પાવાગઢ ના રાજા પતાઈ વિષે પણ લોકોમાં ગેરમાન્યતા હજુ આજે પણ છે.પતાઈ રાજા એ પૃથ્વીરાજ ચૌહાણ ના વંશ નો પાવાગઢ નો લોકપ્રિય રાજા હતો.માતાજીનો પરમ ભક્ત,મહાકાળીના મંદિરમાં દશન કર્યાં વગર પાણી પણ ના પીવે.હવે સમજો મહમદ બેગડા એ પાવાગઢ ના કિલ્લા ને જીતવા ખુબ પ્રયત્નો કર્યાં,પણ પાવાગઢ નો અજેય કિલ્લો જીતવા સફળ વારંવાર પ્રયત્નો છતાં ના થયો.પાવાગઢ નું ભૌગોલિક સ્થાન જ એવું હતું.કિલ્લા માં પેસવાના ગુપ્ત માર્ગ મળે તોજ જીતાય માટે કોઈને ફોડવો પડે અને જયારે પ્રજા માં પ્રિય હોય તો કોઈ ખૂટલ થાય નહિ.*હવે સમજો માતાજી કોઈ વ્યક્તિ નથી.શક્તિનું અને સ્ત્રીતત્વ નું એક પ્રતિક માત્ર છે.એની પૂજા કરવી એ એનું બહુમાન આભાર વ્યક્ત કરવાની રીત છે.એનર્જી નો સદુપયોગ થાય એજ માતાજી ની ભક્તિ કહેવાય.હવે મહમદ બેગડાએ રાજ રમત રમી,શીઘ્ર કવિઓ જોડે કવિતાઓ બનાવડાવી,ગરબા રચાવ્યા કે માતાજી ગરબો રમવા પધાર્યા ને પતાઈ રાજા એ માતાજીનો છેડો પકડ્યો.હવે જે માતાજી નો પરમ ભક્ત હોય,માતાજીના દર્શન કર્યાં વગર પાણી પણ ના પીતો હોય એ આવું કરે ખરો?અને પહેલી વાત કે માતાજી વ્યક્તિ બની ગરબા રમવા આવે ખરા?માતાજીએ શ્રાપ આપ્યો,એવી અંધ માન્યતા કવિઓ અને વાર્તાકારોએ ફેલાવી અને પતાઈ રાજાને ખરાબ ચરિત્રહીન સાબિત કરી દીધો.લોકો વિરુદ્ધ માં ગયા,અને હવે તો અનો નાશ થવો જોઈએ એવું માની ગુપ્ત રસ્તા બતાવી દીધા અને પાવાગઢ નું પતન થયું.એના વારસદારો ભાગ્યાં.અને આજુબાજુ છુપાઈ ગયા પછી ચાન્સ મળતા પછી પોતાની ગાદીઓ સ્થાપી.દેવગઢબારિયા પતાઈ રાજાના વારસદારોએ સ્થાપેલું.ત્યાંના મહારાજા જયદીપસિંહ લોકસભા ના સભ્ય હતા,સ્પોર્ટ ઓથોરીટીના ચેરમેન હતા,જયપુર ના રાજકુંવરી જોડે એમના લગ્ન થએલા.
* આવીજ એક બીજી અંધ માન્યતાની વાત કરું તો જયારે મહમદ ગજની સોમનાથ પર ચડી આવ્યો ત્યારે બ્રાહ્મણો કહેતા હતા આમારા શિવજી ત્રીજું નેત્ર ખોલશે એટલે બધા ભસ્મ થઇ જશે.બધા લિંગ ને બચાવવા લપેટાઈ લપેટાઈ ને કપાઈ મર્યા પણ કોઈએ તલવાર નાં ખેચી.પથ્થર ને ભગવાન માનીએ એમાં ખોટું નથી.પણ એ પથ્થરનું લિંગ જે મેલ જેનેટલ અંગ અને જલાધારીએ પાર્વતી ની યોની છે,આ સર્જન નું પ્રતિક માત્ર છે એની પાસે બધાને ભસ્મ કરી નાખવાની આશા રાખવી મુર્ખામી છે.આવી અંધ માન્યતાઓ ફેલાવવા વાળા કરતા એને માનવાવાળા મોટા ગુનેગાર છે.
*લોકોને જાણે અંધશ્રદ્ધા વગર ચાલતું જ નથી એવું લાગે છે.જાણે જીવવામાટે કોઈ સહારો જોઈતો હોય.જાણે કોઈના સહારે જ જીવાય બાકી મરી જવાય.અને પાછો દરેકનો વારા પછી વારો આવતો હોય છે.કોઈ વાર સંતોષી માતાનું ચાલે કોઈ વાર દશામાનું.હવે સંતોષીમાતા ને કોઈ ખાસ યાદ કરતુ નથી.ક્યાં ગયા?વાતો પણ કેવી વ્રત કે કથા ના કરી તો બારે વહાણ ડૂબી ગયા સમુદ્રમાં.અને કથા કે વ્રત કર્યાં તો ડૂબેલા જહાજ પાછા આવી ગયા.ટાયટેનીક ને જરા પુછોતો કે દરિયો કોઈને છોડતો નથી ડૂબ્યા તો ગયા.
*સર્વાઈવલ ના યુદ્ધ માં નબળા પડ્યા તો ગયા.કોઈ ભગવાન પણ બચાવવા ના આવે કારણ એ નિયમ એણે બનાવ્યો છે.અને ભગવાન માટે પૃથ્વી પરના તમામ જીવો સરખાજ છે.ભારતીયો એને વહાલા હોય અને બીજા ના હોય એવું ના હોય.માણસ વહાલો હોય અને બીજા પ્રાણી ના હોય એવું નહોય.કુદરત માટે બધા સરખાજ છે.એવું જ હોત તો ગજની જીત્યો ના હોત.મુસલમાનોએ હજાર વરસ રાજ ના કર્યું હોત કે અંગ્રેજોએ ૨૦૦ વર્ષ રાજ ના કર્યું હોત જો તમે મહાન ધાર્મિક લોકો પ્રભુને વધારે વહાલા હોત તો.