Monthly Archives: December 2009
અસ્તિત્વ માટેની મથામણ..The Ultimate Warrior Guru.
![8c039b924207e9be[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/8c039b924207e9be1.jpg?w=474)
![07000c6bbd056bfa[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/07000c6bbd056bfa1.jpg?w=474)
![4438ef0111d91b86[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/4438ef0111d91b861.jpg?w=126&h=150)
અસ્તિત્વ માટેની મથામણ વોરિયર ગુરુ …
તમે અત્યારના કોઈ સ્વામી,બાપુ ,ગુરુ,બાવાશ્રી,મહારાજશ્રીને હાથમાં બંદુક કે હથિયાર લઇ ત્રાસવાદ સામે લડતા કલ્પી શકો ખરા? ના. બરોબર ને ? ભગવાન શ્રી કૃષ્ણને ભારતના અધ્યાત્મીક્જગતના મહાગુરુ કહી શકાય. એમણે હથિયાર ઉપાડેલા. ત્યાર પછી કોઈ ગુરુ એ પાચ હજાર વર્ષ સુધી હથિયાર ઉપાડ્યા હોય એવું જાણ્યું નથી. અને ઉપાડ્યા હોય તો મને ખબર નથી. પણ એક ધાર્મિક ગુરુ થએલા ૧૭ મી સદીમાં, જેમણે એમના ૪૨ વર્ષના જીવનકાળ માં ૨૦ યુદ્ધો લડેલા. અને એક આખી કોમને બહાદુર બનાવી દીધી. આ હતું અસ્તિત્વ ટકાવવા માટેનું સામુહિક સમૂળગું પરિવર્તન. ડીસેમ્બર ૨૨, ૧૬૬૬ ના દિવસે પટનામાં જન્મેલા ગોવિંદરાય, શીખ ધર્મના નવમાં ગુરુ તેગબહાદુરના પુત્ર હતા. પાંચ વર્ષ સુધી પટના માં નાનપણમાંથી વોરગેમ રમતા આવેલા ગોવિંદ રાયને પટનાના રાજા અને રાણી પણ ખુબ માન આપતા. રાણી તો એમને બાલા પ્રીતમ એટલે બાળપ્રભુ જ કહેતા.
*
ઈ.સ.૧૬૬૫ માં ગુરુ તેગબહાદુરે શિવાલિકના પર્વતોમાં થોડી જમીન વેચાતી લઇ આનંદપુર સાહિબ ગામ વસાવ્યું હતુંગોવીન્દરાય પંજાબી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પર્શિયન અને અરબી આટલી ભાષાઓના નિષ્ણાત હતા. પર્શિયન અને અરબી કાજી પીર મહમદ પાસે થી શીખેલા. કોઈ રાજ ઘરાનાના રાજપૂત યોદ્ધા પાસે થી યુદ્ધ તથા ઘોડેસવારીની તમામ તાલીમ લીધેલી. એ વખતે દિલ્હીમાં ઔરંગઝેબનું રાજ્ય હતું ને હિંદુ મુસ્લિમના કાયદા અલગ હતા. લગભગ હિંદુઓના હિતના કોઈ કાયદા જ નહતા. એટલે થોડા કાશ્મીરી પંડિતોનું એક જૂથ ગુરુ તેગ બહાદુર પાસે આવ્યું, ને ઔરંગઝેબને સમજાવવા જવા માટે તૈયાર કર્યા. ઔરંગઝેબ દ્વારા તેગબહાદુરને કેદ કરવામાં આવ્યા, ને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું. ગુરુ ના માન્યાં. ૧૧ નવે, ૧૬૭૫ના દિવસે ગુરુ તેગ બહાદુરનો શિરચ્છેદ કરવામાં આવ્યો. અને ચાંદની ચોકમાં પ્રદર્શન માટે માથું મુકવાનું નક્કી કરવામાં આવ્યું. પણ આ યોજના સફળ ના થવા દઈ કોઈ પણ હિસાબે ભાઈ જીવણ માથું લઇ આનાદ્પુર સાહિબ ભાગી આવ્યા. દિલ્હીમાં ગુરુ સાથે ગયેલા અનુયાયીઓ મોતના ડર થી ગભરાયા અને ખુદ ગુરુ ને ઓળખવાનો ઇનકાર કરવા લાગ્યા. આ બાજુ ગોવિંદરાયને દસમાં ગુરુ જાહેર કરાયા. હિંદુ રાજાઓ અને મુસ્લિમ નવાબો સાથે પોતાના તથા અનુયાયીઓના અસ્તિત્વ માટે સતત યુદ્ધો ને સંતાકુકડી રમતા આ ગુરુ સારા કવિ પણ હતા. પ્રેમ, વિશ્વ બંધુત્વ ને એક જ ઈશ્વર ને ભજવા બાબતના ઘણા કાવ્યો રચેલા. એમણે સૈનિકોને પ્રોત્સાહિત કરવા રણજીત નગારા (વોર ડ્રમ)ની સ્થાપના કરી. એમના સૈન્યમાં પઠાણ સૈનિકો પણ કામ કરતા.
*સતત ભાગદોડ, અને યુદ્ધો ગુરુને લાગ્યું કે હવે આ વૈશ્ય જેવા સ્વભાવના અનુયાયીઓથી મેળ નહિ પડે. કોઈ સામુહિક અને સમૂળગા પરિવર્તનનો સમય આવી ચુક્યો છે. ઈતિહાસ ગવાહ છે કે કોઈ ઠેકાણે આવો પ્રયોગ થયો નહિ હોય. ગુરુએ એમના અનુયાયીઓને ભેગા થવાનું હુકમનામું મોકલ્યું. એક નાના ટેન્ટમાં બધા ભેગા થયા. ગુરુએ પૂછ્યું
*હું કોણ છું તમારા માટે? જવાબ મળ્યો, અમારા ગુરુ.
*તમે કોણ છો? જવાબ મળ્યો, અમે તમારા શીખ છીએ.
*ગુરુ એમના શીખો પાસેથી કશું ક ઈચ્છે છે, જવાબ મળ્યો હુકમ કરો સચ્ચે પાદશાહ.
*ગુરુ એ કમરમાંથી તલવાર ખેંચી ને બોલ્યા કોણ બલિદાન આપે છે? મારે માથું જોઈએ. કોઈ જવાબ નહિ. એક વાર, બેવાર કોઈ જવાબ નહિ. ત્રીજી વાર બોલ્યા ને ભાઈ દયારામ ઉભા થયા. ગુરુ એમને અંદર લઇ ગયા. અંદર છુપી રીતે રાખેલા બકરાનું માથું કાપી નાખ્યું, ને લોહીથી રંગાયેલી તલવાર લઇ પાછા બહાર લોકો વચ્ચે આવ્યા. હજુ બલિદાન જોઈએ, સભામાંથી ધરમદાસ ઉભા થયા. ગુરુ અંદર લઇ ગયા. પાછા લોહી થી ખરડાએલી તલવાર લઇ બહાર આવ્યા. હવે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું થઇ ચુક્યું હતું ને લોકોમાં હિંમત પણ આવી ગઈ હતી. એક પછી એક પાંચ જણા ને ગુરુ અંદર લઇ ગયા. થોડીવાર પછી પાંચેય અનુયાયીઓ સાથે નવા વસ્ત્રોમાં ગુરુ બહાર આવ્યા. જાહેર કર્યું કે આ છે મારા પંજ પ્યારે, ખાલસા પંથના પ્રથમ દિક્ષિતો. અને આમ ૩૦ માર્ચ ૧૬૯૯ માં ખાલસા પંથની સ્થાપના કરી. ખાલસા એટલે પ્યોર શુદ્ધ. ખાલસા પંથના પહેલા પાચ દિક્ષિતો હતા, (૧)દયારામ (દયાસિંહ) (૨)ધરમદાસ(ધરમસિંહ) (૩)હિંમતરાય(હિંમતસિંહ) (૪)મોહ્કમચંદ(મોહકમસિંહ) (૫)સાહિબચંદ(સાહિબસિંહ)..ગુરુએ આદેશ આપ્યા કે હવે દરેક શીખના નામ પાછળ આજથી હવે સિંહ લાગશે. રામ, દાસ, ચંદ, રાય આ બધા હવે સિંહ બન્યા. આ હતું એક વૈશ્ય કોમનું સામુહિક અને સમૂળગું સાયકોલોજીકલ પરિવર્તન. અસ્તિત્વ ટકાવવાની એક અદમ્ય મહેચ્છા એ એક આખી વૈશ્ય કોમને એના મહાન ગુરુએ ધરમૂળ થી બદલી ક્ષત્રિય બનાવી દીધી. અને બધા ની સાથે પોતે પણ એમના જેવા જ છે, ગુરુ પોતે પેલા પ્રથમ પાચ ખાલસા જોડે જોડાય છે અને ગોવિંદરાયમાંથી ગુરુ ગોવિંદસિંહ બને છે.
*ગુરુ ગોવિંદસિંહ કેટલાક નવા આદેશો જાહેર કરે છે. સ્ત્રીઓ પણ સરખી જ ભાગીદાર ગણવાની. અને સ્ત્રીઓના નામની પાછળ કૌર એટલે રાજકુમારીઓ લગાવવાનું, આજથી બધાજ શીખ એકજ કોમના નાતજાત કશુજ નહિ. કોઈ ઊંચ નહિ કોઈ નીચ નહિ. આખી વર્ણ વ્યવસ્થા એક જ ઝાટકે દુર. કોઈ હિંદુ કે મુસલમાન ધર્મના રીતિરિવાજ પાળવાની જરૂર નહિ. શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનું. ના કોઈ સન્યાસ ના કોઈ ખોટા બ્રહ્મચર્યો પાળવાના. સ્ત્રીઓ માટે પરદા પ્રથા બંધ, સતી થવાનો રીવાજ બંધ, બાળકીઓને મારનાર સાથે કોઈ સંબંધ નહિ, એટલે નાની બાળકીઓને જન્મ થતા દૂધપીતી કરી મારી નાખવાનો રીવાજ બંધ, ધર્મ માટે બલિદાન આપવા હમેશ તૈયાર રહેવાનું. ધુમ્રપાન બંધ, નાતજાત, રંગ ના ભેદભાવ વગર ગરીબોને જરૂરિયાતમંદોની સેવા અને રક્ષા. તેગ એટલે તલવાર ની સાથે દેગ એટલે ધર્માદા ભોજન પણ મહત્વનું, દરેક શીખે પાચ ક(કેશ,કંગ,કડા,કચ્છ,કિરપાણ) ધારણ કરવાના. હાથમાં કડું પહેરવાનું, કડું એ એક જ ભગવાન, યુનિવર્સલ ગોડનું પ્રતિક છે. હથિયારોને પ્રેમ કરવાનો અને ઘોડેસવારી દરેકે શીખવાની. કોઈ અંધવિશ્વાસમાં માનવાનું નહિ ને ના કોઈ ધર્મ પરિવર્તનમાં વિશ્વાસ રાખવાનો, મતલબ શીખ ધર્મ પાળવા માટે કોઈને આગ્રહ ના કરાય.
એક નરમ ગણાતી કોમને બહાદુર બનાવનાર ગુરુ ગોવીદસિંહ જેવો કોઈ ધાર્મિક નેતા આજસુધી પાક્યો નથી. ઔરંગઝેબને પણ હવે આ ગુરુ નું મહત્વ સમજાઈ ચુક્યું હતું, એણે ગુરુ જોડે મૈત્રીના સબંધો રચવા ગુરુને મળવા માટે બોલાવ્યા, ગુરુ ઔરંગઝેબ ને મળવા દક્ષીણ જવા રવાના થયા પણ રસ્તામાં સમાચાર મળ્યા કે ઔરંગઝેબનો દેહાંત થયો છે. ૨૩ જુલાઈ ૧૭૦૭ માં બહાદુર શાહે આગ્રા બોલાવી હિન્દ કા પીરનો ખિતાબ આપ્યો. સરહિન્દના નવાબ વઝીરખાનને આ મૈત્રી ખટકી, એણે બે ભાડુતી પઠાણો ને મોકલ્યા, જમશેદખાન અને વસીલબેગ બંને ચોરી છુપી થી ગુરુના તંબુ માં ઘુસ્યા ગુરુ આરામ કરતા હતા ને જમશેદખાને વાર કર્યો, ગુરુની કીર્પાણે એણે રહેસી તો નાખ્યો પણ એણે હૃદય ની નીચે કરેલો વાર ભારે નીકળ્યો. વસીલબેગ ને તો ભારે અવાજોથી દોડી આવેલા શીખોએ પૂરો કરી નાખ્યો. સુલતાને મોકલેલ અંગ્રેજ ડોકટરે ટાંકા લીધા, પણ હથિયાર પ્રિય ગુરુ એમના ધનુષ ને કશું કરવા જતા જોર પડવાથી ટાંકા ખુલી ગયા ને પુષ્કળ લોહી વહી જવાથી ગુરુને ખ્યાલ આવી ગયો કે હવે અંત નજીક છે. ગુરુએ જાહેર કર્યું કે હવે કોઈ ગુરુ નહિ, ગુરુ ગ્રંથ સાહેબ એજ હવે શીખોના કાયમી ગુરુ. મહાન ગુરુએ એમની જાતે જ ગુરુપ્રથાનો પણ અંત આણી દીધો, ૧૦મિ ઓક્ટોબર ૧૭૦૮ના દિવસે મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આ મહાન ગુરુએ દેહ છોડ્યો,ઉમર હતી ફક્ત ૪૨ વર્ષ.
ગુરુ ગોવિંદસિંહ સ્ત્રીઓનું મહત્વ સમજતા હતા, માટે સ્ત્રીઓને પુરુષો જેટલાજ અધિકાર આપેલા. ગુરુ ને ખબર હતી પાછળની પેઢીમાં કોઈ સારો ગુરુ નાં પણ પાકે કે ગુરુપ્રથા નો દુરુપયોગ પણ થાય, એટલે ગુરુપ્રથા જ ગ્રંથસાહેબ ને ગુરુ બનાવી બધ કરી દીધી, કેટલી દૂરદર્શિતા. આખી જીંદગી મુસલમાન નવાબો ને સુલતાન સાથે લડેલા ગુરુના લશ્કરમાં મુસલમાન સૈનિકો કામ કરતા હતા, ગુરુ માટે લડતા હતા. ગુરુ જરાય કોમવાદી ના હતા. આજના નેતાઓએ આના પરથી ધડો લેવા જેવો છે. અને છતાય જો કોઈ મુસલમાન લડવા આવે તો એને જરાપણ વાર કર્યા વગર ગુરુ રહેંસી નાખતા. આજની સરકારોએ ત્રાસવાદ સામે લડવા માટે અના પરથી શીખવા જેવું છે.
આજે ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર નથી સ્વામીઓની જેઓ સ્ત્રીઓના દુશ્મન છે, નથી જરૂર એવા બાવાશ્રીઓની જેઓ સ્ત્રીઓને ભોગ વિલાસની ફક્ત વસ્તુ સમજે છે. નથી જરૂર પોતાને હિંદુ ધર્મના રખેવાળો તરીકે ઓળખાવતા પક્ષોની, પરિષદ કે સંઘની. નથી જરૂર તુલસીદાસની કવિતાઓ ગાઈ શ્રોતાઓને રડાવતા બાપુઓની. નથી જરૂર થોડી ઘણી ચેરીટી કરી, સ્કુલ કોલેજ ને ધર્મના, પંથના ફેલાવાનું સાધન બનાવી, રોજ નિત નવા મંદિરો બનાવી પ્રજાના પૈસા વેડફતા સંતોની. નથી જરૂર નાના બાળકોને ધર્મના રવાડે ચડાવી બચપણમાં અકુદરતી બ્રહ્મચર્યના પાઠ ભણાવતા, દિક્ષા આપી દેતા મહાત્માઓની.
*ભારતને અને હિંદુ ધર્મને જરૂર છે ફક્ત એકજ ગુરુ ગોવિંદસિંહની, જે કહેતા હતા બાજ સે મૈ ચીડિયા લડાઉં, તબ ગુરુ ગોવિંદસિંહ કહેલાઉં. વાહે ગુરુજીકા ખાલસા(Khalsa belongs to god), વાહે ગુરુજી કી ફતેહ(Victory belongs to god). આ હતા અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધમાંથી ઉત્પન થયેલા મહાન ગુરુ The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..
![150px-Guru_Gobind_Singh_1[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/150px-guru_gobind_singh_11.jpg?w=103&h=150)
શું ભગવાન ઉંઘે છે?,,,,ધોરાજી માં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ.
*ભગવાન એક ક્ષણ ઉંઘે તો જગત ચાલે જ નહિ.તો પછી આ ભગવાન ને જગાડવા,ઊંઘાડવા,જમાડવા,નવરાવવા,કપડા પહેરાવવા?એક બાજુ આપણે કહીએ છીએ કે ભગવાન કણ કણ માં છે.દરેક જગ્યાએ છે.તો પછી આ મંદિર માં લાંબી લાઈનો અને ભીડ માં કચડાઈ ને મરવું ? એક ભાઈ મને કટાક્ષ માં પુછાતા હતા કે પથ્થર ને ભગવાન માનીને પૂજો છો ને?પથ્થર માં પણ ભગવાન તો છેજ.એટલે પૂજવામાં શું વાંધો?પણ પછી કોઈ ત્રાસવાદી મારવા આવે તો એ ભગવાન પાસે આશા ના રખાય કે ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરીદે.મંદિર ની અંદર રહેલા પથ્થર માં અને મંદિર ના ઓટલા કે પગથીયા ના પત્થર માં પણ ભગવાન તો સરખોજ છે.બહુ ભીડ હોય તો લાઈન માં ઉભા રહીને હું તો કદી દર્શન કરવા જતો નથી.હા ભીડ ના હોય તો શિલ્પકાર ની કળા ના દર્શન કરવા કે પછી દરજીભાઇ નું પ્રાચીન ફેશન ડીઝાઇનીગ જોવા ચોક્કસ જાઉં.કારણ ભગવાન શ્રી કૃષ્ણે જે તે સમયે કઈ આવા કપડા કે શણગાર કર્યાં નહિ જ હોય.કારણ રેશમ ની શોધ તો ચીનાઓ ની છે.રેશમી જરિયન ,જામા એ જમાના માં તો ખબર નહિ.બહુ મારી નાખે એવી ભીડ હોય તો ઓટલાના કે શિખરના દર્શન કરી પાછા વળી જવું બહેતર.ભાદરવી પૂનમે અંબાજી માં પણ આવું જ થાય છે.મારા ઘણા મિત્રો દુર થી ધજા ના દર્શન કરી ને પાછા આવેલા છે.અંબાજી ગામ માં ઘુસવા જ ના મળે.
અસ્તિત્વ માટેની મથામણ ,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા-શ્રી યશવંત ઠક્કર.
*એક વખત ભગવાન શિવજી ને માતા પાર્વતીએ પૂછ્યું કે ભગવાન આ જગત નું રહસ્ય શું છે?આપનું અને મારું રહસ્ય શું છે?આ જગત ની ઉત્તપતી ક્યારે થઇ?એનો અંત ક્યારે થશે?એક સામટા ડઝન બંધ સવાલો પૂછી નાખ્યા.ભગવાન શંકરે કોઈ પણ પ્રકાર નું તત્વ ચિન્તન કે ફિલોસોફી ઝાડ્યા વગર શરૂઆત કરીકે ,તમારા અંદર જતા અને બહાર આવતા શ્વાસ ના કેન્દ્ર માં સ્થિત થઇ જાવ,શ્વાસ અને ઉચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર ઉપર સ્થિત થઇ જાવ.આવી રીતે ભગવાન બોલતા ગયા.ના કોઈ ફિલોસોફી ના કોઈ તત્વ જ્ઞાન.સીધા રસ્તા જ બતાવી દીધા.પરિણામ ની પણ કોઈ ચર્ચા નહિ.બસ આમ કરો,તેમ કરો.વિધિ બતાવી દીધી જગત નું રહસ્ય પામવાની.એક નહિ ૧૧૨ વિધિઓ બતાવી.એમાંની એક વિધિ બતાવી કે આ જગત,સંસાર સતત પરિવર્તનશીલ છે,પરિવર્તન ને પરિવર્તન થી જાણો.સિંહોના ટોળા ના હોય,,,,,,, Survival At The Fittest.
નોધ:–ઉપરનો આર્ટીકલ શ્રી સામ પિત્રોડા ના “વસ્તી નો અંત:સ્ફોટ” ઓન લાઈન દિવ્યભાસ્કર આવેલા માં આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.ભારતે વિશ્વને આપેલી મોંઘેરી ભેંટો………..
.*વોટર કલોક,,,પાણીની ઘડિયાળ,શું કહીશું? પાણી વડે, જેમાં પાણી વપરાતું હોય એવી ઘડિયાળ. લગભગ જૂની દરેક સંસ્કૃતિમાં પાણી વડે ચાલતી ઘડિયાળોનો ઉલ્લેખ છે. ચીન કોરિયા, ગ્રીક , રોમન અને ઈજીપ્ત તથા ભારતમાં પ્રાચીન કાલમાં પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. અથર્વ વેદ(ઈસુના ૨૦૦૦ વર્ષ પહેલા) માં પણ એનો ઉલ્લેખ છે. હરપ્પા અને મોહન્જોડેરો વખતે પણ આ પાણી વડે ચાલતી ઘડિયાળો વપરાતી હતી. તાંબાના કુંભમાં ચોક્કસ માત્રામાં પાણી ભરી લટકાવવામાં આવતો તળિયે કાણું હોય. શિવજીના લિંગ પર જે અભિષેક માટે હજુ પણ તાંબાનો કુંભ લટકાવવામાં આવે છે અને પાણી ધીરે ધીરે ટપક્યા કરે, ખાલી થાય એટલે અમુક સમય પૂરો થયો, એવો કોન્સેપ્ટ હતો. નાલંદા બૌદ્ધ યુનીમાં તાંબાના એક ચોક્કસ માપના વાટકાને પાણી ભરેલા કુંડમાં મુકવાનો નીચે કાણું હોય એ દ્વારા પાણી અન્દર ભરાય, પૂરો ભરાય જાય એટલે ડૂબી જાય એટલે નગારા પર ટકોરો મારવાનો, એક પ્રહર પૂરો થયો. ચાર દિવસના ને ચાર રાતના પ્રહરની આ રીતે ગણતરી થતી, અને આ આખી વ્યવસ્થા સંભાળવાની જવાબદારી હતી વિદ્યાર્થીઓના માથે.વરાહ મિહિર અને બ્રહ્મગુપ્ત નામના ગણિત શાસ્ત્રીઓએ આનો ઉલ્લેખ કરેલો છે. આવી ઘડિયાળ હજુ એક જૈન મંદિરમાં છે.૧૪૦ મીલીઓન દર્શકો વચ્ચે છવાઈ જતા એશ અને અભી,,,,,,,,,
તારીખ ૨૮ સપ્ટેમ્બરની રાતે અમેરિકી સમય મુજબ રાત્રે ૭ થી ૮ વાગ્ય ની વચ્ચે, મુંબઈથી ૮૦૫૮માઇલ/૧૨૯૬૭કિ.મી. દુર વિશ્વના મહાન ટોક શો માધાંતા ઓપરાહના શોમાં, એમના શિકાગો સ્થિત હાર્પો સ્ટુડીઓમાં ડેશિંગ અભિનેતા અભિષેક બચ્ચન પોતાના વન લાઈનર મજાકિયાથી, અને વોગ જેવા બીજા અનેક ફેશન અને બ્યુટી મેન્ગેજીનો દ્વારા હાલના વિશ્વના સૌથી સુન્દર સ્ત્રીનું વિશેષણ ધરાવતા ઐશ્વર્યા રાય બચ્ચન એમના મનમોહક ખડખડાટ હાસ્યોથી વિશ્વના ૧૪૦ મીલીઓન દર્શકો વચ્ચે છવાઈ ગયા. સાથે સાથે ગ્લોબલ ઈન્ટરનેટ ટેકનોલોજીના પ્રતાપે, ચીનના હજારથી પણ વધારે ટોક શો કરી ચુકેલા ફેમશ સુંદર હોસ્ટ ચેન લું યુ ૬૫૯૬ માઈલ/૧૦૬૧૪ કી.મી. દુરથી બેજિંગ સ્થિત તેમના સ્ટુડીઓ દર્શકો ની ઉપસ્થિતિમાં ઓપરાહ સાથે વાતો કરતા કરતા , એશ અને અભીને બદલે એબી ઉચ્ચાર કરતા બંનેને ચીનમાં આવવાનું આમંત્રણ પાઠવે છે, અને એશના ભાવનાત્મક ઉત્તર સાથે ચેન લું યું ઓપરાહને પૂછે છે, તમે ચીન ક્યારે આવશો? જવાબમાં એક સેકંડ ચુપ રહીને એશ ને અભીની સાથે એવો જવાબ અપાતા હાસ્યની છોળો સાથે ભાવનાત્મક વાતાવરણ સર્જાય છે.
એશ અભી સાથે તેઓના લગ્ન, લગ્ન માટેનું પ્રપોજલ, સાત ફેરાં, માતાપિતા સાથે એકજ ઘરમાં રહેવું, રોજ દિવસનું એક ભોજન માતાપિતા સાથે જ લેવાનું, અને આ બધું ભારતીય પરમ્પરા અને મુલ્યો મુજબ નોર્મલ અને સુંદર બાબત છે એવી ચર્ચા વખતે અમેરિકન પ્રેક્ષકો અને ખુદ ઓપરાહના મો ઉપર આશ્ચર્યના ભાવ દેખાઈ આવે છે. કારણ અહી માતાપિતા સાથે રોજ એકવારનું ભોજન લેવાનું અને એકજ ઘરમાં સાથે રહેવાનું? આંચકો ના લાગે તો શું થાય? સાથે સાથે લગ્ન સમય ઘર બહાર થયેલી ચાહકોની ભીડના વિડીઓ કલીપીંગ્સ પણ જોવા મળે છે. અને એ અસંખ્ય ચાહકોની ભીડ જોઈ આચકો ખાઈ જાય છે અભીષેક. ચુંબન એ પ્રેમની લાગણી અભિવ્યક્ત કરવાનું પશ્ચિમના સમાજમાં સામાન્ય પણ મહત્વનું છે. પણ ભારતીય ફિલ્મ અને દર્શકો માટે ખાસ જરૂરી નથી, પણ એના બદલામાં અમારી પાસે સોંગ, ગીતો છે, એવી ચબરાક ચર્ચા કરતા ઐશ્વર્યા, અભિષેકને કમોન બેબી કહી ચુંબન કરવા નિમંત્રણ આપે છે. અભિષેક ચુંબન કરતા દર્શકોની તાળીઓથી સ્ટુડીઓ ગાજી ઉઠે છે. ઓપરાહ જાહેર કરે છે, બ્રાડ પીટ અને એન્જલીના જોલી ને પાછળ પાડી દુનિયા ભરમાં પાંચ બીલીઓન ફેન ચાહકો ધરાવતું એશ અને અભી એ મોસ્ટ ફેમશ કપલ ઓફ ધ વર્લ્ડ છે.
વરસે દાડે ૧૫ મીલીઓન ડોલર કમાતા ઐશ્વર્યા એન્જલીના જોલી અને જુલિયા રોબર્ટ્સ સાથે કદમ ભીડાવે છે. સાથે સાથે દુનિયા ભરની કંપનીઓના જાહેરાતોના મલ્ટી મીલીઓન ડોલર્સના એન્ડોર્સમેન્ટ પણ ધરાવે છે. આચકા આપવા ટેવએલા ઓપરાહ, એશ અને અભીની હાજરીથી અજાણ એવા શિકાગોના બોલીવુડ જુનીઅર ભારતીય ડાન્સર્સને મંચ પર ન્રત્ય કરવા બોલાવે છે, છુપાઈને પાછળથી એશ અને અભી આવીને હિન્દી ફિલ્મના મ્યુઝીક પર નાચતી સુંદર નાનકડી બાળાઓને સર પ્રાઇઝ આપેછે. ઓપરાહ પોતે ગોળગોળ ફરી બોલીવુડ સ્ટાઈલમાં નૃત્ય નો આનંદ માણે છે, બધા એકબીજા ગળે મળે છે. ઓચિંતા એશ અને અભીને જોઈ ખુશ થઇ ગયેલી નાનકડી બાળાઓની આંખોમાં આશુઓના ટપકા બાજી ઉઠે છે.
અમેરિકાનો ગંદવાડ ભારતમાં,,,,,,પેપ્સી ને કોલા…
આપણા આ બ્લોગ જગત માં ક્યાંક વાચેલું કોઈના અભિપ્રાય માં કે અમેરિકાથી રોજ ગંદવાડ ભારતમાં ઠલવાય છે.વાત તો સો ટકા સાચી છે.એના માટે જવાબદાર કોણ?એના માટે અમેરિકા જવાબદાર છે?હશે મારી ના નથી પણ આ ગ્લોબલ વર્લ્ડ ના વ્યાપાર જગત માં કેટલાને ના પડી શકશો?પેપ્સી,કોલા અને ફેંટા ને કાઢી મૂકી છતાં પાછી આવી.એના માટે આપણે પણ એટલાજ દોશી છીએ.બરોડા માં હું રહેતો એ પોળમાં ખાલી મારા ઘર આગળ કોઈ કચરોકે એઠવાડ ફેકે તો તરતજ હું ઝગડી પડતો,ઘર આગળ ઘરમાં નહિ.એ કચરો મેં બીજા કોઈ કામ માં વાપર્યો હોત તો?તો રોજ લોકો નાખી જાત.અને એ કચરો વાપરવાના બદલામાં મેં નાખવા વાળાને પૈસા આપ્યા હોત તો એને તો મજાજ પડી જાય.તો એ બીજી જગ્યાએથી ભેગો કરી કરીને મને વેચી જાત અને રૂપિયા બનાવત.હવે એજ કચરાને સચિન તેંદુલકર કે બચ્ચન સાહેબ પ્રમોટ કરત તો હું વધારે ને વધારે લેત અને મારો એ પાડોશી અને તેંદુલકર અને બચ્ચન બધા કેટલા ખુશ થાત અને પૈસા પણ ખુબ બનાવત.અને મારું શું થાય? નુકશાન.હવે આખી વાત સમજો એમાં મારો વાંક વધારે કે પડોશીનો?કે પછી કચરાને કચરો ના માની સારી વસ્તુ છે એવી જાહેરાત કે પ્રમોટ કરી પોતાના સ્વાર્થ માટે પૈસા બનાવનારા તેંદુલકર કે બચ્ચન નો વાંક?અને પછી હું બહાર જઈ બુમો પાડું કે અમેરિકા થી રોજ ગંદવાડ ભારતમાં ઠલવાય છે એનો શું અર્થ?ગંદવાડ વાપરો છો શું કરવા?ભારત ની પ્રજા પોતાને સૌથી વધારે બુદ્ધિશાળી સમજે છે.તો પછી એ ગંદવાડ ને પ્રમોટ કરનારાઓને હીરો માની પૂજા કેમ કરે છે?બચ્ચનસાહેબ બીમાર પડે તો આખું ભારત જાણે એમના વગર ભારતનો ઉદ્ધાર જ ના થવાનો હોય તેમ મંદિરોમાં જઈને પુંજા,પ્રાર્થના કરેછે.કોઈ સૈનિક કે ત્રાસવાદ સામે લડતા વીરગતિ પામેલાને કોઈ યાદ કરે છે?સંસદ પર હુમલો થયો એમાં માર્યા ગયેલા ની આઠમી વરસી વખતે કોઈને સમય મળ્યો કે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ કે એમના કુટુંબીજનો શું કરે છે એની કોઈએ દરકાર કરી છે?એમના શ્રદ્ધાંજલિ ના પ્રસંગે હાજર રહેવાનો પણ કોઈ મહત્વના નેતા ને સમય મળ્યો નથી,નથી સમય મળ્યો બચ્ચન સાબ ને કે નથી મળ્યો તેંદુલકર ને.જે ખરા હીરો છે એ લોકોમાટે કોઈની પાસે સમય નથી.
પાવાગઢ ના રાજા પતાઈ,,,,,,,,,,,,માતાજીનો છેડો.
પાવાગઢ ના રાજા પતાઈ વિષે પણ લોકોમાં ગેરમાન્યતા હજુ આજે પણ છે.પતાઈ રાજા એ પૃથ્વીરાજ ચૌહાણ ના વંશ નો પાવાગઢ નો લોકપ્રિય રાજા હતો.માતાજીનો પરમ ભક્ત,મહાકાળીના મંદિરમાં દશન કર્યાં વગર પાણી પણ ના પીવે.હવે સમજો મહમદ બેગડા એ પાવાગઢ ના કિલ્લા ને જીતવા ખુબ પ્રયત્નો કર્યાં,પણ પાવાગઢ નો અજેય કિલ્લો જીતવા સફળ વારંવાર પ્રયત્નો છતાં ના થયો.પાવાગઢ નું ભૌગોલિક સ્થાન જ એવું હતું.કિલ્લા માં પેસવાના ગુપ્ત માર્ગ મળે તોજ જીતાય માટે કોઈને ફોડવો પડે અને જયારે પ્રજા માં પ્રિય હોય તો કોઈ ખૂટલ થાય નહિ.ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.
ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી. આપણે ભારતીયો જ વૈજ્ઞાનિકો ની કદર કરતા નથી,તો બીજા શું કરવાના હતા? સાચુજ કહ્યું કે આપણે નેતાઓ અને અભીનેતાઓ ની જ કદર કરીએ છીએ.છાપાઓ પણ અભિનેતાઓ ની ખુશામત માં તૂટી પડે છે.આતો વેન્કી પરદેશ માં હતા બાકી અહી રહ્યા હોત કોઈ ઓળખતું પણ ના હોત.અને આવા કેટલાય વૈજ્ઞાનિકો છે જેઓની કોઈએ કદર કરી નથી.આતો અબ્દુલ કલામ ભાગ્યશાળી છે,કે લોકો જાણે છે.જેઓ ખરા અર્થ માં હીરો છે એમને આપણે હીરો કહેતા નથી .આ બીગ બી સારા માણસ છે,પણ એમની ખુશામત માં બધા તૂટી પડ્યાછે.બધું પ્રેસ અને છાપાવાળાઓના હાથમાં છે.આ પત્રકારો જેને હીરો બનાવશો એનેજ લોકો માનશે.પત્રકારો જ ફિલ્મી ટટુ ઓની ખુશામત કર્યા કરશે,નેતાઓની ખુશામત કર્યા કરશે તો લોકો આ લોકોને જ હીરો માનશે.પણ વૈજ્ઞાનિકો તો એટલા પૈસા વાળા હોતા નથી,પછી એમની વાત જ કોણ કરે?આપણે અણુ ધડાકા કર્યા પછી બધા દેશોએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટોમાં આપણ ને મદદ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો.ઘણા તો સંયુક્ત પ્રોજેક્ટો હતા.એલ.સી.એ. નો પ્રોજેક્ટ સંયુક્ત હતો,એ આપણાં વૈજ્ઞાનિકોએ જાતે પૂરો કર્યો. આપણાં વૈજ્ઞાનિકોએ જાતે જ શંશોધનો કરી બધા પાર પડેલા કોઈ ની મદદ વગર.આપણાં સરકારી લેબો માં કામ કરતા વૈજ્ઞાનિકો નો પગાર પણ કેટલો ટૂંકો હોય છે?એની કોઈ પ્રેસ વાળાને ખબર છે?અરે એક સામાન્ય પી.એસ.આઈ.આ લોકો થી વધારે કમાતો હોય છે.પહેલા તો નેતાઓ અને અભિનેતાઓને હીરો કહેવાનું બંધ કરો,એ લોકોની ખુશામત થી છાપાઓ ભરવાનું બંધ કરો. બીગ બી ના માનમાં એમના જન્મ દિવસ નિમિત્તે લાબીલાબી કેક કે પેસ્ટ્રી બનાવીને બહુમાન કરવાવાળા છાપાંઓને કોઈ વૈજ્ઞાનિક નો જન્મ દિવસ યાદ છે?અણુ ધડાકા કોઈ એકલા અબ્દુલ કલામ થી થોડા શક્ય બને છે?સેકડો વૈજ્ઞાનિકોનો સહિયારો પ્રયાસ હોય છે.એતો ડીફેન્સ લેબ ના વડા હતા.કે એક મિસાઈલ એમના એકલા થી થોડું સફળ થાય છે?એમનો મોટો ફાળો ગણાય,છતાં બીજા સેકડો અનામી,અજાણ્યા વૈજ્ઞાનિકો એ એમાં મહત્વનું કામ કરેલું હોય છે.પણ આ લોકો તો એક મામલતદાર કે સબ ઇન્સ્પેક્ટર જેટલું પણ કમાતા હોતા નથી.દંભી પત્રકારો નેતાઓ અને અભિનેતાઓ ના જ ગુણ ગાન ગાવામાં પડેલા છે.જોકે વૈજ્ઞાનિકોને પણ પડી જ હોતી નથી કે કોઈ એમના ગુણગાન ગાય અને પ્રસિદ્ધી આપે.એ લોકોતો એમના કામ માં મસ્ત હોય છે.એ લોકો ક્યારેય ફરિયાદ પણ નથી કરતા.કરુણતા એ છે કે જે છાપાવાળા એમને પ્રસિદ્ધી આપવામાં રસ નથી ધરાવતા એજ છાપાવાળા ફરિયાદ કરે છે કે ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.આતો ભાજપ ને થોડી સદબુદ્ધી સુજી કે અબ્દુલકલામ ને રાષ્ટ્રપતિ બનાવ્યા.પણ કોઈ સાયંસ કે એવા કોઈ ખાતા ના કેબીનેટ પ્રધાન બનાવ્યા હોત તો વધારે ફાયદો થાત.એમનો કોઈ રાજકીય હેતુ હશે એટલે રબર સ્ટેમ્પ જેવું પદ આપી દીધું .કદર ની કદર અને ડખલ તો ના કરે.ગુજરાત ના પનોતા પુત્ર એવા સામ પિત્રોડા એ ફક્ત એક રૂપિયો પગાર લઈને રાજીવ ગાંધીનું ઘેર ઘેર ટેલીફોન અને ગામે ગામ એસ.ટી.ડી.,પી.સી.ઓ. અને ટીવી નેટવર્ક નું સપનું પૂરું કર્યું.પણ પછીની સરકારોએ એમને ખાલી બેસાડી રાખ્યા.ઇન્ફોટેક ની ક્રાંતિ ની ભારતમાં શરૂઆત થઇ ગુજરાત થી અને આગળ નીકળી ગયું બેંગલોર.પછી આવે નંબર હૈદરાબાદઅને પુના નો ગુજરાત ખોવાઈ ગયું.અસલ હિંદુ ધર્મ સાયન્ટીફીક હતો.પણ પછીના ધાર્મિકવડા ઓએ એમના રોટલા શેકી ખાવા સાયન્સ દુર કરી દીધું.શુન્ય,ગણિત,આયુર્વેદ,યોગા,પ્લાસ્ટિક સર્જરી,જ્યોતિષ ના કારણે ખગોળ નું જ્ઞાન,વૈદિક ગણિત,કામસૂત્ર આ બધું સાયંસ નથી તો શું છે?નેતા,અભિનેતાઓ ની કદર કરો.વૈજ્ઞાનિકો પ્રસિદ્ધિના ભૂખ્યા નથી.એમને ખાલી શંશોધનો કરી શકે કોઈ તકલીફ વગર એટલી ખાલી સગવડ આપો એટલે બહુ થયું.
એમનો પરિચય જે એમની કવિતા ની બુક્સ”Sandybonds”માં આ પ્રમાણે છે.
ગુડ લીશનીંગ,પ્રજ્ઞા અને અદ્વૈતવાદ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,પ્રેરણા–દિશા ગોહિલ.
*૨૫૦૦ વર્ષ પહેલા ભગવાન બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા(આર્ટ ઓફ ગુડ લીશનીગ)નથી આવડતી એનું શરીર અખાલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા એટલે બુદ્ધી નથી વધતી.એના પછી ઈ.સ.૧૯૧૨ માં ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે એ જાહેર કર્યું કે માણસ ની શારીરિક અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે.આપણે વડીલોનો હમેશા આદર કરીએ છીએ.કે ભાઈ ઉંમર વધવા સાથે એમના અનુભવોને આધારે એ વધારે બુદ્ધિશાળી હોય છે.પણ જો એમણે સારા શ્રોતા બનવાની વિદ્યા અમલમાં ના મૂકી હોય તો?બુદ્ધી ને ઉંમર સાથે ખાસ લેવાદેવા નથી.અમેરિકન માબાપ નો પ્રેમ
કોણ કહે છે અમેરિકા માં ફેમીલી વેલ્યુજ ખલાશ થઇ ગઈ છે?થઇહશે પણ સાવ નહિ.અમરિકાના કેલીફોર્નીયા સ્ટેટ ના વાલેન્સિયા ની કોલેજ ના અંગ્રેજીના પ્રોફેસર માઈકલ અને એમની ઘરરખ્ખું પત્ની સુઝાન એમની સ્કીજોફ્રેનીયા થી પીડાતી ૭ વરસ ની દીકરી જેની ને દુનિયાભર ની જેટલી આપી શકાય તેટલી ખુશીઓ આપવા રાતદિવસ મહેનત કરી રહ્યા છે.નાનું બાળક જન્મે ત્યારે રોજની ૨૦ કલાક ઊંઘ લેતું હોય છે.જેની ફક્ત રોજના ૪ કલાક અને સતત ૨૦ મિનીટ થી વધારે કદી ઊંઘી નથી.પાચ વરસ ની થતા સુધીમાં ધીરે ધીરે માબાપ ને ખબર પડી ચુકી હતી એમની વહાલસોઈ દીકરી ગંભીર માનસિક બીમારીનો ભોગ બની ચુકી છે.હમેશા ઈલુજન માં જીવતી હિંસક બની જતી દીકરી જેની માબાપ ના ચહેરા નખ વડે ઉતરડી નાખતા વાર નથી લગાડતી.અખો દિવસ એના કાલ્પનિક મિત્રો જોડે રમતી વાતો કરતી,જેની ના લગભગ ૨૦૦ જેટલા કેટ,રેટ,ડોગ અને બર્ડસ એવા કાલ્પનિક મિત્રો છે.હિંસક બનતા ક્યારેક પોતાની ડોક ભાગવાનો પણ પ્રયત્ન કરતી હોય છે.એની હિંસકતા એના નાના ભાઈ બોધી માટે મુશ્કેલી ના સર્જે માટે માબાપે બાજુમાં જ જુદા એપાર્ટમેન્ટમાં જેનીને રાખવાનો અણગમતો નિર્ણય લેવો પડ્યો છે.સાથે એમાં કોઈ પણ ધારદાર વસ્તુ ના હોય એનું ધ્યાન પણ રાખ્યુજ છે,સાથે સાથે બંને માબાપ માંથી કોઈ એકની સતત હાજરી પણ હોયજ છે.શ્રી કૃષ્ણ ને થયે ૫૦૦૦ વરસ થયા અને શ્રી રામ ને એનાથી પણ વધારે.હવે આપણે એમને ફક્ત કલ્પનામાં જ વિચારવાનાને?હવે શ્રી કૃષ્ણ અને જશોદાના બાળપ્રેમ ને યાદ કરી રડતા કથાકારો કે શ્રી રામ સીતાજીની વનવાસ ની વાતો યાદ કરી રડતા અને શ્રોતાઓને રડાવતા કથાકારો વધતે,ઓછે અંશે સ્કીજોફ્રેનીક તો નહિ હોય ને?કે પછી પ્રજાને ઈમોશનલી બ્લેકમેલ કરી પોતાના રોટલા શેકતા બોર્ન એક્ટરો?મને તો લાગે છે લોકોનું બ્રેન વોશ કરનારા ઈમોશનલ બ્લેકમેલરો જ છે.માનીએ કે એમનું જીવન(શ્રીરામ,કૃષ્ણ) એક સંદેશો હોય,એમનું લખેલું કે કહેલું જ્ઞાન (ગીતાજી)લાખો વરસો લગી એવુંને એવું તાજું લાગે.એમની જીવન ઝરમર પ્રેરણા રૂપ હોય.પણ રોજ એનીએજ કથાઓ આજે અહી કાલે બીજે.આજે પાણીમાં(જહાજ),કાલે હવા(પ્લેન)માં,આજે મુંબઈ માં કાલે હિમાલયમાં.એકવાર વાચી લીધી કે સાંભળી લીધી,ટીવીમાં જોઈ લીધી,કે સ્કુલમાં ભણી લીધી બહુ થયું.જેને જે સંદેશો લેવો હોય તે લઇ લે.ભારતમાં અભિનેતાઓને હીરો કેમ કહેતા હશે?
અભિનેતાઓ ને ભારતમાં હીરો કેમ કહેતા હશે? ભારતમાં એક ખુબ ખોટો રીવાજ ચાલી રહ્યો છે.ફિલ્મી અભિનેતાઓને હીરો કહેવાનો.અને અભિનેત્રીઓને હિરોઈન કહેવાનો.આખી દુનિયામાં બીજે ક્યાય આવો રીવાજ નથી.હીરો કોને કહેવાય?જેણે દેશ માટે સમાજ માટે કશું કર્યું હોય,બલિદાન આપ્યું હોય.જેને લોકો પોતાનો આદર્શ ગણે.દા.ત. ગાંધીજી,સુભાષ બાબુ,ઝાંસીની રાણી,મંગલ પાંડે,અબ્દુલ કલામ,ઈન્દિરાજી,રાજીવ ગાંધી,જમશેદજી તાતા,રાણા પ્રતાપ,શિવાજી,ગુરુ ગોવિંદસિંહ,અને આવા બીજા અનેક હજારો લોકો માટે પ્રેરણાદાયી હોય તેવા મહાપુરુષોને હીરો કહેવાય.અરે યુદ્ધ માં પોતાનો જીવ આપી દેતો એક સૈનિક પણ હીરો કહેવાય,પણ આ ફિલ્મી લોકોને હીરો કઈ રીતે કહેવાય?ફિલ્મી અભિનેતાઓનો ક્રેજ બધે હોય છે,પણ બહુબહુ તો મુવી સ્ટાર કહે.પણ કોઈ હીરો ના કહે,એક ભારત સિવાય.પત્રકારો પણ હીરો ના કહે.ના તો કોઈ મેગેજીન કે નાતો કોઈ છાપા આ લોકોને હીરો કહે.ભારત માં છાપા અને પત્રકારોની ફરજ બને છે આવી ભૂલો સુધારવાની.કોઈ ગાંધીજી માટે કહે કે એ મારા હીરો છે એ વ્યાજબી છે.કોઈ અભિનેતા માટે કોઈ માણસ પર્સનલી કહે એના પુરતો હીરો તો ઠીક,પણ આખાદેશ માટે હીરો કહેવો એ ખોટું છે.આ લોકો દેશ ના હીરો નથીજ.
અફીણીયુ ચીન, ચોખા ખાધા?
વરસો પહેલા ચીન સાવ કંગાળ હતું. આપણે એક બીજાને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો ? એમ પૂછીએ છીએ. જયારે ચીનમાં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા? એમ પૂછતાં હતા. ચોખા ખાવાના નસીબ પણ નહોતા. ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા. વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીનમાં અફીણનો જબરદસ્ત વેપાર શરુ કરેલો. આખું ચીન અફીણ ખાઈ ને મસ્ત રહેતું હતું, ચીન અફીણીયુ એમ કહેવાતું. લોકો આળસુ બની ચુક્યા હતા. કોઈ ઝેર વેચે, કોઈ લાડવા, શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે. બે ચાર વરસના બાળક ને રાજા, સમ્રાટ બનાવેલો રાજવંશનો હતો માટે. એના સંડાશને સોનાની વાટકીમાં લઈને સુંઘીને રાજાના દરબારીઓ સ્વર્ગનો આનંદ માણતાં. એવું આ ચીન આપણા થી પણ ગયેલું હતું. બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો, રીવાજ હતો. એમાં આપણને વાંધો નથી. હહાહાહા.. પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ. જાપાનની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વયુદ્ધમાં હારી ગયું. રાજા ગયો દેશદ્રોહના આરોપમાં જેલમાં. માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન. ધર્મ એક અફીણ છે. આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે. રાજકારણમાં કોઈ પણ ધર્મોની ડખલ ના જોઈએ. બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રોમાં ધર્મની ડખલ ના હોવી જોઈએ. જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો. કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?
૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા, અને એ જ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી હતી. આપણે ફક્ત ગાંધીજીને જ રાષ્ટ્રપિતા માન્યા. બીજા જે
લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં. અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા, જ્યોર્જ વોશીન્ગ્ટન, જોહન એડમ્સ, બેન્જામીન ફ્રેન્કલીન. આ બધા એ નક્કી કરેલું કે આ દેશનું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મની , ચર્ચની ડખલ ના જોઈએ. એક સમયનું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે? અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે. નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો, ના તો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો, ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો, ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો. લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે. આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય. પાછો દોષ બીજાને દેવાનો, કે ચીન નાલાયક છે, પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે, અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથી ને પાકિસ્તાનને પૈસા આપે છે. આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણાને એફ બી આઈ એ પકડી લીધા. નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત. જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિકમાં ઈઝરાઈલના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા. એ બધા પોતાના દેશમાં હીરો બની ગયેલા. મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા. એવી ખુમારી જોઈએ. આ ઈઝરાઈલનો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો
આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ. આપણ ને આપણા દોષ દેખાતા નથી. બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે. યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે. પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે. ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને ના આપે એમાં ઓબામાં નો શું દોષ? જે વધારે કામનો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે. તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે? એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે. તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે? ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે. સમર્થ કો નહિ દોષ ગુસાઇ. ચીન નબળું હોત તો તિબેટ ચીનનો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત. તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે. ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે. આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ. શરુ થી જ આ ચાલતું આવ્યું છે. મુસલમાનો આપણાં પર ચડી આવ્યા. તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા? અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો. ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક? તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો. સર્વઇવલના યુદ્ધમાં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરતનો નિયમ ભારત માટે જુદો થોડો હોય? કુદરત માટે બધા સરખા છે. આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદીમાં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા. એતો અંગ્રેજોનો પથારો બહુ લાંબો થઇ ગયો હતો, લગભગ આખી દુનિયામાં, ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ. મક્કા મદીનાથી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ, ઈરાન, તુર્કી નબળા હતા તે ગયા. બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી. લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે, એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા. એવું નથી જ વિયેનામાં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા, એ કુદરતનો નિયમ છે.
ચીન બળવાન ને મુઘલોના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી, ને બચી ગયું.. મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો? હજારો બ્રાહ્મણો શિવજીનું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી. શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જનનું પ્રતિક માત્ર છે. એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું? પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો. થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ લાઠીના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા. હજુ આપણી મેંનટાલીટી એની એજ છે. હજુ આપણે કોઈ સાથ આપે એની જ રાહ જોઈએ છીએ. અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું, ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ. પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો. પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે? એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે? પાકિસ્તાન, અમેરિકા કે ચીન? કમજોર ને કોણ ભાઈબાપલા કરે? ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન, પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે, નહીતો બચકાં ભરશે.
અંધશ્રદ્ધા,માતાજીને જીભ ચડાવી.
પ્રથમ તો આવી આવી અંધ શ્રદ્ધાઓ ફેલાવે છે કોણ?ગુરુઓ.ભણેલા ગણેલા લોકોના ગુરુઓ જરા વધારે સોફેસ્ટીકેટેડ,વધારે ચાલક,ભપકાવાળા,હોશિયાર અને ભણેલા હોય છે.જયારે આ ભૂવાઓ,જંતર મંતર કરવાવાળા અભણ લોકોના ગુરુઓ હોય છે.અજ્ઞાત ભવિષ્ય વિશે દરેક ના મનમાં એક ભય,એક ફોબિયા હોય છે.જેનો આ ચાલક ગુરુઓ પુરેપુરો લાભ ઉઠાવે છે.અમારી કૃપા થી,અમે કહીએ તેમ કરો તો જ તમારું સારું થશે.કશું ખોટું થાય તો કર્મ નો નિયમ આગળ કરતા વાર કેટલી?કર્મ તો તમારે ભોગવવું પડે.આ ચક્કર માં બધાજ પડેલા છે.આ ગરીબ ના અચેતન મનમાં આવું ઘુસેલું હસેજ.ભગવાન કે માતાજી કોઈ વ્યક્તિ નથીજ કે થોડા પ્રસાદ કે જીભ ચડાવવાથી પ્રસન્ન થાય.આ ગુરુઓની કથાઓ જ અંધશ્રદ્ધા થી ભરેલી હોય છે.એમાં કશીજ વૈજ્ઞાનિકતા હોતી નથી.જો તમારી અંદર વૈજ્ઞાનિક એપ્રોચ અભિગમ જ ના હોય તો તમારા ઉચ્ચ ભણતર,ડીગ્રી નો કશોજ અર્થ નથી.એક મોટા સંત હમણા ના છાપાઓમાં ખુબ ચગેલા છે,રેડીઓ પરની એમની કથા માં મેં જાતે સાભળેલું કે એક મહાન સંત નું ગળું બાદશાહે કપાવ્યું તો ગળામાંથી એક નસ માંથી દૂધ અને બીજી નસ માંથી લોહી નીકળ્યું,અરે ભૈલા ગળું કપાય તો લોહી જ નીકળે દ્દુધ ના નીકળે પણ સ્ટુપીડ લોકો તાળીઓ પાડે.હવે બીજા એક મોટા કથાકાર ખુબજ પ્રતિષ્ઠા ધરાવતા,એક ટીવી ટોક શો માં હોસ્ટ નો સવાલ કે બાપુ તમે મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયેલા અને ભજનના ચક્કર માં ભણતર બગડ્યું તો બાપુ નો જવાબ ગર્વ થીકે ભણતર ઉપર ભજન ની જીત થઇ,અને સ્ટુપીડ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા.બાળકો પહેલા માબાપ ની નકલ કરેછે,અને સમાજ,લોકો ગુરુઓની વાત માને છે.મોટા માણસોએ એક શબ્દ પણ બોલતા પહેલા વિચારવું પડે જયારે આખો સમાજ એમને પૂજ્ય માની અનુસરવા અંધ બનીને ઉભો હોય.જો બધા ભજન જ કરશે તો ભણશે કોણ?બાપુ તો રોજીરોટી માટે કથા કરે ને એમાં એમની માસ્ટરી હોય,બીજા કાઈ ભજન કરી રોટલા ના રળી શકે.આને તો ખાલી જીભ ચડાવી.અભણ છે બિચારો.પણ ખુબજ ડાહી,પૈસાવાળી,હોશિયાર કહેવાતી કોમ ના ગુરુઓ અમેજ કૃષ્ણ સ્વરૂપ છીએ એવું બ્રેન વોશ કરી,એમને બધુજ અર્પણ કરો એવું ઠસાવી,ભક્તોની સ્ત્રીઓ,દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરે છેજ.મારો જાતનો અનુભવ લખું,એક મિત્ર સાથે અમદાવામાં ઘરેણા ને લગતું કામ હતું તો અમે એક સોનીભાઇ ને ત્યાં ગયેલા.ત્યાં એમના મહારાજશ્રીનો ફોન આવ્યો.મહારાજશ્રીને બહાર જવાનું હશે તો કંપની માટે સોની ની દીકરી જે સ્કુલ માં ૧૧કે ૧૨ માં ધોરણમાં ભણતી હશે એને મોકલી આપવા માટે હુકમ ફોન પર કરતા હતા.સોનીભાઈએ સ્કૂલમાંથી એમ રજા નહિ મળે એવા બહાના કાઢ્યા પણ મહારાજશ્રી નાં માન્યાં,સોનીભાઈ નું મોઢું તો બગડી ગયેલું કે આજે દીકરીનો આ મહારાજશ્રી ઉપયોગ કરી લેશે,પણ શું કરે?મહારાજ શ્રીની કૃપા નો ભંગ થઇ જાય.મારી જોડેના મિત્ર અને પેલા સોની ભાઈ ના ગુરુ એકજ હતા.એટલે એ લોકોની વાતો પરથી હું બધું સમજી ગયો.રે હિંદુ તારી લાચારી…હોંશે હોંશે પોતાની પત્નીઓ અને દીકરીઓને ગુરુઓને ધરાવનારા આ દંભી ભક્તો એમના થુન્કેલા પાન પણ ચાટી જાય છે,એમની એંઠી પતરાળી માંથી પ્રસાદ ખાવા પડાપડી કરે છે આને શું કહેશો?આવું તો બધેજ ચાલી રહ્યું છે.આતો જીભ કાપી ને લોહી નીકળ્યું એટલે તમને લાગી આવ્યું ,પેલા ભણેલા લોકો ની સ્ત્રીઓના આત્માનું હનન થાય છે ત્યારે?કેમ કે આની જેમ એ પ્રકાશ માં નથી આવતું.ભવિષ્ય સારું કે ખોટું તમારેજ ભોગવવાનું છે અને એમાંથી રસ્તો પણ તમારેજ કાઢવાનો છે.મહેનત પણ તમારેજ કરવાની છે.એકલા ભારત ની વાત નથી,આખી દુનિયામાં ચાલે છેજ.પણ એનાથી ભારતમાં ચાલે છે એને વ્યાજબી ના ઠરાવાય.આ બધું ક્યારે દુર થાય? એકલા એજ્યુકેશન થી ના દુર થાય.એજ્યુકેશન ની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ,એપ્રોચ આવે તો જ દુર થાય.એને માટે કોઈ પણ મુરખો ગુરુ જયારે,જ્યારે અવૈજ્ઞાનિક વાત કરે,ત્યારે ત્યારે લોકોએ તો ખરોજ પણ મીડિયા અને પ્રેસે પણ સમાજ પ્રત્યે ફરજ સમજી વિરોધ નોધાવી એ મૂરખ ગુરુનો જવાબ માંગવો જોઈએ.
નમાલી સરકાર અને ત્રાસવાદ
રાજનેતાઓ કોઈ પણ પક્ષ ના હોય ભગવા ઝંડા ધારી હોય કે બીજા કોઈએ કશું ઉકાળ્યું નથી.બધા સરખાજ છે.કારગીલ માં આપણી હદ માં ત્રણ ત્રણ માળની બંકરો બની ચુકી હતી.અને પાકિસ્તાની સેના આપણા ઘરમાં જ ઘુસેલી હતી,સંસદ પર હુમલો અને કંદહાર માં સામે જઈને મૂકી આવનારા આ જ ભગવા ધારીઓ નેતા પદે હતા.બધાને થતું હશે હું વારેઘડીયે ધર્મ ને કેમ વચમાં લાવું છું?સવાર થી તે સાજ સુધી તમારા દરેક વર્તન પર ધર્મ ની અસર હોય છે.તમારું ઘડતર અને સાયકોલોજી ધર્મ થકી જ ઘડાય છે.ગીતાજી મારું ઓલ ટાઈમ ફેવરીટ પુસ્તક છે. સમજો એ યુધ્ધના મેદાન માં રચાયું છે.કોઈ ઘર માં કે જંગલ કે આશ્રમ માં નહિ.અને જયારે અર્જુન નમાલો થઇ ને ઘેલા કાઢવા માંડ્યો અને અહિંસા ના બકવાસ ગાણાં ગાવા લાગ્યો ત્યારે ગીતાજી ની રચના થઇ છે.આજનો હિંદુ નમાલો કાયર થઇ ચુક્યો છે એનો હું જરૂર વિરોધી છું.રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞો કરી દુનિયા જીતવા નીકળતા એ હિંદુઓ નો હું સમર્થક છું.અહિંસા ફક્ત નિર્દોષ માટે હોય દોશી ને આતતાયી માટે કે ત્રાસવાદી માટે ના હોય.હિદુ કોણ હતા?જેમના ધનુષબાણ અને સુદર્શન ચક્ર અને પરશુ દોશી લોકોને સજા કરવા હમેશા તત્પર હતા,એમના આ હિદુ અનુયાયીઓને આ શું થયું છું. ?કેમ નમાલા થઇ ગયા છે?.આપણાં દરેક અવતાર કે ભગવાન ના હાથ માં કાતિલ વેપન્સ છે,ભલે તે સ્ત્રી(માં અંબા,માં દુર્ગા) હોય.સ્ત્રીઓ પણ નમાલી કે કાયર ના હતી.જો તમે નમાલી અહિંસા ને કાયરતા ના પાઠ ભણાવતા ૨૨૦૦૦ સંપ્રદાયોને હિંદુ ધર્મ માનતા હોવ તો એ હિંદુ વિષે જ હું વિરુધ લખું છું.આપણે તો અહિંસક આપણે તો અહિંસક ના જ ગાણા હમેશા ધર્મગુરુ ઓ દ્વારા ગવાતા હોય ત્યારે તમે પ્રજા પર એની અસર પડવાનીજ.પ્રજા કાયર બની ચુકી છે.એજ કાયર પ્રજામાંથી નેતાઓ ચૂંટાતા હોય છે એમના માં બહાદુરી ક્યાંથી આવે?કુવા(પ્રજા) માં હોય તો હવાડા(નેતા) માં આવેને?.એક કસાબ ને સાચવવાનો ખર્ચ પણ કેટલો બધો?શહીદ ભગત સિંહજી ને ફાંસી આપી લાહોર માં ત્યારે એક પણ પત્થર ફેકાયો નહોતો.એ દિવસ થી ભારતની જવાની ખતમ થઇ ગઈ એવું એક ભારે વિવાદાસ્પદ ગણાતા સંતે કહેલું. કોઈ માનવ સાકળ કે વિરોધ નોધાયો ના હતો કેમ?.ઉત્તર માં ગુરુ ગોવીન્દ્સીન્હેં,મધ્યમાં રાણા પ્રતાપે અને દક્ષીણ માં શિવાજી મહારાજે આ ત્રણ જણે સમયે સમયે તલવારો ના ખેંચી હોત તો આપણાં બધા સાથે અહીન્સકો પણ નમાજ પઢતા હોત.આપણ ને કાયર તા ના પાઠ કોણ ભણાવે છે?બોર્ડર પર લશ્કર હમેશા યુદ્ધ(હિંસા) કરવા તૈયાર છે ત્યારે આપણે અહિંસા ના ગાણા ગાઈ શકીએ છીએ.એક જમાદાર પ્લેટફોર્મ પર મુંબઈ માં ખાલી ખુરશીઓ ફેંકી ને ત્રાસવાદીને ભગાડતા જીવ આપી દે છે,અને હજારો કાયરો ભાગતા હોય.કેટલા બહાદુર અફસરોએ જીવ આપ્યા છે અને તમે એક કસાબ ને ફાંસી ના આપીને પેલા દિવંગત અફસરો ની શું કીમત કરી?ફરી કોઈ અફસર કે પોલીસ આવી રીતે વ્યર્થ જીવ આપવા તૈયાર નહિ થાય.સરકાર અને તેપણ નમાલી કાયર સરકાર ક્યાં સુધી તમારું રક્ષણ કરશે?સ્વરક્ષણ માટેના પણ કાયદા છે.એમ કોઈ ફાંસી નથી ચડાવી દેતું.જોકે આ સરકારોનું ઠેકાણું નહિ કોઈ ત્રાસવાદીને મારો તો બહાદુરીનું પ્રમાણપત્ર આપવાને બદલે મર્ડર ના ચાર્જ માં જેલ માં પણ ધકેલી દે.મુંબઈ માં મરાયા કે બીજા ત્રાસવાદી હુમલામાં મરાયા,એ કોઈ પણ હોય એ દરેક મારા પોતાના મરાયા એવી લાગણી બીજા લોકોને કેમ થતી નથી?ભારતના કોઈ પણ ખૂણા માં ત્રાસવાદ કે બીજા કોઈ વાદ માં મરાય એ બધા મારા પોતાના જ મરાયા એવી લાગણી દરેક ભારતીય ને થવી જોઈએ.હવે જયારે પણ ત્રાસવાદી હુમલો થાય ત્યારે પ્રજા ભાગવાને બદલે સામી થાય અને પીઠ ને બદલે છાતીમાં ગોળી ખાય.ત્યારે જ બહાદુરી પૂર્વક માર્યા ગયેલા મુંબઈ પોલીસ ના જવાનો,અફસરો અને નિર્દોષ નાગરિકોને ને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.
ભારતીયો સ્પેલિંગ ચેમ્પિયન.
…….અમેરિકામાં દર વરસે સ્પેલિંગ ની સ્પર્ધા થાય છે.જેમાં અઘરા સ્પેલીન્ગ્સ બોલવાના હોય છે.૨૦૦૮ ના આ સ્પર્ધા ના વિજેતા૧૪ વરસના સમીર મિશ્રા ને ન્યુરોસર્જન બનવું છે.જયારે ચાલુ ૨૦૦૯ ના વિજેતા ૧૩ વરસની કાવ્યા શિવ શંકર ને પણ ન્યુરોસર્જન જ બનવું છે.૧૯૮૫ માં સૌ પ્રથમ જીતવા વાળા ભારતીય હતા બાલુ નટરાજન.બાલુ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક રોલમોડેલ છે.૨૯૩ સ્પર્ધકો ની વચ્ચે વોશીન્ગ્ટન માં પ્રથમ આવનારી કાવ્યા ની પ્રેરણા ૧૯૯૯મ પ્રથમ આવનારી નુપુર લાલા છે,જે એમ.આઈ.ટી ની બ્રેન અને કોગ્નીટીવ સાયંસ લેબ માં રીસર્ચ કરે છે.આ સ્પર્ધા માં છેલા દસ વરસ થી ભારતીયો નું રાજ ચાલે છે.છેલ્લા દસ વરસ માં ૭ ભારતીયમૂળ ના સ્પર્ધકો પ્રથમ આવેલા છે.કુલ્લે ૯ ભારતીયો વિજયી બનેલા છે.૧૯૮૫માં બાલુ નટરાજન,,,,૧૯૮૮માં રાગેશ્રી રામચન્દ્રન,,,,,,,,૧૯૯૯માં નુપુર લાલા,,,,,,,,,૨૦૦૦માં જ્યોર્જ થમ્પી,,,,,,,૨૦૦૨માંપ્રત્યુશ્ બુદ્દીગા,,,,,,૨૦૦૩માં સાઇ ગુન્તુરી,,,,,,,,,૨૦૦૫માં અનુરાગ કશ્યપ,,,,,,,,,૨૦૦૮માં સમિર્ મીશ્રા,,,,,,,૨૦૦૯માં કાવ્યા શિવ શંકર.ભારતીય અને ચાઇનીસ વિદ્યાર્થીઓ ભણવામાં મૂળ અમેરિકન્સ કરતા આગળ છે એતો ઓબામાં ને પણ કહેવું અને કબૂલવું પડે છે.




![rs62[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/rs621.jpg?w=113&h=150)
![01d0a7040b17bc9e[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/01d0a7040b17bc9e1.jpg?w=474)
![2775015282_d10487440a[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/2775015282_d10487440a1.jpg?w=150&h=99)
![e666d173e1d4f7ac[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/e666d173e1d4f7ac1.jpg?w=474)

![20090826-tows-aish-abhi-propose-290x218[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/20090826-tows-aish-abhi-propose-290x2181.jpg?w=150&h=112)
![20090826-tows-aish-abhi-290x218[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/20090826-tows-aish-abhi-290x2181.jpg?w=150&h=112)
![20090826-tows-aish-abhi-bollywood-290x218[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/20090826-tows-aish-abhi-bollywood-290x2181.jpg?w=150&h=112)
![20090826-tows-aish-abhi-parents-290x218[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/20090826-tows-aish-abhi-parents-290x2181.jpg?w=150&h=112)
![20090826-tows-aish-abhi-wedding-290x218[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/20090826-tows-aish-abhi-wedding-290x2181.jpg?w=150&h=112)
![a7261f84fdad2ebe[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/a7261f84fdad2ebe1.jpg?w=150&h=100)
![419d4f9cbf58a872[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/419d4f9cbf58a8721.jpg?w=474)
![13fa1e93e5254ad4[1]](https://raolji.com/wp-content/uploads/2009/12/13fa1e93e5254ad411.jpg?w=474)