ગયું. આ બધા જુનું એટલું સોનું એમાં માનતા નથી, એટલે તમને એટલી સગવડો મળે છે. જીવન પધ્ધતિને શિક્ષણ પદ્ધતિઓમાં કાળે કાળે નવા સુધારા થતા જ આવ્યા છે. અને એમજ સમાજની પ્રગતિ થાય છે. જુનું એટલું સોનુંમાં માનનારા સમાજ ને ઠપ્પ કરી દેનારા છે. જુનામાં જૂની ચીન અને ભારતની સંસ્કૃતિઓના પ્રાચીન સાહિત્યનો  અભ્યાસ કરો એ લોકો પણ એમના વીતી ગયેલા કાળ કે જમાનાને જ સારો ગણતાં. એમના ચાલુ  કાળને વગોવતા જ જણાય છે. આવા લોકોએ જ સતયુગ પહેલા થઇ ગયો છે એવી ખોટી કલ્પનાઓ કરેલી છે. ગાંધીજીને પણ રામ રાજ્ય ગમતું હતું. રામના રાજ્યમાં એક શુદ્ર એ ભણવાની(તપ) હિંમત કરેલી, અને રામે એને આવી હિંમત કરવા બદલ બાણ મારી હણી નાખેલો. ૫૦૦૦ વર્ષ થી વધારે લાંબા કાળમાં કોઈ શુદ્રે ફરી આવી હિંમત ના કરી. આટલા લાંબા કાળ પછી પ્રથમ વાર શુદ્રમાં એક બ્રાહ્મણ પાક્યો, ડો બાબાસાહેબ આંબેડકર. હવે રામાયણ કાળ કે રામરાજ્યને પાછું લાવવાની વાતો કરનારા મહામુરખો છે.
        *સર્વાઇવલના નિયમ પ્રમાણે જે સારું ને ફીટ હશે એનો નાશ થવાનો નથી.  આયુર્વેદમાં જે સારું છે તે ટક્યું જ છે ભલે ૪૫૦૦ વરસ થયા. એટલોજ જુનો યોગા કામનો છે એટલેજ ટક્યો છે. નહીતો ક્યારનોય ભુંસાઈ ગયો હોત. સુશ્રુત પ્લાસ્ટિક સર્જન પણ હતા, યુધ્ધમાં કપાયેલા નાક ને કપાળની ચામડી લગાડી ઠીક કરતા હતા. પણ જુનું એટલું સોનુંમાં માનનારાઓએ સુશ્રુતની વિદ્યા આગળ ના વધારી.
              એક બ્લોગમાં વાચ્યું કે ગોખણપટ્ટી અંગ્રેજોની દેન છે.અંગ્રેજો  અને ધોળી ચામડી પ્રત્યે અહોભાવની વાતો લખી છે. પણ મેં તો દરેક ભારતીયને અંગ્રેજો આપણને લુંટી ગયા કહી હમેશા ગાળ દેતાજ જોયા છે. ગોખણપટ્ટી અહી અમેરિકાના કલ્ચરમાં ક્યાય જોઈ નથી. ગોખણપટ્ટી એ ભારતની શોધ છે, નહી કે બીજા કોઈ પણ દેશની. કોઈ પણ એકની એક વાત કે વસ્તુ  સતત રટ્યા કરવાથી એ તમારા સબ કોન્શીયાશ માઈન્ડ(અચેતન મન) માં સ્ટોર થઇ જાય ,ભલે એનો કશો પણ અર્થ ખબર ના હોય. મને પોતાને નાનપણમાં કોઈ પણ અર્થની ખબર વગર ગીતાજીના પ્રથમ બે અધ્યાય મોઢે હતા. આ બ્રેઈનની કારીગરીનો ઉપયોગ કરી પ્રાચીન ભારતના પંડિતોએ તમામ શાસ્ત્રોને ગ્રંથો મોઢે મતલબ  કંઠસ્થ કરી સાચવેલા. કાગળની શોધ ચીનાઓએ કરી છે. ઝાડના પાન પર લખવાનું પણ બહુ પાછળ થી આવ્યું. એટલે ગોખણપટ્ટી માટે અંગ્રેજોને ગાળ દેવી ખરેખર ખોટું છે. ઉલટાનું અંગ્રેજી પધ્ધતિમાં ગોખ્યા વગર સમજીને યાદ રાખવાનું શીખવાય છે. એમ કહોકે અંગ્રેજી પધ્ધતિ આવ્યા પછી ગોખણપટ્ટી બંધ થઇ છે.
       *એકાદ વરસ પહેલા ગુજરાત ભાષા પરિષદે ગુજરાતી બચાવો અભિયાન શરુ કરેલું  એવું વાંચ્યું, એમાં સુરેશ દલાલ, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી જેવા સાહિત્યકારો  ભાષણો આપવાના હતા. કઈ જાતની ગુજરાતી ભાષા બચાવવાની છે? અને ગુજરાતમાં જ ગુજરાતી બચાવવાની? હસવા જેવી વાત છે. ગુજરાતમાં રહેતા કયા અને કેટલા ગુજરાતીને ગુજરાતી નથી આવડતી? ગુજરાતમાં જ દરેક જીલ્લામાં અલગ અલગ ગુજરાતી બોલાય છે. શુદ્ધ ગુજરાતી કોણ બોલે છે? ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણનારા કયા વિદ્યાર્થીને ગુજરાતી બોલતા નથી આવડતું? લખવામાં આવ્યું છે કે ગુજરાતીને તળિયા સુધી પહોચાડવી પડશે. કયા તળિયા સુધી? તળિયામાં તો ગુજરાતી વસેલી જ છે. કયા ગામડાના લોકો ગુજરાતી નથી બોલતા?કયા ગામડાના લોકો ફક્ત અંગ્રેજી જ બોલે છે? તળિયું કયું સમજ ના પડી. પાંચ કરોડ ગુજરાતીઓમાંથી કેટલા અંગ્રેજી માધ્યમમાં ભણે છે? સૌથી વધારે લોકો ગામડામાં રહે છે. કેટલા ગામડામાં અંગ્રેજી સ્કૂલો  છે? બે બિનગુજરાતી પર પ્રાંતના લોકો એકબીજાને મળે ત્યારે એમની માતૃભાષામાં વાત કરે છે. સાચી વાત છે. પણ આજ પરપ્રાન્તીયોનું અંગ્રેજી ગુજરાતીઓ કરતા પણ સારું હોય છે એ વાત કેમ  ભુલાઈ ગઈ  છે?  અંગ્રેજી કડકડાટ બોલતા તમીલીઓ, કેરાલીયનો, કન્ન્ડો શું એમની માતૃભાષા ભૂલી ગયા છે?એટલા માટે પૂછું છું કે ગુજરાતીની સાથે સાથે સારું અંગ્રેજી કેમ ના શીખી શકાય?  શું બે ભાષાઓ સાથે શીખવામાં કોઈ વાંધો આવે છે?  અંગ્રેજી બોલે એવા ગુજરાતી કઈ રીતે ગુજરાતી ભૂલી જાય? તો કઈ ગુજરાતી બચાવવાની? અમારા ગુજરાતી સગા આખી જીંદગી બેંગ્લોર રહ્યા. એમના છોકરા બેંગ્લોરમાં જ જન્મેલા ને ત્યાની સ્કુલોમાં જ ભણેલા. આ છોકરા હિન્દી,અંગ્રેજી,કન્નડ અને ગુજરાતી કડકડાટ બોલે છે. કારણ ઘરમાં ગુજરાતી બોલતા હોવાથી ગુજરાતી પણ એટલુજ સરસ બોલે છે. એક ભાષા શીખવાથી બીજી ભાષા શીખવામાં ક્યાં અડચણ આવે તે સમજાતું નથી.
        *માતૃભાષા અમેરિકામાં આવ્યા પછી પણ નથી ભુલતુ કોઈ. જીવતી રહે છે, માટે અહી સરકારી કામોમાં ફોન પર અંગ્રેજી બોલતા ના આવડે તો ન્યુ જર્સીમાંતો ઇન્ટરપ્રિટર મળે છે. એક ભાઈની વાત સાચી છે કે ગુજરાતી બચાવો અભિયાન કરતા અંગ્રેજી ભગાવો અભિયાન વધારે લાગે છે. પણ આવું કરી ગુજરાતને પછાત રાખવામાં આ લોકો ભૂંડી ભૂમિકા ભજવશે. મેકોલે એ શિક્ષણ પધ્ધતિ શરુ કરી એ પહેલા મહાન ગુરુકુળોમાં કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા? બ્રાહ્મણ વર્ગમાં પણ ઉચ્ચ ક્રીમી લેયર કરતા કોને સંસ્કૃત આવડતું હતું? નાનામાં નાનો ને ગરીબ વર્ગ  પણ ભણતો થયો કોના પ્રતાપે? આધુનિક પધ્ધતિના પ્રતાપે કે મહાન ગુરુકુળ પધ્ધતીના પ્રતાપે? ગુરુકુળોમાં શું ભણાવતા હતા? વિજ્ઞાન, ટેકનોલોજી? એન્જીનીયરીંગ? હું કોઈ મેકોલેની વકીલાત કરું છું તેવું સમજાતા નહિ, કારણ મેકોલેને અંગ્રેજી હકુમત માટે કારકુન જોઈતા હતા. પણ મેકોલે જેવીતેવી પણ શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી તે પહેલા ભણવા કોણ જતું હતું? પ્રાચીન ગુરુકુળોમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય કોણ ભણવા જતું? એમાં પણ રાજઘરાના સિવાયના સામાન્ય ક્ષત્રિયો  ભણવા જઈ શકતા ખરા?
         *આધુનિક જીવન પધ્ધતિ અપનાવતા લોકો કેટલા? કીટી પાર્ટી , જીમ અને ક્લબોમાં કેટલી માતાઓ જઈને એમના નાના બાળકોનું ધ્યાન નહિ રાખતી હોય? આવું ક્રીમ લેયર ગુજરાતમાં કેટલું છે? કોઈ માધ્યમ વર્ગના માણસને આવું પોસાય ખરું?  આયાઓ કેટલા માણસો રાખી શકતા હશે? એક કામવાળી બાઈ લોકોને પોસાતી નથી. જે આધુનિક જીવન પધ્ધતિથી થતા અતિશય નુકશાન વર્ણવામાં આવે છે એવી આધુનિક જીવન પધ્ધતિ અતિ શ્રીમંત વર્ગ સિવાય કોને પોસાય છે. ધીરુભાઈ અંબાણી તો અતિશય શ્રીમંત હતા. એમના છોકરાઓને એક અઠવાડિયામાં બહારનો નાસ્તો અને સોફ્ટ ડ્રીંક એક વાર જ મળતું. જો  બે નાસ્તા કરવા હોય તો પીણું જતું કરવું પડતું. અને બે પીણાં પીવા હોય તો નાસ્તો જતો કરવો પડતો. આ બધું વીકમાં એક જ વાર રોજ નહિ. આવું કરતા દરેક માબાપને કોણ રોકે છે? ત્યારે આ બંને ભાઈઓ એમના સામ્રાજ્યને ચલાવે નહિ બલકે વધારી રહ્યા છે.
        *એક રીયલ અનુભવ. વડોદરામાં પ્રતાપનગર રોડ પર ગીતામંદિરની સામે ડો રાજેશ લીંબડ(જનરલ સર્જન)ની હોસ્પિટલ છે. મારા વાઈફને જોન્ડીસ થયેલો, ત્યાં દાખલ કરેલા. બાજુમાં એક વૃદ્ધ બીમાર હતા તેમનો પલંગ હતો. ગરીબ વર્ગના હતા. એક એમનો દીકરો એમની પાસે રહેતો. એક યુવાન સ્ત્રી પણ સેવા કરતી. એટલી બધી લાગણીથી આ લોકો દેખભાળ કરતા કે નવાઈ લાગે. હું તો પેલી સ્ત્રીને એમની દીકરી સમજેલો. પણ પછી ખબર પડી એ એમના દીકરાની પત્ની હતી. બંને પતિ પત્ની ખુબ કાળજી રાખતા. વૃદ્ધ ગરમ મિજાજના હતા પણ બંનેના ચહેરા પર નારાજગી જરાય ના દેખાય. વાતવાતમાં પેલી સ્ત્રીએ કહ્યું કે મારા સાસુની પણ તબિયત સારી રહેતી નથી એટલે અમે દવાખાને આવવાની ના પડી છે, બાપાને તો અમે જાળવી લઈશું. ડોકટર પોતે પણ આ લોકોને અહોભાવ થી જોઈ રહેતા. મને ડોકટરે એમની કેબીનમાં મને કહેલું કે ભુપેન્દ્રસિંહ આ ગરીબ લોકો પાસે થી આપણે ઘણું શીખવાનું છે. અતિ ઉચ્ચ ધનિક વર્ગની રહેણી કરણી અને આધુનિક જીવન પદ્ધતિને આખા સમાજનો માપદંડ શું કામ બનાવો છો?  એના ગેરફાયદાથી આખા સમાજનું સત્યાનાશ વળી જશે એવું શું કામ માનવું?
       *સંયુક્ત કુટુંબો તુટતા જાય છે, એમાં સંજોગો પણ એટલાજ દોષી છે. ફાયદા ગેરફાયદા બંને બાજુ છે. જમાના સાથે કદમના મીલાવોને સંયુક્ત કુટુંબ સાચવવા ક્યાં સુધી તમે બેસી રહી શકો. ભણવાનું દુર હોય,નોકરી બીજે ઠેકાણે મળી  હોય, પિતા ક્યાંક બીજે કે ગામમાં નોકરી ધંધો કરતા હોય, બહેન પરણાવી દીધી હોય, ભાઈ ને પછી બીજે દુર નોકરી મળી હોય તો શું કરવાનું?ઓટોમેટીક સંયુક્ત કુટુંબ તૂટવાનું છે. સંયુક્ત કુટુંબની પ્રથાને સાચવવાની વાતો કરનારા પોતે કેટલા સંયુક્ત કુટુંબમાં રહે છે? હાથ ઊંચા કરોતો? હું જરા ગણી લઉં. મારા ત્રણે ભાઈઓ માતાપિતાને ખુબ પ્રેમ કરતા હોવા છતાં નોકરી અર્થે દુર દુર રહેતા હતા. હું પણ બહુ વરસ સાથે ના રહી શક્યો. પણ રહ્યો ત્યાં સુધી રોજ મારા વકીલ પિતાશ્રી મને કહેતા બેટા તારું ભવિષ્ય શું કામ બગાડે છે?  સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોવા છતાં સંજોગો મજબુર કરી નાખતા હોય છે વિભક્ત કરતા. એકજ ગામમાં એક ખેતરમાં આખું કુટુંબ કામ કરે તોજ સંયુક્ત કુટુંબ પ્રથા સચવાય, બાકી નહિ.
        *કોઈ વસ્તુમાં પોતાનામાં ખરાબી નથી. ખરાબી છે તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એમાં. અણુ વિજ્ઞાનથી વીજળી પેદા કરી દુનિયાને ઉજાળી શકાય છે, અને અણુબોમ્બ બનાવી દુનિયાનો નાશ પણ કરી શકાય છે. એમાં અણુવિજ્ઞાન ખરાબ છે એવું કહેનારા ખોટા છે. ઇન્ટરનેટથી દુનિયા ભરનું જ્ઞાન એક રૂમમાં બેસી ને મેળવી શકાય છે, અને રૂમ બંધ કરી પોર્નો પણ જોઈ શકાય છે. એમાં ઇન્ટરનેટનો શું વાંક. આધુનિક જીવન પધ્ધતિ અપનાવી વિકાસ પણ કરી શકાય ને પોતાનો નાશ પણ કરી શકાય. માતૃભાષા સાથે સારું અંગ્રેજી શીખી સારી કોલેજમાં એડમીશન મેળવી શકાય, સારો ઉચ્ચ હોદ્દો કલેકટર જેવો મેળવી શકાય, માતૃભાષા સાથે નાતો પણ જોડી રાખી શકાય, અને બંનેમાં ઠોઠ નીશાળીઓ રહી બધું ગુમાવી શકાય.
      *જેને ભણવું જ છે એને કોઈ બંધન નડતા નથી. ઓલ્ડ ઈઝ ગોલ્ડ કમજોર લોકો કહે છે. નવી વસ્તુના ખરાબ પરિણામોમાંથી પસાર થઇ એમાંથી બોધ લઇ સુધારા કરવાવાળા થી જ  જગતનો વિકાસ થાય છે. જે ઓલ્ડ ઈઝ ગોલ્ડ છે એ કદી મટવાનું  નથી, અને જે ઓલ્ડ ઈઝ ગોલ્ડ નથી એ કદી ટકવાનું નથી.

             *પ્રવિણા બેનનો બ્લોગ વાંચ્યો.  શૈશવ  નામની ભાવનગરની સંસ્થાની મુલાકાતના એમના અનુભવો એમની સક્ષમ કલમ વડે લખાયેલા વાંચીને થોડું અહી ઉમેરવાનું મન થયું.  લાખો બાળકોને જ્યાં ભણવાનું નસીબ નથી, ત્યાં અતિ ઉચ્ચ ધનિકવર્ગની અત્યંત આધુનિક જીવન પધ્ધતિથી આખાં સમાજનું સત્યાનાશ વળી જવાની વાતો કરવામાં આવે છે. લાખો બાળકોને જ્યાં ભણવાનું નસીબ નથી ત્યાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો થકી ગુજરાતી ભાષાનો નાશ થઇ જશે, માટે તેને બચાવવી જોઈએ તેવી પરિષદો ભરવામાં આવે છે સાક્ષરોની હાજરીમાં, ને તળિયા સુધી ગુજરાતી પહોચાડવી જોઈએ એવી વાતો કરવામાં આવે છે. જ્યાં સ્કુલમાં જવાના  ફાંફા  છે ત્યાં અંગ્રેજી કઈ રીતે ઘુસી જવાની છે? અને કઈ ગુજરાતીનો નાશ થઇ જવાનો છે. નાના બાળકો ભણવાને બદલે કામ પર જાય છે અને મહેનતાણું મળે છે ફક્ત દસ રૂપિયા.  આવા લોકોથી જ ગુજરાતી બચી જવાની છે કોઈ એનું કશું નહિ બગાડી શકે. આધુનિક જીવન પધ્ધતિ આ લોકોનું કશું બગાડી શકવાની નથી…….

અંગ્રેજી કે ગુજરાતી? ગુજરાતી કે અંગ્રેજી ?

Dr Annie Besant

    આપણી માતૃભાષા આપણાં અચેતન મનમાં ઘુસેલી હોય છે. ગુજરાતની સ્કૂલોનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એનો સારો એવો વિવાદ ચાલી રહ્યો છે. બીજા રાજ્યો કરતા ગુજરાતીઓ અંગ્રેજી સારું જાણતા નથી કે બોલી નથી શકતા. એટલે કોર્પોરેટ નોકરીઓમાં પાછળ પડી જાય છે એ પણ હકીકત છે. સારી એવી ઉંચી પોસ્ટો પર દક્ષીણ ભારતીયો કે બંગાળીઓ કે પછાત ગણાતા બિહારના લોકો ગુજરાતમાં મેદાન મારી જાય છે. કલેકટર કે આઈ.પી.એસ કે આઈ.એ.એસ ઓફિસરોમાં ગુજરાતીઓ નહીવત છે. અંગ્રેજી વૈશ્વિક ભાષા બની રહી હોય ત્યારે એને વખોડીને એને નકારવી એ મેરા ભારત મહાનનો એક ઓર મહાદંભ કહી શકાય. માધ્યમ ભલે ગુજરાતી હોય પણ એ સ્કુલમાં અંગ્રેજી બરાબર શીખવવું જોઈએ. અને માધ્યમ અંગ્રેજી હોય પણ એના વિદ્યાર્થીઓને અંગ્રેજી બરોબર આવડતું ના હોય તો શું કામનું? એટલે માધ્યમ ગમેતે રાખો અંગ્રેજી સારું શીખવો તો બાકી દુનિયા થી ગુજરાતી વિદ્યાર્થીઓ પાછળ ના પડી જાય. સ્વદેશીના મોહમાં અને અંગ્રેજી પ્રત્યે દ્વેષ રાખી ગુજરાતની સરકારોએ અંગ્રેજીને મહત્વ આપ્યું નથી. એના ખરાબ પરિણામો જગ જાહેર છે. અંગ્રેજોનું બધારણ, કપડા, શિક્ષણ પધ્ધતિ, રહેણી કરણી બધું વહાલું લાગ્યું ને અંગ્રેજીનો દ્વેષ? અંગ્રેજીને ગાળો દેવાવાળા શર્ટપેન્ટ શું કામ પહેરતા હશે? ૧૮૫૭ ના બળવા પછી આઝાદીની વાતો બધ થઇ ગઈ હતી. આપણાં લોકો ઇંગ્લેન્ડ ગયા, કાયદા કાનુન ભણ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આપણું પોતાનું રાજ હોવું જોઈએ. બધાજ આઝાદીના લડવૈયાઓ બેરિસ્ટર હતા. છતાય આપણું પોતાનું રાજ હોવું જોઈએ એવી ચળવળ સૌથી પહેલા કોણે શરુ કરેલી? ગોખલે, તિલક કે ગાંધીજીએ? ના એક અંગ્રેજ બાઈ એ “એનીબેસન્ટ” હતા, હોમરુલ લીગની સ્થાપના સાથે આઝાદી ની ચળવળ શરુ થએલી. આપણાં ગુલામી માનસ ને આઝાદ થવું જોઈએ એવી શરૂઆત પણ અંગ્રેજ બાઈ એ કરાવેલ. ઈ.સ.૧૯૧૪ માં ડો. એનીબેસંટે  હોમરુલ લીગની સ્થાપના કરી ને ૧૯૧૭માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

                 *હવે દુનિયાની ભાષા અંગ્રેજી થઇ ચુકી છે. એટલે અંગ્રેજી મીડીયમની સ્કૂલો કરતા સારું અંગ્રેજી શીખે એની જરૂર છે. વડોદરાની ઘણી બધી અંગ્રેજી મીડીયમની સ્કુલોના વિદ્યાર્થીઓ સારું અંગ્રેજી પણ બોલી શકતા નથી. જયારે ગુજરાતી મીડીયમની એલેમ્બિક વિદ્યાલયના મારા મિત્રો આજથી ૩૫ વરસ પહેલા ખુબજ સરસ અંગ્રેજી બોલતા હતા. અને ગુજરાતી નો તો સવાલ જ ન હતો. એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં ભણેલા એન્જીનીયરો ને અંગ્રેજી બોલતા ના આવડતું હોય એવું પણ મેં જોએલુ છે. આપણાં ગુજરાતના જિલ્લાઓનો વહીવટ કરતા હોય એમાં ગુજરાતી પોતે કેટલા? આપણાં ગુજરાતના જિલ્લાઓની મહત્વની કાયદા કાનુન ને રક્ષણ ની જવાબદારી નિભાવતા પોલીસ વડાઓમાં ગુજરાતી કેટલા?
              *અહી અમેરિકામાં પણ સારી નોકરીઓ પર બીજા રાજ્યના લોકો વધારે આગળ હોય છે. ખાસ તો દક્ષીણ ભારતીયો ને મુંબઈ થી આવેલા ને અહી અમેરિકામાં કોઈ ખાસ તકલીફ પડતી નથી. જયારે ગુજરાતીઓ કાતો ધંધો કે મજુરી જ  કરતા હોય છે. ગુજરાતીઓ ધંધાની બાબતમાં સાહસિક હોય છે, એટલે ગમે તે કરીને આગળ નીકળી જાય છે. એ માટે એમની તારીફ કરીએ એટલી ઓછી છે. પણ સામાન્ય કોમ્પુટર પર ડ્રાઈવિંગ માટે જરૂરી નોલેજ ટેસ્ટ પાસ કરતા ગુજરાતીઓને આંખે પાણી આવી જાય છે. એમના કાચા લાયસન્સ પર ૧૨ વખત ટ્રાયલ મારેલાં સિક્કા મેં જોયા છે. હું અમેરિકા આવ્યો ને પહેલા ટ્રાયલે પાસ થયો ને મારા ગુજરાતના વર્ષો જુના લાયસન્સ ને દેખીને ન્યુ જર્સીમાં તરત જ લાયસન્સ આપી દીધું, તે વાત મારા અહીના કોઈ સગા માનવા તૈયાર જ ન હતા. પહેલા ટ્રાયલે પાસ થયા એ વાત જ ની નવાઈ લાગેલી. જોકે હું અંગ્રેજીમાં ઘણો કાચો છું. ગોખણપટ્ટી  મારીને પાસ થઇ ગયેલો. દક્ષીણ ભારતમાં હું મારા સગા રહેતા હોવાથી ઘણી વાર જઇ આવ્યો છું. ત્યાં અંગ્રેજી લોકો ખુબ સરસ બોલતા હોય છે. કેરાલામાં ૧૦૦% એજુકેશન રેટ છે. એ લોકો એમની માતૃભાષા  ભૂલી ગયાનું જાણ્યું નથી. મારા સગાનાં દીકરા દીકરી બેંગલોરમાં ભણેલા છે અંગ્રેજી માધ્યમમાં. એ લોકો અંગ્રેજીની સાથે કન્નડ ભાષા પણ ખુબ સારી રીતે કન્નડ લોકોને શરમાવે એ રીતે બોલતા મેં જોયા છે. માતૃભાષા કોઈ ભૂલી જવાનું નથી. કારણ જન્મ થતાની સાથે બાળક ગુજરાતી સાંભળતો હોય તો એ ભાષા એના બ્રેનની કોરી હાર્ડડિસ્કમાં એક વાર સ્ટોર થઇ જાય, મતલબ એના અચેતન માઈન્ડમાં ઘુસી જાય પછી દુનિયાની કોઈ તાકાત એને ભૂસી ના શકે. આ વિજ્ઞાન ના જાણતા લોકો ખોટો હોબાળો કરે છે.
            દેખા દેખીથી અને ફક્ત કમાણી કરવાના આશયથી ખોલેલી અંગ્રેજી માધ્યમની સ્કુલો કરતા તો સારું અંગ્રેજી શીખવતી ગુજરાતી માધ્યમની એલેમ્બિક વિદ્યાલય જેવી સ્કુલો હજાર દરજ્જે સારી. નામ હોય ગુરુકુળ ને માધ્યમ હોય અંગ્રેજી આના કરતા મોટી વિડમ્બના કઈ?  બીજું દસ અને બાર ધોરણ ની બોર્ડની પરીક્ષાઓમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના  ટકા ઓછા આવે છે. એનું ગુજરાતમાં રહસ્યમય કારણ છે કે અંગ્રેજી મીડીયમના દસમાં બારમાના પેપરો ગુજરાતી મીડીયમના શિક્ષકો તપાસે છે. અને તે પણ પૂર્વગ્રહ થી ભરાઇને. બીજું આ શિક્ષકોનું અંગ્રેજી સારું ન હોય તે સ્વાભાવિક છે. એમાં ઘણા બધા ખુબજ હોશિયાર અંગ્રેજી મીડીયમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ ચુક્યું છે. મારા એક મિત્ર વડોદરાની અંગ્રેજી મીડીયમની હાઇસ્કુલ બરોડા હાઇસ્કુલ, અલકાપુરીમાં દસ અને બારમાં ધોરણમાં અંગ્રેજી ભણાવતા હતા. એ પેપર તપાસવા ગયેલા ત્યારે એમને નવાઇ લાગેલી કે અહી તો સાવ ઉંધુ જ ચાલી રહ્યું છે. અંગ્રેજી મીડીયમના પેપરો ગુજરાતી મીડીયમના ટીચર્સ તપાસતા હતા. ઈતિહાસનો ટીચર સાયન્સના પેપર તપાસતો હતો. એમણે પાછા આવી લાંબી લાંબી અરજીઓ શિક્ષણ ખાતામાં અને ગુજરાત સરકારમાં કરેલી પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો. જવાબ મળ્યો કે અમારી પાસે કોઈ તપાસવા માટે પુરતા શિક્ષકો નથી. અત્યારે  શું ચાલી રહ્યું છે તે ખબર નથી. એ  મિત્ર ૧૧માં ધોરણમાં અંગ્રેજીમાં નાપાસ થએલા. અંગ્રેજીમાં બી.એ અને એમ.એ કરી બી.એડ કરી આખી જીંદગી અંગ્રેજી ભણાવતા હવે રીટાયર થશે.
              *પહેલા કોઈ ભાષા નહોતી ત્યારે પણ માણસ જીવતો જ હતો. સંસ્કૃત હવે પુસ્તકોમાં રહી ગયી છે. એની અવેજીમાં આવેલી પ્રાકૃત જૈન અને પાલી બુદ્ધ સાહિત્ય પુરતી રહી હશે. જૂની અસલ ગુજરાતી કોઈ ને યાદ છે? એના માટે કોઈ જુના સાહિત્યકાર ખોળવા પડે. ગુજરાતી પણ સુરતની જુદી, સૌરાષ્ટ્રની જુદી. ચરોતરની ચમ સો? મહેસાણાની લેબુ, મેઠું ને પોણી. અમારા ઉત્તર ગુજરાતના રાજપૂતોમાં નાના છોકરાને પણ તુંકારે ના બોલાવાય. મેર લોકો તો રાજાને ય તું કહીને બોલાવે. અમે રજપૂતો આપ પધારો, બિરાજો, ફૂવાસા, કાકાસા, કાકીસા, જી હુકુમ બોલાવામાંથી ઊંચા જ ના આવીએ. દક્ષીણ ગુજરાતના રાજપૂતોની વાત જુદી છે. હું નવો નવો વડોદરા ભણવા આવ્યો. હોસ્ટેલમાં એક સુરતી છોકરો હતો. એણે એક દિવસ મને ગાળ દીધી. હું તો એના ઉપર ચડી બેઠો ને માંડ્યો મારવા. બધાએ છોડાવ્યા ને કારણ પૂછ્યું . પેલો સુરતી કહે હું તો ગાળ બોલ્યો જ નથી. એ જમાનામાં ઉત્તર ગુજરાતમાં કોઈ ગાળ દે તો મારામારી થઇ જાય. પછી મને પહેલી વાર ખબર પડી કે સુરતીને ખબર ના હોય કે શબ્દે શબ્દે ગાળ બોલે છે. પછીતો એ મારો પરમ મિત્ર બની ગયો, ને હું પણ શીખી ગયો…શું?
         *આ સતત પરિવર્તન શીલ સંસાર માં સંસ્કૃત જેવી દેવ ભાષા પણ અજ્ઞાતમાં સરી ગયી છે. કશું આ સંસારમાં સ્થાયી નથી. અંગ્રેજી પણ જૂની હવે ટકવાની નથી. દર ત્રણ મીનીટે એક નવો શબ્દ અંગ્રેજીમાં ઘુસતો જાય છે. જગન્નાથ મંદિરની રથયાત્રા જોઇને ખુબ વિશાલ, પ્રચંડ ને ભવ્ય હોય તેના માટે  જેગર્નોટ શબ્દ અંગ્રેજો એ બનાવેલો છે. લગભગ દરેક ભાષામાંથી શબ્દો અંગ્રેજીમાં ઘુસતા જાય છે. એમાય પછી ચેટીંગ માટે એકદમ શોર્ટ અંગ્રેજી પ્રસ્થાપિત થઇ ચુકી છે. થેન્ક્સના બદલે Thx.  હવે પછી એક નવી ગ્લોબલ ભાષા આવવાનીજ  છે. કોઈના કહેવાથી કશું અટકવાનું નથી. જરૂરિયાત પ્રમાણે બધું જ બદલાઈ જવાનું છે,  ભાષા પણ.
             *માતૃભાષા દરેક ને સારી રીતે આવડવી જોઈએ. એનું ધ્યાન અહીની કોલેજો સારું રાખતી હોય છે. એના માટે જો તમે ભારતમાં અંગ્રેજીમાં સ્નાતક હોવ અને તમને ગુજરાતી પણ સારું ભણાવતા આવડતું હોય તો તમને અમેરિકાની કોલેજોમાં ગુજરાતીના શિક્ષક તરીકે નોકરી ને વિઝા મળી શકે છે. એના માટે મેં અકિલા ન્યુજ પેપરમાં એની માહિતી અને વેબનું એડ્રેસ વાચેલું. અને તે હકીકત છે. કોઈ ખોટી વાત નથી. ખાલી ગુજરાતી નહિ પણ ભારતની બીજી ભાષાઓ પણ આ યોજનામાં સામેલ કરેલી છે.દા:ત.  હિન્દી,પંજાબી અને બીજી દક્ષીણ ભારતની.
       *માધ્યમ કયા રાખવા એના કરતા માતૃભાષા અને સાથે સાથે અંગ્રેજી સારી રીતે શીખાય તે મહત્વનું છે.

દ્રૌપદીને ૯૯૯ સાડીઓ, મૂર્તિએ દૂધ પીધું….

     *અમારા ન્યુ જર્સીમાં “તિરંગા ઇન ન્યુ જર્સી” નામનું એક સાપ્તાહિક ફ્રીમાં મળે છે. એમાં એક લેખ વાચ્યો. આમાં હું કોઈ તિરંગાની ટીકા કરવા નથી માંગતો. લેખમાં વાચ્યું કે નામદેવ વિઠ્ઠલને દૂધ પીવડાવે છે. વિઠ્ઠલની મૂર્તિ દૂધ પીવે ને પછી એ મૂર્તિ નામદેવને પણ દૂધ પીવડાવે છે. આજના જમાનામાં અને તે પણ અમેરિકામાં આવું બધું લખવાનું, મતલબ અહી આવ્યા પછી પણ ભારતીયોની માનસિકતા હજુ  બદલાઈ નથી. વર્ષો પહેલા અહી આવેલા ભારતીયો તો હાલના ભારતમાં રહેલા ભારતના લોકો કરતા પણ પછાત છે. ખાલી પૈસો વધ્યો છે. હાલના ભારતીયોને શરમ આવે એટલી હદે અહીના અમરીકન ભારતીયો અંધ શ્રદ્ધાળુ છે. એટલે તો બધા જ ધર્મોનાં કહેવાતા ઠેકેદારો   અહી દોટ મુકે છે. અહી મંદિરો બનાવી મબલખ કમાણી કરે છે.
      *બીજું આ લેખમાં વાંચ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું તો બધી રાણીઓ પાટા માટે દોડા દોડી કરવા લાગી પણ દ્રૌપદીએ સાડીનો છેડો ફાડી પાટો બાંધી દીધો. ભગવાને પછી પાટો ખોલી એના તાર ગણ્યા તો ૯૯૯ થયા. ભગવાન ત્યારથી જ ચિંતામાં હતા કે આ ઋણ ક્યારે ચુકવવું. આટલી બધી સાડીઓની વ્યવસ્થા માટે ક્યાં જઈશું? હવે પાછું અમદાવાદમાં મિલો પણ બંધ થઇ ગઈ છે. પેલો નારદ કહેતો હતો કે હવે સુરત સાડીઓ માટે ફેમસ થઇ ગયું છે. સુરત જ જવું પડશે. કોઈ હોલસેલના વેપારીને પકડીશું તો ઓછા ભાવે મળી જશે. અને ભગવાનની ચિંતા દુ:સાશને દુર કરી દીધી. ભગવાને ૯૯૯ સાડીઓ પહેરાવી દીધીને. દ્રૌપદીએ આભાર માન્યો તો કહ્યું કે એમાં શું થયું, આતો ઋણમાંથી મુક્ત થયો. હસવું એ વાતનું આવ્યું કે હું પોતે પણ નાનપણમાં જોએલા મુવીની અસરમાં લાંબો સમય એવું જ માનતો હતો કે ભગવાને સાડીઓ પહેરાવી હશે. ખોટી વાર્તાઓની અસર કેટલી બધી હોય છે. એમાય બાળકોના કુમળા મન ઉપર તો આ બધી વાતો જડાઈ જાય છે.
       *ફિલ્મોને ટીવીમાં દેખાડતા રેશમના જરિયન જામા ત્યારે ક્યાંથી હશે? રેશમની શોધ તો ચીનમાં થએલી. ભારતે કોટન કપડા બનાવી એને ભડકીલા રંગ ચડાવવાનું દુનિયા માં સૌ પ્રથમ શરુ કરેલું પણ ક્યારે? રામાયણ અને મહાભારત કાલમાં ચર્મના અને કંતાનના કપડા પહેરાતાં હતા. હરણના શિકાર થતા ને એના ચામડાના વસ્ત્રો પહેરતા. માંસ ખાવામાં વપરાતું ને ચામડું પહેરવામાં વપરાતું. સીતાજીને પણ સોનેરી ટપકા ધરાવતા હરણના ચર્મના વસ્ત્રો પ્રિય હતા.
       *બીજું ભગવાનને જાણે ઋણ માંથી મુક્ત થવાની ચિંતા વધારે લાગી. હવે એ ૯૯૯ સાડીઓ કયા જથ્થાબંધ માર્કેટમાંથી લાવ્યા હશે? બીજું સાડીઓ ખેંચતો હશે દુશાસન ત્યારે ક્લોક્વાઈજ ફરતા દ્રૌપદીને એન્ટી ક્લોક્વાઈજ સાડીઓ ભગવાને કઈ રીતે પહેરાવી હશે? ઘણા મહાભારત કાલ ને કલ્પના ગણાવે છે. એ પણ સત્ય નથી. માઈકલ વુડની સ્ટોરી ઓફ ઇન્ડિયા જુવો તો હસ્તિનાપુરના બાધકામના અતિ પ્રાચીન અવશેષો બતાવે છે, જમુના નદીએ વહેણ બદલાતા હસ્તિનાપુર નાશ પામ્યું હતું. બીજો પુરાવો દ્વારકાનો છે. અસલ દ્વારકા હિમયુગ પૂરો થતા દરિયાના પાણી ઊંચા આવતા દરિયામાં ડૂબી ગઈ છે. પુરાતત્વ ખાતું એ જમાનાની વસ્તુઓ ઊંડા દરિયામાંથી ખોળી લાવ્યું છે. શ્રી કૃષ્ણને  થયે ૫૦૦૦ વર્ષ થયા. ધોળાવીરા પણ એટલું જ જુનું છે. આખું સીટી કચ્છમાંથી મળ્યું છે.
         *વાર્તાઓ સ્થળને કાલ પ્રમાણે કહેવાય તો સારું. કાલ કૃષ્ણનો ને સાડીઓ સુરતની જરા અજુગતું લાગે છે. થયું એવું હશે કે કૃષ્ણ દ્રૌપદીને બહેન માનતા હતા. બહેનનું રક્ષણ કરવું ભાઈની ફરજ છે. જયારે દ્રૌપદીના વસ્ત્રાહરણનો કારસો રચાયો હશે ત્યારે કૃષ્ણ હસ્તિનાપુરમાં બીજે ક્યાંક બેઠા હશે. ગમે તેના દ્વારા એમને આ સમાચાર મળી ગયા હશે. અને એ દોડતા સભામાં આવી પહોચ્યા હશે. કૃષ્ણ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા બળવાન પુરુષ હતા. એમનો ખુબ પ્રભાવ હતો. લોકો ડરતા પણ હશે. એમની પાસે એમની પોતાની શોધ એવું એક કાતિલ શસ્ત્ર હતું સુદર્શન ચક્ર. અને બધાને આ ક્ષણમાં હણી નાખતા રહસ્યમય ચક્રની બહુજ બીક લગતી હશે. એટલે સભામાં આવી બધાને ખુબ ખખડાવ્યા હશે. ધમકી પણ આપી હશે. ખાલી કૃષ્ણની હાજરી જ વસ્ત્રાહરણ બંધ કરવા પુરતી હ્તી. કૃષ્ણની હાજરીમાં એમની માનેલી બહેનનું વસ્ત્ર હરણ કરવાની હિંમત કોઈ કરે ખરું? એમાંના સભામાં પગલા પડ્યા હશે ને બધા બકરી બે થઇ ગયા  હશે.
          વાર્તાઓ કરવામાં કવિઓને કોઈ ના પહોચે.
         *પ્રોબ્લેમ એ થાય છેકે હમેશા કાલ્પનિક કથાઓ વાર્તાઓ સાંભળી સાંભળી ને પ્રજા કલ્પનાઓ માંથી વાસ્તવિક ધરતી પર આવતી જ નથી. કશું પણ થાય તો વિચારશે કે કોઈ કૃષ્ણ આવીને ચીર પૂરી જશે. જાતે સામનો કરવાની હિંમત જુટાવસે જ નહિ.

“કામદેવની જય હો” એડીક્શન…….

*માતબર ગુજરાતી દૈનિક દિવ્યભાસ્કરમાં સેક્સ એડીક્શન વિષે એક આર્ટીકલ આવ્યો છે. લેખકશ્રીએ મન ભરીને પરદેશીઓને વખોડ્યા છે. ભારતમાં ધર્મોને લીધે હજુ સેક્સ એડીક્શન કાબુમાં છે. એવું માનવું છે એમનું. આપણે કોઈ પંથ કે ધર્મને વખોડવો નથી. પરંતુ થોડી મનોવૈજ્ઞાનિક કડવી વાતોનો સામનો કરવો છે. હિંદુ ધર્મમાં બચપણમાં સન્યાસ આપવાનો કોઈ રીવાજ પહેલા ન હતો. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સન્યાસ. આ એકદમ કુદરતી સાયકલ હતી. ગરબડ થવાનો સંભવ લગભગ નહીવત થઇ જાય. આમાં પ્રકૃતિના નિયમોનું પાલન અને રીસ્પેક્ટ હતું. આટલા બધા એડવાન્સ મેડીકલ સાયંસ વચ્ચે પણ માણસ ૧૦૦ વર્ષ થતા પહેલા ઉકલી જાય છે.  તો પહેલા મનેતો સંભવ લાગતું નથી, કે માણસ ૧૦૦ વર્ષ જીવતો હશે. છતાં માનીલો તો દરેક આશ્રમ પાસે ૨૫ વર્ષ ભાગે આવે. ૨૫ વર્ષ મોટા થવાનું, વિદ્યા મેળવવાની. ૨૫ વર્ષ લગ્ન કરી ફેમીલી વસાવવાનું, ને એનું પાલન કરવાનું. અને બીજા ૨૫ વર્ષ સંતાનોને આગળ કરી રીટાયર થવાનું. મતલબ ૫૦ વર્ષ તો પત્ની જોડે રહી ને સેક્સ ભોગવવાની છૂટ. પછી કોઈ રસકસ, રોમાન્સ કે ઉમંગ ના રહે એટલે સન્યાસ. જો આ પુરાના  હિંદુ ધર્મનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો સેક્સ એડીક્શન લગભગ ના થાય.
*હવે હિંદુ ધર્મના ફાંટામાંથી કે વિરોધમાં થી છુટા પડેલા ધર્મોને લઇ ને બચપણમાંથી જ સન્યાસ લેવાનો કુરિવાજ દાખલ થયો. જે ૭૫ વર્ષ પછી કરવાનું હતું એ જ પહેલા કરી નાખવાનું. અપવાદ રૂપ કોઈ વિરલા એમાંથી પાસ થઇ જાય. પણ સામાન્ય જનનું કામ નહિ. એના માટે એક્સ્ટ્રાઓર્ડીનરી માનસિકતા જોઈએ. હવે ગરબડ શરુ થઇ. કરોડો વર્ષથી ચાલ્યા આવતા ઉત્ક્રાંતિના નિયમો જે જીન્સમાં ઘુસી ગયેલા હોય એતો કોઈને છોડે નહિ. એટલે સેકસુઅલ સ્કેન્ડલ ચાલુ થયા. સૌથી વધારે બ્રહ્મચર્યની વાતો કરવાવાળા, સૌથી વધારે સેક્સને ગાળો દેવાવાલા ભારતમાં સેક્સ સપ્રેસ્ડ થઇ ગયો. લોકોની નસેનસમાં સેક્સ વ્યાપી ગયો. આંખો, હાથ, જીભ, કાન બધામાં સેક્સ વહેવા માંડ્યો.
*કોઈએ ભીડમાં બિપાશા બસુના સ્તન પર હાથ ફેરવી લીધાના સમાચાર હજુ સુકાયા નહિ હોય. આ છે બ્રહ્મચર્યના ફાયદા. બસ કે ટ્રેનમાં મુસાફરી વખતે પુરુષની બાજુમાં બેસવા મળ્યું હોય તેવી છોકરીઓ કે સ્ત્રીઓના એમના અનુભવ વિષેના ઇન્ટરવ્યું લઇ જુવો. દરેક દેશમાં આવું રીસર્ચ કરી જુવો. પછી ખબર પડશે કે ભારતમાં કેટલું સેક્સ એડીક્શન છે. પરદેશીઓને ગાળો દઈને આપણી ભૂલોને ઢાંકવાના પ્રયાશો મહાદંભ છે. નાના બાળકોને બ્રહ્મચર્યના રવાડે ચડાવી સન્યાસ આપતા પંથોના સંતો એકાદ વર્ષની નાની બાળકીની હાજરી પણ સહન કરી શકતા નથી, આના સિવાય કોઈ મોટું સેક્સ એડીક્શન બીજું હોય ખરું? તિવારી તો રાજકારણી છે. કામના બદલામાં સેક્સના સોદેબાજોને માફ ના કરી શકીએ, પણ અમે પોતે કૃષ્ણ સ્વરૂપ કે કૃષ્ણ જ છીએ એવું ભરાવી ભક્તોની સ્ત્રીઓ ને દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરતા બાવાશ્રીઓને મહારાજ્શ્રીઓની લુચ્ચાઈને સેક્સ એડીક્શન શું ઓછું કહેવાય?
*ભગવાન શ્રી કૃષ્ણ બચપણમાં ગોપીઓના વસ્ત્રો લઇ ઝાડ પર ચડી ગયેલા. આ વાર્તા તો બધાજ જાણે છે. ગોપીઓ નગ્ન બહાર આવી વસ્રો લઇ જાય તો નગ્ન ગોપીઓના સુંદર દેહ જોવા મળે. ના છુટકે ગોપીઓ બહાર આવવા લાગી. પણ ગુપ્ત અંગ પર હાથ ઢાંકીને. આ તો લોચો થયો. જે જોવું હતું તે જોવા ના મળે આવું કઈ ચાલે? કૃષ્ણે પાછી શરત કરી કે આમ તો વસ્ત્રો નહિ આપું. બે હાથ માથે મુકીને બહાર આવો તોજ વસ્ત્રો આપું. કથાકારો મોટે ભાગે આ છેલ્લી માથે હાથ મુકવાવાળી વાત ખાઈ જતા હોય છે. ભગવાને સાચે જ આવું કર્યું હશે તે તો ખબર નથી. પણ બાવાશ્રીઓ આવા ખેલ પાડતા હોય છે. એમાં જાહેર જનતાને પ્રવેશ હોતો નથી. ખાસ ઇનર સર્કલમાં આબધુ ભજવાતું હોય છે. આ થયું સેક્સ એડીક્શનનું ધર્મીકીકરણ.
*વચ્ચે અહી અમેરિકામાં એક ગુજરાતી માસિક ગુજરાત દર્પણ જે હમેશા મફતમાં જ મળે છે, એના તંત્રી સુભાષ શાહે પ્રશ્ન એમાં ઉઠાવેલો કે વૈષ્ણવ મહારાજો બ્રહ્મ સંબંધ આપે છે એમાં બધું કૃષ્ણને અર્પણ કરવાનું પછી વાપરવાનું, એમાં સ્ત્રી શબ્દ પાછળથી ઉમેર્યો લાગે છે. આના વિષે એમણે ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચા કરેલી. એમાં કૃષ્ણ એટલે પેલા ઘરમાં નાના પિત્તળના કૃષ્ણ સાથે બાવાશ્રીઓ પણ સાથે આવી જાય. એટલે પેલા નાના પિત્તળના કૃષ્ણ પાછળ એમને નવડાવવા, ખવડાવવું, ઊંઘાડવા, ઉઠાડવા એમાંથી તમારે મોટા થવાનું જ નહિ. તમારો માનસિક વિકાસ ઠપ્પ. સાથે સાથે કૃષ્ણના સ્વરૂપો એવા બાવાશ્રીઓને રોજીરોટીની કોઈ ચિંતા નહિ. સુભાષ ભાઈનું કહેવું હતું કે સ્ત્રીઓ તો ભોગવેલી હોય તો એંઠું તો ભગવાનને થોડું ધરાવાય. મતલબ સ્ત્રી વસ્તુ થઇ ગઈ, ખાવાની એક ચીજ. મતલબ સ્ત્રી કાચી કુવારી કન્યા હોય ત્યારે જ ભગવાન એટલે બાવાશ્રીને ધરાવી દેવાની. પછી કૃષ્ણાર્પણ થઇ ચુકી હોય તો વાંધો નહિ. મેં સુભાષ ભાઈને પત્ર લખેલો કે મહારાજ્શ્રીઓને તમારી શાસ્ત્રોક્ત ચર્ચાથી કોઈ મતલબ નથી. એ લોકોને બધી ખબર જ છે. તમારી સ્ત્રીઓ ભોગવવા મળે માટે એમણે સ્ત્રી શબ્દ ઉમેર્યો છે. કડવી વાતો કોને ગમે? મને કોઈ જવાબ ના મળ્યો, નાતો મારો પ્રતિભાવ એમણે છાપ્યો. બીજો સવાલ મને એ થાય છે કે કૃષ્ણ તો ક્ષત્રીય હતા, યાદવ હતા. અને આ બધા વ્રજવાસી બ્રાહ્મણો એમના વંશજ કઈ રીતે થઇ ગયા? કે કૃષ્ણ સ્વરૂપ થઇ ગયા? હવે વિચારો જે ભારતીય પુરુષ પોતાની સ્ત્રીની સામે નજર કરનારની આંખો કાઢી નાખવા સુધી તૈયાર થઇ જતો હોય, પોતાની સ્ત્રી, બેન કે દીકરીની છેડતી કરનારનું ખૂન કરવા સુધી પહોચી જતો હોય, એજ ભારતીય માનસિકતા ધરાવતો પુરુષ ધાર્મિક બ્રેન વોશિંગના પુણ્ય પ્રતાપે પોતાની સ્ત્રી, બેન કે દીકરીને જાતેજ ગુરુશ્રીના ચરણમાં કે પથારીમાં મૂકી આવતો હોય છે. આ ધાર્મિક બ્રેન વોશિંગનો કેટલો બધો જબરદસ્ત પ્રભાવ હોય છે. તમારી વિચારવાની બારીઓ તમામ બંધ કરવી એ જ બ્રેન વોશિંગ.
*કોઈ વૈષ્ણવ ધર્મીએ ખોટું લગાડવું નહિ. આ બધી વાતો જગજાહેર છે, માટે ચર્ચા કરીછે. બધા બાવાશ્રીઓ આવું ના પણ કરતા હોય. અને જે કરતા હોય છે તે ખુબજ અંગત સર્કલમાં કરતા હોય છે માટે લોકોને ખબર ના પણ હોય. ખબર હોય તો કોઈ આવી વાત કઈ રીતે કરે? આતો પેલા લેખક્શ્રીએ ધર્મોને શાબાશી આપી છે માટે ચર્ચા કરી છે. આ બધા કોઈ સનાતન ધર્મો નથી. આશરે ૫૦૦ વર્ષ પહેલા ફૂટી નીકળેલા ભારતીયોને કાયર બનાવતાને માનસિકતા વિકૃત કરી નાખનારા વાડાઓ માત્ર જ છે. જોકે એમના મૂળ સ્થાપકોની દાનત સારી  હશે. પાછળ થનારી ગરબડોનો એમને કદાચ અંદાઝ પણ નહિ હોય. એટલે જ ગુરુ ગોવિંદસિંહે ગ્રંથ સાહેબને ગુરુ બનાવી પોતાના જાતેજ ગુરુપ્રથાનો અંત આણી દીધો. અને શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનો આદેશ આપી અકુદરતી બ્રહ્મચર્યના કોન્સેપ્ટ ને જ રદ કરી દીધો.
*સેક્સ શિક્ષણ વિષય ઉપર વિશ્વમાં સૌ પ્રથમ પુસ્તક “કામસૂત્ર”રચનાર ઋષિ વાત્સ્યાયનના દેશમાં કોઈ પણ સ્ત્રી બસ કે ટ્રેનમાં બેસતા પહેલા નજર દોડાવે છે કે કોઈ સ્ત્રીની બાજુની સીટ ખાલી હોય તો સારું. ના છુટકે બેસવું પડે તો એને મુસાફરી દરમ્યાન થયેલા ગુપ્ત અનુભવોને કાયમ માટે મનના કોઈ ઊંડા ખૂણામાં એવા ધરબી દે છે કે કોઈને કદી ખબર જ ના પડે. એક છોડ ઉપર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ બેસે એને પણ સેક્સ જ કહેવાય હો કે !

“ભગવાન છે? ભગવાન કોઈ વ્યક્તિ છે?કોણ છે આ ભગવાન”?

“ભગવાન છે? ભગવાન કોઈ વ્યક્તિ છે?કોણ છે આ ભગવાન”?
        * કોઈ ધનસુખભાઈ ભગવાન માં બિલકુલ માનતા નથી.ને ભગવાન ના મંદિરમાં ઘરમાંથી કોઈને કદાચ ભૂલથી જવું પડે તો અવળા ફરી ઉભા થઇ જાય છે.કેમ?ભગવાન છે એવી માન્યતા ની બિલકુલ વિરુદ્ધમાં ઉભા થઇ ગયા છે.પહેલા ભગવાન માં માનતા હતા.પણ પત્ની જોડે અણબનાવ થયો ને છુટા પડવાનું થયું એટલે માનતા બંધ થઇ ગયા.ભગવાન પ્રત્યેની એમની નારાજગી માં ઘરના બધાને પ્રયત્ન પૂર્વક જોડી દીધા છે.અને હવે ઘરના બધા સ્વેચ્છાએ ભગવાન ને માનતા નથી.કોમ્પ્લીકેટેડ કેસ છે.પત્રકારોને તો પ્રસિદ્ધિ જોઈતી હોય છે.કોઈને એમના અંતરમનમાં ઝાંખવાની જરૂર જણાતી નથી.
          *કોઈ નાનું બાળક રિસાઈ જાય એને ચોકલેટ ના આપીએ તો.એના માબાપ ને કહે કે જા તારી કિટ્ટા.ક્યાંક એવું તો નથીને?જો તમે ભગવાન માં માનતા જ ના હોવ તો મંદિર માં જઈને નારાજગી થી અવળા ફરવાની જરૂર મને તો જણાતી નથી.તમે નારાજગી થી અવળા ફરો છો,મતલબ એમાં ભગવાન છે.જો એ પથ્થર ની મૂર્તિ ભગવાન નહોય તો અવળા ફરવાની જરૂર જ શી છે.અઘરું છે સમજવું.એક દાખલો,એક સંત અને એમની પત્ની જંગલ માં જતા હતા.સંત આગળ હતા જરા.પત્ની જરા પાછળ હતા.રસ્તામાં સંતે જોયું કે સોનાનો કોઈ હાર પડ્યો હતો.સંત ને થયું સોનાનો હાર જોઈ સ્ત્રી સહજ સોના પ્રત્યેની પ્રીતિ ને લીધે પત્ની નું મન ચળી જશે ને,હાર લઇ લેવા દબાણ કરશે.એટલે સંતે એના ઉપર ધૂળ ઢાંકી દીધી નીચા નમીને.બધાને સંત નું કામ સારું લાગશે.ખરુંને?પણ ના મનોવિજ્ઞાન કઈ જુદું કહે છે.હવે સંત ના પત્નીએ આ જોયું,બહુ દુર નહતા.નજીક આવીને જોયું ને પુછ્યું કે શું કરો છો?ધૂળ ઉપર ધૂળ શું કામ નાખો છો?ગાંડા થયા છોકે શું?સમજાયું હવે?સંત સોના ને સોનું સમજતા હતા.અને એમના જ્ઞાની પત્ની સોનાને ધૂળ જ સમજતા હતા.તો ધૂળ ઉપર ધૂળ નાખવાનું કામ કેમ કરવાનું?સંત સમજતા હતા કે પત્ની ચળી જશે.પણ પત્ની તો સોનાને ધૂળ જ સમજતા હતા.સંત એમના પત્નીને નમી પડ્યા ને કહે તારી વાત સાચી છે,તે આજે મારી આંખો ઉઘાડી નાખી.
         *ક્યાંક ઊંડે ઊંડે ધનસુખભાઈ ને પથ્થરની મૂર્તિ માં ભગવાન દેખાય છે એટલે અવળા ફરી જાય છે અથવા મંદિર માં જતા નથી.પહેલા મનોવૈજ્ઞાનિકો અનકોન્સીયાશ માઈન્ડ કહેતા હતા હવે સબકોન્શીયાશ માઈન્ડ કહે છે.એને અચેતન મન કહી શકાય.ક્યાંક ઊંડે અચેતન મન માં ભગવાન છુપેલો છે.જે વસ્તુ ને તમે માનતા ના હોય તેને નથી એવું સાબિત કરવાનો પ્રયત્ન પણ શું કામ?
        *હું હમેશા કહું છુકે ભગવાન કોઈ વ્યક્તિ નથી. ભગવાન કોઈ વ્યક્તિ નથી જ.મેં વારંવાર મારા લેખોમાં લખેલું છે.”ધોરાજીમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ” વાળા લેખ માં લખેલ છે.કોઈ ગધેડા ને બ્રેન મળે ને ભગવાન ની કલ્પના કરે તો જરા સાઈજ માં મોટા ગધેડા ની કલ્પના કરી લે.કુદરત ને તમે ભગવાન કહી શકો.કુદરત ના અફર નિયમો છે,એને ભગવાન કે કુદરત કે કોઈ એક શક્તિ છે જેના વડે આખું જગત ચાલી રહ્યું છે,એવું કહી શકાય છે.કોઈ ભગવાન માણસ નુ રૂપ લઇ ઉપર બેઠો બેઠો મેનેજમેન્ટ કરતો હોય એવું લોકોને લાગી રહ્યું છે.તે તદ્દન ખોટું જ છે.હું એવા કોઈ ભગવાન માં માનતો નથી.જે અવતારોની વાતો છે,એ લોકો કદાચ સેલીબ્રીટી કહી શકાય એમના જમાનાના.ભગવાન મનાવીને એ લોકોની ભૂલો પ્રત્યે કોઈનું ધ્યાન જ જતું નથી.ભગવાન ના નામે મોટો ભયંકર ધંધો ચાલી રહ્યો છે.લોકો કચડાઈને મરી પણ જાય છે.
          *દરેક વસ્તુ સજીવ કે નિર્જીવ દરેક અણુ,પરમાણું થી બનેલી છે.ફક્ત માત્રા નો ફેર છે.ઈલેક્ટ્રોન,ન્યુટ્રોન,પોઝીટ્રોન કે પ્રોટોન થી બનેલી છે.એક પ્લસ છે,એક માઈનસ છે અને ત્રીજો ન્યુટ્રલ છે.આ ત્રણ વડે આખા વિશ્વ ની રચના થઇ છે.નાતો કોઈ નો નાશ થાય છે.ફક્ત રૂપાંતર થાય છે.એનર્જીનું પદાર્થ માં અને પદાર્થ નું એનર્જી માં.આ ત્રણ જ દરેક માં છે.પથ્થર માં પણ આ ત્રણ જ છે.કણ કણ માં આજ ત્રણ છે.દેખાતા પણ નથી નરી આંખે.અને છતાં છે.આ ત્રણ જ હિન્દુઓના  બ્રહ્મા,વિષ્ણુ ને મહેશ છે.અને ખ્રિસ્તી લોકોના ગોડ,હોલી ઘોસ્ટ અને જીસસ (પયગંબર) છે.આ જ નિરંજન નિરાકાર છે.તો આકાર આવ્યો ક્યાંથી?સાયન્સ હવે લો ઓફ સીગ્યુંલારીટી ની વાત કરે છે.બધું એકજ વસ્તુ માંથી બનેલું છે.આજ શંકરાચાર્ય નો અદ્વૈતવાદ છે.દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એકજ.એટલે જ શંકરાચાર્ય અહમ બ્રહ્માસ્મિ કહી શક્યા.એટલે જ નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોયે,આવું કહી શક્યા.એટલેજ મીરાં બાઈ કહી શક્યા કે પ્રેમ ગલી અતિ સંકરી જિનમેં દો ના સમાય.
         *હું એ ભગવાન માં નથી માનતો જે રીતે ગુરુઓ મનાવે છે.ના તો કદી દીવો કરતો કે ના તો ઉપવાસ,મને ક્યારેય યાદ નથી આવતું કે મેં શીતળા સાતમે ઠંડુ ખાધું હોય,કે આઠમ કરી હોય.ક્યારેય મારા છોકરાઓ નાના હતા ત્યારે કદી મેશ આંજી છે કે સાજા કરવા કોઈ બધા રાખી છે.પિતાજી મને એક વાર હરદ્વાર લઇ ગયેલા ગાયત્રી આશ્રમ માં.એ વખતે હું યુવાન હતો.માતા ભગવતી દેવી રોજ બેસતા ફિક્સ ટાઈમે એક હોલ માં.બધા ભક્તો ત્યાં આવે અને માતાજી આગળ સંસારિક દુઃખોમાં થી મુક્ત થવા જાતજાત ની માંગણીયો  કરે.કોઈને નોકરી જોઈતી હોય,કોઈનું છોકરું ભાગી ગયું હોય,કોઈને ધંધા ની તકલીફ હોય.બધા વારાફરતી આગળ આવે ને માતાજી આગળ ફરિયાદ કરે.માતાજી આશ્વાસન આપે.પાછળ વાળા ધીરે ધીરે આગળ જાય નંબર આવે તેમ. હું તો પાછળ થી આગળ જ ના આવું.આરામ થી બેઠો બેઠો જોયા કરું ને લોકોની મુર્ખામી પર મનોમન હસ્યાં કરું.માતાજીના ધ્યાન માં આવ્યું કે આ છોકરો આગળ વધતો નથી.મને પુછ્યુકે બચ્ચા તેરે કો કોઈ તકલીફ નહિ હૈ?મેં વિવેક થી કહ્યું ના મુજે કોઈ તકલીફ નહિ હૈ,મુજે કુછ નહિ ચાહિયે.ઘણા બધાએ મને કોસ્યો કે આવો ચાન્સ જવા દેવાય?હું તો ઉભો થઇ ભાગવા જતો હતો પણ માતાજીના ઇશારાથી બેસી રહ્યો.બધા ગયા પછી માતાજી એ કહ્યું ઇતને સારે લોગો મેં એક તું હી સમજદાર હૈ.ઘર ના કોઈ વડીલ દાદી ને પગે ના લાગીએ?એક રીસ્પેક્ટ,હું પણ પગે લાગી બહાર આવી ગયો.
            *મંદિર માં શિલ્પકાર ની કળા કે સ્થાપત્ય જોવા હું જાઉં છું.જૈનો ના દેરાસર ખાસ તો આબુ ના,એની કોતરણી જોવાની મજા આવે.શિવ ના લીગ ને નહિ પણ પ્રાચીન હિંદુ ઓ ની સમજદારી ને વંદન કરું છું.કે આ તો નોર્મલ સેક્સ નું બહુમાન છે.સર્જન નું પ્રતિક છે.ઘણા ને એપણ ખબર નથી કે શિવ નું લિંગ એ મેલ જેનેટલ,પુરુષ નું પ્રજનન અંગ છે.અને જલાધારી એ પાર્વતીની યોની,ફીમેલ જેનેટલ છે.મહાદેવ ની કોઈ મૂર્તિ હતીજ નહિ.પાછળ થી આવી.પુરુષ નું લિંગ સ્ત્રીની યોનીમાં આ આખાય પ્રતિક ની તો પૂજા રોજ કરીએ છીએ.ને સેક્સ ને ગાળો દઈએ છીએ.બ્રહ્મચર્ય નો અર્થ બ્રહ્મ માં ચર્યા,સેક્સ ના કરવો એવો અર્થ કોઈ નપુંસક ગુરુજીએ ઘુસાડ્યો લાગે છે.શિવ સંહાર ના દેવ ને પ્રતિક સર્જન નું.સર્જન વિસર્જન સંસાર નો નિયમ છે.પછી આ શિવજી આગળ હું એવી આશા ના રાખું કે મહમદ ગજનીને ત્રીજું નેત્ર ખોલી ભસ્મ કરીદે. 
            *હમણા એક ભાઈ એ ફોન પર વાત કરી કે આપણાં એક બાહોશ નેતા રોજ યોગ કરે છે,બે કલાક મૌન પાળે છે.પછી એ ભાઈ એજ કહ્યું કે સમજણ પૂર્વકનું બોલવું એનેજ મૌન કહેવાય.આ નેતા બે કલાક મૌન પાળે ને પછી બોલે ત્યારે એકદમ કડવી વાણી.એમની બે કલાક મૌન પાળીને ભેગી કરેલી એનર્જી કડવી વાણી રૂપે બહાર આવે એને શું કહેવું?એમનો તકિયા કલમ છે પાંચ કરોડ ગુજરાતની જનતા.સમજણ પૂર્વક ની નાસ્તિકતા દિવ્ય હોય છે.ધનસુખભાઈ સારી વાત છે કે અંધશ્રદ્ધા ને અંધવિશ્વાસ થી દુર છે.ખોટી ધાર્મિક માન્યતાઓ માં માનતા નથી.અવૈજ્ઞાનિક વાતોમાં માનતા નથી ખુબજ સારી વાત છે.અને આ બધું ના માનવાથી કોઈ દુખી જરાય થવાના નથીજ.જે દુખી થઈએ તે આપણી ભૂલોને લીધેજ થઈએ.બીજા નો દોષ જોવો એના કરતા આપણો દોષ જોવો સારો.અને જગત નિયમ થી ચાલે છે.નિયમ નો ભંગ કરે એને સજા થાય જ છે.કોઈ ના બચાવે.કોઈ ગુરુ,મહાત્મા કે ભગવાન ના બચાવે.ભીડ માં જઈએ ને દોડ દોડી થાય ને લોકો ઉપર પડે તો મરી જવાય એ સામાન્ય નિયમ છે.એમાં અંદર બેઠેલો ભગવાન પણ ના બચાવી શકે.એવું હોત તો આઠ લોકો મરી ના ગયા હોત,ધોરાજીમાં.
           *૩૩ કરોડ દેવો છે ને ભારતની વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.છતાય ભારત દુખી છે.બધા ચમત્કાર ની રાહ જુવે છે.કોઈ કૃષ્ણ કહી ગયા છે આવતા કેમ નથી?કોઈ અવતાર ની રાહ જોવાઈ રહી છે.પછી બધું સારું થઇ જશે.એ ગીતા ના કૃષ્ણ કોઈ ઉપર થી નહોતા ટપક્યા.સર્વાઇવલ ના યુદ્ધ માં ટકવાની મથામણ માં થી આપણાં જેવા કોઈ સામાન્ય નર માંથી રૂપાંતરિત થયેલા હતા.જન્મથી તરતજ મોત પાછળ ઉભું હતું.ડગલે ને પગલે મોત એમનો પીછો કરતુ હતું.લડ્યા ટક્યા તો કૃષ્ણ બન્યા,નહીતો ક્યાય ખોવાઈ ગયા હોત.અને કહી પણ એવુજ ગયા છે કે જયારે જયારે આવી ક્રીટીકલ પરિસ્થિતિ આવશે ત્યારે તમારા માં થી કોઈમાં મારું અવતરણ થશે.મતલબ મારા જેવો કોઈ બનશે,પેદા થશે.બાવાઓને સમજાવતા જ ક્યાં આવડે છે?અને લોકો સમજી જાય તો ધંધાનું શું? 
                        *એક બીજો કિસ્સો લખું?એક સંત મહારાષ્ટ્ર ના હતા.નામ ભૂલી ગયો છું.કદાચ નામદેવ હોય કે તુકારામ.કોઈ ગુરુએ એના શિષ્ય ને બ્રહ્મજ્ઞાન ના વધારે પાઠ ભણાવવા માટે આ સંત જોડે મોકલ્યો.જુવાન શિષ્ય આમને મળવા આવ્યો ત્યારે આ સંત તો મંદિર માં મહાદેવના લિંગ ઉપર પગ ટેકવીને આરામ થી સુતા હતા.પેલા ને થયું આ માણસ મને શું શીખ આપશે?આતો ભગવાન નું અપમાન કહેવાય.ભગવાન પર પગ મુકાય?એણે સંત ને કહ્યું આવું ના ચાલે તમે ભગવાન ઉપર પગ મૂકી સુતા છો?પેલા સંતે કહ્યું તો તારી જાતે જ્યાં ભગવાન ના હોય ત્યાં મારા પગ મૂકી દે.વાર્તા એવી છે કે પેલા શિષ્યે જ્યાં પગ ઉચકીને મુક્યા ત્યાં શિવલિંગ પ્રગટ થયું.હું પોતે ચમત્કાર માં માનતો નથી.શિવ લિંગ પ્રગટ થયાની વાર્તા ખોટીજ છે.પણ એનું હાર્દ સરસ છે.કે કઈ જગ્યાએ ભગવાન નથી?બધેજ છે તો પગ ક્યાં મુકું?હવે આ બંને ઘેર ગયા.સંત રોટલા બનાવવા માંડ્યા ખાવા માટે.અને એક કુતરું આવ્યું રોટલો લઇ ભાગ્યું.સંત પાછળ ઘીની કટોરી લઇ કુતરાની પાછળ ભાગ્યાં,અરે મારા રામ ઉભા રહો કોરો રોટલો તમારા પેટ માં ખુંચસે.જરા ઘી લગાવી દઉં,પેટમાં દુખશે.પેલા શિષ્ય ને અચાનક ભાન થયું.જેને કુતરામાં ભગવાન દેખાય છે એજ મંદિર માં શિવ ના લિંગ પર પગ મૂકી શકે.બાકી નહિ.

              *આ ધનસુખભાઈ ની નિંદા કરવાનો મારો આશય જરાપણ નથી.એમના પ્રથમ પત્ની જો છુટા ના પડ્યા હોત તો?કદાચ એ બીજા કોઈ કરતા વધારે ધાર્મિક હોત એવું મને સમજાય છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.ધનસુખ ભાઈ બીજા અંધ શ્રદ્ધાળુઓ કરતા ઘણા આગળ છે.એ વાત સો ટકા સાચી છે.પણ મન એવું છે કે એક અતિ પરથી બીજી અતિ તરફ લોલક ની જેમ ઘૂમ્યા કરતુ હોય છે.મધ્યમાં કદી રહેતું નથી.કાતો ભોગ માં પડી જશે ને ઉબાઈ જાય એટલે ત્યાગ માં સરી પડશે.કાં તો ખુબ આસ્તિક બની જશે ને ધાર્યું ના થાય તો અતિશય નાસ્તિક બની જશે.માનસિકતામાં કોઈ ફેર નહિ પડે.કાતો અતિશય પ્રેમ કરશે ,કાતો ઘૃણા કરશે.કાંતો અતિશય કામી હશે,કામ થી કંટાળી જશે કે પસ્તાવો થશે તો બ્રહ્મચર્ય ના વ્રત લેશે.દા:ત ગાંધીજી બચપણ માં નાના હતા ને લગ્ન થઇ ગયા.એમણે જ કબુલેલું છે કે કામી હતા.એમના પિતા મરણ પથારી પર હતા.રોજ રાતે ગાંધીજી એમના પગ દબાવતા.એમનું મન તો એ રાતે કસ્તુરબા માં જ ભમતું હતું.ચાન્સ મળ્યો,પિતાજી જરા જંપી ગયા કે ભાગ્યાં કસ્તુરબા જોડે,કામક્રીડા માં મગ્ન હતા ને આ બાજુ પિતાજીએ દેહ છોડ્યો.એક જરા કાબુ રાખ્યો હોત તો પિતાજીની છેલ્લી ઘડીએ એમની હાજરી હોત.પછી ખુબ પસ્તાયાં.એ પસ્તાવો આખી જીંદગી રહ્યો,ને કામ ને જીતવા હમેશા બ્રહ્મચર્ય ના વ્રત લીધે રાખ્યા.ચાલીસ વર્ષ પછી તો એમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય ની વ્રત લઇ લીધું.પસ્તાવો તો એટલો બધોકે બીજા લોકોને પણ પરાણે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવે.નાના છોકરાઓને પણ આ વ્રત લેવા સમજાવે.એક અતિ પરથી બીજી પર.પણ ક્યારેય કામ ને જીતી ના શક્યા.૭૦ વર્ષે પણ રાતે સ્વપ્ન દોષ થાય છે,દિવસે કામ ને જીત્યો છે પણ રાતે નહિ,એવું કબુલતા એ સાચા બોલા પ્રમાણિક હતા. છેલ્લે તો બે જુવાન નગ્ન છોકરીઓ જોડે સુવાનો પણ પ્રયોગ કરેલો.બધા કોંગ્રેસી નેતાઓ ને લાગેલું કે ડોસા ની બુદ્ધી બગડી છે.ખાલી આચાર્ય કૃપલાણીએ કહેલું કે ના મને ડોસા પર વિશ્વાસ છે એ કદી ખોટું ના કરે.એટલે ભગવાન બુદ્ધ મધ્યમાં રહેવાનું કહેતા હતા.મધ્યમ માર્ગ.કોઈ પણ અતીના છેડા પર રહો તે ખોટું છે.
         
             * મારો કોઈ ઈરાદો કોઈ ધનસુખભાઈ ની લાગણી દુભાવવાનો નથી.કારણ હું પોતેજ સાધુબાવાઓની ફાલતુ વાતો માં માનતો નથી.પ્રજાએ હવે જાગવું જોઈએ.ફક્ત કોઈ પૂર્વગ્રહ થી પીડાયા વગર સમજણ પૂર્વક નાસ્તિક બનીએ અને ધર્મ માં કોઈ વિજ્ઞાન હોય તો તેને આવકારીએ તો અસ્થાને નહિ ગણાય.અને પેલા સંત પત્ની ની જેમ ધૂળ ઉપર વળી શું ધૂળ ઢાંકવાની?   
         

ભીના પગલાની છાપ,,,,,પ્રેરણા–વિરાજ….

ઘુંઘવતો દરીયોને શાંત એના ખોળે રે,
ભીના પગલાની છાપ મે તો છોડી રે.
કાંટાળી કેડીઓ ને અણજાણ્યા પંથ રે,
આંખોમાં ભર્યા મેતો શમણાં કેરા ભાર રે.
ચાર ડગલા આમ ચાલુ,ચાર ચાલુ તેમ રે,
ગંતવ્ય સ્થાન કઈ  કેટલુંય દુર રે.
નીરવ ઘંટારવ ને છીપલાઓ ખાલી રે,
જીવન ના સત્યો હજુ પામવાને વાર રે.
નભના નીલા વાદળોને રૂપેરી કોર રે,
સાતપગલે પહોચવાની દિલમાં છે હામ રે.
 કાંટાળા બાવળો માં રંગ મેતો દીઠા રે,
દોડતી ખિસકોલીએ પ્રાણ એમાં પૂર્યા રે.
  

 
            *આને શું કવિતા કહેવાય?કે તુકબંદી,અછાંદસ.ગાંધીનગર થી વિરાજ નામના એક નાનકડા ઓરકુટ મિત્રે એની અંદર રહેલા ફિલસુફે ખેચેલા થોડાક ફોટા મુકેલા.એ જોઇને મારી અંદર રહેલો તુકબંદીકાર જાગી ઉઠ્યો.પહેલીવાર જેવું આવડ્યું તેવું લખી નાખ્યું છે.કોઈ હસતા નહિ,હો કે ! એ ફોટા પણ ઉપર મુક્યા છે.
 
ભુપેન્દ્રસિંહ,,,,,,,,,,,,,,, પ્રેરણા આપનાર “વિરાજ”…..
 

“તિલક(અંધ માન્યતાઓ) વખોડતા ત્રેપન થયા”….

                 *તિલક કરતા ત્રેપન થયા,જપમાળા ના નાકા ગયા.એક મૂરખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ.પાણી દેખી કરે સ્નાન.આશરે ઈ.સ.૧૬૦૦ થી ૧૬૫૫ ના ગાળામાં ખાડિયા,અમદાવાદ ની કોઈ પોળ માં બેઠા બેઠા એક સોની એ બ્રહ્મજ્ઞાન ની વાતો લખી.એ હતા ભક્ત કવિ અખેરાજ.છપ્પા તો અખા ના,એવી છાપ પડી ગયેલી.આજે લગભગ ચારસો વર્ષ વીતી ગયા.તોય ના તો સમાજ સુધર્યો કે ના અંધમાંન્યતાઓ દુર થઇ.કેમ?લોકો વધારે ને વધારે ઉલટાના ડૂબતા ગયા.

       *હવે વાંચો શ્રી ગુરુઓ મુખેથી,
               *એક ઓરડા માં બેઠા બેઠા કવિતાઓ કરો તો કોણ ધ્યાન માં લે?એને માટે મોટી મોટી સભાઓ ભરવી પડે.થોડી દાઢી ટ્રીમ કરેલી વધારવી પડે.કાતો ઓરેન્જ કલરના કપડા પહેરવા પડે,કાં તો ખભે ભર ઉનાળા માં પણ કાળો નાનો બ્લેન્કેટ નાખવો પડે.ઘણી બધી બીઝનેસ પોલીસીઓ,ને જાહેરાતોનું વિજ્ઞાન અમલમાં મુકવું પડે.થોડા ડ્રામા કરવા પડે.ચાલો ભાઈ આજે મને એક સરસ તુક્કો સુજ્યો છે.પેલા ફલાણા ભાઈ નો નાનો છોકરો આકાશ માં વિમાન જોઈ ને કહેતો હતો,મારે એમાં બેસવું છે,તો આપણે પણ વિમાન માં કથા ગોઠવીએ.કેમ લોકો ક્લબો માં જઈને પૈસા નથી વેડફતા?આમેય આડા ધંધા કરીને કમાયેલા પૈસા ભક્તો વાપરશે તો,એમના પાપ ઓછા થશે.અહી તો સરવાળા બાદબાકી ચાલે.ધંધો છે થોડું આડું અવળું કરવું પડે પછી મંદિર કે ધર્માદા માં આપી દેવાનું,એટલે છૂટ્યા.અને આમેય થોડું વધારે મંદિર માં લખાવ્યું હોય તો આગળની ખુરશીમાં બેસવા મળે.નહીતો પાછળ નીચે બેસવું પડે.થોડું શ્રોતા ઓને રડાવવા પણ પડે.માસ સાયકોલોજી વાપરવી પડે.જોડે આપણે પણ રડવું પડે તોજ શ્રોતાઓ પર અસર પડે ને ભાઈ!
               *આવી રીતે આ અખા ભાઈ ની જેમ સાચી વાતો કહી દઈએ તો ધંધાનું સત્યાનાશ થઇ જાય.વર્ષે લાખો રૂપિયાની માળાઓ ને મૂર્તિઓ વેંચાય છે,એનું શું થાય?એની પાછળ પુસ્તકો,કેસેટો,સીડી અને દવાઓ ભૂલી ગયા?આ અખાભાઈ નું ચાલે તો ભારતની ઈકોનોમી નું શું થાય?આ ધીરુભાઈ અંબાણી બચાડા આખી જીંદગી મહેનત કરી,પેટ્રોલપંપ પર નોકરી કરતા ત્યારથી મનમાં ઘુસી ગયેલું કે મારા પોતાના પંપ કેમ ના હોય?એમાંને એમાં ખોટો સ્ટ્રેસ વેઠી સ્વર્ગસ્થ થઇ ગયા.આ જો આપણે થોડી ગીતા વાચી લીધી,થોડી રામાયણ ની ચોપાઈઓ મોઢે કરી લીધી.તુલસીદાસ આપણા માટે તો કવિતા લખી ગયા છે.કૃષ્ણ તો કાયમ ની શાંતિ કરીનેજ ગયા છે.મફતનું ખાઈસ નહિ,મફતનું લઈશ નહિ એવી સારીસારી વાતો કરીને,જુઓ કોઈ ખર્ચો જ નહિ,લોકો એમના થેલા માંજ ખાવાનું લઈને આવે ને ગાંઠના ખર્ચે આપણો પ્રચાર કરે.ખોટા ધીરુભાઈ એ નકામી મહેનત કરી.વિચારો વેચીને જ્યાં રૂપિયા બનતા હોય ત્યાં વસ્તુનું ઉત્પાદન કરવું,ને વેચવું?આ ધીરુભાઈ ના છોકરા આપણા પગે પડે,એમના ઘેર આપણને બોલાવે.વડોદરાની પોળો ને ગલીઓ માંથી ધીરુભાઈ ના ઘર સુધી ની સિદ્ધિઓ ઓછી ગણાય?
                 *થોડી કોઈ ધંધા ના ગુરુ ની નકલ પણ કરવી પડે ભાઈ.ગુરુ વિના જ્ઞાન નહિ.ગુરુ ભર ઉનાળા માં ખભે ઉનનો બ્લેન્કેટ નાખેતો આપણે પણ નાખવાનો.પહેલા સામાન્ય ગરબા નવરાત્રીમાં ગાતા હતા.કોઈવાર અમેરિકા પણ ગાવા જતા.થોડું તો આઘું પાછું કરવું પડે.એમ કઈ તારા વિના શ્યામ ના રાગડા કાઢે થોડા ખર્ચા નીકળે?લોકો તો કહે,લોકોને તો ટેવ પડી ગઈ છે,કબુતરબાજી કરી એ સાબિત થોડું થયું છે?સાલું હવે ધંધા માં હરીફાઈ પણ વધી ગઈ છે,નવા નવા ગાયકો આ સારેગામા વાળા બહાર પાડે,કઈ વાંધો નહિ સુંદરકાંડ શેના માટે છે.બહુ ફિલોસોફી ની ઊંડી વાતો માં પડવાનું  જ નહિ,આમેય ગળું તો સારું છેજ,સુંદરકાંડ ગાયે રાખવાનો.ગુરુ છોને આખું રામાયણ ગાય.એકાદ કાંડ થી પતતું હોય,તો આખાં રામાયણ નું શું કામ?અને હવે તો ગુરુજી પણ આખું રામાયણ ગાતા નથી.મોટા માણસો મોટા ખેલ પાડે,આપણે તો ચાલે એમના વાદે એમ કઈ એટલી ઠંડીમાં હિમાલય માં સુંદરકાંડ ગાવા ના જવાય.ગળું બેસી જાય.હવે તો આ ધંધા માં પણ હરીફાઈ નડે છે.આપણી સીડીઓ અમેરિકા પણ પહોચી ગઈ છે.
               *આ અખાભાઈ વળી ઘણા પરમેશ્વર એ કયાની વાત?એવું કહે છે.૩૩ કરોડ દેવતા છે અને વસ્તી છે એક અબજ.દર ત્રણ માણસે એક દેવ છે.પછી ખોટી ચિંતા કરવાની?લોકો જેટલા વધારે દેવ ને પૂજે,એટલા એમના કેટલા બધા પરવાનેદાર એજન્ટોને રોજીરોટી મળે.આ અખાભાઈ નું શું જતું હશે?મૂળે સોની ખરાને ઇકોનોમિકસ ની સમજ ના પડે.
              *આ અખાભાઈ થી તો તોબા.કહે છે,”દેહાભિમાન હતું પાશેર,વિદ્યા ભણતા થયો શેર,ચર્ચા વધતા તોલું થયો,ગુરુ થયો ત્યાં મણમાં ગયો.અખા અમે હલકા થી ભારે હોય,આત્મ જ્ઞાન તે મૂળગું ખોય.”જોકે વાત તો સાચી છે.પહેલા બેત્રણ માણસો આવતા સાંભળવા,ત્રણ માણસો થી ત્રણ લાખ માણસો સુધી હવે તો પહોચી જવાયું છે.આમેય આત્મજ્ઞાન જે ને થયું છે એતો કશું કહેતા જ નથી કે એમાં શું થાય છે?હૃદયમાં કે બ્રેન માં કોઈ સળવળાટ થતો હશે?ભગવાન જાણે શું થતું હશે.એક કહે છે કૈવલ્ય થયું,બીજો કહે છે શૂન્ય,નિર્વાણ,ત્રીજો વળી પૂર્ણમિદમ ની વાતો કહે છે.પૂર્ણ માંથી પૂર્ણ જાય તોય પૂર્ણ બાકી રહે આ ગણિત સાલું સમજાતું નથી.કોઈ કહેશે જ્ઞાન,આત્મજ્ઞાન,સાક્ષાત્કાર,મોક્ષ કેટકેટલા નામ એકજ વસ્તુ ના?એમાય પાછુ કેહેસે કે જાતે અનુભવો તોજ ખબર પડે.એમ કહેવાથી ના સમજાય.આમાં એક વાર્તા યાદ આવે છે ટૂંક માં કહું?એક રાજા ને એક ખેલાડી ગુરુજી ભટકાયા.કહે ભગવાન પ્રસન્ન  થયા છે અમુક દિવસે દૈવી અલૌકિક કપડા આપશે તે તમારે પહેરવાના છે.પણ આખું નગર ભેગું કરવું પડે જોવા માટે.જે તે દિવસે આખું નગર ભેગું થયું જોવા માટે.જાહેર માં ગુરુજી કહે હવે કપડા કાઢો અને આ પેટી માં દિવ્ય કપડા છે એ પહેરો,પણ ફક્ત જે બે બાપ નો ના હોય એનેજ દેખાશે.બાકી નહિ દેખાય.હવે અંદર કશું જ ના હતું પણ બે બાપ નો કોણ થાય?રાજાને પણ કશું દેખાતું ના હતું પણ કહે તો બે બાપ નો સાબિત થાય.આખાં નગરના પ્રજાજનો વચ્ચે રાજા ને દૈવી કપડા પહેરાવ્યા.લોકો પણ જયજયકાર કરવા લાગ્યા શું સુંદર કપડા છે.રાજા ને થયું મારી માએ બાપ ને છેતર્યો તો છે,પણ હવે કહેવું શી રીતે?તેરી બી ચુપ મેરી બી ચુપ.એક સામાન્ય નગર જન ના ખભે બેઠેલો નાનો છોકરો એના બાપ ને કહે પિતાજી આ રાજા નાગો કેમ ઉભો છે?પેલો બાપ કહે ચુપ મર.મને પણ દેખાય છે.પણ અત્યારે સમય નથી બોલવાનો.આત્મજ્ઞાન નું આવું છે ભાઈ શું થાય છે કોઈ કહેતું જ નથી.પણ આ બધામાં પેલા આપણા જેટલી જૂની સંસ્કૃતિ ધરાવતા ચીન ના લાઓત્સે(Laozi,Lao Tzu,Old master) બહુ ઉસ્તાદ,ભારે ખેલાડી.કહે છે સત્ય શબ્દોમાં ના વર્ણાય.અને શબ્દોમાં વર્ણવીએ તો સત્ય સત્ય જ ના રહે.એટલે કશું લખવાની ઝંઝટ જ નહિ.ખોટા વેદો,પુરાણો,ગીતા,ઉપનીષદો લખવા?પણ આ ચીન નો સમ્રાટ પાછળ પડ્યો કશું ક તો લખોજ.એટલે લાઓત્સે ભાગ્યાં.જકાત નાકા પર પકડાય ગયા.જકાત ભરો,પણ પૈસા નથી.રાજા ની સુચના હતીજ કે જકાત ના બદલામાં કશું લખાવી લેજો.હવે છૂટકો નહતો.”તાઓ તેહ કિંગ”(Tao te Ching,Dao De Jing) લખવું પડ્યું.
              *અખા ભાઈ ની વાતો સાચી માનીએ તો સર્વાઈવ થઇ રહ્યા.નોકરી ધંધા માં કેટલી બધી મહેનત કરવી પડે છે.આ આરામ નો બિજનેસ થોડો છોડી દેવાય?આમારું ગ્રુપ બહુ મોટું છે.આમ ભલે અમે જુદા જુદા હોઈએ પણ અંદરખાને બધા સરખાજ,અને એક પણ છીએ.કોઈ એક ના માથે તવાઈ આવી તો બધા એક મંચ પર ઉભા થઇ જઈએ.એવો હોબાળો મચાવી દઈએ કે સરકાર પણ ગભરાઈ જાય.પછી આવા અનેક અખાભાઈ આવે અમારું કશું બગાડી ના શકે.સારા સારા લેખકો પણ અમે કબજે કરી લીધા છે,બહુ કામ લાગે.આ કોઈ કોઈ વાર પેલા નવા ફૂટી નીકળેલા અરવિંદ અડલજા,અને એમના જેવા બીજા અનેક અશ્રદ્ધાળુ બ્લોગીયાઓ એમની હોશિયારી છોને બતાવ્યા કરતા,એમની તતુડી કોણ સાભળે છે?જુઓ ભાઈ આપણે તો મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયા પણ ડો ગુણવંત શાહ અને શ્રી કાંતિ ભટ્ટ જેવા વિદ્વાનો આપણી તરફેણ કરે છેને?આપણે તો ચોખ્ખુજ કહી દીધું એકવાર પેલા રજત શર્મા ને વટ કે સાથ  “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા.”શું લોકોએ તાળીઓ પાડી  છે,તમે જોયા કરો.મૂરખ ઓડીયન્સ ને ખબર નહિ કે આપણી તો મજબૂરી હતી,અને બધા પાસે આપણાં જેવી બોલવાની કળા ના હોય.છતાં લોકોને સિક્સર મારી,ગઝલ,કવિતા,દુહા,છંદ,છેવટે ફિલ્મી ગીતો ગાઈને ખુશ કરવાની આવડત જોઈએ.પછી ભલેને પેલી ગોંડલ ની કોલેજ કન્યા ચાલુ કલાસે માળા સંતાડી રામ રામ કર્યાં કરતી.ભણવાનું ગયું ભાડ માં.શ્રી કાંતિભટ્ટે માતબર ગુજરાતી દૈનિક માં લખી પણ દીધું કે આ કોલેજ કન્યા પર કોઈ કટાક્ષ ના કરી શકે.પત્યું?પણ આ મૂર્ખી કોલેજ શું કામ જતી હશે?ઘેર બેસીને માળાઓ કરતી હોય તો શું થાય?આમેય ભણી ને કોનું ભલું થયું છે.સાચી વાત ને?

         *અમારામાં ય ઘણા અતિ કરી નાખતા હોય છે.अति सर्वत्र वर्जयेत પણ માને નહિ.પણ વિશ્વહિંદુપરિષદ શેના માટે બનાવી છે?જોયું મોદી સરકાર ને પણ ખખડાવી નાખીને?ચર્ચ ના ઈશારે સંતોને પરેશાન ના કરો.હવે આમાં ચર્ચ કઈ રીતે ઘુસ્યું ખબર ના પડી,આમેય કોણ તપાસ કરવાનું હતું?જોકે કશું પણ થાય તો પરધર્મ ને વિદેશી પરિબળો નો હાથ છે એવું બોલી નાખતા વાર કેટલી?જોકે સરકારો માં અમારી એટલી બધી પક્કડ હોય કે કોઈ કશું ના કરી શકે.જયલલિતા જેવી ભારેખમ(વજનમાં)બાઈ એ શું કરી લીધું?બધા મંચ પર એક થઇ ગયા.અમારા પેલા ગુજરાત માં અતિ કરવાવાળા તો રડી પડ્યા,ધર્મ નો નાશ થઇ રહ્યો છે,હે ભગવાન ક્યાં છો તમે?હવે તમારે અવતરવું જ પડશે.નાટકબાજી માં એમને કોઈ ના પહોચે.અમારામાં ના બીજા એ ગુજરાતી ચેનલ પર ઇન્ટરવ્યું માં સલુકાઇ થી જવાબ આપી દીધો કે કાયદો કાયદાનું કામ કરે પણ ધર્મ ના આટલા ઉચ્ચ વડા ઉપર આટલી કડકાઈ ના કરવી જોઈએ.ભાઈ ક્યારે આપણો વારો આવી જાય,અગાઉ થી કહી રાખ્યું હોય તો સારું.
            *જોકે અમારામાય ફાટફૂટ તો ચાલી આવે છે.ધંધાકીય હરીફાઈ બીજું શું હોય?કોઈ પ્રમાણિક પણ હોય.પણ એવા દંતાલી વાળા જેવાઓને અમે નાતબહાર જ મૂકી દઈએ.વર્ષો પહેલા એક ખેલાડી એવા નીકળેલા,નુસખા બધા અમારા જેવા વાપર્યા ને ફેમસ થયા પછી આમારી જ વિરુદ્ધ પડ્યા.શું નામ હતું?કોઈ ઓશો જેવું.મુક્યા સીધા નાતબહાર.કોઈ દેશે ના સંઘર્યા,રીબાઈ ને અકાળે વૃદ્ધ થઇ દેવલોક થઇ ગયા.જતા જતા લખતા ગયા કે હું તો આ પૃથ્વી નામના પ્લાનેટ (ગ્રહ) ની મુલાકાતે આવેલો.ભારે ભરાડી.
            *આ સ્કીજોફ્રેનીયા શું છે વળી?આ મનો વૈજ્ઞાનિકો કહે છે,કે તમે નાં હોય તેવી માની લીધેલી વ્યક્તિઓ સાથે રમો,હસો,વાતો કરો,ઝગડા કરો,હિંસક બની જાવ,સગાસંબધી ઓને મારો,તોફાનો કરો આવું બધું કરો તો તમને સ્કીજોફ્રેનીયા થયો કહેવાય.મતલબ એક જાતનું ગાંડપણ.જોકે અમેતો ડ્રામાં કરતા હોઈએ છીએ.હજારો વર્ષ પહેલા થઇ ગયેલા કે પછી માની લીધેલા લોકોને યાદ કરી રડવું ને લોકોને રડાવવા એતો અમારે માટે સામાન્ય છે.એના માટે તોફાનો એ થઇ જાય ને લોહીની નદીઓ પણ વહી જાય.આ હજારો વર્ષ પહેલા થઇ ગયેલાઓ ને લીધે તો એક આખા ધંધાનું સાધન ઉભું થઇ ગયું છે.ટૂંક માં અમે આખા દેશ ને સામુહિક સ્કીજોફ્રેનીયા ગ્રસ્ત જ બનાવી દીધો છે.કોઈ ઝંઝટ જ નહિ.પાંચ હાજર વર્ષ પહેલા થઇ ગયેલા ને હજુ લોકો નવરાવે છે,ઊંઘાડે,ઉઠાડે,ખવડાવે,અરે એમને જોવા ભીડ માં કચડાઈ ને મરી પણ જાય.અરે એમના બહાને સુંદર સુંદર નારીઓ સાથે રમવા પણ મળે. હવે આનાથી બીજો કોઈ મોટો સ્કીજોફ્રેનીયા બતાવો તો ખરા.જે છે એની ચિંતા નહિ ને જે નથી એની ચિંતા તે આનું નામ. 
                      *પેલી અમેરિકાની ટોક શો વાળી એલન એકવાર ડંફાસો મારતી હતી કે હું કદી કોલેજ કે યુનીવર્સીટી માં ગઈ નથી છતાં હ્યુજ સેલીબ્રીટી છું.એને શું ખબર અહી ભારત માં તો એવા અભણીયા લાખોમાં હશે કે જેમના પગે ખુબ ભણેલા પડતા હશે.ભણતર નું આમાં ખાસ કશું કામ નથી.એક નવાઈ ની જાણવા જેવી વાત,એ  એલન છે તો બાઈ માણસ પણ લગન કર્યા છે પાછી બીજી બાઈ જોડે.પાછી કહે છે હું હસબંડ છું ને બીજી બાઈ મારી વાઈફ છે.શું કળજુગ આવ્યો છે?અમારા માં ઘણા એવા છે ઉંધી ખોપરીના કેહેશે બાઈ માણસ જોઈ સાલું ચળી જવાય છે,એટલે નિયમ જ કરી દીધો કે બાઈ માણસ છોને એકાદ વરસ નું જ ના હોય દેખવુંય નહીને દાઝવુંય નહિ.એટલે પાછા વળી બીજા કહેશે એમાં શું થયું આ બાઈ માણસ આપણા માટે તો બનાવ્યું છે.એક ના જુવે ને બીજા વધારે જુવે,એમ બેલેન્સ જળવાઈ જાય. 
                *આ થોડા મહિના પહેલા અમારા એક ન્યાતીલા(સમ્પ્રદાય ના વડા) ની સભા હતી.કોઈ ભાઈ આગળ ખુરશી બેસી ગયેલા.અમારા એક સંતે(ઓરેન્જ કલર ધારી) ઉભા થવા કીધું કે ભાઈ આ ખુરશી વધારે દાન આપ્યું હોય તેના માટે છે.પેલા ભાઈ કહે તું મને ઓળખે છે?સંતે કીધું જે હોય તે ખુરશી ખાલી કરો.પેલા ભાઈએ ધરાર સંત ને ખેંચી ને થપ્પડ મારી દીધી.સંત બિચારા ગબડી ગયા.પછી ખબર પડી એ ભાઈ કાયમ એમની જીપ મફતમાં મદિર ના કામ માટે આપતા હતા,ને પાછા રાજપૂત હતા.રાજપૂત નું લોહી આવું ગરમ હોય,પેલા સંતે જરા સમજવું જોઈતું હતું.ખોટી ધંધા પર અસર પડેને.(ગાંધીનગર માં બનેલી સત્ય ઘટના) 
             *તિલક કરતા ત્રેપન થયા,મને(ભુપેન્દ્રસિંહ રાઓલ ને) પણ પહેલી જાન્યુઆરીએ તિલક(અંધ માન્યતાઓ) ને વખોડતા વખોડતા ત્રેપન પુરા થયા.બ્લોગ જગત ના ખેરખાંઓ એ મારા બ્લોગ(કુરુક્ષેત્ર) ને “બ્લોગ ઓફ ધ ડે” જાહેર કરી મને અહોભાગી બનાવ્યો છે,સાથે સાથે મારા જન્મદિવસ નિમિત્તે અમુલ્ય ભેટ પણ આપી દીધી છે.ગુજરાતી બ્લોગ જગત નો ખુબ ખુબ આભાર.પણ ઉપર નું લખાણ વાચી કોઈ ખોટું ના લગાડતા.મહાત્માઓ એ બંધ કરેલી વિચારવાની બારીઓ ખોલવાનો એક નમ્ર પ્રયાસ માત્ર છે.